CIA ALERT

Alert Archives - Page 253 of 521 - CIA Live

June 22, 2020
corona-gujarat.jpg
1min4350

રાજયમાં છેલ્લાં 24 કલાકમા કોરોનાના નવા 580 કેસ નોંધાયા હતા. એક દિવસની અંદર આ સૌથી વધારે કેસ છે. સામાન્ય રીતે જ્યાં ઓછા કેસ નોધાય છે તે સુરતમાં કેસનો રાફડો ફાટયો હોય તેમ 176 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં દરરોજ 300થી વધુ કેસ આવતા હોય છે જ્યારે રવિવારે 273 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 27,000ને પાર થઇને 27,317 પર પહોચ્યો છે.

રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં કુલ 580 કેસમાંથી 176 કેસ સુરતમાંથી મળતાં તંત્ર દોડતુ થઇ ગયુ હતું. રાજયમાં રવિવારે 25 દર્દીના મૃત્યું થયા હતા તેમાં અમદાવાદમાં 20 અને સુરતના ત્રણ સાથે રાજયમાં કુલ મૃત્યુઆંક 1664 પહોંચ્યો છે. અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 મૃત્યું નોંધાયા છે. અમદાવાદમાં જૂન મહિનામાં પહેલી વખત 300થી ઓછા કેસ નોંધાયા છે.

જિલ્લાવાર સ્થિતી જોઇએ તો વડોદરામાં 41 નવા કેસ, ગાંધીનગરમાં 15 કેસ, ભરૂચમાં 10, અરવલ્લીમાં 9, ભાવનગર અને જામનગરમાં 8-8, વલસાડમાં 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3 કેસ, મહેસાણા, જુનાગઢમાં 2-2 કેસ, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા 1-1 નવા કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં 655 ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 19,357 થઇ છે. કુલ 6,296 એક્ટિવ દર્દીમાંથી 59 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 6,237 સ્ટેબલ છે.

June 22, 2020
petrol-diesel-1.jpg
1min4730

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૬.૦૪ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૮ પૈસા વધીને રૂ. ૭૬.૬૯ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૩૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૯.૨૩ થયા હતા અને ડીઝલના ભાવ ૬૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૮.૨૭ થયા હતા.

કોલકાતામાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. ૮૦.૯૫ થયા હતા અને ડીઝલના ભાવ લિટર દીઠ રૂ. ૭૩.૬૧ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવવધારો થાય છે. પંદર દિવસ સતત ભાવવધારો કર્યા બાદ પેટ્રોલના ભાવ લગભગ આઠ રૂપિયા વધી ગયા છે અને ડીઝલના ભાવ ૮.૮૮ રૂપિયા વધી ગયા છે.

પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ ૬૩ ટકા તો ટૅક્સ હોય છે.

June 21, 2020
daman.jpg
1min5890

ખાણીપીણીના શોખીન સુરતીઓએ જેને મામાનું ઘર જેવું હુલામણું નામ કે કોડવર્ડ આપ્યો છે એ દમણની સરહદો ફરીથી સીલ કરવામાં આવી છે. દમણમાં વધી રહેલા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યાને પગલે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની સરહદો હવે અધિકૃત વ્યક્તિઓ સિવાય બહારના લોકો માટે બંધ કરવામાં આવી છે. દમણમાં છેલ્લા એક અઠવાડીયામાં 27 જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. દમણમાં મળેલા પોઝીટીવ દર્દીઓ પૈકી મોટા ભાગના દર્દીઓ દમણમાં નોકરી માટે આવતા શ્રમિકોના હોવાનું જણાય આવે છે. દમણ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એકમોમાં મોટી સંખ્યામાં શ્રમિકો દમણ બહારથી આવતા હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.

ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોરોના વાયરસના કેસ વધવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા ગુજરાત સાથેના જોડાયેલી બોર્ડર અચોક્કસ મુદત માટે સીલ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

June 20, 2020
corona-gujarat.jpg
1min5250

ગુજરાતમાં પણ 24 કલાકમાં 540 નવા કેસ સામે આવ્યા છે. જેથી હવે કોરોના સંક્રમણથી અસર પામનાર કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 26198 થઈ છે.

