બિઝનેસ Archives - Page 79 of 92 - CIA Live

November 17, 2018
vib.jpg
1min4940

રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રોકાણ આકર્ષવા માટેના ફોરેન રોડ-શો બાદ હવે ડોમેસ્ટિક રોડ-શો શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે તા.16મી નવેમ્બર 2018ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં નવી દિલ્હીમાં રોડ-શો યોજીને અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં રોડ શો યોજ્યા બાદ ઉદ્યોગકારો સાથે બેઠક પણ યોજશે.

નવી દિલ્હી ઉપરાંત મુંબઈમાં રોડ-શો યોજાશે જેમાં રાજ્યના નાયબ વડાપ્રધાન નીતિન પટેલ હાજરી આપશે. ત્યાર બાદ અન્ય શહેરો જેવા કે બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ અને પૂણે જેવાં શહેરોમાં યોજાનારા રોડ-શોમાં ઉદ્યોગપતિઓ સમક્ષ ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં રોકાણની તકો અંગે વિગતે રજૂઆત કરાશે. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રોડ-શોની આગેવાની કરીને રોકાણને આકર્ષશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2019ની વિશેષતાઓ અંગે રોડ-શો અને વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. તેઓ વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે પણ બેઠકો પણ યોજશે. વાઇબ્રન્ટ ગુજરાત-2019નો આ કર્ટન રેઝર કાર્યક્રમ હશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસમાં તા.16મી નવેમ્બર 2018ની સવારે 9થી 1 દરમ્યાન ઉદ્યોગ-વેપારજગતના વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-2019 સંદર્ભે બેઠકો યોજી હતી. તેઓ વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથોસાથ વૈશ્વિક ફલક પર બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની ઊભરી રહેલી પ્રતિભા સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શો અને વન-ટુ-વન બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંગે માહિતગાર કર્યા હતા.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઉદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડો. જેએન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમકે દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

November 16, 2018
sachin.jpg
1min15970

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ યોજાશે 

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને ત્વરિત અને સરળતાથી રૂ.૦૧ કરોડ સુધીની લૉન મળી રહે તે હેતુથી સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓપ.સોસાસયટી હોલ, સચિન GIDC ખાતે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેના બેન્કના ઝોનલ મેનેજરે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨જી નવેમ્બરના રોજ PSB લૉન ઇન ૫૯ મિનિટ પોર્ટલને લોન્ચ કર્યું હતું. જેના સંદર્ભે નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ બેન્ક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સીડબી, KVIC, લેબર ડિપાર્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, GeM, ટેક્સટાઇલ અને અન્ય સરકારી એજન્સીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. જેની શુભ શરૂઆત સચિનથી આ કેમ્પ દ્વારા કરી રહ્યા છીએ.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી ડી.આર.પટેલે જણાવ્યું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા MSME સાહસિકોને લૉન સબસીડી આપવામાં સુરત મોખરે રહ્યું છે. તેમણે આવા કેમ્પનો વધુ ને વધુ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સીડબીના AGM શ્રીગણેશે કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહી ઓનલાઈન પોર્ટલ અંગે માહિતી આપી હતી.તેમજ એસબીઆઈમાંથી શ્રી પરમારે સોશયલ સિક્યુરિટીની સ્કીમ વિશે ઉપયોગી જાણકારી આપી હતી.

કાર્યક્રમનું સંચાલન કરતા લીડ બેન્ક મેનેજરશ્રી રસિક જેઠવાએ જણાવ્યુ કે, દર અઠવાડિયે મંગળવારે અને શુક્રવારે અવેરનેસ કેમ્પનું આયોજન બેંકો અને સરકારી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્થળે કરવામાં આવશે.
આભારવિધિ કરતા બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી રિજીયોનલ હેડ શ્રી વિનોદકુમાર જૈનએ દરેક બેંકોએ આ તકને ઝડપી MSME પોર્ટફોલિયોને મજબૂત બનાવવા તથા સરકારની વિવિધ યોજનાનો લાભ નાના અને લઘુ ઉદ્યોગકારોને મળી રહે તેવા સામુહિક પ્રયાસ કરવા આવાહન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ કમિશનર કચેરીના શ્રી દુરાઇસ્વામી, તેમજ સ્ટેટ બેન્ક, દેના બેન્ક, પંજાબ નશનલ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બૅન્ક, IDBI બેન્ક,વિજયા બેન્ક ,કેનેરા બેક, પંજાબ સિંધ બેન્ક, યુનિયન બેન્ક જેવી બેંકો દ્વારા સ્ટોલ લગાવી લાભાર્થીઓને માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સચિન ઇન્ડ.કો.ઓપ.સોસા.ના નિલેશભાઈ કોરાટ, પ્રવીણભાઈ વોરા, ભીખુભાઈ, અરવિંદભાઈ તથા સ્ટાફ અને વિનય પટેલ ,બૈજુકુમાર, બનવારી તથા બેન્ક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

November 14, 2018
walmart-flipkar.jpg
1min10680

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં ભારતની આ સૌથી વધુ પ્રચલિત ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપ કાર્ટની સ્થાપના કરનાર બન્ને બંસલો આજે કંપનીમાંથી આઉટ થઇ ચૂક્યા છે.

ફ્લિપકાર્ટના સહસ્થાપક બિન્ની બંસલ સામે વ્યક્તિગત ગેરવર્તણૂકના આરોપ થયા બાદ તેમણે દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલરના ચેરમેન અને ગ્રૂપ સીઇઓપદેથી રાજીનામું આપી દીધું છે. ભારતીય કંપનીઓમાં આ હાઈ-પ્રોફાઇલ એક્ઝિટ પૈકી એક છે.

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં બંસલે વિદાય લીધી છે. અમેરિકન કંપની વોલમાર્ટે ‘ગંભીર વ્યક્તિગત ગેરવર્તન’ની તપાસ શરૂ કર્યા બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. વોલમાર્ટે આરોપો કયા પ્રકારના છે તે જણાવ્યું ન હતું.

તપાસમાં બિન્ની સામેના આરોપોને સમર્થન મળે તેવું કંઈ મળ્યું નથી. પરંતુ તેણે જજમેન્ટમાં બીજી ખામીઓ ટાંકી હતી, જેમ કે પારદર્શિતાનો અભાવ. બિન્નીએ પરિસ્થિતિનો જે રીતે પ્રતિભાવ આપ્યો તે પણ ખામીયુક્ત ગણવામાં આવે છે. તેના કારણે આ રાજીનામું આપવામાં આવ્યું છે તેમ વોલમાર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું.

35 વર્ષીય બિન્ની બંસલે ૨૦૦૭માં સચિન બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. બંને આઇઆઇટી દિલ્હીના ગ્રેજ્યુએટ્સ છે. બિન્ની બંસલ હવે ફ્લિપકાર્ટના બોર્ડમાં રહેશે. હિલચાલથી વાકેફ સૂત્રોએ કહ્યું હતું કે બિન્ની બંસલ સામેની સ્વતંત્ર તપાસ ચાલુ વર્ષમાં જુલાઈમાં શરૂ થઈ હતી અને સ્વતંત્ર કાનૂની પેઢી દ્વારા આ તપાસ કરવામાં આવી હતી.

બંસલે તા.13મી નવેમ્બર 2018ના રોજ ફ્લિપકાર્ટના કર્મચારીઓને એક ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, “મારી સામેના આરોપોથી મને આઘાત લાગ્યો છે અને હું તેને નકારી કાઢું છું. જોકે, તપાસમાં કેટલીક ખામીઓ શોધવામાં આવી છે. ખાસ કરીને પારદર્શિતાનો અભાવ. મારા માટે અને મારા પરિવાર માટે આ પડકારજનક સમય હતો.

તેના કારણે કંપની અને ટીમનું ધ્યાન અન્યત્ર ખેંચાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં હું ચેરમેન અને ગ્રૂપ સીઇઓ તરીકે રાજીનામું આપું તે વધુ યોગ્ય છે.”એક સૂત્રે કહ્યું કે, “મુખ્ય વાત એ છે કે બિન્ની કેટલાક સમયથી રાજીનામું આપવા વિચારતા હતા અને આ તપાસથી તેમનો નિર્ણય વધારે ઝડપથી લેવામાં આવ્યો છે.”

November 11, 2018
MARKET.jpg
1min5670

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ ભાવાંતર યોજનાના મુદ્દે દિવાળી પહેલાથી સજ્જડ હડતાલ પર હતા. સામાન્ય રીતે દિવાળીની રજાઓ પછી લાભપાંચમથી યાર્ડો પૂન: શરૂ થઈ જતા હોય છે. આ વખતે હડતાલને કારણે લાભપાંચમના શુકન સચવાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ સર્જાયો હતો.

દરમિયાન આજે તા.11મી નવેમ્બર 2018ના રોજ ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં તેમણે ભાવાંતર યોજના મુદ્દે સરકારમાં વાત કરવા બાંયધરી આપી હતી. તેમજ રાજકોટ યાર્ડના ચેરમેન ડી કે સખીયાએ સરકાર સાથે 8 દિવસમાં મિટીંગ કરાવવા ખાતરી આપતા સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડ લાભપાંચમથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને આવતીકાલ તા.12 નવેમ્બર 2018ને લાભપાંચમના પર્વથી દરેક યાર્ડમાં નવી આવક ચાલુ કરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું.

November 10, 2018
MALL.jpg
1min6660

ભારતની ટોચની ત્રણ ઇ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમ મોલે 2017-’18ના નાણાકીય વર્ષમાં આવકમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો હોવા છતાં જંગી ખોટ નોંધાવી હતી. આ કંપનીઓ ભારતીય ઇ-કોમર્સ બજારનો મોટો હિસ્સો કબ્જે કરવાના ધ્યેયના લીધે તેમના ખર્ચ પર અંકુશ રાખવાનો જરા પણ ઇરાદો ધરાવતી નથી.

ફ્લિપકાર્ટ (ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને હોલસેલ એકમ), એમેઝોન સેલર સર્વિસિસ અને પેટીએમ મોલની સંયુક્ત ખોટ 2016-’17ના ₹6,726.6 કરોડથી વધીને ₹11,295.5 કરોડ થઈ હતી, આમ તેણે 68 ટકાનો નોંધપાત્ર ઉછાળો દર્શાવ્યો હતો.

ત્રણેય ઇ-કોમર્સ કંપનીઓએ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હોવા છતાં પણ આ ખોટ નોંધાવી હતી. પણ તેમની આવક કરતાં ખોટનો દર વધારે હતો. તેમની કુલ આવક 2016-’17ના ₹21,085.6 કરોડથી 44 ટકા વધીને 2017-’18માં ₹30,509.8 કરોડ થઈ હતી.

આ સેક્ટરનો ટ્રેક રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે ભારતનું ઇ-કોમર્સ બજાર હજી પ્રાથમિક તબક્કામાં છે અને દરેક કંપની ઓનલાઇન શોપિંગની વધતી જતી વસતીમાં હિસ્સો મેળવવા ઇરાદો ધરાવે છે, જેની સંખ્યા હાલના 8 કરોડથી વધીને આગામી કેટલાંક વર્ષોમાં 20 કરોડે પહોંચે તેમ મનાય છે.

ભારતીય ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને પ્રોત્સાહન આપવાનું જારી રાખશે, ઓમ્નીચેનલ વૃદ્ધિ જારી રાખશે, લોજિસ્ટિક્સ જારી રાખશે અને પ્રાઇવેટ લેબલ્સ વધુ ને વધુ ગ્રાહકો ઓનલાઇન મેળવશે તેમ મનાય છે. આ જોતાં લાગતું નથી કે ભારતમાં ઇ-કોમર્સ કંપનીઓ આગામી કેટલાંક વર્ષો સુધી તેની ખોટ જારી રાખે.

November 9, 2018
sensex1.jpg
1min15100

દિવાળીથી હિંદુઓનું નવું હિસાબી વર્ષ શરૂ થાય છે. ગુરુવારથી શરૂ થયેલા વિક્રમ સંવત 2075માં ઘણી સ્થાનિક અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં નિષ્ણાતોના મત મુજબ શેરબજાર બુલિશ એટલે કે હરણફાળ ભરવાના મોડ પર રહેશે. આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ 40,000ની સપાટીએ પહોંચવાનો અંદાજ છે. કેટલાક નિષ્ણાતોએ તો નવા વર્ષમાં બજાર 45,000 થવાની આગાહી કરી છે.

સંવત 2075માં સૌથી પહેલાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવાં મોટાં રાજ્યોમાં ચૂંટણી છે. ત્યાર પછી 2019ની લોકસભા ચૂંટણી બજાર માટે ‘ગેમચેન્જર’ પુરવાર થવાની સંભાવના ધરાવે છે. વૈશ્વિક બજારમાં પણ ઘણાં પરિબળો ભારતીય બજારની ચાલને અસર કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં બ્રેક્ઝિટ, વૈશ્વિક મધ્યસ્થ બેન્કો દ્વારા તરલતામાં ઘટાડો તેમજ ક્રૂડ-કરન્સીની અનિશ્ચિતતા સામેલ છે. ઘરઆંગણે તરલતાની સમસ્યા અને સરકારની રાજકોષીય ખાધ પણ દબાણ ઊભું કરી શકે. જોકે, તમામ અનિશ્ચિતતા છતાં ટોચના મની મેનેજર્સે બજારમાં તેજીની આગાહી કરી છે.

ટોચના 20માંથી 12 મની મેનેજર્સને આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ 40,000-45,000ની રેન્જમાં પહોંચવાનો અંદાજ છે. સરવેમાં બ્રોકરેજિસ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પ્રાઇવેટ ઇક્વિટી (PE) ફર્મ્સનો અભિપ્રાય લેવાયો હતો. આનંદ રાઠી, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ, TIW પ્રાઇવેટ ઇક્વિટી, શેરખાન, SBI લાઇફ અને સેન્ટ્રમે સેન્સેક્સ અને નિફ્ટી માટે કોઈ ટાર્ગેટ આપ્યો ન હતો.

મોટા ભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બજાર આગામી 12 મહિનામાં નવી ટોચ બનાવશે. જ્યારે ચાર મની મેનેજર્સના જણાવ્યા અનુસાર આગામી દિવાળી સુધીમાં સેન્સેક્સ હાલના સ્તરે અથવા તેનાથી નીચો રહેશે. સરવેમાં નિફ્ટી માટે આગામી દિવાળી સુધીમાં સરેરાશ 11,755ની સપાટીની આગાહી કરવામાં આવી છે. નિષ્ણાતોએ તેજી માટે આગામી લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે મોદી સરકારના પુનરાગમનની શક્યતાને મુખ્ય કારણ ગણાવ્યું છે.

આગામી દિવાળી સુધીમાં નિફ્ટી 12,000 અને સેન્સેક્સ 42,000ની સપાટીએ પહોંચવાની શક્યતા છે. લોકસભા ચૂંટણી બજારની મધ્યમ ગાળાની ચાલ નિર્ધારિત કરશે. કોઈ એક પક્ષની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર બજાર માટે ઉત્તમ રહેશે. જોકે, ચૂંટણી કરતાં પણ કંપનીઓની નાણાકીય કામગીરી વધુ મહત્ત્વની રહેશે. ઉપરાંત, રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિ અને ક્રૂડના ભાવમાં ઘટાડો બજારમાં સરપ્રાઇઝ ઉછાળો લાવી શકે.

એક વર્ષમાં સેન્સેક્સ 30,700 અને નિફ્ટી 10,000ની સપાટીએ પહોંચવાનો અંદાજ છે. તેમણે ચૂંટણી, રૂપિયો અને ક્રૂડ ઓઇલને મહત્ત્વનાં જોખમ ગણાવ્યાં હતાં. તમામ એનાલિસ્ટ્સ માટે 2019ની લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશનો અભાવ અને ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો ચિંતાનાં મુખ્ય પરિબળ હતાં.

કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકારના બજેટ સિવાયના ખર્ચમાં તીવ્ર વૃદ્ધિથી સ્થાનિક બોન્ડ્સ પર દબાણનો અંદાજ છે, જે બજારમાં ઘટાડો લાવશે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા અનુસાર નિફ્ટી માટે આગામી દિવાળી સુધીનો ટાર્ગેટ 10,250 છે. જેમાં 2018-’19ના પ્રથમ ક્વાર્ટરના 10,400ના ટાર્ગેટની તુલનામાં ઘટાડો નોંધાયો છે.

November 7, 2018
thugs-1280x720.jpg
1min10990

અત્યાર સુધી બૉલીવૂડમાં દિવાળી પર રિલીઝ થયેલી સૌથી હીટ ફિલ્મ રિતીક રોશનની ‘ક્રીશ-3’ રહી છે, જેણે પ્રોડક્શન હાઉસના જણાવવા મુજબ રૂા. 245 કરોડનું વિક્રમી કલેકશન કર્યું હતું. જોકે બૉલીવૂડના ટ્રેડ પંડિતોએ હવે એવો અંદાજ વ્યક્ત કર્યો છે કે આ વખતે દિવાળીમાં રિલીઝ થનારી યશરાજ ફિલ્મ્સની આમિર ખાન – અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘ઠગ્સ અૉફ હિન્દોસ્તાન’ રિતીકની ‘ક્રીશ-3’ કરતાં વધારે કલેકશન કરી તેનો વિક્રમ તોડશે.

November 6, 2018
banking.jpg
1min12030

દિવાળીના તહેવાર શરૂ થઈ ચૂક્યા છે. ચારે તરફ ઉજવણી અને રજાઓનો માહોલ છે. ત્યારે દિવાળીની રજાઓ બેન્કના કામકાજ પર પણ અસર પાડી શકે છે.  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પર અપાયેલ જાણકારી પ્રમાણે 7 નવેમ્બરના રોજ દિવાળી, 8 નવેમ્બરના રોજ નવુ વર્ષ અને 9 નવેમ્બરના રોજ ભાઇબીજના કારણે ઉત્તરપ્રદેશના બેંક બંધ રહેશે. 10 નવેમ્બરના રોજ મહિનાનો બીજો શનિવાર આવે છે એટલે બંધ રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં પણ 7 અને 8 નવેમ્બર બેંક બંધ રહેશે જ્યારે 10મી તારીખે મહિનાનો બીજો શનિવાર છે એટલે બંધ રહેશે. મોટાભાગની બેંકોમાં 9મી તારીખે પણ બેંકો બંધ રહેશે.

ક્યારેક સરકાર આટલી લાંબી રજાઓ રદ કરતી હોય છે. પરંતુ આ નિર્ણય ક્યારે લેવાય તે નક્કી નથી. એટલે તમારે પણ બેન્કના કામ આજે જ પતાવી દેવા જોઈએ. .નવેમ્બરના અંતમાં 23 નવેમ્બર 2018 (શુક્રવાર) ઇદ-એ- મિલાદ છે. જ્યારે તેના પછીના દિવસે એટલે શનિવારે 24 નવેમ્બરના રોજ ગુરૂ તેગ બહાદુરજીની શહીદી દિવસ પર ઘણાં રાજ્યોમાં રજા હોઇ શકે છે.

ગુજરાતમાં 7 નવેમ્બરે દિવાળી, 8 નવેમ્બરે નૂતનવર્ષ અને 9 નવેમ્બરે ભાઈબીજ, 10 નવેમ્બરે બીજો શનીવાર અને 11 નવેમ્બરે રવાવાર હોવાથી લગભગ પાંચ દિવસ બેન્ક બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં 7 અને 8 નવેમ્બરે બેન્કો બંધ રહેશે. ત્યારબાદ 9 તારીખે બેન્કો ખુલ્લી રહેશે. જયારે 10,11 નવેમ્બરે ફરી બેન્કો બંધ રહેશે.

November 5, 2018
smc.jpg
1min34320

સુરત મહાનગરપાલિકાએ દિવાળીના બે દિવસ અગાઉ જ આજે તા.5મી નવેમ્બર 2018ના રોજ તેના કર્મચારીઓને રૂ.3 કરોડ 25 લાખની કુલ રકમનું બોનસ જાહેર કરીને જે તે ચોથા વર્ગના કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જ સીધું જમા કરાવી દીધું છે. કમસે કમ 9800 ઉપરાંત કર્મચારીઓને બોનસની રકમ સીધી બેંકમાં મળી જતા કર્મચારીઓએ દિવાળી સુધરી ગયાની લાગણી વ્યક્ત કરી હતી.

સુરત મહાનગરપાલિકાના અકાઉન્ટસ વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 9811 જેટલા ઓનરોલ કર્મચારીઓને બોનસ મળવાપાત્ર હતું. આ કર્મચારીઓના બોનસની રકમની ગણતરી કરતા કુલ રૂ.3 કરોડ 25 લાખની જંગી રકમ થઇ હતી. આજરોજ તા.5મી નવેમ્બર 2018ના રોજ સુરત મહાનગરપાલિકાના 9811 જેટલા કર્મચારીઓને દિવાળી બોનસની રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર આપી દેવામાં આવી છે. કર્મચારીઓમાં બોનસની રકમ મળતા જ ખુશાલી છવાય જવા પામી છે.

સુરત મહાનગરપાલિકાએ આ બોનસ તાત્કાલિક અસરથી આપવાનો નિર્ણય કર્યો હતો. મોટા ભાગના કર્મચારીઓને એવી જ માન્યતા હતી કે આ વખતે દિવાળી બોનસની રકમ વહીવટી ગૂંચને કારણે નહીં મળે. બોનસ અંગે હજારો કર્મચારીઓમાં અનેક શંકા કુશંકા પ્રવતર્તી હતી. પરંતુ, આજે તાત્કાલિક અસરથી ધનતેરસના પર્વે સુરત મહાનગરપાલિકાએ બોનસની રકમ કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જમા કરાવી દઇને તેમની દિવાળી સુધારી દીધી છે.

November 4, 2018
200-1280x720.jpg
1min18030

લોકો જે ફિલ્મની ખૂબ જ ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા છે એ ફિલ્મ ‘૨.૦’ને બનાવવા પાછળ લગભગ ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તા.3 નવેમ્બર 2018ના રોજ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૧૦માં આવેલી ડિરેક્ટર શંકરની ‘રોબોટ’ની સીક્વલ છે. ‘૨.૦’ ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વિશે રજનીકાન્તે કહ્યું હતું કે ‘મારી વાત યાદ રાખજો આ ફિલ્મ સુપરહિટ થવાની છે. હું  ઍડ્વાન્સમાં શંકરને અને પ્રોડક્શન-હાઉસને શુભેચ્છા આપું છુ. લગભગ ૬૦૦ કરોડ રૂપિયા આ ફિલ્મ બનાવવામાં લાગ્યા છે. પ્રોડક્શન-હાઉસના સર્પોટ વગર આ ફિલ્મ બનવી શક્ય નહોતી. આ માત્ર રજનીકાન્તની ફિલ્મ નથી. આ પૈસા શંકર પાછળ ખર્ચવામાં આવ્યા છે, જે હંમેશાં લોકોને એન્ટરટેઇન કરવામાં સફળ રહ્યા છે. આ શંકરનું વિઝન છે અને પ્રોડક્શન-હાઉસે એની પાછળ જે રકમ ખર્ચી છે એના માટે હું તેમનો આભારી છું.’

રજનીકાન્ત, અક્ષયકુમાર અને ‘૨.૦’ના ડિરેક્ટર શંકરે ગઈ કાલે ચેન્નઈમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં મોબાઇલનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ ખતરનાક હોય છે એવું કહેવામાં આવ્યું છે. ટંૂકમાં મોબાઇલ આ ફિલ્મમાં મહkવનો ભાગ ભજવી રહ્યો છે અને એથી જ તેઓ લૉન્ચમાં પણ મોબાઇલ સાથે જોવા મYયા હતા.