CIA ALERT

ગુજરાત Archives - Page 155 of 158 - CIA Live

June 15, 2018
drug.jpg
1min13310

બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ

સમગ્ર વિશ્વમાં પથરાયેલા ડ્રગ રેકેટનો ભંડાફોડ કરતા ડીઆરઆઇએ વડોદરા-ગોવા-મહારાષ્ટ્રની જુદી જુદી જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરીને 10 જણાની ધરપકડ તો કરી જ છે સાથે 308 કિલોગ્રામ કેટામાઇનનો જથ્થો પણ કબજે કર્યો છે. અબજો રૂપિયાના આ કાળા કારોબારનો રેલો ગુજરાતના વડોદરા સુધી વિસ્તર્યો છે.

કેટામાઇન ડ્રગ્સના બનાવીને સપ્લાય કરવાના એક ઇન્ટરનૅશનલ રૅકેટનો ભંડાફોડ DRI મુંબઇએ કર્યો છે. ડીઆરઆઇએ કરેલી કાર્યવાહીમાં ગોવા, રાયગડ તેમ જ વડોદરામાં જુદા જુદા સ્થળોએ રેઇડ પાડી મોટા પ્રમાણમાં ડ્રગ જપ્ત કર્યું છે. અધિકારીઓએ બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ કરી છે. આ રૅકેટને પકડવા માટે અધિકારીઓએ ‘ઑપરેશન વિટામિન’ હાથ ધર્યું હતું અને એમાં ૨૫૦ કિલો કેટામાઇન બનાવવા માટેનું ૨૦૦૦ કિલો રૉ-મટીરિયલ જપ્ત કર્યું છે.

આ ડ્રગની ડીલ હવાલા દ્વારા થતી હતી અને ભારતમાં આ ડ્રગની સપ્લાય માટે સારીએવી ચેઇન બનાવવામાં આવી હતી. અધિકારીઓએ ત્રણ દિવસમાં સિરીઝ પ્રમાણે ગોવા, વડોદરા અને રાયગડમાં રેઇડનું આયોજન કર્યું હતું અને ૩૦૮ કિલો કેટામાઇન જપ્ત કર્યું હતું, જેમાં રહેવાસી અને ઇન્ડસ્ટ્રિયલ સંકુલનો પણ સમાવેશ છે.

June 13, 2018
namo1.jpg
1min15330

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર નિવાસ્થાને બગીચામાં યોગ અને કસરત કરતો વિડીયો શેર કરીને ફિટનેશ ચેલન્જમાં ભાગ તો લીધો જ પરંતુ, કુમારસ્વામીને પણ ચેલેન્જ ફેંકી

તા.13 જૂન 2018, બુધવારની સવારે નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર આ રીતે પોતાનો ફિટનેસ વિડીયો રજૂ કરીને કર્ણાટકના સી.એમ., મોનિકા બત્રા અને 40 વર્ષથી વધુ વય ધરાવતા આઇ.એ.એસ. ઓફિસર્સને નોમિનેટ કર્યા હતા

ઓલલમ્પિક મેડલ વિજેતા અને હાલમાં કેન્દ્ર સરકારના મંત્રી રાજસ્થાનના રાજ્યવર્ધનસિંહે ભારતમાં શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જ હવે ખાસ્સી પ્રચલિત બની રહી છે. ભારતીયોને ફિટ એન્ડ ફાઇન રાખવાના આશયથી શરૂ કરાયેલી આ ફિટનેસ ચેલેન્જનો વ્યાપ ત્યારે વધ્યો જ્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી, ફિટનેસ ચેલેન્જ પૂરા કરતા વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા અને તેમણે આ મિશન અાગળ વધારતા કર્ણાટકના નવા મુખ્યમંત્રી કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ ફેંકી છે. પીએમ મોદીએ કુમારસ્વામી ઉપરાંત ટેબલ ટેનિસ પ્લેયર મોનિકા બત્રા અને દેશના એવા તમામ આઈપીએસ અધિકારીઓ જેમની ઉંમર 40 પ્લસ હોય તેમને ફિટનેસ ચેલેન્જ આપી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય વિરોધી હોવા છતાં પણ ખેલદિલીની ભાવના વ્યક્ત કરીને કર્ણાટકના મુખ્યમંત્રી બનેલા એચડી કુમારસ્વામીને ફિટનેસ માટે ચેલેન્જ પણ આપી. નરેન્દ્ર મોદીએ બુધવાર, તા.13મી જૂને સોશ્યલ મિડીયા ટ્વિટર પર મોર્નિંગ એક્સરસાઈઝ કરતો તેમજ યોગ કરતો પોતાનો વીડિયો પોસ્ટ છે.

કુમારસ્વામીએ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

કુમારસ્વામીએ આ ચેલેન્જનો જવાબ આપતું ટ્વીટ કર્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે મને ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કર્યો તે બદલ આભાર. હું સ્વાસ્થ્ય પ્રત્યે ઘણો ચિંતિત છું અને હું માનું છું કે શારીરિક ફિટનેસ જરૂરી છે. યોગા તેમજ ટ્રેડમીલ એ મારા ડેઈલી વર્કઆઉટનો ભાગ છે. પરંતુ હું મારા રાજ્યના સર્વાંગી વિકાસ માટે વધુ ચિંતિત છું અને આ માટે તમારા સહયોગની અપેક્ષા છે.’

 

કોણ કોણ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી ચૂક્યું છે

માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જમાં વિરાટ કોહલી, સાયના નહેવાલ સહિતના સ્પોર્ટ્સ આઈકન્લ ચેલેન્જ સ્વીકારી ચૂક્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો હતો અને તેણે પીએમ નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ ઈન્ડિયન કેપ્ટન એમ એસ ધોનીને ચેલેન્જ આપી હતી.

June 12, 2018
Ravi-Shankar.jpg
1min15760

યોગગુરુ રામદેવને તો ટેલિવિઝન એડમાં જોઇએ જ છીએ હવે શ્રી શ્રી રવિશંકર પણ પોતાની બ્રાન્ડ પ્રોડક્ટની જાહેરાતો પર રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

ગત મે માસાંતે પૂરી થયેલી વિશ્વ ક્રિકેટની સૌથી મોટી કોમ્પિટીશન IPLમાં શ્રી શ્રી તત્વાની જુદી જુદી પ્રોડક્ટની જાહેરાતો ટીવી જોવામાં આવી હતી. આ શ્રી શ્રી તત્વા કંપની બીજા કોઇની નહીં પણ શ્રી શ્રી રવિશંકરની છે. ટેલિવિઝન પર જાહેરખબર માટે રૂ.૧૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે FMCG કૅટેગરીમાં મોટા ઍડ્વર્ટાઇઝર્સની યાદીમાં હવે શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વ બ્રાન્ડ પણ સામેલ થઇ છે. વાચકોની યાદ હશે જ કે શ્રી બાબા રામદેવ પણ પોતાની પતંજલિ બ્રાન્ડના પ્રમોશન માટે દેશ-દુનિયાના મિડીયામાં કરોડો રૂપિયાની જાહેરખબરો પ્રસારિત કરાવી રહ્યા છે. માર્કેટ સૂત્રો જણાવે છે કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બે બાબાઓ, રવિશંકર અને રામદેવની પ્રોડ્ક્ટનું માર્કેટિંગ વૉર પૂરા વેગથી જોવા મળશે.

શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વા માર્કેટિંગમાં FMCG બ્રાન્ડ ગણવામાં આવે છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ શ્રી શ્રી તત્વા જાહેરખબર અને માર્કેટિંગ માટે લગભગ રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન ધરાવે છે.

