CIA ALERT
12. May 2024
November 16, 20181min13950

Related Articles



સચીન GIDC માં MSME આઉટ રિચ સપોર્ટ કેમ્પ યોજાયો

Share On :
Print Friendly, PDF & Email

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ યોજાશે 

નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને ત્વરિત અને સરળતાથી રૂ.૦૧ કરોડ સુધીની લૉન મળી રહે તે હેતુથી સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓપ.સોસાસયટી હોલ, સચિન GIDC ખાતે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેના બેન્કના ઝોનલ મેનેજરે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨જી નવેમ્બરના રોજ PSB લૉન ઇન ૫૯ મિનિટ પોર્ટલને લોન્ચ કર્યું હતું. જેના સંદર્ભે નાના,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહસિકોને સહાયરૂપ થવા લીડ બેન્ક દ્વારા આગામી ૧૦૦ દિવસ સુધી દર અઠવાડિયે બે અવેરનેસ કેમ્પ બેન્ક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સીડબી, KVIC, લેબર ડિપાર્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, GeM, ટેક્સટાઇલ અને અન્ય સરકારી એજન્સીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. જેની શુભ શરૂઆત સચિનથી આ કેમ્પ દ્વારા કરી રહ્યા છીએ.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી ડી.આર.પટેલે જણાવ્યું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા MSME સાહસિકોને લૉન સબસીડી આપવામાં સુરત મોખરે રહ્યું છે. તેમણે આવા કેમ્પનો વધુ ને વધુ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સીડબીના AGM શ્રીગણેશે કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહી ઓનલાઈન પોર્ટલ અંગે માહિતી આપી હતી.તેમજ એસબીઆઈમાંથી શ્રી પરમારે સોશયલ સિક્યુરિટીની સ્કીમ વિશે ઉપયોગી જાણકારી આપી હતી.

કાર્યક્રમનું સંચાલન કરતા લીડ બેન્ક મેનેજરશ્રી રસિક જેઠવાએ જણાવ્યુ કે, દર અઠવાડિયે મંગળવારે અને શુક્રવારે અવેરનેસ કેમ્પનું આયોજન બેંકો અને સરકારી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્થળે કરવામાં આવશે.
આભારવિધિ કરતા બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી રિજીયોનલ હેડ શ્રી વિનોદકુમાર જૈનએ દરેક બેંકોએ આ તકને ઝડપી MSME પોર્ટફોલિયોને મજબૂત બનાવવા તથા સરકારની વિવિધ યોજનાનો લાભ નાના અને લઘુ ઉદ્યોગકારોને મળી રહે તેવા સામુહિક પ્રયાસ કરવા આવાહન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ કમિશનર કચેરીના શ્રી દુરાઇસ્વામી, તેમજ સ્ટેટ બેન્ક, દેના બેન્ક, પંજાબ નશનલ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બૅન્ક, IDBI બેન્ક,વિજયા બેન્ક ,કેનેરા બેક, પંજાબ સિંધ બેન્ક, યુનિયન બેન્ક જેવી બેંકો દ્વારા સ્ટોલ લગાવી લાભાર્થીઓને માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સચિન ઇન્ડ.કો.ઓપ.સોસા.ના નિલેશભાઈ કોરાટ, પ્રવીણભાઈ વોરા, ભીખુભાઈ, અરવિંદભાઈ તથા સ્ટાફ અને વિનય પટેલ ,બૈજુકુમાર, બનવારી તથા બેન્ક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :