CIA ALERT

ઇન્ડીયા Archives - Page 98 of 215 - CIA Live

August 30, 2020
corona_india.jpg
1min7320

ભારતમાં કોરોનાને લઇને કેવા કેવા વિપરીત સંજોગો સર્જાય રહ્યા છે એ જાણીને સમગ્ર વિશ્વ અચંબિત થઇ રહ્યું છે. ભારતમાં જ્યારે 3 આંકડામાં કેસો હતા ત્યારે લૉકડાઉન કરાયું હતું હવે દૈનિક કેસોના દરરોજ નવા રેકોર્ડ થઇ રહ્યા છે ત્યારે ભારત અનલૉકનો વિસ્તાર કરી રહ્યું છે. શનિવાર તા.30મી ઓગસ્ટ 2020ના રોજ ભારતના નામે એક નવો રેકોર્ડ થયો છે અને એ ચોવીસ કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાના નવા કેસોનો રેકોર્ડ છે. શનિવારના 24 કલાકમાં ભારતમાં સૌથી વધુ કેસો 79000 પ્લસ એકલા ભારતમાં થયા છે અને અત્યાર સુધી વિશ્વમાં કોઇ દેશમાં આટલી મોટી સંખ્યામાં એક દિવસમાં કોરોનાના નવા કેસો નોંધાયા નથી.

વાયરસ મહામારી દિવસે દિવસે અત્યંત ગંભીર બની રહી છે. શનિવારે દેશમાં આશરે 79,000 નવા કેસ નોંધાયા છે. જે દુનિયામાં કોઈપણ દેશમાં અત્યાર સુધી એક જ દિવસમાં આવેલ સૌથી મોટો આંકડો છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસ 35 લાખને પાર થઈ ગયા છે.

દેશમાં છેલ્લા 7 દિવસમાં 4,96,070 કેસ નોંધાયા છે. આ રીતે છેલ્લા 7 દિવસમાં સરેરાશ 70,867 કેસ નોંધાયા છે. સાત દિવસના સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ આ સંખ્યા નોંધાઈ છે, જે જુલાઈના અંતમાં યુ.એસ.ના સૌથી ખરાબ સ્પાઇક્સ કરતાં વધારે છે. કોઈપણ એક રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શનિવારે સૌથી વધુ 16,867 કેસ છે. જે 26 ઓગસ્ટના રોજ નોંધાયેલા રાજ્યના અગાઉના 14,888 કરતા વધારે છે.

અન્ય રાજ્યોમાં પણ એવું જ છે. આંધ્રપ્રદેશ (10,548, સતત ચોથા દિવસે 10 હજારથી વધુ), કર્ણાટક (8,324, છેલ્લા પાંચ દિવસમાં 8 હજારથી વધુ), તમિલનાડુ (6,352) અને ઉત્તર પ્રદેશ (5,684) માં સૌથી વધુ કેસ નોંધાયા છે. તમિલનાડુમાં, 29 જુલાઈ પછી પહેલીવાર, સકારાત્મક કેસો 6,000ને વટાવી ગયા. તાજેતરના સમયમાં, વધતા જતા કેસો સાથે, સક્રિય કેસના પૂલમાં તેજી જોવા મળી છે. છેલ્લા ચાર દિવસમાં લગભગ 49,000 સક્રિય કેસ નોંધાયા છે, જે કુલ 7,66,226 છે.

August 30, 2020
unlock-4.jpg
2min4850

કેન્દ્રસરકારે કોરોનાની ચેપને અટકાવવા માટે લાગૂ લોકડાઉનના નિયમોમાં વધુ રાહત આપીને અનલોક-૪ની જાહેરાત કરી દીધી છે. પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવનારા અનલોક-૪માં રમત-ગમત, મનોરંજન, ધાર્મિક, રાજકીય કાર્યક્રમને તબક્કાવાર મંજૂરી આપવામાં આ‌વી છે તો મેટ્રો ટ્રેન પણ સાત સપ્ટેમ્બરથી દોડવા લાગશે. જોકે સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-૪ માટે જારી કરવામાં આવેલા દિશાનિર્દેશ મુજબ, ૨૧ સપ્ટેમ્બરથી ૧૦૦ વ્યક્તિની મહત્તમ મર્યાદાની સાથે સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમને મંજૂરી અપાશે. આ કાર્યક્રમોમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે. થર્મલ સ્કેનિંગ, હેંડ‌વોશ અને સેનિટાઇઝરનો ઉપયોગ જરૂરી હશે.

૨૧ સપ્ટેમ્બરથી ઓપન એર થીયેટર પણ ખોલવાની મંજૂરી અપાઇ છે. સિનેમા હોલ, સ્વિમિંગ પુલ અને થીયેટર ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા સ્થગિત રહેશે. જોકે સરકાર દ્વારા મંજૂર યાત્રા કરી શકાશે. પરંતુ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫૦ ટકા સુધી શિક્ષણ, બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણ, ટેલી-કાઉન્સેલિંગ સાથે સંબંધિત કામગીરી માટે સ્કૂલોમાં બોલાવી શકાય છે. 

કન્ટેન્મેન્ટ ઝોન્સથી બહાર સ્થિતિ સ્કૂલોમાં નવમાથી ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમતિથી જવાની મંજૂરી આપી શકાય છે. કન્ટેઇન્ટેન્ટ ઝોન્સમાં લોકડાઉન ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી વધારી દીધું છે. ઝોન્સની ઓળખ અગાઉની જેમ જિલ્લા વહીવટીતંત્રના હવાલે છે. આ ઝોન્સમાં આવશ્યક ચીજોને બાદ કરતાં આકરા પ્રતિબંધ મુકવાનો આદેશ અપાયો છે.

સાત સપ્ટેમ્બરથી તબક્કાવારરીતે મેટ્રો ચલાવવાની મંજૂરી અપાઇ છે. સરકારે જારી કરેલી માર્ગરેખામાં કહેવાયું છે કે ગૃહમંત્રાલયના સંકલન સાથે શહેરી વિકાસ મંત્રાલય/રેલવે મંત્રાલય દ્વારા મેટ્રો ટ્રેનોને સાત સપ્ટેમ્બરથી તબક્કાવારરીતે ચલાવવામાં ‌આવશે. કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે અમલી લોકડાઉનને કારણે ૨૨ માર્ચથી જ દેશમાં મેટ્રોની કામગીરી બંધ છે. મેટ્રો સેવા શરૂ થવાથી ઓફિસ અને અન્ય સ્થળોએ જવા માટે મેટ્રોની મુસાફરી પસંદ કરતાં એનસીઆરના લોકોને મોટી રાહત મળશે. કોરોના કાળમાં મેટ્રોને સલામતરીતે ચલાવવાની ખાસ તૈયારી કરાઇ છે.

અધિકારીઓએ જણાવ્યું કે મેટ્રો સ્ટેશનો અને ટ્રેનોમાં માસ્ક અનિવાર્ય હશે અને માસ્ક વગરના લોકોને મેટ્રોની ઇમારતમાં ઘુસવા નહિ દેવાય. આની સાથે એકબીજાની વચ્ચે અંતરનું પાલન કરવામાં આ‌વશે. ટ્રેનો યાત્રીઓના ચઢવા અને ઉતરવા માટે નિયમિત દિવસોની સરખામણીએ વધુ સમય સુધી થોભશે, જેથી મુસાફરો એમ કરતાં એક બીજાથી અંતર રાખી શકે.

 ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ૫૦ ટકા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણ અને ટેલી કાઉન્સેલિંગ માટે સ્કૂલોમાં બોલાવી શકે છે. એડવાઇઝરીમાં એવું પણ કહેવાયું છે કે કોઇ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સ્થાનિક સ્તરે કોઇ લોકડાઉન અમલી નહિ કરે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે સરકારે કેન્દ્રસરકારે વાયરસને વધતો અટકાવવા માટે આ પ્રકારના મેળાવડાં પર પ્રતિબંધ મુકી દીધો હતો.

સરકારે જૂનમાં અનેક અગમચેતી સાથે પૂજાના સ્થળોને ફરી ખેલવાની મંજૂરી આપી હતી. જોકે ધાર્મિક પ્રસંગોને મંજૂરી અપાઇ નહતી. આ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે મુહર્રમના જૂલુસ કાઢવાની મંજૂરી આપી નહતી. તેનું કહેવું હતું કે જો તેને મંજૂરી અપાશે તો ‘ગરબડ’ થશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કેસોમાં સતત તીવ્ર વધારો થઇ રહ્યો છે. દરરોજ ચેપના આશરે ૭૦,૦૦૦ નવા કેસો નોંધાઇ રહ્યા છે. આની સાથે જ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૩ લાખને પાર કરી ગઇ છે. દેશમાં અત્યારસુધી ૬૨,૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

આ બધું ખુલી જશે…

-સાત સપ્ટેમ્બરથી

 મેટ્રો સેવાઓને માર્ગરેખાઓની સાથે મંજૂરી

-૨૧ સપ્ટેમ્બરથી

– સામાજિક/શૈક્ષણિક/રમત-ગમત/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય કાર્યક્રમ ૧૦૦ લોકો સુધી સાથે કરાવી શકાશે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક હેંડવોશ, થર્મલ સ્કેનિંગ અનિવાર્ય.

– ઓપન એર થીયેટરને મંજૂરી

-ટીચર્સથી સલાહ લેવા માટે ૯મીથી ૧૨માં ધોરણ સુધી વિદ્યાર્થી સ્વૈચ્છિક ધોરણે સ્કૂલ જઇ શકશે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનથી બહારના આ વિદ્યાર્થીઓને જ આ લાભ મળશે.

-શાળાઓનો 50 ટકા ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ શાળાએ ઓનલાઇન ક્લાસ તથા અન્ય કામગીરી માટે જઇ શકશે.

-૨૧ સપ્ટેમ્બરથી ટેકનીકલ અને પ્રોફેશનલ કાર્યક્રમો (જેમાં લેબ અથવા પ્રેક્ટિકલની જરૂર છે)વાળા પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે ટોચના શિક્ષણ સંસ્થાન ખોલી શકાશે.

આ વધુ બંધ રહેશે

  • -કન્ટેન્ટમેન્ટ ઝોન્સમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લોકડાઉનની મર્યાદામાં કોઇ પણ પ્રકારની રાહત નહિ અપાય.
  • -સિનેમા હોલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક
  • -સ્વીમિંગ પુલ જેટલા સ્થળો.
August 29, 2020
corona_testing1.jpg
2min4760

જાન્યુઆરી 2020થી કોવિડ-19 સામેની લડતમાં, ભારતે વધુ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. સંચિત પરીક્ષણોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે અને તે આજે કરોડને પર થઇ ગયા છે.

કેન્દ્રની આગેવાની હેઠળ કેન્દ્રિત, સુસંગત અને સંકલિત પ્રયત્નોથી અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા સફળ અમલીકરણને લીધે ભારતે 4,04,06,609 લોકોના પરીક્ષણ કરવાનું નવું સીમાચિહ્ન પાર કર્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં પુણેની લેબોરેટરીમાંથી માત્ર એક પરીક્ષણથી શરુ કરીને 4 કરોડ પરીક્ષણો કરવા સુધીની એક લાંબી મજલ કાપી છે.

દૈનિક પરીક્ષણોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. પહેલાથી જ દરરોજ 10 લાખ પરીક્ષણોની પરીક્ષણ ક્ષમતા પ્રાપ્ત કરી હોવાથી છેલ્લા 24 કલાકમાં 9,28,761 પરીક્ષણો કરવામાં આવ્યા.

આનાથી પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ) તીવ્ર વધારા સાથે 29,280 થયા છે. કેટલાક રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યું છે કે જ્યાં પરીક્ષણમાં વધારો કર્યો છે, ત્યાં પોઝિટિવિટી દર આખરે ઉચ્ચ સ્તરના પરીક્ષણ સાથે ઘટ્યો છે. રાષ્ટ્રીય પોઝિટિવિટી દર ઓછો રહ્યો છે એટલે કે 8.57% રહ્યો છે અને તે સતત ઘટી રહ્યો છે.

ભારત ટેસ્ટ, ટ્રેક, ટ્રીટના વ્યૂહાત્મક અભિગમનું પાલન કરી રહ્યું છે, જ્યાં કોવિડ માટે પરીક્ષણને પ્રતિસાદ અને સંચાલનમાં મુખ્ય નિર્ણાયક સ્તંભ તરીકે રાખવામાં આવ્યો છે. સઘન પરીક્ષણ દ્વારા જ પોઝિટિવ કેસ પ્રારંભિક તબક્કે ઓળખવામાં આવે છે, તેમના નજીકના સંપર્કોને તાત્કાલિક ટ્રેક કરી અને આઇસોલેટ કરી શકાય છે અને હોમ આઇસોલેશનમાં રહેલા લોકો અને હોસ્પિટલમાં દાખલ લોકો માટે સમયસર અને અસરકારક સારવારને સુનિશ્ચિત કરી શકાય છે.

વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્ક અને ઘણા નીતિગત પગલા દ્વારા દેશભરમાં સરળ પરીક્ષણ માટેની સુવિધાએ રાષ્ટ્રીય પરીક્ષણ દરમાં આ ઉછાળાને નોંધપાત્ર વેગ આપ્યો છે. દેશમાં 1576 જેટલી લેબ્સ છે; સરકારી ક્ષેત્રે 1002 લેબ્સ અને 574 ખાનગી લેબ્સ કાર્યરત છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 806 (સરકારી: 462 + ખાનગી: 344)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 650 (સરકારી: 506 + ખાનગી: 144)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 120 (સરકારી: 34 + ખાનગી: 86)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

August 28, 2020
csk.jpg
1min6480

ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ માટે યુનાઇટેડ આરબ અમિરાત પહોંચેલી ભારતની આઠ ટીમો પૈકી દુબઇ ખાતે 7 દિવસનો ફરજિયાત કોરન્ટાઇન પિરીયડ પૂરી કરી રહેલી ચેન્નઇ સુપર કિંગ્સના ત્રણેક સભ્યોને કોરોના થયો હોવાની પુષ્ટી થતાં જ આઇ.પી.એલ. ઇવેન્ટ સામે મોટું જોખમ ઉભું થયું છે. ચેન્નઇ ક્રિકેટ ટીમના કયા સભ્યોને કોરોના થયો એ સત્તાવાર ઘોષિત થયું નથી પરંતુ, ફાસ્ટ બોલર ચહર તેમજ અન્ય ક્રુ મેમ્બર્સને કોરન્ટાઇન પીરીયડ પૂરો થવાના છેલ્લા દિવસે જ કોરોના હોવાનું ટેસ્ટિંગમાં જણાયું છે.

મળતી માહિતી મુજબ હવે ચેન્નઇ ક્રિકેટ ટીમના તમામે તમામ મેમ્બર્સ, સપોર્ટ સ્ટાફ તમામનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના તમામને વધુ 7 દિવસ ફરજિયાત કોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ 21 ઓગસ્ટે દુબઈ પહોંચી હતી. ટીમે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા બનાવવામાં નિયમો અંતર્ગત છ દિવસનો ફરજીયાત ક્વોરેન્ટીન સમય પૂરો કરી દીધો હતો. આઈપીએલનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થવાનો છે.

આઇપીએલ શરૂ થવા પહેલા જ જોખમ

યુએઈમાં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝનની શરૂઆત પહેલા જ લીગને કોરોના વાયરસે મોટું જોખમ ઉભું કરી દીધું છે. કોરોના વાયરસના કારણે લીગ શરૂ થવામાં વિલંબ થયો છે અને તેને ભારતની બહાર રમાડવાની ફરજ પડી છે. જોકે, હવે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચેન્નઈ ટીમ માટે આ મોટો ફટકો છે કેમ કે ટીમ આજે તા.27મી ઓગસ્ટને શુક્રવારથી દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી.

August 28, 2020
real_cia-1-1280x1022.jpg
1min7990

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના એક્ટીવ કેસોમાં ભારત તા.28મી ઓગસ્ટ 2020ના રોજ સમગ્ર વિશ્વમાં બીજા નંબરે પહોંચી ગયું છે. એક્ટીવ કેસો અને કુલ કેસોમાં હવે ભારતથી આગળ અમેરીકા રહ્યું છે.

વર્લ્ડો મીટરના આંકડા મુજબ તા.28મી ઓગસ્ટે બપોરે 1 કલાકે ભારતમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 7 લાખ 45 હજાર 540 થઇ હતી. જ્યારે અત્યાર સુધી ભારતથી આગળ ચાલતા બ્રાઝીલમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા 6 લાખ 98 હજાર 517 થઇ છે. આમ, બ્રાઝીલમાં કુલ કોરોના કેસ ભલે ભારત કરતા વધુ હોય પરંતુ, એક્ટીવ કેસોમાં હવે ભારત અમેરીકા પછી બીજા નંબરે પહોંચ્યું છે.

વિશ્વમાં સૌથી વધુ કોરોના એક્ટીવ કેસ અમેરીકામાં છે. તા.28મી ઓગસ્ટ 2020ની લેટેસ્ટ માહિતી મુજબ અમેરીકામાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 25 લાખ 15 હજાર 137 છે. જે ભારતથી સાડા ત્રણ ઘણી વધુ છે.

કોરોનાની સંખ્યામાં વિશ્વના ટોચના પાંચ દેશોની સંખ્યા

વિશ્વમાં કુલ કોરોના એક્ટીવ કેસોની સંખ્યા 67 લાખ 3 હજાર 590 છે.

August 28, 2020
corona_india.jpg
1min4490

ભારતમાં છેલ્લા બે દિવસોમાં કોરોના વાયરસની મહામારીનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે કોવિડના 76 હજારથી વધારે કેસ મળી આવ્યા છે. બુધવારે જ્યાં 76,014 નવા કેસ નોંધાયા હતા, તો ગુરુવારે પણ 76,489 કેસ સામે આવ્યા, જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા હાઈએસ્ટ કેસ છે. આટલું જ નહીં છેલ્લા 24 કલાકમાં વાયરસથી 1081 મોત થયા છે, જે એક દિવસમાં થયેલા મોતનો બીજો સૌથી મોટો આંકડો છે.

આ સાથે જ ઓગસ્ટમાં અત્યાર સુધી 16,86,162 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ આંકડો લગભગ તમામ પાછલા મહિનાઓમાં સામે આવેલા કેસની સંખ્યા (16,94,918) બરાબર છે. મહિનામાં કોવિડ-19ના મોતનો આંકડો 25,000ને પાર કરી ગયો છે. જુલાઈમાં 19,122 મોત થયા હતા. છેલ્લા બે દિવસોમાં નવા કેસોમાં વધારાના કારણે મંગળવારથી લગભગ 35,000 સક્રિય કેસોમાં વૃદ્ધિ થઈ છે, જે હાલના દિવસોમાં સૌથી વધારે છે.

એક દિવસમાં ત્રીજો સૌથી મોટો આંકડો
દેશમાં હાલ 7.4 લાખથી વધારે કોરોનાના કેસ એક્ટિવ છે, જ્યારે રિકવરી 25.8 લાખ સુધી પહોંચી છે. દેશમાં નવા નોંધાયેલા કેસનો આંકડો દુનિયામાં એક દિવસમાં સામે આવેલા ત્રીજા સૌથી વધુ કેસ છે. જ્યારે પહેલા બંને નંબર માત્ર અમેરિકાના (25 જુલાઈએ 78,427 અને 17 જુલાઈએ 76,730) કેસનો છે. આ આંકડા ourworldindata.org અનુસાર છે.

ભારતમાં કોરોનાના કેસ 33.8 લાખથી વધારે થઈ ગયા છે, જ્યારે મોતનો આંકડો 61,621 છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે સૌથી વધારે 14,718 નવા કેસ સામે આવ્યા છે. જોકે બુધવારે નોંધાયેલા 14,888થી તે ઓછા કહી શકાય. જ્યારે મૃતકોની સંખ્યા 355 રહી. આંધ્ર પ્રદેશમાં 10,000થી વધારે કેસ (10,621) નોંધાયા. જ્યારે કર્ણાટકમાં 9,386 નવા કેસ નોંધાયા. આ પહેલીવાર છે જ્યારે અહીં એક જ દિવસમાં 9000થી વધુ કેસ નોંધાયા હોય. ઉપરાંત રાજ્યમાં 141 મોત થયા.

August 27, 2020
viratkohli.jpg
1min6380

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક અને સફળ કેપ્ટન વિરાટ કોહલી હાલ આઇ.પી.એલ. 2020 રમવા માટે યુએઇમાં છે, આજરોજ તા.27મી ઓગસ્ટે સવારે 11 કલાકે તેમણે ટ્વીટ કરીને એ વાત જાહેર કરી દીધી છે કે તે અને અનુષ્કા હવે ત્રણ બનવા જઇ રહ્યા છે. 2021 જાન્યુઆરીમાં તે આવી રહ્યું (બેબી) છે.

વિરાટ કોહલીએ કરેલું આ ટ્વીટ એટલું ઝડપથી વાઇરલ થયું કે ન પૂછો વાત. સમગ્ર વિશ્વભરમાં લોકોએ વિરાટ કોહલીના આ ટ્વીટને રીટ્વીટ કરવા માંડ્યું. વિરાટ અને અનુષ્કા ભારતમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત સેલિબ્રિટી છે.

આ રીતે વિરાટ કોહલીએ જાણકારી આપી

August 27, 2020
neet.jpg
1min4450

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તા.26મી ઓગસ્ટને બુધવારે રાષ્ટ્રવ્યાપી પ્રવેશ પરીક્ષાઓ મેડીકલ ડેન્ટલ માટેની NEET અને એન્જિનિયરિંગ માટેની JEE પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારના પગલાં સંદર્ભે બિનભાજપી સાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઇન મિટીંગ યોજી હતી.

આ બેઠકમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ સિંહ બધેલ, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, પુડુચેરીના સીએમ નારાયણસામી, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાગ લીધો. આ બધા રાજ્યો કોરોનાના સમયમાં NEET અને JEEની પરીક્ષા ટાળવાની માગ કરી રહ્યા છે.

Opposition CMs join hands against holding NEET - india news - Hindustan  Times

આ રાજ્યોની સરકારની NEET અને JEEની પરીક્ષા ટાળવાની માગ

  • છત્તીસગઢ
  • રાજસ્થાન
  • પંજાબ
  • પુડુચેરી
  • મહારાષ્ટ્ર
  • ઝારખંડ
  • પશ્ચિમ બંગાળ
August 26, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9830

Jayesh Brahmbhatt 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજરોજ તા.26મી ઓગસ્ટ 2020થી નીટ અન્ડરગ્રેજ્યુએટ પરીક્ષાના એડમિટ કાર્ડ ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે. ધો.12 પછી મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે તા.13મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે આ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ નીટ યુજીના એડમિટ કાર્ડ પોતાના આઇ.ડી. પાસવર્ડની મદદથી ડાઉનલોડ કરી શકશે. દરેક વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડની તમામ વિગતો ચેક કરી લેવા તેમજ પરીક્ષા કેન્દ્રની ખાસ ખરાઇ અગાઉથી કરી લેવા માટે જણાવવામાં આવ્યું છે.

કોવીડ 19 સ્થિતિ વચ્ચે લેવામાં આવનાર નીટ પરીક્ષા માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર સોશ્યલ ડિસ્ટન્સિંગથી લઇને સ્ક્રિનીંગ, સેનિટાઇઝીંગ સમેતની સૂચનાઓ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પણ માસ્ક, સેનિટાઇઝર વગેરેથી સજ્જ થઇને જ પરીક્ષા કેન્દ્ર પર જવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષા લેવા મક્કમ

નીટના રાજ્યવાર પરીક્ષાર્થીઓની સંખ્યા

જેઇઇ મેઇન્સના રાજ્યવાર પરીક્ષાર્થીઓની સંખ્યા

નીટ-જેઇઇ પરીક્ષા લેવા માટે મોદી સરકાર મક્કમ

સમગ્ર ભારતમાં કોવીડની સ્થિતિ વચ્ચે પરીક્ષા લેવા માટે મોદી સરકાર મક્કમ છે. મોદી વિરોધીઓ પરીક્ષા મુલતવી રખાવવા માટે સોશ્યલ મિડીયાથી લઇને વિદ્યાર્થીઓને ઉપવાસે ઉતારવા સુધીના પ્રયાસો કરી રહ્યા છે. ખુદ ભાજપાના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ પરીક્ષાઓ મુલતવી રખાવવા માટે અધિરા બન્યા છે. આમ છતાં મોદી સરકારે પરીક્ષા લેવા માટેનું મન બનાવી લીધું છે.

ભાજપના સુબ્રમણ્યમ સ્વામી પણ પરીક્ષા મુલતવી રખાવવા મેદાનમાં પડ્યા

દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયા પણ જોડાયા નીટ-જેઇઇ રદ કરાવવાના અભિયાનમાં

August 25, 2020
gst.jpg
1min4700

નાણા મંત્રાલયે સોમવારે કહ્યુ કે, GSTની લીધે ટેક્સના દરમાં ઘટાડો આવ્યો છે અને નિયમિતતા લાવવામાં મદદ પણ મળી છે. નાણા મંત્રાલયનું માનવુ છે કે GSTના કારણે કરદાતાઓની સંખ્યા વધીને બેગણી એટલે કે 1.24 કરોડ થઇ ગઇ છે. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની પ્રથમ પૂણ્યતીથિ પર મંત્રાલયે કહ્યુ કે GST પહેલા લોકોને એક જ વસ્તુ કે સેવા માટે વેટ, એક્સાઇઝ, સેલ્સ ટેક્સ અને અન્ય કર ચૂકવવા પડતા હતા, જેના કારણે ટેક્સનો માનક દર 31 ટકા સુધી હતો. 

મંત્રાલયનું કહેવુ છે કે, હવે સાબિત થઇ ચૂક્યુ છે કે GST ગ્રાહકો અને કરદાતાઓ એમ બંને માટે અનુકૂળ છે. GST પહેલા ઉંચા કર માળખાને લીધે લોકો કર ચૂકવતા ન હતા, પરંતુ GSTને લીધે ઓછા વેરા દરને લીધે ચૂકવણીની નિયમિતતા વધી છે. નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે જ્યારે GST લાગૂ કરાયુ ત્યારે કરદાતાઓનો આંકડો 65 લાખ હતો જે હવે વધીને 1.24 કરોડ થયો છે.

GST, જેમાં લગભગ 17 સ્થાનિક કરોનો સમાવેશ કરાયો હતો 1 જૂલાઇ 2017ના રોજ સમગ્ર દેશમાં લાદૂ કરાયો હતો. એ સમયે અરુણ જેટલી નાણા મંત્રી હતા. મંત્રાલયે GST લાગૂ કરવામાં તેમની ભૂમિકા યાદ કરતા કહ્યુ કે, જીએસટીએ ટેક્સ ચૂકવણીના દરને ઘટાડ્યો છે. 
હાલમાં 40 લાખ વાર્ષિક ટર્નઓવર વાળા વ્યવસાયોને GST બહાર રાખવામાં આવ્યા છે. શરુઆતના સમયે આ મર્યાદા 20 લાખની હતી. 1.5 કરોડ વાર્ષિક ટર્નઓવર વાળા વ્યવસાય કમ્પોઝિશન સ્કીમ પસંદ કરી શકે છે. જે હેઠળ 1 ટકા ટેક્સ આપવો પડશે. 

GST લાગૂ કરાયો ત્યારથી ઘણીખરી વસ્તુ પર ટેક્સ ઓછા કરવામાં આવ્યો છે.વર્તમાનમાં 28 ટકા ટેક્સ માત્ર લક્ઝરી અને સ્વાસ્થ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઉત્પાદનો પર છે. મંત્રાલયે જણાવ્યુ કે, 28 ટકા કરની શ્રેણીમાં રાખવામાં આવેલા 230 ઉત્પાદનોમાથી 200 ઉત્પાદનોને ઓછા ટેક્સની શ્રેણીમાં મૂકી દેવામાં આવ્યા છે. હાઉસિંગ સેક્ટરને પણ 5 ટકા ટેક્સ શ્રેણીમાં રાખવામાં આવ્યુ છે, જ્યારે એફોર્ડેબલ હાઉસિંગ પર ટેક્સ ઘટાડીને 1 ટકા કરી દેવાયો છે. 

મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી કુલ 50 કરોડ રિટર્ન ઓનલાઇન ફાઇલ થયા છે અને 131 કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા છે.