CIA ALERT

My World Archives - Page 29 of 32 - CIA Live

September 6, 2018
tgb2.jpg
1min5610

સુરત : ડુમસ રોડસ્થિત ટી.જી.બી.હૉટલખાતે કોંકણફૂડ સ્પેશ્યલ કૂકરી વર્કશોપનું આયોજન કરાયું હતું.જેમાં કોંકણની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરાઇ હતી.

ટી.જી.બી.ના શેફ શશીકાંત રાઠોડે જણાવ્યું હતું કે ભારતના વિવિધ રાજ્યો અને રાજ્યમાં પણ વિવિધ ક્ષેત્રોનાફૂડમાં અનેક વિશેષતાઓ છે. ત્યારે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારનું ફૂડ પણ અને રેસીપી પણ ખૂબ જ  લલચાવનારી છે. ખાસ કરીને અહીંના લોકોનો મુખ્ય આહાર સી ફૂડ છે. પરંતુ સાથે-સાથે કડી-પત્તા, કાચાકેળા, કોકમ,મળી મરી જેવા પદાર્થો થકી સ્પાઇસ અને  સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે.ત્યારે સુરતનો સ્વાદપ્રિય જનતાને પણ કોંકણની આ વિશેષ વાનગીઓનો ખ્યાલ આવે તે માટે ટી.જી.બી.ના મેમ્બર્સ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મેમ્બર્સ ભાગ લીધો હતો.

-x-x-x-x-

September 6, 2018
SGFI-sketing-competition-winners-1280x853.jpeg
1min9670

શહેરના કતારગામ ખાતે આવેલા એસએમસી જરીવાલા કોમ્પ્લેક્સમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસજીએફઆઇ) દ્વારા તાજેતરમાં સ્પીડ સ્કેટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં લગભગ 20 શાળાઓના 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓના વિકાસ માટે હંમેશા અગ્રેસર શાંતિ એશિયાટિક સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં અન્ડર-11 ક્વાડ બોઇઝ કેટેગરીમાં ભાવાર્થ દેસાઇએ પ્રથમ ક્રમ તથા અન્ડર-11 ગર્લ્સ કેટેગરીમાં નેન્સી મિસ્ત્રીએ ત્રીજો ક્રમ હાંસલ કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે.આ વિદ્યાર્થીઓની વડોદરા ખાતે ચાલુ મહિને યોજાનારી રાજ્ય સ્તરિય કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી છે.

September 5, 2018
Drrupal.jpg
1min7210

 Jayesh Brahmbhatt   98253 44944

ગોકુળ અષ્ઠમી એવો પવિત્ર પર્વ છે કે આ દિવસે બધા જ યોગ, સંયોગ, સંજોગ, ચોઘડીયા, મૂહૂર્ત, ઘડી, ક્ષણ તમામને શુભ-લાભ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આ દિવસે સુરતના પાંચ પરિવારો એવા હતા કે જેઓ સંતાનપ્રાપ્તિ માટે વર્ષો સુધી ઝઝુમ્યા, જીવનદિપ બુઝાઇ શકે તેવા સ્વાસ્થય વચ્ચે પણ સુરતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. રૂપલ શાહના માર્ગદર્શનમાં આઇ.વી.એફ. થકી ડિવાઇન બાળકોને જન્મ આપવામાં સફળ રહ્યા છે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહની યાદગાર તસ્વીર)

સુરતના ખ્યાતિપ્રાપ્ત ગાયનેક ડો.રૂપલ શાહએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં જન્માષ્ટમીનો પર્વ ખુશાલીઓ લઇને આવ્યો હતો. એવા પાંચ દંપતિને સંતાન પ્રાપ્તિ થઇ કે જેમને બાયોલોજિકલી સંતાન મેળવવામાં વર્ષો સુધી સ્ટ્રગલ કરવી પડી હતી. ડો.રૂપલે કહ્યું કે અમારી હોસ્પિટલમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વે ચાર બેબી ગર્લ, (રાધા) અને એક બેબી બોય (ક્રિષ્ણ)નો જન્મ થયો છે. આ પૈકી 4 બેબીઓને આઇ.વી.એફ.ની મદદથી તેમની માતાઓએ જન્મ આપ્યો છે અને એક બેબીને એવી માતાએ જન્મ આપ્યો કે જેઓ અગાઉ 5 વખત આઇ.વી.એફ.ની મદદથી બાળકને જન્મ આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા અને માતાને જીવનું જોખમ હતું.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની તસ્વીર)

ડો.રૂપલ શાહે કહ્યું કે, આ માતાની શારીરિક સ્થિત ક્રિટિકલ હતી કેમકે તેઓ આઇ.ટી.પી. નામની ખતરનાક બિમારી કે જેમાં પ્લેટલેટ કાઉન્ટસની સંખ્યા જરૂરીયાતથી ખૂબ ઓછી હતી. આવા સંજોગોમાં બાળકને જન્મ આપવો એ માતા માટે જીવનું જોખમ સમાન હતું. આમ છતાં એ દંપતિએ હિંમત હાર્યા વગર આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ પર ભરોસો રાખીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. છેવટે ગઇ તા.2 સપ્ટેમ્બર 2018ના રોજ ગોકુલ અષ્ઠમીના પવિત્ર પર્વે અમારી હોસ્પિટલમાં 5 ડિવાઇન બાળકો અવતર્યા, આનાથી મોટી ખુશી અમારા પરિવાર માટે કઇ હોઇ શકે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહ અને તેમની ટીમની તસ્વીર)

All these babies are born on auspicious day of Janmashtami. Out of 5, 4 r Radhas n 1 Krishna. 4 r ivf babies ,who are born to their parents after their long difficult fight to overcome their childlessness after 8-10 years of marriage life. One baby is born to mother, who had undergone previous 5 failed ivf cycles.

One baby is born to a mother having life threatening medical condition known as ITP in which platelet counts go on fluctuating to Lower limits & if platelet count is very low ,delivery is very risky . So I m happy that on auspicious day so many infertile couples made their dreams of parenthood real.

September 3, 2018
grnathon.jpg
1min6900

ગ્રીનાથોનમાં ગર્ભવતી મહિલાઓ વૃક્ષારોપણ સાથે આપ્યો પર્યાવરણ સંરક્ષણનોસંદેશ

  • તાપ્તી કિડ્સ, હાર્ટ્સ એટ વર્ક અને કિરિન્ગટોન ક્લબના સથીયારા પ્રયાસથી શહેરમાં પહેલી વખત થયું અનોખું આયોજન
  • ગ્રીનમેન તરીકે વિખ્યાત યુવા ઉદ્યમીવિરલ દેસાઈ હતા ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર

સુરત :ગ્લોબલ વોર્મિંગની ચેતવણી વચ્ચે વિશ્વમાં સૌથી વધુ ભાર વૃક્ષારોપણપર આપવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતમાં પહેલી વખત સુરત ખાતે એવું આયોજન થયું છે કે જે વૃક્ષારોપણની પ્રવૃત્તિને માત્ર વેગજનહીં આપ્યું પણ આ કાર્ય માટે માઈલસ્ટોન સાબિતથયું છે.સુરતની તાપ્તી કિડ્સ દ્વારા હાર્ટ્સ એટ વર્કફાઉન્ડેશન અને કિરીન્ગટોન ક્લબના સહયોગથી સુરતના આંગણે “ગ્રીનાથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું.જેના થકી લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું. ગ્રીનાથોનમાં ગર્ભવતી મહિલાઓએ ભાગ લઈ જેમ તેમની કોખમાં બાળક ઉછેરી રહ્યું છે એવી જ રીતે પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષોના સંરક્ષણ માટેનો અનોખો સંદેશો આપ્યો હતો.આ માટે ગુજરાતમાં ગ્રીનમેન તરીકે વિખ્યાત અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલા સુરતના યુવા ઉદ્યમી વિરલ દેસાઈને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે  જાહેર કરાયા હતા.

