CIA ALERT

ગુજરાત Archives - Page 96 of 158 - CIA Live

January 10, 2020
coldest-day.jpeg
1min5220

દક્ષિણ-પશ્ર્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ત્રણ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આમ ગુરુવારનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

રાજ્યમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સવારથી જ કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો હતો. અમદાવાદ અને વડોદરામાં ૧૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૭ ડિગ્રી, ભુજ, કંડલા ઍરપોર્ટ અને ડીસા-૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકવાના શરૂ થઇ ગયાં હતા.

હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુતમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે.

January 9, 2020
jamnagar_aurvedic.jpg
1min5520

જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જીએયુ) ખાતે આયુર્વેદિક સંસ્થાનોનો સમૂહ (ક્લસ્ટર) રચવા માટેનાં પ્રસ્તાવને 08/01/2020 કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. આ સાથે જ તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ જીએયુ ભારતની પ્રથમ એવી આયુર્વેદિક સંસ્થા બની રહેશે જેને આઈઆઈટી, આઆઈએમનાં સ્તરનો દરજ્જો પ્રાપ્ત થઈ રહ્યો છે.

08/01/2020 વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કૅબિનેટે જામનગર ખાતેની (અ) ઇન્સ્ટિટયૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (બ) શ્રી ગુલાબકુંવર આયુર્વેદ મહાવિદ્યાલય અને (ક) ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ (ફાર્મસી યુનિટ સહિત) નામની જામનગર ખાતેની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કૅમ્પસ ખાતેની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ્સના સમૂહને એકત્રિત કરીને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો મંજૂર કર્યો હતો અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગમાં મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટયૂટ ફોર યોગ ઍન્ડ નેચરોપેથી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચનો સમાવેશ કર્યો હતો.

કૅબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આનાથી આયુર્વેદના શિક્ષણનો દરજ્જો વધશે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માગને અનુલક્ષીને આયુર્વેદમાં વિવિધ અભ્યાસક્રમો ઘડી કાઢવામાં મદદ મળશે.
તેમણે જણાવ્યું હતું કે આનાથી ઇન્સ્ટિટયૂટને આયુર્વેદમાં ત્રીજી પંક્તિની સારસંભાળ વિકસિત કરવામાં મદદ મળશે.

ભારતમાં જાહેર આરોગ્યનું ધ્યાન રાખતી આયુષ્ય પદ્ધતિઓની વધતી ભૂમિકાને જોતાં આ દરજ્જો આપવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદનું મહત્ત્વ વધશે. આયુર્વેદ ચિકિત્સાને મજબૂત બનાવવાથી આરોગ્ય પરનો સરકારી ખર્ચ ઘટશે. કારણ કે આયુર્વેદમાં રોગને અટકાવવાની અને સાજા કરવાની ક્ષમતા હોવાથી તેમાં ઓછો ખર્ચ લાગશે.

હાલ વિશ્વભરમાં આયુર્વેદના જ્ઞાન અને તેની સેવાની માગ વધતી જાય છે. ભારત આયુર્વેદનું ઉદ્ગમ સ્થાન છે.

January 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min12230

ધો.12 કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે NDA પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન શરૂ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 પછી ભારતીય સૈન્યની આર્મી, નેવી કે એરફોર્સ કોઇપણ પાંખ સંચાલિત કોલેજોમાં પ્રવેશ મેળવીને ત્યાં જ અભ્યાસ કર્યા બાદ સૈન્યમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે નિર્ણાયક સમય આવી ગયો છે.

તા.19મી એપ્રિલ 2020ના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી એન.ડી.એ. એન્ટ્રન્સ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ના રોજ આ અંગેનું સત્તાવાર નોટીફીકેશન જારી કરી દેવામાં આવ્યું છે.

નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ માટેની પરીક્ષાનું રજિસ્ટ્રેશન અંગેની માહિતી નીચે મુજબ છે.

  • તા.2 જુલાઇ 2001થી તા.1 જુલાઈ 2004 વચ્ચે જન્મેલા કોઇપણ ઉમેદવારો કે જેઓ ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા માર્ચ 2020માં આપવાના છે તેઓ એન.ડી.એ. માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
  • નેશનલ ડિફેન્સ એકેડેમીની કુલ 370 અને નેવી એકેડેમીની કુલ 48 બેઠકો માટે એન.ડી.એ. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
  • એન.ડી.એ.ની 370 બેઠકોમાં ઇન્ડીયન આર્મીની 208, નેવીની 42 અને એરફોર્સની 120 બેઠકો માટે પ્રવેશ પરીક્ષા લેવાઇ રહી છે.
  • ઇન્ડીયન નેવીની 48 બેઠકો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લેવાશે.
  • ધો.12 કોઇપણ પ્રવાહમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓને ઇન્ડીયન આર્મીની એકેડેમી માટે લાયક ગણવામાં આવશે. જોકે તેમણે પસંદગીની પ્રક્રિયાઓને સફળતાપૂર્વક પાર પાડવાની રહેશે.
  • નેવી અને એરફોર્સ માટે ધો.12 ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષય ધરાવતા વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવશે.
  • નેશનલ ડિફેન્સ એકેડેમી પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન તા.28મી જાન્યુઆરી 2020 સુધી કરી શકાશે.
  • ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ www.upsconline.nic.in છે.
January 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8340

રીલાયન્સના Jio થી ભરાઇ ગયા લોકોના મન, Jioથી સસ્તા નેટ અને ટીવી પેક તરફ લોકો વળ્યા

રીલાયન્સ જીઓ Jio જ્યારે લોંચ કરવામાં આવ્યું ત્યારે એવું કહેવાયું હતું કે તેનાથી સસ્તું નેટ આખી દુનિયામાં કોઇ આપી શકશે નહીં. પરંતુ, હવે જ્યારે રીલાયન્સ જીઓ Jio ફાઇબરની મફત સ્કીમ પૂરી થઇ ગયા પછી વપરાશકારોને ખબર પડવા માંડી કે રીલાયન્સ જીઓ Jio ના ડેટા પેકમાં કંઇક લોચો છે. કેમકે રીલાયન્સ જીઓ Jio ફાઇબરનો પહેલા છ મહિના ફ્રી વપરાશ કરનારાઓએ અનુભવ્યું કે 100 જીબી જેટલું નેટ તો એક મહિનો શું એક અઠવાડીયામાં ખલાસ થઇ જાય છે. હવે જયારે રીલાયન્સ જીઓ Jio ફાઇબર મફતની જગ્યાએ સ્કીમ લોંચ કરવા માંડી એટલે વપરાશકારો ગણતરી કરવા માંડ્યા છે કે મહિને 500 જીબીનો પ્લાન લેવામાં આવે તો જ પારીવારીક જરૂરીયાત પૂરી થઇ શકે અને મહિને 500 જીબી ડેટાની રીલાયન્સ જીઓ Jio ફાઇબરની સ્કીમ માટે વર્ષે રૂ.13000 જેટલો ખર્ચ કરવો પડે તેમ છે.

લોકોનો ડેટા વપરાશ વધ્યો એ વાત માની શકાય પરંતુ, 100 ગણો વપરાશ વધે એ વાત ગળે ઉતરે એવી નથી