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

શ્રી શ્રી તત્વા તાજેતરમાં કેમ લાઇમલાઇટમાં આવી

શ્રી શ્રી તત્વા ટૂથપેસ્ટ, પર્સનલ કૅર આઇટમ્સ અને ફૂડ-પ્રોડક્ટ્સ જેવી વિશેષ કૅટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને IPL-2018 દરમિયાન રૂ.૧૦ કરોડનું બજેટ પ્રોવિઝન પ્રમોશન માટે ફાળવ્યું હતું તેમાંથી ચારેક કરોડ રૂપિયા પર્સનલ કૅર આઇટમ્સની ટીવી-જાહેરાતો માટે, ૩ કરોડ રૂપિયા ટૂથપેસ્ટ માટે અને ૩ કરોડ રૂપિયા ફૂડ-પ્રોડક્ટ્સની જાહેરખબર પર ખર્ચ્યા હતા.

પતંજલિ આયુર્વેદનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૦,૦૦૦ કરોડ કરતાં વધુ છે. પતંજલિના ટર્નઓવરમાં ઝડપી વૃદ્ધિ થવાથી હિન્દુસ્તાન લીવર, પ્રોક્ટર ઍન્ડ ગૅમ્બલ, કોલગેટ પામોલિવ, ફ્યુચર ગ્રુપ અને ડાબર જેવી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો વિસ્તારવાની ફરજ પડી છે.

June 12, 2018
nalin_kotadia.jpg
1min13780

પોલીસ પેપર જોતા કોટડિયા સામે બીન જામીનપાત્ર ગુનો અને ષડયંત્રમાં સામેલ હોવાનું કોર્ટે નોંધ્યું 

સુરતથી આકાર પામેલા અને ગુજરાતભરમાં ફેલાયેલા હજારો કરોડો રૂપિયાના બીટ-કોઇન ખંડણી કેસમાં પોલીસને મચક નહીં આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનું ધરપકડ વોરંટ સેશન્સ કોર્ટે ઇશ્યૂ કર્યા બાદ પણ તેઓ ઘણાં સમયથી હાજર થતા નથી. પરીણામે ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચએ ધારીના પૂર્વ ભાજપી ધારાસભ્ય નલિન કોટડિયાને ભાગેડૂ જાહેર કરવા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતા હવે સત્તાવાર રીતે કોટડિયાને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.

સીઆઇડી ક્રાઇમે કોટડિયાને સીઆરપીસીની કલમ 82 મુજબ ભાગેડૂ જાહેર કરવા સ્પે. એસીબી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે,  બિટકોઈન ખંડણી કેસમાં કુલ છ આરોપી પકડાયા છે. શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ખંડણી ઉઘરાવવા માટે કાવતરૂં રચાયું હતું. આરોપી કિરીટ પાલડિયા, કેતન પટેલ, જતિન પટેલ અને નલિન કોટડિયા સુરત સર્કિટ હાઉસમાં મળ્યાં હતાં. કાવતરૂં ઘડીને કેતન પટેલે અમરેલી એસ.પી. જગદિશ પટેલ સાથે વાત કરી હતી.

અગાઉ વિવાદાસ્પદ રાજકારણી નલીન કોટડિયા સામે લુકઆઉટ નોટિસ જારી કરી દેશના તમામ એરપોર્ટ પર આ અંગે જાણ કરી દેવામાં આવી છે.

 

June 12, 2018
bhaiyyuji-maharaj.jpg
1min19720
રાષ્ટ્રસંતનું માન મેળવનાર ભૈય્યુજી મહારાજે મધ્યપ્રદેશના ઇન્દૌરમાં પોતાના નિવાસસ્થાને પોતાને જ ગોળી મારીને મોત વહાલું કરી લેતા સમગ્ર ભારતમાં દાવાનળની જેમ સમાચાર વહેતા થયા છે. ભૈય્યુજી મહારાજે કયા કારણોસર મોત વહાલું કર્યું તે કારણો હજી જાણી શકાયા નથી. ભૈય્યજી મહારાજને ગંભીર હાલતમાં ઈન્દૌરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર દરમિયાન મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ઇન્દૌરમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હોસ્પિટલ બહાર જમા થયા છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે પાંચ સંતોને રાજ્યમંત્રી તરીકેનો દરજ્જો આપ્યો હતો તેમાં ભૈય્યુજી મહારાજનો પણ સમાવેશ હતો. ભૈય્યુજી મહારાજને એટલા માટે હાઇપ્રોફાઇલ સંત કહેવામાં આવે છે કેમકે નરેન્દ્ર મોદીથી લઇને આરએસએસ પ્રમુખ સમેત ટોચના વીવીઆઇપી તેમની સાથે ઘરોબો ધરાવતા હતા.
નરેન્દ્ર મોદીને પારણા કરાવીને દેશભરમાં પ્રખ્યાત થયા
ભૈય્યુજી મહારાજનું કાર્યક્ષેત્ર સામાન્યતહ મધ્યપ્રદેશ પૂરતું સિમીત હતું પરંતુ, નરેન્દ્ર મોદીએ યોજેલા ધરણા બાદ ભૈય્યુજી મહારાજે નરેન્દ્ર મોદીને પારણા કરાવ્યા હતા, એ ઘટના સમગ્ર ભારત અને વિશ્વભરમાં ભૈય્યુજી મહારાજને ફેમસ કરી દીધા હતા.
સીયારામ કંપની માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે
હાઇપ્રોફાઇલ સંત ભૈય્યુજી મહારાજની લાઇફસ્ટાઇલને કારણે તેઓ ભારે ચર્ચામાં રહ્યા છે. તેમના ઠાઠમાઠ મિડીયામાં ભારે ચર્ચાસ્પદ રહ્યા છે. તેઓ એક સમયે સીયારામ જેવી કંપની માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે.
ભૈય્યુજી મહારાજનું મૂળ નામ ઉદય સિંહ શેખાવત છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના શુજેલપુરમાં એક કિસાન કુટુંબમાં થયો હતો. તાજેતરમાં જ ભૈય્યજી મહારાજનું નામ તે સમયે ચર્ચામાં આવ્યું હતું,
 
ભૈય્યુજી મહારાજને ભારતના હાઇપ્રોફાઇલ સંત માનવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય સ્તર પરના નેતાઓ સાથે તેમનો ઘરોબો છે. તાજેતરમાં ભૈય્યુજી મહારાજ સાથે જોડાયેલી બે ખબરો ખૂબ ચર્ચામાં રહી હતી. પહેલી તેમના લગ્ન અને બીજુ તેમના પર હુમલો. ગત વર્ષે એપ્રિલ 2017માં ભૈય્યુજી મહારાજે બીજી લગ્ન કર્યા હતા. તેમણે ગ્વાલિયરની ડૉ.આયુષી સાથે સાત ફેરા લીધા હતા. ભૈય્યુ મહારાજની પ્રથમ પત્ની માધવીનું આશરે એકાદ વર્ષ પહેલા (નવેમ્બર 2015 માં) નિધન થયું હતું. પહેલા લગ્નથી તેમની એક દીકરી કુહુ છે, જે હાલ પુણેમાં અભ્યાસ કરી રહી છે.
ભૈય્યુજી મહારાજ થોડા સમય પહેલા જાહેર જીવનથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક તેમના બીજા લગ્નએ લોકોને ચોંકાવી દીધા હતા.
June 4, 2018
mbbs_1.jpg
2min21220

નીટમાં મિનીમમ કેટલા પર્સન્ટાઇલ જોઇએ

 

 

મેડીકલ, પેરામેડિકલમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો

IIT, NIT, IITમાં જોસા www.josaa.nic.in થકી થતી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ

રાજ્યમાં આવેલી બી.આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત

 

 

આજરોજ તા.4 જૂન 2018એ સીબીએસઇ દ્વારા નીટ-2018ના પરિણામો જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે રચેલી મેડીકલ એડમિશન કમિટી દ્વારા રાજ્યમાં આવેલી મેડીકલ, ડેન્ટલ તેમજ પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી હતી. સી.આઇ.એ. લાઇવ દ્વારા આ વિગતો વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એન.આર.આઇ. ક્વોટામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે તેમના માટે પણ પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. અહીં પી.ડી.એફ. ફોર્મેટ લિંક ક્લીક કરશો એટલે ફાઇલ ઓપન થશે.

mbbs_nri

June 1, 2018
rutu1.jpg
1min17240

એર એશિયાની બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટના કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામીને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી કેમકે એર એશિયાની વિશિષ્ટતા છે કે જે તે શહેરની પહેલી ફ્લાઇટના પાઇલટ તેમજ કેબિન ક્રુ મેમ્બર્સ જે તે શહેરના મૂળ વતની હોય તેવા સ્ટાફને મોકલે છે

આજે એર એશિયા દ્વારા બેંગ્લોર ટુ સુરતની ફ્લાઇટનું પહેલું વિમાન બેંગ્લોરથી સુરત આવ્યું હતું. આ ફ્લાઇટની અનેક વિશેષતાઓ હતી પરંતુ, એક વિશેષતા એ પણ નોંધનીય છે કે આ ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામી નામનો યુવાન હતો. રુતુ ગોસ્વામી જન્મે સુરતી છે. રુતુ ગોસ્વામીનો જન્મ સુરત થયો અને એ પછી પાંચ વર્ષ સુધી રુતુ ગોસ્વામીનો ઉછેર સુરત થયો હતો.

એર એશિયા કંપનીની ખાસિયત છે કે જે શહેરમાં પહેલી ફ્લાઇટ રવાના કરતી હોય ત્યારે એ ફ્લાઇટમાં જે તે શહેરના વતની હોય તેવા પાઇલટ અગર તો કેબિન ક્રુ મેમ્બરને ખાસ ડ્યૂટી સોંપે છે. આ પરંપરાના ભાગરૂપે રુતુ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

બેંગ્લોરથી ફ્લાઇટ સુરત આવી પહોંચી ત્યારે વોટરકેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે રુતુ ગોસ્વામીએ ફ્લાઇટ ડ્યૂટી પૂરી કરીને એરપોર્ટ પર આવ્યા ત્યારે સુરતીઓનો આનંદ સાતમે આસમાને હતો. સુરતને નવી ફ્લાઇટ બેંગ્લોરની તો મળી જ પરંતુ, સાથોસાથ તેને પહેલી વખત ઉડાડીને જે પાઇલટ લાવ્યા તે પણ જન્મે સુરતી છે.

રુતુ ગોસ્વામીએ એરપોર્ટ પર સી.આઇ.એ. સંવાદદાતાને જણાવ્યું કે સ્વાભાવિક છે કે જ્યાં જન્મ થયો હોય તે શહેરમાં પહેલી ફ્લાઇટ ફ્લાય કરીને આવવાનો આનંદ સવિશેષ હોય. રુતુ ગોસ્વામીએ કહ્યું કે તેનો પરિવાર મૂળ ભૂજના છે. તેમના પિતાની સુરત ટ્રાન્સફર થઇ ત્યારે પરિવાર સુરત આવ્યો હતો અને એ સમયે જ રુતુ ગોસ્વામીનો જન્મ સુરતમાં થયો હતો. રુતુના જન્મ પછી પાંચ વર્ષ સુધી તેમનો પરિવાર સુરતમાં રહ્યો હતો આમ, સુરતમાં જન્મીને ઉછરેલા રુતુ ગોસ્વામીએ આજે બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટ ઉડાડી એ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. સુરત એરપોર્ટ પર પ્લેન ઉડાડીને આવેલા રુતુ ગોસ્વામીને આવકારવા ખુદ તેનો સમગ્ર પરિવાર પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતો.

એરપોર્ટ પર નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ,  શ્રીમતી દર્શનાબેન જરદોષ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતા, શ્રી કલ્લુભાઇ દેસાઇ તેમજ અન્ય અાગેવાનોએ રુતુ ગોસ્વામીને ફ્લાવર બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

June 1, 2018
v3.jpg
1min49720

આજે સમગ્ર વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરત માટે ગૌરવવંતી બાબત એ છે કે સુરતમાં 1975થી દૂધ અને દૂધ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી જૂની અને જાણીતી વિજય ડેરીને આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા દબદબાભર્યા કાર્યક્રમમાં નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 એનાયત કરવામાં આવ્યો છે. વિજય ડેરી વતી તેમના મેનેજમેન્ટના શ્રી પિયુષભાઇ પટેલએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચ એન્ડ ફાર્મર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર હસબન્ડરી, ડેરીઇંગ એન્ડ ફિશરીઝ દ્વારા સમગ્ર ભારત સ્તરે રાષ્ટ્રીય ગોકુલ મિશન ચલાવવામાં આવે છે અને આ મિશનના ભાગરૂપે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરી દ્વારા સંચાલિત શ્રી હરી નાણજી ફાર્મના સંચાલન માટે એનાયત કરવામાં આવ્યો છે.

આજે વિશ્વ મિલ્ક ડે નિમિતે દિલ્હી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં સુરતની વિજય ડેરીના શ્રી પિયુષભાઇ પટેલને સમગ્ર દેશની ટોચની ડેરીઓના સંચાલકોની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય રહેવા બદલ રૂ.3 લાખનું ઇનામ તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 

નવી દિલ્હી ખાતે તા.1લી જૂન શુક્રવારે યોજાયેલા દબદબાભર્યા સન્માન સમારોહમાં દેશભરના ટોચના ડેરી ઉત્પાદકોની હાજરીમાં સુરતની વિજય ડેરીના માલિક શ્રી પિયુષભાઇ પટેલને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરષ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ લીધા બાદ સુરતની વિજય ડેરીના શ્રી પિયુષ પટેલે સમારોહને સંબોધન કર્યું હતું.

 

સુરતની વિજય ડેરીને શ્રી હરી નારણ ફાર્મના સંચાલન બદલ જે એવોર્ડ અપાયો તેનું પ્રમાણપત્ર

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરીને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. વિજય ડેરીના શ્રી પિયુષ પટેલ એવોર્ડ સ્વીકારતા નજરે પડે છે.

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ આપવા માટે જુદા જુદા ક્રાઇટેરીયા હોય છે જેમાં પશુપાલન એરીયાની સ્વચ્છતા, તેમનો આહાર, તેમનો ઉછેર, વાતાવરણ, રસીકરણ વગેરે બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે.

 

June 1, 2018
gseb.png
1min12940

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ તા.28મી મે ના રોજ જાહેર કરેયાલા ધો.10ના પરીણામમાં પરીક્ષકો એટલે કે ઉત્તરવહીઓ ચકાસવા ગયેલા શિક્ષકોએ મોટી સંખ્યા એટલે કે 40 હજાર જેટલી ભૂલો ગણિતના વિષયની ઉત્તરવહીઓની ચકાસણીમાં કરી હોવાની બાબત સપાટી પર આવતા બોર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ધો.10ની ઉત્તરવહીઓમાં થયેલી આવી ભૂલો મોટા ભાગે પ્રશ્નોના ગુણોના સરવાળામાં થઇ હોવાનું જાણવા મળે છે.

પેપર તપાસવામાં વધતી જતી શિક્ષકોની ભૂલો ચિંતાનું કારણ છે. જ્યારે ફાઈનલ રિઝલ્ટ બનાવાય છે ત્યારે ડેટા એન્ટ્રી કરતી વખતે ક્રોસ ટોટલિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે 10 માર્ક કે તેનાથી વધારે માર્કની 1,237 ભૂલો પકડાઈ હતી. પેપર તપાસવામાં ઉતાવળ અને ભૂલો કરનારા શિક્ષકો પાસેથી એક ભૂલના 50 રૂપિયા લેખે 6.67 લાખનો દંડ વસૂલાયો હતો.

માર્ચ 2018ની એસ.એસ.સી.ની પરીક્ષામાં ગણિત વિષયમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. બોર્ડ દ્વારા પરિણામનું રેન્ડમ ચેકિંગ તેમજ ડિટેઇલ્ડ વેરીફિકેશન કરવામાં આવતા એવી બાબત પરથી પરદો ઉઠ્યો કે પેપર તપાસનારા પરીક્ષકોએ મૂલ્યાંકન તેમજ ગુણોના સરવાળા કરવામાં ભારે દાટ વાળ્યો છે. જુદા જુદા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણોના સરવાળા કરવામાં ભારે ભૂલો કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પેપર તપાસતાં પરીક્ષકોએ ગુણોના સરવાળામાં કરેલી 40,000 ભૂલો ડિટેઇલ્ડ વેરિફકેશનમાં બહાર આવી છે. અંદાજે 3,500 કેસ એવા છે જેમાં 10 માર્ક્સ કે તેનાથી વધારે માર્ક્સની ભૂલ પરીક્ષકોએ કરી છે. પરીક્ષકોએ કરેલી ભૂલો જો સુધારવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓના પરિણામ પર તો અસર પડે જ પડે પણ બોર્ડના કુલ પરિણામ ફેરવાય તેમ છે.

બોર્ડના અધિકારીઓ નૈતિક રીતે સ્વીકારી રહ્યા છે કે પરીક્ષકો દ્વારા ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં રહેલી ભૂલોને જો સુધારવામાં ન આવે તો વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થયાનું લેખાશે.

આ વર્ષે યોજાયેલી એસએસસીની પરીક્ષામાં 11.02 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં ફેઇલ થયા છે. હવે રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણય કરશે કે પરીક્ષકોએ કરેલી ભૂલનો સુધાર કેવી રીતે કરવો.

June 1, 2018
Gujarat-Police.jpg
1min16470
માફીયા કીંગ દાઉદનો ડાબો હાથ સમાન અને 1992 મુંબઈ બ્લાસ્ટના કેસોમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભાગતા ફરતા અહેમદ મોહમ્મદ ઉર્ફે અહેમદ લંબૂને એક લાંબા સમયથી ચાલી આવતા ઓપરેશનના અંતે ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે.
બોમ્બે બોંબ બ્લાસ્ટ કેસમાં નાસતા-ફરતા આરોપી અહેમદ લંબુની ધરપકડ માટે સીબીઆઈએ લુક-આઉટ અને ઇન્ટરપોલ લાંબા સમયથી નોટિસ જાહેર કરી છે. એટલું જ નહીં પણ અહેમદ લંબુ અંગે જાણકારી આપનારને  રૂ.પાંચ લાખનું ઇનામ પણ આપવાનું એલાન થઇ ચૂક્યું છે છતાં અહેમદ લંબૂ હાથ આવતો ન હતો. અહેમદ લંબૂ અંગે જુદા જુદા રાજ્યોની પોલીસને અનેક નાની મોટી બાતમીઓ પણ નિયમિત રીતે મળતી રહેતી હતી પરંતુ, તેને પકડી શકાયો ન હતો.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાજ્યના દક્ષિણ છેવાડે વલસાડ અને વાપીની વચ્ચે દરિયા કિનારે ગુજરાત એટીએસ થોડા સમયથી એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તા.31મી મેના રોજ રાત્રે આ ઓપરેશન દરમિયાન ગુજરાત પોલીસની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને કામ્યાબી મળી છે અને લાંબા સમયથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી અહેમદ લંબૂને ઝબ્બે કરવામાં આવ્યો હતો. અહેમદ લંબૂ પર 1992 બ્લાસ્ટનું કાવતરૂં ઘડવાનો અને હથિયારો પૂરા પાડવાનો આરોપ છે. બોમ્બ બ્લાસ્ટ પછી લંબૂને ભગાડવામાં ડોસાએ મદદ કરી હતી. ત્યારથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.