My World Archives - Page 27 of 32 - CIA Live

November 1, 2018
tapti.jpg
1min9180

Cyber Security workshop at Tapti Valley International School by Rakshit Tandon

  
THINK Before You CLICK!!

A powerful workshop on Cyber Security by Rakshit Tandon. He is an Executive Board Member – Council of Information Security and a part of many nationally acclaimed projects and organizations.

Topics related to cyber defamation, stalking, bullying were discussed at the workshops. Students gained useful information as well as latest knowledge too. students were informed about netiquettes and cyber crime preventive measures. It was really a great privilege for the entire TVIS team to have him in the institution.

October 30, 2018
Tree-Plantation-6-1280x1332.jpg
1min6450

સુરત, ઓક્ટોબર, 2018 :શહેરની અગ્રણી શાંતિ એશિયાટિક સ્કૂલ હંમેશાથી વિવિધ પ્રકારના ઉમદા અને લોકકલ્યાણના કાર્યો માટે અગ્રેસર રહી છે. શાળાના આ પ્રયાસો અંતર્ગત તાડવાડી, અડાજણ ખાતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રી પ્લાંટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિન્સિપાલ શ્રીમતી વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે આપણાં ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે વૃક્ષનું અસ્તિત્વ જરૂરી છે અને આપણાં ભવિષ્યને સુરક્ષિત રાખવુંએ આપણાં જ હાથમાં છે, ચાલો તેના તરફ કામ કરીએ. શિક્ષણની સાથે-સાથે સામાજિક જવાબદારી પૂર્ણ કરવાની દરેક સંસ્થાઓની પણ ફરજ છે જેને ધ્યાને લઇ શાળા દ્વારા આ ટ્રી પ્લાંટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શાંતિ એશિયાટિક સ્કૂલ હંમેશાથી બાળકના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી આવી છે અને શાળાના પ્રયાસોને વાલીઓએ વખાણ્યાં હતાં.

October 27, 2018
dps2-1280x853.jpg
1min16390

सूरत । छात्रों के सर्वांगी विकास के लिए हमेशा आगे रहने वाली दिल्ली पब्लिक स्कूल के कक्षा 5 और 6 के छात्रोंने दो विशिष्ट और महत्वपूर्ण मुद्दों को ध्यान में रखते हुए वार्षिक समारोह का आयोजन किया। जिसमें पर्यावरण की सुरक्षा तथा युवा पेढ़ीमें पुस्तक वांचन के प्रति प्रेम को जीवंत रखने पर विशेष ध्यान दिया गया।

गौर तलब है कि तत्वम-गाथा ऑफ एलिमेन्ट्स विषय पर आयोजित कार्यक्रम में जाति अस्तित्व के लिए कारणभूत सृष्टि के पांच तत्व शक्ति से भरपुर पृथ्वी, अनन्त अवकाश, पानी का अविरत प्रवाह, अग्नि और वायुको समाविष्ट किया गया था। इन सभी के सुन्दर तालमेल के कारण पृथ्वी पर मानव का अस्तित्व संभव बना है । परन्तु मानव ने हमेशा सृष्टि को नुकसान पहुंचाने का ही काम किया है । पर्यावरण की सुरक्षा के बारे में जागृति फैलाते हुए कक्षा 5 और 6 के ए, बी, सी, और डी क्लास के तत्वम-गाथा ऑफ एलिमेन्ट्स की सुन्दर प्रस्तुति के साथ प्रकृति की सुरक्षा के प्रति मानव की जिम्मेदारी समझाने वाला संदेश दिया था। इसके अलावा किताबे करती हैं बातें थी मद्वारा छात्रोंने समझाया कि आज के डिजीटल और तिव्र विश्व में पुस्तक के प्रति लोगों की रूचि घट रही है । आज के दौर में सब कुछ ऑनलाइन उपलब्ध है, ऐसे में पुस्तक हमारे लिए महत्व पूर्ण हैं उसकी जानकारी दी गई थी।

कक्षा 5 और 6 केइ, एफ, जी और एच क्लास के छात्रोंने किताबें बातें करती है विषय पर चर्चा की थी । इसी के साथ डांस और स्किट द्वारा उन्होंने पुस्तकों के प्रति प्रेम, वांचन के आनंद और प्राप्त होने वाले ज्ञान के बारे में गहरायी से प्रस्तुति दी । इस प्लेटफोर्म के माध्यम से उन्होंने सुन्दर विचार और आत्मविश्वास को प्रदर्शित किया।

-x-x-x-x-

News in Gujarati

દિલ્હી પબ્લિક સ્કૂલ સુરતના વિદ્યાર્થીઓએ બે મહત્વપૂર્ણ થીમ ઉપર વાર્ષિક સમારોહની ઉજવણી કરી

સુરત, ઓક્ટોબર, 2018: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રણી દિલ્હી પબ્લિક સ્કૂલ સુરતના ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓએ બે વિશિષ્ટ અને મહત્વપૂર્ણ મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને વાર્ષિક સમારોહની ઉજવણી કરી હતી, જેમાં પર્યાવરણની સુરક્ષા તથા યુવા પેઢીમાં પુસ્તક વાંચન પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા ઉપર વિશેષ ધ્યાન અપાયું હતું.

ઉલ્લેખનીય છે કે તત્વમ્-ગાથા ઓફ એલીમેન્ટ્સ વિષય ઉપર આયોજિત કાર્યક્રમમાં મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે કારણભુત સૃષ્ટિના મુખ્ય પાંચ તત્વો-શક્તિથી ભરપૂર પૃથ્વી, અનંત અવકાશ, પાણીના અવિરત પ્રવાહ, અગ્નિ અને વાયુને આવરી લેવાયા હતાં. આ તમામ વચ્ચેના સુંદર તાલમેલને કારણે પૃથ્વી ઉપર માનવીનું અસ્તિત્વ શક્ય બન્યું છે જોકે, મનુષ્યો હંમેશાથી કુદરતને નુકશાન પહોંચાડ્યું છે. પર્યાવરણની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવતા ધોરણ 5 અને 6ના એ,બી, સી અને ડી ક્લાસના વિદ્યાર્થીઓએ તત્વમ્-ગાથા ઓફ એલીમેન્ટ્સની સુંદર રજૂઆત સાથે પ્રકૃતિની સાચવણી પ્રત્યે માનવીની જવાબદારી સમજાવતો સંદેશો પાઠવ્યો હતો.

આ ઉપરાંત કિતાબેં કરતી હૈ બાતેં થીમ દ્વારા વિદ્યાર્થીઓએ સમજાવ્યું હતું કે આજના ડિજિટલ અને ઝડપી વિશ્વમાં પુસ્તક પ્રત્યે લોકોની રૂચિ ઘટી રહી છે. આજના સમયમાં બધું જ ઓનલાઇન ઉપલબ્ધ છે તેવા સંજોગોમાં આપણા માટે પુસ્તક કેટલાં મહત્વપૂર્ણ છે તેની આવશ્યકતા અંગે જાણકારી અપાઇ હતી. ધોરણ 5 અને 6ના ઇ,એફ, જી અને એચ ક્લાસના વિદ્યાર્થીઓએ કિતાબેં કરતી હૈ બાતેં વિષય ઉપર માહિતીસભર ચર્ચા કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં. આ સાથે ડાન્સ અને સ્કિટ દ્વારા તેમણે પુસ્તક પ્રત્યે પ્રેમ, વાંચનના આનંદ અને પ્રાપ્ત થતાં જ્ઞાન વિશે ઉંડાણપૂર્વકની રજૂઆત કરી હતી. આ પ્લેટફોર્મ મારફતે તેમણે સુંદર વિચારો અને આત્મવિશ્વાસ પ્રદર્શિત કર્યો હતો.

-x-x-x-

October 27, 2018
mahendra2-1280x960.jpg
1min6240

સચિનના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મહેન્દ્રભાઇ ડી. રામોલિયાનની અધ્યક્ષતામાં સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટી લિ.ની આજે મળેલી કારોબારીની બેઠકમાં આગામી તા.4 નવેમ્બરથી તા.17 નવેમ્બર 2018 સુધીના દિવાળીના તહેવારોમાં રજા રહેવાની હોઇ, આ સમયગાળા દરમિયાન ચોરી-લૂંટફાટ કે અન્ય કોઇ ઘટનાઓ ન બને તેની તકેદારી કેવી રીતે રાખી શકાય, આગોતરા શું પગલાં ભરી શકાય તે અંગે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભામાં સચીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજા વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં શ્રી મહેન્દ્રભાઇ રામોલિયાએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ માટે એક ગાડીનો ખર્ચ સચીન ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોશીએશન અને ગ્લોબ એન્વીરો કેર લિ. તરફથી ઉઠાવવામાં આવશે જ્યારે એક ગાડી નોટિફાઇડ સોસાયટીના સંચાલન અન્વયે તૈનાત રહેશે. આ ઉપરાંત જરૂરીયાત મુજબ સિક્યુરીટી ગાર્ડ્સ તેમજ ગનમેનની વ્યવસ્થા પણ નોટિફાઇડ એરીયા ઓથોરિટીમાંથી કરાવવામાં આવશે. હાલ મંદીના માહોલમાં સચિન ઇન્ડસ્ટ્રીલય ખાતે આવેલા યુનિટ્સ તા.4 નવેમ્બરથી તા.17 નવેમ્બર સુધી બંધ રહે તેવી શક્યતાઓ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસ સ્ટેશન દ્વારા જાળવવામાં આવશે.

વધુમાં શ્રી મહેન્દ્રભાઇ રામોલિયાએ સચીન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શ્રી વસાવાને સૂચન કરવામાં આવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ  સોસાયટીમાં રોડ નં.6-4 જંકશન પાસે મોટા ભાગની બેંકો આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન બેંકોમાંથી રોકડ ઉપાડ થતો હોઇ અહીં ખાતેદારોની સલામતિ માટે પોલીસ બેંક કામકાજ સમય દરમિયાન તૈનાત રહે તો અનિચ્છનીય ઘટના નિવારી શકાશે. આ સૂચનના પ્રતિસાદમાં સચીન પી.આઇ શ્રી વસાવા સાહેબે યોગ્ય વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

બેઠકમાં શ્રી મહેન્દ્રભાઇ રામોલિયા ઉપરાંત સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી મુકેશ સોજિત્રા, સેક્રેટરી શ્રી નિલેશ કોરાટ, કમિટી સભ્યો શ્રી વિનોદભાઇ ભુવા, કાળુભાઇ રૂડાણી, બોની અંટાળા, હિરેન માવાણી, સચીન ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી વિનોદભાઇ અગ્રવાલ, ગ્લોબ એન્વીરો કેરના ચેરમેન શ્રી પારસ મહેતા અને ચેતન દેસાઇ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

October 23, 2018
goti1-1280x852.jpg
1min7450

દાનવીરો દાન આપે તેના કરતા ચાર ઘણું પોતાનું નામ થાય તેવી જાહેરાતો કરાવવાનો આગ્રહ રાખતા હોય. પણ સૌરાષ્ટ્રના વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામના વતની શ્રી કેશુભાઇ ગોટી (ગ્લોસ્ટાર)એ લીધેલા સંકલ્પ જેવો સંકલ્પ લે અને તેને યથાર્થ ઠેરવે એ જ ખરા દાનવીર કહેવાય.

કેશુભાઇ ગોટી માટે કહેવાય છે કે તેમણે આદિવાસી વિસ્તારના ગામડાંઓમાં જ કુલ 108 હોસ્ટેલ બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પ એવો છે કે તેનો કોઇ વિકલ્પ ન હોય. આ કાર્ય તેઓ કરીને જ ઝંપશે. અને લગભગ 60 ટકા વિકલ્પ તેઓ પરીપૂર્ણ પણ કરી ચૂક્યા છે.

કેશુભાઇ ગોટીએ 108 હોસ્ટેલ આદિવાસી વિસ્તારમાં બનાવવાના સંકલ્પમાં એવી પણ જાહેરાત કરી છે કે 108 હોસ્ટેલ બનાવવામાં 50 ટકા તેમનું યોગદાન અને 50 ટકા જે કોઇ દાતા સ્વૈચ્છીક રીતે જોડાવા માગે તે આપે અને હોસ્ટેલ પર કેશુભાઇ ગોટી નહીં પણ જે 50 ટકા દાન આપે તેમનું નામ રાખવામાં આવશે.

કેશુભાઇ ગોટીના આ પ્રયાસને દાનવીરો તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો છે. તાજેતરમાં નવસારીના વાંસદા ખાતે આવેલા ઉપસળ ગામે આ પ્રકારે તૈયાર કરવામાં આવેલી હોસ્ટેલનું લોકાપર્ણ કરવામાં આવ્યું એ વેળાની તસ્વીર. કેશુભાઇ ગોટીની 108 હોસ્ટેલની સંકલ્પ યાત્રામાં નવસારીના વાંસદાના ઉપસળ ખાતેની આ 36મી હોસ્ટેલ હતી જેનું લોકાપર્ણ કરી દેવામાં આવ્યું છે.

અને મહત્વની વાત એ છે કે આખા રાજ્યમાં આવેલા આદિવાસી વિસ્તારોમાં 108 હોસ્ટેલ બનાવવાના કેશુભાઇ ગોટીના સંકલ્પમાં 80 જેટલી હોસ્ટેલ બનાવવા માટેનું 50 ટકા દાન આપનારાઓ તેમને મળી ચૂક્યા છે.

October 22, 2018
wedding-1280x859.jpg
1min8020

લાઈવ ડેમો સાથે ભારતમાં સુરત ખાતે પહેલીવાર યોજાયું વેડિંગ રાગા એક્ઝીબિશન

સુરત. દીવાળી બાદ ભારતમાં લગ્નસરાની શરુઆત થશે ત્યારે આજના ઝડપી યુગમાં લગ્ન  જેવા અવિસ્મરણીય પ્રસંગના આયોજનમાં કોઈ કચાશ નહીં રહી જાય તે માટે દરેક પરિવાર કાળજીપૂર્વક તૈયારી કરતું હોય છે ત્યારે આવા પરિવારોની ચિંતા હળવી કરવા માટે અવધ  ઉટોપિયા ખાતે 20 અને 21મી ઓક્ટોબરના રોજ લાઈવ ડેમો સાથે વેડિંગ રાગા એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું .  જેનું આજરોજ ફેશનશો સાથે સમાપન થયું.  આયોજકોના જણાવ્યા મુજબ આ પ્રકારનું લાઈવ ડેમો સાથેનું વેડિંગ એક્ઝીબીશન ભારતમાં પહેલી વખત યોજાયું હતું.

એક્ઝીબીશનમાં સુરત, ગુજરાત સહીત બહારના વિઝીટર્સ ભાગ લીધો હતો. એક્ઝીબીશનમાં દરેક બાબતનો લાઈવડેમો અને સિંગરો દ્વારા લાઈવ પર ફોર્મન્સ આપવામાં આવ્યું હતું. જેથી મુલાકાતીઓને એવી અનુભૂતિ થઈ હતી કે તેઓ કોઈ લગ્ન પ્રસંગ માં જ આવ્યાં છે. સાથે જ વર્કશોપ અને ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત વેડિંગને લગતી પ્રોડક્ટના લાઈવ પર ફોર્મન્સ, ડેમો સેટઅપ, ન્યુ કોન્સેપ્ટ સાથે ફોટોગ્રાફી, એન્ટ્રી, કેટરિંગ તેમજ ડેકોરેશનનું લાઈવ ડેમોસ્ટ્રેશન જોવા મળશે. અહીં જ્વેલરી, ક્લોથિંગ, મેટ્રીમોની, ડીજે, કોરિયોગ્રાફર, હનીમુન ટ્રાવેલ્સ, સેલુન અને સ્કીન કેર સહીત 30 વધું કેટેગરી ઉપલબ્ધ કરવામાં આવી હતી.

-x-x-x-x-

October 22, 2018
IIID-Showcase-INFINITY’18-16.jpeg
1min8590

આઇઆઇઆઇડી શોકેસ ઇન્ફિનિટી-18 એ ગુજરાતનું સૌથી મોટું પ્રદર્શન અને ડિઝાઇન કોન્કલવ છે જેનું આયોજન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ (આઇઆઇએ) દ્વારા 21-22-23 ડિસેમ્બરના રોજ એસઆઇઇસીસી સરસાણા ખાતે કરવામાં આવી રહ્યું છે.

આઇઆઇઆઇડી શોકેસ એ એક બ્રાન્ડ છે જેની માલિકી આઇઆઇઆઇડી પોતે છે અને તેણે મુંબઇ, ઇન્દોર, ભોપાલ અને હૈદારબાદ ખાતે સફળતાપૂર્વક ટ્રેડ ફેર (વેપાર મેળા)નું આયોજન કર્યું છે. આ પ્રતિષ્ઠિત ઇન્વેટનું આયોજન કરનાર સુરત ગુજરાતનું પ્રથમ શહેર બનશે.

ઇન્ફિનિટી-18 એ એક એક્સક્લુઝિવ ટ્રેડ ફેર છે જે ગુજરાતના તમામ ડિઝાઇનરો માટે બજારમાં નવીનત્તિમ ઉત્પાદનો અને વલણોને જોવા અને સમજવા માટે એક સાથે એક સામાન્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે.

ઇન્ફિનિટી એ સુરતમાં સારી ડિઝાઇન અંતે જાગૃતિ ફેલાવવા માટે આઇઆઇઆઇડી અને આઇઆઇએ દ્વારા કરાયેલો એક પ્રયાસ છે. તેથી આ મેગા ઇવેન્ટના ભાગરૂપે વીએનએસજીયુના જીસીપીઆઇએ કેમ્પસ ખાતે 30મી સપ્ટેમ્બર, 2018 રવિનારના રોજ સવારમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના આશરે 150 જેટલાં નાગરિકો, આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, ઇન્ફિનિટીના એક્ઝિબિટર્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વૃક્ષારોપણ ઉપરાંત કુદરતી રંગોનો ઉપયોગ કરીને બેનર બનાવવાની પ્રવૃતિ અને પોસ્ટર મેકિંગની એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઇવેન્ટમાં પ્લાસ્ટિકનો સહેજ પણ ઉપયોગ કરાયો ન હતો. અહીંયા સુધી કે ભોજનમાં સ્વાસ્થ્યવર્ધક સલાડ, નારિયેળનું પાણી અને મકાઇ સામેલ હતી. પરંપરાગત ‘કુલ્હીડ’માં ચા અને કોફી પિરસવામાં આવી હતી અને બાળકોને માટલાનું પાણી આપવામાં આવ્યું હતું. બાળકોને વૃક્ષોના વાવેતર અને પર્યાવરણની રક્ષા કરવાના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

વૃક્ષો પૃથ્વી ઉપર જીવનનો સ્ત્રોત છે તેથી સમગ્ર ઇન્વેન્ટ આઇઆઇએ અને આઇઆઇઆઇડીની મહિલા સદસ્યો દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. બધું મળીને આ એક અત્યંત સફળ ઘટના બની રહી હતી.

