CIA ALERT

Alert Archives - Page 200 of 518 - CIA Live

January 13, 2021
Ram-Mandir2.jpg
1min689

દાન આપીને તરત જ પાવતી માગજો : શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ

અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર ભવ્યાતિભવ્ય બને અને જે રીતે ખ્રિસ્તી સમાજ માટે વેટીકન, મુસ્લિમ સમાજ માટે મક્કા ધાર્મિક સ્થળ છે એ જ રીતે વિશ્વભરમાં પથરાયેલા હિન્દુઓ માટે અયોધ્યા રામ મંદિર આસ્થાનું પ્રતિક બને એ હેતુથી આગામી 15 જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી 2021 સુધી સુરત શહેરમાંથી દાન ઉઘરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દરેક હિન્દુ પોતાના ઘરેથી 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા કે પોતાની ક્ષમતા અનુસાર જે રાશિ રામ મંદિર નિર્માણ કાજે દાન આપે તેવી અપીલ કરવામાં આવી છે.

શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિએ કહ્યું કોઇને પણ દાન ઉઘરાવવાનું કામ કે સત્તા આપી નથી

રામ મંદિર નિર્માણ માટે દાન ઉઘરાવવાનું ભગીરથ કાર્ય પૂર્ણ થાય એ માટે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ, સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજના મોભીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. મિટિંગમાં સમાજના મોભેદારો માંથી કોઈ પાછળ રહેવા માંગતું નથી. શતાબ્દીઓ ના સંઘર્ષ બાદ બની રહેલ આ ભવ્ય મંદિર નિર્માણમાં દરેક હોદ્દેદારો પોતાના મોટા સમર્પણ દ્વારા અગ્રેસર રહેવા ઇચ્છુક છે.

સુરતમાં ડાયમંડ, ટેક્સટાઇલ્સ, બિલ્ડર જેવી વિવિધ ઉદ્યોગ જગતમાં નિધિ સંગ્રહના પ્રયાસો ક્રિયાન્વિત થઈ ગયા છે. સમગ્ર સુરત મંદિર નિર્માણમાં સહભાગી થવા હિલોળે ચડ્યું છે. સુરતના તમામ હોસ્પિટલ, ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગકારોના શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણ માં પોતાના સમર્પણ ના રૂપમાં આપવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ આહવાન કરે છે

સમિતિના અગ્રણીઓએ વિશ્વના સૌથી મોટા નિધિ સંગ્રહ અભિયાનમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સુરતના રામપ્રિય હિન્દુ સમાજને રાશિ આપતી વખતે પાવતી / કુપનો માગવાનો આગ્રહ રાખવા જણાવે છે.

આ પ્રેસ વાર્તામાં સુરત સમિતિના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, ડાયમંડ એસોસીએસનના માજી પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી , આર.એસ.એસ. સુરતના મંત્રી કેતનભાઈ લાપસીવાલા, વી.હી.પરિષદ સુરત મહાનગર ઉપાધ્યક્ષ અને અભિયાન સમિતિ ના સદસ્ય વિક્રમસિંહજી શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.

January 13, 2021
sonusood.jpg
1min549

લૉકડાઉનમાં ગરીબ અને મજુરોના મસીહા બનેલા બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) સતત ચર્ચામાં હતા. પણ અત્યારે અભિનેતા મુશ્કેલીમાં સંડોવાયેલ છે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું સોનુ સૂદ પ્રત્યે કડક વલણ દેખાઈ રહ્યું છે. બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં પાલિકાએ કહ્યું કે, ‘સોનુ સૂદ રીઢો ગુનેગાર છે. જે અગાઉની બે વખતની તોડફોડની કાર્યવાહી છતાં જુહુમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહે છે’.

Sonu Sood in Difficulty: BMC's accusation on actor- Ignoring the notice  made the residential building a hotel; Police complaint - Global Rumour

પાલિકાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં અભિનેતા સોનુ સૂદને નોટિસ આપી હતી. તેણે આ નોટિસને ડિસેમ્બરમાં કોર્ટમાં પડકારી હતી, પણ તેની યાચિકા રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો સહારો લીધો. તેના પર હાઇકોર્ટે પાલિકાને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. પાલિકાએ એફિડેવિટમાં કહ્યું કે પિટિશનર (સોનુ સૂદ) આદતથી ગુનેગાર છે અને ગેરકાયદેસર રીતે પૈસા કમાવા ઈચ્છે છે. તેમણે લાઇસન્સ વિભાગની અનુમતિ વગર ઘ્વસ્ત કરાયેલા ભાગનું ફરીવાર ગેરકાયદેસર રીતે નિર્માણ કરાવ્યું, જેથી તે હોટલ તરીકે યુઝ થઇ શકે.

