ટીબી દીવસ નિમિતે કિરણ હોસ્પિટલ – સુરત દ્વારા ટીબી(TB) મુક્ત ભારત અભિયાન અંતર્ગત, લોકોમાં ટીબી ની વિશેષ જાગૃતિ લાવવા માટેનો અનોખો પ્રયાસ.
ટીબીનું સમયસરનું નિદાન મટાડી શકે, વિલંબ મૃત્યુ નિપજાવી શકે લોકોને આ વાત સમજાવવા કિરણ હોસ્પિટલના સ્ટાફનું રોડ સાઇડ ટીબી કેમ્પેન અનેક લોકો ટીબીનું ચેકઅપ કરાવવા તૈયાર થયા,
આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્રારા ભારતને ટીબી મુક્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યુ છે, જેમનુ લક્ષ્ય 2025 સુધી માં ભારતને સંપૂર્ણ પણે ટીબી મુક્ત કરવાનું છે. જેમાં કિરણ હોસ્પિટલ દ્રારા The Union સંસ્થા સાથે મળીને પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે 10,000 ટીબી દર્દી નું તપાસ કિરણ હોસ્પિટલના મેડિકલ ચેકપ કેમ્પ દ્વારા કરવામાં આવશે .
24 માર્ચ વિશ્વભરમાં ટીબી દિવસ તારીખે ઉજવવામાં આવે છે. સુરતના કતારગામ સ્થિત મેગા હોસ્પિટલ, કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના લોકોને જાગૃત કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. 24 માર્ચ, શુક્રવારના દિવસે કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના અણુવ્રત દ્વાર સર્કલ, SVNIT સર્કલ અને અડાજણ સર્કલ પર ટીબી રોગની લોકોમાં વિશેષ જાગૃતિ આવે એવા પોસ્ટર લઈને આખો દિવસ ઉભા રહીને ટીબી નિદાન, તપાસ માટે લોકો જાગૃત થાય તે માટે પુરુષાર્થ કર્યો, કિરણ હોસ્પિટલના સ્ટાફનું આ અભિયાન રંગ લાવ્યું અને હજારો વાહનચાલકો, રાહદારીઓનેને ટીબી વિષે માહિતી મળી અને લોકોએ ટીબી વિષે જાણકારી મેળવી અને અનેક લોકો તપાસણી માટે પણ તૈયાર થયા.
કિરણ હોસ્પિટલ દ્રારા કરવામાં આવતા બધાજ મેડિકલ ચેકપ કેમ્પ માં ટીબીની તપાસ ઉપર ભાર આપવમાં આવશે, જેથી કોઈ સામાન્ય માણસ ને ટીબી છે તો તેનું નિદાન તે કરાવી શકે. કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુર ભાઈ સવાણીએ આવતા વર્ષમાં 10,000થી વધુ સામાન્ય લોકોની મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા ટીબીની તપાસ કરવામાં આવશે.
કિરણ હોસ્પિટલ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવે છે કે આ ભયંકર બીમારી ટીબી, જેનું સમય પર તપાસ અને નિદાન ના મળે તો માણસ નું મુત્યુ પણ થઇ શકે છે, અગર એ રોગ માંથી મુક્તિ જોતી હોય તો તેનો એક જ ઈલાજ છે જાગૃતતા, જેટલી માણસમાં જલ્દી જાગૃતતા આવશે એટલી જ સ્પીડે આપણે આપણા દેશને ટીબી મુક્ત કરી શકીશું. કિરણ હોસ્પિટલે ટીબીની જાગૃતતા લાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે.
મોઢવાણિક સમાજની માનહાનીના કેસમાં આરોપી કોંગ્રેસના શિર્ષ હરોળના નેતા રાહુલ ગાંધીને આજે તા.23મી માર્ચ 2023ને ગુરુવારના રોજ સુરતની સીજીએમ કોર્ટે દોષી જાહેર કર્યા છે. રાહુલ ગાંધીને આજે સુરતની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એચ.એચ.વર્માએ દોષી જાહેર કર્યા છે. 2019માં કર્ણાટકના કોલાર ખાતે લોકસભાની ચૂંટણી દરમિયાન આરોપી રાહુલ ગાંધીએ મોઢવણિક સમાજને બદનામી થાય તેવા આક્ષેપો કર્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરત કોર્ટે ચૂકાદો આપતા દોષિત જાહેર કર્યા છે. આ પહેલા કોંગ્રેસ પક્ષના નેતાઓએ તા.22મી માર્ચ 2023ના રોજ કહ્યું હતું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. રાહુલ ગાંધીને આ મામલે આજે તા.23મી માર્ચ 2023ની સવારે સુરતની કોર્ટ દ્વારા બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આજના ઘટનાક્રમમાં ચુકાદો સંભળાવતા રાહુલ ગાંધીના વકીલો દ્વારા તરત જ સુરતની કોર્ટમાં જ જામીન અરજી દાખલ કરી હતી. તેમના જામીન મંજૂર કરાયા હતા.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે 2019માં બેંગ્લોરથી 100 કિ.મી. દૂર એક નગરમાં પોતાના વક્તવ્યમાં મોદી સમાજની બદનક્ષી થાય તે સંદર્ભની ટિપ્પણી કરી હતી. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે ફરિયાદી પૂર્ણેશ મોદી,સુરત મોઢવણિક સમાજના અગ્રણી સહિત કોલાર ડિસ્ટ્રિક્ટના ચૂંટણી કમિશનર જે. મંજુનાથ, ચંદ્રપ્પા સહિત કુલ 8 થી 9 સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી અને ઈલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરી ફરિયાદ પક્ષ કેતન રેશમવાલાએ કેસ પુરવાર કરી આરોપીને દોષી જાહેર કરવા માંગ કરી હતી.
દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મેરા ભગવાન છે અને અહિંસા જ તેને પામવા માટેનું સાધન છે.
શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ દ્વારા આયોજીત APL-3 2023 HEAVY TENNIS BALL CRICKET TOURNAMENT યોજાઈ હતી જે તા. ૧૨/૦૩/૨૦૨૩ અને ૧૯/૦૩/૨૦૨૩ ના બે રવિવારે ટુર્નામેન્ટ રમાઈ હતી અઠવા પંચ યુવક મંડળ ના આમંત્રણ ને માન આપી આવેલ મોઢ વણિક સમાજ નું ગૌરવ ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી હાલ ના ધારા સભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, ધી સુરત પીપલ્સ બેંક ના ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ અઠવા પંચ ના સ્થાપક પ્રમુખ અને ટેક્સટાઇલ જગત ના ભીસમહ પિતા કહેવાતા ભરતભાઇ ગાંધી તેમજ સુરતી મોઢ વણિક સમાજ ના પ્રમુખશ્રી શ્રીવાસભાઈ ઘીવાલા તત્કાલીન પ્રમુખશ્રી મનહરભાઈ લાપસીવાલા, માજી પ્રમુખશ્રી હસમુખભાઈ લાલવાલા સાથે ધર્મેશભાઈ તમાકુવાલા, સંજયભાઈ ગાંધી, જેન્તીભાઈ લાપસીવાલા, અનિલભાઈ દલાલ, મુકેશભાઈ વરિયાવા, અજયભાઈ મોદી તેમજ અઠવા પંચ ના પ્રમુખશ્રી નીતિનભાઈ ગાંધી તત્કાલિન પ્રમુખશ્રી ચેતનભાઈ કાપડિયા, યોગેશભાઈ પપૈયાવાળા, નાલિનભાઈ ગાંધી, દેવરાજભાઈ મોદી, તેજશભાઈ ગાંધી, મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી અમિષાબેન ગાંધી તત્કાલિન પ્રમુખ શ્રીમતી અનુરાધાબેન જરીવાલા તેમની ટીમ અને વોર્ડ નં . ૨૧ ના નગર સેવક શ્રીમતી ડિમ્પલબેન ચેતનભાઈ કાપડિયા તેમજ પાંડેસરા વિવર્સ ના પ્રમુખશ્રી અને sgcci ના તત્કાલીન પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતી પધાર્યા હતા
આ સર્વ મહેમાનો નો અઠવા પંચ યુવક મંડળ ના પ્રમુખશ્રી સંજયભાઈ અનાજ્વાળા સાથે યુવક મંડળ ની ટીમ ખૂબ ખૂબ આભાર માને છે કે તમે યુવક મંડળ ના આમંત્રને માન આપી પધારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ચાર ચાંદ લગાવી ટુર્નામેન્ટ સફર બનાવી સાથે આપના આશીર્વાદ અને આવનારા કાર્યક્રમ માં પણ આપનો સાથ સહકાર આવો જ મળતો રહે તેવી આશા સાથે ફરી એકવાર આપ સર્વે મોભીઓશ્રી, મહાનુભવોંશ્રી નો ખુબ ખુબ આભાર માણીયે છીએ..
આ સાથે જ અઠવાપંચ યુવક મંડળ જેના વગર આ ક્રિકેટ ટુર્નામેન્ટ APL-3 અધૂરી છે તેવા અમારા ક્રિકેટ ટીમ ના ઓનર્સ શ્રીઓ ભાવિનભાઈ બોઘાવાળા (MIVAAN 11) , સ્નેહલભાઈ મેહતા (SKYLINE SCORPION S), બંટીભાઈ સોપારીવાળા (JAY AMBEY 11), ભદ્રેશભાઈ કાપડિયા (DAY SEVEN 11) કુમારપાલ ગાંધી (GALAXY PANTHER) અજયભાઈ ચલિયાવાળા (TEAM AMBITION) પીયૂષભાઈ બેકાવાળા(KHUSHI FIGHTERS) વિરલભાઈ મોદી (MODI BAKERS) જીગર મોદી- યોગેશ ચરખાવાળા (YOGI-MODI WARRIOR’S) આ ૦૯ (નવ) ટીમ ઓનર્સ ટુર્નામેન્ટ ની આન-બાણ અને શાન છે જે આ ઓનર્સશ્રીઓ એ APL-3 AUCTION બાદ સમાજ ના ખેલાડીઓ સાથે મળી એક મહિનામાં જે મેહનત કરી તે આ ટુર્નામેન્ટ ના બે રવિવારે જોવા મળી છે અને સમાજ ના યુવા ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો સાથે એક બીજા સાથે જોડાયા ને એ જોઈ અઠવાપંચ યુવક મંડળ ગર્વ અનુભવે છે
સમાજ ને એક સાથે મળી આ ક્રિકેટ ટુર્નામેન્ટ મ્યુઝિક મસ્તી હસી-ખુશી સાથે આનંદ માણ્યો તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ના દાતાશ્રીઓ અઠવા પંચ યુવક મંડળ નો એક સ્થંપ છે કે જેના વગર આ ટુર્નામેન્ટ શક્યજ નથી એવા અમારા વડીલશ્રી મોઢ વણિક સમાજ ના જાણીતા માનીતા માર્ગ દર્શક શ્રી ભરતભાઈ ગાંધી (BATSONS)ગ્રુપ ના કરતા ધરતા સાથે ધી સુરત પીપલ્સ બેંક ચેરમેનશ્રી મુકેશભાઈ દલાલ, ટ્રોફી આપનાર જાણીતા શ્રી પ્રવીણભાઈ ગાંધી, મનીષભાઈ દૂધવાળા (VRUNDAVAN DAIRY), ડો. અંકુરભાઈ ગાંધી-ડો. સ્નેહા પટેલ ગાંધી (JAHAAN WOMEN’S HOSPITAL), (SAI SPORTS GYM & SPORTS WEAR), PANDESARA WEAVER’S CO-OP SOCIETY LTD., વિરેનભાઈ ચોકસી (D. KHUSHALBHAI JEWELLER’S), નરેન્દ્રભાઈ કાબરાવાળા (PURVI INVESTMENT), મોંતુભાઈ બેકાવાળા(REY FASHION) અને વિરલભાઈ મોદી (MODI BAKERS) કે જેઓએ ખેલાડીઓનો ઉત્સાહમાં વધારો કરતા આખી ટુર્નામેન્ટ ની દરેક મેચ માં જે ખેલાડી ઓએ વધારે સિક્સ માર્યા હોઈ, વધારે વિકેટ લીધી હોય,કે વધારે રન કર્યા હોય તે દરેક ખેલાડી ઓને રૂ.૫૦૦/- નું ગિફ્ટ વાઉચર આપી ખેલાડીઓનો ઉત્સાહ વધારીયો હતો.
સાથે જ અઠવાપંચ યુવક મંડળના કમિટી સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધીએ ખુબજ સુંદર ફોટોગ્રાફીની સેવા આપી હતી ,અને સ્કોરર તરીકે શ્રી ચંદ્રેશભાઈ પાનવાલા અને પીનાકીનભાઈ ખાટીવાલાએ સેવા આપી હતી શ્રી સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ આપ સર્વ મહાનુભવોશ્રી, દાતાશ્રી, ટીમ ઓનર્સશ્રી સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તેમજ APL-3 ટુર્નામેન્ટ ને સફર બનાવવા માટે યુવક મંડળ ના કમિટી સભ્યોશ્રીઓ નો પ્રમુખશ્રી સંજયભાઈ અનાજવાલા, તત્કાલીન પ્રમુખશ્રી મનીષભાઈ દૂધવાલા, ઉપપ્રમુખશ્રી વિમાલભાઈ બેકાવાલા, માનદ મંત્રીશ્રી આનંદભાઈ ગાંધી, સહ મંત્રીશ્રી રોમેશભાઈ પાનવાલા, ખજાનચી શ્રી વિપુલભાઈ ગાંધી, સહ ખજાનચી કેતનભાઈ પાનવાલા આપ સર્વ નો ખુબ ખુબ આભાર માણીયે છીએ…
તેમજ આ APL-3 ટુર્નામેન્ટ ટોટલ ૧૨ મેચ રમવાની હતી હેવી ટેનિસ બોલ દ્વારા જેમાં દરેક ટીમ એ ૦૨ લીગ મેચ રમી એવરેજ મુજબ સેમિફાઇનલ માં એન્ટ્રી લેવાણી હતી સેમિફાઇનલ માં ચાર ટીમ આવી હતી જેમાં પહેલી સેમીફાઇનાલ MIVAAN 11 V/S GALAXY PANTHER વચ્ચે થઈ હતી જેમાં MIVAAN 11 વિજેતા થઈ ફાઇનલ માં આવી હતી બીજી સેમી ફાઇનલ DAY SEVEN 11 V/S YOGI- MODI WARRIORS જેમાં DAY SEVEN ના કેપ્ટન ચીમ્પુ લાપસીવાલાએ સેન્ચુરી મારી નોટ આઉટ રહી પોતાની ટીમને વિજય અપાવી ફાઇનલમાં પ્રવેશ્યા હતા ને ફાઇનલ મેચ MIVAAN 11સામે હારી RUNNER’S UP થયા અને MIVAAN 11 APL-3 2023 ચેમ્પિયન ટીમ બની હતી.
કોરોનાથી ડર નથી લાગતો એટલો ડર ઘરમાં પૂરાઇ રહેવાથી લાગે છે, સોસાયટી, એપાર્ટમેન્ટોમાં અડોશ-પડોશના લોકો વોચ રાખતા હોઇ, કોરોના પોઝીટીવ દર્દીઓના પરિવારજનો કફોડી સ્થિતિમાં મૂકાતા હોવાની અનૂભુતિ કરી રહ્યા છે
શહેરમાં હાલ કોરોના પોઝીટીવ હોય તેવા એક્ટીવ દર્દીઓની સંખ્યા 50ની થઇ છે. આંકડો મોટો નથી પણ જે સ્પીડમાં છેલ્લા અઠવાડીયામાં દર્દીઓની સંખ્યા વધી છે એ જોતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને હવે કોરોના પોઝીટીવ હોય તેવા દર્દીઓથી બીજાને ચેપ ન લાગે અને શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ન વધે તે માટે તકેદારીના પગલાં રૂપે કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓના ઘરે કોરોન્ટાઇનના પોસ્ટર લગાડવાનું શરૂ કરાયું છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના ઘરે કોરોન્ટાઇનના પોસ્ટર લગાડવાની શરૂઆત આજે પાલિકાએ રાંદેર અને લિંબાયત ઝોનમાંથી શરૂ કરી છે. આજે દસેક દર્દીઓના ઘરે જઇને કોરોન્ટાઇન રહેવા અંગેના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેને લઇને જે તે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. ફરીથી પહેલા જેવી સ્થિતિ સર્જાશે કે શું એવી ચર્ચાઓ લોકોમાં શરૂ થઇ છે.
વિશ્વવિખ્યાત ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટે ગુજરાતના ડાંગ જીલ્લામાં 311 હનુમાન મંદિરો બાંધવાના સંકલ્પ સાથે હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. પાંચમા તબ્બક્કામાં સુસરદા, સાકરપાતળ, સાદડમાળ, ઘાંગડી , ચીંચોડ, ચિખલદા , કુમારબંધ, નાની દાબદર, મોટી દાબદર, વાઘમાળ અને કુન્દા ગામનાં 11 મંદિરોનો લોકાર્પણ સમારોહ 19 માર્ચ રવિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કુમારબંધ ગામ ખાતે “જગદગુરુ નિમ્બાર્કાચાર્ય શ્રી શ્યામશરણ દેવાચાર્યશ્રી (નિમ્બાર્કતીર્થ – કિશનગઢ, અજમેર)” ના અધ્યક્ષ સ્થાને રાખવામા આવ્યો હતો.
આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ડાંગના કલેક્ટર માનનીય ર્ડો. વિપિન ગર્ગ (IAS), મહેશ્વરી ભવન સમિતિના સચિવ શ્રી સુરેશ આર. તોષનીવાલ, અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી સુરેશચંદ્ર એસ. અગ્રવાલ, વધઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શકુંતલાબેન એ. પવાર, ગુજરાત પ્રાંતીય મહેશ્વરી સમિતિના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ સી. કાબરા (CA), નિમ્બાર્કતીર્થના શ્રી નટવર ગોપાલ છાપરવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ વિસ્તાર પ્રકૃતિની ગોદમાં પથરાયેલો છે જે જંગલ, ડુંગરા, ખીણ અને વિવિધ સાંસ્કૃતિક વારસાઓથી ભરપુર છે. ભગવાન શ્રી રામ અને શબરી માતાની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ જાણીતી છે. રામભક્ત હનુમાનજીને સમગ્ર ડાંગવાસીઓ ખૂબ જ મને છે. ડાંગમાં વસેલા આશરે સવા બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” નામનો હનુમાન યગ્નપણ શરૂ કરવામાં આવ્યો છે. આ હનુમાનજી મંદિર બનાવવા પાછળની બીજી ભાવના એ પણ હતી કે આ મંદિર ભક્તિ, સેવા, સ્મરણ સાથે ગામજનોની એકતા, વ્યસનમુક્તિ અને સંસ્કારધામનું ત્રિવેણી તીર્થ બની રહેશે.
અત્યાર સુધી, ટોટલ 35 હનુમાન મંદિરોનું નિર્માણ 4 તબ્બક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હજી બીજા 12 મંદિરો પણ પૂર્ણતાના અરે છે. એવું માનવમાં આવી રહ્યું છે કે, આવનારા 2 વર્ષમાં ઘણાખરા મંદિરોની પ્રતિષ્ઠા કરી દેવામાં આવશે. ડાંગવાસીઓ ની એકતા જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિનું જતન પેઢી દર પેઢી થતું રહે તે હેતુથી આ મંદિરો બાંધવાની પહેલ શરૂ કરવામાં આવી હતી. દાનમાં ફક્ત એક વ્યક્તિ જ નહીં પરંતુ દરેક ગ્રામજનો કઇંકને કઇંક યોગદાન આપવું જરૂરી છે. જેટલા વધારે લોકો આ પહેલ સાથે જોડાશે, તેટલા વધુ પરિવારો આવા પછાત ગામો સુધી ટ્રાવેલ કરશે અને આ ગામો હજી વધારે વિકસિત થશે.
આ મંદિર નિર્માણ કાર્યમાં રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટની સાથે જે સંસ્થા અથવા વ્યક્તિ હોય તે 50% દાન આપીને સહભાગી થાય તેના નામની તકતી પણ લગાવવામાં આવે છે. મંદિર બાંધવા માટેની મુખ્ય રકમ વહેંચવામાં આવે છે જ્યારે સમગ્ર પ્રોજેકટનઉ સંચાલન SRK ટિમ દ્વારા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિરનું સંપૂર્ણ સંચાલન ત્યાના ગામ લોકોને સોંપવામાં આવે છે.
રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષથી આદિવાસી એરિયામાં 100 જેટલા ડોક્ટર સાથે મેડિકલ કેમ્પ કરેલ છે. ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં મેડિકલ સેવા, વસ્ત્રદાન, શૈક્ષણિક કીટ, બાળકો અને દરેકને જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ તો થતું જ હોય છે પરંતુ તેની સાથે સાથે પેઢી દર પેઢી સુધી સંસ્કારો, ગામની એકતા અને આપણી સંસ્કૃતિ સચવાઈ રહે તે હેતુથી આ નિર્માણ યજ્ઞશરૂ કર્યો છે.
આ વિચારનું બીજ ક્યાથી આવ્યું? ઓગસ્ટ 2017માં હું અને પી.પી. સ્વામીજી કારમાં એક ગામથી પસાર થતાં હતા ત્યાં હનુમાનજીની મુર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી. આં મુર્તિને જોઈ મે કહ્યું કે, “સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્કૃતિને યોગ્ય ગણાય…?” આં સાંભળીને પી.પી. સ્વામીજીનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તેમણે કહ્યું કે, “ગોવિંદભાઇ, આ પરિસ્થિતી લગભગ આખા ડાંગ જીલ્લામાં છે…! કરવાની જરૂર ઘણી બધી છે… કેટલું થઈ શકે…? અને કોણ કરે…?” ત્યારે મે પૂજ્ય પી.પી.સ્વામીજીને નમ્ર ભાવે કહ્યું કે,”ભગવાને આપણને ઘણું બધુ આપ્યું છે, તો આપણાથી બની શકે તેટલી મદદ કરીને આ ડાંગ જીલ્લામાં મંદિર બનાવવા જોઇએ.” પી.પી. સ્વામીજી રાજી થઈ ગયા અને અમોએ ડાંગ જિલ્લાના આશરે 311 ગામમાં શક્ય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે. અમે વિચાર્યું કે, આપણે એકલા બાનવશું તો કદાચ અભિમાન આવી જવાની શક્યતા છે. એટલે 50% ખર્ચ પેટે આપે તેઓનું સહયોગી તરીકે નામ આપી શકાય, જેથી આપણે સૌએ સાથે રહીને આ મંદિરો બનાવ્યા છે એવો ભાવ ઉભો થાય. તેથી આ પ્રમાણે દાતાઓના સહયોગથી મંદિર બનાવી રહ્યા છે. આ મંદિરો ઈશ્વરની યોજના મુજબ અને ઈશ્વર ઇચ્છાથી જ બની રહ્યા છે….
કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે તા.17 માર્ચ, 2023ના રોજ NATA 2023 તારીખો જાહેર કરી છે. આર્કિટેક્ચરના પહેલા વર્ષ પહેલા સેમેસ્ટર 2023ના બેચમાં પ્રવેશ ઇચ્છુકોએ નાટા (નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે. ગયા વર્ષ 2022થી નાટા ત્રણ વખત લેવાનું શરૂ થયું છે. આ વર્ષે 2023માં પણ નાટા પરીક્ષા ત્રણ વખત લેવાશે.
2023ના વર્ષની પ્રથમ NATA પરીક્ષા તા.21 એપ્રિલ, 2023ના રોજ શેડ્યૂલ કરવામાં આવી છે. બીજી NATA 2023 પરીક્ષા 28 મે, 2023 ના રોજ લેવામાં આવશે, અને ત્રીજી NATA પરીક્ષા 09 જુલાઈ, 2023 ના રોજ લેવામાં આવશે. ત્રણેય પરીક્ષણો બે સત્રોમાં લેવામાં આવશે એટલે કે, સત્ર 1 સવારે 10 AM થી 1 PM દરમિયાન લેવામાં આવશે. અને સત્ર 2 બપોરે 2:30 PM થી 5:30 PM સુધી.
નાટા પ્રવેશ પરીક્ષા કુલ 200 માર્કસની લેવામાં આવે છે. જેમાં ક્વોલિફાય થવા માટે 200માંથી 50 માર્કસ લાવવા જરૂરી છે.
વેબસાઇટ અનુસાર NATA પરીક્ષા 2023 નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
The Council of Architecture has released a new NATA 2023 date on March 17, 2023. The National Aptitude Test in Architecture 2023 examination was earlier scheduled to be conducted on April 22, 2023, but in view of a public holiday on that date, the first NATA exam 2023 has been rescheduled to April 21, 2023.The examination dates have been announced for three tests and candidates who wish to appear for these tests can check the notification on the official website – nata.in. “It is hereby informed to all concerned that due to a public holiday on 22nd April 2023, the Council of Architecture has decided to conduct the First Test of NATA 2023 on Friday, 21st April 2023. The candidates applying for registration of NATA may kindly take note of the same,” reads the CoA notification.
The second NATA 2023 exam will be held on May 28, 2023, and the third NATA exam will be conducted on July 09, 2023. All three tests will be conducted in two sessions i.e., Session 1 will be held from 10 AM to 1 PM and Session 2 from 2:30 PM to 5:30 PM.
The NATA Exam 2023 registration process is expected to begin shortly as per the website.
95મા ઓસ્કાર એવોર્ડ સમારોહથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પ્રસિદ્ધ ફિલ્મ આરઆઆરના ગીત નાટુ નાટુને ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીનો એવોર્ડ એનાયત કરાયો છે. તેની સાથે જ ભારતમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ અગાઉ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ પણ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો.
ધ એલિફન્ટ વ્હિસ્પરર્સને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મમાં નોમિનેશન મળ્યું હતું અને તેના ડાઈરેક્ટર કાર્તિક ગોન્જાલ્વેઝ છે. આટલું જ નહીં દીપિકા પાદુકોણ ઓસ્કાર સમારોહમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી રહી છે. આ વખતે ભારતની ભાગીદારી પર સૌની નજર છે. પ્રસિદ્ધ કોમેડિયન જિમી કિમેલ આ વખતે ઓસ્કારને હોસ્ટ કરી રહ્યા છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૧ માર્ચ ર૦ર૩ ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટિનમ હોલમાં ‘એસબીસી બિઝનેસ નેટવર્કીંગ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કી–નોટ સ્પીકર તરીકે લુથરા ગૃપના ચેરમેન ગિરિશ લુથરાએ લાયઝન થુ્ર નેટવર્કિંગ વિષે તથા નિષ્ણાંત વકતાઓ તરીકે વાપી–વલસાડના બીએનઆઇ (બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ)ના એકઝીકયુટીવ ડાયરેકટર આયુષ બંસલે પાવર ઓફ નેટવર્કિંગ વિષે, મર્જ ટેકનોલોજીસના ડાયરેકટર મનોજ અત્રીએ ટેકનોલોજી ઇન નેટવર્કિંગ ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વિષે, સંગિની ગૃપના મેનેજિંગ ડાયરેકટર આદર્શ પટેલે રિલેશનશિપ ઇન નેટવર્કિંગ અને આરસીઆઇ ઇન્સ્ટીટયુટના ઓનર રવિ છાવછરીયાએ પ્રોફેશનલ એપ્રોચ ટુ નેટવર્કિંગ વિષે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આજની દુનિયામાં એવું કહેવાય છે કે તમારું નેટવર્ક એ તમારી નેટવર્થ છે. નેટવર્કીંગના ઘણા ફાયદા છે. બિઝનેસમાં વ્યવસાયિકો વિચારોનું આદાન–પ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ પર આવે છે. આ પ્રવૃત્તિને કારણે તેઓનો એકબીજા પ્રત્યે આત્મવિશ્વાસ મજબુત થાય છે. સાથે જ એકબીજાના વ્યવસાયોને જાણવાની તક મળે છે અને પરસ્પર વ્યવહારના નવા રસ્તાઓ મળે છે. એસજીસીસીઆઈ બિઝનેસ કનેકટ એ ચેમ્બરના ૧૦પ૦૦ થી વધુ સભ્યોને વ્યવસાયિક રીતે જોડવાનું કામ કરે છે અને અંદરોઅંદર એકબીજાને બિઝનેસ અપાવવા માટે કામ કરે છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન એસબીસીના ૧પ૦ જેટલા સભ્યોએ એકબીજાને આશરે રૂપિયા ર૦ કરોડથી વધુનો બિઝનેસ અપાવ્યો હતો.
કી–નોટ સ્પીકર ગિરિશ લુથરાએ જણાવ્યું હતું કે, નેટવર્કીંગનો પ્રથમ નિયમ કનેકટ થવાનો છે. ઉદ્યોગ સાહસિકોએ સૌપ્રથમ પોતાને પોતાના બિઝનેસની સાથે કનેકટ કરવાનું છે. બિઝનેસમાં યોગ્ય વ્યકિતને ઓળખવાની સમજ કેળવવાની હોય છે અને આ સમજ કેળવવા માટે એકબીજાની સાથે કનેકટ થવાનું હોય છે. તેમણે ગર્વમેન્ટ લાયઝનીંગ વિષે ચર્ચા કરી હતી. નેટવર્કીંગનો બીજો નિયમ એટલે ટુવે (બંને તરફથી) વિષે જાણકારી આપી હતી. નેટવર્કીંગ માટે બંને તરફથી જોડાવવા માટે બેલેન્સીંગ એપ્રોચ રાખવો પડે છે. પ્રોફેશન, ફેમિલી, સોસાયટી અને લર્નીંગ માટે બેલેન્સ બનાવી રાખવું પડે છે.
સુરતમાં પર્સનલી કામ કરવાનું શીખવા મળે છે, પરંતુ અત્યારનો સમય પોતાની સાથે આખી ટીમને કનેકટ કરવાનો છે. નોલેજને સતત અપગ્રેડ કરતા રહેવાનો છે. તેમણે કહયું કે, સ્કૂલ–કોલેજમાં કોઇ ખાસને મેળવવા માટે જે ધગશથી કામ કરતા હતા તેને જીવનમાં કન્ટીન્યુ કરવાનું છે. બિઝનેસમાં ગ્રાહકોની સાથે સતત સંર્પકમાં રહેવું પડશે. બિઝનેસ નેટવર્કીંગમાં સમસ્યાઓ તો આવશે પણ યોગ્ય સ્ટ્રેટેજી અપનાવીને સમયસર એમાંથી બહાર નીકળવાનું રહેશે.
