CIA ALERT

Alert Archives - Page 258 of 521 - CIA Live

June 11, 2020
corona-gujarat.jpg
1min5290

ગુજરાતમાં ૫ જૂન પછી પાંચ દિવસમાં ફરીથી ૫૧૦ નવા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે જ્યારે ૩૪ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે. અમદાવાદમાં વધુ ૩૪૩ નવા કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૫૦૦૦ને પાર થઇ ૧૫૩૦૫ થયો છે જ્યારે વધુ ૨૬ દર્દીઓના વિવિધ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૦૯૨ એટલે કે હવે ૧૧૦૦ની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર, ભાવનગરમાં મૃત્યુ નોંધાતા હતા, એ હવે અન્ય જિલ્લાઓમાં પણ ધીમે ધીમે ચેપ પ્રસરતાં ત્યાં પણ મૃત્યુ વધી રહ્યા છે જે ચિંતાની બાબત છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત અને અરવલ્લીમાં બે બે, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં એક એક દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં નવા ૭૩ કેસ, વડોદરામાં ૩૫, ભાવનગરમાં ૮, ખેડામાં ૬, રાજકોટમાં ૫,મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં ૪-૪, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં ૨-૨ કેસ, પંચમહાલ, પાટણ, છોટા ઉદેપુરમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.

June 11, 2020
mumbai-1.jpeg
1min6050

ભારતમાં વધી રહેલા કેસો વચ્ચે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3254 નવા કેસ સામે આવ્યા છે. આ વધારા સાથે મહારાષ્ટ્રમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 94,041 થઇ ગઇ છે. બુધવારના રોજ મહારાષ્ટ્રનો કોરોનાથી મૃત્યુદર પણ ઊંચો રહ્યો હતો, અહી વિતેલા 24 કલાક દરમિયાન 149 દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. 

મહારાષ્ટ્રનો કુલ મૃત્યુઆંક પણ વધીને 3438 છે. આ બધા વચ્ચે બુધવારે મહારાષ્ટ્રમાંથી 1879 દર્દીઓ સારવાર મેળવી કોરોનામુક્ત થયા હતા. જે પછી મહારાષ્ટ્રમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 44,517 થઇ છે. 

ભારતના અન્ય રાજ્યો, પ્રદેશો પણ કોરોનાની પકડમાં આવી ચૂક્યા છે, રાજધાની દિલ્હીમાં પણ મહારાષ્ટ્રની જેમ જ કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. બુધવારે દિલ્હીમાંથી એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ 1501 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 48 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 32,810 થયા છે અને મૃત્યુઆંક 984 છે. 

June 11, 2020
jageshmukati.jpg
1min6310

2020 ખરેખર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે બેકાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. ચાલુ વર્ષે આ દુનિયામાંથી વિદાય લેનારાઓની યાદીમાં વધુ એક કલાકારનું નામ જોડાઈ ગયું છે. ગુજરાતી રંગમંચ અને ટેલિવિઝનના જાણીતા કલાકાર જગેશ મુકાતીએ જીંદગીના તખ્તા પરથી વિદાય લઈ લીધી છે. ગુજરાતી નાટકોમાં પ્રેક્ષકોને ખડખડાટ હસાવનાર અને ‘શ્રી ગણેશ’ સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલા જગેશ મુકાતીનું 47 વર્ષે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમનું મૃત્યુ થયું છે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, ગત શુક્રવારે ઓક્સિજન ઓછું થતા જગેશ મુકાતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ કરાતા સૌથી પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવ્યો હતો. પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. થોડુંક ચાલતા અને હાંફી હતા, ઓક્સિજન લેવલ સતત નીચે જતું હતું. એટલે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને છેવટે વેન્ટિલેટરનો સહારો આવો પડયો. 10 જૂને બપોરે 3-3.15 વાગ્યાની આસપાસ હૉસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સાંજે જ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બૉલીવુડ, ટેલીવુડ અને ઢોલીવુડના અનેક સેલેબ્ઝે તેમના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટર મલ્હાર ઠાકરે કહ્યું હતું કે, જગ્ગુ દાદા વિલ મિસ યુ, જો શક્ય હોય તો પાછા આવી જાવ.

અભિનેતા સાથે કામ કરનાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફૅમ અભિનેત્રી અંબિકા રંજનકરે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, દયાળુ અને મદદગાર મિત્ર જગેશની હંમેશા યાદ આવશે.