તમને જણાવી દઈએ કે, પાલિકા તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ. બી. નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર છ માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. એવો પણ આરોપ છે કે, સોનુ નોટિસ મળ્યા બાદ પણ બિલ્ડિંગમાં સતત ગેરકાયદેસર બાંધકામ કરાવતો રહ્યો.

શરદ પવારને મળ્યો

Amid tussle with BMC, Sonu Sood meets NCP chief Sharad Pawar

દરમિયાન મંગળવારે 12 January 2021 સાંજે સોનુ સૂદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યો હતો. બન્ને વચ્ચે અંદાજે અડધો કલાક સુધી વાતચીત ચાલી હતી. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, સોનુ સૂદે શરદ પવારને કહ્યું હતું કે તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું. અમુક લોકો તેને બદનામ કરવા ઈચ્છે છે.

January 13, 2021
CIA_Live_Logo_New2.jpg
1min652

કોવિડ-19 મહામારીએ દેશ અને સમગ્ર વિશ્વમાં અવરોધ ઉભા કર્યા છે. ત્યાં સુધી કે વિદ્યાર્થી સમુદાય સૌથી વધુ પ્રભાવિત શૈક્ષણિક ગતિવિધિઓમાંથી એક છે. અત્યાર સુધી સ્કૂલ અને કોલેજ ફરીથી શરૂ નથી થઈ. કે.આઈ.આઈ.ટી. ડીમ્ડ યુનિવર્સિટી ‘ન્યૂ નોર્મલ’ને અનુકૂળ થનાર પહેલી સંસ્થા હતી. આ લોકડાઉનની શરૂઆતથી જ 50 દેશોમાં પોતાના 30 હજાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગોનો પ્રારંભ કરનાર દેશની પહેલી યુનિવર્સિટી છે. ઓનલાઈન શિક્ષણ, જે સફળતાપૂર્વક અને અસરકારક રીતે ચાલી રહ્યું છે. જેણે યુનિવર્સિટીના પોતાના શૈક્ષણિક કાર્યક્રમ સંપૂર્ણપણે જાળવી રાખવામાં મદદ કરી છે.. કે.આઈ.આઈ.ટી.એ પોતાની સારી ટેક્નોલોજી અને સારી ઈન્ટરનેટ સ્પીડના કારણે વર્ચ્યુઅલ મોડ પર પરીક્ષાઓ, દીક્ષાંત સમારોહ, સેમિનાર, વર્કશોપ વગેરે જેવી તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓ સુચારૂ રીતે ચલાવી.. વર્ષ 1992માં એક પ્રતિષ્ઠિત વ્યાવસાયિક શિક્ષણ કેન્દ્ર સ્વરૂપે કે.આઈ.આઈ.ટીની સ્થાપના પ્રખ્યાત શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર પ્રોફેસર અચ્યુત સામંતે કરી હતી. જોકે, તેને 1997માં ઉચ્ચ શિક્ષણ કેન્દ્ર તરીકે પણ ખોલવામાં આવી હતી. જેને આધાર વર્ષ માનવામાં આવે છે. વર્ષ 2001માં ડિગ્રી એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓની પહેલી બેચ પાસ આઉટ થઈ હતી. કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપના બાદ કેમ્પસ પ્લેસમેન્ટમાં ખૂબ જ સફળ ટ્રેક રેકોર્ડ માટે જાણીતી છે. આ પ્રવૃત્તિને જાળવી રાખતાં તેણે 2019-20ના સ્નાતક બેચ માટે ઉત્કૃષ્ટ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રાપ્ત કર્યું છે.
