ઇન્ડીયા Archives - Page 109 of 217 - CIA Live

July 7, 2020
modi_trump.jpg
1min6860

Jayesh Brahmbhatt 98253 44944

એક તરફ સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે ભારત અમેરિકાનું શ્રેષ્ઠ મિત્ર છે. ભારત અમેરીકાને ચાહે છે. ભારત અને અમેરિકા સાથે છે. પણ બીજી તરફ છેલ્લા 7 દિવસમાં અમેરિકાએ ભરેલા બે પગલાંઓને કારણે ભારતના લાખો વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મૂકાય ગયા છે.

વિતેલા સપ્તાહે વીઝા પર પ્રતિબંધ મૂકીને ભારતીયોની ઉંઘ હરામ કરી નાંખી

અગાઉ વિતેલા સપ્તાહે અમેરીકાએ એચ-વનબી વીઝા પર બેન મૂકી દઇને અમેરીકામાં હાલ વ્યવસાય, નોકરી કરતા લાખો લોકો અને તેમના પરિવારો તેમજ હવે પછી આ ક્વોટામાં અમેરીકા જવા બિલકુલ તૈયાર લાખો ભારતીય યુવકોની ઉંઘ હરામ કરી દીધી છે. એચ-વન બી વીઝા બેનથી સૌથી વધુ અસરગ્રસ્ત જો કોઇ બનશે તો એ ભારતીય યુવાનો અને તેમના પરિવારજનો છે.

હવે અમેરીકામાં ઓનલાઇન સ્ટડી કરી રહેલા વિદ્યાર્થીઓ જો રેગ્યુલર ક્લાસીસમાં નહીં જાય તો ફરજિયાત ડિપોર્ટ (પ્લેનમાં બેસાડીને રવાના)

તા.7મી જુલાઇએ એવા સમાચારોએ અમેરીકામાં રહીને હાલ કોવીડ 19ના લીધે ઓનલાઇન સ્ટડી કરી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓની ઉંઘ હરામ કરી દીધી છે. અમેરીકાએ નિર્ણય કર્યો છે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે ક્યાં તો એ પ્રત્યક્ષ રીતે ક્લાસીસ જોઇન કરી લે અન્યથા તેમને શોધી શોધીને વતન વાપસી કરવામાં આવશે. આ નિર્ણય અમેરીકામાં વસતા તમામ દેશના વિદ્યાર્થીઓને લાગુ પડશે. પરંતુ, અંહી એ વાત નોંધવી ઘટે કે સૌથી વધુ વિદ્યાર્થીઓ જો અમેરીકામાં હોય તો એ ભારતીય વિદ્યાર્થીઓ છે.

7 દિવસમાં ઉપરા છાપરી બે નિર્ણયોથી લાખો ભારતીયો મુશ્કેલીમાં

સાત દિવસમાં જ અમેરીકાની ટ્રમ્પ સરકારે બે એવા નિર્ણયો કર્યા કે જેની સીધી અસર ભારતના લાખો યુવાનો, નોકરીયાતો, વિદ્યાર્થીઓ પર થઇને પડી છે ત્યારે સવાલ એ થાય છે કે સાલુ અમેરીકા ભારતનું દોસ્ત છે કે દુશ્મન?

July 7, 2020
moratorium.jpg
1min7080

બેન્કો અને નોન-બેન્ક ધિરાણકારોનું સિસ્ટમ લેવલ મોરેટોરિયમ 30 ટકાની નીચે પહોંચી ગયું છે કારણ કે, મોટા ભાગના ધિરાણકારો ગ્રાહકોને છ મહિનાનું ફુલ મોરેટોરિયમ નહીં લેવાની સલાહ આપે છે. બેન્કો ગ્રાહકોને સમજાવે છે કે, આટલું લાંબું મોરેટોરિયમ લેવાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે અને ભવિષ્યમાં ઇન્ટર્નલ રેટિંગ્સ ઘટી શકે છે. ધિરાણકારોને બીક પણ છે કે, છ મહિના સુધી લોનના હપતા નહીં ભરવાને કારણે ગ્રાહકોની પેમેન્ટ કરવાની વર્તણૂક પર અસર પડી શકે છે.

એક એક્સપર્ટ ઓપિનિયન એવો પણ છે કે બેન્કો કોઈ ગ્રાહક જૂનથી ઓગસ્ટ માટે પણ મોરેટોરિયમ માંગે તો તેની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને પછી જ રાહત આપવાનો નિર્ણય લે છે.

જે ગ્રાહકો બીજી વખત મોરેટોરિયમનો વિકલ્પ અપનાવવા માંગે છે અમે તેમનું વિગતવાર મૂલ્યાંકન કરીએ છીએ. ગ્રાહકને બીજી વખત રાહત આપતાં પહેલાં તેની પાસે કેટલી રોકડ છે તે ચકાસીએ છીએ. જે ગ્રાહકોએ મોરેટોરિયમ લીધું હોય અને ટોપ-અપ લોન મેળવવા માંગતા હોય તેવા કિસ્સામાં અમે વધારે સાવધાની રાખીએ છીએ.”

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મે મહિનામાં તમામ ધિરાણ સંસ્થાઓને ઓગસ્ટ સુધીના વધુ ત્રણ મહિના સુધી લોનધારકો પાસેથી લોન વસૂલવામાં રાહત આપવાની છૂટ આપી હતી. પ્રથમ મોરેટોરિયમ પિરિયડ (માર્ચથી જૂન)માં ધિરાણકારો પાસેથી લેવાયેલા કુલ લોનનો 50 ટકા જેટલો હિસ્સો સિસ્ટમ લેવલ મોરેટોરિયમનો હતો.

બેંકો ગ્રાહકોને મોરેટોરિયમ નહીં લેવા માટે પ્રોત્સાહિત કરે છે કેમકે આ મફતના પૈસા નથી. મોરેટોરિયમની રકમ પર વ્યાજ પણ લાગે છે, જે ગ્રાહકોને આની સમજ છે તેઓ મોરેટોરિયમ લેતા નથી. મને લાગે છે કે, હવે મોરેટોરિયમ લેવલમાં નોંધપાત્ર ઘટાડો થશે.

જાણકારો કહે છે કે ગ્રાહકોને હવે મોરેટોરિયમનું ગણિત સમજાઈ ગયું છે અને એક સમયે 35 ટકા લોનધારકોએ મોરેટોરિયમ લીધું હતું, જે હવે ઘટીને 20 ટકા છે. એપ્રિલથી મે મહિનામાં કલેક્શન અસરકારક રીતે બમણું થઈ ગયું છે અને ફરીવાર મેથી જૂનમાં પણ તે બમણું થયું હતું. હવે કલેક્શન પ્રિ-કોવિડ પહેલાંના લેવલના 60 ટકાએ પહોંચ્યું છે.

એક સરવે રિપોર્ટ કહે છે કે હોમ લોનના હપતા ભરવા એ કોઈ પણ ગ્રાહક માટે સૌથી મહત્ત્વની બાબત હોય છે ત્યારે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના માત્ર 20 ટકા ગ્રાહકોએ જૂનમાં મોરેટોરિયમ લીધું હતું, જે ઘણું ઓછું કહેવાય.

મોરેટોરિયમ લેવલ પણ 93 ટકાની ટોચથી ઘટીને જૂનના અંતે 50 ટકા થયું હતું. તેના MFI બિઝનેસનું મોરેટોરિયમ 100 ટકાથી ઘટીને 56 ટકા થયું હતું, જ્યારે સ્મોલ બિઝનેસિસમાં આ લેવલ 42 ટકા થયું હતું.

વર્તમાન લોન મોરેટોરિયમને કારણે ધિરાણકારોની એસેટ ક્વોલિટી અંગેની અનિશ્ચિતતા ઘણી વધી ગઈ છે. જો આમાંથી 10-20 ટકા ડિફોલ્ટ થશે તો બેન્કોનો સ્લિપેજ રેટ વધીને 3-8 ટકા થઈ શકે છે. એજન્સીને અંદાજ છે કે, ગ્રોસ બેડ લોન માર્ચ ’20ના 8.6 ટકાથી વધીને માર્ચ ’21 સુધીમાં 11.6 ટકાએ પહોંચી શકે છે.

છ મહિનાનો મોરેટોરિયમ ઓફર કરવા માટે ઉત્સાહી નથી, તેના કારણે ગ્રાહકની પેમેન્ટ કરવાની વર્તણૂકમાં ફેરફાર થઈ શકે છે. ગ્રાહકને ખરેખર રાહતની જરૂર છે કે નહીં તેનો વિગતે અભ્યાસ કરીને અમે રાહત આપવાનો નિર્ણય કરીએ છીએ. એમ નિષ્ણાંતો કહી રહ્યા છે.

July 6, 2020
corona_testing.png
1min6330

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં ગતરોજ તા.5મી જુલાઇને રવિવારે બધા રાજ્યો મળીને કુલ 1 કરોડ (10 મિલિયન) કોવીડ-19 લેબોરેટરી ટેસ્ટ પૂરા કરવામાં આવ્યા હતા. આ એક કરોડ ટેસ્ટમાંથી ભારતમાં કોરોના પોઝીટીવ હોય તેવા 6 લાખ 97 હજાર 413 લાખ દર્દીઓ મળી આવ્યા હોવાની અધિકૃત માહિતી આઇ.સી.એમ.આર. દ્વારા આપવામાં આવી હતી.

આઇ.સી.એમ.આર. સંસ્થાના અધિકારીએ આપેલી માહિતી મુજબ દેશમાં હાલ દૈનિક 3 લાખ કોવીડ ટેસ્ટિંગની કેપેસીટી છે જે વધુ વિકસાવવામાં આવી રહી છે. હાલની ટેસ્ટીંગ માટેની માળખાગત સુવિધાઓમાં કુલ 1105 લેબોરેટરી થકી દેશભરમાં કોવીડ ટેસ્ટિંગ થઇ રહ્યા છે. જેમાં 788 સરકારી લેબોરેટરીઝ, 317 પ્રાઇવેટ લેબોરેટરીઝ, 592 આર.ટી.-પીસીઆર લેબ્સ, ટ્રુનેટ લેબ્સ 421 અને સીબીનાટ લેબ્સ 92નો સમાવેશ થાય છે.

રવિવાર તા.5મી જુલાઇના દિવસે ભારતમાં એક દિવસમાં સૌથી વધુ પરીક્ષણનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. કુલ 1 લાખ 80 હજાર 596 કોવીડ ટેસ્ટીંગ રવિવાર તા.5મી જુલાઇના દિવસે હાથ ધરવામાં આવ્યા હતા.

છેલ્લા 14 દિવસોમાં ભારતમાં આક્રમક ટેસ્ટીંગ અપનાવાયું હતું. જેમાં દૈનિક સરેરાશ 2.15 લાખ ટેસ્ટ અને છેલ્લા પાંચ દિવસમાં જ 1 મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

As per the Health Ministry, there are 2,53,287 active cases in the country while 4,24,432 patients have been cured or discharged, while one patient has migrated.

Latest on CiA Live web

July 6, 2020
corona_india.jpg
1min5750

ભારત દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ફરી એકવાર 24,000ને પાર કરી ગયો છે. સોમવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 24,248 નવા કેસ નોંધાયા હતા અને 425 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 6,97,413 કેસ નોંધાયા છે. જેમાંથી 2,53,287 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4,24,433 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 19,693 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 6,555 નવા કેસ નોંધાયા છે અને 151 લોકોના મોત થયા છે. જ્યારે 3,658 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,06,619 થઈ ગયો છે. તેમાંથી 86,057 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 8,822 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,11,740 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 725 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા હતા. જ્યારે 486 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 36,123 થઈ ગયો છે. જેમાંથી 8,202 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 1,945 લોકોના મોત થયા છે અને 25,902 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 5 જુલાઈ સુધીમાં કોરોનાના 99,69,662 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 1,80,596 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

July 6, 2020
recovery_rate.jpeg
1min5090

તારીખ 5 જુલાઇને રવિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૬.૭૩ લાખ અને મૃતકોની સંખ્યા વધીને ૧૯,૨૬૮ થઇ છે. દેશમાં કોરોનાના સાજા થનાર કુલ દરદીની સંખ્યા વધીને ૪,૦૯,૦૮૨ થઇ છે.

ગુજરાતમાં કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર ઊંચો હોવાની વાત કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે રવિવારે જાહેર કરી હતી. આ સાથે એમણે જણાવ્યું હતું કે દેશના ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર વધ્યો છે, પણ એમાં મહારાષ્ટ્રનું નામ સામેલ નથી.

આ સાથે હાલ કોરોનાના સક્રિય દરદીની સંખ્યા રવિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં ૨,૪૪,૮૧૪ હોવાની માહિતી જાણવા મળી હતી.

પાછલા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૧૪,૮૫૬ દરદી સાજા થયા હતા.

જે ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓ સાજા થવાનો દર ઊંચો છે, એમાં

  • ચંડીગઢ (૮૫.૯ ટકા),
  • લદ્દાખ (૮૨.૨ ટકા),
  • ઉત્તરાખંડ (૮૦.૯ ટકા),
  • છત્તીસગઢ (૮૦.૬ ટકા),
  • રાજસ્થાન (૮૦.૧ ટકા),
  • મિઝોરમ (૭૯.૩ ટકા),
  • ત્રિપુરા (૭૭.૭ ટકા),
  • મધ્ય પ્રદેશ (૭૬.૯ ટકા),
  • ઝારખંડ (૭૪.૩ ટકા),
  • બિહાર (૭૪.૨ ટકા),
  • હરીયાણા (૭૪.૧ ટકા),
  • ગુજરાત (૭૧.૯ ટકા),
  • પંજાબ (૭૦.૫ ટકા),
  • દિલ્હી (૭૦.૨ ટકા),
  • મેઘાલય (૬૯.૪ ટકા),
  • ઓડિસા (૬૯ ટકા),
  • ઉત્તર પ્રદેશ (૬૮.૪ ટકા),
  • હિમાચલ પ્રદેશ (૬૭.૩ ટકા),
  • પશ્ર્ચિમ બંગાળ (૬૬.૭ ટકા),
  • આસામ તથા જમ્મુ અને કાશ્મીર(૬૨.૪ ટકા)નો સમાવેશ થાય છે.
July 5, 2020
breaking_CIA-1280x831.jpg
1min5010

વંદે ભારત મિશન અંતર્ગત અમેરીકામાં હાલ કોવીડ-19ની સૌથી માઠી અસર વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે એર ઇન્ડિયાએ ભારત સરકારની સૂચનાથી લોંચ કરેલા વંદે ભારત મિશન અંતર્ગત આગામી તા.11 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે કુલ 36 ફ્લાઇટ્સ અમેરિકાથી ભારત ઉડાડશે.

અમેરીકામાં ચીકાગો, સાન ફ્રાન્સિસ્કો અને ન્યુયોર્ક એરપોર્ટથી ભારત પરત ફરવા અંગેની ફ્લાઇટ્સના બુકિંગ તા.6 જુલાઇ 2020ના રોજ જુદાજુદા સમયે શરૂ કરવામાં આવશે. આ તમામ ફ્લાઇટ્સના બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ્સ પરથી કરી શકાશે.