જગેશ મુકાતીએ અનેક ગુજરાતી નાટકો સાથે ટીવી સિરિયલ ‘અમિતા કા અમિત’, ‘શ્રી ગણેશ’ અને ‘ચાલ જીવી લઈએ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 2000માં આવેલી સિરિયલ ‘શ્રી ગણેશ’નું અત્યારે પુન:પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સિરિયલમાં અભિનેતાએ ગણેશ ભગવાનનું પાત્ર ભજવ્યું છે.

June 11, 2020
life_insurance-1.jpg
1min5640

વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.

નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.

June 11, 2020
coronafeee-1280x720.jpg
1min6440

વાંચો કોરોનામુક્ત દેશની યાદી

ન્યૂ ઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિનીએ, સેશેન્સ, ફિઝી, ત્રિનિદાદ અને ટોબૈગો, લાઓસ, વેટિકન સિટી, ગ્રીનલેન્ડ, મકાઓ, માન્ટેનિગ્રોએ, ઇરિટ્રિયા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, સેંટ પિયરે મિક્વેલોન, અંગ્વેલિયા, સેંટ બાર્થ, કૈરેબિયન નેધરલેન્ડ, મોન્ટસેરાટ, ટકર્સ એન્ડ સાઇકોઝ, સેન્ટ કિસ્ટ એન્ડ નેવિસ તિમોર લેસ્ટે, ફ્રેન્ચ પોલેનેશિયા, અરુબા, ફાઇરો આર્યલેન્ડ, આઇલે ઓફ મેન જેવા તમામ દેશોનો કોરોનામુક્ત દેશોમાં સમાવેશ થાય છે.

કોરોનાની મહામારી સામે અત્યારના સમયમાં મોટાભાગે દરેક દેશ લડી રહ્યા છે. ત્યારે કોરોનાના કહેરથી મહાસત્તા પણ બાકાત રહી નથી. અત્યારના સમયમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે. કે લોકોના કામ ધંધા બંધ છે. તેઓ ના તો ક્યાંય જઇ શકે છે. ના તો બાળકોને ક્યાંય લઇ જઇ શકે છે. તેમાં પણ મધ્યમ વર્ગના લોકોની હાલત પણ ખરાબ છે.

અત્યારે ઘણી કંપનીઓ પૂરતો પગાર પણ નથી આપી રહી તેવામાં લોકો બોળકોની સ્કૂલ ફી ભરે કે પછી લાઇટબિલ ભરે કે ઘરમાં રાશન ભરે, ત્યારે હાલના સમયમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં પણ લોકો પોતાના નોકરી ધંધા કરવા નીકળી પડે છે. ત્યારે મજૂર વર્ગ કે જે પોતાના વતનથી દૂર બે પૈસા કમાવા માટે બીજા રાજ્યોમાં રહે છે. તેમની હાલત તો વધારે ખરાબ છે. તેમને અત્યારે ના તો રોજનું કામ મળે છે. ના તો તેમની પાસે એવી કોઇ બચત છે કે તેઓ છ મહિના સુધી બેસીને ખાઇશકે. ઘણા લોકો મદદ કરે છે પરંતુ જનસંખ્યા એટલી છે કે કોણ કોની અને કેટલી મદદ કરે.

દુનિયામાં કોરોનાના કારણે ચાર લાખ લોકોના મૃત્યુ થયા છે. તેમ જ ૭૩ લાખ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમ જ આ મહામારી સામે હજુ પણ કેટલાક દેશો લડત આપી રહ્યા છે. ત્યારે કેટલાક એવા પણ દેશો છે કે જેમને કોરોનાને હરાવ્યો છે. અને તે દેશોમાં કોરોનાનો હાલમાં એક પણ કેસ નથી. આવા દેશોના લિસ્ટમાં સૌપ્રથમ નામ ન્યૂ ઝીલેન્ડનો આવે છે. અહી ગત સોમવારે કોરોનાનો છેલ્લો દરદી સ્વસ્થ થઇને ઘરે પહોંચી ગયો છે.

કોરોનાના એક પણ કેસ ના હોય તેવા દેશ પણ નિયમોનું પાલન કરે છે:

હાલમાં દુનિયામાં ૨૫ એવા દેશ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી તેમ છતાં તે દેશમાં આ તમામ દેશો ચુસ્તપણે કેટલાક નિયમોનું પાલન કરી રહ્યા છે. જેમકે દરેક જગ્યાએ લોકોનું સ્કેનિંગ કરવું, હાથને વારે વારે ધોવા, જો ખરાબ તબિયત હોય તો અન્ય લોકોના સંપર્કમાં ના આવવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, કોઇ જગ્યાએ ભીડમાં એકઠા ના થવું, તેમ જ કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તરત જ સરકારને જાણ કરવી, આવા ઘણા નિયમો કે જે હાલમાં દેશમાં કોરોનાના કેસ ના હોવા છતાં પણ સુરક્ષાના ભાગરૂપે આવા તમામ નિયમોનું દેશના તમામ નાગરિકોએ પાલન કરવાનું રહે છે. અને આવા નિયમોથી જ કેટલાક દેશો કોરોનામુક્ત બન્યા છે અને તે દેશો અત્યારે અન્ય દેશોને પ્રત્સાહિત કરી રહ્યા છે.

દેશમાં ખૂબજ ઝડપથી વધી રહ્યા છે કેસ

કોરોના વાઇરસના કેસ દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણના બાબતે દેશ ઇટલીથી પણ આગળ નીકળી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં ૨૭૬૫૮૩ કેસ નોંધાયા છે. જેમાં ૭૭૪૫ લોકોના મૃત્યુ થયા છે. તેમ જ ૧૩૫૨૦૬ કેસ સારા પણ થઇ ગયા છે. બુધવારે સવાર સુધીમાં દુનિયામાં ૭૩૧૬૯૪૪ લોકો કોરોનાથી સંક્રમિત થયેલા છે. તેમ જ ૪૧૩૬૨૭ લોકોનો જાવ કોરોનાના કારણે ગયો છે. દુનિયાભરમાં કોરોના વાઇરસના કારણે ૩૬૦૨૫૦૨ દરદીઓ સારા થયા છે.

June 11, 2020
tamilnadu-1.jpg
1min20730

કોરોના મહામારીને કારણે તમિળનાડુમાં દસમા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને હવે પ્રમોટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મુખ્ય પ્રધાન કે. પલાનીસ્વામીએ મંગળવારે 9 June જણાવ્યું હતું. અગાઉ ૧૧મા ધોરણની પરીક્ષા પણ લેવાઇ શકી નહોતી.

ત્રણ માસિક દરમિયાન વિદ્યાર્થીઓના વર્તનને ધ્યાનમાં રાખીને ૮૦ ટકા માર્ક અને તેમની હાજરીને આધારે વીસ ટકા માર્ક આપવામાં આવશે.

મદ્રાસ હાઇ કોર્ટે અગાઉ કહ્યું હતું કે નવ લાખ વિદ્યાર્થીના જીવ આ રીતે જોખમમાં મૂકી શકાય નહીં. આ સિવાય સરકારને કોરોનાના જોખમને કારણે પરીક્ષાઓ મુલતવી રાખવા અંગે વિચાર કરવાનું સરકારને કહ્યું હતું. તેના આધારે રાજ્ય સરકારે ઉક્ત નિર્ણય લીધો હતો.

પલાનીસ્વામીએ કહ્યું હતું કે અગાઉ ૧૫મીથી પચીસમી જૂન સુધી પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું, પરંતુ આ બાબત હાઇ કોર્ટમાં ગઇ હતી અને કોર્ટે પરીક્ષા લેવા અંગે વિચાર કરવાનું કહ્યું હતું. સરકાર આ બાબતે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાને કારણે પરીક્ષા લેવાનું શક્ય ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પ્રમોટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

June 11, 2020
petrol-diesel-1.jpg
1min6000

પેટ્રોલના ભાવમાં બુધવારે લિટર દીઠ ૪૦ પૈસાનો અને ડીઝલના ભાવમાં ૪૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઑઇલ ક્ષેત્રની જાહેર ક્ષેત્રીય કંપનીઓએ ભાવમાં ફેરફાર કરવા સંબંધિત ૮૨ દિવસના બ્રેકનો અંત આવ્યો એ પછી આ સતત ચોથો દૈનિક ભાવવધારો છે.

દિલ્હીમાં પેટ્રોલનો લિટર દીઠ ભાવ વધારીને રૂપિયા ૭૩.૦૦થી વધીને રૂપિયા ૭૩.૪૦ થયો છે, જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા ૭૧.૧૭થી વધારીને રૂપિયા ૭૧.૬૨ કરવામાં આવ્યો છે, એમ સરકારી માલિકીની ઑઇલ માર્કેટિંગ કંપનીઓના નોટિફિકેશનમાં જણાવાયું હતું.

ભાવવધારો દેશભરમાં કરાયો છે. જોકે, રાજ્યોમાં સ્થાનિક વેચાણ વેરા અથવા વેલ્યૂ એડેડ ટેક્સને આધારે નક્કી કરાશે. રવિવારથી કરવામાં આવેલા લાગલગાટ ચોથા ભાવવધારામાં એકંદરે પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૧૪ અને ડીઝલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૨૩ વધ્યો છે.