મહામારીની સ્થિતિ વચ્ચે પણ યુનિવર્સિટીએ પોતાના વર્ષ 2020-21ના પાસ આઉટ બેચ માટે રેકોર્ડ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રાપ્ત કરવા માટે સક્રિય છે. આ પ્રક્રિયા જે પહેલી જુલાઈથી ઓનલાઈન શરૂ થઈ હતી, પહેલેથી જ કે.આઈ.આઈ.ટી ડીમ્ડ યુનિવર્સિટીના સ્કૂલ્સ ઓફ ટેકનોલોજી (એસ.ઓ.ટી)ના લગભગ 80 ટકા યોગ્ય વિદ્યાર્થીઓના પરિણામ સ્વરૂપ છે. કોવિડ-19ની નિરાશાને દૂર કરતા વર્ષ 2021 પાસિંગ આઉટ બેચ માટે કેમ્પસ પ્લેસમેન્ટ હેતુ 90 કંપનીઓએ ઓનલાઈન મુલાકાત કરી છે અને 3500 જોબ ઓફર આપી છે. 2500 એસ.ઓ.ટી. વિદ્યાર્થીને પહેલેથી જ વિભિન્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં રાખવામાં આવ્યા છે. એક હજારથી વધુ વિદ્યાર્થીઓના હાથમાં અનેક ઓફરો છે. વિદ્યાર્થીઓને 30 લાખ રૂપિયા, 24 લાખ રૂપિયા અને 19 લાખ રૂપિયાના ઉંચા સેલેરી પેકેજ સાથે નોકરીની ઓફર મળી છે. જોકે, સરેરાશ સેલેરી 6 લાખ રૂપિયા છે. કંપનીઓ 2021ના એપ્રિલ સુધીમાં કે.આઈ.આઈ.ટીના વધુ 700 વિદ્યાર્થીઓની નિયુક્તિ કરવાના પ્લેટમેન્ટ માટે પ્રતિબદ્ધ છે..
ભલે કેમ્પસ પ્લેસમેન્ટ ઓનલાઈન આયોજીત કરાઈ રહ્યા હોય પરંતુ છેલ્લા શૈક્ષણિક સત્રની તુલનામાં કે.આઈ.આઈ.ટીએ પોતાનો રેકોર્ડ  સારો બનાવ્યો છે. કે.આઈ.ટી. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને કે.આઈ.આઈ.ટી. સ્કૂલ ઓફ લો માં કેમ્પસ પ્લેસમેન્ટ હજી શરૂ થયું છે અને આશા છે કે આ બંને સ્કૂલ દર વર્ષની જેમ 100 ટકા સફળતા પ્રાપ્ત કરશે.
કે.આઈ.આઈ.ટીમાં પ્લેસમેન્ટની સફળતાથી માતા-પિતા અને વિદ્યાર્થી ખુબ ખુશ છે. કોવિડ-19 મહામારી ફેલાયા બાદ વિદ્યાર્થીના માતા-પિતા અને વાલી પોતાના બાળકોના ભવિષ્ય અંગે નિરાશ થઈ ગયા હતા. ખાસ કરીને કેમ્પસ પ્લેસમેન્ટ મુદ્દે. લાંબા સમય સુધી લોકડાઉનના કારણે સંપૂર્ણ કોર્પોરેટ જગતને ઓછા કર્મચારીઓ અને ત્યાં સુધી કે મોટા પાયે છંટણીનો સહારો લેવાના કારણે નોકરીઓનું દ્રશ્ય ધૂંધળું લાગી રહ્યું હતું. જોકે, તમામ અવરોધોની વિરૂદ્ધ કે.આઈ.આઈ.ટી 2020-21ના પોતાના સ્નાતક બેચ માટે ખૂબ જ સારું કેમ્પસ પ્લેસમેન્ટની ખાતરી આપે છે. આ સંસ્થાપક પ્રોફેસર અચ્યુત સામંતના નેતૃત્વના કારણે સંભવ થયું છે. જેમણે કોર્પોરેટ જગતમાં કે.આઈ.આઈ.ટીની એક મજબૂત બ્રાન્ડિંગ અને એક અસાધારણ સક્રિય શિક્ષણ અને પ્લેસમેન્ટ સેલ ઉભુ કર્યું છે.. કે.આઈ.આઈ.ટીએ 195 આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક ટાઈ-અપ કર્યું છે. જે વિદેશમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ અવસર આપશે. કે.આઈ.આઈ.ટી ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં દર વર્ષે લગભગ 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્લેસમેન્ટની સુવિધા આપે છે. પ્રસિદ્ધ શિક્ષણવિદ્,ઉદ્યોગપતિઓ અને પ્રમુખ હસ્તીઓ, જીવનના દરેક દ્રષ્ટિકોણથી કે.આઈ.આઈ.ટીની મુલાકાત કરે છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને અપાર રોકાણ પ્રાપ્ત કરે છે. અભિનવ મંચ નોબેલ લેક્ચર સીરીઝ થકી 22 નોબેર પુરસ્કાર વિજેતાઓએ કે.આઈ.આઈ.ટીમાં દવા, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જૈવ વિજ્ઞાનથી લઈને અર્થ વ્યવસ્થા સુધીના વિષયો પર પ્રવચન આપ્યા છે..
ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓ, ઉત્કૃષ્ટ શિક્ષણવિદ અને સંશોધન પર કે.આઈ.આઈ.ટી.ના ફોકસનો સકારાત્મક પ્રભાવ દર્શાવે છે. હાલ લગભગ 100 સંશોધન અને પરામર્શ યોજનાઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફંડિંગ એજન્સીઓ દ્વારા ફંડ મેળવે છે. યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ લગભગ 12 હજાર શોધપત્ર વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં પ્રકાશિત કરી છે. 4500થી વધુ શોધપત્રોને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝમાં સ્કોપસ જેવા ઉચ્ચ પ્રશસ્તિ પત્રની યાદીમાં સામેલ કરાયા છે. વાસ્તવમાં વિશ્વસ્તરીય પાયાના માળખાથી વધુ, ઉત્કૃષ્ટ શિક્ષણવિદ્ અને સંશોધન પર કે.આઈ.આઈ.ટીનું ધ્યાન વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એકમો દ્વારા ઉચ્ચ ગ્રેડમાં એની માન્યતામાં પરિલેખન થાય છે. તેને ભારત સરકાર દ્વારા એક ‘ઈન્સ્ટીટ્યૂશન ઓફ એમિનેન્સ’ સ્વરૂપે માન્યતા અપાઈ છે. આ એન.એ.એ.સી. દ્વારા ‘એ’ ગ્રેડમાં અને એન.બી.એ.દ્વારા એન્જિનિયરીંગ પ્રવાહ માટે ટીયર 1 (વોશિંગટન એકોર્ડ)માં માન્યતા પ્રાપ્ત છે. તેના બી.ટેક.પ્રોગ્રામ્સને પ્રતિષ્ટિત ઈન્સ્ટીટ્યૂશન ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (આઈ.આઈ.ટી), યૂ.કે. દ્વારા માન્યતા મળી છે.
કે.આઈ.આઈ.ટી.ને ભારત સરકારની અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટીટ્યૂશન્સ ઓન ઈનોવેશન અચીવમેન્ટ્સ (એ.આર.આઈ.આઈ.એ.)2020માં ભારતના સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રથમ સ્થાન અપાયું હતું. આ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા ‘વર્કપ્લેસ ઓફ ધ ઈયર’ શ્રેણીમાં ‘એવોર્ડ એશિયા 2020’ના વિજેતા છે. અનેક પ્રશંસાઓ વચ્ચે તેને એ.આઈ.સી.ટી.ઈ. દ્વારા 13માં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા- ડી.એલ.શાહ ક્વોલિટી સિલ્વર એવોર્ડ અને વિશ્વકર્મા એવોર્ડથી સન્માનિત કરાય છે. કે.આઈ.આઈ.ટી. પાસે એન.આઈ.આર.એફ., ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.), ક્વાકરેલ્લી સાયમોન્ડ્સ (ક્યૂ.એસ.) અને અન્ય ઘણા રાષ્ટ્રીય અને વૈશ્વિક રેન્કિંગમાં પ્રભાવશાળી સ્થાન છે.
દેશમાં સ્પોર્ટ્સને એક યુનિવર્સિટી તરીકે આગળ વધારવા માટે કે.આઈ.આઈ.ટી.નું સૌથી મોટું યોગદાન છે. આ એક શૈક્ષણિક સંસ્થામાં સ્થિત સૌથી વિસ્તૃત અને વ્યાપક પાયો છે. કે.આઈ.આઈ.ટી.એ સેંકડો પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કર્યા છે, જેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓલિમ્પિક, યુનિવર્સિટી રમતોત્સવ, રાષ્ટ્રમંડળ ખેલ અને એશિયન ગેમ્સમાં ભારત માટે ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

January 12, 2021
vaccine.jpg
1min589

ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને પોતાના અંદાજે ૩.૫ લાખ સભ્યને કોરોના સામેની રસી સ્વૈચ્છિક રીતે લેવા હાકલ કરી હતી કે જેથી વિશ્ર્વના અન્ય લોકો જોઇ શકે કે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક છે.દેશના ડૉક્ટરોના સંગઠન ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને રસીને લગતા વિજ્ઞાની ડેટા, નિષ્ણાતોની

સમિતિના અહેવાલની વ્યાપક સમીક્ષા કરીને અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ તેમ જ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)ના નિષ્ણાતોની સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ પોતાના આશરે ૩.૫ લાખ સભ્યને દેશની સરકારે બહાર પાડેલી કોવિડ-૧૯ સામેની બે રસી લેવા હાકલ કરી હતી.

ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને જણાવ્યું હતું કે અમે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક હોવાનું વિશ્ર્વને બતાવી આપવા માટે ૧,૮૦૦ સ્થાનિક શાખા ખાતે સ્વૈચ્છિક રીતે રસી લેવા આગળ આવવા અમારા સભ્યોને અનુરોધ કર્યો છે.

ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય વિજ્ઞાનીઓ, દેશમાંના અત્યાધુનિક દવાના નિષ્ણાતો અને ભારત સરકારે આ બે રસી બહાર પાડવા માટે કરેલું કાર્ય પ્રશંસાપાત્ર છે. આ બન્ને રસી દેશની પરિસ્થિતિ અને વાતાવરણને ધ્યાનમાં રાખીને સાચવવી અને વાપરવી સરળ છે.

તેણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ઔષધના ક્ષેત્રે મહાસત્તા બનવા માટે આગળ વધી રહ્યું છે. 

January 12, 2021
supreme.jpg
1min506

આજે મંગળવાર તા.12મી જાન્યુઆરી 2021ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્રમાં રહેલી મોદી સરકારને લપડાક આપતા સૂચના આપી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા બીજો આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાની અમલવારી કરવી નહીં. ત્રણેય કૃષિ કાયદાઓ પર બેમુદતી સ્ટે આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કરવા જણાવ્યું છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, વધુ આદેશ ના અપાય ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર રોક રહેશે. ખેડૂતોની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની કમિટી રચવામાં આવશે.

સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ખેડૂતોને સહકાર આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, કોઈપણ તાકાત તેમને ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ઘમસાણને ઉકેલવા કમિટી રચવાથી રોકી શકે તેમ નથી.

કોર્ટની Modi Governmentને ફટકાર

Supreme Court slams Modi Government's style of functioning in the execution  of Farm Laws - PGurus

નવા કૃષિ કાયદાનો વિરોધ કરતી અનેક અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ જે રીતે આગળ વધી રહી છે, એ નિરાશાજનક છે અને આ મામલે અમે મંગળવારે ચુકાદો જાહેર કરીશું.

સુનાવણી વખતે કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તેઓ એક કમિટી બનાવશે અને જે ખેડૂતો આ કાયદાને ટેકો આપે છે, એમને કમિટી સમક્ષ આવીને આ વાત કહેવા દો. ત્યાં સુધી તમે કૃષિ કાયદાનો અમલ રોકી રાખો.

અમે કોઇપણ કાયદા પર સ્ટે આપવાની તરફેણમાં નથી, પણ એટલું જ કહેવા માગીએ છીએ કે કાયદાનો અમલ હમણાં ન કરો. કૃષિ કાયદા પર સ્ટે તમે આપશો કે અમે પગલું ભરીએ?

ચીફ જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એસ. એસ. બોપન્ના તથા વી. રામાસુબ્રમનિયનની ખંડપીઠે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ આત્મહત્યા કરી છે, વૃદ્ધો અને મહિલાઓ આંદોલનમાં જોડાયા છે. આ શું ચાલી રહ્યું છે? આ કાયદા સારા હોવાની વાત કરતી હોય એવી એકપણ અરજી અમારી સમક્ષ આવી નથી.

કૃષિ કાયદાના થઇ રહેલા વિરોધનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાની આગેવાનીમાં કમિટી બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતો.

ખંડપીઠે જણાવ્યું હતું કે તેઓ પોતાનો આદેશ તબક્કાવાર રીતે જાહેર કરશે.

સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમી વાટાઘાટ નિષ્ફળ ગઇ હતી અને હવે ૧૫મી જાન્યુઆરીએ ફરીથી બંને પક્ષના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાવાની છે.

January 10, 2021
mamta.jpg
1min455
West Bengal, Jan 04 (ANI): West Bengal Chief Minister Mamata Banerjee addresses during a press conference, in Kolkata on Monday. (ANI Photo)

પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વેક્સિનને લઇને એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેમના રાજ્યમાં લોકોને કોરોનાની વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. સરકાર આની માટે તમામ સ્તર પર વ્યવસ્થા કરી રહી છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશનના શરૂઆતના તબક્કામાં પહેલાં સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. એક અનુમાન પ્રમાણે, તેમની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે.

બંગાળમાં આ વર્ષે યોજાનારી વિભાનસભાની ચૂંટણી પહેલાં મમતાની આ જાહેરાત મહત્વની માનવામાં આવી રહી છે. વેક્સિન મફ્તમાં આપવાના નિર્ણય અંગે મમતા બેનર્જીએ સરકારી આદેશ પણ જાહેર કરી દીધો છે. 

મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ જાહેરાત કરતાં ખુશી અનુભવું છે કે અમારી સરકાર રાજ્યના તમામ લોકોને વિના મૂલ્યે કોરોનાની વેક્સીનની સુવિધા આપવાની વ્યવસ્થા કરી રહી છે. મમતા બેનર્જી સરકારની આ જાહેરાત પર ભાજપનું કહેવું છે કે મમતા કેન્દ્ર સરકારના કામની ક્રેડિટ લેવાનો પ્રયાસ કરી રહી છે.

ગયા અઠવાડિયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, ત્રણ કરોડ ફ્રન્ટ લાઇનર્સને આ વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. દેશની બાકીની જનતાને વેક્સિન માટે પૈસા ચૂકવવા પડશે કે કેમ, તે અંગે હજુ ચિત્ર સ્પષ્ટ નથી. કહેવાઇ રહ્યું છે કે, રાજ્ય સરકાર નક્કી કરશે કે તેમના લોકોને મફ્તમાં વેક્સિન મળશે કે પૈસા ચૂકવવા પડશે. 

January 10, 2021
covaxin.jpg
1min591

ભારતમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ-૧૯ સામે રસીકરણની ઝુંબેશ શરૂ કરાશે. ત્રણ કરોડ હૅલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેની રસીકરણની આ સૌથી મોટી ઝુંબેશ ગણાવી હતી.

સરકારે જણાવ્યું હતું કે મોદીએ કોવિડ-૧૯ના રસીકરણની ઝુંબેશ માટેની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીની ઉચ્ચ સ્તરની બેઠકમાં સમીક્ષા કરી હતી અને તે પછી રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

સરકારે સ્પષ્ટતા કરી હતી કે લોહડી, મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહૂ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને જ ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીથી દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકણના કાર્યક્રમને શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

રસીકરણમાં હૅલ્થકૅર, ફ્રન્ટલાઇન વર્કરને પ્રાથમિકતા આપ્યા બાદ પચાસ વર્ષથી મોટી વયના લોકો અને એકથી વધુ રોગના લક્ષણ ધરાવતા દરદીઓને રસી અપાશે. દેશમાં આવા કુલ લોકોની સંખ્યા અંદાજે ૨૭ કરોડ છે.

મોદીએ ઉચ્ચ સ્તરની બેઠક બાદ ટ્વીટ કર્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯ સામેની લડતમાં ૧૬ જાન્યુઆરીથી મોટા પાયે રસીકરણ શરૂ કરાશે.

તેમણે જણાવ્યું હતું કે રસીકરણમાં આપણા બહાદુર ડૉક્ટરો, હૅલ્થકૅર અને સફાઇ કર્મચારીઓ સહિતના ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે. ભારતે તાજેતરમાં બે રસી – સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી ઑક્સફર્ડની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને તાકીદના વપરાશ માટે મંજૂરી આપી હતી. દેશમાં નોંધાયેલા કોરોનાના અંદાજે ૧.૦૪ કરોડ દરદીમાંથી હાલમાં આશરે ૨,૨૪,૧૯૦ ઍક્ટિવ કૅસ છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૧.૫ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

January 10, 2021
CIA_Live_Logo_New2.jpg
4min539
Image may contain: 1 person, standing
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા અને તેમના મિત્રમંડળ દ્વારા સુરત ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ તા.9 જાન્યુઆરીએ સાંજે અઠવાલાઇન્સ આદર્શ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો એ વેળા મંચ પર ઉપસ્થિત મહાનુભાવો CiA Live News Report

તા.9મી જાન્યુઆરી 2021ને શનિવારની સંધ્યાએ સુરતના અઠવાલાઇન્સ ખાતેના આદર્શ ભવન ખાતે યોજાયેલા અભિવાદન સમારોહને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે એવી ગર્જના કરી હતી કે કોંગ્રેસ માટે પેજ પ્રમુખની સ્કીમ તેમના નેતા પરેશ ધાનાણીના કહેવા મુજબ સાચે જ અણુબોંબ સમાન પુરવાર થવાની છે. ભાજપાના પેજ પ્રમુખ સમા અણુ બોંબનો પ્રતિકાર કરવામાં કોંગ્રેસ વામણી પુરવાર થઇ છે. સુરતના નાનપુરા, ટીમલિયાવાડ સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના શ્રી અશોકભાઇ રાંદેરીયા દ્વારા સી.આર. પાટીલ તેમજ સુરત ભાજપાના નવા વરાયેલા હોદ્દેદારોને અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.

Image may contain: 1 person, standing
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા તેમજ ભાજપાના યુવા નેતા રાજુભાઇ સેલર એ ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી સીઆર પાટીલનું અભિવાદન કર્યું એ વેળાની તસ્વીર CiA Live News Report

શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપ સુરતના એવા નવયુવાનોનું ગ્રુપ છે જે છેલ્લા 30 વર્ષથી સામાજિક, સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે મળીને લોકહિતના કાર્યો કરે છે. શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોકભાઇ રાંદેરીયાએ સુરત શહેર ભાજપાના નવા વરાયેલા પદાધિકારીઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 120માંથી 120 બેઠકો મળે તેવી શુભેચ્છા પાઠવવા માટે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Image may contain: one or more people and people sitting
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા અને તેમના મિત્રમંડળ દ્વારા સુરત ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ તા.9 જાન્યુઆરીએ સાંજે અઠવાલાઇન્સ આદર્શ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો એ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો CiA Live News Report

શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપ, ટીમલીયાવાડ સુરત દ્વારા આ મહાનુભાવોનું અભિવાદન થયું

  • ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ,
  • સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા,
  • મહામંત્રી શ્રી મુકેશ દલાલ,
  • શ્રી કિશોર બિંદલ,
  • સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ,
  • ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી,
  • શ્રી અરવિંદ રાણા,
  • શ્રી વીડી ઝાલાવડીયા,
  • શ્રી સંગીતા પાટીલ
  • શ્રી રણજિત ચીમના
  • શ્રી પંકજ દેસાઇ
  • શ્રી લક્ષ્મણ કોરાટ,
  • શ્રી ભાવનાબેન પટેલ
  • શ્રી તેજલબેન કાપડીયા
  • શ્રી રાજેન્દ્ર પાટીલ
  • શ્રી સુમિત્રાબેન પટેલ
  • શ્રી વિરલ ગીલીટવાલા
  • શ્રી ભીખાભાઇ પટેલ તેમજ
  • શ્રી પ્રવીણભાઇ માળીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ સમારોહને સંબોધતા શ્રી સી.આર. પાટીલે કહ્યું કે કાર્યકરો જ ભાજપાની મોટી તાકાત છે. પેજ પ્રમુખ બનાવવા માટે ભાજપાના કાર્યકરો કેટલી જહેમત ઉઠાવી રહ્યા છે તેના દાખલા ટાંકતા તેમણે કહ્યું કે કોઇ કાર્યકર પાર્ટીની ટિકીટ મળે છે એ માટે પેજ પ્રમુખ કમિટીએ બનાવી રહ્યા છે એવું કહીને તેનું અપમાન નહીં કરી શકાય. શિસ્તબદ્ધ રીતે ભાજપાના કાર્યકરો પેજ પ્રમુખોનું સંચાલન કરી રહ્યા છે. તેમણે પેજ પ્રમુખ થકી ચૂંટણીમાં આસાનીથી વિજય કેવી રીતે મળી શકે તે માટેનું ગણિત આંકડા સાથે સમજાવ્યું હતું.

Image may contain: 1 person, standing
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયાએ સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષનું અભિવાદન કર્યું એ વેળાની તસ્વીર CiA Live News Report

સી.આર. પાટીલે કહ્યું કે ભાજપાને 100 એ 100 ટકા જીત મેળવવાની આદત પડી ગઇ છે, કાર્યકરોની તાકાતથી ભાજપા આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.

Image may contain: 1 person, standing
January 8, 2021
breaking_CIA-1280x831.jpg
4min901

Jayesh Brahmbhatt 98253 44944

કોરોનાને કારણે 2020ના વર્ષ માટેના IITsમાં પ્રવેશ માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફાર 2021ના વર્ષે પણ કન્ટીન્યુ કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે IITsમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (ઓછામાં ઓછા માર્ક) ધો.12માં 75 ટકા હતી. આ નિયમને 2021ના વર્ષ માટે પણ હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે 2020 બાદ 2021ના વર્ષ માટે (ફક્ત આ વર્ષ પૂરતું) જ ધો.12માં ઓછામાં ઓછા 75 ટકા હોય તો જ IITsમાં પ્રવેશ મળી શકે તેવો નિયમ હટાવવામાં આવ્યો છે.