-x-x-x-x-

October 22, 2018
viral_desai_tree.jpg
1min8870

ક્લીન ઇન્ડિયા-ગ્રીન ઇન્ડિયા અભિયાનના પ્રણેતા યુવા ઉદ્યમી વિરલ દેસાઈના સહયોગથી ચૌહાણ પરિવારે પાલ રોડના અટલ આશ્રમ ખાતે કર્યું કાર્યક્રમનું આયોજન

સુરત :સમાજમાં આવી રહેલા આમુલ પરિવર્તનનું સહભાગી આજે શહેરનું વધુ એક પરિવાર બન્યું હતું. પતિની પુણ્યતિથિના અવસરે પત્નીએ પરિવાર સાથે મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેમાં ક્લીન ઇન્ડિયા-ગ્રીન ઇન્ડિયા અભિયાનના પ્રણેતા અને ગ્રીનમેન તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી ચૂકેલા યુવા ઉદ્યમી વિરલ દેસાઈના સહયોગથી આપરિવારે પાલ રોડ સ્થિત પાર્દેશ્વર મહાદેવ મંદિર અટલ આશ્રમ ખાતે રુદ્રાક્ષના 41 સહિત કુલ 100 છોડ વાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રિતેશચૌહાણનું 7 વર્ષ અગાઉ નિધન થયું હતું.જો આજે તે જીવિત હોત તો તેમની ઉમર 41 વર્ષની હોત ત્યારે પત્ની કવિતા ચૌહાણને તેમની યાદમાં રુધ્રાક્ષના 41 છોડ વાવ્યા હતા. આ પ્રસંગે પ્રિતેશની પત્ની કવિતા, પુત્રી યુકતા સહિતના પરિવારજનો તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈ અને તેમની ટીમ તથા અટલઆશ્રમના મહંત બટુક ગિરિજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે યુવા ઉદ્યમી વિરલ દેસાઈએ હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરીને ક્લીન ઇન્ડિયા-ગ્રીન ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે અને અત્યાર સુધી તેઓ વિવિધ જગ્યાએ 21 હાજરથી વધુ છોડ વાવી ચૂકેલા છે.આજે તેમના આ અભિયાન થકી સમાજમાં જાગૃતિ ફેલાઈ રહી છે અને લોકો સારા નરસા અંગત પ્રસંગોને પણ સમાજ સેવા સાથે જોડીને કાર્યક્રમનું આયોજન કરતા થયા છે ત્યારે તેનું શ્રેય ગ્રીનમેન વિરલ દેસાઈને જ જાય છે.

-x-x-x-x-

October 19, 2018
rice.jpg
1min11210

જાણીતી અભિનેત્રી નિહારિકા રાઇઝાદાએ ભારતની પ્રથમ રાઇસ સ્કિન કેર કોસ્મેટિક બ્રાન્ડની વિવિધ પ્રોડક્ટ્સનું પ્રમોશન કર્યું

ભારતની પ્રથમ રાઇસ સ્કિન કેર કોસ્મેટિક બ્રાન્ડની એમ્બેસેડર અને જાણીતી અભિનેત્રી નિહારિકા રાઇઝાદાએ શહેરના વીઆર મોલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કંપનીની પ્રોડક્ટ રાઇસ સ્કિન અફેરનું પ્રમોશન કર્યું હતું. પ્રાચિન પદ્ધતિઓના આધાર અને કોરિયન આરએન્ડડીના સહયોગથી રાઇસે પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરી છે, જે તમારી ત્વચાના ઉંડાણમાં જઇને તેને પુનર્જીવિત કરે છે અને તેને સુંદર અને મુલાયમ રાખે છે.

ચોખામાંથી પ્રાપ્ત કરાયેલા ઓઇલ રાઇસ બ્રાન ફેટી એસિડની ઉંચી માત્રા ધરાવે છે, જે તમારી ત્વચાને પરફેક્ટ મોઇશ્ચર પ્રદાન કરે છે. એન્ટીઓક્સિડન્ટ્સ, વીટામીન બી અને ઇ તથા અદ્ભુત કુદરતી તત્વો ધરાવતી પ્રોડક્ટ્સ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે-સાથે તેની સુરક્ષા પણ કરે છે. તમારી અપેક્ષા મૂજબ સુંદર અને આકર્ષક ત્વચા પ્રાપ્ત કરવા માટે કોસ્મેટિક્સ બનાવવા માટે રાઇસ કેન્દ્રિત છે.

ઉલ્લેખનીય છે કે રાઇસ કોસ્મેટિક્સ પેરાબીન, ફિનોક્સેથેનોલ, મિનરલ ઓઇલ, સોડિયમ લ્યુરેથ સલ્ફેટ, આર્ટિફિશિયલ ડાઇ, ટ્રાઇથેનોલામાઇન વગેરેથી મુક્ત છે અને કુદરતી ઘટકોથી તૈયાર કરાયેલી પ્રોડક્ટ્સ ત્વચાની પૂરતી કાળજી રાખે છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોડક્ટ કુદરતી તત્વો ધરાવવાની સાથે-સાથે કેમિકલ ફ્રી, લાંબા પરિણામો, ત્રણ લાઇટિંગ વ્હાઇટિંગ ઇફેક્ટ આપે છે તેમજ રાઇસ બ્રાનની સાથે-સાથે ફળો અને ફુલોના ઘટકો ત્વચાને મુલાયમ અને આકર્ષક બનાવે છે. આ પ્રસંગે બ્યુટી વર્લ્ડમાં કંપનીની કામગીરી તથા ભાવિ યોજનાઓની પણ જાણકારી આપવામાં આવી હતી.

October 16, 2018
lil-1280x859.jpg
1min6360

લર્ન એન્ડ ગ્રો અને ઈથીઆકી દ્વારા  બે દિવસીય “લીલહુડ” કાર્નિવલનું આયોજન

નાનાથી માંડી મોટાઓ માટે મૌન મસ્તીની સાથે કંઈક નવું શીખવાનો મળ્યો અવસર

સુરત :રમતગમત અને મૌજ મસ્તી સૌ કોઈને પસંદ હોય છે અને જો રમતગમતની સાથે જ કંઈક નવું શીખવાનું મળે તો આનાથી શ્રેષ્ઠ શું હોઈ શકે. ત્યારે આવાજ ઉદ્દેશ સાથે લર્ન એન્ડ ગ્રો અને ઈથીઆકી દ્વારા સુરતના આંગણે બે દિવસીય ‘લીલહુડ’ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સિટીપ્લસ ગ્રાઉન્ડ પર આયોજીત કાર્નિવલમાં વિવિધ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિસ્ટ્રી રૂમ, સ્ટોરીટેલિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રામા એન્ડ સ્પીચ, સેલ્ફ ડિફેન્સ, ટ્રેજર હંટ, ટ્રાવેલ ધ વર્લ્ડ, લાઈવ સાઈઝ ગેમ, પપેટ શો,માઈન્ડ્સ ગેમ, ક્રોસફિટ, લેક્ચર્સ, પેરેટિંગ ટીપ્સ, રોબોટિક્સ, વિવિધ કોમ્પીટીશન, એરોમૉડેલિંગ, સ્નેક એવરનેસ, મ્યુઝિક, ડાન્સ, પેઈન્ટીંગ વગેરે સામેલ હતા. આ એક્ટિવિટી એવી હતી કે નાના બાળકોથી માંડીને મોટાઓ પણ ભાગ લઇને મૌજ અને મસ્તીની સાથે કંઈક નવું શીખી હતી.

-x-x-x-x-