CIA ALERT

ગુજરાત Archives - Page 98 of 158 - CIA Live

December 29, 2019
ganja.jpg
1min22810

કેફી દ્રવ્યોના વ્યવસના કારણે પંજાબ ઉડતા પંજાબ તરીકે બદનામ થયું હવે સૌરાષ્ટ્ર થઇ રહ્યું છે. ગાંજાના વધતા વાવેતરના કારણે સૌરાષ્ટ્રને ઉડતા સૌરાષ્ટ્ર જેવી ટીકા થવા લાગી છે. સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અવારનવાર સૌરાષ્ટ્રમાંથી ગાંજાનું વાવેતર પકડાતું રહે છે.

માદક પદાર્થના વાવતેર અને વ્યસનના કારણે પંજાબનું યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાઇ ગયું હોય તેના પરથી ઉડતા પંજાબ નામની ફિલ્મ બની હતી. પંજાબની અસર ગુજરાતને પણ થઇ હોય તેવી હાલત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લગભગ દરરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો’ પકડાતો રહે છે. નશો કરવા માટે દારૂ ઉપરાંત ગાંજો, ચરસ, હેરોઇન, બ્રાઉન સ્યુગર, એમ.ડી.મ્યાઉં જેવા માદક પદાર્થનો ઉપયોગ થતો રહે છે.’ કોલેજિયન અને યુવાધનમાં એમ.ડી અને મ્યાઉં નામનો માદક પદાર્થ બહુ પ્રખ્યાત છે. ગાંજો, ચરસ, બ્રાઉન સ્યુગર અને અફીણ જેવા માદક પદાર્થ પણ કુખ્યાત છે. ગાંજો પીનારને ગંજેરી, ચરસ પીનારને ચરસી, બ્રાઉન સ્યુગર પીનારને પાવડરિયો જેવા નામને ઓળખાય છે.

મોજશોખ અને સંગદોષના કારણે યુવાનો સહિતના લોકો વ્યસની બની જાય છે. વ્યસનીઓના કારણે લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના પણ બનતા રહે છે.

સૌરાષ્ટ્રમાં હાલમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર ચર્ચામાં છે. છેલ્લા એક વર્ષના ગાળામાં અમરેલી જિલ્લામાંથી જ ત્રણ હજાર કિલો જેટલું ગાંજાનું વાવેતર પકડાયું છે. ત્રણ દિવસ પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના’ નીલવડા ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. ગાંજાના 246 કિલો જેટલા છોડ કબજે’ થયાં હતાં. નવેમ્બર મહિનામાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી બે હજાર કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં કુવાડવા પંથકમાંથી 700 કિલો જેટલું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. તાજેતરમાં ચાર દિવસ પહેલા’ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટીચણોલ ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. અંદાજે” રૂ. બે લાખની કિંમતના 40 કિલો જેટલા ગાંજાના છોડ કબજે કરાયા હતાં. સુરેન્દ્રનગરના મુળી તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપી લેવાયું હતું. અંદાજે રૂ. પાંચ લાખની કિંમતના એકસો કિલો જેટલા ગાંજાના છોડ કબજે થયા હતાં. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર ગામેથી’ ગાંજાનું વાવેરત પકડીને 72 કિલો જેટલો ગાંજો કબજે કરાયો હતો.’ બે દિવસ પહેલા બોટાદ જિલ્લાના મોટીકુંડલ ગામેથી ગાંજો પકડાયો હતો. આ રીતે સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું છે. ગાંજાનું વાવેતર મોટા ભાગે ખેતર, વાડીના શેઢા પર કરવામાં આવે છે. વાવેતર કરનાર મોટાભાગના શખસો બંઘાણી હોય છે કે કોઇના કહેવાથી છાનાખૂણે ગાંજાનું વાવેતર કરીને કમાઇ લેવા માટે કરે છે. ગાંજાના વાવેતર માટે ગુજરાતનું હવામાન માફક નથી આમ છતાં બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશની જેમ હવે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 350 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ ગાંજાનું પગેરૂ આંધ્રપ્રદેશ વાયા સુરત નિકળ્યું હતું.

