CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 110 of 144 - CIA Live

August 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17620

સુરત શહેરમાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદી ઝાપટાઓ સુરતવાસીઓ માટે આફત નોતરી શકે તેમ છે.

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલી રહેલા અંદાજે બે લાખ ક્યુસેક્સ પાણીના ફ્લડને મેનેજ કરવા માટે સુરત શહેરમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ જેના આઉટ લેટ્સ તાપી નદીમાં છે એ ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવ્યા હોઇ, સુરતમાં હાલ પડી રહેલા વરસાદનું પાણી સ્ટોર્મ ડ્રેનેજમાં જશે અને સ્ટોર્મ ડ્રેનેજ ભરાશે એટલે સુરતમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ શકે છે.

જાણકારો કહે છે કે જો સુરત શહેરમાં વરસાદ સતત ચાલુ રહ્યો તો સુરતમાં ઉકાઇના પાણીના લીધે નહીં પણ વરસાદી પાણીના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

એ પૂર્વે શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં સ્ટોર્મ ડ્રેનેજના ફ્લડ ગેટ્સ બંધ કરવામાં આવતા કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી બેક થયા હતા અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાવા પામી છે. એ સિવાય તાપી નદી કાંઠેના અડાજણ છેડે સ્વામી નારાયણ મંદિરથી શરૂ કરીને જલારામ ઓવારા સુધીના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે.

તાપી નદીમાં ફ્લડ ગેટ્સ બંધ કરતા નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે
શહેરના ધાસ્તીપુરા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા.
August 9, 2019
delhi_bombay.jpg
1min6550

મુંબઈ અને દિલ્હી તથા દિલ્હી અને હાવરા વચ્ચે દોડાવાતી મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોની સ્પીડ વધારવા માટે કેન્દ્ર સરકારે રેલવેને મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. 

મુંબઈ દિલ્હી વચ્ચે દોડાવતી ટ્રેનોની સ્પીડ વધારવાથી બંને શહેર વચ્ચેના ટ્રેનના ટ્રાવેલિંગમાં ઘટાડો થશે.

મુંબઈ-દિલ્હી વચ્ચે ટ્રેનની સ્પીડ વધારવાના પ્રોજેક્ટ પાછળ રૂ. ૬,૮૦૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે તેને ૨૦૨૨-૨૩ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ છે.

૧૦૦ દિવસના એજન્ડા હેઠળના વિવિધ પ્રોજેક્ટમાં મુંબઈ-દિલ્હી-મુંબઈ વચ્ચે ટ્રેનોની સ્પીડ વધારવાનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

તા.5મી ઓગસ્ટ 2019ના રોજ મળેલી કૅબિનેટની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, અને જાહેરાત તા.7મી ઓગસ્ટને બુધવારે તેની સત્તાવાર રીતે કરવામાં આવી હતી.

મુંબઈ-દિલ્હી વચ્ચે દોડાવાતી ટ્રેનોની સ્પીડ વધારવા માટે સરકારની મંજૂરી

કેન્દ્રીય પ્રધાનમંડળની મીટિંગમાં સોમવારે કાશ્મીરના ૧૭૦ કલમને નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈ દિલ્હી અને દિલ્હી અને હાવરા વચ્ચેના રેલવે રૂટ્સની વિવિધ ટ્રેનોની સ્પીડ વધારવાથી ટ્રેનોની સર્વિસમાં પણ સુધારો થશે.

એટલું જ નહીં, ટ્રેનોની સુરક્ષા(અકસ્માતના પરિપ્રેક્ષ્યમાં)માં પણ વધારો થશે. ટ્રેનમાં પેસેન્જર કેપિસિટી વધારવામાં આવશે.

મુંબઈ-દિલ્હી-મુંબઈ વચ્ચેના રેલવે રૂટ્સમાં ૧૬૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાશે, જ્યારે ગુડ્સ ટ્રેનના ટ્રાફિકના પરિવહનમાં સુધારો થશે. આ બંને રેલવે રૂટ્સમાં કુલ પેસેન્જર ટ્રાફિકમાંથી બંનેનો કુલ ૨૯ ટકા હિસ્સો છે. 

August 9, 2019
ukai.jpg
1min8550

Dt.09.08.19. Hr: 14.00 hrs.

  • Rule Level : 335.00 ft.
  • Present Water Level : 327.39 ft.
  • Inflow: 669029 cusecs.
  • G.S. : 4630.52 MCM
  • %age filling: 62.45 %
  • Increase in qty: 3757 MCM (w.r.t to mini storage of this yr)
  • Hathnur Level: 211.60 mt. Outflow : 234827 cusecs

હજુ 20 દિવસ પહેલા ઉકાઇ ડેમમાં તળીયું દેખાતું હતું, ડેમમાં ડૂબેલી મિલકતો દેખાઇ રહી હતી અને સરકાર સમેત સુરતવાસીઓ પાણી બાબતે ચિંતાતૂર હતા. કુદરતની બલિહારી અકળ રહી છે, વીસ જ દિવસમાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 327 ફૂટ પર પહોંચાડી દીધી છે. સુરતવાસીઓ ઉપરાંત ખેડૂતોની પાણીની જરૂરીયાત આખું વર્ષ પૂરી થતી રહે તેટલું પાણી ડેમમાં આવી ચૂક્યું છે.

આજરોજ તા.9મી ઓગસ્ટ 2019ને શુક્રવારે બપોરે 2 વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 6 લાખ 69 હજાર ક્યુસેક્સ નોંધાયો હતો. ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 327 ફૂટને પાર થઇ ગઇ હતી.

ઉકાઇ ડેમના અધિકૃત સૂત્રોએ આપેલી માહિતી મુજબ બપોરે બે વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 6.69 લાખ ક્યુસેક્સ હતો અને ડેમ કુલ 62.45 ટકા જેટલો ભરાઇ જવા પામ્યો છે.

તા.9મી ઓગસ્ટ બપોરે 4 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી કુલ 75 હજાર ક્યુસેક્સ પાણી છોડવાનું શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર શ્રી ડો. ધવલ પટેલે પોતાના વોઇસ મેસેજમાં જણાવ્યું છે કે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાની કોઇ ગંભીર અસર હાલ વર્તાશે નહીં, કોઇએ ખોટી અફવાથી દોરવાવું નહીં.

તંત્રવાહકો હવે એવી અસમંજસભરી સ્થિતિમાં મૂકાયા છે કે હવે શું કરવું, ડેમમાં પાણીની સપાટી આ રીતે વધશે તો હજુ એક મહિનો વરસાદ પડે તેવી સ્થિતિમાં ડેમાં રૂલ લેવલ કરતા વધુ પાણી આવે તેમ છે.

એ પૂર્વે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમની સવારે 10 વાગ્યે નોંધાયેલી પાણીની સપાટી 325.97 ફૂટ છે, જે રૂલ લેવલ ૩૩5થી 10 ફૂટ ઓછી છે.

જૂનના બીજા વીકે તો ઉકાઇનું લેવલ ડેડસ્ટોરેજ સુધી પહોંચી ગયું હતું. હાલમાં ઉકાઇ ડેમમાં ૩૧૪૩ એમસીએમ પાણીનું લાઇવ સ્ટોરેજ છે. ડેમની કુલ લાઇવ સ્ટોરેજ કેપેસીટી ૬૭૩૦ એમસીએમ છે. ઉકાઇ ડેમ 60 ટકા ભરાયો છે.

હજુ ચોમાસાને દોઢ મહિનો બાકી છે જેથી ચાલુ સિઝનમાં સારા વરસાદથી સપાટી રૂલ લેવલ નજીક ડેમની સપાટી ૩૩૦ ફૂટ પહોંચી જશે ત્યારે સુરત શહેર અને ખેડૂતોને આખું વર્ષ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એટલો જથ્થો ડેમમાં આવી ચૂક્યો હશે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ તેમ જ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે હથનુર ડેમની સપાટી 9મી ઓગસ્ટને શુક્રવારે, સવારે 7 કલાકે 210.49 મીટર નોંધાઇ હતી અને ત્યાંથી 1,74,297 ક્યુસેકસ જેટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું હતું.

હથનૂર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ઉકાઈ ડેમમાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો હતો.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનર સક્રિય થવાના કારણે આગામી ૧૦ ઑગસ્ટ સુધી સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

August 8, 2019
weather-forecast.jpg
1min5740

દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનની અસરો ઘટવાને કારણે વરસાદનું જોર ઓછું થયું હતું જેથી પૂરના પાણી ઓસરતાં લોકોને રાહત મળી હતી ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર ડીપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ રહી હોઈ બે દિવસમાં એટલે ૮ અને ૯ તારીખ દરમિયાન રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેને પગલે તંત્રને ફરી સજ્જ રહેવાના આદેશો અપાયા હતા.

