CIA ALERT

ઇન્ડીયા Archives - Page 143 of 217 - CIA Live

January 18, 2020
hindi-1280x707.png
1min5300

અમેરિકા ખાતેની ભારતીય ઍમ્બેસી હિંદીના ક્લાસ ચલાવતી હોવાને કારણે અમેરિકામાં નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે, એવી માહિતી ટોચના ભારતીય રાજદૂતે આપી હતી.

ભારતીય દૂતાવાસમાં વિશ્ર્વ હિંદી દિવસની ઉજવણી દરમિયાન અમિત કુમારે કહ્યું હતું કે એ જાણીને ખુશી થાય છે કે અમેરિકામાં હિંદી ભાષા મોટા પાયે બોલવામાં અને શીખવવામાં આવે છે.

અમેરિકાની ઘણી સ્કૂલમાં હિંદી શીખવવામાં આવે છે. અમેરિકન કમ્યુનિટી સર્વેના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે

ભારત વિશ્ર્વનો એક મહત્ત્વનો દેશ બનીને ઊભર્યો છે, તેથી દુનિયાભરના લોકોને હિંદી ભાષા શીખવામાં રસ જાગ્યો છે.

જે લોકો ભારતમાં ફરવા માટે કે વેપારધંધા માટે આવે છે, તે લોકોને હિંદી શીખવાથી ભારતના લોકોના દિલ અને દિમાગ જીતવાનો મોકો મળે છે, એમ અમિતકુમારે જણાવ્યું હતું.

એમણે પોતાનો જ ચીની ભાષા શીખવાનો અનુભવ ટાંકીને કહ્યું હતું કે સ્થાનિક ભાષા શીખવાથી ઘણાં દ્વાર ખૂલી જાય છે.

વિવિધ દેશના લોકોને છેલ્લા બે વર્ષથી ભારતીય રાજદૂતાલય નિ:શુલ્ક હિંદી શીખવી રહ્યું છે.

January 18, 2020
jeemain.jpg
6min8760

JEE Main January 2020 પરીક્ષાનું ફક્ત પરીણામ જાહેર થયું છે, રેન્ક મે-2020માં જાહેર થશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.18મી જાન્યુઆરી 2020ની સવાર જાણે 9 લાખ પરિવારો માટે સુખદ આશ્ચર્ય લઇને આવી હતી. આ 9 લાખ પરિવારો એ હતા કે જેમના સંતાનોએ હજુ તા.11મી જાન્યુઆરી 2020 સુધી ભારતમાં એન્જિનિયરિંગની નેશનવાઇડ ટેસ્ટ જેઇઇ (જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) મેઇન પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થયાના ફક્ત 7 જ દિવસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 8.69 લાખ ઉપરાંત પરીક્ષાર્થીઓનું પરીણામ જાહેર કરી દીધું હતું. અનેક સ્કુલોના આચાર્યો, વિદ્યાર્થીઓને તો કલ્પના પણ ન હતી કે જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર થઇ ચૂક્યું છે. સી.આઇ.એ લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા અનેક સ્કુલોના આ બાબતે જાણ કરવામાં આવી હતી.

ગઇ તા.7 જાન્યુઆરીથી તા.11 જાન્યુઆરી વચ્ચે જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં ઓનલાઇન ધોરણે લેવામાં આવી હતી. સ્વાભાવિક છે કે ઓનલાઇન પરીક્ષાનું પરીણામ જો ધારીએ તો કલાકોમાં જ જાહેર કરી શકાય છે પરંતુ, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સાત દિવસમાં પરીણામ આપ્યું છતાં સમગ્ર દેશમાં સુખદ આશ્ચર્ય ફેલાયું કેમકે ભારતમાં પરીક્ષાના પરીણામો અત્યંત વિલંબથી આવે એ માટે આપણે સૌ ટેવાયેલા છે.

જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ 30મી જાન્યુઆરી સુધીમાં જાહેર થવાનું હતું. પરંતુ 18મીની વહેલી સવારે જ જાહેર કરી દેવાયું હતું.

આજે જેઇઇ મેઇન્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરવા સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છેકે આજે પરીણામમાં ફક્ત પર્સન્ટાઇલ જ ઘોષિત કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા રેન્ક ઘોષિત કરવામાં આવ્યા નથી. એ.આઇ.આર. એપ્રિલ 2020માં લેવામાં આવનારી જેઇઇ મેઇન્સ -2 ના પરીણામ સાથે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ જાન્યુઆરી અને એપ્રિલ બન્ને મેઇન્સ પરીક્ષા આપશે, તેમનો બેમાંથી જે પરીક્ષામાં બેસ્ટ સ્કોર હશે તેને ધ્યાનમાં રાખીને તેમનો એ.આઇ.આર. (રેન્ક) ઘોષિત કરવામાં આવશે.

JEE Main Result Announced In Record Time, 9 Students Score 100 Percentile

The National Testing Agency (NTA), has released the JEE Main result within 8 days of completing the exam, which is a record of sort in the history of competitive examinations. The exam was held from January 6 to 9, in shifts, for more than 11 lakh candidates. Press Trust of India reported that nine candidates scored perfect 100 in JEE Main examination.

JEE Main Result Direct Link

Of the nine who got 100 percentile score in the examination also include Delhi boy Nishant Agarwal. The others are – one each from Gujarat and Haryana, two each from Andhra Pradesh, Rajasthan and Telangana, the news agency quoted the education ministry.

In this national entrance exam for admissions to undergraduate engineering courses held, 8,69,010 candidates had appeared for the exam for BE and BTech courses for which the results have been released now. 

1,38,409 candidates had appeared for for BArch paper and 59,003 for BPlanning paper — the results for both the papers are awaited. 

JEE Main result is available on the official websites of the NTA at nta.ac.in and jeemain.nic.in.

In the last JEE main, 24 students had scored 100 percentile.

The NTA was formed in 2017, after the Central Board of Secondary Education (CBSE) requested to withdraw itself from the responsibility of conducting engineering and medical entrance exams. The board, one of the biggest in the country, conducts class 10, 12 board exams for more than 30 lakh students annually.

JEE Main is also a gateway for admission to engineering (B.Tech) courses in NITs, IIITs, other Centrally Funded Technical Institutions (CFTI), Institutions funded by participating State Governments.

JEE Main is also an eligibility test for the JEE Advanced, which the candidate has to take if they are aspiring for admission to the undergraduate programs offered by the Indian Institute of Technology (IITs).

JEE Main is held twice a year, in January and in April, to give more opportunity to the students to improve their scores in examination if they fail to give their best in first attempt, without wasting their whole academic year. 

The top 2,24,000 rankers are considered eligible to take JEE Advanced. The next JEE Main will be held in April and the exam details will be notified in February.

January 17, 2020
vodaidea.jpg
1min5330

આજરોજ તા.17મી જાન્યુઆરી 2020ને શુક્રવાર વોડાફોન-આઇડીયા કંપનીના શેરધારકો માટે બ્લેક ફ્રાઇડે પુરવાર થયો છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની રિન્યૂ પીટીશન ફગાવી દીધા બાદ આજરોજ તા.17મી જાન્યુઆરી 2020ને શુક્રવારે બપોરે બાર વાગ્યા બાદ અપેક્ષાનુસાર વોડાફોન આઈડિયાના શેરમાં 39 ટકા સુધીની ધોવાણ જોવા મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે પીટીશન ફગાવી દેતા ટેલી કંપનીઓએ 1.47 લાખ કરોડની ચૂકવણી કરવી પડે તેમ હોવાથી કંપનીના શેરના ભાવ ગગડ્યા હતા. આ શેરમાં રોકાણ કરનારાઓ રાડ પાડી ઉઠ્યા હતા.

બોમ્બે સ્ટોક એક્ષચેન્જ પર આજે શુક્રવારે બપોરે વોડાફોન આઈડિયાના શેર 39.30 ટકાના તોતિંગ ઘટાડા સાથે ₹3.66ના ભાવે ટ્રેડ થયો હતો. NSE પર પણ કંપનીના શેરનું 39.16 ટકાના ઘટાડા સાથે ₹3.65ના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

આ પૂર્વે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એજીઆર (એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ) મુદ્દે વોડાફોન ઇન્ડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલિસર્વિસિસની અરજી ફગાવી દીધી છે. ટેલિકોમ કંપનીઓએ સુપ્રીમને 24 ઓક્ટોબરના ચુકાદાની સમીક્ષા કરવા અરજી કરી હતી જેમાં એજીઆરની વ્યાખ્યા વિસ્તારવામાં આવી હતી. ટેલિકોમ કંપનીઓએ વધારાની લાઇસન્સ ફી, સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જ (એસયુસી), પેનલ્ટી અને વ્યાજ તરીકે ₹1.02 લાખ કરોડની ચુકવણી કરવાની છે.

જસ્ટિસ અરુણ મિશ્રા, એસ એ અબ્દુલ નઝીર અને એમ આર શાહે ગુરુવારે ઈન-ચેમ્બર સુનાવણી કરી હતી. કોર્ટે જણાવ્યું કે, “રિવ્યૂ પિટિશનની સમીક્ષા બાદ અમને તેમને માન્ય રાખવા માટે કોઈ કારણ જણાતું નથી. તેથી રિવ્યૂ પિટિશન કાઢી નાખવામાં આવે છે.”

January 17, 2020
shirdiwale_modi.jpeg
1min12670

ઉધ્ધવ ઠાકરેએ સાઇબાબા જન્મસ્થળ પાથરીને વિકસાવવા રૂ.100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા મામલો બિચક્યો

વિશ્વભરમાં અબજો લોકોની આસ્થા જેના પર છે એ સાઇબાબાના જન્મ સ્થળ અને કર્મસ્થળ બાબતે હાલ મહારાષ્ટ્રમાં ભારે વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ થોડા દિવસો પહેલા ઔરંગબાદમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પરભણી જિલ્લાના પાથરી ગામમાં જ્યાં સાઈ બાબાનો જન્મ થયો છે તેના વિકાસ માટે રુ.100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઠાકરેની આ જાહેરાત બાદ સાઇબાબાના જન્મસ્થળને લઇને મોટો બખેડો થયો છે. શિરડીમાં તો એટલા પ્રત્યાઘાત પડ્યા છે કે હવે શિરડી આખું ગામ આગામી રવિવાર તા.19 જાન્યુઆરી 2020થી બેમુદતી બંધ પાળવાનું એલાન આપવામાં આવ્યું છે.

આગામી વીકએન્ડમાં શિરડી જનારા લોકોએ છેલ્લી ઘડીની સ્થિતિ જાણીને નીકળવું હિતાવહ છે.

ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામમાં જ્યાં સાઇબાબાનો જન્મ થયો છે ત્યાં વિકાસ માટે 100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા ભારે વિવાદ

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ ખાતેનું સાઇબાબાનું મંદિર, શાસ્ત્રો કહે છે કે સાઇબાબાનો જન્મ પાથરી ગામમાં થયો છે અને તેના આધારે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામ ખાતે સ્મારક વિકસાવવા માટે રૂ.100 કરોડની યોજનાની જાહેરાત કરી છે.

હાલ એવી સ્થિતિ છે કે એક તરફ સાઈબાબાના જન્મસ્થળ પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ પંથક વિસ્તારના રહેવાસીઓમાં ઉત્સાહ અને ઉમંગ છે તો બીજી તરફ હાલ સાઇધામ તરીકે વિશ્વ વિખ્યાત એવા સાઇબાબાના કર્મસ્થળ અહમદનગરના શિરડીમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

શિરડીમાં રવિવારથી બંધનું એલાન

શિરડીના લોકોનું કહેવુ છે કે મુખ્યમંત્રી પાથરીને વિકાસ માટે 100ની જગ્યાએ 200 કરોડ આપે તો પણ કોઈ વાંધો નથી પરંતુ તેની ઓળખ સાઈના જન્મસ્થાન તરીકે ન હોઈ શકે. શિરડીના લોકોનું કહેવું છે કે અહીં આવ્યા બાદ સાઈ બાબાએ ક્યારેય પોતાનું અસલી નામ, ગામ, જાતી અને ધર્મ અંગે પોતે જ કંઈ બોલ્યા નથી તો પછી આ સર્વધર્મ સમભાવના પ્રતિક એવા શિરડી સાઈબાબાને કેમ અલગ અલગ જગ્યામાં વહેંચવામાં આવે?

આ બાબતે વિરોધ કરવા માટે માગણી કરતા શિરડીમાં લોકોએ રવિવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. શિરડીવાસીઓની માગણી છે કે સરકાર એ બાબત ચોક્કસ કરે કે સર્વધર્મ સમભાવના પ્રતિક સાઈબાબાના જન્મસ્થળ અને ધર્મ અંગે હવે પછી આગળ કોઈપણ ઉલ્લેખ કરવામાં ન આવે. જ્યાં સુધી સરકાર દ્વારા આ મામલે ચોક્કસ પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી શિરડી આખું ગામ બંધ રહેશે.

January 16, 2020
icai_logo.jpeg
1min6720

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ તા.16મી જાન્યુઆરી 2020ને ગુરુવારે બપોરે 4 વાગ્યે સી.એ. ફાઇનલ્સ જૂના અને નવા એમ બન્ને પ્રકારના કોર્સનું પરીણામ જાહેર કર્યું હતું. અપેક્ષાઓ મુજબ જ સી.એ. ફાઇનલ્સના એ અને બી એમ બન્ને ગ્રુપમાં પાસ થનારાઓનું ટકાવારી પરીણામ સાવ કંગાળ રહ્યું છે.

સી.એ. નવા કોર્સનું પરીણામ ફક્ત 15.12 ટકા

સી.એ. ફાઇનલ્સ નવા કોર્સની પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવે છે. આજના પરીણામમાં જેઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે તેમને સી.એ. સર્ટિફિકેશન એનાયત કરવામાં આવશે. બન્ને ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2268 છે. સી.એ. ફાઇનલ્સ બન્ને ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 15.12 ટકા છે.

સી.એ. જૂના કોર્સનું પરીણામ ફક્ત 10.19 ટકા

સી.એ. ફાઇનલ્સ જૂના કોર્સની પરીક્ષા પણ બે ગ્રુપમાં લેવામાં આવે છે. બે ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 817 છે અને ટકાવારી પરીણામ માત્ર 10.19 ટકા છે.

January 16, 2020
bank-strike.jpg
1min6250

એવું લાગી રહ્યું છે કે ભારતમાં બેંક હડતાળોની મોસમ ચાલી રહી છે. બેંક કર્મચારીઓના પગાર સુધારણા સંદર્ભની અનેક બેઠકો વિફળ રહ્યા બાદ હવે ફરીથી ઈન્ડિયન બેંક અસોસિએશન(IBA)એ (આ મહિને બીજી વખત) બેંક હડતાળનું એલાન આપ્યું છે. ઇન્ડિયન બેંકસ એસોસીએશન IBA દ્વારા આપવામાં આવેલા એલાન અનુસાર આગામી તા.31 જાન્યુઆરી અને તા.1 ફેબ્રુઆરી એમ બે દિવસ ભારતીયો બેંકોમાં કર્મચારીઓ કામકાજથી અળગા રહીને હડતાળ પાડશે. અગાઉ ચાલુ માસમાં જ ગઇ તા. 8 જાન્યુઆરીએ ભારત બંધમાં પણ 6 બેંકના કર્મચારી યૂનિયન જોડાયા હતા, એ દિવસે મોટાભાગની બેંકો બંધ રહી હતી.

આ વખતે બેંક હડતાળનો સમય ખુબ મહત્વનો છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્માલ સીતારમણ બજેટ રજૂ કરશે. તેના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. બજેટને લઈને તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે અને સરકાર સામે મંદીની સમસ્યાને દૂર કરવાનો સૌથી મોટો પડકાર છે.

તા.2 ફેબ્રુઆરીએ રવિવાર છે અને બેંક બંધ રહેશે. હડતાળને કારણે સતત 3 દિવસ સુધી બેંક બંધ રહેવાથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એમાં શંકાને કોઇ સ્થાન નથી. બેંક હડતાળને કારણે કારણે એટીએમમાં પણ રોકડની તંગી વર્તાય શકે તેમ છે.

January 16, 2020
sensex_green.jpg
1min5280

આજરોજ તા.16મી જાન્યુઆરી 2020ના રોજ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક BSE સેન્સેક્સે ઇતિહાસમાં પહેલીવાર 42,000ની સપાટીને સ્પર્શ કર્યો હતો આ સાથે જ નિફ્ટી-50એ પણ  નવી ટોચ પર વેપાર કર્યો હતો. અમેરિકા-ચીને ટ્રેડ ડીલના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ પોઝિટિવ ચાલ જોવા મળી હતી.

આજે તા.16મી જાન્યુઆરીને ગુરુવારની સવારે 42,009.94 પોઈન્ટ્સની નવી ઊંચી સપાટીને સ્પર્શ કર્યા બાદ 30 શેરોનો બનેલો સેન્સેક્સ 127.65 પોઈન્ટ્સ અથવા 0.30 ટકા વધીને 42,000.38 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આવી જ રીતે નિફ્ટી પણ 12,377.80 પોઈન્ટ્સની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ 28.45 પોઈન્ટ્સ અથવા 0.23 ટકા વધીને 12,371.75 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

સન ફાર્મા આજે સવારે 1.30 ટકાની વૃદ્ધિ સાથે ટોપ ગેઈનર બની રહ્યો હતો. આ ઉપરાંત નેસલે ઈન્ડિયા, HUL, કોટક બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, બજાજ ઓટો અને ભારતી એરટેલ પણ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બીજી તરફ ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, NTPC, ટાઈટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ONGC અને એશિયન પેઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બુધવારે અમેરિકા અને ચીન વચ્ચે પહેલા તબક્કાની ટ્રેડ ડીલ હસ્તાક્ષર કરવામાં આવતાં વિશ્વભરના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો વૈશ્વિક શેરબજારોમાં પણ તેજી જોવા મળી હતી.

આજે સવારે ટોકિયો અને સિઓલ શેરબજાર વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે શાંઘાઈ અને હોંગકોંગના બજારો ફ્લેટ રહ્યા હતા.

બુધવારે વોલસ્ટ્રીટ બેન્ચમાર્ક નવી ટોચે બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો પણ 0.61 ટકા વધીને બેરલદીઠ 64.39 થયું હતું. દરમિયાન રૂપિયો પણ ડોલર સામે 5 પૈસાના સુધારા સાથે 70.77ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

January 15, 2020
sabji_market-1280x720.jpg
1min5080

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 7.35 ટકાની ઊંચાઇએ પહોંચી ચૂક્યો છે. આ સ્તર વતેલા પાંચ વર્ષનો સૌથી ઊંચો દર છે. આ પહેલા જૂલાઇ 2014માં રિટેલ મોંઘવારી દર 7.39 ટકા થયો હતો. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ડિસેમ્બર 2018માં આ દર 2.11 ટકા પર હતો, નવેમ્બર 2019માં રિટેલ મોંઘવારી દર 5.54 ટકા હતો. એક મહિના દરમિયાન મોંઘવારી દરમં 1.81 ટકાનો ચિંતાજનક વધારો નોંધવામાં આવ્યો હતો. દર વર્ષના આધારે મોંઘવારી દરમાં આશરે 5.24 ટકાનો વધારો થયો છે. 

જૂલાઇ 2016 પછી ડિસેમ્બર 2019 એવો પહેલો મહિનો છે જ્યાં મોંઘવારી દર રિઝર્વ બેન્કની અપર લિમિટને પાર કરી ગયો હોય. ઓક્ટોબરમાં આ દર 4.62 ટકા હતો, નોધનીય છે કે કેટલાક મહિનાઓથી ડૂંગળીની કિંમત આસમાને પહોંચી છે. હાલમાં ડૂંગળીનો ભાવ  60 રુપિયા પ્રતિ કિલોનો છે. મોંઘવારી દરમાં ધરખમ વધારા પાછળ ડૂંગળીના ભાવ વધારાને માનવામાં આવી રહ્યો છે. 

માહિતી મુજબ ફૂડ ઇમ્પ્લેશન ડિસેમ્બરમાં વધીને 14.12 ટકા પહોંચી ગયો હતો. નવેમ્બરમાં દર 10.01 ટકા હતો. કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્કને મોંઘવારી દર 4 ટકા રાખવા જણાવ્યું છે, એની સાથે બે ટકા વધારે અને બે ટકા ઓછુ માર્જિન છે એટલે કે ઊચ્ચ સ્તર 6 ટકા અને નિમ્ન સ્તર 2 ટકા સુધી હોવુ જોઇએ. 

January 15, 2020
cbi.jpg
6min7110

હીરાની આયાતમાં ઓવર ઈન્વોઈસ અને ઓવરવેલ્યૂ દ્વારા રૂ. ૧૫૬ કરોડનું કૌભાંડ કરનાર કેસમાં સીબીઆઈએ મુંબઈસ્થિત કસ્ટમના ત્રણ સિનિયર અધિકારી સહિત ૧૭ વ્યક્તિઓ-કંપનીઓને ઝપટમાં લીધા છે. ડિરેકટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સની તપાસમાં કસ્ટમ અધિકારીઓ સંડોવાયેલા હોવાનું શોધી કાઢ્યા બાદ કેસ સીબીઆઈને હવાલે કરાયો હતો.

હોંગકૉંગ સ્થિત બિઝનેસમેન ગિરીશ કડેલે સ્વિત્ઝરલેન્ડ રફ ડાયમન્ડ ચાર કંપનીના નામે આયાત કર્યા હતા. ભારતમાં બિઝનેસ હિત ધરાવતાં ગિરીશ કડેલે અમુક ડાયમન્ડ ૧૪ કન્સાઈનમેન્ટમાં હૉંગકૉંગથી ભારત મોકલ્યા હતા, જેમાં રૂ. ૧૫૬.૨૮ કરોડના ઓવર ઈન્વોઈસ દર્શાવીને ગેરરીતિ કરી હતી.

ડીઆરઆઈની તપાસમાં જાણવા મળ્યું હતું કે વાસ્તવિક મૂલ્ય રૂ. ૧.૦૩ કરોડનું હતું, પરંતુ બિલમાં ખોટી રીતે રૂ. ૧૫૬.૨૮ કરોડ દર્શાવ્યા હતા. સીબીઆઈની જાળમાં વિનય બ્રિજ સિંહ, ડેપ્યૂટી કમિશનર-ચંદ્રવંશી મણીકનૈયા તથા ગિરીશ કડેલ સહિત ૧૭ જણ આવ્યા છે. એપીએસસી, મુંબઈના કમિશનર વિજય બ્રિજ સિંહની ભૂમિકા શંકાસ્પદ હતી.

ગકૉંગસ્થિત બિઝનેસમેન ગિરીશ કડેલે સ્વિત્ઝરલેન્ડ રફ ડાયમન્ડ ચાર કંપનીના નામે આયાત કર્યા હતા. ભારતમાં બિઝનેસ હિત ધરાવતાં ગિરીશ કડેલે અમુક ડાયમન્ડ ૧૪ ક્ધસાઈનમેન્ટમાં હૉંગકૉંગથી ભારત મોકલ્યા હતા જે રૂ. ૧૫૬.૨૮ કરોડના ઓવર ઈન્વોઈસ દર્શાવીને ગેરરીતિ કરી હતી. ડીઆરઆઈની તપાસમાં જાણવા મળ્યું હતું કે વાસ્તવિક મૂલ્ય રૂ. ૧.૦૩ કરોડનું હતું, પરંતુ બિલમાં ખોટી રીતે રૂ. ૧૫૬.૨૮ કરોડ દર્શાવ્યા હતા.

સીબીઆઈની જાળમાં વિનય બ્રિજ સિંહ, ડેપ્યૂટી કમિશનર-ચંદ્રવંશી મણીકનૈયા તથા ગિરીશ કડેલ સહિત ૧૭ જણ આવ્યા છે. એપીએસસી, મુંબઈના કમિશનર વિજય બ્રિજ સિંહની ભૂમિકા શંકાસ્પદ હતી.

CBI books diamond merchant for laundering money

 The Central Bureau of Investigation (CBI) has booked Hong Kong-based diamond merchant Girish Kadel and three senior officials of the Customs department in Mumbai, including former commissioner Vinay Brij Singh, for allegedly overvaluing imported diamonds as part of what it terms a “trade-based” money laundering operation.

Trade-based money laundering is the process of disguising the proceeds of crime and moving value through the use of trade transactions in an attempt to legitimise their illicit origins, mainly through the misrepresentation of the price, quantity or quality of imports or exports.

The agency has been probing several diamond merchants, including Nirav Modi and Mehul Choksi, for over two years now.

In the latest FIR, the CBI has alleged that Kadel received 5,599 carats of rough diamonds overvalued at over Rs 156 crore instead of Rs 1 crore with the intention of facilitating money laundering.

The overvaluation by Kadel was previously being examined by the Directorate of Revenue of Intelligence (DRI), after which the Central Board of Indirect Taxes and Customs (CBIC) decided to hand over the case to the CBI.

Along with Kadel, the CBI has named Vinay Brij Singh, posted as commissioner airport (special cargo) Mumbai when the alleged irregularities took place in 2018, deputy commissioner (imports) Chandravanshi Y Manikanhaiya and deputy commissioner (special intelligence and investigation branch) Ashiquzzaman in the FIR. A sanction under Section 17A was duly taken before registering a case against the Customs officials, the agency said.

Ten other people and three companies were also named as accused by the agency in its FIR registered last week.

A CBI official said Girish Kadel is based in Hong Kong and reportedly runs diamond business in Antwerp, Mumbai, Chennai and Hong Kong.

“Kadel conspired to import rough diamonds at highly exaggerated value with a view to siphoning/remitting the excess foreign exchange overseas to cover the differential cost of other imports, as well as park money abroad for unlawful activities,” according to the CBI FIR.

The agency will get a Look out Notice issued for Kadel at airports and entry exit points, which is a procedure in such matters, said the official quoted above.

Girish Kadel, who runs a company called Diamond Vault NV and a blog named Diamond Circle, told HT from Belgium, “I am a Belgium national. I left India in 2002 and have no business there. I don’t know why the CBI has filed a case against me. They should have at least checked with me if I have any business there (India). I have come to India probably five times in the last 10 years and last time I visited was in 2017. I have never met any Customs officials in my life because I have no diamond business in India.”

According to the company website, Diamond Vault NV is a global diamond trading and full-service sales entity, with more than 400 clients in Antwerp itself. “Founded on an impressive, international trading network, Diamond Vault NV focuses on polished diamonds trading, providing ‘two-way quotes’ on almost any stone in stock,” it adds.

“We are a company with business worth Rs 250 crore and 90% of our business is in Europe. Our India sales are very small but I have no company in India or Hong Kong. We just made one export transaction in India to Antique Exim Pvt Ltd for which we have to collect $230,000 from it and the person is not paying.”

The agency claimed in its FIR that Kadel was a beneficiary of Antigue Exim.

The CBI refused to comment on the case.

January 15, 2020
yoga.png
1min5460

સરકારી સંસ્થાઓ કર્મચારીઓ રિફ્રેશ થાય અને એમનો સ્ટ્રેસ ઓછો થાય એ માટે ખાસ પાંચ મિનિટમાં થઇ શકે એવા આસનોની જોવગવાઇ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ યોગાસનો કરવા માટે એમને પાંચ મિનિટનો યોગ બ્રેક અથવા વાય બ્રેક આપવામાં આવશે.

આયુષ મંત્રાલયે મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા મારફત વિકસિત કરાયેલા યોગાસનો કરવા માટે પ્રયોગાત્મક ધોરણે વાય બ્રેક હાલ આયુષ મંત્રાલયમાં સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે.

ટાટા કેમિકલ્સ, ઍક્સિસ બૅંક સહિત ૧૫ જેટલી સંસ્થા અને કંપનીએ આ માટે રસ દાખવ્યો હોવાની વાત આયુષ મંત્રાલયે જણાવી હતી. આ માટે બુકલેટ છાપવામાં આવી છે અને યોગ્ય રીતે આસન કરી શકાય એ માટે ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંત્રાલય કોર્પોરેટ સેક્ટરને આ માટે બધી રીતે મદદ કરશે.

યોગ બ્રેકમાં પાંચ મિનિટમાં કરી શકાય એવા કેટલાક યોગાસનોનો દસેક નિષ્ણાતો દ્વારા વિચારપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે યોગા બ્રેક એ યોગ શીખવા માટેનો કોર્સ નથી, પણ એમાં ટૂંકમાં કેટલીક પ્રાથમિક કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.