CIA ALERT
01. May 2024
February 19, 20191min11470

Related Articles



શહેરોમાં ફ્લાયઓવર્સનો 100 ટકા ખર્ચ રાજ્ય સરકારનો : વાંચો ગુજરાતનું આખું બજેટ

Share On :
Print Friendly, PDF & Email

રાજ્ય સરકાર તરફથી આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. હવે પછી 2019-20નું બજેટ રજૂ કરવામાં આવશે. અછતના વર્ષમાં પણ ગુજરાત સરકારે ખેડૂતોની પડખે રહીને અત્યાર સુધીમાં ઐતિહાસિક રીતે રાહત પેકેજ 96 તાલુકાઓમાં 16.27 લાખ ખેડૂતો, 1,557 કરોડની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. 443 પાંજરાપોળ અને ગૌશાળામાં 2.60 લાખ પશુઓ, તેમજ 1.62 ઢોરવાડા પશુઓમાં દૈનિક રૂ.35ની આર્થિક સહાય પશુ નિભાવ માટે અત્યાર સુધીમાં રૂ.40.84 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં રૂ.2 પ્રતિ કીલોના દરે 6.84 કરોડ કિલો સૂકું ઘાંસ પહોંચાડી દેવામાં આવ્યું છે. ખેડૂતોના પાક બચાવવા માટે ખેતી માટે વીજળી 8 કલાકની જગ્યાએ 10 કલાક પાવર આપવામાં આવ્યો રૂ.4.36 કરોડની વીજળી પૂરી પાડવામાં આવી. 96 તાલુકાઓના 23 લાખથી વધુ ખેડૂતો માટે રૂ.2285 કરોડના ખાસ સહાય પેકેજને અમલમાં મૂક્યા છે.