રવિવારે તા.5મી જુલાઇએ એર ઇન્ડિયાએ ટ્વીટર હેન્ડલ પરથી આ મહત્વની જાહેરાત કરી હતી.

July 5, 2020
rain-1280x720.jpg
1min5780
Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.

મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર

ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.

રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.


July 4, 2020
penumbral-eclipse-1593172380.jpg
2min5990

આવતીકાલ તા.5 જુલાઇને રવિવારે ખગોળીય તખ્તા પર ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ આકાર પામશે. રવિવાર તા.5મી જુલાઇએ ગુરૂપૂર્ણિમા અવસર છે જે ભારતમાં રંગેચંગે ઉજવાશે પરંતુ, ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી વિધ્વાનો, પંડિતોએ રવિવારના ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતકના નિયમો માનવા ભાવિકોને ના પાડી છે. ચંદ્ર ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.

5 જુલાઇ રવિવારે ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. એક મહિનાની અંદર આવતું આ ત્રીજું ગ્રહણ છે. આ ગ્રહણ વાસ્તવિક ચંદ્ર ગ્રહણ ન થતાં એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. ઉપછાયા ચંદ્ર ગ્રહણને ધાર્મિક રીતે વધારે માન્યતા આપવામાં નથી આવતી. 5 જુલાઇના લાગનારું આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગ્યે 37 મિનિટે શરૂ થશે જે 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.

ભારતમાં નહીં દેખાય ચંદ્રગ્રહણ

તા.5મી જુલાઇનું ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ યૂરોપ અને આફ્રિકાના અમુક ભાગમાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. ગ્રહણ કાળમાં ચંદ્ર ક્યાંયથી પણ કપાયેલું નહીં પણ સંપૂર્ણ આકારમાં દેખાશે. ગ્રહણ કાળ દરમિયાન ચંદ્રમાઁ ધનુ રાશિમાં હશે.

5 જુલાઇના લાગનારું આ ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. શાસ્ત્રોમાં ઉપછાયા ચંદ્ર ગ્રહણને ગ્રહણ માનવામાં નથી આવતું, તેથી આ દિવસે કોઇપણ કાર્ય પર પ્રતિબંધ પણ નહીં હોય. જો કે, જ્યોતિષવિદ કેટલીક સાવચેતીઓ રાખવાની સલાહ આપે છે. આ ગ્રહણ ધનુ રાશિમાં પૂર્વાષાઠા નક્ષત્ર દરમિયાન, શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના લાગશે. ખાસ વાત એ છે કે આ દિવસે ગુરૂપૂર્ણિમા પણ છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.

5 જુલાઇના લાગનારું ચંદ્ર ગ્રહણ એક મહિનામાં લાગનારું ત્રીજું ગ્રહણ હશે. 5 જૂનના ચંદ્ર ગ્રહણ હતું, 21 જૂને સૂર્ય ગ્રહણ હતું અને હવે ફરી 5 જુલાઇના ચંદ્ર ગ્રહણ લાગવાનું છે.

ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે

उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून की रात 2 बजकर 32 मिनट के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा।

चंद्र ग्रहण भी सूर्य ग्रहण की तरह ही एक खगोलीय घटना है। वैज्ञानिक रूप से ये जितना महत्वपूर्ण माना गया है उतना ही महत्वपूर्ण ये धार्मिक व ज्योतिषीय दृष्टि से भी है। चंद्रमा पर धरती की छाया पड़ने से चंद्र ग्रहण लगता है। लेकिन 5 जून को लगने वाला ग्रहण उपच्छाया चंद्र ग्रहण होगा। ये ग्रहण भारत, यूरोप, अफ्रीक, एशिया और ऑस्ट्रेलिया में दिखाई देग। उपच्छाया चंद्र ग्रहण होने के कारण सूतक काल का प्रभाव कम रहेगा। ज्योतिष में उपच्छाया को ग्रहण का दर्जा नहीं दिया गया है। जिस कारण इसका सूतक काल भी नहीं माना जाता। ये ग्रहण वृश्चिक राशि और ज्येष्ठा नक्षत्र में लगने जा रहा है। जो भारत में भी दिखाई देगा। जानिए इस ग्रहण के बारे में पूरी डिटेल…

ग्रहण का समय: उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून 2.32 AM के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा। चंद्र ग्रहण का सूतक ग्रहण लगने से 9 घंटे पहले शुरू हो जाता है।

चंद्र ग्रहण और उपच्छाया चंद्र ग्रहण में अंतर? इससे पहले इसी साल 10 जनवरी को भी उपच्छाया चंद्र ग्रहण लगा था और अब 5 जून को ज्येष्ठ पूर्णिमा के दिन लगने वाला ग्रहण भी ऐसा ही होगा। चंद्र ग्रहण तब माना जाता है जब पृथ्वी सूर्य और चंद्रमा के बीच में आ जाती है और धरती की पूर्ण या आंशिक छाया चांद पर पड़ती है। इससे चांद का बिंब काला पड़ जाता है। इसे खुली आंखों से देखा जा सकता है।

तो वहीं उपच्छाया चंद्र ग्रहण देखने में सामान्य पूर्णिमा के चांद की तरह ही नजर आएगा। जिसमें अंतर कर पाना मुश्किल होगा। बता दें कि ग्रहण लगने से पहले चंद्रमा पृथ्वी की उपच्छाया में प्रवेश करता है जिसे चंद्र मालिन्य कहते हैं अंग्रेजी में इसको (Penumbra) कहते हैं। इसके बाद चांद पृथ्वी की वास्तविक छाया यानी भूभा (Umbra) में प्रवेश करता है। जब ऐसा होता है तब ही वास्तविक ग्रहण होता है। लेकिन कई बार चंद्रमा धरती की उपच्छाया में प्रवेश करके बिना भूभा में जाए ही बाहर निकल कर आ जाता है। इसलिए उपच्छाया के समय चंद्रमा का बिंब केवल धुंधला पड़ता है, काला नहीं। इस धुंधलापन को सामान्य रूप से देखा भी नहीं जा सकता है। इसलिए चंद्र मालिन्य मात्र होने की वजह से ही इसे उपछाया चंद्र ग्रहण कहते हैं ना कि चंद्र ग्रहण।


July 4, 2020
home-isolation-1280x768.jpg
1min4840

મોટી સંખ્યામાં લોકોને કોરોનાના લક્ષણો જોવા મળતા નથી એની નોંધ લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે અસિમ્પ્ટોમિક પોઝિટિવ દર્દીઓને હળવા અથવા પ્રિ-સિમ્પ્ટોમિક કોરોના ચેપના કેસોની સૂચિમાં સમાવવા માટે હોમ આઇસોલેશનની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

હવેથી હોમ આઇસોલેશનના દર્દીઓને લક્ષણોની શરૂઆતના દસ દિવસ પછી અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તે પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ત્યાર બાદ તેમને સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવશે. હોમ આઇસોલેશન બાદ ટેસ્ટિંગની જરૂર નથી.

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે વિવિધ જાહેરાત કરાય છે. આ ઉપરાંત દરેક રાજ્ય પાસેથી મળતા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અંગે પણ નોંધ રખાય છે. અમુક રાજ્ય દર્દીઓની સંખ્યા ઘણી મોડી જણાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે.

July 3, 2020
modi_inleh.jpg
1min4840

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લદ્દાખના લેહની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત જાણકારી ખૂબ જ ઓછા લોકોને હતી. શુક્રવારે સવારે જ્યારે તેઓ લેહ પહોંચ્યા ત્યારે જ લોકોને આ અંગે જાણ થઈ. મોદીના આગમન અગાઉ તે લોકોને ફક્ત એટલી જ જાણકારી હતી કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત જ લેહ આવી રહ્યા છે.