આ અંગે તાપ્તી કિડ્સના પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે પ્રદૂષણનું પ્રમાણ સતત વધતુ જઈ રહ્યુ છે અને વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં જળવાઇ રહે તે માટે ગ્રીનાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ માટે અત્યાર સુધી 19000થી વધુ વૃક્ષોનું રોપણ કરી ચૂકેલા યુવા ઉદ્યમી વિરલદેસાઈની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી હતી.આજરોજ સુરતના સી.બી.પટેલ ગ્રાઉન્ડ ખાતે ગ્રીનાથોનનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં ગર્ભવતી મહિલાઓ સાથે માતા, પુત્રી કે પુત્ર ભાગ લીધો હતો. આ પ્રસંગે જેટલા લોકોએ ભાગ લીધો હતો, તેટલી સંખ્યામાં વૃક્ષોરોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ માટેનો છે ત્યારે ગર્ભવતી મહિલાઓ પોતાના કોખમાં ઉછરી રહેલા ગર્ભ માટે આગામી સમયમાં ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે વધુને વધુ વૃક્ષો વાવવાની સાથે જ જે રીતે આપણે બાળકનો ઉછેર કરીએ છીએ એવી જ રીતે વૃક્ષોનો ઉછેર કરવાનો સંદેશો ફેલાવવાનો હતો. એટલું જ નહીં આ ઇવેન્ટમાં માતા-પુત્રી,કે પુત્ર ભાગ લીધો હતો. ત્યારે જે રીતે આપણેસંતાનોનો ઉછેર કરીએ છીએ અને ભવિષ્યમાં તે આપણી ટેપણ  બાળકી બનશે એવું માનીએ છીએ. એ જ રીતે વૃક્ષોનું રોપણ કરી તેમનો ઉછેર સંતાનોની જેમ કરીએ તો વૃક્ષો પણ માનવજીવન માટે આશીર્વાદ રૂપ સાબિત થશે .એ અંગે જાગૃતતા ફેલાવવાનો હતો.

-x-x-x-x-

August 26, 2018
iift1-1280x850.jpg
1min12200

ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઈયરના૧૫૦ વિદ્યાર્થીઓ એવિવિધ સામાજિક સંદેશાઓ આપતી રાખડીઓબનાવી

સુરત : શહેરની જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યુટ IIFT દ્વારા રક્ષાબંધનને લઈને રાખી મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇન્સ્ટિટયૂટના સંચાલક મુકેશ માહેશ્વરીએ જણાવ્યુ હતું કે કોમ્પિટિશનમાં ફર્સ્ટ અને સેકન્ડ ઈયરના ૧૫૦ વિદ્યાર્થીઓએભાગ લીધો હતો.કોમ્પિટિશનનો વિષય સામાજિક જાગૃકતા રાખવામાં આવ્યો હતો જેને અનુરૂપ વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક સંદેશાઓ આપતીઆકર્ષક રાખડીઓ બનાવી હતી. આ અવસરે મોડલ એન્ડ એફ એક્ટ્રેસખુશી શાહે જજ તરીકેની ભૂમિકા નિભાવી હતી.

કોમ્પિટિશનના અંતે બંને વર્ષ માટે પ્રથમ ત્રણ-ત્રણ વિજેતાઓનાં નામે જાહેર કરાયા હતા. જેમાં પ્રથમ વર્ષમાં સેવગર્લ ચાઈલ્ડપર રાખડીબનાવનાર સુનંદા ગુપ્તા પ્રથમ,સેવનેચર, સ્વચ્છ ભારત પર આધારિત રાખડી બનાવનાર હિમાની બોરડદ્રિતિયઅનેસેવ વોટર થીમ પર રાખી બનાવનાર અંકિતા પટેલે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જ્યારે સેકન્ડ ઈયરના વિદ્યાર્થીઓમાં ગ્રોમોર ટ્રીથીમ પર રાખડી બનાવનાર ગાર્ગી શર્મા પ્રથમ, અગેનેસ્ટહેરેસમેંટપર રાખડી તૈયાર કરનાર મમતા સાવી બીજા અને સ્વચ્છ ભારત થીમ પર રાખડી બનાવનાર કલ્પનાની ત્રીજા સ્થાને રહી હતી.