ગુજરાતમાં ફકત દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૯૦ ટકા વરસાદ પડ્યો હતો. અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી થઈ જતાં જનજીવન પર ભારે અસર થઈ હતી ત્યારે માડ પૂરના પાણી હજુ ઓસર્યા હતા. ત્યાં જ રાજ્ય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળની ખાડીનાં ઉત્તર પશ્ર્ચિમ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે. તેમજ બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું છે, જેને પગલે ૮ ઓગસ્ટની આસપાસ ગુજરાત સુધી પહોંચતાં રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ તા.૯ ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. જેથી અમદાવાદમાં પણ તા.૯મી ઓગસ્ટ અને તા.૧૦મી ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે તેમજ દ.ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. આની સાથે આગામી બે દિવસ રાજ્યમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

August 7, 2019
jammu.jpg
1min9280

તા. 6 ઓગસ્ટ 2019 ને મંગળવારે ભારતની લોકસભામાં જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત મંજૂર કર્યાના એક દિવસ બાદ આજરોજ તા.7મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ સચિવાલય ખાતે સવારે વટ કે સાથ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત તસ્વીર આજે સવારે લેવાયેલી છે જેમાં જમ્મુ સચિવાલયની ઇમારત પર ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. એ પણ નોંધનીય છે કે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે ગઇકાલ સુધી જમ્મુ કાશ્મીરનો અલગ રાષ્ટ્રધ્વજ હતો એ પણ ફરકાવવામાં આવ્યો હતો. સૂત્રો જણાવે છે કે કેટલીક પ્રક્રીયાઓ પછી અહીં ફક્ત તિરંગો જ ગર્વભેર લહેરાતો જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ, કાશ્મીર, લેહ, લદ્દાખની સરકારી અધિકારીઓની ગાડીઓ પર પણ ભારતના રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ફરકાવવામાં આવ્યો હતો.

સાથોસાથ સંસદ અને રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવા સંબંધિત બિલને મંજૂરી મળ્યા પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ ડૉ. નિર્મલ સિંહે પોતાની કાર પરથી જમ્મુ-કાશ્મીરનો ઝંડો હટાવી દીધો હતો.

જમ્મુ સચિવાલયની ઇમારત પર તિરંગો લહેરાતા જોઇને ત્યાના સ્થાનિક રહેવાસીઓમાં પણ ખુશાલી છવાય ગઇ હતી.

August 7, 2019
nirbhayasuprem.png
1min5250

મધ્યસ્થતા કોઈ સ્પષ્ટ ઉકેલ લાવવામાં વિફળ રહ્યા બાદ આખરે આજથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં વિવાદની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે સૌપ્રથમ નિર્મોહી અખાડાનાં વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, 100 વર્ષોથી આ વિવાદિત ભૂમિ ઉપર તેનો કબજો રહેલો છે. આ કેસ હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ- મંગળવાર, બુધવાર અને ગુરુવારે સાંભળવામાં આવશે તેવું અદાલતે ઠરાવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિચારક એન.ગોવિંદાચાર્યે આયોધ્યા કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને અદાલતે ખારિજ કરી નાખી છે.

અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિને આપવામાં આવેલાં નિશ્ચિત સમયમાં તે કોઈ નિરાકરણ લાવી શકી નહોતી. જેને પગલે સર્વોચ્ચ અદાલતે આજથી આ મામલાની રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ આ મામલો સાંભળે છે. આ બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ.નઝીર સામેલ છે.

નિર્મોહી અખાડાનાં ધારાશાત્રી સુશીલ કુમાર જૈને આજે પોતાનો પક્ષ રજૂ કરતાં દલીલ આપી હતી કે, આ જમીન ઉપર તેનો સેંકડો વર્ષોથી હક હતો. તેમણે નક્શો દેખાડતા જણાવ્યું હતું કે તેમનો દાવો વિવાદિત પરિસરનાં આંતરિક ભાગનો છે. આ જમીન ઉપર અખાડાનો જ કબજો હતો પણ પછી અન્યોએ બળપૂર્વક તેમાં અતિક્રમણ કર્યુ હતું. અખાડાની માગ માત્ર પરિસરનાં આંતરિક ભાગની છે. જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. ડિસેમ્બર 1992 બાદ ઉપદ્રવીઓએ નિર્મોહી અખાડાનું મંદિર પણ ધ્વસ્ત કરી દીધું હતું. જૂના ફેંસલાઓનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે, તે મુજબ એવા સ્થાનને મસ્જિદ ગણાવી શકાય નહીં જ્યાં નમાઝ પઢાતી ન હોય. આ દરમિયાન સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતાં અદાલતે તેમને ઠપકો આપતાં કહ્યું હતું કે, તેનો પક્ષ પણ સમય આવ્યે સાંભળવામાં આવશે.

