
અમદાવાદ સ્થિત ભારતની બેસ્ટ મેનેજમેન્ટ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ના કેમ્પસમાં વિના હેલ્મેટ ટુ વ્હીલ વાહન લઇ જઇ શકાશે નહીં. સંસ્થાના મેનેજમેન્ટે નો હેલ્મેટ નો એન્ટ્રી સૂચક એક પોસ્ટર સંસ્થાના ગેટ પર ડિસ્પ્લે કર્યું છે.
અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM A) એ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે સંસ્થાના એન્ટ્રન્સ ગેટ પાસે એક પોસ્ટર મુક્યું છે. જેમાં લખ્યું છે કે, ‘NO HELMET, NO ENTRY’ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. IIM અમદાવાદ પરિસરમાં આવતા તમામ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પ્રવેશી શકશે નહીં. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આઇઆઇએમના એડમિન વિભાગે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે.
પહેલીવાર માફ કરશે અને બીજીવાર ભુલ રીપિટ કરશે તો પ્રવેશ નહીં આપવામાં નહીં આવે એવો પણ નિર્ણય મેનેજમેન્ટે કર્યો છે. IIM A પરિસરમાં આવનાર ટુ-વ્હીલર ચાલર જો હેલ્મેટ વગર આવશે તો તેને સિક્યુરિટી સ્ટાફ પહેલા સમજાવશે અને નિયમની જાણ કરશે. પણ જો એ ચાલક બીજીવાર પરિસરમાં હેલ્મેટ વગર પ્રવેશ કરશે તો તેને પરિસરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.






