June 9, 2020
CIA_Live_Logo_New2.jpg
2min8310

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કરેલા પરીણામમાં સુરત શહેરના જુદા જુદા પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સ્કુલોનું ટકાવારી પરીણામ સુરત શહેર જિલ્લામાં સૌથી ઉંચું છે. અઠવાલાઇન્સ વિસ્તારની સ્કુલોનું ટકાવારી પરીણામ 91.42 ટકા છે.

સુરત શહેર જિલ્લામાં કુલ 48 પરીક્ષા કેન્દ્રોના 350થી વધુ બિલ્ડીંગો પરથી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા લેવામાં આવી હતી. આ તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની શાળાઓનું પરીણામ સૌથી વધુ 91.42 ટકા જ્યારે સુરત શહેર જિલ્લામાં સૌથી ઓછું પરીણામ સુરતના ભાગળ વિસ્તારની સ્કુલોનું 40.70 ટકા આવ્યું છે.

અઠવાલાઇન્સ વિસ્તારની સ્કુલોનું ભણતર વખાણવા લાયક કેમ છે એના કારણો જોઇએ તો

  • 2019ના પરીણામની સરખામણીએ બહુ જૂજ પરીક્ષા કેન્દ્રો 2020ના પરીણામમાં વધારો કરી શક્યા છે. જેમાં અઠવા કેન્દ્રનો સમાવેશ થાય છે.
  • 2020ની ધો.10ની પરીક્ષામાં 91.42 ટકા પરીણામ લાવનાર અઠવાલાઇન્સની સ્કુલોનું 2019નું પરીણામ 89.48 આવ્યું હતું.
  • 2019ની તુલનામાં આ વખતે અઠવાલાઇન્સ વિસ્તારની શાળાઓના ટકાવારી પરીણામમાં 1.94 ટકાનો વધારો થયો છે.
  • સતત બે વર્ષથી અઠવાલાઇન્સ વિસ્તારની સ્કુલોનું પરીણામ સરેરાશ 90 ટકા રહ્યું છે.

સુરત શહેર જિલ્લાના 48 કેન્દ્રોનું ટકાવારી પરીણામ

ભાગળ કેન્દ્રની સ્કુલોનું પરીણામ 14 ટકા ઘટી ગયું

સુરત શહેરના ભાગળ કેન્દ્ર વિસ્તારમાં આવેલી શાળાઓના ટકાવારી પરીણામમાં 2019ની સરખામણીમાં 2020માં 14 ટકાનો જંગી ઘટાડો જોવાયો છે. ભાગળ કેન્દ્રનું 2019નું પરીણામ 55.20 ટકા હતું જે 2020માં ઘટીને 40.70 ટકા સુધી નીચે ઉતરી ગયું છે. ભાગળ કેન્દ્ર એટલે શહેરના વોલસિટી, કોટ વિસ્તારમાં આવેલી સ્કુલોનો સમાવેશ અહીં થાય છે. અહીંના એજ્યુકેશનનો ગ્રાફ સતત નીચે ઉતરી રહ્યો છે.

એવી જ રીતે પલસાણા કેન્દ્રમાં આવેલી સ્કુલોનું પરીણામ પણ 2019ની તુલનામાં 15 ટકા જેટલું નીચે ગયું છે. પલસાણા કેન્દ્રનું 2020નું પરીણામ 63.35 ટકા આવ્યું છે.

વરાછા કેન્દ્રનું 87.35 ટકા અને અડાજણનું 86.44 ટકા પરીણામ

Latest on This Web

June 9, 2020
CIA_Live_Logo_New2.jpg
2min42810

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કરેલા ધો.10ના પરીણામમાં સૂરત શહેર જિલ્લામાંથી કુલ 350 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યા હતા. આ તેજસ્વી વિદ્યાર્થીઓ કઇ કઇ સ્કુલના છે એની વિગતો નીચે મુજબ છે.

એ-વન ગ્રેડ ધરાવતી અન્ય શાળાઓની માહિતી

  • સદભાવના સંકુલ વરાછા 05
  • આઇ.પી. સવાણી સ્કુલ લંબેહનુમાન રોડ 04
  • ઉમરીગર ઇંગ્લીશ મિડીયમ સ્કુલ ઉમરા 03
  • અક્ષર જ્યોતિ સ્કુલ વરાછા 03
  • સરસ્વતી વિદ્યાલય એ.કે. રોડ 03
  • નિલકંઠ કન્યા વિદ્યાલય વેડરોડ 03
  • સી.સી. શાહ એક્સેપેરિમેન્ટલ સ્કુલ પારલે પોઇન્ટ 02
  • એસ્પાયર સ્કુલ મોટા વરાછા 02
  • નાલંદા વિદ્યાલય પૂણા 01
  • મહર્ષી વેદવ્યાસ વિદ્યાસંકુલ સરથાણા 01
  • ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કુલ વેલંજા 01
  • વિદ્યાવિહાર સંકુલ ડીંડોલી 01
  • માતૃભૂમિ વિદ્યાભવન વરાછા 01
  • વાલ્મીકિ વિદ્યાલય કામરેજ 01
    ઓમશાંતિ વિદ્યાભવન        પૂણા     01
     કે.એન્ડ એમ.પી. પટેલ સ્કુલ અમરોલી 01
    જ્ઞાનદીપ વિદ્યાલય યોગી ચોક 01

સુરત શહેર અને જિલ્લાના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ

Latest on C.I.A. Live

June 9, 2020
CIA_Live_Logo_New2.jpg
3min15740

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું આજે જાહેર થયેલું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ આંચકારૂપ જણાય રહ્યું છે. ગુજરાતનું ઓવરઓલ પરીણામ ગત વર્ષ કરતા 6 ટકા ઓછું છે. કેટલાક ફાઇન્ડીંગ્સ અમને પરીણામના એનાલિસીસ પરથી મળ્યા છે જે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

2019 કરતા 40,297 વધુ નાપાસ

  • C.I.A. Live Analysis : ધો.10માં 2020માં કુલ 3 લાખ 12 હજાર નાપાસ થયા છે, 2019માં આ આંકડો 2.71 લાખનો હતો. આ વર્ષે કુલ 40 હજાર 297 વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા વધુ નાપાસ થયા છે.

કુલ 3,12,097 નાપાસ પૈકી 3.10 લાખ ગણિતમાં

  • C.I.A. Live Analysis : ધો.10માં નાપાસ થયેલા કુલ 3,12,097 વિદ્યાર્થીઓ પૈકી ગણિત વિષયમાં જ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 3,10,833 છે.

ઇંગ્લિશ મિડીયનું પરીણામ 86 ટકા ગુજરાતીનું 57 ટકા

  • C.I.A. Live Analysis : મિડીયમવાઇઝ પરીણામમાં ઇંગ્લિશ મિડીયમની સ્કુલોનું પરીણામ ગુજરાતી અને હિન્દી મિડીયમની સ્કુલો કરતા અનેક પ્રકારે ઉંચું અને ચઢીયાતું છે. ઇંગ્લિશ મિડીયમનું ધો.10નું ઓવરઓલ પરીણામ 86.75 ટકા છે. જ્યારે ગુજરાતી મિડીયમનું પરીણામ ફક્ત 75.54 ટકા છે. હિન્દી મિડીયમનું પરીણામ ફક્ત 65.94 ટકા આવ્યું છે.

કન્યાઓનું પરીણામ કુમારો કરતા 10 ટકા ઉંચું

  • C.I.A. Live Analysis : કન્યાઓનું પરીણામ કુમારો કરતા વધુ ચઢીયાતું પુરવાર થયું છે. કુલ 66.62 ટકા કન્યાઓ આજે ધો.10ની પરીક્ષા પાસ કરી શકી છે જેની સામે કુમારોનું પરીણામ ફક્ત 56.63 ટકા જ છે.

ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓનું અંગ્રેજી કાચું

C.I.A. Live Analysis : ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓને ભાષામાં સેકન્ડ લેંગ્વેજ તરીકે અંગ્રેજી શીખવવામાં આવે છે. સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીનું પરીણામ પણ સાવ કંગાળ આવ્યું છે. કુલ 7,26,687 વિદ્યાર્થીઓ પૈકી 5.13 લાખ પાસ થયા છે જ્યારે 2.02 લાખ વિદ્યાર્થીઓ જે ગુજરાતી મિડીયમના છે તેઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે.

આખા રાજ્યમાં સુરતનું પરીણામ અવ્વલ રાજ્યના 60 ટકા સામે સૂરતનું પરીણામ 74 ટકા

C.I.A. Live Analysis : આખા રાજ્યનું સરેરાશ પરીણામ 60 ટકા છે તેની સામે સૂરત શહેર જિલ્લાનું પરીણામ 74 ટકા રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા તેજસ્વી તારલાઓની સંખ્યા પણ સૂરતમાં છે. સૂરતમાં કુલ 350 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે.

SSC Result At A glance

SSC Results District Wise

District wise Detailed Results

સૂરતના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ

સૂરતના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ

Latest on this Web