August 7, 2019
rain_forecast.png
1min10540

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા વરસ્યો

ગુજરાતનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૬૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૧૫ ટકા. અને દક્ષિણ ગુજરાતમાં ૮૯.૩૯ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં ૧૫૬ મી.મી. એટલે કે ૬ ઈંચ, સુબિરમાં ૧૪૫ મી.મી., ક્વાંટમાં ૧૩૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૫ ઈંચ જેટલો, નસવાડીમાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વ્યારામાં ૯૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ, ડોલવણમાં ૬૩ મી.મી. અને નીઝરમાં ૫૬ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે તીલકવાડા, સંખેડા, ડભોઈ, છોટા ઉદેપુર, કપરાડા, ઉચ્છલ, સોનગઢ, જેતપુર પાવી, ગરૂડેશ્ર્વર, ગણદેવી, જાંબુઘોડા, ચીખલી, સાગબારા અને નવસારી મળી કુલ ૧૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18730

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેર જિલ્લા સમેત દક્ષિણ ગુજરાતમાં પાણીના મુખ્યસ્ત્રોત ગણાતા ઉકાઇ ડેમની વાત હાલ ચૌરેને ચૌટે ચર્ચાય રહી છે. નુક્કડ પરની ચર્ચામાં ઉકાઇ ડેમનો ઉલ્લેખ ન થાય તો એ ચોમાસું ન કહેવાય.

અહીં જે વિગતો રજૂ કરી રહ્યા છે એ વાંચ્યા પછી આપની ઉકાઇ ડેમ અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદ અંગેની જાણકારી સચોટ બનશે.

આ વખતે વરસાદની પહેલી જ હેલીમાં ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી ગઇ. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદનું પાણી આવ્યું અને ઉકાઇ ડેમની સપાટી વધી, આ જાણકારી સહજ છે. પણ વધુ ઉંડાણથી જાણવું જોઇએ કે ઉકાઇ ડેમમાં જ્યાં વરસાદ પડવાથી પાણી આવે છે એ ઉપરવાસના કયા વિસ્તારમાં ચાલુ વરસાદી સીઝનમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે, આ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

25.4 મી.મી. બરાબર 1 ઇંચ વરસાદ

ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારમાં ખુદ ઉકાઇ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઉકાઇ વિસ્તારમાં જ ચાલુ સીઝનમાં કુલ 1501 મી.મી. વરસાદ પડી ચૂક્યો છે. મતલબ કે ઉકાઇ ડેમ જ્યાં છે એ ઉકાઇ વિસ્તારમાં કુલ 59 ઇંચ જેટલો વરસાદ પહેલી જ વરસાદી હેલીમાં પડી ચૂક્યો છે. એ સિવાય ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવતા ચીખલધરામાં 1202.80 મી.મી., ચાંદપુરમાં 1160.80 મી.મી., નારણપુરમાં 1079 મી.મી., અકલકુવામાં 779 મી.મી. અને તલોદામાં 714 મી.મી વરસાદ પડ્યો છે જેનું પાણી ઉકાઇ ડેમમાં આવ્યું છે. આ આંકડા સત્તાવાર રીતે ઉકાઇ ડેમ સ્થિત કેન્ટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવ્યા છે.

નીચેના કોષ્ટક પરથી જાણી શકાશે કે ઉકાઇ ડેમના ઉપરવાસ (કેચમેન્ટ એરીયા)માં કયા ક્ષેત્રો આવે છે અને તા.6 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધીમાં ત્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે

ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં તા.6 ઓગસ્ટ 2019ની સવારે 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડા
August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12490

તા.6 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.8મી ઓગસ્ટ 2019ને બપોરે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. અગાઉ એવા રિપોર્ટસ રજૂ કરાયા હતા કે વડાપ્રધાન શ્રી મોદી 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પરંતુ, છેલ્લી ઘડીએ ફેરફાર કરીને આ સમય રાત્રીના 8 કલાકનો કરવામં આવ્યો છે.

અગાઉ ગઇ તા.27મી માર્ચ 2019ના રોજ વડાપ્રધાને દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. એ વખતે લોકસભાની ચૂંટણીની ઘોષણા અને એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિ સંદર્ભે દેશવાસીઓને માહિતી આપી હતી.

આજના પ્રજાજોગ સંબોધનમાં શ્રી મોદી એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારે લીધેલા કાશ્મીર સમેતના નિર્ણયો અંગેની માહિતી આપશે.

નરેન્દ્ર મોદી તમામનો આભાર પણ માની શકે છે અને દેશના વિકાસ માટે રચનાત્મક સહયોગ પણ માગી શકે છે.

August 6, 2019
narmada_dam.jpg
1min6840

ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં ૧.૧૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી હતી. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ૧૦ કલાકમાં ૧૫ સેમીનો વધારો થયો હતો જેથી ડેમની જળ સપાટી ૧૨૬.૧૨ મીટર ઉપર પહોંચી હતી.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવકમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે નર્મદા કેનાલમાં પાંચ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું. હાલ ડેમમાં ૧૭૬૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં જિલ્લાના નાંદોદમાં ૬.૨ ઇંચ, ગરુડેશ્ર્વરમાં ૩.૫ ઇંચ, તિલકવાડામાં ૪.૩ ઇંચ અને સાગબારામાં ૫.૩ ઇંચ પડ્યો હતો.