CIA ALERT
19. May 2024
November 12, 20194min2940

Related Articles



આજે મહારાષ્ટ્રમાં સરકાર રચવા કૉંગ્રેસ-એનસીપીની મહત્ત્વની બેઠક

Share On :
Print Friendly, PDF & Email

શિવસેના સત્તા સ્થાપવાનો દાવો કરવામાં નિષ્ફળ ગયા બાદ રાજ્યપાલે ત્રીજા નંબરે રહેલી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ને મોડી રાતે આમંત્રણ આપ્યું હતું અને તેમને ૨૪ કલાકની મુદત આપી હતી. ભાજપ બાદ સેના પણ સરકાર સ્થાપવાનો દાવો કરવામાં નિષ્ફળ જતા રાજ્યમાં રાજક્ીય કટોકટી કાયમ રહી હતી. એનસીપીનું સમર્થન હોવા છતાં કૉંગ્રેસનું સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયેલી શિવસેનાનું તેમના પક્ષ પ્રમુખ બાળ ઠાકરેની ૧૭ નવેમ્બરના પુણ્યતિથિએ શિવસેનાના મુખ્ય પ્રધાન શપથ લે તેવું સપનું પડી ભાંગ્યું હતું. બદલાયેલી પરિસ્થિતિમાં સરકારની સ્થાપના માટે કૉંગ્રેસ અને એનસીપીના વિધાનસભ્યોની સંયુક્ત બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું છે

દિવસ દરમિયાન શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની અનેક બેઠકો બાદ પણ સરકાર બનાવવાની મડાગાંઠ ઉકેલાઈ શકી નહોતી. સેના નિષ્ફળ ગયા બાદ એનસીપીને રાજ્યપાલનું આમંત્રણ મળ્યું હતું અને તેમને ૨૪ કલાકની મુદત મળી હતી, તેથી આજે શું થાય છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે ત્યારે આકો દિવસ હાઈ ડ્રામા સર્જાયો હતો. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેનાના કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું. તો દિવસ દરમિયાન ર્કૉંંગ્રેસ, એનસીપી, શિવસેના અને ભાજપનો બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.

એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા બાદ તેમનું સમર્થન મળતા શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે ફોન પર ચર્ચા કરી હતી. કહેવાય છે કે ઉદ્ધવે સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સમર્થન આપવા માટે બહુ મનાવાની કોશિશ કરી હતી. દિલ્હીમાં પણ કૉંગ્રેસની બેઠક પર બેઠક થઈ હતી. તો મુંબઈમાં એનસીપીની બેઠક થઈ હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સમર્થન આપવા માટે જયપુરમાં મોકલવામાં આવેલા મહારાષ્ટ્રના વિધાનસભ્યો સાથે પણ ચર્ચા કરી હતી.

આ દરમિયાન એનસીપીની મુંબઈમાં બેઠક પૂરી થયા બાદ પોતાનો નિર્ણય જાહેર કરવાની પણ હતી. જોકે કૉંગ્રેસે પોતાનો નિર્ણય લંબાવી દેતા એનસીપીએ પણ પોતાની પત્રકાર પરિષદ રદ કરી હતી. એનસીપી પ્રવકતા નવાબ મલિકે કહ્યું હતું કે જયાં સુધી કૉંગ્રેસ પોતાની ભૂમિકા નક્કી નહીં કરે ત્યાં સુધી એનસીપી પણ પોતાની ભૂમિકા જાહેર નહીં કરે કહીને કૉંગ્રેસ અને એનસીપી એકમતે પોતાનો નિર્ણય જાહેર કરશે એવું કહ્યું હતું. કૉંગ્રેસની દિલ્હીમાં મોડી રાતે યોજાયેલી બેઠક પૂરી થઈ હતી. ત્રણ કલાકની બેઠક બાદ પણ કૉંગ્રેસ શિવસેનાને સમર્થન આપવું કે નહીં તે બાબતે કોઈ નિર્ણય લઈ શકી નહોતી.

