CIA ALERT

My World Archives - Page 30 of 32 - CIA Live

August 22, 2018
meyo-1280x859.jpg
1min15940

સુરત : માહેશ્વરી આંત્રપિન્યોર યુથ ઓર્ગેનાઈઝેશન (મેયો)દ્વારા તા.20મી ઓગસ્ટ 2018ને શ્રાવણી સોમવારના અવસરે સાવન મહોત્સવની સાથે જ મહારૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંધ્ર પ્રદેશના વિજયપુરમ શક્તિ પીઠના 6 પંડીતો વિશેષ  ઉપસ્થિત રહ્યા હતા.

સિટી લાઇટ સ્થિત માહેશ્વરી ભવન ખાતે  આયોજીત કાર્યક્રમમાં 700 જેટલા શ્રદ્ધાળુઓ એ ભાગ લીધો હતો. આ અવસરે સુંદર સજાવટ  અને મંત્રોચ્ચાર ની ગુંજ થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

 

 

मेयो द्वारा सावन महोत्सव के तहत महा रूद्राभिषेक का आयोजन

सूरत ।माहेश्वरी ऑन्ट्रपिन्योर यूथ  ऑर्गेनाइजेशन (मेयो) की ओर से सावन महीने के अंतिम सोमवार पर सावन महोत्सव और महारूद्राभिषेक का आयोजन किया गया । सिटीलाइट के माहेश्वरी भवन में आयोजित महारूद्राभिषेक में आंध्रप्रदेश के विजयापूरम शक्ति पीठ 6 पंडितों उपस्थित थे। कार्यक्रम में 700 से अधिक भक्तों ने हिस्सा लिया ।108 आसन के साथ ही सुंदर सजावट से माहौल भक्तिमय हो गया ।

-x-x-x-x-

-x-x-x-x-

August 19, 2018
Nurturing-Little-Humans-Book1.jpg
1min9200

સુરત, ઓગસ્ટ, 2018: શું તમારું બાળક શાળાએ જઇ રહ્યું હોય ત્યારે તેના શુઝની દોરી તમારે બાંધવી જોઇએ કે પછી બાળક શાળામાંથી પરત ફરે ત્યારે સ્કૂલ બસમાંથી તેના ઉતરતાની સાથે જ તમારે તેની બેગ ઉંચકી લેવી જોઇએ? શું તમે તમારા બાળકની વધુ પડતી કાળજી રાખો છો અથવા બાળકને વધુ પડતી સુવિધાઓ પૂરી પાડો છો?

જ્યારે બાળકોને આ પ્રકારની દૈનિક કામગીરી કરતાં રોકવામાં આવે ત્યારે માતા-પિતા સમક્ષ મોટી સમસ્યા અને પડકારો સર્જાય છે. શા માટે મા-બાપ બાળકોની વધુ પડતી કાળજી રાખે છે? શા માટે મા-બાપ બાળકોને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરીને આગળ વધવાની પ્રેરણા લેતા રોકે છે?21મી સદીમાં બાળકના ઉછેરમાં કઇ સમસ્યાઓ છે? આ તમામ પ્રશ્નોના જવાબ શિક્ષણ અને તાલીમ ક્ષેત્રમાં 14 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ઇનોવેટર અને વિઝનરી લેખક જય લીલાવાલાના 23મી ઓગસ્ટે રિલિઝ થતાં પુસ્તક ‘નર્ચરિંગ લિટલ હ્યુમન્સ’માં મળી રહેશે.શહેરના રાહુલરાજ મોલ ખાતે પુસ્તકનું અનાવરણ કરાશે.

ગુજરાતની અગ્રમી પ્રી-સ્કૂલ ચેઇન પૈકીની એક પરવરિશ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલના સ્થાપક જય લીલાવાલાના આ પુસ્તકમાં બાળકોના સર્વાંગી ઉછેર અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જય લીલાવાલાનું માનવું છે કે તમારા બાળકની બાળપણની યાદોમાં રહેવા માટે તમારે તેની સાથે સમય વિતાવવો પડશે. બાળકો સાથેની સુંદર યાદો, નાટકો, યાદગાર પળો, કારકિર્દી, કૌશલ્યો, પત્રો, સવાર, સાંજની યાગો, રમતો, ખુશીના પળોને આવરી લેતાં કુલ 27 ચેપ્ટર્સને આવરી લેવાયા છે. મહત્વપૂર્ણ છે કે નર્ચરિંગ લિટલ હ્યુમન્સને લોન્ચ થતાં પહેલાં જ ફેસબુક ઉપર 500થી વધુ લોકોએ તેને લાઇક કરીને વાંચવાની ઇચ્છા પ્રગટ કરી છે.

આ પુસ્તક અગ્રણી ઇ-કોમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ, એમેઝોન, ઇન્ફીબીમ, નોશનપ્રેસ તથા ઇનગ્રામ ઉપર ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંતwww.myparvarish.com ઉપરથી પણ વાચકો તેને ખરીદી શકશે. એમેઝોન કિંડલ ઉપર પણ આ પુસ્તક વાંચન માટે ઉપલબ્ધ બનશે.

ઉલ્લેખનીય છે કે જય લીલાવાલા એક અગ્રણી કમ્યુનિકેટર અને મોટિવેટર છે, જેઓ આદિત્ય બિરલા ગ્રુપ, ફ્યુચર ગ્રુપ વગેરે જેવી અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંકળાયેલા છે. તેઓ શિક્ષણની સાથે-સાથે ઓપરેશન, ફાયનાન્સ અને મેનેજમેન્ટમાં પણ નિપૂંણતા ધરાવે છે.

-x-x-x-

August 17, 2018
dp2-1280x557.jpg
2min10060

The ‘Sports Person Of the Year 2016-17’ award and a scholarship of Rs.31,000/- was bagged by Xena Raja. 56 more students were given scholarships as ‘Promising Sports Persons of the Year 2017-18’, up to Rs.11000/-. It was indeed a great morning where many students were inspired and motivated to make Sports an essential part of their daily lives.

Surat Children Welfare Organization is an Autonomous Body, which works for the welfare of the children of the city. This year, the SCWO decided to felicitate and encourage the Sports Person of the Year 2017-18 with exemplary achievement in any area of Sports and Games, on 13 August 2018. Sports, is an integral part of everyone’s life. It is imperative for the physical and the emotional well being of the individual. The SCWO has always supported Delhi Public School Surat in their philosophy of holistic education and personality grooming.

SCWO started this initiative in the year 2013-14 and they have continued the trend and given away scholarships to the meritorious Sports persons. The benevolent dignitaries who graced the occasion were the Founder Members of the SCWO, Mr. ShreyansGoyal, Mr. Manoj Bhatia, Mr. Kishore Gagnani, Mr. AlokKhandelwal. Mr. Deepak Bedia, Mr. Nihar Doctor, Mr. NazirVali, Mr. VipulJagirdar and Mr. AnkurMarfatia.

 

એસસીડબલ્યુઓ(Surat Children Welfare Organization) દ્વારા રમત-ગમત ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન કરાયું

દિલ્હી પબ્લિક સ્કૂલ સુરત ખાતે થયું ‘સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર‘નું આયોજન

સુરત :‘સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2016-17’ અને રૂપિયા 31,000ની શિષ્યવૃત્તિ ઝેના રાજાએ મેળવી હતી. અન્ય 56 વિદ્યાર્થીઓને પણ ‘પ્રોમીસિંગ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2017-18’ના રૂપમાં રૂપિયા 11,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવી હતી. આ ખરેખર એક ખુશનુમા સવાર હતી, જ્યાં ઘણા વિદ્યાર્થીઓ રમતને તેમના રોજીંદા જીવનનો અનિવાર્ય ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત હતા.

સુરત ચિલ્ડ્રન વેલ્ફર ઓર્ગેનાઇઝેશન એ એક સ્વાયત સંસ્થા છે, જે શહેરના બાળકોની સુખાકારી માટે કાર્ય કરે છે. આ વર્ષે, સંસ્થા દ્વારા કોઇ પણ રમતમાં ઉદાહરણીય સિદ્ધિ મેળવી હોય તેઓને 13 ઓગષ્ટ,2018ના રોજ ‘સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2017-18’થી સમ્માનિત અને પ્રોત્સાહિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. રમત એ દરેકના જીવનનો અવિભાજ્ય ભાગ છે. તે વ્યક્તિની શારીરિક અને ભાવનાત્મક સુખાકારી માટે જરૂરી છે. સંસ્થા હંમેશા દિલ્હી પબ્લિક સ્કૂલ સુરતને તેમના સાકલ્યવાદી શિક્ષણ અને વ્યક્તિત્વ નિખારને સમર્થન આપે છે.

સુરત ચિલ્ડ્રન વેલ્ફર ઓર્ગેનાઇઝેશન (એસસીડબ્લ્યુ) દ્વારા વર્ષ 2013-14માં આ પહેલ શરૂ કરવામાં આવી હતી અને તેમણે આ પ્રવાહને અવિરત રાખ્યો છે અને તેજસ્વી રમત વીરોને સ્કોલરશિપ આપતી રહે છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઉમદા મહાનુભાવોમાં સુરત ચિલ્ડ્રન વેલ્ફર ઓર્ગેનાઇઝેશનના સ્થાપક સભ્યો શ્રી શ્રેયાંશ ગોયલ, શ્રી મનોજ ભાટિયા, શ્રી કિશોર ગગનાની, શ્રી આલોક ખંડેલવાલ, શ્રી દિપક બેડિયા, શ્રી નિહાર ડોક્ટર, શ્રી નાઝીર વલી, શ્રી વિપુલ જાગીરદાર અને શ્રી અંકુર મારફતિયાનો સમાવેશ થાય છે.

-x-x-x-

 

 

August 17, 2018
DSC_2612-1280x859.jpg
1min8550

સુરતઃ પાંચ વર્ષના કિંડરગાર્ટનમાં વિહાર કરતાં બાળકોને સ્વતંત્રતા, આઝાદી, સમાનતા, ન્યાય અને ભાઇચારાની વિભાવનાઓને કેવી રીતે સમજાવી શકાય?

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે વિશેષ અને અનોખા પ્રકારે તેના વિદ્યાર્થીઓને આઝાદીના લડવૈયાઓના રૂપમાં સજ્જ કરી સમજાવ્યું હતું કે ભારતને આઝાદી અપાવવામાં આ દરેકની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે, જે આઝાદીનો આજે તેઓ આનંદ માણી રહ્યાં છે.

જે પાત્રને તેઓ ભજવવા ઇચ્છતા હોય તે ચરિત્રની પસંદગી કરવા માટે બાળકોને કહેવામાં આવ્યું હતું અને શાળા દ્વારા બાળકોને આ તમામ હિરો સાથે સંબંધિત બહાદુરી અને બલિદાનની ઐતિહાસિક કથાઓ સાથે માહિતગાર કર્યા હતા. સ્ટેજ પર આવતા દરેક બાળક આપણા રાષ્ટ્રીય નેતાઓની ભાવનાઓને પ્રભાવિત અને ફેલાવ કરતા જણાતા હતા. વંદે માતરમ્, મેરા ભારત મહાન, ઇસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇસ ધ બેસ્ટ, અચ્છે દિન જરૂર આયેંગે જેવા નારાઓ નિશ્ચિતરૂપથી આત્મવિશ્વાસનું નિર્માણ કરે છે અને આપણે આપણા રાષ્ટ્રની મહાનતામાં ફાળો આપવાનું ચાલુ રાખવું જોઈએ અને ભાઇચારાતથા એકતા સાથે જીવવું જોઈએ.

72માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પર ભારતને ઇકોલોજીકલ પતનમાંથી મુક્ત કરવાની મહત્વતા પણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને નોન-રિસાઇકલિંગ પ્લાસ્ટિક માટે ના કહેવા માટે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.

આ ભવ્ય સવારનો એક વચન સાથે પૂર્ણ થઇ કે આઝાદીના ભાવના હર હંમેશા માટે દરેક ભારતીયના હૃદયમાં જીવંત રહે. જય હિંદ..!

-x-x-x-x-

August 17, 2018
t1-1280x853.jpg
1min8900

હાર્ટ્સ એટ વર્કની ટિમ અને ગ્રામજનોએ મળી કાર્યક્રમને સફળ બનાવ્યો

સુરત : ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનાસંકલ્પ સાથેઆગળ વધી રહેલા સુરતના યુવા ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે ઓળખ ઉભી કરનાર વિરલ સુધીરભાઈ દેસાઈ અને તેમની સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખુદ વિરલસુધીરભાઈ દેસાઈ અને તેમની ટિમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોના સહયોગથી મોતા ગામનારોકડીયા હનુમાન મંદિર તેમજ સૈયુદકાકા મંદિર પરિસરમાં 350 છોડો વાવ્યા હતા.આકાર્યક્રમ દરમિયાન તાપ્તી કિડ્સના પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી 3જી સપ્ટેમ્બરના રોજ ગ્રીનોથોન-ઈચ વન-પ્લાંટ વન કાર્યક્રમની તેમને જાહેરાત કરી હતી. જ્યારે ગામના અગ્રણી કિરણભાઈ દેસાઈએ ગ્રીનમેન અને યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ અને તેમની ટીમની પ્રસંશા કરવા સાથે જણાવ્યું હતું કે કોઈ ઉદ્યોગપતિ દ્વારા તેમના ગામમાં આ રીતે પર્યાવરણ સંરક્ષણ માટેની પહેલી કરવામાં આવી છે તે ખરે ખર આવકારદાયક છે.

ઉલ્લેખનીય છે કે યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના સંકલ્પને સાકારિત કરવાઅત્યાર સુધી વિવિધ જગ્યાએ 18,800 વૃક્ષોનું રોપણ કરી ચુક્યા છે.

-x-x-x-

August 16, 2018
modi.jpg
1min12880

નરેન્દ્ર મોદી 23મી તારીખના તેમના તમામ કાર્યક્રમો પૂરા થયા બાદ સાંજે ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ ભાજપના નેતાઓ સાથે ટૂંકી ચર્ચા પણ કરશે.

બેઠક દરમિયાન આગામી ચૂંટણીથી લઈને અનેક મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા. 23મી ઑગસ્ટે વલસાડ અને જૂનાગઢનો કાર્યક્રમ પૂરો થયા બાદ સાંજે ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ડિનર દરમિયાન વડા પ્રધાન લોકસભાની તૈયારીઓ, ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરશે. તા.23મી ઑગસ્ટના નરેન્દ્ર મોદી સવારે 9.30 વાગ્યે સુરત ઍરપોર્ટ આવી પહોંચશે અહીં તેમનું સ્વાગત કરવામાં આવશે. સુરત ઍરપોર્ટ પરથી તેઓ સીધા હેલિકૉપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. અહીં યોજાયેલા કાર્યક્રમમાં બપોરના 12 વાગ્યા સુધી હાજરી આપશે. વલસાડમાં કાર્યક્રમ પૂરો કરીને તેઓ હેલિકૉપ્ટર મારફતે જ જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢ ખાતે હૉસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમને પૂરો કરીને વડા પ્રધાન ગાંધીનગર જવા રવાના થશે. બપોરે 3 વાગ્યા બાદ તેઓ ગાંધીનગર એફએસએલના કાર્યક્રમમાં હાજરી આપશે.

August 15, 2018
dps1.jpg
1min17450

સુરતઃ ડીપીએસએસએમયુએન એક અકલ્પનીય વારસો છે કે જે તેના 10માં સફળ વર્ષમાં આગળ વધી રહ્યો છે. આ ખુબ પ્રખ્યાત કાર્યક્રમ 10 અને 11 ઓગષ્ટ,2018ના રોજ દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમારોહનું ઉદ્ઘાટન ડીપીએસ-એસએમયુએનના પૂર્વ સેક્રેટરિયેટ સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ કોન્ફરન્સને ડીપીએસ-એસએમયુએન 2018ના સેક્રેટરી જનરલ શિવી ખન્ના દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી.

 

 

 

એક્ઝેક્યુટિવ બોર્ડનો પરિચય અને ગૌરવવંતી ફ્લેગ માર્ચના માધ્યમથી રાષ્ટ્રીય ધ્વજ તથા દેશના ઇતિહાસના દર્શન કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ હતી. 11મી ઓગસ્ટે વૈશ્વિક સ્તર પર પ્રાસંગિક મુદ્દાઓ પર ચર્ચા કરનારા પ્રતિનિધિયો સાથે સમ્મેલનની શરૂઆત થઇ હતી.ચર્ચા અને કૂટનીતિના માધ્યમથી તેઓએ આજે વિશ્વ જેનો સામનો કરી રહ્યું છે તેવા કેટલાંક પડકારોનું સમાધાન મેળવ્યું. તમામ મ્યુનર્સના પ્રયત્નો અને તે જે સૌથી વધુ સક્ષમ હતા તેને વિદાય સમારંભ દરમિયાન સ્વીકારવામાં આવ્યા. ડીપીએસએસએમયુએનના પૂર્વ સેક્રેટરિયેટ સભ્યોએ વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપ્યા હતા.

ડેપ્યુટી સેક્રેટરી જનરલ 2018 વેદાંશ અગ્રવાલે કાર્યક્રમ દરમિયાન શીખેલા મૂલ્યોને ચોક્કસ પણે જીવનમાં ઉપયોગ કરવામાં આવશે અને દુનિયાને રહેલા માટેનું શ્રેષ્ઠ સ્થાન બનાવવામાં ઉપયોગ કરવામાં આવશે તેવી આશા અને સંદેશ સાથે કોન્ફરંશની પુર્ણાહુતિ કરી હતી.

-x-x-x-x-

August 15, 2018
bb5.jpg
1min7460

 

સુરત,2018:બીએનઆઇસુરત દ્વારા આજરોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે જ પોતાના બાહુબલી ચેપ્ટરનું 3rd લૌંચિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સ્વતંત્રતા દિવસની થીમ પર યોજાયો હતો. BNI સુરતના બાહુબલી ચેપ્ટર ના પ્રેસિડેંટ રિઝવાન રાણાએ જણાવ્યુ હતું કે બાહુબલી ચેપ્ટરના સપોર્ટ ડાઇરેક્ટર મુકુલ ગોયલ અને BNI સુરતના સિનિયર ડાઇરેક્ટર અસ્ફાક કલકત્તાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં મુલાકાતીઓ, આમંત્રિતો સાથે જ વિભિન્ન ક્ષેત્ર ના ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા અને પોતાના બિજનેસ વિશે તેમજ નેટવર્કિંગ ના અનુભવો વિશે જણાવ્યુ હતું.

 

 

ઉલ્લેખનીય છે કે શહેરના અગ્રણી અને ખ્યાતનામ સીએ ગૌરવ વી. સંધવી અને ડો. નિધિ સંધવી બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ (બીએનઆઇ)સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને હાલમાં 1,000થી પણ વધુ સભ્યો ધરાવે છે. બીએનઆઇ સુરતને 3સેન્ટેનિયલ ચેપ્ટર્સ અને વિશ્વભરમાં સૌથી વધુ ચેપ્ટર સાઇઝ ધરાવવાનું સન્માન મળેલું છે. 72દેશોમાં 900થી વધુ રિજનમાં બીએનઆઇ સુરતે વિશ્વમાં પ્રથમ ક્રમના રિજન હોવાનું પણ ગૌરવ પ્રાપ્ત કરેલું છે.

-x-x-x-x-

August 14, 2018
gavli.jpg
1min7020

અન્ડરવર્લ્ડ ડૉનમાંથી રાજકારણી બનેલો અરુણ ગવળી ગાંધી વિચારોની પરીક્ષામાં પહેલા નંબરે પાસ

મુંબઈની દગડી ચાલ પર એક સમયે ગુંડાગીરી કરીને જીવતો અરુણ ગવળી હાલ નાગપુરની જેલમાં સજા ભોગવી રહ્યો છે.
શિવસેનાના નગરસેવકની હત્યાના કેસમાં અરુણ ગવળી નાગપુરની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે.

