CIA ALERT

ગુજરાત Archives - Page 97 of 158 - CIA Live

January 2, 2020
patidar.jpg
2min10450

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020’ 3 જાન્યુઆરીથી અમદાવાદમાં

ગુજરાતમાં પાટીદારો પ્રભાવશાળી રહ્યા છે અને રહેશે. ગુજરાતમાં સામાજિક, રાજકીય દ્રષ્ટીએ પાટીદાર પાવર જબરદસ્ત રીતે કાર્ય કરે છે. પણ જો પાટીદારોને બિઝનેસ પાવર કેટલો, એ બાબતની અનૂભુતિ કરવી હોય તો તા.3થી 5 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ ખાતે યોજાઇ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020ની મુલાકાત લેવી પડે. અહીં અનેક જાણ્યા અજાણ્યા પાટીદાર બિઝનેસ મેન, ધંધા રોજગાર્થીઓનો મેળાવડો જામશે.

સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા ‘સરદાર ધામ’ના ઉપક્રમે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) તા.૩થી ૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે.

પાટીદારોની મેગા બિઝનસ ઇવેન્ટ : 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિ : 1000થી વધુ સ્ટોલ્સ

સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’(GPBS-2020)માં દેશ-દુનિયાના પ્રથમ હરોળના ૧૦,૦૦૦થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ, ૧,૦૦૦થી વધુ સ્ટોલ્સ, સર્વ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર સમિટ દરમિયાન સાત લાખથી વધુ વિકાસપ્રેમ, રાષ્ટ્રવાદી ભાઈ-બહેનો મુલાકાત લેશે. આ સમિટનો હેતુ સમાજનાં નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. સમાજમાં નવા ઉદ્યોગપતિ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું તથા સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવાનો છે. 

સૂરતથી હજારો પાટીદારો જોડાશે

અમદાવાદ ખાતે યોજાઇ રહેલી પાટીદારોની સૌથી મોટી બિઝનેસ મીટમાં સૂરતથી ખાસ કરીને સૂરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવકો આ સમીટમાં જોડાઇ રહ્યા છે. અનેક ઉદ્યોગપતિઓ, રોજગારોના સ્ટોલ્સ પણ અહીં જોવા મળશે. સૂરતના અનેક ઉદ્યોગપતિઓ આ સેશનમાં પોતાનું વક્તવ્ય પણ આપવાના છે.

ઉદ્ઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સવારે ૧૦ વાગ્યે કન્વેન્શન હોલ નં.૫ ખાતે થશે. સાથે જ દીકરી સ્વાવલંબન યોજનાનો શુભારંભ થશે. ઉદ્‌ઘાટનના સમારોહમાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

સેશન વાઇઝ

ઉદઘાટનના સાથે જ કન્વેન્શન હોલ નં.૫ ખાતે સેશન-૧માં ઉદ્‌ઘાટન સમારોહ અને દીકરી સ્વાવલંબન યોજનાનો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સર્સ તથા દેશ-વિદેશના બિઝનેસમેન ઉપસ્થિત રહેશે.

સેશન-૨માં વિવેક બિન્દ્રા (બિઝનેસ કોસચ)નું વ્યાખ્યાન બપોરે ૧.૩૦થી ૨.૩૦ દરમિયાન થશે. ત્યારબાદ સફળતાના સૂત્રો જયંતીભાઈ પટેલ(મેઘમણી ગ્રૂપ) અને ગોવિંદભાઈ ધોળકિયા(રામકૃષ્ણ એક્સપોર્ટ) દ્વારા રજૂ થશે.

સેશન-૪માં પ્રખર વક્તા કુમાર વિશ્વાસ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૫માં સાંજે ૪.૩૦ વાગ્યાથી ‘પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ’ અપાશે. સવજીભાઈ ધોળકિયા, પ્રખર વક્તા જય વસાવડા ઉપસ્થિત રહેશે.

જ્યારે સેશન-૬માં સ્ત્રી-સશક્તિકરણ અંગે કાઝલ ઓઝા-વૈદ્ય પોતાના વિચારો  રજૂ કરશે.

બીજા દિવસની ઇવેન્ટ્સ

સમિટના બીજા દિવસે તા.૪ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સેશન-૭ બિઝનેસમાં ચેતન ભગત પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૮માં ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અંગે જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૯ બિઝનેસમાં ડિસિપ્લિન અંગે પેનલ ડિસ્ક્શન થશે.

સેશન-૧૦માં અસરકારક બ્રાન્ડ બિલ્ડિંગ અંગે ડિસ્કશન થશે. જ્યારે સેશન-૧૧માં એગ્રિકલ્ચરમાં ઇનોવેશન અંગે તજજ્ઞો ગોપાલ સુતરિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૧૨ અંતર્ગત સાંજે ૫.૩૦ વાગ્યાથી સમાપન સમારોહ યોજાશે.જ્યારે એક્ઝિબિશન તા.૫મી જાન્યુઆરીના રોજ ખુલ્લું રહેશે. 

400 કરોડ ફંડ એકઠું કરવાનું ધ્યેય

GPBS 2020 અંતર્ગત પ્રથમ દિવસે, તા.૩ જાન્યુઆરીએ એક વિશેષ રિબિન-કટિંગ સમારોહનું આયોજન થશે. જેનો હેતુ “એકતાથી સમૃદ્ધિ તરફ”ના અનુસંધાનમાં રહેશે. જે અંતર્ગત 1000 પ્રદર્શકો એક સાથે 1000 ફૂટ લાંબી રિબિન કાપીને સમિટની શરૂઆત કરશે. આ સમિટની અન્ય વિશેષતા ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ હશે.  જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા એક અદ્વિતીય તક પુરી પાડશે. ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ દ્વારા પસંદ પામેલ 50 બિઝનેસ મોડેલ્સનું ~ 400 કરોડ ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરાશે. 


સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે નવનિર્મિત સરદારધામ, વૈષ્ણોદેવી સર્કલ, એસ.જી.હાઈવે ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૫૦ ફૂટની ૧૭,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું અનાવરણવિધિ 
તા.૩ જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ વાગ્યે થશે. અનાવરણ વિધિ પ્રતિમાના દાતા રણછોડભાઈ જોઇતારામ પટેલ પરિવાર(રણજિત બિલ્ડકોન) તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સરર્સની ઉપસ્થિતિમાં યોજાશે.  

January 2, 2020
medical_logo.jpg
1min4910

ગુજરાતના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડિકલ કૉલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડિકલ કૉલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે ત્યારે રાજ્યમાં નિર્માણ થનારી આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના ૬૦ ટકા લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ ટકા લેખે રૂ.૧૩૦ કરોડ મળી કુલ-૫ કોલેજો રૂ.૧૬૨૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. આ પ કોલેજો માટે રાજય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે. જેમાં હયાત હૉસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની સુવિધાવાળી હૉસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ ૫ાંચ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ કુલ ૫ાંચ કોલેજોમાં ૫૦૦ વિદ્યાર્થીઓને મેડિકલમાં અભ્યાસ માટેની તક મળશે.

હાલ રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૨૮ જિલ્લાઓમાં કુલ-૩૭ મેડિકલ કોલેજો કાર્યરત થશે. રાજ્યમાં આ ૫૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજિત ૬૩૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.

January 2, 2020
dearness.jpg
1min4940

રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ૧૨ ટકાને બદલે ૧૭ ટકા મોંધવારી ભથ્થુ ૧લી જુલાઇ ૨૦૧૯ની પાછલી અસરથી ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત ખેડૂતોને નુકશાન વળતર માટેની ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા વધારીને ૧૪મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૮૨૧ કરોડ જેટલુ ભારણ વધશે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ાંચ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનું વધારાનું ભારણ પડશે.

જુલાઇ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે જેનો નિર્ણય હવે પછીથી કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજિત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ- કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કર્યો છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં ૧૪ દિવસનો વધારો કર્યો છે.

January 1, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5570

કેલેન્ડર વર્ષ 2020ના પહેલા દિવસ તા.1લી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદ ખાતે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.40,310 પહોંચી ગયો હતો. છેલ્લા એક સપ્તાહથી ડોલરના ભાવમાં વધઘટને પગલે સોનાનો ભાવ ઉછળી રહ્યો હતો, જે આજે તા.1લી જાન્યુઆરીના રોજ ફરીથી 40,000ની વિક્રમી સપાટી વટાવી ગયો છે.

તા.1લી જાન્યુઆરી 2020માં સોનાનો હાઇએસ્ટ ભાવ બપોરે 12 વાગ્યા સુધીમાં તો 44,435 સુધી સ્પર્શી ગયો હતો. આ ભાવમાં પણ અમદાવાદ સમેત ગુજરાતમાં અનેક સોદા થયા હતા. સોનાના આ ભાવમાં 3 ટકા જીએસટી સામેલ હોવાનું બુલિયન એક્સપર્ટસ જણાવી રહ્યા છે.

અગાઉ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સોનાનો ભાવ 40 હજારની સપાટીને પાર કરીને ત્યાં સ્થિર થયાનું નોંધાયું હતું. એ પછી આજે 2020ના પહેલા જ દિવસે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 40 હજાર ઉપરાંતની સપાટી જાળવી રાખે તેવું હાલ તુરત દેખાય રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે 40 હજારની સપાટી પર ટ્રેડ થઇ રહેલા સોનાના આ ઉંચા ભાવને કારણે 2020ના પ્રથમ ક્વાર્ટરમાં ઝવેરાત બજારમાં 6થી 8 ટકાનો ડાઉન ફોલ થશે. જાણકારો કહે છે કે સોનાના આટલા ઉંચા ભાવને કારણે દાગીનાની માગમાં સતત ઘટાડો જોવાય રહ્યો છે. જે 2020 કેલેન્ડર વર્ષના પહેલા ત્રણ મહિનામાં અસાધારણ રીતે જોવા મળશે.

Continuing its week long rally, the price of gold crossed Rs 40,000 per 10g again, settling at Rs 40,435 including 3% goods and services tax (GST) in the Ahmedabad market. The last time it settled above Rs 40,000 was on August 28, 2019. Analysts said gold prices have risen due to the weakened US dollar.

The US dollar has weakened and usually gold prices remain on the higher side at this time as it is the financial year-end in other countries. Moreover, the quarter-end economic indicators do not look promising and as a result, gold prices have risen.

January 1, 2020
gseb-1280x720.jpg
1min6170

વર્ષ ર019ના અંતિમ દિવસે શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મુજબ તા. પ માર્ચથી 17 માર્ચ સુધી ધોરણ 10 ની, તા. પ માર્ચથી ર1 માર્ચ દરમિયાન ધોરણ 1ર સામાન્ય પ્રવાહ અને તા. પ માર્ચથી 16મી માર્ચ દરમિયાન ધોરણ 1ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે.

ધોરણ 10ની પરીક્ષા માટે ર9 અને ધોરણ 1ર સામાન્ય પ્રવાહ માટે 9 મળી કુલ 38 નવા કેન્દ્રો બોર્ડ દ્વારા ફાળવવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા 2019-20 વર્ષનું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરાયું છે. કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો હશે. આ ઉપરાંત તા.4 મેથી ઉનાળું વેકેશન શરૂ થશે.

નવરાત્રી વેકેશન રદ્દ થતાં પ્રથમ સત્રના કાર્યના દિવસો અને દ્વિતીય સત્રના કાર્યના દિવસો બદલાશે. જ્યારે બોર્ડના વિષયની શાળા કક્ષાની લેવાની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી રહેશે. બોર્ડની ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 14 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી લેવાશે.

ધોરણ 9 અને 11 માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2019-20માં કુલ 80 રજાઓ રહેશે. જેમાં દિવાળી વેકેશનની 21, ઉનાળાની રજાઓ 35, જાહેર રજા 18 અને સ્થાનિક રજા 6 રહેશે.

ગેરરીતિ નિવારવા ખાસ મોબાઇલ એપ લોન્ચ કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહના જણાવ્યા અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ગેરરીતિને ધ્યાનમાં રાખી ખાસ મોબાઇલ એપ્લિકેશન બોર્ડ દ્વારા લોન્ચ કરાશે. આ મોબાઇલ એપ્લિકેશનમાં બોર્ડના સ્ટોર રૂમમાંથી પેપર નીકળશે ત્યારથી માંડીને પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોંચે ત્યાં સુધીના ફોટા અપલોડ કરવા પડશે. શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિની કોઇ ફરિયાદ ન ઉઠે એ માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગેરરીતિ કરનારા તમામ સેન્ટર રદ્દ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

December 31, 2019
valsad.jpg
1min5250

વલસાડ પારડીના પારસી સ્ટ્રીટમાં આવેલા જલારામ જવેલર્સમાંથી ચોરોએ 1.5 કરોડના સોનાની ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરોએ જ્વલર્સની સાથે માલિકના ઘરમાં પણ હાથફેરો કર્યો. માલિક પરિવાર સાથે પ્રવાસ પર ગયા હતા અને આજે પરત આવતા સમગ્ર ઘટના સામે આવી.

શોરૂમના માલિક દિલીપભાઈ પારેખ પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. જોકે તેઓ નો શોરૂમ અને ઘર બંને સાથે જ છે. જ્યારે તેઓ પ્રવાસથી પરત આવ ત્યારે તેમને ખ્યલા આવ્યો કે શોરૂમમાં રાખેલ તમામ સોના ચાંદીના કિંમતી દાગીના ગાયબ હતા. સાથે જ શો રૂમની મુખ્ય તિજોરી પણ તૂટેલી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં શોરૂમ અને તિજોરીમાંથી મળી અંદાજે સાડા પાંચ કિલોથી વધુ સોનું જેની કિંમત અંદાજે દોઢ કરોડ જેટલી થાય છે. આમ દોઢ કરોડથી વધુની ચોરી થઇ હોવાનું જાણતા થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શોરૂમ લગાવેલા સીસીટીવી કેમેરાનું (CCTV) ડીવીઆર પણ ગાયબ હતું આથી. તસ્કરો ચોરી કરી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ ફરાર થઈ ગયા. તસ્કરો ઘરની છત પર આવેલી ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

December 31, 2019
cold.jpg
1min5050

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોની દિશા ગુજરાત તરફની હોવાથી રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના 6 શહેરોનું હાજા ગગડાવતું 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે.

નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું, તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે.

રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં 10.8 ડિગ્રી અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો છે. સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી જતા ટ્રેન અને વિમાની સેવા ઓરવાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.

કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. માવઠાની આશંકાને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરૂ, વરિયાળી, ઘઉં, એરંડા સહિતના પાકને નુકશાન થવાની ભીતિ છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટોછવાયો વરસાદ વરસી શકે તેવું વાતાવરણ હાલ પેદા થયું છે. દરમિયાન આજે રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાનની જનજીવન પર ભારે અસર જોવા મળી છે.

રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના જામનગરમાં ચોવિસ કલાકમાં પારો ચાર ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને આજે 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ઝાલાવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભાવનગરમાં આજે 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સોરઠનું મિનિમમ તાપમાન 104 અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતુ.

December 30, 2019
31st.jpg
1min5040

૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીની આડમાં દારૂ પીને છાકટા થતાં દારૂડીયાઓ સામે ગુજરાતના મોટા શહેરો જેવા કે સૂરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરે શહેરોમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખવાય એ માટે નાગરીક સુરક્ષાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સૂરતમાં દારૂડીયાઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. રેવ પાર્ટીઓ અને નાકોર્ટિક્સ પર ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ક્રાઈમ ખાસ નજર રાખશે.

થર્ટીફર્સ્ટની ઉજવણી અઠવાલાઇન્સ, ડુમસ રોડ. વી.આઇ.પી. રોડ, ગૌરવપથ, અડાજણ રોડ, પાલ, સિટીલાઇટ, યુનિવર્સિટી રોડ વગેરે મેઇન રોડ પર તેમજ ડુમસ કાંઠા વિસ્તાર, ઓલપાડ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસોમાં શોખીનો ભેગા થઇને પાર્ટી કરવાનો રિવાજ છે. થર્ટી ફર્સ્ટની સાંજથી જ અનેક રોડને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસ દ્વારા ભીડવાળા વિસ્તારમાં અને ઉજવણીના જગ્યાએ ‘મે આઈ હેલ્પ યૂ’ના કિઓસ્ક ઊભા કરવામાં આવશે. ૧૦૦૦ સીસીટીવી કૅમેરાથી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. સ્થાનિક પોલીસ સ્ટેશનના વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. પોલીસ કંટ્રોલરૂમમાંથી સતત ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. હોક બાઈક, ૮૫ જેટલી પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરશે.

મહલિા ક્રાઈમ બ્રાન્ચ અને ૫૨ ખાસ ટીમો પણ ખાનગી કપડામાં પાર્ટીઓ અને ભીડવાળા વિસ્તારમાં બંદોબસ્તમાં રહેશે. ૩૦૦ જેટલા બ્રેથ એનેલાઈઝર દ્વારા પોલીસ લોકોનું ચેકિંગ કરશે. ૩૧ જેટલી પાર્ટીઓ માટે પાર્ટી પ્લોટ અને ક્લબના માલિકો દ્વારા અરજી આવી છે જેની પરમિશન આપવામાં આવી છે. મંજૂરી પાર્ટી પ્લોટના માલિકોએ પોલીસની તમામ શરતોનું પાલન કરી આયોજન કરવાનું રહેશે. પાર્કિંગને લઈ પણ તકેદારી રાખવાની રહેશે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં રાતે ૧૦ વાગ્યા સુધી જ પાર્ટી અને માઇક વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.

December 30, 2019
acb.jpg
1min4760

ગુજરાતમાં નવા વર્ષે હવે લાંચિયા કર્મીઓ પર આવશે તવાઈ: લાંચ રુશવત બ્યુરો બનશે કડક

ગુજરાતમાં હવે ૨૦૨૦ના નવા વર્ષેથી રાજ્યના એન્ટિ કરપ્શન બ્યૂરો તેના નવા ફોર્સ સાથે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે આગવી ઢબે તવાઈ બોલાવશે. એસીબીના ફોર્સમાં નવા વર્ષે ખાસ તાલીમ પામેલા ૪૪ જેટલા ઇન્સ્પેક્ટરો જોતરાશે.

ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર તાજેતરમાં એસીબીના જ પોલીસ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી નવું ઉદાહરણ સામે મૂકાયું છે ત્યારે નવા વર્ષમાં એસીબી પણ નવા રંગરૂપમાં જોવા મળશે. એસીબી નવા વર્ષમાં એવા વિભાગ સામે તવાહી લાવશે જે વિભાગોમાં ચાલુ વર્ષે એક પણ કેસ નથી થયો કે પછી જ્યાં ફરિયાદ ઓછી આવે છે. એસીબીએ આ કાર્ય માટે નવા ૪૪ પીઆઈને પણ ખાસ ટ્રેનિંગ આપી છે.

આ અંગે એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર જે વિભાગની અંદર વધુ ફરિયાદ આવે છે તેમાં કઈ રીતે ફરિયાદો દૂર કરી શકીએ તેના પર કામ ચાલુ છે અને જે વિભાગોમાંથી ફરિયાદ નથી આવતી ત્યાં કઈ રીતે કાર્યવાહી કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ગુજરાત એસીબી છેલ્લા બે વર્ષમાં નવા રંગરૂપમાં જોવા મળી રહી છે અને અનેક ઉચ્ચ અધિકારીઓને જેલના સળિયા પાછળ મોકલી દીધા છે પરંતુ એસીબીની સામે એક વાત એવી આવી છે કે એવાં કેટલાક વિભાગ છે જ્યાં એક પણ કેસ થયો નથી અને એવા પણ વિભાગ છે જ્યાં એકલ-દોકલ કેસ થયો છે, ત્યારે એસીબી એ વિચારી રહી છે કે, આવા વિભાગમાંથી એસીબી પાસે કેમ કોઈ ફરિયાદ નથી આવતી? જેથી એસીબીને મળેલા નવા ૪૪ પોલીસ ઇન્સ્પેક્ટરને આ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જે લોકો ખાનગી રાહે તપાસ કરી આવા વિભાગમાં જો ભ્રષ્ટાચાર ચાલતો હશે તો કાર્યવાહી કરશે.

એસીબીના આંકડાની વાત કરીએ તો આદિજાતિ વિકાસ, માર્ગ અને મકાન વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોનો વિભાગ, વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગ અને કલાઈમેન્ટ ચેન્જ વિભાગ એવા વિભાગો છે જ્યાં એક પણ ફરિયાદ એસીબીને મળી નથી. 

December 29, 2019
IMG-20191229-WA0002.jpg
1min7840

ટેકસ્ટાઇલ ઉદ્યોગનું કલંક : કૂમળા હાથે કાળી મજૂરી કરાવવાનું કૌભાંડ સૂરતના પૂણાથી પકડાયું

સૂરતમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સૂરતના પૂણા વિસ્તારમાં દિલ્હી અને સૂરત પોલીસ બેડાના આઇ.બી. ડિપાર્ટમેન્ટ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળમજૂરી માટે ગોંધી રાખવામાં આવેલા 135 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા હતા. દિલ્હીના એક એન.જી.ઓ. જેનું નામ બચપન છે, એની ચોક્કસ બાતમીના આધારે દિલ્હી અને રાજસ્થાન પોલીસની ટીમો સૂરત આવી પહોંચી હતી અને બાળકોને બચાવવાનું અભિયાન હાથ ધરીને એક મસમોટા રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો. સવારે પાંચ વાગ્યાના અરસામાં બહુલ સૌરાષ્ટ્રવાસી વસતિ ધરાવતા સૂરત શહેરના પૂણા વિસ્તારમાં પોલીસને જોઇને લોકોમાં કંઇક અજુગતું થયાની ભીંતી પ્રવર્તી રહી હતી. જોકે, અફવાઓ ઉડે એ પહેલા સોશ્યલ મિડીયામાં માનવ તસ્કરી અંગેના સમાચારો વહેતા થયા હતા.

રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 135થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાડીઓમાં વેલ્યુ એડિશન માટે બાળમજૂરો સૌથી સસ્તા લેબર

Symbolic Photo

સૂરતમાં ફૂલીફાલી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ સાડીઓ પર વેલ્યુ એડિશન કરાવવા માટે જરદોષી વર્ક, આર્ટીકલ સ્ટીચીંગ વગેરે કરાવવાનો ટ્રેન્ડ છે જેથી સાડીની કિંમત બેથી ત્રણ ઘણી વધી જાય છે. આ કામ માટે પ્રોફેશનલ કારીગરોનો ચાર્જ પણ તોતિંગ હોય છે એટલે કેટલાક જોબવર્કર્સ દ્વારા બાળમજૂરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળમજૂરો પાસે ટેક્સટાઇલમાં ખાસ કરીને સાડી અને ડ્રેસ મટિરીયલ પર વર્ક કરાવવામાં આવે છે. સાડીની વેલ્યુ વધારવા માટે ઓછા લેબર ચૂકવવા માટે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. આ બાળકોને દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાંથી બાળમજૂરી માટે લવાયા હોવાનું કહેવાય છે.

સૂરતના પૂણા વિસ્તારમાંથી વહેલી સવારે દિલ્હી, રાજસ્થાન અને સૂરત પોલીસે હાથ સવાસો જેટલા બાળકોને છોડાવવાની ઘટના સાથે જ માનવ તસ્કરી રેકેટનો સૌથી મોટા રેકેટનો પણ પર્દાફાશ થયો છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ દરોડામાં સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમો પણ સાથે હતી.

સ્થાનિક લેબર વિભાગની જવાબદારી ફિક્સ કરવાનો વખત

સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સમેત એવા અનેક ધંધા રોજગાર છે જ્યાં દેખિતી રીતે જ બાળકો પાસેથી કામ લેવામાં આવે છે. ઓછો પગાર આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાના પ્રથમદર્શી પુરાવાઓ જોવા જાણવા મળે છે આમ છતાં સૂરતના લેબર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ વિભાગ સામે હવે જવાબદારી ફિક્સ કરવાનો વખત આવી ચૂક્યો છે.