રીલાયન્સ જીઓ Jio ફાઇબરના વપરાશકારો એવું કહી રહ્યા છે કે એના કરતા તો કેબલ ટીવીના મહિને રૂ.350 આપેલા સારા. સૂરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને જીઓ ફાઇબર નેટ યુઝ કરનાર ગોપાલભાઇ પટેલે કહ્યું કે અમે જ્યારે રીલાયન્સ જીઓ Jio ફાઇબર કનેકશન લીધું ત્યારે કહેવાયું હતું કે 100 જીબી ડેટા એક મહિનાની વેલિડીટી રૂપે મળશે. પરંતુ, પરીવારમાં 4 મોબાઇલ અને એ પણ ઘરે હોઇએ ત્યારે જ યુઝ કરતા હતા તો પણ 100 જીબી ડેટા 4-5 દિવસમાં પૂરો થઇ જતો હતો. એ સમયે તો ટીવી ચેનલ્સ પણ લોંચ થઇ ન હતી. હવે જ્યારે રિલાયન્સ જીઓ ટીવી ચેનલ સેટઅપ બોક્સ આપી રહ્યા છે ત્યારે ગણતરી માંડીએ તો મહિને રૂ.1100 જેટલો ખર્ચ ઇન્ટરનેટ અને ટીવી બન્ને માટે થાય છે. એના કરતા તો પહેલા ચાલતું હતું એ કેલબ ટીવી અને ચારેય મોબાઇલમાં અલગ અલગ નેટ લઇએ તે સ્કીમ સસ્તી અને પોષણક્ષમ છે.

એવી જ રીતે ઘોડદોડ રોડ પર રહેતા અલ્કેશભાઇ કહે છે કે પહેલા જ્યારે રીલાયન્સ જીઓ Jio લોંચ નહતું થયું ત્યારે એક જીબી ડેટા મહિને વાપરવા મળતો હતો અને તેમાંથી પણ 200-300 એમ.બી. ડેટા વધતો હતો. પરંતુ, હવે જીઓ આવ્યા પછી તો એવું લાગે છે કે ડેટામાં જ કંઇક પ્રોબ્લેમ છે. રીલાયન્સ જીઓ Jio મોબાઇલમાં હોય કો ફાઇબરમાં નિર્ધારિત ડેટા ક્યારે પૂરો થઇ જાય છે અને રોજ સવારે મોબાઇલ શરૂ થાય અને અડધો કલાકમાં તો મેસેજ આવી જાય કે ડેટા વપરાશ 50 ટકા થઇ ચૂક્યો છે. બપોર સુધીમાં તો મોબાઇલ પર જીઓનું ડેટા પેક પૂરુ થઇ જાય.

ગોપાલભાઇ કહે છે કે એવું જ જીઓ ફાઇબરમાં છે. 100 જીબી ડેટા એટલો મોટો જથ્થો કહેવાય કે મહિનો આરામથી ચાલવો જોઇએ તેની જગ્યાએ એક સામાન્ય ફેમિલી કે જેમનો પહેલા જેટલો જ વપરાશ હતો તેનાથી 25 ટકા વધ્યો એવું માની લઇએ તો પણ 100 જીબી ડેટા ખલાસ થઇ જાય એ વાત માનવામાં આવે એવી નથી.

રીલાયન્સ જીઓ Jio કસ્ટમર કેરમાં કોઇ સાંભળતું નથી

ધડાધડ ખલાસ થઇ રહેલા રીલાયન્સ જીઓ Jioના નેટ પેક અંગે સૂરતમાંથી અનેક લોકો કસ્ટમર કેર પર કોલ કરે છે પરંતુ, કસ્ટમર કેરમાંથી સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આ અંગે રીંગરોડ પર મોબાઇલ શોપ ધરાવતા શૈલેષ શાહ કહે છે કે કસ્ટમર કેરમાંથી અષ્ટમ પષ્ટમ સમજાવવામાં આવે છે કે તમારો વપરાશ, એપ્લીકેશન વગેરેમાં ડેટા યુઝ થાય છે. કસ્ટમર પહેલા જે એપ્લિકેશન યુઝ કરતા હતા એ જ કરતા હોય પહેલા કરતા વપરાશ વધ્યો એમ માની શકાય પરંતુ, સીધો 100 ગણો વપરાશ વધે તે કેવી રીતે માની શકાય

રીલાયન્સ જીઓ Jio ફાઇબર દ્વારા ફ્રી સ્કીમ બંધ કરવામાં આવતા જ હવે લોકો ફરીથી મોબાઇલ નેટ તેમજ ટીવી ચેનલ્સ માટે લોકલ કેબલ ઓપરેટર તરફ વળ્યા છે.

CIA Live દ્વારા રીલાયન્સ જીઓ Jioના અધિકૃત અધિકારી સાથે વાતચીત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ, કોઇ જવાબ આપવા માટે આગળ આવ્યા ન હતા. રીલાયન્સ જીઓ Jio તેમના ખુલાસા માટે અમારો સંપર્ક કરી શકે છે.

January 8, 2020
teed-1280x720.jpg
1min5790

ઉત્તર ગુજરાતના ખેડૂતોને તીડના ત્રાસમાંથી ગયા અઠવાડિયે મુક્તિ મળી ગઇ છે. જોકે ખેતીને વ્યાપક નુક્સાન તીડ પહોંચાડી ગયા છે ત્યારે સરકારે સહાયની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી આર.સી ફળદુએ કહ્યું હતુ કે, તીડને લીધે 25,222 હેક્ટર વિસ્તારમાં ખેતીને નુકસાન થયું છે. તે માટે રુ. 31.5 કરોડની સહાય કરવામાં આવશે.

ફળદુએ જણાવ્યું હતું કે, તીડથી જે પાક ને 33%થી વધુ નુકસાન થયું છે તે વિસ્તાર માટે હવે જલ્દી સહાયની  જાહેરાત કરવામાં કરશે. થરાદ, વાવ, સુઈગામ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર થયો હતો. ત્યાં નુક્સાની પણ વધુ થઇ છે.

બહુ મોટી સંખ્યામાં તીડોના ઝુંડ રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતાં હતા અને આ વખતે તીડનું આક્રમણ વિશેષ રહ્યું એમ ઉમેર્યું હતુ. કૃષિ વિભાગના અધિકારીઓએ નુકસાનનો સર્વે પણ કર્યો હતો. બનાસકાંઠા ના 13 અને પાટણના 2 એમ કુલ મળીને 15 તાલુકામાં નુકસાન થયું હતું, તેમણે જણાવ્યું હતું કે “15 તાલુકાના 285 ગામોના ખેડૂતોને પ્રતિ હેક્ટર રુ.18500ની મદદ કરવામાં આવશે.

બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે. કુલ 25,222 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે તેને રુ.31.5 કરોડ ની સહાય કરવામાં આવશે..11 હજાર ખેડુતોને સહાયતા મળશે પરંતુ તેના માટે ખેડૂતોને અરજી કરવી પડશે.

બનાસકાંઠા, સાબરકાંઠામાં તીડના કરોડોના ટોળાએ આંતક મચાવ્યો હતો અને 6 હજાર હેક્ટર ઉભો પાક સાફ કરી નાખ્યો હતો. કરોડો તીડના ઝુંડ ધામા નાખીને બેઠા હતા અને ખેતીને મોટું નુકસાન કરી નાખ્યું હતું. આ પરિસ્થિતિમાં સરકારે દાવો કર્યો છે કે હવે તીડના ઝુંડ બલુચિસ્તાન તરફ વળી ગયા છે.

એક અંદાજ મુજબ જે તે સમયે બનાસકાંઠા, સાબરકાંઠામાં જે તીડ છે તેની સંખ્યા 3 કરોડથી લઈને 10 કરોડ સુધીની હતી. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે મોટા ઝુંડોને દવાનો છંટકાવ કરીને મારી નાખવામાં સરકારને સફળતા મળી છે.
એક ચોરસ કીલોમીટરમાં દશ કરોડ જેટલા તીડ હોય શકે છે. પંથકમાં દશ થી પંદર કરોડ તીડ હોવાનું અનુમાન હતું. તીડનું એક ટોળું ગણતરીની પળમાં 300 ટન લીલોતરી ખાઈ જાય છે.

January 8, 2020
Anand-fake-marksheet.jpg
1min6380

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની બોગસ માર્કશીટ બનાવવાનું આંતરરાજ્ય કૌભાંડ પકડવામાં આવ્યું હતુ. જેમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ વગેરે મળી કુલ રૂ. ૮૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કોર્ટે ચારેયના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાકરોલ સ્કેવરમાં આવેલા એક ખાનગી એજ્યુકેશનલ ક્ધસલટન્ટમાં વિદ્યાનગર પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ધવલ પટેલ અને અમરીશ પટેલને પકડી તેમની ઓફિસમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્કેન કરેલી, એડિટ કરી શકાય તેવી માર્કશીટ અને શૈક્ષણિક દસ્તાવેજો મળી આવ્યા હતા. દસ્તાવેજો એડિટ કરવાનું ફોટોશોપ સોફ્ટવેર પણ મળ્યું હતું. ગુજરાત રાજ્યની સંસ્થાઓની માર્કશીટ મૌલિક ઉર્ફે ભીખા પટેલ અને ગુજરાત બહારની શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ નવસારીના હિરેન મૈસુરિયા પાસે બનાવાતા હોવાની કબૂલાત કરી હતી. મૌલિક મહાદેવ એરિયા પાસે આવવાનો હોવાનું કહેતા પોલીસે ત્યાંથી મૌલિક પટેલ અને હિતેશ રમેશભાઈ પટેલને પકડી લીધા હતા. દોઢ મહિનાથી સમગ્ર રેકેટ ચલાવતા કૌભાંડીઓ રૂ. ૮૫ હજારમાં બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો બનાવી આપતા હતા. વોન્ટેડ આરોપી નવસારી અને વડોદરાના છે. આથી તપાસનો છેડો નવસારી, વડોદરા ઉપરાંત મહારાષ્ટ્ર સુધી પણ પહોંચી શકે તેમ છે.

January 6, 2020
privateschool.jpg
1min7940

RTE, FRC જેવા સરકારી નિયમોથી ત્રસ્ત ખાનગી સ્કૂલોના સંચાલકો ‘ચોર’ હોય એવો સરકારનો વ્યવહાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલોની સરખામણીએ સારામાં સારું શાળાકીય શિક્ષણ આપી રહેલી ખાનગી, સ્વનિર્ભર શાળાઓના સંચાલકો જાણે ચોર હોય એવો વ્યવહાર સરકાર કરી રહી છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં સાવ ખોટેખોટા પુરાવાઓ ઉભા કરીને પ્રવેશ લેનારા વાલીઓ સામે સરકારે કશું કર્યું નહીં, ફી નિર્ધારણ કમિટીઓના મનસ્વી પણાના પુરાવાઓ હોવા છતાં સરકારે પ્રાઇવેટ સ્કુલોને દોષી માનીને એક તરફા નિર્ણયો કર્યા. ગુજરાત સરકારની જોહુકમીઓથી ત્રસ્ત શાળા સંચાલકો પર જનોઇવઢ ઘા રાજ્ય સરકારે ગુજરાત બોર્ડ મારફતે કર્યો છે અને એ ઘા એવો છે કે આગામી માર્ચ 2020માં લેવામાં આવનારી ગુજરાત બોર્ડની પરીક્ષા ભલે પ્રાઇવેટ સ્કુલોના બિલ્ડીંગોમાં લેવાય, પરીક્ષા લેનાર સ્ટાફ પણ ભલે પ્રાઇવેટ-સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોનો હોય પરંતુ, ત્યાં પરીક્ષા સંચાલનની ઉપરી અધિકારીઓની નિમણૂંક સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કુલના સિનિયર શિક્ષકોમાંથી કરવામાં આવશે એ મતલબનો બોર્ડના સચિવે પરીપત્ર જારી કરતા સૂરત તેમજ રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો ઉકળી ઉઠ્યા છે.

તા.6 જાન્યુઆરી 2020ના રોજ સૂરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતો કરી એ પૂર્વે મિડીયાકર્મીઓ સાથે વાતચીત કરી રહેલા ડો.દિપક રાજ્યગુરુ, ફકીરભાઇ ચૌહાણ, સવજીભાઇ હૂણ, દશરથભાઇ પટેલ સમેતના આગેવાનો દ્રશ્યમાન છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સૂરતના પ્રતિનિધિઓએ આજે સવારે 11.15 કલાકે નવા બહુમાળી ભવન ખાતે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપતા પૂર્વે પત્રકારોને જણાવ્યું કે સરકાર ખાનગી શાળા સંચાલકોને ચોર સમજી રહી છે. ખાનગી સ્કુલોની બોર્ડની પરીક્ષાઓમાં સરકારી વ્યક્તિ નિમવાનો પરીપત્ર દર્શાવે છે કે સરકારને ખાનગી સ્કુલના સ્ટાફ પર વિશ્વાસ નથી. ડો. દિપક રાજ્યગુરુ, ફકીરભાઇ ચૌહાણ, સવજીભાઇ હૂણ, રાજેશભાઇ નાકરાણી વગેરે આગેવાનોએ જણાવ્યું કે ખાનગી સ્કુલોમાં બોર્ડની પરીક્ષા સરકારી માણસો લેશે એવો પરીપત્ર અમારા માટે કુઠરાઘાત સમાન છે. બોર્ડ આ પરીપત્ર સત્વરે પાછો ખેંચે અન્યથા રાજ્યભરની ખાનગી સ્કુલો બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરશે.

બોર્ડ આ પરીપત્ર

January 6, 2020
girnar-arohan.jpg
2min6470

જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આજે 35મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 57.36 મિનિટમાં અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા ચડી ઉતરી જૂનાગઢનો યુવાન પ્રથમ ક્રમે આવ્યો હતો. જ્યારે જુનિયર ભાઈઓમાં 59.32 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરનાર બરોડાનો વિદ્યાર્થી પ્રથમક્રમે આવ્યો હતો. જ્યારે સિનીયર બહેનોમાં મોરબીના પોલીસકર્મી તથા જુનિયર બહેનોમાં પ્ર.પાટણની વિદ્યાર્થિની વિજેતા થઈ હતી.

જૂનાગઢના ભવનાથ તળેટીમાં આજે જિલ્લા વહિવટી તંત્ર તથા રમત-ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આજે 35મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. ફૂલગુલાબી ઠંડી વચ્ચે સવારે 7 વાગ્યે પ્રથમ ચરણમાં ભાઈઓને કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર તુષાર સુમેરા, મેયર સહિતનાઓ દ્વારા ફલેગ આપી રવાના કરાયા હતા. જ્યારે 9:30 વાગ્યે સિનીયર સિટીઝન ઓસમાણભાઈ સુમરાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહેનોને ફલેગ ઓફ આપી રવાના કરી હતી. આ સ્પર્ધામાં 22 જિલ્લાના 1489 સ્પર્ધકોની અરજી આવી હતી. જેમાંથી 369 ગેરહાજર રહ્યાં હતા અને 1120 સ્પર્ધકોએ આ કઠીન સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા તથા બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયા સુધી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન આ કઠીન સ્પર્ધા જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજના વિદ્યાર્થી લાલા પરમારે 57.36 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
જ્યારે જૂનિયર ભાઈઓમાં બરોડાના લલીતકુમાર નિશારે 59.32 મિનિટમાં 5500 પગથિયા ચડી ઉતરી જુનિયર વિભાગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

સિનીયર બહેનોમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકાબેન ભુતે 38.21 મિનિટમાં માળી પરબ સુધીના 2200 પગથિયા ચડી ઉતરી સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થયા હતા.

જુનિયર બહેનોમાં પ્ર.પાટણની એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલની વિદ્યાર્થિની પારૂલ વાળાએ 40.46 મિનિટમાં 2200 પગથિયા ચડી-ઉતરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપારે 12 વાગ્યે મંગલનાજી બાપુ આશ્રમ ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં વિજેતા સ્પર્ધકોને મેયર સહિતના મહાનુભાવોના હસ્તે ઈનામ, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

સ્પર્ધા દરમિયાન સી.સી.ટી.વી. કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને સ્પર્ધકોની એક-એક સેકન્ડની ગણતરી થાય તે રીતે એન.આર.સી. દ્વારા ગિરનાર સ્પર્ધાનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.

રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 22 જિલ્લાના 1488 સ્પર્ધકોની અરજી આવી હતી. આજે સ્પર્ધા સમયે 1489 માંથી 369 સ્પર્ધકો ગેરહાજર રહ્યાં હતા. જ્યારે 1120 સ્પર્ધકે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 302 ભાઈઓ તથા 67 બહેનો ગેરહાજર રહ્યાં હતા.

કુલ 1120 સ્પર્ધકમાંથી 465 સિનીયર ભાઈઓ, 403 જૂનિયર ભાઈઓ તથા 102 સિનીયર બહેનો અને 150 જૂનિયર બહેનો જોડાયા હતા. જેમાંથી 575 ભાઈઓ અને 194 બહેનોએ સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરી હતી.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો એક મિનિટમાં 150 પગથિયા ચડી જાય છે અને 300 પગથિયા ઉતરી જાય છે. ઉતરતી વખતે તો 4 થી 5 પગથિયા એક સાથે કુદતા નીચે આવે છે.

ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી ધીમે ધીમે ચડવું તે પણ કપરૂ છે. પરંતુ ગિરનાર સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનતા સ્પર્ધકો એક કલાકથી પણ ઓછા સમયમાં 5500 પગથિયા ચડી ઉતરી જાય છે. વિજેતા બનેલા સ્પર્ધક એક મિનીટમાં 150 પગથિયા ચડી જાય છે અને 300 પગથિયા ઉતરી જાય છે.

સ્પર્ધા દરમિયાન ઉતરતી વખતે એક સાથે 4 થી 5 પગથિયા કુદતા આવતા સ્પર્ધકોને જોવાનો પણ અનોખો રોમાંચ હોય છે. આટલી ઉંચાઈ પર આટલી ઝડપથી પગથિયા ચડવા-ઉતરવા એ કપરૂ કામ છે. છતાં વિજેતા સ્પર્ધકો આ કઠીન સ્પર્ધા આરામથી પૂર્ણ કરે છે.
ગિરનાર સ્પર્ધાના પ્રથમ પાંચ વિજેતાના નામ અને લીધેલો સમય
”””””’ સિનીયર બોયઝ”’ ””””””””””””””””””””” મિનિટમાં
1””””’ લાલા પરમાર””” બહાઉદ્દીન આર્ટ્સ-કોલેજ, જૂનાગઢ’ 57.36
2””””’ અનિલ સોલંકી”” પ્રાથમિક શાળા, લામધાર”’ 61.40
3””””’ મોહન ભીલાળા”’ પાદરડી ગ્રા.પં., પોરબંદર”” 62.15
4””””’ સોમાત ભાલીયા” સરકારી કોલેજ અમરેલી”” 62.26
5””””’ રજનીક મકવાણા’ જૂનાગઢ 62.32
”””””’ સિનીયર ગર્લ્સ””’ ””””””””””””””””””””” મિનિટમાં
1””””’ ભૂમિકા ભૂત”””” મોરબી પોલીસ”” 38.21
2””””’ વાલી ગરચર”””’ ખીરસરા ગ્રા.પં.”” 41.32
3””””’ દિપીકા સોલંકી”” જયશ્રી સ્પોર્ટસ કલબ”””” 41.36
4””””’ મીના વાળા”””” જૂનાગઢ 45.11
5””””’ જયા સુમાનીયા”’ એ.કે.દોશી મહિલા કોલેજ” 45.52
”””””’ જૂનિયર ગર્લ્સ””’ ””””””””””””””””””””’ મિનિટમાં
1””””’ પારૂલ વાળા”””” એમ.જે.સ્વામિ.હાઈસ્કૂલ, પ્ર.પાટણ” 40.46
2””””’ શાયરા કપુરીયા””’ જ્ઞાનજયોત વિદ્યા મંદિર, ખીરસરા””’ 41.28
3””””’ ભગવતી ભટ્ટી”” જ્ઞાન જયોત વિદ્યા મંદિર, ખીરસરા”” 41.51
4””””’ હિના રાઠોડ””””’ જયશ્રી સ્પોર્ટસ કલબ, દેલવાડા”””’ 42.32
5””””’ નિશા બામણીયા” રામેશ્વર એજ્યુ. ટ્રસ્ટ, ગીર સોમનાથ 43.08
”””””’ જૂનિયર બોયઝ”” ””””””””””””””””””””” મિનિટમાં
1””””’ લલીતકુમાર નિશાદ”””””’ બરોડા હાઈસ્કૂલ” 59.32
2””””’ સુનિલ જોળીયા”’ જિલ્લા સ્પોર્ટસ કોચીંગ સેન્ટર, ગીર-સોમનાથ’ 65.35
3””””’ જયકુમાર રામ””’ સ્વામિ વી.વી.મંદિર, જૂનાગઢ””””’ 66.19
4””””’ હરેશ ભાલીયા””’ રીઅલ હાઈસ્કૂલ શિલોજ”’ 67.10
5””””’ કૌશિક મારૂ””””’ જ્ઞાનજયોતિ વિદ્યા મંદિર, જૂનાગઢ”’ 69.01

January 5, 2020
patdi.jpg
1min5060

દર વર્ષે હજારો કિ.મી. દૂરથી વિદેશી નયનરમ્ય પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા ચાર મહિના રણમાં પડાવ નાખે છે. પાટડીના રણવિસ્તારમાં એક લાખથી વધુ પક્ષીઓનો અનોખો જમાવડો જામ્યો છે. વેરાન રણમાં દર વર્ષે સાઇબિરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.

આ સિવાય પેંગ્વિન, ફ્લેમિંગો અને પેન્ટાસ્ટોક સહિતના વિદેશી પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. ગઇ વખતની પક્ષી ગણતરી અનુસાર રણકાંઠામાં ૧૦૦થી વધારે જાતિના ૯૯,૭૪૦ પક્ષીઓ આવેલા નોંધાયા હતા.

ચાલું વર્ષે વેરાન રણના વિવિધ વેટલાઇન વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓએ ધામાં નાખ્યા છે. રણકાંઠા વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા પાંચ આંકડા પાર કરી એક લાખને પણ આંબી જવા પામી છે.

નામશેષ થવાના આરે પહોંચેલા અને કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યા ગુજરાતમાં નોંધપાત્ર રીતે ઘટી છે, જ્યારે રણકાંઠામાં ગીધની સખ્યાં ૪થી વધીને ૮૮એ પહોંચ્યાં બાદ હાલમાં ૪૮એ પહોંચી છે. રણમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શીયાળો ગાળવા આવે છે. ગત વર્ષે છેક લદ્દાખથી આવેલા ૫૦૦થી વધુ બાજપક્ષીઓએ રણમાં ધામાં નાખતા પક્ષીપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા હતા.

January 5, 2020
amreligandhi.jpg
1min4380

મહાત્મા ગાંધીજીની પ્રતિમા અમરેલીના હરિકૃષ્ણા તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ મુજબ રાષ્ટ્રપિતાની પ્રતિમાને શુક્રવાર મોડી રાત્રે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પૂર્ણ રીતે ખંડિત કરવામાં આવી હતી.  

એક અધિકારી મુજબ આ પ્રતિમા 2018માં હરિકૃષ્ણા તળાવ પાસે એક બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી, જેને સુરતના એક હીરા વેપારી ઢોળકિયા એન્ડ ઢોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 

અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ આ કૃત્ય કરનારા અસામાજીક તત્વોની શોધ કરી રહી છે. તેમની વિરુદ્ધ હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

એક પોલીસ અધિકારી મુજબ હરિકૃષ્ણા તળાવના વિકાસ કાર્યથી રોષે ભરાયેલા લોકોએ આ કૃત્ય કર્યું હશે.