CIA ALERT

Alert Archives - Page 445 of 521 - CIA Live

November 26, 2018
versov1.jpg
1min20020

મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે આઠ પર આવેલા વર્સોવા બ્રિજનું સમારકામ સોમવારથી એટલે કે આજથી એક મહિના સુધી ચાલશે. તેને કારણે ટ્રાફિક વિભાગ દ્વારા વિરાર, પાલઘર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારતથી મુંબઇ આવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

થાણે ટ્રાફિક વિભાગથી મળેલી માહિતી અનુસાર વિકલ્પ તરીકે અન્ય માર્ગોનો ઉપયોગ કરવો પડશે, જેને કારણે તેમનો પ્રવાસ ૨૫થી ૪૦ કિ.મી. વધી જશે. સામાન્ય રીતે વિરાર, પાલઘર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારતથી મુંબઇ આવતા લોકો ઘોડબંદર અને વર્સોવા બ્રિજનો વપરાશ સૌથી વધુ કરતાં હોય છે. તેથી ખાસ કરીને મુંબઇ-અમદાવાદ રૂટ પર અવરજવર કરતાં લોકોના પ્રવાસ પર અસર થઇ શકે છે. મુંબઇથી જવા માટે જૂનો બ્રિજ અને આવવા માટે સૌથી વધુ નવા બ્રિજનો ઉપયોગ થતો હોય છે. નવા બ્રિજનું સમારકામ ૨૬મી નવેમ્બરથી ૨૫મી ડિસેમ્બર સુધી ચાલશે. તેથી પ્રવાસીઓને એક મહિના સુધી હાલાકીનો સામનો કરવો પડશે. ટ્રાફિક અધિકારીના જણાવ્યાનુસાર નાના વાહનો આસાનીથી આ બ્રિજ પર અવરજવર કરી શકશે.

આ બ્રિજના કામને કારણે મલાડમાં આવેલા ચિંચોટી વિસ્તાર, વિરારના શિરસાટ ફાટા અને મનોર માર્ગના વપરાશને કારણે ભિવંડી જંકશન પર ટ્રાફિકનું દબાણ વધશે.

November 24, 2018
Gujrat-textile.jpg
1min6640

કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીની સુરત ખાતેની છેલ્લી મુલાકાત દરમિયાન વિવર્સના કેટલાક પ્રશ્નો સંદર્ભે ફોગવાના અશોક જીરાવાળા સમેત 4 આગેવાનો એ કાળા વાવટા બતાવવાની કરેલી હરકતના માઠા પરિણામો હવે ફોગવાના આગેવાનોએ ભોગવવા પડી રહ્યા છે. રાજ્ય સરકારે નવી ટેક્સટાઇલ પોલિસીના ડ્રાફ્ટિંગની મિટીંગમાંથી જ ફોગવાનો એકડો કાઢી નાંખ્યો છે.

આજે મુખ્યમંત્રીના નિવાસ્થાને નવી ટેક્સટાઇલ પોલિસીની રચના માટે મળેલી બેઠકમાં ફોગવાના એકેય આગેવાનને સ્થાન અાપવામાં આવ્યું ન હતું. આમ છતાં ફોગવાએ ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા)એ ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસીમાં સામેલ કરવા માટેના કેટલાક મુદ્દાઓ આધારિત એક મેમોરેન્ડમ પાઠવ્યું છે. ફોગવાએ કરેલી રજૂઆતો મોટે ભાગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરી દેવાઇ છે એટલે ફોગવા રજૂઆત કરે કે ન કરે રાજ્ય સરકારને કશો ફરક પડતો નથી.

ફોગવાની નેતાગીરીએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતોમાં નીચે મુજબના મુદ્દાઓ ગુજરાત સરકારની ડ્રાફ્ટ થઇ રહેલી ટેક્સટાઇલ પોલિસીમાં સમાવવા રજૂઆત કરી છે.