વકતા આયુષ બંસલે જણાવ્યું હતું કે, નેટવર્કીંગ એ ઓફિસની અંદરનું જીવન નથી એના માટે તમારે ઓફિસની બહાર નીકળવું પડશે. દિવસમાં કોઇને મળો છો તો તમારી ઓળખાણનો નાનો ડ્રાફટ બનાવીને એને વોટ્સએપ કરી દો, જેથી કરીને એને તમે યાદ રહી શકો. ડ્રાફટમાં પોતાના બિઝનેસની માર્કેટીંગ કરવાની નથી. બિઝનેસ નેટવર્કીંગમાં ગ્રાહકો પાસેથી બિઝનેસ મેળવવા માટે ધીરજ રાખવી પડશે. તેમણે કહયું કે, કયારેક જીવનમાં જે બાબત રૂપિયાથી નહીં થાય એ પ્રેમથી અને નેટવર્કીંગથી થઇ જાય છે.
વકતા મનોજ અત્રીએ જણાવ્યું હતું કે, નેટવર્કીંગની જુદી–જુદી વ્યાખ્યા છે. ફિઝીકલી વન ટુ વન નેટવર્કીંગની સાથે હવે કોમ્પ્યુટર નેટવર્કીંગ પણ જરૂરી બન્યું છે. ટેકનોલોજીને કારણે બિઝનેસ નેટવર્કીંગ હવે સોશિયલ મિડિયાના પ્લેટફોર્મથી પણ કરી શકાય છે. માર્કેટીંગ માટે ડેટાનો ઉપયોગ કરી શકાય છે. જો કે, ટેકનોલોજીની સાથે ટ્રેડિશનલ બિઝનેસને પણ સાથે લઇને ચાલવું પડશે. નેટવર્ક કયારેય પણ એક દિવસમાં કે એક મુલાકાતથી નથી બનતું એના માટે ગ્રાહકોની સાથે સતત સંપર્ક જાળવી રાખવો પડે છે. બિઝનેસમાં ગ્રોસ અને નેટ મળે છે ત્યારે નેટવર્કને વધારવા માટે એટલે કે ‘નેટ’ મેળવવા માટે ‘વર્ક’ કરવું જ પડશે. નેટવર્કીંગ માટે કોમ્યુનિકેશન સૌથી વધારે જરૂરી છે.
વકતા આદર્શ પટેલે જણાવ્યું હતું કે, બિઝનેસનું પ્લેટફોર્મ એક પ્રકારનો વિશ્વાસ કેળવી આપે છે પણ આગળ ગ્રોથ કરવા માટે વ્યકિતગત પ્રયાસ કરવો પડે છે. બીટુબીમાં લોકોને લાંબાગાળા માટે સપ્લાયર્સ જોતા હોય છે. ટેકનોલોજી એ બિઝનેસમાં સમયસર અપડેટીંગ કરાવે છે. કયારેક ગ્રાહકોની ફરિયાદો કારણે પ્રોડકટમાં સુધારો કરવાની તક મળે છે અને તેઓની સાથે વધુ કનેકટ થવાનો આધાર મળે છે. ટેકનોલોજીથી લીડ જનરેટ થાય છે પણ બિઝનેસ નેટવર્કીંગ માટે ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન તો પર્સનલી કરવા પડે છે.
વકતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે, બિઝનેસ નેટવર્કીંગમાં સરળ રહેવાની સાથે સાથે સમજદાર રહેવાની પણ જરૂર છે. નેટવર્કીંગ કોની સાથે કરવામાં આવી રહી છે તે બાબત પણ બિઝનેસના ગ્રોથ માટે ઘણી મહત્વની સાબિત થાય છે. આમ તો એજ્યુકેશન સર્વોપરી છે પણ નેટવર્કીંગ માટે સખત મહેનત કરવાની જરૂર હોય છે. બિઝનેસમાં ઉદ્યોગ સાહસિકો જ્યારે ૧૦૦ ટકા એફર્ટસ લગાવીને પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધે તો એ ચોકકસ સફળ થાય છે. ઘણા નોકરિયાતોએ વિવિધ ઉદ્યોગોમાં સાહસ કર્યું છે. બિઝનેસ નેટવર્કીંગમાં આજની યુવા પેઢીને આવકારવી જોઇએ. યુવાઓ એ ટેકનોલોજી તથા અન્ય બાબતોમાં ઘણા સારા સાબિત થઇ રહયાં છે. નેટવર્કીંગ માત્ર બિઝનેસ આપવા કે લેવા માટે નહીં પણ ટીમમાં નવા લોકોનો સમાવેશ કરી આખી ટીમને વિકસિત કરવા માટે પણ કરવું જોઇએ.
ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ નેટવર્કીંગ વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંકોચ છોડીને પોતાની વાત રજૂ કરવી અને પ્રેઝન્ટેશન સારી રીતે આપવું એ સારા નેટવર્કની સ્ટાઇલ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસબીસી થકી નેટવર્કીંગ માટે જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તે સમગ્ર દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે વર્ષ ર૦૧૮માં મારી ફાઉન્ડર ચેરમેનશિપમાં એસબીસીની શરૂઆત થઇ હતી અને અત્યાર સુધીમાં રૂપિયા ૪પ કરોડથી વધુનો બિઝનેસ સભ્યોએ અંદરોઅંદર એકબીજાને અપાવ્યો છે. કોન્કલેવ દરમ્યાન એસબીસી કમિટીના રપ જેટલા સભ્યોએ સ્ટોલ લગાવીને તેઓની પ્રોડકટ પ્રદર્શિત કરી હતી. આ કોન્કલેવમાં ૪૦૦ થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. તેમણે એસબીસીના વિઝન વિષે જણાવ્યું હતું કે, To become the most preferred Business enhancement platform for the members.
ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા ઉપસ્થિત રહયાં હતાં. એસબીસીના ચેરમેન એડવોકેટ પરેશ પારેખે એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ વિષે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ એ ચેમ્બર ઓફ કોમર્સનું એવું ફોરમ છે કે જ્યાં તેના સભ્યો દર પંદર દિવસે મિટીંગ કરી પ્રમોટ અને સપોર્ટની ભાવનાથી એકબીજાના ધંધાના વિકાસમાં સહભાગી બને છે.
એસબીસીના એડવાઇઝર તપન જરીવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કોન્કલેવના કો–ઓર્ડિનેટર સ્નેહા જરીવાલાએ કોન્કલેવમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. એસબીસી કમિટીના કો–ચેરમેન યોગેશ દરજી તથા સભ્યો હેમાલી શાહ, જૈમીન શેઠ, પિન્કી દેસાઇ અને ચાંદની દલાલે વકતાઓનો પરિચય આપ્યો હતો. આઇડીએફસી બેંકના સુરતના બ્રાંચ મેનેજર ગૌરવ સ્વામીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
એસબીસીના સભ્યો વિશાલ શાહ અને ડો. મનશાલી તિવારીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કોન્કલેવના આયોજન માટે ચેમ્બરની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સવાલ–જવાબ સેશનમાં વકતાઓએ બિઝનેસ નેટવર્કીંગ સંબંધિત વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, પ્રાદેશિક કાર્યાલય સુરત દ્વારા ઇન્ડિયા ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ, વેસુ કેમ્પસ ખાતે એક્સપોર્ટ (નિકાસ) કોર્સની શરૂ કરવામાં આવેલા બીજા બેચને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. કુલ 25 ઉદ્યોગકારોની ક્ષમતા સામે 90 જેટલા ઉદ્યોગકારોએ નિકાસની સમગ્ર પ્રક્રિયા શીખવાડતા કોર્સમાં જોડાવા માટે એનરલોમેન્ટ કરાવ્યું છે.
જીજેઇપીસી સુરત સંચાલિત એક્ષ્પોર્ટ પ્રોસેસ કોર્સમાં નિકાસ કરવા માટેની તમામ માહિતી, ડોક્યુમેન્ટેશન, પ્રક્રિયા વગેરેની જાણકારી આપવામાં આવે છે. આ કોર્સ ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. નિકાસ કરવા પહેલા માર્કેટ સરવે, માર્કેટ રિસર્ચ, એક્ષ્પોર્ટ માર્કેટિંગ, દસ્તાવેજીકરણ, નીતિ અને લોજિસ્ટિક્સ સંબંધિત જ્ઞાન વહેંચવામાં આવશે. આ કોર્સ 25 ની મર્યાદિત બેઠકો માટે શરૂ કરવામાં આવ્યો હતો, જો કે GJEPC ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને કુલ 90+ સભ્યોએ કોર્સમાં તેમની નોંધણી કરાવી છે.
છેલ્લા દાયકામાં 15 લાખ લોકોને જુદા જુદા પ્રકારની તબીબી સેવાઓ પૂરી પાડવા ઉપરાંત દર્દીઓનો કમસે કમ રૂ.150 કરોડનો જંગી ખર્ચ બચાવનાર સુરતના વરાછા રોડની ડાયમંડ હોસ્પિટલનું મેનેજમેન્ટ, સુરત ડાયમંડ એસોસીએશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા – ઉત્રાણ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ-2 પ્રોજેક્ટ સાકાર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
SDA આરોગ્ય ટ્રસ્ટના પ્રમુખ શ્રી સી.પી.વાનાણી, ઉપપ્રમુખ કેશુભાઇ ગોટી અને મહામંત્રી દિનેશભાઇ નાવડીયાએ કિરણ હોસ્પિટલ-2 અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વ વિખ્યાત હીરા ઉદ્યોગપતિ કિરણ જેમ્સના શ્રી વલ્લભભાઇ એસ. પટેલ દ્વારા સૂચિત કિરણ હોસ્પિટલ-2 ના નામકરણ માટે રૂ.25 કરોડનું માતબર દાનની જાહેરાત કરવામાં આવી છે. મોટા વરાછા – ઉત્રાણ વિસ્તારમાં કુલ 450 બેડની સૂચિત કિરણ હોસ્પિટલ-2 અંદાજે રૂ.425 કરોડના જંગી ખર્ચે સાકાર કરવામાં આવશે. આગામી દશેરા પર્વે આ હોસ્પિટલનું ખાતમૂહૂર્ત અને એ પછી ત્રણ વર્ષમાં હોસ્પિટલને ધમધમતી કરી દેવામાં આવશે અને એ પછી તબક્કાવાર 100 બેઠકો ધરાવતી મેડીકલ કોલેજ ઉભી કરવાનું આયોજન છે. કિરણ હોસ્પિટલ-2ની સૌથી મોટી લાક્ષણિકતા એ જ હશે કે ડાયમંડ હોસ્પિટલની જેમ કિરણ હોસ્પિટલ-2માં પણ રાહત દરે તબીબી સેવા સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ડાયમંડ હોસ્પિટલમાં પ્રવર્તમાન બજારભાવે મળતી તબીબી સેવાઓ 50 ટકાના દરે પૂરી પાડવામાં આવે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.