આ દરમિયાન ૨૪ કલાકની મુદત પૂરી થાય તે પહેલા શિવસેના રાજ્યપાલને મળવા પહોંચી ગઈ હતી. એનસીપીનું સમર્થન હતું પણ કૉંગ્રેસે પત્ર મોકલ્યો હતો, પણ શિવસેનાએ સમર્થન આપવાનો ઉલ્લેખ કર્યો નહોતો. તેથી ભાજપ બાદ શિવસેનાને પણ નિરાશ થવું પડ્યું હતું.

——————————————–

રાજ્યપાલે સરકાર બનાવવા માટે એનસીપીને પણ આમંત્રણ આપ્યું હોવાની સત્તાવાર માહિતી એનસીપી પ્રવક્તા નવાબ મલિકે આપી હતી અને કૉંગ્રેસ સાથે સ્થિર સરકાર સ્થાપવા અંગે ચર્ચા પણ કરી હોવાનું જણાવ્યું હતું.

રાજભવનમાં એનસીપીનું પ્રતિનિધિત્વ અજીત પવાર કરશે. તેમની સાથે છગન ભુજબળ સહિત જયંત પાટીલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ રાજભવનમાં જવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યપાલે અમને શું કામ આમંત્રિત કર્યા છે એ અંગે કશું ખબર નથી. અમે ફક્ત રાજ્યપાલના આદેશનું પાલન કરી રહ્યા છીએ, એવું પવારે કહ્યું હતું.

કૉંગ્રેસના નેતા માણિકરાવ ઠાકરેએ પુષ્ટી આપી કે એનસીપી અને કૉંગ્રેસનો સમર્થનનો પત્ર રાજ્યપાલને મળ્યો નથી.

કૉંગ્રેસના પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે એનસીપી અને શિવસેના સાથે ચર્ચા શરૂ છે.

શિવસેનાના નેતાઓએ મુલાકાત લીધા બાદ રાજભવને નિવેદન જારી કર્યું કે શિવસેના સરકાર બનાવવા ઇચ્છે છે, પરંતુ તે સમર્થનનો પત્ર સોંપી શકી નહીં.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુને મીડિયાને જણાવ્યું કે એનસીપી સાથેની આગળની ચર્ચા મંગળવારે કરાશે.

૭.૪૦ રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે સરકાર રચવાની હોવાથી અમે બે દિવસનો સમય માગ્યો હતો, પરંતુ રાજ્યપાલે અમને સમય ન આપ્યો.

ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીએ નિવેદન જારી કર્યું કે કૉંગ્રેસ પ્રેસિડન્ટે શરદ પવાર સાથે ચર્ચા કરી છે. પક્ષ એનસીપી સાથે આ મુદ્દે વધુ ચર્ચા કરશે.

મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ મુદ્દે બે કલાકની ચર્ચા બાદ સોનિયા ગાંધીના નિવાસસ્થાનેથી કૉંગ્રેસના નેતાઓ એ.કે.એન્ટોની અને અહેમદ પટેલે વિદાય લીધી.

સૂત્રો અનુસાર એનસીપીએ માગણી કરી છે કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન પદ અજિત પવારને આપવામાં આવે.

વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે શિવસેનાના પ્રતિનિધિઓ સાથે રાજભવન ખાતે પહોંચ્યા અને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે ચર્ચા શરૂ થઇ.

શિવસેનાને સમર્થન આપાવાની વિચારણા હોવાથી કૉંગ્રેસ સમર્થનનો પત્ર આપશે એવા અહેવાલ આવ્યા.

૬.૦૫ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના કૉંગ્રેસના વિધાનસભ્યો શિવસેનાને સમર્થન આપવા માટે તૈયાર હોવાથી કૉંગ્રેસ શિવસેનાને બહરાથી સમર્થન આપવાનું વિચારી રહી છે.

કૉંગ્રેસના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રના કૉંગ્રેસ પક્ષના વિધાનસભ્યો સાથે ફોન પર વાત કરી તેમ જ શરદ પવાર સાથે પણ ચર્ચા કરીને શિવસેનાને સમર્થન આપવાની ઇચ્છા દર્શાવી.

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસનું સમર્થન માગ્યું.

સૂત્રોના દાવા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસના પ્રેસિડન્ટ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી.

સૂત્રો અનુસાર સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી શિવસેના સાથે જોડાવવાના વિરોધમાં છે, જયારે મહારાષ્ટ્ર કૉંગ્રેસ ઉદ્ધવ ઠાકરેના પક્ષને ટેકો આપવાના મૂડમાં છે.

નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસસ્થાન ખાતે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતૃત્ત્વ એ.કે.એન્ટોની અને અહમદ પટેલ સાથે ચર્ચાનો દોર શરૂ.

શિવસેનાના નેતા અરવિંદ સાવંતે આદિત્ય ઠાકરેની પ્રશંસા કરી.

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની તબિયત લથડતા તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા.

મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મહારાષ્ટ્ર કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચ્યા.

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને લોકસભાના સાંસદ ગૌતમ ગંભીરે શિવસેના પર ટીકા કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં માત્ર ૫૬ બેઠકો જીતીને શિવસેના મુખ્ય પ્રધાન પદ ન મેળવી શકે.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરેથી મળ્યા બાદ શરદ પવારે મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપવાની ચર્ચા અંગે સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી.

મહારાષ્ટ્ર કૉંગ્રેસના અમુક વિધાનસભ્યો, જે હાલમાં રાજસ્થાનમાં છે તેમણે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી.

મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની બેઠક પૂર્ણ થઇ.

કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે પ્રધાનપદથી રાજીનામું આપ્યા બાદ બપોરે ૧.૩૩ વાગ્યે પત્રકાર પરિષદને સંબોધી હતી. ચૂંટણી પૂર્વે કરેલા વાયદાઓથી બીજેપી પાછળ હટી રહી છે. મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપન માટે ભાજપ-સેના વચ્ચે ૫૦-૫૦ ફોર્મ્યુલા નક્કી થયો હતો. તેથી હું દિલ્હીમાં કામ કરું એ યોગ્ય ન હોવાને કારણે મેં પ્રધાનપદેથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે, એવું તેમણે જણાવ્યું હતું.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજસ્થાનના જયપુર રિસોર્ટથી દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.

દોઢ કલાકથી ચાલી રહેલી એનસીપીની બેઠક ખતમ થયા બાદ એનસીપી પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે, કૉંગ્રેસના વિધાનસભ્યો શિવસેનાની સરકાર બનાવવાની નીતિને સમર્થન આપશે.

સોનિયા ગાંધીના નિવાસસ્થાને રાજ્યના વરિષ્ઠ નેતાઓની બેઠક ખતમ થઇ. કૉંગ્રેસના ૪૦ વિધાનસભ્યોએ આ મુદ્દે સમર્થન આપ્યું હતું.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના વિધાનસભ્યો સાથે બેઠક કરી હતી અને શિવસેના સરકાર રચશે અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનશે, એવું તેમણે બેઠકમાં કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં ભાજપે કેવી રીતે સત્તા સ્થાપી અને કોના સહકારથી સ્થાપી એ ભાજપ ભૂલી ગઇ છે, પણ કર્મ જુએ છે, એવું ટ્વિટ શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કર્યું હતું.

કૉંગ્રેસ-એનસીપીનું સમર્થન મળી ગયું છે એ અમારું સરકાર રચવા તરફ પહેલું પગલું છે, એવું સંજય રાઉતે માતોશ્રી પહોંચીને પત્રકાર પરિષદને સંબોધીને ઘોષણા કરી હતી.

કેન્દ્રીય પ્રધાન અને શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પ્રધાનપદ છોડવાનો નિર્ણય ટ્વિટરના માધ્યમથી જાહેર કર્યો હતો.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયાના નિવાસસ્થાન દિલ્હીમાં સીડબલ્યૂસી (કૉંગ્રેસ વર્કિંગ કમિટી) માટે ગયા હતા. આ બેઠકમાં કેસી વેણુગોપાલ, અહેમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે.

શરદ પવારે કૉંગ્રેસ સાથે રાજ્યની રાજકીય સ્થિતિ વિશે ચર્ચા-વિચારણા કરી

સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપને કારણે મહારાષ્ટ્રને રાજકીય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજેપીને અમારી સાથે રહેવામાં કોઇ રસ ન હોવાનો આરોપ લગાવ્યો હતો.

૯.૦૦- કૉંગ્રેસ નેતા સંજય નિરુપમે રાજ્યમાં ફરી એક વાર ચૂંટણી થાય તેવા અણસાર વ્યક્ત કર્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :