CIA ALERT

ગુજરાત Archives - Page 136 of 158 - CIA Live

March 2, 2019
farmers.jpg
1min12430

વીમા કંપનીએ ચલાવી ઉઘાડી લૂંટ : બે વર્ષમાં ખેડૂતોને ચૂકવાયો ફક્ત 32% પાક વીમો!

2017 અને 2018 દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાક, બાગાયતી પાક સહિત ઉનાળુ પાક માટે 9 જેટલી વીમા કંપનીઓને કુલ રૂા.6685 કરોડની રકમ પાક વીમા પ્રિમિયમ પેટે ચૂકવી હતી. પરંતુ ખેડૂતોનો ફક્ત રૂ. 2192 કરોડનો પાક વીમો પાક્યો છે. આમ ટકાવારીમાં વીમો ફક્ત 32 ટકા જ પાક્યો છે. વીમા કંપનીઓને 68 ટકા રકમનો તગડો નફો થઇ ગયો છે.

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ’ ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમા જણાવ્યું’ કે, 2017 અને વર્ષ 2018 દરમિયાન ખેડૂતોના પાક વીમાના પ્રિમિયમ પેટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 3 સરકારી અને 6 ખાનગી વીમા કંપનીઓને રૂા.6685 કરોડ ચુકવવામાં આવ્યા છે.

જેમાં એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની લી.ને રૂા.1134 કરોડ, એચ.ડી.એફ.સી. અર્ગોને રૂા.1329 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કાર્ગોને રૂા.31 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સને રૂા.1619.60 કરોડ, ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સને રૂા.276 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.426 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.264 કરોડ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.998 કરોડ અને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોયન્સ કંપનીના રૂા.618 કરોડ મળીને કુલ રૂા.6685.60 કરોડ પ્રિમિયમ તરીકે ચુકવાયા છે.

ખેડૂતોના પાક નિષ્ફળ જવાને લઇને જે વીમાની રકમ ચુકવવાની હતી તે આ બે વર્ષ દરમિયાન માત્ર રૂા.2192 કરોડ ચુકવાઇ છે. જેમાં 3 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલે કે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લી.દ્વારા રૂા.998 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રૂા.353 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા રૂા.38 કરોડ, જ્યારે ખાનગી વીમા કંપનીઓમાં એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.766 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.177 કરોડ જ્યારે ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા માત્ર રૂા.20.57 કરોડ ચુકવવામાં આવ્યા છે.

બહુચર્ચિત’ રફાલમાં જેમનું નામ ચમક્યું છે તે અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને વર્ષ 2018 માટે રૂા.992 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 માટે રૂા.264 કરોડ સહિત યુનિવર્સલ સેમ્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 પેટે રૂા.618 કરોડનું પાક વીમા પ્રિમિયમ ચુકવાયું છે અને આ પાક વીમા પ્રિમિયમ ખરીફ-2018 માટે ચુકવવામાં આવ્યું છે. ‘ ‘
એચડીએફસી અર્ગોને વીમા પ્રિમિયમ તરીકે સરકારે રૂા.1329 કરોડ ચુકવ્યા તેની સામે તેમણે દાવા રૂા766ના મંજુર કર્યા એટલે કે 50 ટકા જેટલા દાવા મંજુર થયા, બીજી રીતે કહીએ તો રૂા.563 રોડનો એચડીએફસી કાર્ગોએ નફો કર્યો. એવી જ રીતે ઇફકો ટોકીયોને વીમા પ્રિમિયમ પેટે રૂા.276 કરોડ ચુકવ્યા તો તેમણે દાવા માત્ર 20.57 કરોડના જ મંજુર કર્યા એટલે કે માત્ર 1 ટકા જ દાવા મંજુર થયા. એસબીઆઇ ઇન્સ્યોરન્સ કંપની પણ તેને ચુકવાયેલા પ્રિમિયમના 40 ટકા દાવા મંજુર કરતા તે પણ 60 ટકા જેટલી રકમ કમાઇ હોય તેવું અનુમાન મુકી શકાય છે.

March 2, 2019
atm_thief.jpg
1min6610

રાજકોટ સહિત ગુજરાતભરમાં અને મહારાષ્ટ્રમાં એટીએમ કાર્ડ બદલાવીને ચીટીંગ કરતા સુરતના ગઠિયાને ક્રાઈમબ્રાંચના સ્ટાફે બીજી વખત ઝડપી લીધો હતો અને કાર, રોકડ, મોબાઈલ સહિત રૂ.6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતી ગઠિયાનો પાલનપુર પોલીસે કબજો લેવા તજવીજ હાથ ધરી હતી.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો ધીરજકુમાર મોહનલાલ પંચાલ નામનો અઠંગ ચીટર રાજકોટમાં સકિય બન્યો હોવાની ક્રાઈમબ્રાંચના પોલીસમેન કુલદીપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીગ્નેશભાઈ મારુ અને પ્રદિપસિંહ જાડેજા તથા વિક્રમભાઈ લોખીલને મળેલી બાતમીના આધારે પીઆઈ એચ.એમ. ગઢવીના માગદર્શન હેઠળ પોસઈ. બી.ટી. ગોહિલ તથા સ્ટાફે કોઠારિયા રોડ પરના રણુજા મંદિર પાસેથી સુરતના ધીરજ મોહનલાલ પંચાલ નામના શખસને ઝડપી લીધો હતો અને ક્રાઈમબ્રાંચે જુદી-જુદી બેંકના ર0 એટીએમ કાર્ડ તથા કાર અને મોબાઈલ અને રૂ.ર હજારની રોકડ મળી કુલ રૂ.6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સુરતના ધીરજ પંચાલે ચાર માસ પહેલા પાલનપુરમાં, સુરતમાં, અમદાવાદ, મહારાષ્ટ્ર, મોરબી, રાજકોટ, વાંકાનેર સહિતના શહેરોમાં 90થી વધુ એટીએમ કાર્ડ તફડાવીને નાણા ઉપાડી લઈ ચીટીંગ કર્યાની કબૂલાત આપી હતી. ધીરજ પંચાલ અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં ર014ની સાલમાં પકડાઇ ચૂકયો છે. આ અંગેની જાણ થતા પાલનપુર પોલીસે ધીરજ પંચાલનો કબજો સંભાળવાની તજવીજ હાથ ધરી હતી.

March 1, 2019
swine-flu_.jpg
1min6310

ગુજરાતમાં ઉતરતા શિયાળે સ્વાઈન ફલૂ બેકાબૂ બનતા કાળો કેર વર્તાવતા છેલ્લા 24 કલાકમાં નવા 96 પોઝિટીવ કેસ નોંધાતા અને તેમાં વધુ બે દર્દીઓના મોત થતા આ આંકડો વર્ષ 2019થી અત્યાર સુધીમાં કુલ 100ને પાર થયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે હજુ સુધીમાં કોઈ નક્કર પગલાં ન ભરાતા રોગમાં દિનપ્રતિદિન લોકોના મૃત્યુની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.

અગાઉ ગુજરાત હાઈ કોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગ પાસે સ્વાઈન ફલૂના રોગની સારવાર અને તેને અટકાવવાના પગલાંઓ તેમ જ રાગમાં ગરીબ દર્દીઓને મળવાપાત્ર સારવાને લઈને તંત્રનો ઉધડો લેતા સરકારે અનેક હૉસ્પિટલમાં ચેકિંગ હાથ ધરીને રીપોર્ટ તૈયાર કર્યા હતા અને તાકિદે હૉસ્પિટલોમાં અલાયદા વોર્ડ અને લેબટકનિસુયનો તેમ જ દવાઓનો વધારો કરી સ્વાઈન ફલૂને અટકાવવા તાકીદ કરીઈ હતી. રાજ્યના મોટા ભાગના જિલ્લા તાલુકાઓ ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાઈન ફલૂ લેબની કે ટેસ્ટિંગની કોઈ સવલત નથી. રોજે-રોજ લોકો આ રોગના ભોગથી ટપોટપ મોતને ભેટી રહ્યા છે. સરકારી મૃત્યુ આંકડો ભલે 100 બનાવાતો હોય પરંતુ ખરેખર આ આંક મોટો છે. ગુજરાતમાં જે નવા 96 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 19, આણંદ ખાતે 9, વડોદરા શહેર અને મહેસાણા ખાતે 8-8, ભાવનગર શહેર 5, પાટણ ખાતે ત્રણ, સાબરકાઠાં, રાજકોટ, ભાવનગર, અમદાવાદ બનાસકાંઠા, બોડાદ, અરવલ્લી અને વલસાડ ખાતે બે-બે, રાજકોટ શહેર, ગાંધીનગર, અમરેલી, ભરૂચ, ગાંધીનગર શહેર પંચમહાલ અને મહીસાગર ખાતે એક એક કેસ નોંધાયો હતો. સરકારી ચોપડે તા.1 જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 2054 જેટલા દર્દીઓ આ રોગમાં સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને હાલમાં સરકારી આંકડા પ્રમાણે 767 દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં નોંધાયેલા છે.

February 25, 2019
income_tax-1280x853.jpg
1min6430

ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવા હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગે રૂ. ૫૫૭૫૦ કરોડના નિર્ધારીત ટાર્ગેટ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી ટેક્ષ કલેકશન રૂ. ૩૮૧૯૧ કરોડ થવા પામ્યું છે કે જે ટાર્ગેટ કરતા રૂ. ૧૭૫૫૯ કરોડ ઓછું છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે આગામી દિવસોમાં આયકર ખાતું ટેક્ષ ડિફોલ્ટરો પર તૂટી પડશે તેવો નિર્દેશ ઈન્કમટેક્ષના મુખ્ય ચીફ કમિશનરે આપ્યો હતો.

  • ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગને રૂ. ૫૫૭૫૦ કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં રૂ. ૩૮૧૯૧ કરોડનું કલેકશન
  • દોઢ મહિનામાં રૂ. ૧૭૫૫૯ કરોડની ઘટ પૂરી કરવા ટેક્ષ ડિફોલ્ટરો પર સટાસટી
  • ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગે રૂ. ૫૫૭૫૦ કરોડના નિર્ધારીત ટાર્ગેટ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગને રૂ. ૫૫૭૫૦ કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં રૂ. ૩૮૧૯૧ કરોડનું કલેકશન થયું હતું. દોઢ મહિનામાં રૂ. ૧૭૫૫૯ કરોડની ઘટ પૂરી કરવા ટેક્ષ ડિફોલ્ટરો પર સટાસટી બોલાવશે. ગયા વર્ષના ટાર્ગેટ કરતા ચાલુ વર્ષનો ટાર્ગેટ ૧૭.૫ ટકા જેટલો ઊંચો હતો અને તેને પ્રાપ્ત કરવો અત્યારે તો મુશ્કેલ લાગી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં નવા ૬.૬ લાખ કરદાતાઓ ઉમેરાયા છે. એટલું જ નહિ માર્ચ ૨૦૧૮ના અંત સુધીમાં ઇન્કમટેક્ષ રિટર્નની સંખ્યામાં ૨૦૧૪ના ૩૧.૫૮ લાખ હતી તે વધીને ૭૦.૮૬ લાખની થઈ છે. ઇન્કમટેક્ષ રિટર્નની સંખ્યા વધી પણ ટાર્ગેટ પણ વધી જતા આવકવેરા ખાતું ચિંતામાં પડ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા ઓલ ગુજરાત ઓપન હાઉસ કાર્યક્રમમાં કમિશનરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ટેક્ષ વિભાગ ટેક્ષ કલેકશન પર ધ્યાન કેન્દ્રિત કરી અને ટીડીએસ ડિફોલ્ટરો પર તૂટી પડશે. મોટા વ્યવહારો કર્યા છતાં જે લોકોએ રિટર્ન નથી ભર્યું તેમની સામે પણ પગલાં લેવામાં આવશે. તેમણે ઈઝ ઓફ પેઇંગ ટેક્ષ અંગે બોલતા કહ્યું હતું કે કરદાતાઓએ ઇન્કમટેક્ષ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહેવું જોઈએ અને ઈ-મેઈલ સતત અપડેટ કરતા રહેવો જોઈએ.

February 25, 2019
drought-1280x720.jpg
1min7830
  • શેત્રુંજી અને ભાદર ડેમમાં ફક્ત ૧૨ ટકા જ પાણી
  • સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક
  • ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો
  • કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન
  • આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ
  • રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો
  • રાજકોટ જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક
  • ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી

સૌરાષ્ટ્ર-કચ્છ પર ગંભીર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગત વર્ષે અત્યંત ઓછા વરસાદના લીધે હવે આગામી દિવસોમાં પીવા અને સિંચાઈના પાણીની તીવ્ર અછત ઊભી થવાના એંધાણ જણાઈ રહ્યા છે.

હાલની પરિસ્થિતિએ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયાં છે. ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો જ હવે બચવા પામ્યો છે. આ પરિસ્થિતિને લીધે હવે આ ડેમો પર નિર્ભર શહેરો અને ગામડાઓ માટે ફક્ત નર્મદાના નીર જ એકમાત્ર આધાર રહ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના બે સૌથી મોટા ડેમો ભાદર અને શેત્રુંજીમાં પણ તેની કુલ સંગ્રહ ક્ષમતા સામે ફક્ત ૧૦થી ૧૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌથી ખરાબ હાલત કચ્છ જિલ્લાની છે. કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન બની ગયાં છે.અને જે બે ડેમોમાં પાણીનો જથ્થો બચ્યો છે તે પણ એકાદ માસમાં ખાલી થઈ જવાની સંભાવના છે ત્યારે આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ છે.

રાજકોટના જળાશયોની સ્થિતિ મોટાભાગે ખાલીખમ જોવા મળી રહી છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ્યાં જળાશયોની સ્થિતિ પ્રમાણમાં સારી હતી તેવા જૂનાગઢ જિલ્લામાં પણ હવે ડેમો ખાલીખમ થઈ ગયા છે.

જોકે, ગીર સોમનાથ જિલ્લામાં ગત સાલ મેઘમહેરના પગલે જળાશયોમાં હજુ પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે. તો બીજી તરફ વરસાદ ન થવાના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક થઈ ગયાં છે. તો ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી. જળાશયોમાં ફક્ત માર્ચ માસના અંત સુધી ચાલે તેટલો જ જળજથ્થો ઉપલબ્ધ હોવાનું સત્તાવાર આંકડા દર્શાવી રહ્યા છે.

 

February 21, 2019
gst.jpg
1min7040

જીએસટી રિટર્ન ફાઇલ કરતી વખતે કોડ લખવામાં થઇ ગયેલી ભૂલોને કારણે ગુજરાતના અને મોટા ભાગે સૌરાષ્ટ્રના નિકાસકારોના રૂ.725 કરોડથી વધુ રકમના જીએસટી  રિફંડ અટવાય ગયા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનેકો વખત રજૂઆતો કરવા છતાં હવે  સવાસો કરોડનું  રિફંડ મળવાની આશા એટલા માટે ધૂંધળી બની ગઇ છે કેમકે કેન્દ્ર સરકારે નિકાસકારોને રિફંડ નહીં મળવા અંગેનો સત્તાવાર સરક્યુલર જારી કરી દીધો છે.

જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર-ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. જીએસટીના અમલીકરણના પ્રારંભિક મહિનાઓમાં કાયદાની ગેરસમજને લીધે એ વખતે કરેલી ભૂલોના ફળ નિકાસકારો હજુ ભોગવી રહ્યા છે. 2017ના વર્ષના આઇજીએસટી રિફંડ ટેકનીકિલ ક્ષતિને કારણે હવે કેન્દ્ર સરકાર છૂટ્ટા નહીં કરતી હોવાથી નિકાસકારોની 125 કરોડ કરતા વધારે રકમ ફસાઇ ગઇ છે. 30 કરોડ જેટલી રકમ તો રાજકોટ ચેમ્બરના સભ્યોની જ હોવાની ધારણા છે

જીએસટી લાગુ થયો એ પછી જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2017ના રિફંડ ફસાયેલા છે. કરોડો રૂપિયા ફસાય જતા વ્યાજની તો નુક્સાની ગઇ છે પરંતુ હવે એ રકમ મળવાની પણ અશા રહી નથી. કારણકે ઓક્ટોબર 2018માં સીબીટીસીએ રિફંડ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરી દીધો છે.

રાજકોટ ચેમ્બર દ્વારા આ મુદ્દે સતત રજૂઆત થઇ છે. ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા સમગ્ર મુદ્દા અંગે કહે છે, જીએસટી પૂર્વે એક્સાઇઝ લાગુ હતી. એ વખતે શીપીંગ બિલો ફાઇલ કરવા માટે એ અને બી એમ બે કોડ વપરાતા. ઉત્પાદક નિકાસ કરે તો બી લખવામાં આવતો અને ટ્રેડિંગ કરનારા નિકાસ કરે તો એ લખવામાં આવતો.

જીએસટી લાગુ થયા પછી બી લખનારાને રિફંડ મળી ગયું. પરંતુ જે ટ્રેડિંગ કરીને નિકાસ કરતા હતા તેમના શીપીંગ બિલો ફાઇલ કરતી વખતે સિસ્ટમમાં એ નો ઓપ્શન ચાલતો ન હતો. કેટલાકે એ વખતે સી લખીને ફાઇલ કર્યા અને થઇ પણ ગયા.

જોકે બાદમાં કેવી મુશ્કેલી પડશે તે કોઇએ વિચાર્યું ન હતુ તેમ પાર્થભાઇ કહે છે. નિકાસકારો કે ક્લીયરીંગ એજન્ટોનું અજ્ઞાન જે ગણો તો પણ આ રીતે સી વિકલ્પથી શીપીંગ બિલો ફાઇલ થતા રહ્યા. ઓક્ટોબર 2017માં સરકારે” એ બી કે સી ગમે તે લખવાથી રિફંડ મળે એવી જાહેરાત થઇ. જુલાઇથી ઓક્ટોબર 2017માં એ અને સી લખતા હતા તેમના રિફંડ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રિજેક્ટ થવા લાગ્યા હતા.
જોકે આ પ્રકારે દેશભરમાંથી રજૂઆતો આવવાથી સરકારે છેલ્લે 9 ઓક્ટોબર 2018ના રોજ સરક્યુલર બહાર પાડીને આવા કિસ્સાઓમાં રિફંડ નહીં અપાય તેવું જાહેર કરી દીધું. રાજકોટ ચેમ્બર સહિત દેશભરમાંથી અસંખ્ય નિકાસકારોની ભારે રજૂઆતો પછી આ સરક્યુલર જાહેર થયો છે. જોકે હવે સરકાર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરવાના મૂડમાં નથી.

રાજકોટ ચેમ્બર દ્વારા છેલ્લે 30 જાન્યુઆરીએ વાણિજ્ય મંત્રાલયના મનિંદર કુમારને રજૂઆત કરી છે પરતું કોઇ હકારાત્મક વલણ સરકારે દાખવ્યું નથી. ચેમ્બરે કહ્યું છેકે, નિકાસકારો પ્રમાણિક છે અને ભૂલમાં આવા કોડ લખાઇ ગયા હતા.

સરકારમાં વિવિધ સ્તરે મુખ્યમંત્રીથી લઇને નાણાપ્રધાન સુધીની રજૂઆતો થઇ રહી છે પરંતુ કોઇ ઉકેલ આવે એવી શક્યતા નહીં હોવાથી નિકાસકારોના કરોડો રૂપિયા અત્યારે તો ફસાઇ જ ગયા છે.

February 21, 2019
st_bus-1.jpg
1min15110
  • એસટીના કર્મચારીઓ સાતમાં પગારપંચના અમલની માંગણી કરી રહ્યા છે.
  • તેમના પરના કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.
  • એસટી બસના કર્મચારીઓને વર્ગ 3 ના કર્મચારીઓ ગણવામાં આવે છે પરંતુ તેમને પગાર વર્ગ 4નાં કર્મચારીઓ પ્રમાણે આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના 45 હજાર કર્મચારીઓ આજથી માસ સીએલ પર છે, જેને કારણે રાજ્યભરમાં એસટી બસ ઠપ થઈ ચૂકી છે.

તા.22મીએ યોજાયેલી રાજ્યના એસટી નિગમના ત્રણ યુનિયનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે બેઠકમાં ચર્ચા થઈ હતી, સાથે જ માસ સીએલને સફળ બનાવવા માટે વ્યૂહરચના પણ બનાવાઈ હતી.

આ બેઠકમાં થયેલા નિર્ણય પ્રમાણે એસટી નિગમના ત્રણેય યુનિયન બુધવારે મધરાતથી માસ સીએલ પર ઉતર્યા છે. જેને કારણે રાજ્યમાં 7 હજાર જેટલી બસો ડેપોમાં જ પડી રહી છે.

એસટીના કર્મચારીઓનું કહેવું છે કે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને મળીને તેમના પ્રશ્નોની રજૂઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેમણે માલ સીએલ પર જવાનો નિર્ણય કર્યો છે.

February 19, 2019
government_gujarat.jpg
1min14490

રાજ્ય સરકાર તરફથી આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. હવે પછી 2019-20નું બજેટ રજૂ કરવામાં આવશે. અછતના વર્ષમાં પણ ગુજરાત સરકારે ખેડૂતોની પડખે રહીને અત્યાર સુધીમાં ઐતિહાસિક રીતે રાહત પેકેજ 96 તાલુકાઓમાં 16.27 લાખ ખેડૂતો, 1,557 કરોડની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. 443 પાંજરાપોળ અને ગૌશાળામાં 2.60 લાખ પશુઓ, તેમજ 1.62 ઢોરવાડા પશુઓમાં દૈનિક રૂ.35ની આર્થિક સહાય પશુ નિભાવ માટે અત્યાર સુધીમાં રૂ.40.84 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં રૂ.2 પ્રતિ કીલોના દરે 6.84 કરોડ કિલો સૂકું ઘાંસ પહોંચાડી દેવામાં આવ્યું છે. ખેડૂતોના પાક બચાવવા માટે ખેતી માટે વીજળી 8 કલાકની જગ્યાએ 10 કલાક પાવર આપવામાં આવ્યો રૂ.4.36 કરોડની વીજળી પૂરી પાડવામાં આવી. 96 તાલુકાઓના 23 લાખથી વધુ ખેડૂતો માટે રૂ.2285 કરોડના ખાસ સહાય પેકેજને અમલમાં મૂક્યા છે.

લેખાનુદાનના મુખ્ય અંશો

  • 17-18 દરમિયાન ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકાના વિકાસ દરે ખેત ઉત્પાદન વધ્યા
  • દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો 7.29 ટકા
  • હાલોલ ખાતે ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે
  • 19મી પશુ ધન ગણતરીમાં 15.19 ટકાનો વધારો નોંધાયો, માથાદીઠ દુધ ઉત્પાદન 243 ગ્રામ પરથી વધીને 543 ગ્રામ થયું છે
  • ઝીંઘા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે 5000 હેક્ટર ખારાશવાળી જમીન, સરકારી જમીન, દરીયા કાંઠે ફાળવવામાં આવશે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની રજૂઆતો
  • વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં માછીમારો માટે વધુ સુવિધા ઉભી થાય તે માટે મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (જેટી) બનાવવાનો નિર્ણય
  • પાકિસ્તાન જેલમાં બંધ માછીમાર પરિવારોને સરકાર દૈનિક રૂ.150ને બદલે રૂ.300નું નિર્વાહ ભથ્થું આપશે
  • 11 લાખ ખેડૂતોની 58 લાખ હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી ખેતી થઇ રહી છે
  • નર્મદા યોજનામાં 01થી 2018 સુધીમાં રૂ.51786 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. આ યોજનાથી 9083 ગામો અને 166 શહેરોને પીવાનું પાણી મળી રહ્યું છે
  • 9231 પેટા આરોગ્ય કેન્દ્ર 4199 પીએચસી, 30 જિલ્લા હોસ્પિટલ 16 મેડીકલ કોલેજ કાર્યરત, 2018માં 3.82 લાખ દર્દીઓએ ઓપીડી અને 43.30 લાખ દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે લાભ લીધો
  • મા વાત્સલ્ય યોજનામાં નોંધાયેલા 68 લાખ પરિવારોને રૂ.3 લાખની વાર્ષિક સહાયને બદલે રૂ.5 લાખ સુધીની સારવાર બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે
  • મા વાત્સલ્યમાં લાભાર્થી થવા માટે વાર્ષિક રૂ.3 લાખની આવક મર્યાદા હતી જેમાં વધારો કરીને હવે રૂ.4 લાખ કરવામાં આવી. વધુ 15 લાખ નવા પરિવારો જોડાય શકશે. 75 લાખ નવા લાભાર્થીઓને લાભ મળી શક્શે.
  • મેડીકલ કોલેજની સીટો વધારી રહ્યા છે, 2001માં 1275 સીટો હતી તે વધીને 4150 સીટો થઇ છે એમબીબીએસની. ટૂંક સમયમાં નવી એક મેડીકલ કોલેજ નડીયાદ મેડીકલ કોલેજને ઝડપથી મંજૂરી મળી જવાની શક્યતા છે.
  • કર્મચારીઓ લક્ષી જાહેરાતમાં આશા યોજનામાં માસિક મહેન્તાણામાં રૂ.2000નો વધારો કરવાની જાહેરાત
  • નવી નડીયાદ, વિસનગર અને અમરેલી મેડીકલ કોલેજો શરૂ કરવા માટેનું આયોજન
  • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે 1200 પથારીની નવી સિવિલ હોસ્પિટલ, નવી કેન્સર, નવી આઇ અને નવી ડેન્ટલ હોસ્પિટલ મળીને 1450 કરોડના ખર્ચે કામ પૂર્ણ થયું છે. આગામી તા.4થી માર્ચે લોકાર્પણ કરવામાં આવશે.
  • ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલના વિસ્તૃતિકરણનું કામ હાથ ધરવામાં આવશે
  • મહિલાઓ રાજ્યની દોઢ લાખ વિધવા બહેનોને રૂ.1000 માસિક સહાય ચૂકવવામાં આવતી હતી. વિધવા મહિલાઓને આજીવન પેન્શન ચાલુ રહેશે. 18 વર્ષનું સંતાન થયા પછી પણ પેન્શન ચાલુ રહેશે. હવે રૂ.1250 માસિક પેન્શન મળશે.
  • 53 હજાર આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને રૂ.900 માસિક વધારા સાથે હવે રૂ.7200 માસિક ભથ્થું, તેડાગર બહેનોને રૂ.3200માં રૂ.450નો વધારો કરીને રૂ.3650 રૂ. ભથ્થું આપવામાં આવશે.
  • 1.13 હજાર કરોડ શિક્ષણ માટે ફાળવી આપવામાં આવ્યા. 6 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ
  • ડ્રોપ આઉટ રેશીયો ઘટીને ફક્ત 1.42 ટકા સુધી નીચે આવી ગયો
  • આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને બિલકુલ મફત ટેબ્લેટ આપવામાં આવ્યા
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પાછળ રૂ.1055 કરોડ ખર્ચાય રહ્યા છે
  • સમરસ 8 નવા છાત્રાલયની જોગવાઇ કરવામાં આવી
  • માઇનોરિટીઝ વિકાસ માટેના 8 નિગમોને રૂ.100ને બદલે રૂ.150 કરોડનું ફંડ
  • ગુજરાતમાં 1,14 હજાર કિ.મી.ના પાકા માર્ગોનું નેટવર્ક, 19-20માં જાહેર બાંધકામ વિભાગ દ્વારા રૂ.2000 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવશે
  • જે હાઇવે પર એક લાખ યુનિટથી વધારે વ્હીકલ અવરજવર હશે ત્યાં ભારત સરકાર અને રાજ્ય સરકારના 50 ટકાના સહયાગથી 6500 કરોડના ખર્ચે રેલવે ફ્લાયઓવર કે અન્ડર પાસ બનાવવામાં આવશે.
  • 103 કિ.મી. પગદંડી યાત્રા, જૈન તિર્થ પદયાત્રીઓ માટે અમદાવાદથી શરૂ થશે
  • મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકથી ગીચ વિસ્તારમાં ફ્લાય ઓવર તથા અન્ડર પાસ ગુજરાત સરકાર 100 ટકા ખર્ચ આપશે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડાદરા રાજકોટમાં 8-8, ભાવનગર, રાજકોટમાં 3-3 બ્રિજ બનશે. દાહોડ, ગોધરા, ભૂજ, મહેસાણા, પાટણ, દિશા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, નવસારી, વલસાડ, ભરુચ, હિંમતનગર વગેરે મળીને કુલ 75 ફ્લાય ઓવર બ્રિજ શહેરોમાં બનાવી આપશે.
  • ફાટક મુક્ત ગુજરાત બનાવવાની યોજના. સરકાર રૂ.750 કરોડ ફાળવી રેલવે ફાટકો પણ બનાવી આપશે
  • 7.64 લાખ આવાસ આપવાનું આયોજન, જૈ પૈકી અત્યાર સુધીમાં 3.87 લાખ આવાસો મંજૂર કરી દેવાયા છે. 1 લાખ કરતા વધુ અરજદારોને આવાસ ધિરાણ વ્યાજ મુક્ત લોન
  • 1960થી ખેડૂતોને 6.94 લાખ વીજ જોડાણો, જ્યારે ભાજપાએ 18 વર્ષમાં 11 લાખથી વધુ વીજ જોડાણો આપ્યા છે. રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા તમામ કૃષિ વિજ જોડાણો, ગ્રામ વિસ્તારના રહેઠાણ જોડાણોને વીજ બિલના મુદ્દલ, વ્યાજ અને પેનલ્ટી માફ કરી દેવાનો નિર્ણય કરાયો
  • કરાર આધારિત વીજ પાવરથી વધુ વપરાશના કિસ્સામાં કલમ 126  અને 135 મુજબના થયેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, 6.74 લાખ ખેડૂતો અને ગ્રામીણ ગરીબોને લાભ મળશે. રૂ.691 કરોડનો બોજો ઉપાડશે સરકાર
  • ખેડૂતોના વીજ જોડાણો, લાઇન લોસ વગેરે સમસ્યા નિવારણ માટે સ્કાય યોજના અંતર્ગત સોલાર પાવર જનરેશન કરાશે. ખેડૂતો પાસે સરકાર વીજ ખરીદશે.
  • ફાઇબર ટુ ફેશન સુધીનું કામ થાય એ માટેની ટેક્સટાઇલ પોલિસી બનાવાઇ
  • ગીરનાર ખાતે દર પાંચ વર્ષે રાજ્ય સરકાર ગીરનાર શિવરાત્રી કુંભ મેળાનો આરંભ 2019થી શરૂ કરાશે

ગુજરાતની સિદ્ધિઓ

 

  • 1,74,652 માથાદીઠ આવક
  • દેશની માથાદીઠ આવક કરતા 54.8 ટકા વધારે
  • દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 17-18માં વધીને 22 ટકા
  • ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8 ટકા યોગદાન આપીને સૌથી પહેલા ક્રમે
  • આદિવાસી વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બાદ પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિકોને રોજગારી મળે તેવી યોજનાઓ
  • આર્થિક રીતે નબળા વર્ગના શિક્ષિત બેરોજગાર યુવકો માટે ખાસ યોજનાઓ
  • સુએઝ પાણી ટ્રીટમેન્ટથી રીસાઇકલ કરેલા પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં ઉપયોગ કરાશે
  • બિનપરંપરાગત ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં 5000 મેગા વોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર મેગા પ્લાન્ટ ધોલેરા ખાતે સ્થાપવામાં આવશે.
February 19, 2019
suratairport1.jpg
2min19130

સુરત એરપોર્ટ પરથી હવે દેશના અન્ય ભાગોને જોડતી એટલી બધી ફ્લાઇટ્સ આવવા માંડી છે કે કઇ ફ્લાઇટ્સ ક્યારે આવે છે અને ક્યારે ઉપડે છે તે અંગે પણ મુલાકાતીઓ, સુરતના લોકોને ગૂંચવાડો થવા માંડ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ હવે નિયમિત રીતે સુરત એરપોર્ટની ફ્લાઇટ્સના શિડ્યુલની સત્તાવાર માહિતી રજૂ કરશે. અહીં અમે સુરત એરપોર્ટરથી ઉપડી અને આવતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેમજ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સુરત શારજાહની ફ્લાઇટના સત્તાવાર ટાઇમ ટેબલ રજૂ કર્યા છે.