કોરોના સંક્રમણને હરાવીને વધુ 340 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમાં અમદાવાદમાં 206, ભરુચ અને પંચમહાલમાં 7-7, મહેસાણામાં 6, ગાંધીનગર અને ખેડામાં 5-5, સાબરકાંઠામાં 4, પાટણ અને રાજકોટમાં 3-3, ભાવનગર અને જામનગરમાં 2-2, અરવલ્લી અને કચ્છમાં 1-1, જુનાગઢમાં 2, મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1, સુરતમાં 55, વડોદરામાં 21 આણંદમાં 8 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેથી રાજ્યમાં કોરોના સંક્રમણને હરાવીને કુલ સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા પણ 18167 થઈ છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6412 થઈ છે. જેમાંથી 6345 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 67 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,14,301 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિઓના અવસાન થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ હવે 1619 થયો છે. જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,17,590 દર્દીઓને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. જેમાંથી 2,13,661 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે.

India Covid-19 update

June 20, 2020
rs_gujarat.jpg
2min5740

ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણયે ઉમેદવારો અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરિ અમીનનો વિજય થયો હતો, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા અને ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, બીટીપીના બે ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ જ મતદાનથી અળગા રહીને કૉંગ્રેસની જીત પર પાણી ફેરવી દીધું હતું, જ્યારે એનસીપીના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ કૉંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હોવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે ક્રોસ વોટીંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મતદાન બાદ પાંચ વાગ્યે મતગણતરી શરૂ થતાં જ કૉંગ્રેસે કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના ધારાસભ્ય પદના પદ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાથી સબજ્યુડીશ તરીકે તેમનો મત અલગ રાખવાની અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બીમાર હોવાના ખોટા પુરાવા ઊભા કરીને ભાજપે શંકરસિંહ ચૌધરીને સાથે રાખીને વોટ અપાવ્યો હોવાનો મુદ્દો ઉઠાવીને તેમનો મત પણ રદ કરવાની માંગણી કરતા ગણતરી વિલંબમાં પડી હતી.

રાજ્યમાં ત્રણ મહિના પહેલા જ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થયાં બાદ ભાજપે તેના ૧૦૩ ના સંખ્યા બળને પ્રમાણે બે ઉમેદવારોને બદલે અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કૉંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી એમ બે ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ ત્યારે જ કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપના ત્રણેય ઉમેદવારોની જીતના સંકેત આપ્યા હતા. તેમ છતાં કૉંગ્રેસને જીતની આશા હતી, પરંતુ કોરોના મહામારીને કારણે ચૂંટણી મુલતવી રહ્યાં બાદ ચૂંટણીની નવી તારીખે જાહેર કર્યા બાદ બીજા ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. જોકે આખરે એક અપક્ષ અને બે બીટીપીના ધારાસભ્યોના મતનો વિશ્ર્વાસ હતો.

આખરે શુક્રવારે યોજાયેલા મતદાનમાં બીટીપીના બન્ને ધારાસભ્યો મતદાનથી અળગા રહેતા કૉંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, જ્યારે શક્તિસિંહ ગોહિલ પ્રેફરન્સ મતાધિકારને કારણે સંખ્યા બળ પ્રમાણ જીત્યા હતા. કુલ ૧૭૦ મત પડ્યા હોવાથી દરેક ઉમેદવારે જીતવા માટે ૩૪ મતની જરૂર પડી હતી. આ પહેલા બીટીપીના બે ધારાસભ્યને ગણીને ૧૭૨ મત થતા હતા અને જીત માટે એક ઉમેદવારને ૩૪.૪૦ મતની જરૂર હતી. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કૉંગ્રેસના ૬૫ ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ ૬૬ મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટતા હતા.

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની બે બેઠક પર ભાજપનો તો એક બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો. રાજસ્થાનની રાજ્યસભાની બે બેઠક પર કૉંગ્રેસનો તો એક બેઠક પર ભાજપનો વિજય થયો હતો. આંધ્ર પ્રદેશમાં વાયએસઆરસીપીનો રાજ્યસભાની ચારેય બેઠક પર વિજય થયો હતો. તેના ઉમેદવાર સુભાષચંદ્ર બોઝ, મોપીદેવી વેંકટા રામન્ના, અલ્લા અયોધ્યારામી રેડ્ડી અને પરિમલ નટવાણી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

મેઘાલયની બેઠક પર નેશનલ પીપલ્સ પાર્ટી-એનપીપીનો વિજય થયો હતો. એનપીપીના ઉમેદવાર ડબ્લ્યુ. આર. ખારલુખીનો મેઘાલયની રાજ્યસભાની બેઠક પર વિજય થયો હતો. એનપીપીને ટેકો આપવા બદલ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ એમડીેના તમામ ભાગીદારોનો આભાર માન્યો હતો.

મણિપુર રાજ્યસભાની બેઠક પર ભાજપનો વિજય થયો હતો.

વિધાનસભામાં પ્રવેશવા પર હાઈ કૉર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં વિધાનસભાના સ્પીકરે કૉંગ્રેસના ત્રણ બળવાખોર વિધાનસભ્યને મતદાનમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.

રાજીનામું આપનારા ભાજપના ત્રણ વિધાનસભ્યએ મતદાન નહોતું કર્યું.

ટેકો પાછો ખેંચી લેનાર એનપીપીના ચાર પ્રધાને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એઆઈટીસીના એકમાત્ર ધારાસભ્ય મતદાનની પ્રક્રિયામાં હાજર નહોતા રહ્યા. અગાઉ, રાજ્યસભાની ૧૯ બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે શુક્રવારે સવારે નવ વાગે શરૂ થયું હતું અને સાંજે ચાર વાગે પૂરું થઈ ગયું હતું.

આઠ રાજ્ય (ગુજરાત-૦૪, આંધ્ર પ્રદેશ ૦૪, રાજસ્થાન ૦૩, ઝારખંડ ૦૨, મેઘાલય અને મિઝોરમ પ્રત્યેકમાં ૦૧ બેઠક) પર એકસાથે જ મતદાન યોજવામાં આવ્યું હતું.

કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે નિયમિત તૈયારી ઉપરાંત સૅનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.

જુદા જુદા ઍન્ટ્રી અને ઍક્ઝિટ ગૅટની પણ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી હતી.

થર્મલ સ્ક્રિનિંગ બાદ જ ધારાસભ્યોને મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રાજ્યસભાની પંચાવન બેઠકનો હિસ્સો એવી ૧૯માંથી ૧૮ બેઠક અગાઉ આ વરસે ખાલી પડી હતી.

પંચાવનમાંથી ૩૭ બેઠક ચૂંટણી વિના જ ભરાઈ ગઈ હતી.

બાદમાં ચૂંટણી પંચે કણાટકની ચાર, મિઝોરમ અને અરુણાચલ પ્રત્યેકની એક બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી હતી.

તાજેતરમાં જ વિદેશથી પાછા ફરેલા કૉંગ્રેસના ધારાસભ્યએ રાજ્યસભામાં કરેલા મતદાન અંગે ભાજપે શુક્રવારે એમ કહીને વિરોધ નોંધાવ્યો હતો કે તેમણે ક્વૉરન્ટાઈનના નિયમનો ભંગ કર્યો હતો.

