CIA ALERT

My World Archives - Page 28 of 32 - CIA Live

October 13, 2018
bni-1280x859.jpg
1min8680

બી.એન.આઇ. સુરત વિવિધ ભૌગોલિક પ્રદેશોમાંથી હજારો વ્યાવસાયિકોને એકસાથે એક પ્લેટફોર્મ ઉપર લાવવા સક્ષમ છે અને તેમને તેમના વ્યાવસાયનો ઝડપથી વિકાસ કરવામાં મદદ કરે છે

સુરત, 11મી ઓક્ટોબર, 2018:બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) એ વિશ્વનો સૌથી મોટો અને 35 વર્ષ જૂનો ટેકનો નેટવર્કિંગ રેફરલ ઓર્ગોનાઇઝેશન છે. જેની શરૂઆત સુરતમાં જુલાઇ 2016માં સુરતના અગ્રણી અને પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નિધિ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. જેઓ બી.એન.આઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. બી.એન.આઇ સુરત વિવિધ ભૌગોલિક પ્રદેશોમાંથી હજારો વ્યાવસાયિકોને એકસાથે એક પ્લેટફોર્મ ઉપર લાવવા સક્ષમ છે અને તેમને તેમના વ્યાવસાયનો ઝડપથી વિકાસ કરવામાં મદદ કરે છે. બી.એન.આઇ. ગુણવત્તાયુક્ત બિઝનેસ રેફરલ્સના ડેવલપમેન્ટ અને એક્સચેન્જ માટે સહાયક, સરકારાત્મક અને માળખાંગત વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે.

પ્રાદેશિક પહેલ તરીકે, બી.એન.આઇ. સુરત ખાસ કરીને એવા સભ્યો માટે બનાવેલું પ્લેટફોર્મ છે જેઓ ટેક્સટાઇલ બિઝનેસમાં અને બીટુબી સેક્ટરમાં કામગીરી કરી રહ્યાં છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ટાયકૂન સાથે નેટવર્કમાં ઊભરતી તકોને વેગ આપવાનો અને ઝડપી લેવાનો છે. તેમજ જેઓ ટેક્સટાઇલ સેક્ટરમાં કામકાજ કરી રહ્યાં છે તેમના માટે અસરકારક મોડલ બનાવવાનો છે જેથી તેમને સમગ્ર ભારતના 67 શહેરમાં સાનુકુળ ઇકોસિસ્ટમ્સ મેળવશે તેમજ પ્રોફેશનલ ટેક્નો નેટવર્કિંગ બિઝનેસ પ્લેટફોર્મ મારફતે વધુ પ્રમાણમાં બિઝનેસ મેળવી શકશે.

જો તમે ટેક્સટાઈલ ઉદ્યોગસાહસિક છો અને સમગ્ર ભારતમાં તમારા વ્યવસાયનું વિસ્તરણ કરવા અને વધારવા કરવા માંગતા હોવતો બી.એન.આઇ. સુરત એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે કારણ કે તે તમને સીધેસીધું 67 શહેરો સાથે જોડે છે જે એક વર્ષની અંદર 100શહેરો સુધી વિસ્તાર પામશે.

બી.એન.આઇ. સુરતમાં 100+ કરતાં વધુ સભ્યો છે જેઓ ટેક્સટાઇલ કેટેગરીમાંથી આવે છે અને તેમણે ભારતના વિવિધ શહેરો જેવા ઈરોડ, કોલકાતા, જયપુર સહિત તમામ 67 શહેરોના બજારમાં પોતાની પકડ જમાવવા માટે કામકાજ શરૂ કરી દીધું છે.

બી2બી ટેક્સટાઇલ ફોરમના સભ્યને સમાન સ્તરોના ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરવાની અને ભારતમાં 67 શહેરોમાં વિશ્વસનીય વિક્રેતાઓ સાથે વેપાર વધારવાની તક મળે છે.

આ ફોરમ તેના સભ્યોને સમગ્ર ભારતમાં મોટા અને લાંબા ગાળાના નેટવર્કનું નિર્માણ કરવામાં મદદ કરે છે જે વ્યવસાય રેફેરલ્સનું વિનિમય કરીને તેમના બ્રાન્ડ મૂલ્યને વધારવામાં સહાય કરે છે જે રીતે વિશ્વમાં વેપારની કામગીરી બદલાઇ છે તેવી રીતે.

October 12, 2018
raju_pathak-1280x960.jpg
1min6650

આજરોજ કોસંબા એ.પી.એમ.સી.ના પ્રમુખ તરીકે સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુભાઈ પાઠકની સર્વાનુમતે વરણી થતા સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સમેત રાજુભાઇ પાઠકના સેંકડો સમર્થકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી. અનેક લોકો બુકે તેમજ ફુલહારથી પ્રમુખ અને અન્ય નવા વરાયેલા હોદ્દેદારો પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.

આ પ્રસંગે સુરત જીલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી દિલીપસિંહજી અને મહામંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ તથા માંગરોળ તાલુકાના સહકારી અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

કોસંબા એ.પી.એમ.સી.ના પદાધિકારીઓની વરણી માટે યોજાયેલી બેઠક બાદ શ્રી રાજુભાઇ પાઠકને શુભેચ્છા આપવા માટે સેંકડો શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.

 

October 11, 2018
w1.jpg
1min7670

સુરત, ઓક્ટોબર, 2018 – વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સ્ટ્રીંગ પેઇન્ટિંગ દ્વારા સુંદર કલર્સના માધ્યમથી અદ્ભુત અને આકર્ષક પેટર્ન તૈયાર કરી હતી. આ નાના કલાકારોની સુંદર કલા અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલી પેટર્નથી તેઓ ભવિષ્યમાં સુંદર ડિઝાઇન તૈયાર કરીને વિશ્વ સમક્ષ પોતાની વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત કરશે તેવી અપેક્ષા છે.

સ્ટ્રીંગ પેઇન્ટિંગ વર્ષો જૂની કલા છે અને આ કલાના માધ્યમ તરીકે સ્ટ્રીંગ, થ્રેડ, વાયર અથવા ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટ્રીંગ પેઇન્ટિંગ કલાના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાની જટિલ કામગીરી સાથે રચનાત્મકતાને ખુબજ સારી રીતે પ્રદર્શિત કરી શકે છે અને તેમને નવીન કલા શીખવા માટે પ્રોત્સાહન પણ મળી રહે છે.

જે બાળકો પેન્સિલ અને કલર્સનો ઉપયોગ કરીને ઇમેજ બનાવવા માટે સ્કેચિંગ, ડ્રોઇંગ અને પેઇન્ટિંગ કરી શકતાં ન હોય તેમની રચનાત્મકતાને બહાર લાવવામાં આ પ્રવૃત્તિ ખુબજ ઉપયોગી નિવડે છે. આ કલા ખુબજ સરળ છે અને તેમાં માત્ર થ્રેડ, પેપર અને વિવિધ પેઇન્ટ્સ દ્વારા અનોખી ડિઝાઇન અને પેટર્ન તૈયાર કરી શકાય છે. રચનાત્મકતાની સાથે તેનું વાણિજ્યિક મૂલ્ય પણ ખુબજ સારું છે.

-x-x-x-

October 11, 2018
vr-1-1280x859.jpg
1min16030

નવરાત્રીનીમૌસમની સાથે ચારે ખૂણે, સુરતીઓ ગરબાની રાત માટે તૈયાર થઈ ગયા છે. વી.આર. સુરતનું ગ્લેમ ગરબા એ સૌથી વધુ આકર્ષક અને સ્ટાઇલિશ ઉજવણી છે. આ વર્ષે, તેની છઠ્ઠી આવૃત્તિમાં, તે વધુ મોટી હોવાનું વચન આપે છે.

રેઇનબો ક્લબની છઠ્ઠી આવૃત્તિ વી.આર. સુરત ખાતે યોજાયેલી આંગિ ગ્રૂપ દ્વારા વિકસિત વી.આર. સુરત ગ્લેમ ગરબા,10 ઓક્ટોબરથી શરૂ થયીઅને 19મી ઑક્ટોબર, દરરોજ સાંજે 7 થી 12 વાગ્યા સુધી ચાલશે. નવરાત્રીના એક દિવસ અગાઉ રાત્રી બીફ્રોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષેની થીમ, ‘અબ રંગો કા રાસ હોગા ઓર ભી ખાસ’, નવ રાતના રંગો અને તહેવારોની અદ્રિતીય ભવ્યતાનું વચન આપે છે.

દિપ ઓર્કેસ્ટ્રાના કલાકારોને અભિનય કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે અને સુરતીઓ ગરબા સંગીતમાં રાત્રીને ખીલવશે તેની ખાતરી આપે છે. વી.આર. સુરતના ગ્લેમ ગરબાની સુરતીઓ માટે મુલાકાત લેવી આવશ્યક છે અને તેથી દર વર્ષે અભૂતપૂર્વ પગલાંઓ સાક્ષી બને છે. ગયા વર્ષની આવૃત્તિમાં 50,000 થી વધુ સુરતીઓએ ગરબા રમ્યા હતા અને ગ્લેમ ગરબામાં નવ રાત્રીનો આનંદ મેળવ્યો હતો, આ વર્ષે ગ્લેમ ગરબાની લોકપ્રિયતામાં વધારો થયો હોવાથી આ સંખ્યા વધવાની અપેક્ષા છે.

મગદલ્લા, ડુમ્મસ રોડ પર સ્થિત, વી.આર. સુરતએ કનેક્ટીંગ કોમ્યુનિટીઝના મુખ્ય તત્વજ્ઞાન સાથેનું ફ્લેગશિપ વર્ચ્યુઅસ રિટેઇલ સેન્ટર છે જે છે. આ સેન્ટર એ પોતાને શહેરની એકમાત્ર ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કર્યું છે જે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક રિટેલ, ફૂડ, સંગીત, કલા, સંસ્કૃતિ અને મનોરંજનનું શ્રેષ્ઠ સંયોજન ઉપબલ્ધ કરાવે છે.

 

October 4, 2018
vi5.jpg
1min6770

આપણા ગામ શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવું
એ એક સરાહનીય પહેલ: મહેસૂલ મંત્રી
—————–
સ્વચ્છતાના સૈનિકોનું સન્માન કરવા બદલ ધન્યતા અનુભવતાં મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ
—————-

મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાલનપુર જકાતનાકા સ્થિત વિદ્યાકુંજ શાળા દ્વારા સ્વચ્છતાના દૂતો એવા સુરતના મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરી ગાંધી જયંતિની અનોખી ઉજવણી કરી હતી. શાળા દ્વારા મહાત્મા ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતાનો પ્રેરક સંદેશ સમાજ સુધી પહોંચે એવા આશયથી મહિલા સફાઈ કર્મચારીઓ અને શાળામાં ફરજ બજાવતાં ચોથા વર્ગના કર્મચારીઓનું સન્માન કર્યું હતું, ઉપરાંત મહેસૂલ મંત્રીશ્રી અને શાળાના ટ્રસ્ટીઓએ તેમના માનમાં શાળામાં આયોજિત ભોજન સમારોહમાં સહભોજન લઇ આદર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે વિદ્યાકુંજ શાળાની ઉમદા ભાવનાને બિરદાવતા જણાવ્યું જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી હતા. ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એ રાષ્ટ્રપિતા ગાંધીજીનો જીવનમંત્ર હતો. આપણા ગામ શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવાનો વિચાર જાગવો એ એક સરાહનીય પગલું છે. સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો કે જેઓ સાચા અર્થમાં સ્વચ્છતાના સૈનિકો છે તેમનું સન્માન કરવા બદલ તેમણે ધન્યતા અનુભવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સમગ્ર દેશમાં ગાંધી ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીની શરૂઆત ગુજરાતે શરૂ કરી છે, ત્યારે આ અવસરે આપણે સ્વચ્છતાને સ્વભાવ બનાવી આપણા મહોલ્લા, ગામ અને શહેર સ્વચ્છ બનાવવામાં યોગદાન આપવાનો ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકસેવા અને દેશસેવાની ભાવના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખીલે એ માટે વિદ્યાકુંજ શાળાની પ્રેરણાથી ચક્ષુદાન માટે ૧૫૧ વાલીઓ, દેહદાન માટે ૨૧ વાલીઓ, ચક્ષુદાન માટે ૧૫૧ લોકો તેમજ વ્યસનમુક્તિ માટે ૧૩૨ વાલીઓ, મારી સોસાયટી સ્વચ્છ સોસાયટી ઝુંબેશ હેઠળ ૧૮૫ સોસાયટી સહિત શહેરીજનો સંકલ્પબદ્ધ બન્યા છે.