સુરત એરપોર્ટ પરથી ઉપડતી ડોમેસ્ટીક ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019
Flight Schedule - Domestic Departures

Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

સુરત એરપોર્ટ પર દેશના વિવિધ એરપોર્ટસ પરથી આવતી ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Arrivals

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February, 2019

Flight Schedule - Domestic Arrivals
Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

International Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019

Surat International Airport - International Departure Schedule

Surat International Airport [STV] – Direct & Connecting International Departures

NOTE:

The above Time Table has been compiled based on Flight Schedules published by the Airlines, as required of a Scheduled Operator.

Please note despite of a detailed schedule announced weeks in advance, intermittent changes are very likely to happen & it is subject to changes as per the Airlines and approvals by the Regulatory Authority

February 19, 2019
SDCA_logo.jpg
1min11400
  • બીસીસીઆઇની ઓફિશ્યલ વેબસાઇટ પર સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ ચમક્યા
  • સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટીની કુલ 21 મેચો સુરતમાં રમાશે
  • 14 મેચ લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 4 મેચ સીબી પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
  • 3 મેચ પીઠાવાલા સ્પોર્ટસ કલબ ખાતે
  • 21મી ફેબ્રુઆરીથી 3જી માર્ચ 2019 સુધી સુરતમાં 21 મેચો રમાશે

બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા આયોજિત સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી સિરીઝની કુલ 7 ટીમ્સના સ્લોટ સુરતના ત્રણ જુદા જુદા ક્રિકેટ ગ્રાઉન્ડસને ફાળવવામાં આવ્યા છે. આગામી તા.21મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી શરૂ થઇ રહેલી મુસ્કાત સૈયદઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ પર ગુજરાત, રણજી ચેમ્પિયન વિદર્ભ, તમિળનાડુ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, બિહાર અને મેઘાલયની સિનિયર પ્લેયર્સની ટીમો રમશે. આ 7 ટીમમાં અનેક ભારતીય સ્ટાર ક્રિકેટર્સ, ભૂતકાળમાં આઇ.પી.એલ. ગજાવી ચૂકેલા અનેક ક્રિકેટર્સ પણ સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવા મળશે.

સુરત આવી રહેલા સ્ટાર ક્રિકેટર્સમાં અશ્વિન, (દિનેશ કાર્તિકે પરમિશન માગી રમવા માટે), ખલીલ ફાસ્ટ બોલર (રાજસ્થાન), અક્ષર પટેલ, પાર્થિવ પટેલ વગેેરે ક્રિકેટર્સને જોવાનો મોકો મળશે.

સુરતના ઇતિહાસમાં પહેલી વખત ઘટના આકાર પામી રહી છે કે એક સાથે 7-7 રાજ્યોની સિનિયર ક્રિકેટ ટીમ એક સાથે રમવા માટે આવી છે. સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટની મેચો સુરતમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપરાંત સી.કે. પીઠાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ સી.બી. પટેલ સ્ટેડીયમ ખાતે ફાળવવામાં આવી છે. પહેલી મેચ ગુજરાત અને મેઘાલય વચ્ચે તા.21મીએ સવારે 10 કલાકે યોજાશે.

સુરતના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ મેચો જોઇ શકે તે માટે બિલકુલ ફ્રી એન્ટ્રી

સુરતના ત્રણેય ગ્રાઉન્ડસ પર સૈયદ મુસ્તાકઅલી ક્રિકેટની મેચો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અનેક ટીમોમાં ભારતીય ક્રિકેટના અનેક સિતારાઓ સુરત આવી રહ્યા હોઇ તેમની સાથે બીસીસીઆઇના પણ અનેક અધિકારીઓ સુરત આવી રહ્યા છે. સુરતવાસીઓ માટે ખાસ કરીને ક્રિકેટપ્રેમી સુરતીઓ માટે આ એક અદભૂત નજારો હશે. ક્રિકેટ સ્ટાર સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવાનું દ્રશ્ય અવિસ્મરણીય બની રહેશે.