  1. હયાત પાવર લુમ્સ ઇન્ડસ્ટ્રઝ અને નવી પાવર લુમ્સ ઇન્ડ. માટે સ્પેશિયલ પાવર ટેરીફ (રૂ.3.50 પ્રતિ યુનિટ બધા જ ચાર્જ સાથે અને ટેક્સ સાથે)
  2. નવી ટેક્સટાઇલ પોલિસીમાં 5થી 8 ટકાની વ્યાજની સબસિડી વિવર્સને આપવામાં આવે.
  3. કેપિટલ સબસિડી 10 ટકા શહેર હદ વિસ્તારમાં અને 15 ટકા શહેર બહારની હદ વિસ્તારમાં આવેલા વિવર્સને આપવામાં આવે. જેમાં સબસિડીની રકમની લિમીટ રૂ.20 કરોડ ટેકસટાઇલ અપગ્રેડેશન ફંડની ગાઇડ લાઇન મુજબ
  4. જુના પાવર લુમ્સનું આધુનિકરણ કરવા માટે 25 ટકા કેપિટલ સબસિડી.
  5. વિવિંગ ઉદ્યોગ માટે નવું બાંધકામ કરવા રૂ.350 પ્રતિ સ્ક્વેયર ફીટની સબસિડી
  6. વોવન ટેકનિકલ ટેક્સટાઇલ માટે 45 ટકા સબસિડી આપવામાં આવે.

ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવાય

જોકે જાણકારો કહે છે કે ફોગવાની રજૂઆતોને ધ્યાનમાં એટલા માટે લેવાય નહીં કેમકે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા સમેત કેટલાક આગવાનો વિવર્સના પ્રશ્નો હલ થાય તો કોંગ્રેસને શ્રેય આપશે અને અગાઉ પણ આવી હરકતો ફોગવાની હાલમાં આગેવાની લેનારાઓ કરી ચૂક્યા છે. અશોક જીરાવાળાએ તો ક્રેડિટ લેપ્સના મુદ્દે ઉતાવળે એવું પણ નિવેદન કરી દીધું હતું કે ભાજપ સરકાર કશું નહીં કરે તો ફોગવાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રજૂઆતો કરવી પડશે. અશોક જીરાવાળાના આ નિવેદન પછી ફોગવાને કેન્દ્ર અને રાજ્ય સરકારે સહેજ પણ દાદ નહીં આપવાનો નિર્ણય કરી દીધો છે. પરીણામે નવી ટેક્સટાઇલ પોલિસીમાં ફોગવાની જગ્યાએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોને ગંભીરતાથી લઇને પ્રાધાન્ય અપાશે એમાં કોઇ બે મત નથી.

November 24, 2018
tn_midday.png
1min7600

તમિલનાડુમાં ઇન્કમ ટેક્સના દરોડા દરમિયાન એક બ્લેકલિસ્ટેડ કંપનીને મિડ ડે મિલ (મધ્યાહન ભોજન) યોજનામાં વિવિધ ચીજવસ્તુઓના સપ્લાયનો કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં સરકારી અધિકારીઓને રૂ.2400 કરોડની રકમ લાંચ પેટે અને તે પણ તેમના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા ઇન્કમ ટેક્સના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
તમિલનાડુમાં આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રાજ્ય સરકારની મિડ ડે મીલ (મધ્યાહન ભોજન) યોજનામાં ચાલી રહેલા મસમોટા કૌભાંડના દસ્તાવેજો મળ્યા છે. મધ્યાહન ભોજન યોજનામાં તમિલનાડુ સરકારને દાળ, પામ ઓઇલ, ઇંડા જેવી સામગ્રી પૂરી પાડતી ક્રિસ્ટી ફ્રાઇડગ્રામ ઇન્ડસ્ટ્રીમાં ઇન્કમ ટેક્સની રેઇડ દરમિયાન આ કૌભાંડ મળી આવ્યું હતું. કંપની બ્લેક લિસ્ટેડ હોવા છતાં તેને કરોડો રૂપિયાની ચીજવસ્તુઓ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેના બદલામાં રૂ.
2400 કરોડ રૂપિયાની લાંચ અપાઇ હોવાના પૂરાવા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ દસ્તાવેજોમાં વિતેલા વર્ષોમાં કરોડો રૂપિયાના હિસાબ મળી આવ્યા હતા, આ રૂપિયા સરકારના ઉચ્ચ અધિકારીઓ અને તેમના સંબંધીઓના બેન્ક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ આ સરકારી અધિકારીઓના સિરે ખાદ્ય સામગ્રીના ઓર્ડર આપવા અને યોજના સાથે જોડાયેલ બિલોની ચૂકવણી કરવાની જવાબદારી હતી.
રિપોર્ટ મુજબ 2014માં આ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના સૂત્રો મુજબ કંપની તેના આઇટી રિટર્નમાં નફાની ખોટી વિગતો આપી રહી હતી. આ સિવાય કંપનીએ બેન્ક લોન માટે જમા કરાવેલ દસ્તાવેજા અને અન્ય દસ્તાવેજોમાં ફેરફાર જણાયો હતો. લાંબા સમયથી આવકવેરા વિભાગ કંપનીની જાણકારી મેળવી રહી હતી. પરંતુ જ્યારે તપાસ હાથ ધરી તો તેમના હાથે સરકારી અધિકારીઓને કરોડો રૂપિયા લાંચ અપાઇ હોવાના પૂરાવા લાગ્યા હતા.
November 24, 2018
yogi.jpg
1min6910

યોગીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી સભા સંબોધતા કમલનાથના નિવેદનને આધાર બનાવીને સ્ફોટક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને તેમના મુસ્લિમ મતો એટલે કે અલી મુબારક અને અમને એટલે કે ભાજપને બજરંગ બલી જ ચૂંટણી જીતાડશે.

મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ ધમપછાડા કરી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે ભોપાલમાં એક રેલીનું સંબોધન કરતા તેમણે કોંગ્રેસ હુમલા કર્યા હતા. તેમણે કમલનાથના વીડિયોનો હવાલો આપ્યો હતો જેમાં તેઓ કથિત રીતે જણાવી રહ્યા હતા કે, જો ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના 90 ટકા વોટ પડશે નહી તો કોંગ્રેસને મોટું નુકસાન થઇ શકે છે.

યોગી આદિત્યનાથે આ નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કમલનાથજીનું એક નિવદેન હું વાંચી રહ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે, અમને એસસી/એસટીના વોટ નથી જોઇતા. કોંગ્રેસને માત્ર મુસ્લિમોના વોટ જોઇએ છે. કમલનાથજી તમને તમારો અલી મુબારક, અમને બજરંગબલી મદદ કરશે.

November 24, 2018
mary-kom-1543060481.jpg
1min9770

દિલ્હીના આંગણે રમાઇ રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ અન્વયે આજે તા.24મી નવેમ્બર 2018ના રોજ રમાયેલી મહિલા ઇવેન્ટની ફાઇનલ મેચમાં ભારતમાં સુપરમોમના નામથી પ્રચલિત મેરીકોમએ પોતાનાથી 13 વર્ષ નાની અને હોટ ફેવરિટ ચેમ્પિયન ગણાતી યુક્રેનની હંટરના હુલામણા નામથી પ્રચલિત બોક્સરને હરાવીને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. આ સાથે જ મેરી કોમ આયરલેન્ડની કેટી ટેલરને પછાડીને સૌથી વધુ વખત (6) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતનાર પ્રથમ મહિલા બોક્સર બની ગઈ છે. આ અગાઉ મેરી કોમ અને ટેલર 5-5 ટાઈટલ સાથે બરોબરી પર હતા.

ફાઈનલ મેચમાં બન્ને બોક્સરો ભારતની મેરીકોમ અને યુક્રેનની બોક્રસની ઉંમર વચ્ચે 13 વર્ષનો તફાવત હતો. યુક્રેનની હન્ના ઓકોતા હજુ 22 વર્ષની છે. જો કે તેની ખુંખાર રમતને પગલે તે ‘હંટર’ નામથી ઓળખાય છે. હન્નાએ યુરોપિયન યુથ ચેમ્પિયનશિપમાં બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો.

દિલ્હીના કે ડી જાધવ સ્ટેડિયમમાં રમાયેલી 48 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ ફાઈટમાં મેરી કોમે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને વર્લ્ડે રેકોર્ડ રચ્યો હતો. મેરી કોમ છઠ્ઠી વખત બોક્સિંગમાં ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા બોક્સર બની ગઈ છે.

અગાઉ 2006માં ઘરઆંગણે મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઈટલ પોતાના નામે કર્યું એ વખતે લાઈટ ફ્લાઈવેટમાં રોમાનિયાની સ્ટેલુટા દુતાને હરાવીને મેરી કોમે 5માં વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જ્યારે આજરોજ તા.24મી નવેમ્બર 2018ના રોજ નવી દિલ્હી ખાતે યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને ટાઇટલ જીત્યું છે.

 

November 24, 2018
ayodhyay3.jpg
1min8940

આવતીકાલ રવિવાર તા.25મી નવેમ્બર 2018ના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાઇ રહેલી ધર્મસભામાં દેશભરમાંથી બે લાખથી વધુ લોકો ઉમટી પડવાની વાતે લઘુમતિ સમુદાયના પરિવારોની અસુરક્ષા અહેવાલો વાઇરલ થતાં ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવડાવી છે. રાજ્ય સરકારે લખનઉ ઝોનના એડીજી આશુતોષ પાંડેય અને ઝાંસી રેન્જના આઈજી એસએસ બઘેલને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે સતત સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપી છે. અયોધ્યામાં આજે ધર્મસભાના અેક દિવસ પૂર્વે એવો માહોલ છે કે જાણે કોઇ મોટી નવાજૂની થવાની ન હોય.

વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર તા.25મી નવેમ્બરની ધર્મસભામાં 1,322 બસો અને 1,546 ફોર વ્હીલર્સમાં 80 હજારથી વધુ કાર્યકરો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 14 હજાર કાર્યકરો મોટરસાઈકલ પર આવશે અને 15 હજાર કાર્યકર્તાઓ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે.

અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે સતત સક્રીય રહેતા દેશના બે સંગઠનો આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ પૈકી અેકાદ લાખ સમર્થકો આરએસએસના અને દોઢેક લાખ જેટલા વીએચપીના કાર્યકરો રવિવારે અયોધ્યામાં હશે એવો અંદાજ માંડવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં સાધુ-સંતો પણ ઉપસ્થિત રહેશે. વીએચપીના આયોજકોનું કહેવું છે કે રવિવારના મેગા મેળાવડા માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રની ભાજપ સરકાર પર વટહુકમ લાવીને રામ મંદિરના નિર્માણનું દબાણ લાવવાની તૈયારી છે.

November 24, 2018
Mataji_meldi.jpg
1min36520

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં નરોડા–દહેગામ રોડ પર આવેલી સ્મશાનભૂમિ સંકુલમાં મસાણી મેલડી માતાના મંદિરમાં પૌરાણિક રીતિ-રિવાજોને પગલે માતાજીને દારૂ ચઢાવવાનું ચલણ એટલું વધી ગયું કે સામાન્ય લોકો તેમજ મંદિર સંચાલકો માટે ઉપદ્રવજનક બનતા મંદિરના સંચાલકોએ રીતસર બોર્ડ મારીને સૂચના લખવી પડી છે કે માતાજીને દારુ ચઢાવવો નહીં. સામાન્ય રીતે ચોક્કસ જ્ઞાતિના લોકોમાં આ રિવાજ છે પણ અહીં સ્વજનની અંતિમ વિધીમાં આવતા અજાણ્યા લોકો માટે આ બોર્ડ કૂતુહલ સર્જી રહ્યું છે અને આ બાબતથી અજાણ લોકો હવે આ મંદિરના ફોટા અને સ્ટોરી વાઇરલ કરી રહ્યા છે.

અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર આવેલી આ સ્મશાન ભૂમિ આ જ કારણે આજકાલ સોશ્યલ મિડીયામાં ભારે ચર્ચાસ્પદ બની છે. સ્મશાનભૂમિમાં ઉપરોક્ત તસ્વીરમાં જોઇ શકાય છે એમ મસાણી મેલડી માતાનું નાનકડું મંદિર છે અને પૌરાણિક પરંપરા એવી છે કે અહીં કેટલીક ચોક્કસ જ્ઞાતિઓના લોકો માતાજીને દારૂ ચઢાવે છે અને પોતાની માનતા-અાખડી-બાધા વગેરે દૂર કરે છે. આ રીવાજ ધીરે ધીરે એટલો ફૂલ્યોફાલ્યો કે મંદિરમાં અન્ય લોકો પણ મસાણી મેલડી માતાને દારૂ ચઢાવવા માંડ્યા છે. એક તબક્કે લોકો દેશી દારૂની પ્લાસ્ટીકની કોથળીઓ, બાટલીઓ વગેરે મંદિરમાં ચઢાવી જતા હતા અને તેના જથ્થાનો નિકાલ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું. ગુજરાતમાં એક તરફ દારૂ બંધી છે અને અહીં વર્ષોથી શ્રદ્ધાળુઓ બેરોકટોક મસાણી મેલડી માતાને દારૂ ચઢાવી રહ્યા હતા. આખરે મંદિર સંચાલકોએ બોર્ડ મારી દેવું પડ્યું છે કે આ મંદિરમાં માતાજીને દારૂ ચઢાવવો નહીં.

 

November 24, 2018
gst.jpg
1min7430

દેશભરમાં જીએસટી લાગુ થયાના સવા વર્ષ બાદ ગુજરાત શિક્ષણ વિભાગે તેને અભ્યાસક્રમમાં પણ સ્થાન આપવાનો નિર્ણય છે.

ગુજરાતના શિક્ષણ વિભાગે જીએસટી વિષયને ઉચ્ચતર માધ્યમિક વાણિજ્ય વિભાગના અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત કરી છે. જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે કુલ 9 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગના અધિકારીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આમ હવે વર્ષ 2019થી ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે.

જીએસટીના જટીલ અભ્યાસક્રમનો થિયરી તરીકે ધોરણ 11 અને 12 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. જીએસટી વિષયને લઇ એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળ મહેનત કરી રહ્યું હતું. તેમજ નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાળતાં અધિકારીઓનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તરીકે લાવવાની વિચારણા ચાલી રહી છે.

November 23, 2018
bni_lympic.jpg
4min12130

06-12-2018

તા.1લી ડિસેમ્બર 2018થી શરૂ થયેલા BNI સુરત ઓલમ્પિક્સના પ્રથમ 5 દિવસના અંતે જાહેર થયેલી વિનર ટેલીમાં BNI સુરતના કુલ 16 ચેપ્ટર્સ પૈકી BNI અલકેમિસ્ટએ સૌથી ટોચનું સ્થાન હાંસલ કર્યુ છે. BNI સુરત ઓલમ્પિક્સનો પ્રારંભિક દૌર ચાલી રહ્યો છે અને હજુ તા.23મી ડિસેમ્બર 2018 સુધી BNI સુરત ઓલમ્પિક્સ ગેમ્સ ચાલશે. જોવાનું એ રહે છે કે 23મી ડિસેમ્બર 2018ના રોજ ફાઇનલ ટેલિમાં BNI સુરતના 16 ચેપ્ટર્સ પૈકી કયા ચેપ્ટર્સના પ્લેયર્સ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનું સ્ટેટસ હાંસલ કરે છે.

BNI સુરત ઓલમ્પિક્સમાં તા. 5મી ડિસેમ્બર 2018ની સ્થિતિએ પહેલા સ્થાને અલકેમિસ્ટ બાદ બીજા સ્થાન પર બીએનઆઇ બેંચમાર્ક્સના ખેલાડીઓએ મેદાન માર્યું છે. જ્યારે ત્રીજું સ્થાન બે ચેપ્ટર્સ, ઇલાઇટ અને હોલમાર્કના ખેલાડીઓ 3400 પોઇન્ટસ સાથે શેર કરી રહ્યા છે.

BNI સુરત ઓલમ્પિક્સની વિનર ટેલી 5મી ડિસેમ્બર 2018 સુધી

 

03 December 2018

BNI સુરતના 16 જેટલા ચેપ્ટર્સના મેમ્બર્સ તેમજ તેમના પરિવારજનો માટે BNI સુરત દ્વારા આયોજિત ઓલમ્પિક્સનો શનિવાર તા.1લી ડિસેમ્બર 2018થી શાનદાર રીતે શુભારંભ થયો હતો. શનિ, રવિના વીકએન્ડ દરમિયાન જેટલી પણ ગેમ્સ જ્યાં પણ રમાઇ હતી ત્યાં બિઝનેસમેન અને તેમના પરિવારજનોએ ખેલદિલની ભાવના ઉજાગર કરી હતી. ગેમ્સમાં ભલે પ્રતિસ્પર્ધી હોય પણ બાળ ખેલાડીઓથી લઇને મોટેરા ખેલાડીઓએ પણ હરીફો પ્રત્યે આદરભાવ સાથે કેરીંગ અને અભિવાદન શેરીંગ કરીને બિઝનેસમેન કેટલા સ્પોર્ટસમેન હોય છે તેની પ્રતીતિ કરાવી હતી. BNI સુરત દ્વારા આયોજિત ઓલમ્પિક્સ 23મી ડિસેમ્બર 2018 સુધી ચાલશે.

BNI સુરતના 16 જુદા જુદા ચેપ્ટર્સના ખેલાડીઓ તેમજ તેમના પરિવારજનો જુદી જુદી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે અને BNI સુરતને જે અપેક્ષા હતી તેના કરતા અનેક ગણા વધુ પાર્ટીસિપેટ્સ ગેમ્સને મળી રહ્યા છે. એટલું જ નહીં પણ BNI સુરતના વિવિધ ચેપ્ટર્સના મેમ્બર્સ કે જેમણે ભાગ લીધો ન હોય અગર તો તેમની પોતાની સ્પોર્ટસ ઇવેન્ટ ન હોય આમ છતાં તેઓ શ્રોતા બનીને BNI સુરતના મેમ્બર્સનો જુસ્સો વધારી રહ્યા છે આ પણ એક સ્પોર્ટસમેન સ્પિરીટ નથી તો શું કહેવાય.

અહીં BNI સુરત આયોજિત બાળ સ્વીમર્સ માટેની સ્વીમીંગ કોમ્પિટીશનમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની કેટલીક તસ્વીર અહીં શેર કરી રહ્યા છીએ.

બાળકો માટેની સ્વીમીગ કોમ્પિટીશનમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તસ્વીરમાં એક વયજૂથના સ્વીમર્સ વિજેતા નિવડ્યા હતા. જેમને મેડલ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા.

ગર્લ્સ માટેની સ્વીમીગ કોમ્પિટીશનમાં વિજેતા સ્વીમર ગર્લ્સને મેડલ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા.

બોયઝ માટેની સ્વીમીગ કોમ્પિટીશનમાં વિજેતા સ્વીમર બોયઝને મેડલ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા.

બી.એન.આઇ. સુરત આયોજિત ઓલમ્પિક્સનું સુપેરે સંચાલન કરી રહેલા શ્રી અનુપ ઝાઝુ તેમજ અન્ય બીએનઆઇ મેમ્બર્સ દ્રશ્યમાન છે.

વિજેતા સ્વીમર ગર્લને સન્માનિત કરી રહેલા મહાનુભાવ દ્રશ્યમાન છે.

 

  • 23 November 2018

સુરતમાં જબરદસ્ત નેટવર્ક સાથે હરણફાળ ભરી રહેલા BNI Surat સુરત દ્વારા આગામી તા.1થી 23 ડિસેમ્બર 2018 દરમિયાન બિઝનેસ અને સ્પોર્ટસનો અનોખો સંયોગ થાય એવું BNI ઓલમ્પિકનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે. BNI Surat આયોજિત BNI ઓલમ્પિક ગેમ્સમાં BNI ના સુરતના 16-16 ચેપ્ટર્સના 1100 ઉપરાંત મેમ્બર્સ જુદી જુદી ગેમ્સ પર હાથ અજમાવશે. BNI ઓલમ્પિકની ગેમ્સમાં ટીમ ઇવેન્ટ્સ ઉપરાંત વ્યક્તિગત મેમ્બર્સ માટે સ્પર્ધાઓ, મેમ્બર્સના સ્પાઉસ તેમજ બાળકો માટેની સ્પર્ધાઓ યોજવામાં આવશે. BNI ઓલમ્પિકમાં ભોગ લેવા માટે 16 ચેપ્ટર્સ પૈકી કોઇપણમાં મેમ્બર હોય તેમણે પોતાનું અગર તો પોતાના સ્પાઉસ, બાળકો માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
સૌથી મહત્વની વાત એ છે કે BNI સંસ્થા બિઝનેસ અને બિઝનેસ મેનને કેન્દ્રમાં રાખીને કાર્યાન્વિત છે. આમ છતાં પણ બિઝનેસ સાથે શિયાળાની આ ઋુતુમાં BNI મેમ્બર્સ ફિઝિકલ ફિટનેસ કેળવે તેમજ તેમનામાં ખેલદિલીની ભાવના પણ ઉજાગર થાય તેવા પ્રયાસ રૂપે બિઝનેસ અને સ્પોર્ટસનો શુભગ સમન્વય કરવામાં આવ્યો છે.
BNI સુરત આયોજિત ઓલમ્પિક અંગેની ઝીણવટભરી માહિતી નિમ્નદર્શિત છે
 For the 1st time, BNI-Surat is coming up with BNI Surat Olympics; where Business meets Sports.
• All 16 chapters of BNI Surat and 1100+ members will participate in varied sports, on a selection basis.
Where each chapter team will compete as well as compliments the sportsman spirit.
→ What’s the idea behind BNI Olympics ?
• Sports is must in everyone’s life! It’s a known fact that sports make one fitter & sharper physically as well as mentally.
• It shall improve bonding among members & families.
• Inter-Chapter meets shall also get charged up.
• As well as family members will be able to understand the Eco-system of BNI.
→ Event Details
• Date: 1st December to 23rd December
• Final Day Event Venue: Players Cafe, Citylight, Surat.
→ Who can Participate?
• Member
• Spouse of Member
• Kids of Member
BNI Olympics includes
• SPORTS AS A TEAM:
– Box Cricket
– Box Football
– Volleyball
• SPORTS AS AN INDIVIDUAL:
– Chess
– Carrom
• SPORTS FOR SPOUSE & KIDS:
– Table Tennis
– Running
– Swimming
– Chess
• INDIVIDUAL AS WELL AS TEAM SPORTS:
– Table Tennis
– Badminton
– Swimming
– Running
– Cycling
BNI Olympics will serve as multiple benefit provider, keeping the game fun intact & adding on the quotient of bonding.
Don’t forget to make yourself count for registration process.
Let’s make the event as crispy and precise as our feature presentations.
November 22, 2018
hardik.jpg
1min22550

મહારાષ્ટ્રમાં ચાલુ સપ્તાહે મહારાષ્ટ્ર ઓબીસી પંચ દ્વારા મરાઠાઓને રિઝર્વેશન આપવાની કરેલી જાહેરાત બાદ ગુજરાતમાં પાટીદાર આંદોલનના સમીકરણો અને દિશા બદલાય છે. પાટીદાર અનામત માટે લડી રહેલા હાર્દિક એન્ડ કંપની એટલે કે હાર્દિક અને પાસના 25 જેટલા સાથીદાર કન્વીનરોએ આજે તા.22મી નવેમ્બર 2018ના રોજ બપોરે ગાંધીનગર ખાતેના ગુજરાતના ઓબીસી પંચની કચેરી જઇને પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેની રજૂઆતો કરી હતી.

હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ ગુજરાતમાં અધર બેકવર્ડ ક્લાસ પંચ સમક્ષ રજૂઆતો કરાય એ પહેલા મિડીયાને જણાવ્યું હતું કે પાસ દ્વારા જુદા જુદા રાજ્યોમાં કેવી રીતે જુદી જુદી જાતિઓને ઓબીસીમાં સમાવવામાં આવી તે પ્રક્રિયાનો નિર્દેશ કરતી 17 પાનાની લેખિત રજૂઆતો કરી હતી. ઓબીસી પંચના અધિકારીઓ સમક્ષ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એવી રજૂઆતો કરી હતી કે મહારાષ્ટ્રમાં જેમ ઓબીસી પંચે સરવે કર્યો હતો તેવી જ રીતે ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે સરવે કરવા માટે સૂચન કર્યું હતું.

હાર્દિક પટેલ એન્ડ કંપની એવી રજૂઆતો કરી રહી છે કે જે રીતે મહારાષ્ટ્રમાં ઓબીસી પંચ દ્વારા પહેલા સરવે કરવામાં આવ્યો અને સરવેના તારણોના આધારે મહારાષ્ટ્ર સરકારને ભલામણો કરવામાં આવી હતી. એ ભલામણોને મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લીધી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારે મરાઠાઓને તાજેતરમાં જ રિઝર્વેશન આપવામાં આવ્યું છે, એ જ તર્જ પર ગુજરાતમાં પાટીદારોને અનામત આપવામાં આવે એવી રજૂઆત સાથે હાર્દિક અને તેના 25 જેટલા સાથીઓ તા.22મી નવેમ્બર 2018ની બપોરે અઢી વાગ્યાના અરસામાં ગાંધીનગર ઓબીસી કમિશનની કચેરી પર પહોંચ્યા બાદ સીધા જ ઓબીસી કમિશનની કચેરીમાં અધિકારીઓને રજૂઆતો કરવા ગયા હતા.