નાગરિકતા સુધારણા કાયદો (સીએએ) પર ચાલી રહેલા રાજકયી ઘમસાણ તેમજ શાહીનબાગ સહિત દેશના અલગ-અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ આ નિર્ણય પર સંપૂર્ણ રીતે કાયમ રહેશે.
બીજી ટર્મમમાં વડાપ્રધાન પદે ચૂંટાયા બાદ પીએમ મોદીએ રવિવારે તેમના સંસદીય ક્ષેત્રે વારાણસીની બીજી વખત મુલાકાત લીધી હતી. પોતાના સંસદીય ક્ષેત્રમાં 1,200 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, સીએએ અને આર્ટિકલ 370નો નિર્ણય જરૂરી હતો. અનેક દબાણ છતા અમે આ નિર્ણય કર્યો છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આ નિર્ણય પર આગળ પણ મક્કમ રહીશું.
સીએએનો ઉલ્લેખ કરતો નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ‘મહાકાલના આર્શીવાદથી અમે આ નિર્ણય લેવા સક્ષમ થયા, લાંબા સમયથી આ નિર્ણયો અટકેલા હતા. આર્ટિકલ 370 હોય કે સીએએ હોય, અમે દબાણો વચ્ચે પણ આ નિર્ણયો લીધા. હું તમને વિશ્વાસ અપાવું છું કે મહાકાલના આર્શીવાદથી લેવાયેલા આ નિર્ણયો પર આગળ પણ સરકાર કાયમ રહેશે.’ ઉલ્લેખનીય છે કે સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીના શાહીનબાગની જેમ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.
અસમ ખાતે યોજવામાં આવેલા 65માં એમોઝોન ફિલ્મ ફેર એવોર્ડ સમારોહમાં જોયા અખ્તરની ફિલ્મ ગલી બોય ને અનેક એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ વગેરે એવોર્ડ ફિલ્મ ગલી બોયને મળ્યા હતા.
એમેઝોન ફિલ્મ ફેર એવોર્ડને કરણ જોહર, વિક્કી કૌશલ અને વરુણ ધવને હોસ્ટ કર્યો હતો. જ્યારે અક્ષયકુમાર, રણવીરસિંહ, આયુષ્યમાન ખુરાના અને કાર્તિક આર્યનએ ધમાકેદાર પરફોર્મન્સથી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.
The 65th Amazon Filmfare Awards 2020 were hosted in Awesome Assam this year on February 15. The star studded event was hosted by Karan Johar, Vicky Kaushal and Varun Dhawan. ‘Gully Boy’ bagged several awards while Akshay Kumar, Ranveer Singh, Ayushmann Khurrana and Kartik Aaryan entertained the audience with some truly power-packed performances. Several Bollywood celebrities took home the prestigious Black Lady and here’s taking a look at all the winners of the 65th Amazon Filmfare Awards 2020.
ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારાઓનું સંપૂર્ણ લિસ્ટ
Best Film ‘Gully Boy’
Best Director Zoya Akhtar (‘Gully Boy’)
Best Film (Critics) ‘Article 15’ (Anubhav Sinha) ‘Sonchiriya’ (Abhishek Chaubey)
Best Actor In A Leading Role (Male) Ranveer Singh (‘Gully Boy’)
Best Actor (Critics) Ayushmann Khurrana (‘Article 15’)
Best Actor In A Leading Role (Female) Alia Bhatt (‘Gully Boy’)
Best Actress (Critics) Bhumi Pednekar (‘Saand Ki Aankh’) Taapsee (‘Saand Ki Aankh’)
Best Actor In A Supporting Role (Female) Amruta Subhash (‘Gully Boy’)
Best Actor In A Supporting Role (Male) Siddhant Chaturvedi (‘Gully Boy’)
Best Music Album ‘Gully Boy’ l Zoya Akhtar-Ankur Tewari ‘Kabir Singh’ I Mithoon, Amaal Mallik, Vishal Mishra, Sachet–Parampara and Akhil Sachdeva
Best Lyrics Divine and Ankur Tewari – Apna Time Aayega – ‘Gully Boy’
Best Playback Singer (Male) Arijit Singh…Kalank Nahi…’Kalank’
Best Playback Singer (Female) Shilpa Rao…Ghungroo…’War’
Best Debut Director Aditya Dhar – ‘Uri: The Surgical Strike’
Best Debut Actor Abhimanyu Dassani – ‘Mard Ko Dard Nahi Hota’
Best Debut Actress Ananya Pandey – ‘Student Of The Year 2’, ‘Pati Patni Aur Woh’
Best Original Story ‘Article 15’ – Anubhav Sinha and Gaurav Solanki
Best Screenplay ‘Gully Boy’ – Reema Kagti and Zoya Akhtar
Best Dialogue ‘Gully Boy’- Vijay Maurya
Lifetime Achievement Award Ramesh Sippy
Excellence In Cinema Govinda
RD Burman Award For Upcoming Music Talent Sashwat Sachdev- URI
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય
સંયોજક અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ
કર્યા. રામલીલા મેદાન પર કેજરીવાલની સાથે અન્ય 6 ધારાસભ્યોએ પણ શપથ
લીધા. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈસલે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદના શપથ
ગ્રહણ કરાવ્યા. ઉપરાંત,
મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન, ગોપાલ રાય,
કૈલાશ ગહેલોતે પણ મંત્રી પદના શપથ
લીધા.
સીએમના શપથ ગ્રહણ કર્યા બાદ નિવેદનમાં
કેજરીવાલ બોલ્યા,
તમે ગમે તે જાતિ, ધર્મ કે પાર્ટીના હો, કામ હોય તો મારી
પાસે આવજો.
કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીને નંબર વન શહેર બનાવવા માંગુ છું. કેન્દ્ર સરકારની સાથે
મળીને દિલ્હીને આગળ વધારીશું.
તેમણે કહ્યું ચૂંટણી દરમિયાન અમારા
વિરોધમાં બોલનારાઓને અમે માફ કર્યા.
તમે કોઈને પણ વોટ આપ્યો હોય પણ હું
બધાનો મુખ્યમંત્રી છું. આપ,
બીજેપી કે કોંગ્રેસ તમે ગમે તેને વોટ
આપ્યો હોય પણ હું તમારો મુખ્યમંત્રી રહીશ.
કેજરીવાલે કહ્યું કે, પીએમના આશિર્વાદ માંગુ છું.
આપ પક્ષે
વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ પીએમનો બનારસનો પૂર્વ નિર્ધારિત
કાર્યક્રમ હોવાથી તેઓ ઉપલસ્થિત રહી શક્યા નહોતા.
રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં
આપ સમર્થકો પહોંચ્યા છે.
કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે જીત અને
સફળતાનો મંત્ર હોય છે ઝૂકીને ચાલવુ. જનતા માટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર સાથે
મળીને કામ કરશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યુ કે ભારતીય
લોકતંત્રમાં નફરતની રાજનીતિનું કોઈ સ્થાન નથી. કેજરીવાલે જૂની ટીમને પોતાના
વિશ્વાસને બેવડ્યો છે કેમ કે લોકો તેમની પર વિશ્વાસ કરે છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ મનીષ
સિસોદિયાએ શપથ ગ્રહણ કર્યા. આ શપથગ્રહણમાં સામેલ થવા અસંખ્ય દિલ્હીવાસીઓ રામલીલા
મેદાનમાં ઉપસ્થિત રહ્યા.
અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ
સમારોહમાં 50
એવા નાયકોને આમંત્રિત કરવામાં આવ્યા
છે જેઓએ પોતાના આપબળે દિલ્હીની તસવીર બદલવાનું બીડું ઉપાડ્યું છે. તેઓ સાધારણ લોકો
છે,
પરંતુ તેઓએ પોતાની અસાધારણ
ઈચ્છાશક્તિથી દિલ્હીમાં પરિવર્તનનો પાયો નાંખ્યો છે.
કેજરીવાલ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં
નાના બાળકો અરવિંદ કેજરીવાલની વેશભૂષમાં પણ જોવા મળ્યા. આ ઉપરાંત દિલ્હીના અનેક
ભાગોગી આપ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ.
શપથગ્રહણ સમારોહમાં આશરે એક લાખથી
વધારે લોકો હાજરી આપશે તેવો આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. શપથ
સમારોહમાં પીએમ મોદી,
છોટે મફલર મેન, દિલ્હીના સાતેય સાંસદ અને ચૂંટાયેલા ભાજપના આઠ ધારાસભ્યોને આમંત્રણ
આપવામાં આવ્યુ છે
દિલ્હી રાજ્યને પૂર્ણ કદનો દરજ્જો મળ્યો ન હોવાથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકેની મંજૂરી આપતાં કેજરીવાલ તેમના ૬ ધારાસભ્યો સાથે આવતી કાલ ૧૬ ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાન પર આયોજિત ભવ્ય સમારોહમાં સીએમ પદનો હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે.
દિલ્હી વિધાનસભાની પ્રતિષ્ઠાના જંગ સમાન ૭૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં આપ પાર્ટીને સતત બીજી વખત પ્રચંડ બહુમતી મળી હતી. આપ પાર્ટીએ ૭૦માંથી ૬૨ બેઠકો જીતી છે જે બહુમતી માટે ૩૬ બેઠકો કરતાં વધારે છે. સરકારના જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિએ છ ધારાસભ્યોની પણ મુખ્ય પ્રધાનની સલાહ પર પ્રધાન તરીકે નિમણૂક કરી છે. તેઓ પણ આજે પ્રધાનપદના શપથ લેશે.
કેજરીવાલ સાથે ૧૬ ફેબ્રુઆરીએ શપથ લેનારા છ પદનામિત પ્રધાનોમાં ભૂતપૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ‘રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ હર્ષની લાગણી અનુભવે છે. શપથ લેવાના દિવસથી તેમની નિમણૂક અસરકારક રહેશે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપએ ૭૦માંથી ૬૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને બીજેપીને માત્ર આઠ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લઈને હૅટ-ટ્રિક નોંધાવશે. તેઓ ૨૦૧૩માં ૪૯ દિવસ માટે અને ૨૦૧૫માં પાંચ વર્ષ સુધી સીએમ પદે રહ્યા હતા. દિલ્હીના મતદારોએ સતત ત્રીજી વાર આપને સત્તા સોંપી છે.
દિલ્હીના મુખ્ય પ્રધાનોની યાદી
ચૌધરી બ્રહ્મ પ્રકાશ (કૉન્ગ્રેસ) ૧૭ માર્ચ ૧૯૫૨થી ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૫ (બે વર્ષ ૩૩૨ દિવસ)
ગુરુમુખ નિહાલ સિંહ (કૉન્ગ્રેસ) ૧૩ ફેબ્રુઆરી ૧૯૫૫થી ૩૧ ઑક્ટોબર ૧૯૫૬ (૧ વર્ષ ૨૬૧ દિવસ)
મુખ્ય પ્રધાનપદ હટાવવામાં આવ્યું: (૧ નવેમ્બર ૧૯૫૬થી ૧ ડિસેમ્બર ૧૯૯૩) દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો.
મદનલાલ ખુરાના (બીજેપી) બીજી ડિસેમ્બર ૧૯૯૩થી ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ (૨ વર્ષ ૮૬ દિવસ)
સાહિબસિંહ વર્મા (બીજેપી) ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૬થી ૧૨ ઑક્ટોબર ૧૯૯૮ (બે વર્ષ ૨૨૭ દિવસ)
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે આધાર સાથે લિંક નહિ કરાયેલા પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન) ૨૦૨૦ની ૩૧મી માર્ચથી બંધ થશે.
આધાર અને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને લિંક કરવાની મહેતલ અગાઉ અનેક વખત લંબાવાઇ હતી. હવે નવી મહેતલ ૨૦૨૦ની ૩૧મી માર્ચ જાહેર કરાઇ છે. દેશમાં ૨૦૨૦ની ૨૭મી જાન્યુઆરી સુધી અંદાજે ૩૦.૭૫ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને આધાર સાથે લિંક કરાયા હતા.
આમ છતાં, હજી આશરે ૧૭.૫૮ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબરને ૧૨ આંકડાના બાયૉમેટ્રિક આઇડી સાથે લિંક કરવાના બાકી છે.
સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે જે વ્યક્તિને ૨૦૧૭ની પહેલી જુલાઇ સુધીમાં જે લોકોને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર અપાયા હતા તેઓને કલમ ૧૩૯એએના પેટા વિભાગ (૨) હેઠળ આધાર ક્રમાંકની સાથે લિંક નહિ કરાય તો ૨૦૨૦ની ૩૧મી માર્ચ પછી તે બંધ થઇ જશે.
સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસે આવકવેરાના સંબંધિત નિયમમાં સુધારા કરીને તેમાં કલમ ૧૧૪એએએનો ઉમેરો કર્યો હતો.
જાહેરનામામાં જણાવાયું હતું કે જે વ્યક્તિના પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર બંધ થઇ જશે તેણે પરિણામ ભોગવવા પડશે.
યુનિક આઇડૅન્ટિફિકૅશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા દેશના નાગરિકોને આધાર આપે છે અને આવકવેરા વિભાગ અક્ષર તેમ જ આંકડા ભેગા ધરાવતો ક્રમાંક આપે છે.
સમગ્ર વિશ્વમાં
ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે ડર વ્યાપેલો છે. આ બાબતે વર્લ્ડ હેલ્થ
ઓર્ગનાઈઝેશનનાં ટોચનાં વૈજ્ઞાનિકે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જે રીતે ચીનમાં
રોગથી સંક્રમિત લોકોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે તે જોતા વાયરસથી સ્થિતિ વધુ
ભયંકર બની શકે છે. કોરોનાની ઝપેટમાં વિશ્વની બે તૃતિયાંશથી વધુ વસ્તી આવી શકે છે
તેવો આ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે. ચીનમાં વાયરસનાં ફેલાવા પર નજર રાખી રહેલાં ઇરા
લોંગીની નામનાં WHO
સલાહકારે
આ વાત જણાવી છે. તેઓએ વધુમાં કહ્યું હતું વર્તમાન સમયમાં આ વાયરસથી આશરે 60,000થી વધુ લોકો
સંક્રમિત હોઈ શકે છે.
ઇરા
લોંગીનીએ વધુમાં જણાવ્યું હતું કે ચીનમાં હાલ લોકડાઉન જાહેર કરાઈ દેવાયું છે તેમજ
લોકોને ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. આમ છતાં જો વાયરસ તેની
સરહદોની આસપાસનાં દેશોમાં ફેલાશે તો વાયરસ રોકવાની મહેનત પાણીમાં જશે તેમજ ચીનની
નિષ્ફળતા છતી થઇ શકે છે.
જાપાનમાં
પ્રથમ મૃત્યુ નોંધાયું
ચીનમાં
કોરોના વાયરસથી સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે. બીજી તરફ તાજેતરના અહેવાલ અનુસાર
જાપાનમાં પણ કોરોના વાયરસથી એક દર્દીનું મોત નીપજ્યું છે. ચીનને હુબેઇ પ્રાંતમાં
એક જ દિવસમાં આશરે 15,000 નવા કેસો અને 242 લોકોનાં મૃત્યુ નોંધાયા છે જયારે સમગ્ર ચીનમાં કુલ 63,851 મૃત્યુ અને 1380 મૃત્યુ નોંધાયા
છે. આ ઉપરાંત 1716
જેટલા
મેડિકલ સ્ટાફને પણ કોરોના વાયરસની અસર છે.અત્રે નોંધનીય છે કે હુબેઇ પ્રાંત કોરોના
વાયરસનું ઉદ્દભવસ્થાન ગણાઈ રહ્યું છે.
વુહાન
સીફૂડ માર્કેટમાં કોરોના વાયરસ ફેલાયો
કોરોના
વાયરસ ચીનના વુહાન શહેરના સીફૂડ માર્કેટમાં ફેલાયો હતો. એક અહેવાલ મુજબ આ
માર્કેટમાં અનેક પ્રકારના પ્રાણીઓનું વેચાણ થાય છે. આમાં પેંગોલિન, મોર, સાપ, હરણ, ખિસકોલી, શિયાળ, દેડકા, કાચબા, મગરો, બતક, ચામાચીડિયા જેવા
પ્રાણીઓ શામેલ હતા.
સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ (એફએડીએ)ની અરજીને ફગાવતા ફરી એક વખત કહ્યું છે કે દેશમાં બીએસ-4 વાહનનું વેચાણ 31 માર્ચ સુધી જ થઈ શકશે. કંપનીઓએ એપ્રિલના અંત સુધી બીએસ-4 વાહનો વેંચવાની મંજૂરી માગી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તરફથી 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે તો સ્ટોકમાં રહેલા બીએસ-4 વાહન વેંચી શકાશે. જો કે સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.’ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આગામી એક એપ્રિલથી બીએસ-6 અનિવાર્ય છે.
સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018મા ચુકાદો આપ્યો હતો કે 31 માર્ચ 2020 બાદ બીએસ4 વાહનોના રજીસ્ટ્રેશન અને વેંચાણ ઉપર રોક લાગશે. આ આદેશ સામે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સે (એફએડીએ) અરજી દાખલ કરી હતી અને સમયમર્યાદા એક મહિનો લંબાવવા માટેની માગણી કરી હતી.
ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં ત્રણ ગણો ઉછાળો આવ્યા બાદ IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન)ના શેરમાં આશરે 13 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીનો શેર બીએસઇમાં 11.35ટકા ઉછળીને ₹1,579.95એ બંધ આવ્યો હતો.
ગુરુવારમાં શેરની તેજી સાથે કંપનીના શેરમાં ઇશ્યૂ ભાવની સરખામણીમાં 399 ટકાની તેજી આવી છે, પરંતુ હજુ ઘણા એનાલિસ્ટ્સ માને છે કે શેરનો ભાવ વાજબી છે. IRCTCનું લિસ્ટિંગ 14 ઓક્ટોબર 2019ના રોજ થયું હતું. IPOમાં શેરનો ઇશ્યૂ ભાવ ₹320 હતો. કંપનીનો આઇપીઓ 112 ગણો છલકાયો હતો.
ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 179.65ટકા ઉછળીને ₹205.80 કરોડ થયો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹73.59 કરોડનો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની આ કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 64.59 ટકા વધીને ₹715.98 કરોડ થઈ હતી. મજબૂત રિઝલ્ટને પગલે કંપનીના શેરમાં ભારે ખરીદી થઈ હતી.
FY19-22માં વેચાણમાં 22.5ટકા અને ટેક્સ પછીના નફામાં 48.7 ટકા વધારો થવાનો અંદાજ છે. કંપની ટિકિટ બુકિંગ એન્ડ કેટરિંગમાં ઇજારાશાહી ધરાવે છે, તેથી શેરનું વેલ્યુએશન આકર્ષક છે. યીલ્ડ મેક્સિમાઇઝરના સ્થાપક યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે આઇપીઓ વખતે શેરનું મૂલ્ય નીચું હતું. શેરમાં આઇપીઓ ભાવથી આશરે પાંચ ગણો ઉછાળો આવ્યો છે. પરંતુ કંપની કેટરિંગ અને ટિકિટ બુકિંગમા ઇજારાશાહી ધરાવે છે. તે પ્રાઇસિંગ પાવર ધરાવે છે અને બીજા કોઇની સ્પર્ધા નથી.
ધો.12 મેથ્સ (PMC) ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.12 બોર્ડની પરીક્ષા આપી રહેલા મેથેમેટિક્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે વધુ એક પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. હાલમાં વિશ્વમાં સૌથી વધારે જેની જરૂરીયાત વર્તાય રહી છે એ ડેટા સાયન્ટીસ્ટ બનવા માટેના પ્રથમ પગથીયું ગણાતા કોર્સ બેચલર ઓફ સ્ટેટેસ્ટીક્સ અને બેચલર ઓફ મેથેમેટીક્સ કોર્સ કે જે ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટ, કોલકાત્તા ખાતે કાર્યરત છે તેમાં પ્રવેશ માટેની પરીક્ષા તા.10મી મે 2020ના રોજ લેવામાં આવશે.
ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટમાં બી.સ્ટેટ. અને બી.મેથ. કોર્સમાં પ્રવેશ માટે ધો.12 એ ગ્રુપ એટલેકે મેથેમેટિક્સ અને અંગ્રેજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓ અને જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા 2020માં આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશ અંગેની સઘળી માહિતી અત્રે પ્રસ્તુત છે.
Indian Statistical Institute (ISI) Kolkata has commenced the online application process for admission to the Degree and Diploma programmes as well as Junior Research Fellowships on its official website today i.e. February 14, 2020. The interested candidates can submit application forms through the official website of ISI — isical.ac.in.
The last date to apply online for ISI admission 2020-21 is July 31, 2020. The admission notification reads “Stipends/Fellowships as mentioned against each programme will be available to the deserving candidates subject to satisfying the minimum academic qualification.”
Selection Procedure
The selection process will be based on the candidates’ performance in written test and interviews conducted by the Institute subject to satisfying the minimum academic qualification.
Application Fee
All male applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 1250.
All-female applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 750.
The application fee for reserved (OBC-NCL/SC/ST/PwD) category candidates is Rs 625.
Helpdesk
Candidates can contact on the helpdesk number provided below if required.
રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) હેઠળ મળેલી જાણકારી
અનુસાર,
ચાલુ નાણાંકીય વર્ષ પહેલાના 9 મહિના (એપ્રિલ-ડિસેમ્બર-2019) દરમિયાન 18
સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના કુલ 8,926 કેસો સામે આવ્યા છે. ઈન્દોરના નિમચના રહેવાસી RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, ભારતીય રીઝર્વ બેંકે તેમને RTI હેઠળ આ જાણકારી આપી
છે.
આરટીઆઈ હેઠળ પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેન્કિંગ છેતરપિંડીનો સૌથી વધુ શિકાર બની છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એસબીઆઈ દ્વારા રૂ.30,300.01 કરોડ રૂપિયાની બેંકિંગ ફ્રોડના 4,769 કેસ નોંધાયા છે. આ રકમ આ સમયગાળા દરમિયાન સરકારી બેંકમાં બેન્કિંગ છેતરપિંડીના નોંધાયેલા કેસોના કુલ રકમ રૂ.1,17,463.73 કરોડની લગભગ 26 ટકા જેટલી રકમ છે.
એસબીઆઈ – રૂ.30,300.01 કરોડ – 4,769 કેસ
પંજાબ નેશનલ બેંક – રૂ.14,928.62 કરોડ – 294 કેસો
બેંક ઓફ બરોડા – રૂ.11,166.19 કરોડ – 250 કેસો
અલ્હાબાદ બેંક – રૂ.6,781.57 કરોડ – 860 કેસ
બેંક ઓફ ઇન્ડિયા – રૂ.6,626.12 કરોડ – 161 કેસ
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – રૂ.5,604.55 કરોડ – 292 કેસ
ઇન્ડિયન ઓવરસીઝ બેંક – રૂ.5,556.64 કરોડ – 151 કેસ
ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ – રૂ.4,899.27 કરોડ – 282 કેસ
કેનેરા બેંક,
યુકો બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ
ઇન્ડિયા,
આંધ્ર બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઈન્ડિયન બેંક અને
પંજાબ એન્ડ સિંધ બેંકમાં કુલ રૂ.31,600.76 કરોડની બેન્કિંગ
છેતરપિંડીનો સમાવેશ થાય છે. આરબીઆઈ દ્વારા આરટીઆઈ અંતર્ગત આપવામાં આવેલી માહિતીમાં
બેન્કિંગ ફ્રોડનો શિકાર બનેલી બેંકો અથવા તેના ગ્રાહકોને થયેલા નુકસાન અંગે કોઈ
ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.
આ વાળ તડકામાં સફેદ થયા નથી પણ ડહાપણથી શ્ર્વેત બન્યા છે, તેવું વૃદ્ધો અવારનવાર કહેતા હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાળ તણાવથી સફેદ થતાં હોય છે. આ અંગેનો એક સંશોધનથી જાણી શકાયું છે કે લાંબા સમયથી તણાવનો સામનો કરનારાઓના શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બની જતી હોય છે. જેની આડઅસરથી વાળ ધોળા થઈ જતા હોય છે. જો નર્વસ સિસ્ટમને સક્રિય ન થવા દઈએ તો વાળ ધોળા થવાની સંભાવના ઘટી જાય છે, તેવું ઉંદરો પર થયેલું સંશોધન દર્શાવે છે.
‘નેચર’ સામયિકમાં આ અંગેનો અભ્યાસ પ્રકાશિત થયો છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના થિઆગો મટ્ટર કુન્હાએ કહ્યું કે ‘લાંબા સમયથી માનવામાં આવતું હતું કે તણાવથી વાળ સફેદ થતા હોય છે, પણ આ માન્યતા માટે કોઈ આધાર મળતો ન હતો. અમારા અભ્યાસથી શોધી શકાયું છે કે શરીરમાં શું થવાથી વાળ સફેદ થતા હોય છે અને આ પ્રક્રિયા અટકાવવાનો માર્ગ અમે શોધી શક્યા છે.’ મોરોક્કોમાં થતા કેકટ્સ પ્રકારના પ્લાન્ટમાંથી મેળવેલું રેસિનિફેરાટોક્સીન ઉંદરમાં ઈન્જેક્ટ (દાખલ) કરવામાં આવ્યું હતું. આ ટોક્સીન (ઝેરી પદાર્થ) ઘણાં સપ્તાહ સુધી કાળા ઉંદરમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેને ખૂબ જ પીડા સહન કરવી પડી હતી અને તે પછી તેના વાળ સફેદ થયા હતા. સીડીકે (સાઈક્લીનડિપેન્ડેન્ટ કિનાસે) નામના પ્રોટીનથી વાળ સફેદ થતાં હોવાની સંંશોધનકારોને જાણ થઈ હતી. તે પછી સીડીકે ઈનહિબિટર (સીડીકેને અટકાવનાર) ઉંદરમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું તો ખબર પડી કે વાળ સફેદ થવાનું અટકી ગયું હતું. હાર્વર્ડના કુન્હાએ કહ્યું કે ‘ઉંદરોમાં રેસિનિફેરાટોક્સીન ઈન્જેક્ટ કરવામાં આવ્યું તે પછી અમે તેમને ગુઆનેથિડિન આપ્યું હતું જે એન્ટી-હાઈપરટેન્સિવ (તાણ ઘટાડે) છે અને અમે અવલોકન કર્યું કે વાળનો રંગ સફેદ થતો અટકાવી શકાયો હતો.
ઉંદરને થતી પીડાથી શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બનતી હોય છે અને એડ્રેનલિન અને કોર્ટિસોલ હોર્મોન ઉત્તેજિત થઈ જતા હોય છે. હૃદય ઝડપભેર ધબકવા લાગે છે. બ્લડપ્રેશર વધી જતું હોય છે. શ્ર્વાસોશ્ર્વાસ ઝડપી બને છે. ડોળા પહોળા થાય છે
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.