ગાંધી જયંતિના અવસરે શાળાના પ્રાંગણમાં સ્વચ્છતા, સામાજિક સમરસતા, ભૂલોનું પ્રાયશ્ચિત, ધાર્મિક એકતાના સંદેશ માટે તા. ૧ અને ૨ ઓકટોબરના રોજ ગાંધી જીવન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે રસપૂર્વક નિહાળ્યું હતું. ઉપરાંત ગાંધી જયંતિના દિને સવારે ૮:૦૦ વાગ્યાથી સતત ૨૪ કલાક રેંટીયો કાંતવામાં આવ્યો હતો. શાળા દ્વારા વિશેષમાં આ દિવસે પ્રાર્થના સભા, સ્વચ્છતા અભિયાન અન્વયે સફાઈ અને લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી મહેશભાઈ પટેલ, ડે.મેયરશ્રી નિરવ શાહ, મહિલા સફાઈ કર્મચારીઓ, શાળાના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

October 1, 2018
tgb.jpg
1min10460

સુરત.  સુરતની સ્વાદ પ્રિય જનતા વિવિધ દેશોની ખાણી-પીણી નો ઘરગણે જ જયાફત માણી શકે તે માટે ડૂમ્મસ રોડની ટીજીબી હોટલ સતત અવનવા ફૂડફેસ્ટીવલનું આયોજન કરતી રહે છે. ટીજીબીની જીબારે સ્ટોરન્ટ ખાતે પેન એશિયન ફૂડ ફેસ્ટીવલનો આરંભ થયો છે. જેમાં એશિયાના વિભિન્ન દેશોનીઅલગ-અલગ 22 જેટલી વાનગીઓનો સ્વાદ માણી શકાશે.

ટીજીબીના પ્રકાશ પરમારે જણાવ્યું હતું કે પેન એશિયન ફૂડ ફેસ્ટીવલનો આજથી આરંભ થયો છે જે આગામી એક સપ્તાહ સુધી ચાલશે. ફેસ્ટીવલમાં જાપાનીઝ, ઇન્ડોનેશિયન, મલેશિયા, થાઇલેન્ડ, બર્મા, વિએતનામ સહીતના એશિયન દેશોની વિખ્યાત વાનગીઓ  અને સ્ટ્રીટફૂડની 22 જેટલી ડિશેસ પીરસવા આવી રહી છે. એટલું જ નહિ પણ આગંતુકોને જે તે દેશના માહોલની અનુભૂતિ થાય તે માટે રેસ્ટોરન્ટને પણ અલગ-અલગ થીમ મુજબ સજાવવામાં આવી છે.

એશિયાના વિવિધદેશોના વ્યંજનોની જયાફત માણવા સુરતીઓને અવસર

 

September 20, 2018
tarachand_kasat.jpg
1min1358

माहेश्वरी समाज के गौरव, पूर्व फोस्टा अध्यक्ष, टेक्सटाइल GST संघर्ष समिति के संयोजक श्री ताराचंद कासट को फेडरेशन ऑफ़ आल इंडिया व्यापार मंडल के राष्ट्रीय संगठन में वरिष्ठ राष्ट्रीय उपाध्यक्ष के रूप में मनोनीत किया गया है । कपडा व्यवसाय में उनके अनुभव एवं कपडा व्यवसाय के उत्थान एवं विकास में आपकी महत्वपूर्ण भूमिका देखते हुए उन्हे राष्ट्रीय अध्यक्ष (चेयरमैन) टेक्सटाइल कमेटी के पद पर भी मनोनीत किया गया है ।

सुरत को अपनी कर्मभूमि बनाकर कार्य कर रहे श्री ताराचंद कासट कि ईस नियुक्ति पर सुरत के टेक्सटाइल व्यापारीओ के वर्गमां खुशी कि लहर दौड गई है. टेक्सटाईल व्यापारीओने ताराचंद कासट को शुभकामनाए प्रदान करते हूए सुरत के टेक्सटाइल व्यापारीओ के हित में कार्य करते रहेने कि अपील भी कि है.