વધુમાં જેઇઇ મેઇન્સ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ 4 વખત લેવાની જાહેરાત બાદ મહત્વની જાહેરાત એ પણ કરવામાં આવી છે કે IITsમાં પ્રવેશ માટે જેનું મેરીટ ગણવામાં આવે છે એ IITs એડવાન્સ્ડ પરીક્ષા તા.3 જુલાઇ 2021ના રોજ ઓનલાઇન લેવામાં આવશે. આ પરીક્ષા ઓફલાઇન લેવાની કોઇ જોગવાઇ નથઈ. IITs ખડગપુર દ્વારા લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા ઇંગ્લિશ ઉપરાંત હિન્દીમાં પણ લેવાશે.

The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur

The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur in English and Hindi languages, Union Education Minister Ramesh Pokhriyal Nishank said.

In the wake of the coronavirus epidemic, 75 per cent eligibility criterion for admissions to Indian Institutes of Technology (IITs) will be waived this year, he added.

The criteria for admissions to any programme in the IITs includes performance in Class XII or equivalent board examinations, with physics, chemistry, mathematics, one language and any other subject other than the above four.

The CBSE examinations for Class X and XII will be held from May 4 to June 10 and the results announced by July 15. The Joint Entrance Examination Advanced will be taken up thereafter.

The JEE Advanced 2022 will be conducted by IIT-Bombay and JEE Advanced 2023 by IIT- Guwahati.

“The special eligibility criterion for JEE 2021 is for those eligible candidates who registered for JEE Advanced 2020 but could not sit in the exams,” said Nishank.

These students will however have to register again for the 2021 exams and pay the required fees.

The students can use an app developed by the National Testing Agency to take mock tests for practice in the run-up to the JEE exams.

Earlier, the Minister had announced that JEE Mains would be held in February, March, April, and May every year. The JEE Main is slated to be held between February 23 and 26 this year.

January 7, 2021
Cia_women_train2.jpg
1min953

મહિલાઓએ ગુડ્ઝ ટ્રેન ચલાવી અને સંપૂર્ણપણે સંચાલન પણ સુપેરે કર્યું : ભારતમાં આવું પહેલીવાર બન્યું

CiA Live આ ન્યુઝને ઘનિષ્ઠતાથી પ્રમોટ કરી રહ્યા છીએ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મહિલાઓ અમુક કાર્યો કરી શકે જ નહીં એવી ગેરમાન્યતાના વાામાંથી આપણે બહાર આવી રહ્યા છે એની પ્રતીતિ કરાવતી ઘટના શેર કરતા આનંદ અનુભવું છું. મહિલા કશું પણ કરી શકે છે, કરીયર કાઉન્સિલર હોવાના નાતે અનેક દિકરીઓને મેં મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં અભ્યાસ કરવા પ્રેરી હતી અને તેઓ આજે જબરદસ્ત કામ કરી રહી છે. બાકી એ દિકરીઓને એવું જ કહેવાયું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગ મહિલાઓ માટે છે જ નહીં.

મહિલાઓને પ્લેન ઉડાડતા તમે સાંભળ્યું, જોયું હશે પણ મહિલાઓ ટ્રેન ચલાવે છે એવું તમને પહેલીવાર અમે CiA Live જણાવી રહ્યા છે

આખી ગુડ્ઝ ટ્રેન ચલાવી, સંચાલન કર્યું અને એ પણ જોરદાર રીતે

મહિલાઓએ મહારાષ્ટ્રના વસઇથી ગુજરાતના વડોદરા સુધી ગુડ્ઝ ટ્રેનનું સંચાલન સુપેરે કર્યું. રેલવે મિનિસ્ટર પિયુષ ગોયેલના જણાવ્યા અનુસાર તો વસઇથી વડોદરા સુધીની ગુડઝ ટ્રેનને હંકારવાથી લઇને ગાર્ડ સહિતના તમામ પદો પર મહિલાઓ હતી અને તેમણે ક્યાંય પણ કોઇની હેલ્પ લીધા વગર પોતાની ફરજ જોરદાર રીતે અને પ્રેરણાદાયી રીતે અદા કરી છે.

ભારતના રેલવે મંત્રીએ ખુદ મહિલાઓના આ કાર્યને બિરદાવતા કહ્યું કે સ્ત્રી સશક્તિકરણનું આ એક અદભૂત ઉદાહરણ છે.