-x-x-x-x-

 

August 25, 2018
p3-1280x853.jpg
1min8920

Jayesh Brahmbhatt   98253 44944

પરિવર્તન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પરથી પ્રેરણા લઇને શહેરમાં વિકસેલા અનેક નાના જ્ઞાતિ, સમાજ, સમૂહો દ્વારા સામાજિક જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, એક સમાજમાંથી બીજા સમાજના લોકો પ્રેરણા લઇને રચનાત્મક તેમજ સકારાત્મક સહયોગથી સમાજના દરેક પરિવારોને આગળ વધારવામાં મદદરૂપ થાય એનાથી મોટી સિદ્ધિ બીજી કઇ હોઇ શકે.

શહેરના કાંઠા વિસ્તારમાં આવેલા કોળી પટેલ સમાજની બહુલ વસતિ ધરાવતા ગામડાઓમાં સામાજિક પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ગઇ તા.15મી ઓગસ્ટ 2018ના રોજ સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટેનો એક ઉત્કૃષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી શાળાકીય, કોલેજ, યુનિવર્સિટીની પરીક્ષાઓમાં 65 ટકા કે તેનાથી વધુ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓને સમાજના આગેવાનોના હસ્તે જાહેરમાં સન્માનિત કરીને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.

તદુપરાંત જુદા જુદા ક્ષેત્રો જેવા કે સ્પોર્ટસ, વ્યાવસાયિક તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા કોળી પટેલ સમાજના નવયુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટરે સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ સમાજના વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભાઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજે છે. આવા કાર્યક્રમોથી યુવાધન વધુ પ્રોત્સાહિત થાય છે. સમાજના યુવાનો પોતાના પરિવાર, સમાજ અને દેશ માટે કંઇક કરી બતાવે એ માટે તેમને પ્રોત્સાહિત કરવાની એક પણ તક અમે જતી કરવા માગતા નથી.

કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ, સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સામાજિક રીત રિવાજોમાં સુધારા, લગ્નોત્સુક યુવક યુવતિઓનો પરિચય સમારો તેમજ પુસ્તિકા વિમોચન વગેરે પ્રકારના કાર્યક્રમો કરીને સામાજિક ઉત્થાન માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.

પરિવર્તન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પરથી પ્રેરણા લઇને શહેરમાં વિકસેલા અનેક નાના જ્ઞાતિ, સમાજ, સમૂહો દ્વારા સામાજિક જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, એક સમાજમાંથી બીજા સમાજના લોકો પ્રેરણા લઇને રચનાત્મક તેમજ સકારાત્મક સહયોગથી સમાજના દરેક પરિવારોને આગળ વધારવામાં મદદરૂપ થાય એનાથી મોટી સિદ્ધિ બીજી કઇ હોઇ શકે.

 

August 24, 2018
DSC_4413-1280x859.jpg
1min9640

સુરત, ઓગસ્ટ, 2018: શું તમારું બાળક શાળાએ જઇ રહ્યું હોય ત્યારે તેના શુઝની દોરી તમારે બાંધવી જોઇએ કે પછી બાળક શાળામાંથી પરત ફરે ત્યારે સ્કૂલ બસમાંથી તેના ઉતરતાની સાથે જ તમારે તેની બેગ ઉંચકી લેવી જોઇએ? શું તમે તમારા બાળકની વધુ પડતી કાળજી રાખો છો અથવા બાળકને વધુ પડતી સુવિધાઓ પૂરી પાડો છો?

જ્યારે બાળકોને આ પ્રકારની દૈનિક કામગીરી કરતાં રોકવામાં આવે ત્યારે માતા-પિતા સમક્ષ મોટી સમસ્યા અને પડકારો સર્જાય છે. શા માટે મા-બાપ બાળકોની વધુ પડતી કાળજી રાખે છે? શા માટે મા-બાપ બાળકોને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરીને આગળ વધવાની પ્રેરણા લેતા રોકે છે?21મી સદીમાં બાળકના ઉછેરમાં કઇ સમસ્યાઓ છે? આ તમામ પ્રશ્નોના જવાબ શિક્ષણ અને તાલીમ ક્ષેત્રમાં 14 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ઇનોવેટર અને વિઝનરી લેખક જય લીલાવાલાના રિલિઝ થયેલ પુસ્તક ‘નર્ચરિંગ લિટલ હ્યુમન્સ’માં મળશે.શહેરના રાહુલરાજ મોલ ખાતે પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતની અગ્રમી પ્રી-સ્કૂલ ચેઇન પૈકીની એક પરવરિશ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલના સ્થાપક જય લીલાવાલાના આ પુસ્તકમાં બાળકોના સર્વાંગી ઉછેર અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જય લીલાવાલાનું માનવું છે કે તમારા બાળકની બાળપણની યાદોમાં રહેવા માટે તમારે તેની સાથે સમય વિતાવવો પડશે. બાળકો સાથેની સુંદર યાદો, નાટકો, યાદગાર પળો, કારકિર્દી, કૌશલ્યો, પત્રો, સવાર, સાંજની યાગો, રમતો, ખુશીના પળોને આવરી લેતાં કુલ 27 ચેપ્ટર્સને આવરી લેવાયા છે. મહત્વપૂર્ણ છે કે નર્ચરિંગ લિટલ હ્યુમન્સને લોન્ચ થતાં પહેલાં જ ફેસબુક ઉપર 500થી વધુ લોકોએ તેને લાઇક કરીને વાંચવાની ઇચ્છા પ્રગટ કરી છે.

આ પુસ્તક અગ્રણી ઇ-કોમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ, એમેઝોન, ઇન્ફીબીમ, નોશનપ્રેસ તથા ઇનગ્રામ ઉપર ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંતwww.myparvarish.com ઉપરથી પણ વાચકો તેને ખરીદી શકશે. એમેઝોન કિંડલ ઉપર પણ આ પુસ્તક વાંચન માટે ઉપલબ્ધ બનશે.

ઉલ્લેખનીય છે કે જય લીલાવાલા એક અગ્રણી કમ્યુનિકેટર અને મોટિવેટર છે, જેઓ આદિત્ય બિરલા ગ્રુપ, ફ્યુચર ગ્રુપ વગેરે જેવી અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંકળાયેલા છે. તેઓ શિક્ષણની સાથે-સાથે ઓપરેશન, ફાયનાન્સ અને મેનેજમેન્ટમાં પણ નિપૂંણતા ધરાવે છે.

-x-x-x-

August 23, 2018
tc1.jpg
1min5660

સોશિયલ મીડિયા દ્વારા તિરંગા ચેલેન્જમાં ભાગ લેનાર દેશભરના ઉત્સાહી 55 યુવાન સામાજિક કાર્યકર્તાઓને નોબલ એશિયન ઓફ ઘી યરપુરસ્કારથી સમ્માનવામાં આવ્યા

 

 

સુરત, તા. 17 – દેશભરના સોશિયલ મીડિયામાં, ખાસ કરીને ફેસબૂક પર ‘તિરંગા ચેલેન્જ’ નામની ડિજિટલ ફ્રેમ હાલ ઓગસ્ટ મહિનામાં ખુબ જ વાયરલ થઈ છે. આ ફ્રેમ દ્વારા એક અવનવો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે કે ઓગસ્ટ મહિનામાં એક છોડ વાવો અને અન્ય ત્રણ મિત્રોને છોડ વાવવા માટે ચેલેન્જ પડકારો. સુરતથી શરુ થયેલી આ મુહિમ જોતજોતામાં આખા ભારતમાં પ્રસરી ગઈ અને લોકોમાં છોડ વાવી અન્ય ત્રણ મિત્રોને ચેલેન્જ કરવાની જાણે હોડ લાગી ગઈ.

તિરંગા ચેલેન્જ દ્વારા દેશના ખૂણે-ખૂણાથી લોકો જોડાયા જેમાં વિવિધ બ્યુટી પેજન્ટ્સ જીતનાર મોડેલ્સ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ તેમજ ડોક્ટરો પણ શામેલ છે. આ તમામ લોકો જેઓએ આ ડિજિટલ ફ્રેમનો ફેસબૂક પર ઉપયોગ કરી પોતપોતાના શહેરમાં હરિયાળી ક્રાંતિ માટે વિશેષ કામ કર્યું તેઓને 15મી ઓગસ્ટે સુરતની ઑરો યુનિવર્સીટી ખાતે બોલાવી ‘નોબલ એશિયન ઓફ ઘી યર’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત સહિત લગભગ 29 શહેરના લોકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેઓએ આ ‘ગો ગ્રીન’ મુહિમને હજી વધુ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો. આ પુરસ્કાર સમારંભમાં શહેરના મેયર જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ કોર્પોરેટર રૂપલબેન  શાહે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી.

સોશિયલ મીડિયા પર ‘તિરંગા ચેલેન્જ’ની ડિજિટલ ફ્રેમ બનાવનાર ડો. વિમલ રાઠી અને અવેરનેસ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવીણભાઈ વોરાએ જણાવ્યું હતું કે ફ્રેમની સફળતાથી તેઓ ખુશ છે પણ એનાથી વિશેષ આ ફ્રેમના કારણે દેશના વિવિધ શહેરોમાં વૃક્ષારોપણ થઇ રહ્યું છે તેનાથી તેઓને વધુ આનંદ છે.

 

 

 

 

August 22, 2018
Bhumi-Pednekar-at-the-brand-launch-of-Raisin.jpg
1min6950

સુરત : ફેબ્રિક્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં અગ્રણી હોવાની સાથે વિવિધ દેશોમાં ઉચ્ચ ગુણવત્તાસભર ફેબ્રિક્સ અને ડિઝાઇનર મહિલા વસ્ત્રોની નિકાસ માટે જાણીતું નામ પાર્વતી ફેબ્રિક્સ લિમિટેડ હવે પોતાની બ્રાન્ડ રાઈસીન સાથે રિટેલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર રાઈસીનને રજૂ કરી હતી.

પાર્વતી ફેબ્રિક્સનો આ રજૂઆત પાછળનો હેતુ પ્રવાતને સાથે રાખી વસ્ત્રોની રેન્જનું સર્જન કરવાનો છે કે જે આધુનિક સ્ત્રીના સફળતાપૂર્વક પ્રતિબિમ કરે છે હેતુને ધ્યાનમાં રાખી તેઓનું મહત્વપૂર્ણ લક્ષ્ય ગ્રાહકને ઉત્પાદક સાથે સાંકળવાની તક આપવાનો છે ત્યારે રાઈસીનએ સંસ્કૃતિક અને આધુનિક પ્રભાવના યોગ્ય મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે રાઈસીનના દ્રષ્ટિકોણ પૈકી એક બ્રાન્ડના રૂમમાં પોતાને સ્થાપિત કરવાનો  પણ છે જે આધુનિક મહિલાઓને કન્ટેમ્પરરી ફ્યુઝન વસ્ત્રો પ્રદાન કરવાનો છે કે જે ન માત્ર વિશેષ રીતે આરામદાયક હોય પણ સ્ટાઇલિશ પણ હોય વસ્ત્રોની શ્રેણીયો વિવિધ સ્ટાઈલમાં આવે છે જેમાં ફેન્સીસ કુરતા, ટુનિક્સ અને અન્યનો સમાવેશ થાય છે ત્યારે આ બધું જ રાઈસીનને આજની મહિલાઓ માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે.

 

આ અંગે રાઈસીનના કો-ફાઉન્ડર્સ અને પાર્વતી લિયના મેનેજિંગ ડિરેક્ટર્સ વિકાસ અને વિશાલ પચેરીવાલે જણાવ્યું હતું કે અમારું વિઝન દાયકાઓ સુધી જળવાઈ રહે તથા આજની આધુનિક મહિલાઓ માટે આરામદાયક ફેશન પ્રદાન કરવા માટે જાણીતી હોય તેવી બ્રાન્ડના નિર્માણ કર્યું હતું આજે જ્યારેનવીનતમ ફેશન સુધી ગ્રાહકો ઓનલાઈન પહોંચ બનાવી શકે છે ત્યારે અમે ગ્રાહકોને ભૌતિક રૂપે ઓનલાઇન પ્રવાહ જોવાનું તક આપી રહ્યા છે જેમ કે મોટાભાગની બ્રાન્ડ માત્ર MOBS અને EBOS માધ્યમો દ્વારા જ ઉપલબ્ધ છે. સમગ્ર કલેક્શન રાઈસીનની સજાવટ ઈ-કોમર્સ વેબસાઈટ, એમેઝોન, જબૉન્ગ, મિન્ત્રા અને  અજજો પર ઉપલબ્ધ રહેશે. હાલ પ્રથમ તબક્કામાં આ વસ્ત્રો શ્રેણીને અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા, સુરત, લખનઉ, ચંદીગઢ, રાજકોટ, ગાઝીયાબાદ, મેરૂત, મુજ્જફરનગર, મુરાદાબાદ, દહેરાદુન, સહારનપુર, આણંદ, નડિયાદ, ગુરુગામ, જલંધર, લુધિયાના અને જમ્મુમાં રજૂ કરવામાં આવી છે.

-x-x-x-x-

 

 

August 22, 2018
bn2-1280x853.jpg
1min8420

Jayesh Brahmbhatt   98253 44944

ઓગસ્ટ, 2018 : મુંબઈની હોટલ સહારા સ્ટાર ખાતે યોજાયેલી બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં ભારતના 65થી વધુ શહેરોના બીએનઆઇ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, રિજનલ ડિરેક્ટર્સ, ડિરેક્ટર કન્સલ્ટન્ટ્સ અને લીડરશીપ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વિશ્વના અન્ય દેશોના પણ નેશનલ ડિરેક્ટર્સે આ ભવ્ય કોન્ફરન્સમાં હાજર રહીને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

 

 

 

 

 

બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં 6નેશનલ રેકગ્નિશન્સમાંથી બીએનઆઇ સુરતે નીચે મૂજબની ચાર કેટેગરીમાં નેશનલ એવોર્ડ્સ જીત્યાં છે.

(1) ટોપ પર્ફોર્મિંગ રિજન ટુ સ્કોર 100પોઇન્ટ્સ ઇન લાસ્ટ 12મંથ્સ,

(2)હાઇએસ્ટ વર્લ્ડ એવરેજ ચેપ્ટર સાઇઝ,

(3) ટોપ પર્ફોર્મિંગ રિજન એઝ પર 3+1 ટ્રાફિક લાઇટ્સ અને

(4)હાઇએસ્ટ રિટેન્શન.

ઉલ્લેખનીય છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં અત્યંત ઝડપી પ્રગતિ સાધીને 14ચેપ્ટર્સમાં 1,000થી વધુ સભ્યોને જોડ્યાં છે તથા તેણે બીએનઆઇમાં વિશ્વભરમાં અત્યાર સુધીના સૌથી ઝડપે વૃદ્ધિ સાધતા રિજનનું ટાઇટલ પણ મેળવ્યું છે.

આની સાથે-સાથે બીએનઆઇ સુરતે 5રિજનલ એવોર્ડ્સ પણ મેળવ્યાં છે. હવે બીએનઆઇ સુરતે પોતાના સભ્યોને કારોબારમાં વિસ્તાર કરવામાં મદદરૂપ બનવા માટે એક્ઝિમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી મહત્વપૂર્ણ પહેલ કરી છે.

-x-x-x-