લેખાનુદાનના મુખ્ય અંશો

  • 17-18 દરમિયાન ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકાના વિકાસ દરે ખેત ઉત્પાદન વધ્યા
  • દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો 7.29 ટકા
  • હાલોલ ખાતે ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે
  • 19મી પશુ ધન ગણતરીમાં 15.19 ટકાનો વધારો નોંધાયો, માથાદીઠ દુધ ઉત્પાદન 243 ગ્રામ પરથી વધીને 543 ગ્રામ થયું છે
  • ઝીંઘા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે 5000 હેક્ટર ખારાશવાળી જમીન, સરકારી જમીન, દરીયા કાંઠે ફાળવવામાં આવશે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની રજૂઆતો
  • વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં માછીમારો માટે વધુ સુવિધા ઉભી થાય તે માટે મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (જેટી) બનાવવાનો નિર્ણય
  • પાકિસ્તાન જેલમાં બંધ માછીમાર પરિવારોને સરકાર દૈનિક રૂ.150ને બદલે રૂ.300નું નિર્વાહ ભથ્થું આપશે
  • 11 લાખ ખેડૂતોની 58 લાખ હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી ખેતી થઇ રહી છે
  • નર્મદા યોજનામાં 01થી 2018 સુધીમાં રૂ.51786 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. આ યોજનાથી 9083 ગામો અને 166 શહેરોને પીવાનું પાણી મળી રહ્યું છે
  • 9231 પેટા આરોગ્ય કેન્દ્ર 4199 પીએચસી, 30 જિલ્લા હોસ્પિટલ 16 મેડીકલ કોલેજ કાર્યરત, 2018માં 3.82 લાખ દર્દીઓએ ઓપીડી અને 43.30 લાખ દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે લાભ લીધો
  • મા વાત્સલ્ય યોજનામાં નોંધાયેલા 68 લાખ પરિવારોને રૂ.3 લાખની વાર્ષિક સહાયને બદલે રૂ.5 લાખ સુધીની સારવાર બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે
  • મા વાત્સલ્યમાં લાભાર્થી થવા માટે વાર્ષિક રૂ.3 લાખની આવક મર્યાદા હતી જેમાં વધારો કરીને હવે રૂ.4 લાખ કરવામાં આવી. વધુ 15 લાખ નવા પરિવારો જોડાય શકશે. 75 લાખ નવા લાભાર્થીઓને લાભ મળી શક્શે.
  • મેડીકલ કોલેજની સીટો વધારી રહ્યા છે, 2001માં 1275 સીટો હતી તે વધીને 4150 સીટો થઇ છે એમબીબીએસની. ટૂંક સમયમાં નવી એક મેડીકલ કોલેજ નડીયાદ મેડીકલ કોલેજને ઝડપથી મંજૂરી મળી જવાની શક્યતા છે.
  • કર્મચારીઓ લક્ષી જાહેરાતમાં આશા યોજનામાં માસિક મહેન્તાણામાં રૂ.2000નો વધારો કરવાની જાહેરાત
  • નવી નડીયાદ, વિસનગર અને અમરેલી મેડીકલ કોલેજો શરૂ કરવા માટેનું આયોજન
  • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે 1200 પથારીની નવી સિવિલ હોસ્પિટલ, નવી કેન્સર, નવી આઇ અને નવી ડેન્ટલ હોસ્પિટલ મળીને 1450 કરોડના ખર્ચે કામ પૂર્ણ થયું છે. આગામી તા.4થી માર્ચે લોકાર્પણ કરવામાં આવશે.
  • ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલના વિસ્તૃતિકરણનું કામ હાથ ધરવામાં આવશે
  • મહિલાઓ રાજ્યની દોઢ લાખ વિધવા બહેનોને રૂ.1000 માસિક સહાય ચૂકવવામાં આવતી હતી. વિધવા મહિલાઓને આજીવન પેન્શન ચાલુ રહેશે. 18 વર્ષનું સંતાન થયા પછી પણ પેન્શન ચાલુ રહેશે. હવે રૂ.1250 માસિક પેન્શન મળશે.
  • 53 હજાર આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને રૂ.900 માસિક વધારા સાથે હવે રૂ.7200 માસિક ભથ્થું, તેડાગર બહેનોને રૂ.3200માં રૂ.450નો વધારો કરીને રૂ.3650 રૂ. ભથ્થું આપવામાં આવશે.
  • 1.13 હજાર કરોડ શિક્ષણ માટે ફાળવી આપવામાં આવ્યા. 6 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ
  • ડ્રોપ આઉટ રેશીયો ઘટીને ફક્ત 1.42 ટકા સુધી નીચે આવી ગયો
  • આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને બિલકુલ મફત ટેબ્લેટ આપવામાં આવ્યા
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પાછળ રૂ.1055 કરોડ ખર્ચાય રહ્યા છે
  • સમરસ 8 નવા છાત્રાલયની જોગવાઇ કરવામાં આવી
  • માઇનોરિટીઝ વિકાસ માટેના 8 નિગમોને રૂ.100ને બદલે રૂ.150 કરોડનું ફંડ
  • ગુજરાતમાં 1,14 હજાર કિ.મી.ના પાકા માર્ગોનું નેટવર્ક, 19-20માં જાહેર બાંધકામ વિભાગ દ્વારા રૂ.2000 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવશે
  • જે હાઇવે પર એક લાખ યુનિટથી વધારે વ્હીકલ અવરજવર હશે ત્યાં ભારત સરકાર અને રાજ્ય સરકારના 50 ટકાના સહયાગથી 6500 કરોડના ખર્ચે રેલવે ફ્લાયઓવર કે અન્ડર પાસ બનાવવામાં આવશે.
  • 103 કિ.મી. પગદંડી યાત્રા, જૈન તિર્થ પદયાત્રીઓ માટે અમદાવાદથી શરૂ થશે
  • મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકથી ગીચ વિસ્તારમાં ફ્લાય ઓવર તથા અન્ડર પાસ ગુજરાત સરકાર 100 ટકા ખર્ચ આપશે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડાદરા રાજકોટમાં 8-8, ભાવનગર, રાજકોટમાં 3-3 બ્રિજ બનશે. દાહોડ, ગોધરા, ભૂજ, મહેસાણા, પાટણ, દિશા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, નવસારી, વલસાડ, ભરુચ, હિંમતનગર વગેરે મળીને કુલ 75 ફ્લાય ઓવર બ્રિજ શહેરોમાં બનાવી આપશે.
  • ફાટક મુક્ત ગુજરાત બનાવવાની યોજના. સરકાર રૂ.750 કરોડ ફાળવી રેલવે ફાટકો પણ બનાવી આપશે
  • 7.64 લાખ આવાસ આપવાનું આયોજન, જૈ પૈકી અત્યાર સુધીમાં 3.87 લાખ આવાસો મંજૂર કરી દેવાયા છે. 1 લાખ કરતા વધુ અરજદારોને આવાસ ધિરાણ વ્યાજ મુક્ત લોન
  • 1960થી ખેડૂતોને 6.94 લાખ વીજ જોડાણો, જ્યારે ભાજપાએ 18 વર્ષમાં 11 લાખથી વધુ વીજ જોડાણો આપ્યા છે. રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા તમામ કૃષિ વિજ જોડાણો, ગ્રામ વિસ્તારના રહેઠાણ જોડાણોને વીજ બિલના મુદ્દલ, વ્યાજ અને પેનલ્ટી માફ કરી દેવાનો નિર્ણય કરાયો
  • કરાર આધારિત વીજ પાવરથી વધુ વપરાશના કિસ્સામાં કલમ 126  અને 135 મુજબના થયેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, 6.74 લાખ ખેડૂતો અને ગ્રામીણ ગરીબોને લાભ મળશે. રૂ.691 કરોડનો બોજો ઉપાડશે સરકાર
  • ખેડૂતોના વીજ જોડાણો, લાઇન લોસ વગેરે સમસ્યા નિવારણ માટે સ્કાય યોજના અંતર્ગત સોલાર પાવર જનરેશન કરાશે. ખેડૂતો પાસે સરકાર વીજ ખરીદશે.
  • ફાઇબર ટુ ફેશન સુધીનું કામ થાય એ માટેની ટેક્સટાઇલ પોલિસી બનાવાઇ
  • ગીરનાર ખાતે દર પાંચ વર્ષે રાજ્ય સરકાર ગીરનાર શિવરાત્રી કુંભ મેળાનો આરંભ 2019થી શરૂ કરાશે

ગુજરાતની સિદ્ધિઓ

 

  • 1,74,652 માથાદીઠ આવક
  • દેશની માથાદીઠ આવક કરતા 54.8 ટકા વધારે
  • દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 17-18માં વધીને 22 ટકા
  • ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8 ટકા યોગદાન આપીને સૌથી પહેલા ક્રમે
  • આદિવાસી વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બાદ પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિકોને રોજગારી મળે તેવી યોજનાઓ
  • આર્થિક રીતે નબળા વર્ગના શિક્ષિત બેરોજગાર યુવકો માટે ખાસ યોજનાઓ
  • સુએઝ પાણી ટ્રીટમેન્ટથી રીસાઇકલ કરેલા પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં ઉપયોગ કરાશે
  • બિનપરંપરાગત ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં 5000 મેગા વોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર મેગા પ્લાન્ટ ધોલેરા ખાતે સ્થાપવામાં આવશે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :