CIA ALERT

ગુજરાત Archives - Page 146 of 158 - CIA Live

November 18, 2018
girnar.jpg
1min6680

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે. 

સોમવાર, તા 19 નવેમ્બર 2018 થી શરૂ થઇ રહેલી સૌરાષ્ટ્રમાં પવિત્ર મનાતી ગિરનારની પરિક્રમા આ વખતે ગિરનારની તળેટીથી લઇને પર્વત માર્ગ પર પ્લાસ્ટીક ફ્રી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓ તેમની સાથે પ્લાસ્ટીકની બેગની જગ્યાએ કાગળની થેલીઓ લઇ જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવશે. દર વર્ષ કરતા આ વર્ષે ગિરનારની પરિક્રમા કરનારાઓની સંખ્યા વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે.

આવનારાઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા તા 18 થી 24 દરમ્યાન વધારાની ટ્રેનો તેમ જ હાલ દોડતી અને જૂનાગઢથી ઉપડતી તેમ જ આવતી ટ્રેનોમાં વધારાના કોચ લગાડાયા છે. જ્યારે એસ.ટી.તંત્રે 40 ઉપરાંત વધુ બસો દોડાવી છે. દરમિયાન ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન જંગલ પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે વિવિધ સંસ્થાઓ પરિક્રમા રૂટ ઉપર યાત્રિકોને કાગળની થેલીઓનું વિતરણ કરનાર છે. જેમાં પ્રકૃતિ મિત્ર મંડળ, બોલબાલા ટ્રસ્ટ, સિનિયર સિટીઝન મંડળ, નેચર નિસર્ગ કલબ અને બાબા મિત્ર મંડળનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓના સભ્યો, જંગલમાં કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક ન જાય તેની ખાસ તકેદારી રાખશે.

કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરિક્રમા કરવા માટે ભાવિકો જીવના જોખમે ટ્રેનના ડબ્બા પર બેસી જૂનાગઢ આવી રહ્યા છે. ટ્રેનના ડબ્બા પરથી સેલ્ફી લેવા જતા એક યુવાન નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢ આવી રહ્યા છે. એસટી બસો અને ટ્રેનોમાં ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ટ્રેનના ડબ્બા પર ચડી લોકો જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા લોકોને નીચે ઉતારવા મહેનત કરી પરંતુ લોકો માન્યા નહિ. જોખમી સવારીમાં ઊનાના હરમડિયા પાસે ડબ્બા પર એક યુવાન સેલ્ફીના ચક્કરમાં નીચે પટકાયો હતો. આથી તેને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.

  • ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢમાં ઠલવાયા
  • ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન હાઉસફૂલ, લોકો ડબ્બા પર ચડી ગયા, સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી
  • ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા
  • 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી

એસ.ટી. વિભાગે પણ બસોની સંખ્યા વધારી છતાં ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ભાવિકો પ્રસાદનો લાભ લઈ લીલી પરિક્રમા પૂર્ણ કરશે. તેમજ 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આજે લીલી પરિક્રમા કરવા માટે 2 લાખ ભાવિકો જૂનાગઢ પહોંચી ગયા હતા અને ઘણા બધા પદયાત્રીઓએ લીલી પરિક્રમાનો પ્રારંભ પણ કરી દીધો છે.

જૂનાગઢની લીલી પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચડીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ હાઉસફૂલ હોવાથી લોકો ડબ્બા પર ચડી ગયા હતા. સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે છતાં તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે.

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે.

પરિક્રમા કરવા આવતા લોકો એક દિવસમાં જ જંગલની બહાર નીકળી જાય છે. રાત્રિ રોકાણ તો ભાગ્યે જ કરે છે. તેમજ પહેલા પરિક્રમા દરમિયાન ભોજન પણ જંગલમાં બનાવતા હવે ગણ્યા ગાંઠ્યા લોકો જ રસોઈ બનાવે છે.

November 18, 2018
government_gujarat.jpg
1min4970
  • 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ
  • તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય
  • વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે
  • 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય
  • 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય
  • આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે

 

રાજ્ય સરકારે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ અન્ય તાલુકાના ખેડૂતોએ પણ સરકાર પાસે મદદ માગી હતી ત્યારે રાજ્ય સરકારે 51 તાલુકા ઉપરાંત અન્ય બીજા 45 તાલુકા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર વધુ 45 તાલુકાને આર્થિક મદદ કરશે.

400 મિલીમિટરથી ઓછા વરસાદવાળા વધુ 45 તાલુકાને મદદ કરાશે. 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય કરાશે. જ્યારે 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય કરવામા આવશે. નવા ખાસ પેકેજ અંતર્ગત વધુમાં વધુ બે હેક્ટર સુધી લાભ મળશે. બે હેક્ટરથી વધુ જમીન ધારકોને લાભ મળશે નહીં. સરકારે આ 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે. તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય કરવામાં આવશે. આ વિશેષ પેકેજ આજથી જ લાગુ પડશે. ખેડૂતો આજથી જ નોંધણી કરાવી શકશે. જેમાં એક વખત જ લાભ મળી શકશે જ્યારે અછતગ્રસ્ત 51 તાલુકાઓને 1લી ડિસેમ્બરથી જુન માસ સુધી લાભ મળશે. આમ રાજ્યમાં કુલ મધ્યમ અને ઓછા વરસાદવાળા 96 તાલુકાને સહાય કરાશે. આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે.

મુખ્ય પ્રધાને તમામ કામને મંજૂરી આપી દીધી છે. વધુ 45 તાલુકામાં ધોરાજી, બેચરાજી, ઉપલેટા, ધારી, ચુડા, વઢવાણ, લાઠી, મહેસાણા, કડી, પાદરા,જસદણ, સાણંદ, વડનગર, દાંતીવાડા, ગાંધીનગર, અમીરગઢ, ટંકારા, સિદ્ધપુર, બાબરા, ધોરાજી, લાલપુર, ઉમરાળા, ગોંડલ, આમોદ, કલોલ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. આ વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે.

November 17, 2018
vib.jpg
1min5030

રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રોકાણ આકર્ષવા માટેના ફોરેન રોડ-શો બાદ હવે ડોમેસ્ટિક રોડ-શો શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે તા.16મી નવેમ્બર 2018ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં નવી દિલ્હીમાં રોડ-શો યોજીને અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં રોડ શો યોજ્યા બાદ ઉદ્યોગકારો સાથે બેઠક પણ યોજશે.

નવી દિલ્હી ઉપરાંત મુંબઈમાં રોડ-શો યોજાશે જેમાં રાજ્યના નાયબ વડાપ્રધાન નીતિન પટેલ હાજરી આપશે. ત્યાર બાદ અન્ય શહેરો જેવા કે બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ અને પૂણે જેવાં શહેરોમાં યોજાનારા રોડ-શોમાં ઉદ્યોગપતિઓ સમક્ષ ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં રોકાણની તકો અંગે વિગતે રજૂઆત કરાશે. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રોડ-શોની આગેવાની કરીને રોકાણને આકર્ષશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2019ની વિશેષતાઓ અંગે રોડ-શો અને વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. તેઓ વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે પણ બેઠકો પણ યોજશે. વાઇબ્રન્ટ ગુજરાત-2019નો આ કર્ટન રેઝર કાર્યક્રમ હશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસમાં તા.16મી નવેમ્બર 2018ની સવારે 9થી 1 દરમ્યાન ઉદ્યોગ-વેપારજગતના વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-2019 સંદર્ભે બેઠકો યોજી હતી. તેઓ વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથોસાથ વૈશ્વિક ફલક પર બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની ઊભરી રહેલી પ્રતિભા સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શો અને વન-ટુ-વન બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંગે માહિતગાર કર્યા હતા.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઉદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડો. જેએન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમકે દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

November 16, 2018
nuts_burn.jpg
1min7380

ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કરીને તા.14મી નવેમ્બર 2018થી ખરીદીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નીતિ-નિયમોને લીધે પહેલા જ દિવસે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોનો પિત્તો ગયો હતો અને તેઓ એવા રોષે ભરાયા કે રાજ્ય સરકારને મગફળી વેચવાને બદલે રસ્તા પર મગફળી બાળવાનું શરૂ કરી દીધું હતું, જોત જોતામાં મગફળી બાળવાનો ટ્રેન્ડ એવો વાઇરલ થયો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ગામેગામ મગફળી બાળવામાં આવી રહી છે એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકી-રોકીને એમાં બેઠેલા પૅસેન્જરોને પણ ભરપેટ મગફળી ખવડાવીને ખેડૂતોએ સરકારની નીતિનો અનોખો વિરોધ કર્યો છે.

