આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું

તા. 11મી ડિસેમ્બર 2018 ને મંગળવારે ભારતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના છે, પણ તે પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ભાજપાને મોટું નુકસાન વેઠવું પડે તેવી આગાહીઓ થતાં ચાલુ અઠવાડિયાના પ્રથમ દિવસે બજારમાં હાહાકાર મચ્યો છે. આજે સેન્સેક્સ 35058.76 પોઈન્ટ થયો છે. તો નિફ્ટી 193.55 અંક ઘટીને 10,500ના સ્તરે પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કેચૂંટણીના પરિણામ પહેલા શુક્રવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા ત્યારથી જ ભાજપ માટે સ્થિતિ ચિંતા જનક દેખાઈ રહી છે.
બેન્ક સેક્ટરના શૅરના ભાવ પણ સતત ઘટી રહ્યાં છે. જે શૅરના ભાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે તેમાંના વિપ્રો, એક્સિસ બેન્ક, ઈંડસ્લેન્ડ બેન્ક, પાવર ગ્રિડ, ONGC, HDFC Bank, ITC, L&T, ટાટા સ્ટીલ, NTPC, SBIN, હીરો મોટોકોર્પ વગેરે છે.
ગત સપ્તાહે એટલે કે શુક્રવારે ફાઈનેન્શિયલ અને બેઁક શૅરમાં ખરીદદારો વધવાને કારણે સેન્સેક્સ 361 અંક વધીને 35,673ના સ્તરે બંધ થયો હતો. ત્યાં જ નિફ્ટી પણ 92 અંકની તેજી સાથે 10693 અંકે બંધ થયો. આ પહેલા ગુરુવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 562 અંક ગબડીને 35,312ના સ્તરે બંધ થયો. ત્યાં જ નિફ્ટી 181 અંકથી સીધું 10601ના સ્તરે પહોંચ્યું હતો.
બુધવારે પણ સેન્સેક્સ લગભગ 250 જેટલું તૂટીને 35, 884 પર બંધ થયો. જ્યારે નિફ્ટી ગબડીને 10784 પર હતો. ભારતીય શૅર બજાર માટે મંગળવારનો દિવસ પણ સારું નહોતો. જેમ કે સેન્સેક્સ 107 અંક ગબડીને 36,134 પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ ગબડીને 10869 પર આવ્યો. ત્યાં જ સોમવારે છઠ્ઠા વેપારી સત્રમાં તેજીનો સિલસિલો ચાલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 47 અંકના સામાન્ય ઉછાળા સાથે 36,241ના અંકે બંધ થયો જ્યારે નેશનલ સ્ટેક એક્સચેંજના નિફ્ટીમાં 7 અંકના વધારા સાથે 10,883.75ને અંકે બંધ થયો.
ડૉલરની સામે રૂપિયાની શરૂઆત જ ઘટાડાથી થઈ. રૂપિયો 54 પૈસા તૂટીને 71.34ના સ્તરે ખૂલ્યો ત્યાં જ ગત વેપારી સત્રમાં રૂપિયો 10 પૈસાના વધારાની સાથે 70.80ના સ્તરે બંધ થયો.



