અમદાવાદ અને સુરતમાં આંધ્રપ્રદેશ સહિતના’ રાજ્યોમાંથી આવતી ટ્રેનમાં ગાંજા સહિતના માદક પદાર્થની હેરાફેરી થાય છે. ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરના સ્વાંગમાં માદક પદાર્થની હેરાફેરી થતી રહે છે. પરપ્રાંતમાંથી આવતા માદક પદાર્થનું ગુજરાતમાં વેચાણ થાય છે. કચ્છ અને ખંભાળિયા પાસેના સલાયામાંથી પકડાયેલ બ્રાઉન સ્યુગર અને હેરોઇનનું પગેરૂ વાયા ઉંઝા થઇને પંજાબ અને કાશ્મીર સુધી પહોંચ્યું હતું.

પંજાબની જેમ ગુજરાતને `ઉડતા ગુજરાત’ બનતું અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આમ છતાં દારૂ સહિતના માદક પદાર્થનું વેચાણ થતું રહે છે.

December 27, 2019
nogst.jpg
1min4900

સેન્ટ્રલ જીએસટી વિંગ દ્વારા બોગસ બિલિંગ મામલે 20થી વધુ કંપનીઓ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં 600 કરોડથી વધુનાં બોગસ બિલિંગ કૌભાંડના કેસો સામે આવ્યા છે. કાગળ ઉપર જ એક્સ્પોર્ટ કર્યાનું બતાવી ડ્રો બેકનો લાભ લેવા ઉપરાંત, બોગસ બિલિંગ કરનારા આ કૌભાંડમાં સંડોવાયેલા ગુલામ સલીમ ગોડીલે સમગ્ર કૌભાંડની કબૂલાત કરતા સીજીએસટીએ ધરપકડ કરી છે.

કૌભાંડીઓએ સસ્તુ કાપડ ખરીદીને તેને ઉંચા ભાવે બતાવીને વિદેશ મોકલવા ઉપરાંત કાગળ પર જ માલ મોકલીને આઇજીએસટીમાં કરોડો રૂપિયાની ખોટી રીતે આઇટીસી લીધી હતી. બોગસ બિલિંગની આશંકા હેઠળ છેલ્લા કેટલાય સમયથી સેન્ટ્રલ જીએસટી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ તપાસમાં સ્ટાર ટ્રેડિંગ કંપનીએ જ રૂ. 133 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી સીજીએસટીની ટીમે અલગ અલગ 20 જગ્યાઓ પર દરોડા પાડયા હતા. આ દરોડામાં સ્ટાર ટ્રેડિંગ દ્વારા જ સમગ્ર વેપલો કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

થોડા દિવસ પહેલા જ જીએસટી વિભાગે બ્લ્યૂમૂન ટેક્સ્ટાઇલ, ક્લાસિક ઇન્ડસ્ટ્રિઝ અને એફ.એસ. ટેક્સ્ટાઇલમાંથી બોગસ ખરીદ વેચાણના ડોક્યુમેન્ટ પકડાયા હતા. જેમાં કંપનીઓ સાથેનો વ્યવહાર રાખનારી પાર્ટીઓની વિગતો મેળવવવાની  કામગીરી હાથ  ધરવામાં આવી છે. જેમાં સ્ટાર ટ્રેડિંગ, લક્ષ્મી એન્ટરપ્રાઇઝ, સાબર ટ્રેડર, અધોક ટ્રેડિંગ અને કબીર એન્ટરપ્રાઇઝ પર તપાસ કરવામાં આવી હતી.

જે 3 કંપનીઓ સામે તપાસ હાથ ધરાઈ હતી. તેમણે બોગસ બિલના આધારે ક્રેડિટની વસૂલાતમાં રૂ. 40 કરોડ રૂપિયાની ટેક્સચોરી થઈ હેવાનો મામલો સામે આવ્યો છે. આ અગાઉ પણ જયંશકર દુબેએ 1 હજાર કરોડથી વધુના બોગસ બિલ બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.

December 26, 2019
paperleak.jpg
1min5920

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ મામલે પોલીસે બિન સચિવાલયના પેપર લીક કરનારા 5 વ્યક્તિની ધરપકડ કરી છે. પેપર લીક કાંડમાં કોંગ્રેસનું કનેક્શન ખુલ્યું છે જેમાં કોંગ્રેસના કાર્યકર લખવિન્દરસિંહની સંડોવણી સામે આવી છે. આ  ઉપરાંત દાણીલીમડામાં નવાબ બિલ્ડરની  એમ.એસ.સ્કૂલમાં જ સમગ્ર ષડયંત્ર ઘડાયુ હોવાનું ખુલ્યું છે. આ સ્કૂલ શાહઆલમના તોફાનના આરોપી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણના કાકાની છે . સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલા, સ્કૂલના સંચાલક ફારુખભાઇ,  દિપક જોષી અને પેપરના ફોટા પાડનાર ફખરુદ્દીનની સંડોવણી પણ સામે આવી છે. આમ, પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ક્લિન ચીટ આપી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન પેપરલીક થવા સાથે મોટાપાયે ગેરરીતિના કિસ્સા બહાર આવ્યા હતા. જે બાબતે ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષ દ્વારા પરીક્ષામાં થયેલી ગેરરીતિની વીડિયો ક્લિપ્સ, સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા. ઉમેદવારોના ઉગ્ર વિરોધના કારણે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ એસ.આઇ.ટી.ની રચના કરવાની જાહેરાત કરી હતી.  આ અંતર્ગત એસ.આઇ.ટી.ના ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા, આઇબીના વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગના સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો.

દરમિયાન ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, દાણીલીમડા એમ.એસ.સ્કૂલમાં પેપરલીક થવા મામલે તપાસ હાથ ધરાઇ હતી.  આ સ્કૂલ નવાબ બિલ્ડર્સની છે, આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઇ છે. પેપર લીક કરવા મામલે પ્રવીણદાન ગઢવી મુખ્ય સુત્રધાર છે અને પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની સંડોવણી છે. ફકરૂદ્દીને પેપરનું સીલ તોડીને પેપેર કાઢ્યું હતું અને ફોટા પાડયા હતા. સ્કૂલના શિક્ષક મહોમ્મદ ફારૂકે પેપર પ્રવીણદાન ગઢવીને આપ્યું હતું. ફારૂક ફકરુદ્દીને તમામ વર્ગમાં પેપર પહોંચતુ કર્યુ હતું. કોંગ્રેસના કાર્યકર લખવિંદરસિંહ પણ સામેલ છે. લખવિન્દરસિંહ પેપર ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા.
આ સિવાય પ્રવિણદાન ગઢવીનો સાળો પાલિતાણાનો વતની રામ ગઢવી,  દિપક જોશી સહિતના લોકોએ અહીંથી પેપર લીક કરવામાં ભાગ ભજવ્યો હતો. પોલીસે 11 મોબાઇલ જપ્ત કરીને એફએસએલમાં મોકલાયા હતા. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં પરીક્ષા પહેલા જવાબ ફરતા થયા હતા. આરોપીઓની શોધખોળ માટે 6 ટીમ કાર્યરત બની છે. હજુ વધુ કેટલાક આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે. હાલ કોઇ આંતરરાજ્ય ગેગેની વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા છે.

December 26, 2019
run_utsav.jpg
1min16030

લોકોનો ઉત્સાહ જોઈને કચ્છમાં યોજાતા રણોત્સવની તારીખ લંબાવવામાં આવી છે. સફેદ રણમાં યોજાતા ઉત્સવની મજા હવે 12મી માર્ચની સુધી પ્રવાસીઓ માણી શકશે. આ ઉત્સવની મજા ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીની રાત્રે પણ ચંદ્રમાની ચાંદનીમાં માણી શકાશે.

અગાઉ રણોત્સવની તારીખ 28મી ઓક્ટોબર 2019 થી 23મી ફેબ્રુઆરી 2020 રાખવામાં આવી હતી, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે તે 12મી માર્ચ સુધી યોજાશે એટલે કે તેમાં 15 દિવસ કરતા વધુ સમય માટે ઉત્સવને લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે જે લોકો શિયાળાની ઠંડી ઓછી થાય તેવા સમયે રણોત્સવ જવા માગતા હોય તેમને પણ ફાયદો થશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી માટે અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચશે તેવું આયોજકો માની રહ્યા છે. આ સાથે તેના માટે બુકિંગ પણ ચાલી રહ્યા છે. આ વખતે ચોમાસું લાબું ચાલ્યું હોવાના કારણે જ્યાં સફેદ રણ છે ત્યાં પાણી ડિસેમ્બર સુધી રહ્યું હતું, જોકે હવે પાણી સુકાઈ જવાથી સફેદ રણનો અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે.

પૂનમની ચાંદનીમાં અહીંનો નજારો સામાન્ય દિવસો કરતા એકદમ અલગ હોય છે, આ નજારો માણવા માગતા પ્રવાસીઓ હવે સફેદ રણને પૂનમના ચંદ્રની ચાંદનીમાં માણી શકશે.

December 23, 2019
tejash2.jpg
1min5570

ઓક્ટોબર 2019માં દેશની પહેલી ખાનગી તેજસ એક્સ્પ્રેસ દિલ્હીથી લખનઊ રૂટ પર દોડી હતી. એ બાદ ખાનગી એક્સ્પ્રેસ ટ્રેન દોડાવવા માટે મુંબઈ-અમદાવાદ રૂટની પસંદગી કરવામાં આવી હતી.

ખાનગી ધોરણે દોડનારી બીજી તેજસ એક્સ્પ્રેસ જાન્યુઆરી 2020માં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે એવી વકી છે. આ ટ્રેનના ટિકિટના દર અન્ય એક્સ્પ્રેસ ટ્રેનોની સરખામણીમાં વધારે હશે.
આ રૂટ પર આગામી 17 જાન્યુઆરીથી તેજસ એક્સ્પ્રેસ દોડવાની શક્યતા છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) દ્વારા આ બંને ખાનગી એક્સ્પ્રેસ ટ્રેનને દોડાવાશે.

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સ્પ્રેસની પ્રથમ ટ્રેન સવારે 6.40 વાગે અમદાવાદથી રવાના થશે અને તે બપોરે 1.10 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી તે બપોરે 3.40 વાગે રવાના થઈ અમદાવાદ રાતે 9.55 વાગે પહોંચશે. સપ્તાહમાં ગુરુવાર સિવાય અન્ય બધા દિવસે તે દોડશે.

A few months ago, a tentative schedule was shared by IRCTC for the upcoming Ahmedabad-Mumbai Tejas Express train. As per the tentative schedule of this private train service, the IRCTC Ahmedabad-Mumbai Tejas Express will start from Ahmedabad Junction railway station at 6:40 AM and will reach Mumbai Central railway station at 1:10 PM. On the return journey, the train will depart from Mumbai Central railway station at 3:40 PM and will reach Ahmedabad Junction railway station at 9:55 PM. En route both ways, the train will halt at Vadodara Junction railway station and at Surat railway station. The Ahmedabad-Mumbai Tejas Express is likely to run six days a week.

December 21, 2019
net_off.jpg
1min5200

ગુજરાતમાં નાગરિકતા કાયદાનો વિરોધ થવા સામે બંધના એલાન બાદ અમદાવાદ અને વડોદરામાં થયેલા તોફાનોને ગંભીરતાથી લઇને રાજ્ય સરકાર અગમચેતીના ભાગરૂપે રાજ્યમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. સરકારે ઇન્ટરનેટ બંધ કરવાની સત્તા એડી.જીપીને આપવામાં આવી હોવાની વાત ફેલાઇ હતી. જોકે, ખુદ ગ્ાૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ આખી વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, આવી કોઇ સૂચના આપી નથી અને ઇન્ટરનેટ ચાલુ જ છે અને આવતીકાલે પણ ચાલુ જ રહેશે.

બીજી બાજુ સરકારે કરેલા આદેશ મુજબ ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ રાખવા ઈન્ટેલિજન્સના એડીજીપીને અધિકાર અપાયા છે. રાજ્યમાં ઉગ્ર દેખાવો અને ક્ધટ્રોલ બહાર જતી દેખાય તેવી સ્થિતિ હોય ત્યારે ઈન્ટરનેટ બંધ કરાશે. જે વિસ્તારમાં તંગદિલીભરી સ્થિતિ હોય ત્યાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગુરૂવારે થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં છે જ્યારે વડોદરામાં થયેલા જુમ્માની નમાઝ બાદ થયેલા પથ્થરમારા બાદ પોલીસ ઘટનાસ્થળે છે અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. રાજ્યમાં આવી કોઈ ઘટનાઓ બને અને સ્થિતિ વણસતી જણાય તો જ ઈન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવશે. આ અંગે એક પરિપત્ર વાયરલ થયો હતો.

December 20, 2019
bjp_logo.png
1min5030

ગુજરાતમાં ઊંઝા ખાતેના ઉમિયા મંદિરમાં લક્ષચંડી મહાયજ્ઞ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતભાઈ ગુરુવારે આવવાના હતા, પરંતુ અચાનક તેમનો આ કાર્યક્રમ રદ થતા હવે સ્થાનિક સંગઠનની રચના અંગેનો એજન્ડા પણ દસેક દિવસ પાછો ઠેલાયો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી રાજ્યમાં સંગઠન સંરચનાના મહત્ત્વના પાસાં એવા જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની આખરી પસંદગી પૂર્વે પ્રદેશ આગેવાનો સાથે મંત્રણા કરવા ઉપરાંત પ્રદેશ પ્રમુખ માટે હવે પછી કોને જવાબદારી સોંપવી, પ્રમુખને બદલવા કે યથાવત્ રાખવા સહિત સંગઠન તથા સરકારમાં ફેરફારોને આખરી ઓપ આપવા બેઠકો યોજાવાની શક્યતા હતી, પણ હવે તેઓ જાન્યુઆરીમાં જ પ્રવાસે આવે તેવી શક્યતા છે.

ગુજરાતના ૪૧ જિલ્લા-મહાનગરોના પ્રમુખ તથા નવા પ્રમુખની પસંદગી પ્રક્રિયાનો મામલો જાન્યુઆરી સુધી પાછો ઠેલાય એવી અટકળો તેજ બની છે. ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક છે.

નવા રાષ્ટ્રીય પ્રમુખ પદે ડો.જે.પી. નડ્ડાની વિધિવત તાજપોશી થાય એ પહેલાં રાજ્યોના ૬૦ ટકા પ્રમુખોની પસંદગી પૂરી કરવી આવશ્યક છે. આથી કમુરતા ઊતર્યા પછી પ્રક્રિયાઓ પૂરી કરી દેવાશે, તેમ જાણકારોનું કહેવું છે.

December 19, 2019
veg.jpg
1min5130

ગુજરાતમાં ડુંગળીના કિલોના ભાવ રૂ. ૧૨૦ ની ઉપર અને બટાટાના ભાવ પણ કિલોએ રૂ. ૪૦ ના ભાવે વેચાઇ રહ્યાં છે જ્યારે દૂધમાં થોડા દિવસો પહેલા જ અમૂલે લિટરે રૂ. બે નો વધારો ઝીંક્યા પછી સિંગતેલના ભાવમાં પણ એક મહિનામાં એક ડબાના રૂ. ૧૪૦ નો વધારો થયો છે. શાકભાજી અને જીવન જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે હવે ભોજનની થાળી દોહ્યલી બની રહી છે.

અમદાવાદમાં બટાટાનો ભાવ કિલોગ્રામ દીઠ રૂ.૪૦ સુધી પહોંચી ગયો છે. બટાટાનો જથ્થાબંધ ભાવ પ્રતિકિલો રૂ. ૧૮ છે. એનો અર્થ એ થયો છે કે, છૂટક બજારમાં બમણો ભાવ વસૂલાય છે. ડીસા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં બટાટા કિલો રૂ.૨૬ના ભાવે વેચાય છે. બટાટાની સાથે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એક સમયે છૂટક બજારમાં પ્રતિ કિલો રૂ. ૮૦ સુધી પહોંચી ગયેલા ડુંગળીના ભાવ ફરીથી વધીને રૂ. ૧૨૦ પ્રતિકિલો થઈ ગયા છે. હવે તેલોનાં ભાવમાં પણ મસમોટો વધારો થયો છે. સિંગતેલ, મકાઈ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતનાં તેલોની કિંમતોમાં વધારો થતાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે. સિંગતેલનાં ભાવોમાં ભડકો થયો છે. એક જ મહિનામાં સિંગતેલનાં ભાવમાં ૧૪૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલનાં એક ડબ્બાનો ભાવ ૧૮૯૦ રૂપિયા પર પહોંચી ગયો છે. અને આગામી સમયમાં ૨૦૦૦ સુધી પહોંચશે તેવું જાણકારો કહી રહ્યા છે.

December 19, 2019
ekbharat.jpg
1min12550

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને મુસાફરી પાછળના ખર્ચમાં રાહત આપવાના હેતુથી રેલવે તંત્ર તેમને મુસાફરીના મૂળ ભાડાંમાં ૫૦ ટકા કન્શેસન આપશે. સેકન્ડ/સ્લીપર ક્લાસ સંબંધિત આ કન્શેસન એવા યુવા વર્ગને આપવામાં આવશે જેમની માસિક કમાણી અથવા પગાર ૫,૦૦૦ રૂપિયાથી વધુ ન હોય.

રેલવે મંત્રાલયના નિવેદનમાં એવું પણ જણાવાયું હતું કે આ કન્શેસન માત્ર સામાન્ય ટ્રેન સેવા માટે ખાસ સવલત તરીકે આપવામાં આવી રહ્યું છે. આ સુવિધા સ્પેશિયલ ટ્રેન કે સ્પેશિયલ કોચને લાગુ નહીં પડે.

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ઉત્સવના સ્થળ સુધીના ૩૦૦ કિલોમીટરથી વધુ અંતરનો પ્રવાસ કરનારા યુવા વર્ગને રિટર્ન પ્રવાસ માટે પણ આ ક્ધસેશન આપવામાં આવશે. નિવેદનમાં જણાવાયું હતું કે ‘આ ક્ધસેશન વિવિધ રાજ્યોના માનવ સંશાધન વિકાસ ખાતાના સચિવ દ્વારા બહાર પાડવામાં આવતું રેલવે ફૉર્મેટવાળું સર્ટિફિકેટ રજૂ કરનારને આ ક્ધસેશન અપાશે.

કન્શેસન માટે અરજી કરનારે રેલવેના સત્તાધારી અધિકારીઓ જેમ કે ચીફ કમર્શિયલ મૅનેજર, ડિવિઝનલ કમર્શિયલ મૅનેજર વગેરેને સર્ટિફિકેટ સુપરત કરવાનું રહેશે અને એ તપાસીને આ અધિકારી કનસેશન ઑર્ડર બહાર પાડશે જે રજૂ કરવાથી અરજી કરનારને સ્ટેશન માસ્તર કન્શેસન આપશે.’

જે અરજી કરનારનો ખર્ચ કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સ્થાનિક સરકારી સંસ્થા કે નગરપાલિકા કે સરકારી એકમ કે યુનિવર્સિટી ઉપાડતી હોય તેમને આ સર્ટિફિકેટ નહીં મળે.

December 18, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5490

રાજ્ય સરકારે ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવવધારો નહીં માંગવાનો નિર્ણય કર્યો હોવાની સરકારે આજે જાહેરાત કરી હતી. જોકે રાબેતા મુજબ વીજ દરમાં પ્રતિ યુનિટે ૧૦ પૈસા જેટલોવધારો થતો હતો. આ અંગે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વીજ વપરાશ ગ્રાહકો પર વીજ ભારણનો બોજો ભાવવધારાના સ્વરૂપે ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વીજ વિતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે, જેને કારણે વીજ વિતરણ દરમિયાન થતાં નુકસાનમાં ઘટાડો થશે. વીજખરીદી તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને રૂ. ૮૮૨ કરોડનું વીજ ભારણ સરભર કરી શકાશે. ઊર્જા પ્રધાને એવું પણ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા.૫૨,૩૯૮ કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (૮૭,૮૨૪ મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂા. ૫૧,૫૦૭ કરોડ થાય છે.

આમ વર્ષ ૨૦૨૦-૨૧ માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂા.૮૮૨ કરોડ થાય છે. એમવાયટી રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજદ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂા. ૮૮૨ કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂા. ૦.૧૦ પ્રતિ યુનિટ થાય છે. જ્યારે આ ભારણ જો ખેત વિષયક ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂા. ૦.૧૩ પ્રતિ યુનિટ થાય છે.