અળવીતરો નિયમ સરકારનો

ગુજરાત સરકારએ આ વખતે મગફળી ખરીદીમાં કેટલાક અળવીતરા નિયમો બનાવ્યા છે. જેમકે 35 કિલોના પૅકિંગમાં મગફળી પૅક કરવાની છે અને એમાં પણ અડધા ફુટની જગ્યા ખાલી રાખવાની છે. ખાલી રાખવાની જગ્યાનો નિયમ પાળવામાં આવે તો બોરીમાં ત્રીસ કિલોથી વધારે મગફળી આવે એમ નથી.

મગફળી વેચવા માટે ખેડૂતો તા.14મી નવેમ્બર 2018ના રોજ માર્કેટિંગ યાર્ડો પર પહોંચ્યા ત્યારે એંસી ટકા માલ પૅકિંગને પ્રશ્ને રિજેક્ટ કરવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને તેમણે હાઇવે પર જ પૅકિંગ ખોલી નાખ્યાં હતાં. માર્કેટમાં બરાબર ભાવ ન મળે ત્યારે ખેડૂતો સરકારને મગફળી આપે. એક તો પોષણક્ષમ ભાવ ન મળતા હોય એવામાં આ મગફળી ફરીથી પાછી લઈ જવી અને એ માટેની બોરી બનાવવી એ કોઈ ખેડૂતને પોસાય એમ નથી એટલે પાછા લઈ જવાના ખર્ચને બદલે બધાએ મગફળી બાળી નાખી તો અમુકે લોકોની વચ્ચે લહાણી કરી નાખી.

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ મગફળી બાળી નાંખવાનો કે લોકોમાં વહેંચી દેવાનો ટ્રેન્ડ ભારે વાઇરલ થયો છે.

તા.14મી અને 15મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછામાં ઓછી બે હજાર કિલો મગફળીનો જથ્થો અગર તો બાળવામાં કે મફત ખવડાવવામાં આવ્યો હતો.

November 11, 2018
MARKET.jpg
1min5820

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ ભાવાંતર યોજનાના મુદ્દે દિવાળી પહેલાથી સજ્જડ હડતાલ પર હતા. સામાન્ય રીતે દિવાળીની રજાઓ પછી લાભપાંચમથી યાર્ડો પૂન: શરૂ થઈ જતા હોય છે. આ વખતે હડતાલને કારણે લાભપાંચમના શુકન સચવાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ સર્જાયો હતો.

દરમિયાન આજે તા.11મી નવેમ્બર 2018ના રોજ ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં તેમણે ભાવાંતર યોજના મુદ્દે સરકારમાં વાત કરવા બાંયધરી આપી હતી. તેમજ રાજકોટ યાર્ડના ચેરમેન ડી કે સખીયાએ સરકાર સાથે 8 દિવસમાં મિટીંગ કરાવવા ખાતરી આપતા સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડ લાભપાંચમથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને આવતીકાલ તા.12 નવેમ્બર 2018ને લાભપાંચમના પર્વથી દરેક યાર્ડમાં નવી આવક ચાલુ કરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું.

November 10, 2018
surat.jpeg
1min22690

જયેશ બ્રહ્મભટ્ટ 

સરદાર, સાપુતારા, સૌરાષ્ટ્ર, શિરડી, સિંગાપોર અને સુરત…આ તમામ સ મૂળાક્ષર પરથી શરૂ થતાં ટૂરિંગ ડેસ્ટિનેશન અને સુરત વચ્ચે હાલમાં ગજબનો નાતો બંધાયો છે. દિવાળીના તહેવારો પૂરા થયા અને શોખીન સુરતીઓ ઉમટી પડ્યા છે સરદાર પ્રતિમા જોવા માટે, મૂળ સુરતીઓ ઉમટી પડ્યા છે સાપુતારાની સહેલગાહે અને સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા છે પોતાના વતન સૌરાષ્ટ્રમાં. પોતાની અનુકૂળતાઓ, દિવાળીની રજા અને બજેટ વચ્ચે સંતુલન રાખીને સુરતીઓ ફરવા ઉપડી ગયા છે. માલેતુજાર સુરતીઓ સિંગાપોર ભણી ઉપડ્યા છે.

ટૂંકમાં કહીએ તો સ મૂળાક્ષર પરથી નામ ધરાવતા તમામ ટૂરિંગ ડેસ્ટિનેશન પ્રત્યે હાલ સુરતીઓ આકર્ષાયા છે. પીવાના શોખીન સુરતીઓ આમ તો મામાના ઘરે એટલે દમણ પણ ઉમટ્યા છે પણ એના કરતા વધારે સરદારની વિશ્વભરમાં ઉંચી પ્રતિમા જોવા, સાપુતારાની સહેલગાહે, શિરડી, સેલવાસ વગેરે તમામ ડેસ્ટિનેશન શરૂ થઇ રહ્યા છે સ મૂળાક્ષર પરથી. દીવ-ગોવા, દહેરાદૂન, સિમલા વગેરે સ્થળોએ પણ સુરતીઓ ગયા છે પણ એટલી સંખ્યામાં નહીં કે જેટલી સંખ્યા સ પરથી શરૂ થતા ડેસ્ટિનેશન્સ પર જોવા મળે છે.

દિવાળી વેકેશનમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી બન્યું હૉટ ડેસ્ટિનેશન

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે સહેલાણીઓનો ધસારો : બે દિવસમાં ૪૦ હજારથી વધુ પ્રવાસીઓ ઊમટી પડ્યા : પ્રવાસીઓના ધસારાને જોઈને છેલ્લા બે દિવસથી એન્ટ્રી એક કલાક વહેલી શરૂ કરી દેવાઈ હતી.

statue

ખાસ કરીને સુરતી સહેલાણીઓ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા તેમ જ તેમના જીવનને જાણવા બનાવેલું સરદાર પટેલ મ્યુઝિયમ, નર્મદા નદીના બન્ને કાંઠે બનેલી વૅલી ઑફ ફ્લાવર્સ, પ્રતિમા પર બનેલી વ્યુઇંગ ગૅલેરી, ડુંગરોની વચ્ચે ટેન્ટ સિટી ઉપરાંત નજીકમાં આવેલો નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડૅમ સહિતનાં સ્થળોનો નજારો માણવા માટે ભારે ધસારો થયો હતો. જ્યાં જુઓ ત્યાં જી.જે.-5 પાસિંગની ગાડીઓની જ બોલબાલો જોવા મળી રહી છે. પાર્કિંગ માટે જગ્યા મળતી નથી, હોટેલ રેસ્ટોરેન્ટ ફૂલ હોય છે ત્યાં સુધી કે ચા કોફી માટે પણ વેઇટિંગ જોવા મળે છે.

સાપુતારાનું સેટિંગ જી.જે.-5 વાહનોએ ખોરવી નાંખ્યું

ભાઇબીજના દિવસથી સાપુતારા હિલ સ્ટેશન નહીં બલ્કે કોઇ બજાર હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે GJ-5 પાસિંગ નંબરના વાહનો તેમજ વલસાડ, વાપી, નવસારી, ભરૂચ પાસિંગના વાહનોથી સાપુતારામાં હાલ ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. ગમે તેવી હોટલમાં નો-રૂમનું સ્ટેટસ છે. ઓવરનાઇટ સ્ટેના ઇરાદે આવતા લોકો એક દિવસની મોજ કરીને પરત ફરવું પડી રહ્યું છે. સાપુતારામાં ફરવા લાયક તમામ પોઈન્ટ ઉપર લોકોની ભીડ ઉમટી પડતાં ચારેકોર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. વાહનો પાર્ક કરવા માટેની જગ્યા પણ ખૂટી પડી છે અને પોલીસની હાજરી અપૂરતી જણાય રહી છે.

સાપુતારામાં પ્રવાસીઓની સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ હતી. આનેલીધે અવ્યવસ્થા જેવી સ્થિતિ બની રહી છે. સાપુતારામાં સંખ્યાબંધ સ્થળએ કલાકો સુધી ચક્કાજામ જેવા હાલ થવા માંડ્યા છે.

એવું નથી કે સાપુતારામાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી છે, ડાંગ જિલ્લાના અન્ય સ્થળો જેવા કે કિલાદ કેમ્પ સાઈટ, બોટનીકલ ગાર્ડન, મહાલ કેમ્પ સાઈટ જેવા સ્થળોએ તેમજ રોડ સાઇટ પર જ્યાં સાઇટ સિંઇંગ જોવા મળે ત્યાં લોકો બેસીને ઉજાણી કરતા જોવા મળે છે.

શિરડી ઉપડ્યા પગપાળા યાત્રીકો

શિરડીવાલે સાઇ બાબાના ભક્તજનો દર ભાઇબીજના દિવસથી સુરતથી શિરડી પગપાળા આખો સંઘ ઉપાડતા હોય છે. 25થી લઇને 300 સુધીનો સંઘ પગપાળા ઉપડે છે. આ સંઘમાં મોટા ભાગે અસ્સલ સુરતીઓ જોડાતા હોય છે. શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ લોકો પગપાળા શિરડી પ્રવાસે ઉપડે છે.

સેલવાસમાં રિલેક્સ થાય છે સુરતીઓ

પાછલા 3 વર્ષમાં સેલવાસમાં રિસોર્ટસથી લઇને હોટેલ્સની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. જેનું મુખ્ય કારણ છે સુરતીઓનો ટ્રાફિક, સુરતીઓ આમ તો ચાન્સ મળે કે વીકએન્ડ મળે એટલે સેલવાસ ભણી જતા રહે છે. આ વખતે પણ લોંગ વીકએન્ડનો યોગ સર્જાયો છે અને મોટા ભાગના સુરતીઓ શોર્ટ ટર્મ અને લૉ બજેટની ટૂર પર સેલવાસ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે.

સિંગાપોરમાં સુરતીઓની બોલબાલો

આમ તો આ વખતે સિંગાપોર જનારા સુરતીઓની સંખ્યા અન્ય ઇન્ટરનેશનલ ટૂરિંગ ડેસ્ટિનેશન્સ કરતા એટલા માટે વધુ છે કેમકે એક માર્કેટિંગ ચેઇન ધરાવતી કંપનીના સુરત સ્થિત 1500થી વધુ સ્ટાફને સિંગાપોરની ટ્રીપ પર લઇ જવાયા છે એથી વિશેષ હજીરાની એક ઇન્ડસ્ટ્રીઝે પણ તેમના કર્મચારીઓ માટે હોંગકોંગ સિગાપોર ક્રુઝ સમેતનું પેકેજ આપ્યું છે અને હજારો લોકો ત્યાં ઉપડી રહ્યા હોઇ, સિંગાપોરમાં સુરતીઓની આ વખતે ભારે બોલબાલા જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં ઠલવાયું, વરાછા-કતારગામ-પૂણા

સુરતને કર્મભૂમિ બનાવનારા મૂળ સૌરાષ્ટ્રવાસી પરિવારો તો જેવું હીરા બજાર અને ટેક્સટાઇલ બજારે વેકેશન જારી કર્યુ ત્યારથી જ વતન સૌરાષ્ટ્ર ભણી રવાના થઇ રહ્યા છે. ઘણાં દિવાળી સુરતમાં મનાવીને વતન સૌરાષ્ટ્રમાં ઉમટી પડ્યા છે. આમ સુરતમાં વરાછા, કતારગામ, પૂણા, વેડરોડ, અમરોલી વગેરે વિસ્તારોમાં રહેતા સૌરાષ્ટ્રીયન પરિવારો હાલ સૌરાષ્ટ્રમાં રજાની મોજ માણી રહ્યા છે.

November 8, 2018
gujarat_map-1280x1023.png
1min6480

રાજ્ય સરકાર દ્વારા એક તરફ વિકાસની દિશામાં હરણફાળ ભરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દેવામાં પણ તોતિંગ વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૬.૬૮ થી ૯.૭૫ ટકાના વ્યાજના દરે રૂ. ૯૯,૩૯૩ કરોડની લોન લેવામાં આવી હતી. જ્યારે રાજ્યના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૮૧ કરોડનો વધારો થયો હતો. જેની સામે પાંચ વર્ષમાં રૂ.૪૦,૬૯૮ કરોડ મુદલ અને રૂ. ૭૨,૬૯૮ કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા મેટ્રો સિટી, મહાનગરો અને નગરોમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગામે ગામ રસ્તા અને પાણીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના દેવાનો પણ તેટલો જ વિકાસ થઇ રહ્યો હતો. રાજ્યના દેવામાં છેલ્લાં પાંચ વર્ષમાં અધધધ વધારો નોધાયો હતો. વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માં રાજ્ય સરકારનું બાકી દેવું રૂ.૧,૪૯,૫૦૬ કરોડ હતું. જે વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં સૂચિત રૂ. ૨,૧૭,૩૩૮ કરોડ થવાની સંભાવના રાજ્ય સરકાર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જે જોતા રાજ્ય સરકારના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૩૨ કરોડનો વધારો થયો હતો. તેટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૯૯,૩૯૩ કરોડની નવી લોનો પણ લેવામાં આવી હતી. જોકે, તે લોન બે વર્ષથી દસ વર્ષ માટે લેવામાં આવી હતી.

November 8, 2018
1min5660

દિવાળી એટલે રોશની, સુખ-સમૃદ્ધિનો પર્વ. આજથી શરૂ થનારા નવા વર્ષે સૌના જીવનમાં નવી રોશની સાથે સુખ-સમૃદ્ધિ આવે એવી શુભકામના સાથે નવા વર્ષના સાલમુબારક.

November 7, 2018
government_gujarat.jpg
1min6630

સામાન્યતઃ કાળી ચૌદશે લોકો કશું અઘટિત થાય તેવું માનતા હોય છે પણ આ જ દિવસે જ રાજ્ય સરકારે શિક્ષકોને બ્લોકબસ્ટર ન્યુઝ આપ્યા છે. રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમા પગારપંચ પ્રમાણે તફાવતના રકમનો પહેલો હપ્તો ચૂકવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે આ રકમ નવેમ્બરમાં જ ચૂકવી દેવાશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું કે,’જ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.’

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને 7માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ ‘સ્કેલ ટુ સ્કેલ” ના ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે. જે અનુસાર 1 ઓગસ્ટ 2017થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઇ 2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો હતો.

November 7, 2018
hapydiwali-1280x1280.jpg
1min7780

આજરોજ તા.૭ નવેમ્બરના રોજ આસો વદ અમાસ છે, જે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. વિક્રમ સંવત-૨૦૭૪નો અંતિમ દિવસ છે. જેમનાથી અગાઉ બે રાત્રિએ પૂજન ન થયું હોય તેઓ આ દિવસે ત્રણેય દેવીઓનું સાથે પૂજન પણ કરી શકે છે અને મહાશક્તિઓનું પૂજન નવું વર્ષ સફળ બનાવે છે.

દિવાળીની મુખ્ય ત્રણ રાત્રિ એ દિવ્ય રાત્રિઓ ગણાય છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ. (૧) પ્રથમ રાત્રિ – મહાલક્ષ્મીજીની જેને ધનતેરસ કહેવાય છે, (૨) બીજી રાત્રિ મહાકાળીની જેને કાળીચૌદશ અને (૩) ત્રીજી રાત્રિ મહાસરસ્વતીની દિવાળી, શારદા એટલે ચોપડા પૂજન. આમ ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ ન થાય તો દિવાળીના દિવસે ત્રણે દેવીઓનું સાથે પૂજન કરવું. જેથી નવું વર્ષ સફળ રહે. અહીં શારદાપૂજનના ફળદાયી મુહૂર્તો આપેલા છે જે દિવસે અને રાત્રિએ કરી શકાય.