દર વર્ષે નાગપુર જેલમાં સહયોગ ટ્રસ્ટ, સર્વોદય આશ્રમ અને મુંબઈ સર્વોદય મંડળ એમ ત્રણેય મળીને ગાંધી વિચારોની પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષા સ્વૈચ્છિક હોય છે. જેલમાં એક મહિના પહેલાં ગાંધીના જીવન પરનાં અમુક પુસ્તકો આપવામાં આવે છે અને એના આધારે પરીક્ષા આપવાની હોય છે. અરુણ ગવળીને આ પરીક્ષા આપવાની ઇચ્છા થતાં તેણે પણ આ પરીક્ષા માટે નામ આપ્યું હતું.

અરુણ ગવળીને ગાંધી વિચારોના પેપરમાં કુલ ૮૦ માર્કમાંથી ૭૪ માર્ક મળ્યા છે. જેલમાં રહેલા હજારો કેદીમાંથી ૧૬૦ કેદીઓએ આ પરીક્ષા આપી હતી. એમાં અરુણ ગવળી પહેલા નંબરે પાસ થયો છે.

 

August 13, 2018
sapu4-1280x622.jpg
1min17360

જયેશ બ્રહ્મભટ્ટ

ખાણીપીણી-હરવા ફરવાના શોખીન સુરતીઓને હવે ચોમાસામાં મોન્સુન ટ્રીપનું ઘેલું લાગ્યું છે. શ્રાવણ માસના પહેલા વીકએન્ડ એટલે કે ગઇ તા.11 અને 12 ઓગસ્ટના રોજ સુરતીઓ સાપુતારામાં એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે જાણે કિડીયારું ઉભરાયું હોય. સાપુતારાથી મળેલી તસ્વીરો નિહાળશો તો સ્વયં સ્થિતિ પામી જશો કે શનિ રવિની રજાઓ દરમિયાન સાપુતારા જામ-પેક્ડ હતું.

સાપુતારામાં આવતા સહેલાણીઓ સુરતી જ હતા એવું કેવી રીતે પામી શકાય, એવો પ્રશ્ન સાહજિક થાય. સાપુતારાના પબ્લિક પાર્કિંગ પ્લેશ તેમજ અન્ય સ્થળોએ પાર્ક કરાયેલા વાહનોના નંબરનું રેન્ડમ ચેક કરવામાં આવતા દર 10માંથી 9 ગાડી સુરત પાસિંગની જોવા મળી હતી. એ સ્થિતિ સૂચવે છે કે સાપુતારામાં ગયા વીકએન્ડમાં ઉમટેલા પ્રવાસીઓ પૈકી 90 ટકા સુરતીઓ હતા.

આ તસ્વીરો સિમલાની નથી સાપુતારાની છે

જ્યાં જુઓ ત્યાં ટુરીસ્ટથી છલકાતું હતું સાપુતારા

સાપુતારામાં જાણે રસ્તાઓની પહોળાઇ રાતોરાત ઘટી ગઇ

સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખાણીપીણીની કેબિનોમાં માલ ખૂટી ગયો

સોશ્યલ મિડીયા પર સાપુતારાના જ પિક્સ જોવા મળે

વીતેલા વીકએન્ડની વાત કરીએ તો સાપુતારાની મોન્સુન સ્મોલ ટ્રીપ પર ગયેલા શોખીન સુરતીઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં ખાણીપીણી, મોજમજા તો કરી જ સાથે સેંકડોની સંખ્યામાં ફોટોગ્રાફ્સ પણ પાડ્યા અને તેને મોટી સંખ્યામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જેવા સોશ્યલ મિડીયામાં અપલોડ કર્યા. વીકએન્ડમાં સાઉથ ગુજરાતના સોશ્યલ મિડીયા સર્કલમાં સાપુતારા પણ ટ્રોલિંગમાં જોવા મળ્યું હતું.