 

Please contact for any news coverage, event reporting or anything related to publishing on this web…

98253 44944

you can find us on Google Play store too

September 13, 2018
gurudas-kamat-mumbai-chembur-charai-.jpg
1min8510

 

સુરતઃ તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ (TVIS)ને તેના કેમ્પસમાં પ્રખ્યાત સરોદવાદક પંડતિ પાર્થો સારોથીજીને આમંત્રિત કરવાનો લાહવો મળ્યો હતો. પાર્થો સારોથી જીએ ભારતના ઉચ્ચ કોટિના સંગીતકારોમાંના એક છે. તેમનું હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીતનું વાસ્તવિક વિરાસતનું પ્રતિક મનાય છે.

TVISએ તેના કેમ્પસમાં પંડિત પાર્થો સારોથી જીના સરોદ વાદનનું કાર્યક્રમ આયોજીત કર્યું હતું. તેમના સરોદ વાદનથી શ્રૌતાઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને શાસ્ત્રીય સંગીત સાંભળવાના અનેરા આનંદનો અનુભવ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે શ્રૌતાઓને સરોદ સહિત અન્ય શાસ્ત્રીય સંગીત વાદ્ય અને હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત વિશેની ઊંડી માહિતી આપી હતી.

સરોદ ઉપર તેમના દ્વારા છેદાયેલા રાગ સુરમેળાપ અને પરમશાંતિની સધન તાલિમ દર્શાવે છે અને તેમનું ગંભીરતાપૂર્વકનું દ્રષ્ટિકોણ તેમના સંગીતને એક પૂર્ણતઃ અસીમિત ઊંચાઇએ પહોંચાડે છે.

સરોદ એક તંતુ વાદ્ય છે, જેનો મુખ્યત્વે હિન્દુસ્તાની સંગીતમાં ઉપયોગ કરવામાં આવે છે. તે એક ઊંડી, ભારપૂર્ણ, આત્મનિર્ભર ધ્વનિ માટે ઓળખવામાં આવે છે, જે સિતારના મીઠાં, ભારે સમુદ્ધ સંગીતથી વિપરિત છે. જે સહાનુભૂરિતપૂર્ણ તારોની સાથે જે તેને અનુશાસિત, પુનરાવૃતિ ગુણવત્તા યુક્ત આપે છે.

પંડિત પાર્થો સારોથી જી વિદ્યાર્થીઓને વિવિધ તાલ અને લય વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાની સાથે-સાથે સરોદ વાદન કર્યું હતું. તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને તેના જીવંત અને વૈભવાશાળી ઇતિહાસ વિશે એક સંક્ષિપ્તમાં પરિચય અને તથ્યોની માહિતી આપી હતી.

પંડિતજી સાથે તાલ પુરાવવા માટે શ્રીઆશિષ પૌલે તલબા ઉપર સંગત કરી હતી. તે બંને એ સંગીતનું એક મદક મોહક વાતાવરણ સર્જ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ આ કલાકારો દ્વારા છેદાયેલા સુરની શાંતિમાં અંતર્ધ્યાન થઇ ગયા હતા.

આ સંગીત કાર્યક્રમનું આયોજન સોસાયટી ફોર ધી પ્રમોશન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર અમોન્ગ્સ્ટ યુથ (સ્પિક મૈકે-SPIC MACAY) કર્યું હતું જે બિન- રાજકીય રાષ્ટ્રવ્યાપી, સ્વૈચ્છીક સંગઠન છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીત, નૃત્ય, લોક કલા વગેરેના કાર્યક્રમ આયોજીત કરે છે.

આ સંગઠન જાગૃતિ ફેલાવવા અને આજના યુવાનો અને લુપ્ત થતી હસ્તકલા વચ્ચેનું અંતર ઘટાડવા માટે પુલ તરીકેની કામગીરી કરે છે. ભારત કલાના સૌથી જૂના ઇતિહાસ માટે ઓળખાય છે અને સ્પિક મેકૈ આ કલા સ્વરૂપોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.

-x-x-x-

September 13, 2018
isro.jpg
1min15460

આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે

ROCKET

અંતરિક્ષમાં સતત પોતાની પહોંચ વધારી રહેલું ઈસરો ફરી એકવાર એક ઉંચી છલાંગ લગાવવા તૈયાર છે. આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે. આ લોન્ચમાં કોઈ પણ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બર 2018ના રોજ શ્રી હરીકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેનદ્ર પરથી બે બ્રિટિશ ઉપગ્રહ લોન્ચ કરાશે. આ સાથે જ ભારત એવા દેશોની યાદીમાં સામેલ થશે જેમની પાસે વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની ટેક્નોલોજી છે.

બ્રિટિશ ઉપગ્રહની ખાસિયત 

1. 16 સપ્ટેમ્બર, 2018ના દિવસે ઈસરો પોતાના યાન PSLV C-42 દ્વારા બે બ્રિટિશ ઉપગ્રહ નોવાસાર અને એસ 1-4ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે.

2. 450 કિલોગ્રામ વજનના આ ઉપગ્રહનું નિર્માણ બ્રિટિશ કંપની સર્રે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા કરાયું છે.

3.  આ  ઉપગ્રહના મામલે ઈસરો સાથે કરાર કરવામાં આવ્યા છે.

4. નાવાસર ઉપગ્રહ એક ટેક્નિકલ પ્રદર્શન ઉપગ્રહ છે. જેમાં ઓછા ખર્ચે બનેલું એસ બેન્ડ સિન્થેટિક રડાર મોકલાઈ રહ્યું છે. જે ધરતીથી 580 કિલોમીટર ઉપર સૂર્યની સમકાલીન કક્ષામાં સ્થાપિત થશે.

5. ઉપગ્રહ એસન 1-4 એક ભૂ અવલોકન ઉપગ્રહ છે, જે એક મીટરથી નાની વસ્તુને પણ અંતરિક્ષમાંથી જોઈ શકે છે. આ ઉપગ્રહ SSTLની અંતરિક્ષમાંથી જમીન અવલોકનની ક્ષમતાને વધારશે.

6. આ ઈસરોની વ્યવાસાયિક ઉડાન છે. કારણ કે આમાં કોઈ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો.

September 12, 2018
lalbaug2018.jpg
1min5320

લાલબાગના રાજાનો ફસ્ર્ટ લુક 11મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે‍ પર્યાવરણની જાગૃતિ વિશેની સજાવટ કરવામાં આવી છે. રાજાની આસપાસ વન્ય પ્રાણીઓ અને વૃક્ષો દેખાશે. મૂર્તિની પાછળ LED દ્વારા દૃશ્યો બદલાતાં રહેશે.

RAJA KI SAWARI….First look of the ganesh idol, famously known as ‘Lalbaugh Ka Raja’ is revealed today at Lalbaugh in Mumbai on 11th Sept 2018. Pics by BIPIN KOKATE

ગુજરાતમાંથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મુંબઇમાં ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજા, દગડુ શેઠ જેવા ગણેશજીના દર્શનાર્થે જાય છે. એવા લાખો શ્રદ્ધાળુઓ હોય છે જેમના મોબાઇલ ફોનના સ્ક્રીન પર આખું વર્ષ લાલબાગ ચા રાજા જ બિરાજમાન હોય છે. ગઇ તા.11મી સપ્ટેમ્બર 2018ના રોજ આવા લાખો લોકોની આતુરતાના અંત આવ્યો હતો કેમકે આ વર્ષના લાલબાગ ચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર થયો હતો.