મિઝોરમમમાં રાજ્યસભાની એકમાત્ર બેઠક માટેની ચૂંટણીમાં ભાજપના એકમાત્ર ધારાસભ્યએ મતદાન નહોતું કર્યું. આ બેઠક પર એનડીએનો સાથી પક્ષ એમએનએફ ત્રિકોણીય જંગમાં સંડોવાયેલો હતો જે બાબતે મુખ્ય પ્રધાન ઝોરામથાન્ગાને એમ કહેવા પ્રેર્યા હતા કે બંને પક્ષ વચ્ચેનું જોડાણ મુદ્દા આધારિત છે અને હાલની બાબતોને ધ્યાનમાં લઈને જવાબ ‘હા કે ના’ આપવાનો પક્ષને અધિકાર છે. પક્ષના રાજ્ય એકમના પ્રમુખ વાન્લાલ્હમુઆકાના જણાવ્યાનુસાર બુદ્ધધન ચકમા મતદાનમાં ગેરહાજર રહ્યા હતા કેમ કે ભગવા પક્ષનો કોઈ ઉમેદવાર જ નહોતો.

June 19, 2020
ril-1280x721.jpg
1min5400

ભારતના અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીએ શુક્રવારે જાહેરાત કરી કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, કંપનીએ સમયથી પહેલા પોતાનું લક્ષ્ય પૂરું કરી લીધું છે. કંપની પર હવે તેની નેટ સંપત્તિ ઉપર કોઈ દેવું નથી. કંપનીએ 31 માર્ચ, 2021 સુધી તમામ દેવામાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું હતું. 

શુક્રવારે સવારે મુકેશ અંબાણી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેં શેરહોલ્ડર્સને માર્ચ 2021 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેવા મુક્ત કરવાનું વચન આપ્યું હતું જે મેં સમયથી પહેલા પૂર્ણ કર્યું છે. 

કંપનીએ જણાવ્યું છે કે, કંપનીએ જે રાઈટ્સ ઈશ્યુ અને જિયોમાં હિસ્સેદારી વેચીને સંપૂર્ણ રકમ ખૂબ જ ઓછા સમયમાં ભેગી કરી છે આવું દુનિયાભરમાં અત્યાર સુધી થયું નથી. ગ્રૂપે જણાવ્યું છે કે, એવું દેશના કોર્પોરેટ ઈતિહાસમાં ક્યારેય થયું નથી અને આ એટલા માટે ખાસ છે કેમકે કંપનીએ આ કોરોના મહમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની વચ્ચે હાંસલ કર્યું છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 22 એપ્રિલથી શરૂ કરીને નવ અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મને લઈને 11 ડિલ કરી હતી જેમાં કંપનીએ 24.70 ટકા હિસ્સેદારી વેચીને 1,15,693.95 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. 

June 19, 2020
CIA_Live_Logo_New2.jpg
3min5140

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી મોરીસને આજરોજ તા.19 જુનને શુક્રવારે એક પત્રકાર પરીષદને સંબોધતા એ રહસ્ય પરથી પડદો ઉંચક્યો હતો કે ઓસ્ટ્રેલિયાના ડિજિટલ નેટવર્ક પર સિફતપૂર્વક છતાં મેસીવ કક્ષાનો સાઇબર એટેક કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારી, બિઝનેસ, પોલિટકલ સંસ્થાઓ વગેરેના ડિજિટલ નેટવર્કને ઠપ કરી દેવાના ઇરાદે સાઇબર હુમલો કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના સરકારી, બિનસરકારી, શૈક્ષણિક, રાજકીય સંસ્થાઓના ડિજિટલ નેટવર્ક પર સાઇબર એટેક કરવામાં આવ્યો હોવાની માહિતી ખુદ ઓસ્ટ્રેલિયન પી.એમ. મોરીસને આપી છે.

ઓસ્ટ્રેલિયન પી.એમ. મોરીસનના આ નિવેદન બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓસ્ટ્રેલિયાના વહીવટને ખોરવી નાંખવા તેમજ અંધાધૂંધી ફેલાવવા માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે વેબસાઇટ્સ તેમજ ડિજિટલ નેટવર્કને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન પી.એમ. મોરીસને એપણ જણાવ્યું હતું કે એક ચોક્કસ દેશ તરફથી આ કૃત્ય કરવામાં આવ્યું છે.

News in English

The Australian government is grappling with massive cyber attacks from what Prime Minister Scott Morrison has described as a “malicious” and “sophisticated” state-based actor.

Morrison revealed the existence of the attacks during a press conference on Friday, adding that a “state-based cyber actor” is “targeting Australian organizations across a range of sectors, including all levels of government, industry, political organizations, education, health, essential service providers and operators of other critical infrastructure.”

He did not specify which agencies or businesses are believed to be under attack, nor did he detail the exact nature of the attacks — though he did say that the government’s investigation has not uncovered any “large-scale personal data breaches.”

Morrison also did not say which state Australia believes to be behind the attack. But he told reporters that “there are not a large number of state-based actors that can engage in this type of activity.”

“It is clear … that this has been done by a state-based actor with very, very significant capabilities,” Morrison added.

The attacks are also not new, and Morrison made clear that such threats are a “constant issue for Australia to deal with.” But he added that he was prompted to speak Friday because the “frequency has been increasing” over “many months.”

https://www.abc.net.au/news/2020-06-19/foreign-cyber-hack-targets-australian-government-and-business/12372470

June 19, 2020
corona-gujarat.jpg
1min8220

ગુજરાતમાં કોરોના વાઈસરનો પોઝિટિવ દરદીઓના કુલ કેસ ૨૫ હજારને પાર થઇ ચૂક્યા છે. જ્યારે કુલ ૧,૫૬૧ના મોત નોંધાયા હતા. ચાર દિવસથી રોજ ૫૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.

રાજ્યમાં બુધવારની સાંજ સુધીના છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૨૦ કેસ નોંધાયા છે અને ૨૭ દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે ૩૪૮ દર્દીને રજા આપવામાં આવી છે. બુધવારની સાંજ સુધીના જિલ્લા દીઠ આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૧૭,૬૨૯ કેસ અને ૧૨૫૩ મોત, સુરતમાં ૨૭૭૯ કેસ અને ૧૦૬ના મોત, વડોદરામાં ૧૬૮૨ કેસ અને ૪૭મોત, ગાંધીનગર ૫૨૦ કેસ અને ૨૨ના મોત, ભાવનગરમાં ૧૭૪ કેસ અને ૧૩ના મોત, બનાસકાંઠામાં ૧૫૬ કેસ અને ૮ના મોત, આણંદમાં ૧૩૫ કેસ અને ૧૩ના મોત, અરવલ્લીમાં ૧૫૨ કેસ અને ૧૪ના મોત, રાજકોટમાં ૧૭૧ કેસ પાંચના મોત, મહેસાણામાં ૧૯૩ કેસ અને નવના મોત, પંચમહાલ ૧૩૧ કેસ અને ૧૫ના મોત સહિત રાજ્યના તમામ જિલ્લામાં કુલ ૨૫,૧૪૮ કેસ અને ૧૫૬૧ મોત થઇ ચૂક્યાં છે.

June 19, 2020
narmada.jpg
1min6900

નર્મદા બંધની જળ સપાટી ૧૨૭.૪૬ મીટરની ઉપર પહોંચી ગઇ છે અને લાઇવ સ્ટોરેજ ૨૭૦૦ એમસીએમની આસપાસ છે. ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સા પ્રમાણે મધ્ય પ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. તેની મુખ્ય નહેર દ્વારા લગભગ ૮,૬૦૦ ક્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટર પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે, મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર કેનાલ દ્વારા સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમ જ નર્મદા મુખ્ય નહેરમાંથી ઉદવહન કરીને ઉત્તર ગુજરાતમાં આવેલા નાના નાના જળાશયો, તળાવો વગેરે ભરવામાં આવી રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું કે, નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસમાથી હાલમાં પાણી આવી રહ્યું છે.

આ ઉપરાંત ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોઈ નર્મદા બેઝિનના કેચમેન્ટ એરીયામાં વરસાદ પડતો હોવાથી પાણીનો આવરો હાલમાં ૪૦ હજાર ક્યૂસેક જેટલો નોંધાઇ રહ્યો છે તેની સામે હાલમાં પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન કર્યા પછી ૩૩ હજાર ક્યૂસેક પાણીનો ફ્લો ભરુચ તરફ વહી રહ્યો છે.

નર્મદા ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૬,૩૫૦ મિલિયન ક્યૂબીક જેટલો નોધાયેલ છે.

સરદાર સરોવર ડેમની કુલ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ૯,૪૬૦ મિલિયન ક્યૂબીક મીટર છે.

June 19, 2020
nepal-mapjpg.jpg
1min5310

નેપાળની સંસદના ઉપલા ગૃહે પણ ગુરુવારે ભારતના ત્રણ પ્રદેશ પર નેપાળનો દાવો રજૂ કરતા નવા નકશા સંબંધિત બંધારણીય સુધારાને સર્વાનુમતે મંજૂરી આપી હતી.

આ ત્રણ પ્રદેશમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાનો સમાવેશ છે. કે. પી. શર્મા ઓલી નેપાળના વડા પ્રધાન છે અને ચીન સાથે બહુ નજીકની દોસ્તી ધરાવે છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે તેઓ ત્રણેય પ્રદેશ ભારત પાસેથી પાછા લેશે.

ગુરુવારે ઉપલા ગૃહમાં બધા ૫૭ મેમ્બર હાજર હતા અને તેમણે નકશા સંબંધિત સુધારા ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું. ખરડાની વિરુદ્ધમાં એક પણ વોટ નહોતો પડ્યો.

ભારતે અગાઉ જ નેપાળના આ દાવાને ‘અસમર્થનીય’ અને ‘કૃત્રિમ વિસ્તરણ’ તરીકે ઓળખાવ્યો હતો. શનિવારે નેપાળની સંસદના નીચલા ગૃહે સર્વાનુમતે નવા ભૌગોલિક નકશાને બહાલી આપી હતી અને હવે નેશનલ ઍસેમ્બ્લી તરીકે ઓળખાતા ઉપલા ગૃહે પણ બહાલી આપતા સંસદની પૂર્ણપણે મંજૂરી નેપાળ સરકારને મળી ગઈ છે.

નેપાળે ગયા મહિને પોતાનો આ નવા રાજકીય નકશો બહાર પાડ્યો હતો. નવેમ્બર, ૨૦૧૯માં ભારતે નવો નકશો બહાર પાડ્યો એના છ મહિના બાદ (મે મહિનામાં) નેપાળે ત્રણેય પ્રદેશને પોતાનામાં સમાવતો નકશો બહાર પાડીને વિવાદ શરૂ કર્યો હતો. ૧૮મી મેએ નેપાળના પ્રધાનમંડળે નવા નકશાને સમર્થન આપ્યું હતું.

ગુરુવારે ઉપલા ગૃહે મંજૂર કરેલો ખરડો અધિકૃત બનાવવા હવે રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીને મોકલવામાં આવશે અને એ પછી ખરડો બંધારણમાં સમાવવામાં આવશે. ત્યાર બાદ નવો નકશો નેપાળના સત્તાવાર દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાશે.

૮મી મેએ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લિપુલેખ પાસને ઉત્તરાખંડ રાજ્યના ધારચુલા સાથે જોડતા ૮૦ કિલોમીટર લાંબા રોડના બાંધકામનું ઉદ્ઘાટન કર્યું એ પછી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો તંગ થયા છે.

નેપાળે આ ઉદ્ઘાટનનો વિરોધ કરતા કહ્યું હતું કે જો આ રોડ બનશે તો એના પ્રદેશમાંથી પસાર થયો કહેવાશે. એવું કહીને નેપાળે નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાના પ્રદેશ તરીકે ઓળખાવ્યા હતા.