જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાની વેબસાઈટ પર અલગ દેશ દર્શાવતા મેપને ટ્વિટરે હટાવી લીધો છે. વિવાદિત મેપ સામે આવ્યા બાદ ભારતમાં ટ્વિટરને ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે રાતે ટ્વિટરે વિવાદિત નકશો વેબસાઈટ પરથી હટાવી લીધો છે.
સોમવારની સવારે ટ્વિટરની વેબસાઈટ પર આ વિવાદિત નકશો સામે આવ્યો હતો. વેબસાઈટ પર કરિયર સેક્શનમાં ટ્વીટર લાઈફ શીર્ષક હેઠળ આ વિવાદિત નકશો દર્શાવવામાં આવ્યો હતો. નવા આઈટી રૂલ્સને લઈને ટ્વિટરનો ભારત સરકાર સાથે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન જ વિવાદિત નકશો સામે આવ્યા બાદ ટ્વિટરની મંશા પર અનેક સવાલો ઊભા થયા હતા. જેના કારણે ટ્વિટરને લોકોની ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતવાસીઓએ પણ આ વિવાદિત નકશોને લઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો અને માઈક્રોબ્લોગિંગ મંચની વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એ પછી તો ટ્વિટર પર #TwitterBan ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
આવું પહેલીવાર નથી બન્યું કે ટ્વિટરે ભારતના નકશોને ખોટી રીતે દર્શાવ્યો હોય. આ પહેલાં ટ્વિટરે લેહને ચીનનો ભાગ દર્શાવ્યો હતો. વાત એમ છે કે, ભારત સરકાર સતત દેશના નવા આઈટી રૂલ્સની જાણી જોઈને આંખ આડા કાન કરવાનો આરોપ ટ્વિટર પર લગાવી ચૂકી છે.
નવા નિયમો હેઠળ આ માઈક્રોબ્લોગિંગ મંચને મધ્યસ્થી તરીકેની મળેલી કાયદાકીય રાહત સમાપ્ત થઈ ચૂકી છે અને એવામાં ઉપયોગકર્તાઓ દ્વારા પોસ્ટ કરવામાં કોઈ પણ ગેરકાયદેસરની પોસ્ટ માટે ટ્વિટર જવાબદાર રહેશે. રવિવારે જ ભારતમાં ટ્વિટરના વચગાળાના ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. ધર્મેન્દ્ર ચતુરની તાજેતરમાં જ નિયુક્તિ થઈ હતી.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Sitharaman) અલગ અલગ આઠ રાહત પેકજ (guarantee scheme)ની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્ર (Health sectors) માટે એક નવું પેકેજ જાહેર કરાયું હતું.
નાણા મંત્રીએ કોવિડ પ્રભાવિત ક્ષેત્ર માટે 1.1 લાખ કરોડ લોન ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. કોરોના સંકટને પગલે ઊભી થયેલા પડકારોનો સામનો કરવા માટે કોવિડ-19થી પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં સ્વાસ્થ્ય ક્ષેત્રને 50 હજાર કરોડ અને અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયા. >> અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ રૂપિયા. >> સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે લોન પર 7.95%થી વધારે વાર્ષિક વ્યાજ નહીં હોય. >> અન્ય ક્ષેત્રો માટે વ્યાજનો દર 8.25%થી વધારે નહીં હોય.
સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 100 કરોડથી વધારે લોન રકમ
લોન ગેરંટી સ્કીમ હેઠળ હેલ્થ સેક્ટર માટે 100 કરોડથી વધારે લોન રકમ રાખવામાં આવી છે. જેના પર મહત્તમ વ્યાજ 7.95 ટકા લાગશે. જ્યારે અન્ય સેક્ટર્સ માટે મહત્તમ વ્યાજ 8.25 ટકા રાખવામાં આવ્યું છે. જેના કવરેજમાં જરૂરી પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.
ECLGS
>> ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધારાના આપવામાં આવશે. >> ECLGS 1.0, 2.0, 3.0માં અત્યારસુધી 2.69 લાખ કરોડ રૂપિાયનું વિતરણ >> સૌથી પહેલા આ સ્કીમમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ હતી. >> હવે આ સ્કીમની વિસ્તાર 4.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. >> અત્યારસુધી શામેલ તમામ સેક્ટર્સને તેને લાભ મળશે.
ક્રેડિટ ગેરંટી સ્કીમ
>> નાના વેપારી, વ્યક્તિગત એનબીએફસી, માઈક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ 1.25 લાખ સુધીની લઈ શકશે. >> જેના પર બેંકના MCLR પર વધારેમાં વધારે 2 ટકા ઉમેરીને વ્યાજ લઈ શકાશે. >> આ લોનની મુદત ત્રણ વર્ષ હશે. સરકાર ગેરંટી આપશે. >> આનો ઉદેશ્ય નવી લોનના વિતરણનો છે. >> 89 દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારના બોરોઅર આ માટે યોગ્ય ગણાશે. >> આ સ્કીમનો લાભ 25 લાખ લોકોને મળશે. >> આશરે 7500 કરોડ રૂપિયાનો જોગવાઈ કરવામાં આવશે. 31 માર્ચ, 2020 સુધી લાભ લઈ શકાશે.
પર્યટન ક્ષેત્ર:
ટૂરિસ્ટ ગાઇડ અને બીજા સ્ટેક હોલ્ડર્સ માટે આ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં વ્યક્તિગત લોન લઈ શકાશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ મદદ કરવામાં આવશે. જેમાં 100 ટકા ગેરંટી સરકાર તરફથી આપવામાં આવશે. 10 લાખ રૂપિયા પ્રતિ એજન્સી સુધી આપવામાં આવશે. જ્યારે લાઇસનધારક ટૂરિસ્ટ ગાઇડને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જેમાં કોઈ પ્રોસેસિંગ કે ક્લૉઝર ચાર્જ નહીં હોય. આ ગેંરટી મુક્ત યોજના છે.
આત્મનિર્ભર ભારત રોજગાર
>> આ સ્કીમની મુદત વધારીને 31 માર્ચ, 2022 સુધી કરવામાં આવી છે. >> અત્યારસુધી 21.42 લાખ લાભાર્થીઓને 9.2 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી. >> આ સ્કીમ અતંર્ગત સરકાર 15 હજારથી ઓછી કમાણી કરતા કર્મચારીઓના અને કંપનીઓના પીએફની ચૂકવણી કરશે. >> આ સ્કીમમાં 22,810 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આશરે 58.50 લાખ લોકોને લાભ મળશે. >> સરકાર કર્મચારી-કંપનીના 12%-12%નું પીએફ ભોગવશે.
કૃષિ ક્ષેત્ર
નાણા મંત્રીના કહેવા પ્રમાણે કૃષિ ક્ષેત્રમાં વર્ષ 2020-21 માટે 389.92 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા. જ્યારે 2021-22 દરમિયાન 432.48 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. આ માટે 85 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે ડીએપી સહિત તમામ પ્રકારના ન્યૂટ્રિશન માટે સબસિડીની રકમ 14 હજાર કરોડ રૂપિયાથી વધારેનો વધારો કરવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.
પ્રધાનમંત્રી ગ્રામીણ અન્ન યોજના
આ યોજના અંતર્ગત ગત વર્ષે 80 કરોડ લોકોને દર મહિને પાંચ કિલો ચોખા અને અન્ય અનાજ આપવામાં આવ્યું હતું. આ વખતે પણ મેથી નવેમ્બર સુધી ગરીબો માટે યોજના ચાલૂ રાખવામાં આવી છે. આ વખતે યોજના પાછળ 93,869 કરોડ રૂપિાય ખર્ચ થશે. બંને વર્ષને સાથે ગણીએ તો આ યોજના પાછળ કુલ 2 લાખ 27 હજાર 840 કરોડ રૂપિયા ખર્ચ થશે.
જાહેર સ્વાસ્થ્ય માટે 23,220 કરોડ રૂપિયા
ઇમરજન્સી હેલ્થ સેવા માટે આ વર્ષે 23,220 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષે આ માટે 15 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાંથી 9,000થી વધારે કોવિડ હેલ્થ કેર સેન્ટર બન્યા હતા.
સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ ) મા આજ તારીખ ૨૬ /૦૬ /૨૦૨૧ રોજ એલ.આઈ.સી. ગોલ્ડન જયુબેલી ફાઉન્ડેશન( LIC GOLDEN JUBILEE FOUNDATION) દ્વારા TATA WINGER અમ્બુલેન્સ દાનમાં આપવામાં આવેલ છે.
આ પ્રસંગે LIC દ્વારા ડાયમંડ હોસ્પિટલ પર અમ્બુલેસની અર્પણવિધિ આજ રોજ રાખવામાં આવેલ જેમાં LIC સુરત ડીવીઝન તરફથી શ્રી કે.જી .દરજી સાહેબ (સિનીયર ડીવીઝનલ મેનેજર ) , શ્રી હિમાંશુ પટેલ (માર્કેટિંગ મનેજર ) અને શ્રી દિલીપ દફલપુરકર (મેનેજર સેલ્સ) તેમજ હોસ્પિટલ તરફથી હોસ્પીટલના ચેરમેનશ્રી સી.પી.વાનાણી, વાઇસ ચેરમેનશ્રી માવજીભાઈ માવાણી , વાઇસ ચેરમેનશ્રી કેશુભાઈ ગોટી , અને મંત્રીશ્રી દિનેશભાઈ નાવડિયા, ખજાનચીશ્રી નાનુભાઈ વેકરિયા ,સહમંત્રી બાબુભાઈ કથીરિયા ,કન્વીનરશ્રી ડૉ.કનુભાઈ માવાણી, એડમિનિસ્ટ્રેટર ડૉ.હરેશ પાગડા, એચ.આર. પ્રિયંકા સિંહ વગેરે હાજર રહ્યા હતા .
સુરત શહેરની જનતાનાં આરોગ્યની સંભાળ માટે હમેશાં પ્રયત્નશીલ “ડાયમંડ હોસ્પિટલ”ને આપના દ્વારા તાત્કાલિક સારવાર હેતુ મળેલ અમ્બુલેન્સની અમૂલ્ય ભેટને સ્વીકારતા ધન્યતાની લાગણી અનુભવી તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ દ્વ્રારા LIC ના આ માનવતા સભર યોગદાન અને સહયોગ બદલ આભાર વ્યકત કર્યો હતો અને હોસ્પીટલના હોદેદારોએ અભારપત્ર અર્પણ કર્યો હતો .
ગુજરાતમાંથી જેઇઇ મેઇન્સ પરીક્ષા સવાલાખથી વધુ વિદ્યાર્થીઓ આપતા હોય છે, તેમાંથી આઇઆઇટી અને એનઆઇટીમાં માંડ 500 ને પ્રવેશ મળતો હોય છે, જેઇઇમાં 98 પીઆર આવ્યા પછી પણ સારી એનઆઇટી નથી મળી શકતી, આવી સ્થિતિમાં બે વર્ષ જેઇઇ પાછળ સૌથી મૂલ્યવાન સમય બગાડ્યો, રૂપિયા ખર્ચ્યા, મગજ બગાડ્યું, પરીવારનો માહોલ બગાડ્યા પછી વિદ્યાર્થીઓએ ધો.12 અને ગુજકેટના આધારે જ્યાં પ્રવેશ મળે છે ત્યાં ગુજરાત ટેક્નોલોજીલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવો પડે છે.
શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર તેમજ સી.આઇ.એ. લાઇવ અહીં આપને એ સમજ આપી રહ્યા છે કે 2020માં ગુજરાતની કઇ કોલેજો છે જ્યાં સૌથી પહેલા પ્રવેશ બંધ થયા અને કઇ એવી બ્રાન્ચ છે જ્યાં ટોપર્સે લાઇન લગાડી દીધી હતી. બ્રાન્ચની વાત કરીએ તો ટેક્નોલોજીની બ્રાન્ચ મેળવવા માટે ગુજરાતના ટોપર્સ વિદ્યાર્થીઓએ હોટકેકની જેમ પડાપડી કરી હતી. ઇન્ફર્મેશ એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇ.સી.ટી.), કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજી આ બ્રાન્ચમાં સૌથી ઉંચા મેરીટે પ્રવેસ ક્લોઝ થયા હતા એટલું જ નહીં પણ સૌથી વધુ વિદ્યાર્થીઓએ પણ કોર બ્રાન્ચની સરખામણીમાં ટેકનોલોજીની બ્રાન્ચમાં પ્રવેશ મેળવ્યા હતા.
Gujarat First 25 Cutoff 2020
www.cialive : ઉપરોક્ત ચાર્ટ ગુજરાતમાં એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા 2020માં ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ હાથ ધરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયાના અંતે જાહેર કરાયેલા કટઓફ માર્કસની છે. (સી.આઇ.એ. લાઇવ.)
2020માં ટોપર્સે નીચે દર્શાવેલી કોલેજોમાં સૌથી પહેલા એડમિશન કન્ફર્મ કરાવી દીધા હતા
કોરોનાની બીજી લહેરની ખતરનાક અસરો અને ભયાવહ સ્થિતિમાંથી હજુ તો માંડ બહાર નીકળ્યાનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે કોરોના વાઇરસનો જ ડેલ્ટા પ્લસ મ્યુટેન્ટ વાઇરસ અંગે વિશ્વભરમાંથી મળી રહેલી ખબરો અને તેમાં ભારતની સ્થિતિ અંગેના મળી રહેલા અહેવાલો પરથી જણાય આવે છે કે ફરી આપણે હતા ત્યાંને ત્યાં તો નથી જઇ રહ્યા ને.
કોરોનાનો જ વાઇરસ વધુ ખતરનાક બનીનો ઉભરી રહ્યો છે, જાણો ડેલ્ટા પ્લસ વેરીએન્ટ વિશે
ડેલ્ટા વેરિયન્ટ અથવા તો or B.1.617.2 ભારતમાં સૌથી પહેલાં 2020ના અંતમાં જોવા મળ્યો હતો. અને હવે તે વિશ્વના 70 દેશોમાં જોવા મળ્યો છે અને યુકેમાં અત્યારે સૌથી મોટો વેરિયન્ટ છે. તે આલ્ફા વેરિયન્ટ કરતા 40 ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે, એટલે કે આલ્ફા વેરિયન્ટથી 40 ટકા વધુ ઝડપથી તે પ્રસરે છે. આ થવાનું કારણ એ હોઇ શકે કે જેને તેનો ચેપ લાગે તેમાં ACE2નું ગઠન વધુ હોય છે. હૉસ્પિટલાઇઝેશનના વધતો દર તેના પ્રસારમાં જે કરતો હોય તેમ બની શકે છે.
VoC વાઇરસ ઓફ કન્સર્ન, ચિંતાનો વાઇરસ
INSACOGના જિનોમ સિક્વન્સીંગ રિપોર્ટ મુજબ, ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટ – ‘ચિંતાનો વેરિયન્ટ’ (VoC) તરીકે દર્શાવાયો છે. આ વેરિયન્ટમાં સંક્રમણતામાં વધારો થયો છે, ફેફસાની કોશિકાઓના રીસેપ્ટર્સ સાથે મજબૂત જોડાઈ શકવાની ક્ષમતા, અને એન્ટિબોડીને ચકમો આપીને તેના પ્રભાવને ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે નવા ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટને લીધે સંક્રમણ ક્ષમતા, રોગની તીવ્રતા, ફરીથી ચેપ અને રસીઓની અસરકારકતા, દવાઓ અને ઉપલબ્ધ નિદાન પરીક્ષણો પર નજર રાખવા માટે વધુ અભ્યાસ ચાલી રહ્યો છે.
ફેફસા પર સખત રીતે ચોંટી જાય છે ડેલ્ટા વાઇરસ
કહેવાય છે કે તે જલ્દી ફેલાય છે પણ તેના કેસિઝ ઓછા છે એટલે અત્યારે કંઇ પણ કહેવું શક્ય નથી. ડેલ્ટા વેરિયન્ટ ACE2 રિસેપ્ટરમાં મજબુતાઇથી બંધાય છે અને રિસેપ્ટરમાંવધુ ભળે છે. આ કારણે જ એમ મનાય છે કે તેનો ચેપ ઝડપી હોય છે અને તે ચેપગ્રસ્ત વ્યક્તિના નેસોફેરિંજલ અને શ્વાસ નળીના નીચેના ભાગમાં હોય છે.
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે ડેલ્ટા વેરિયન્ટનું એક સબ લિનિયેજ છે તે દેશના 174 જિલ્લાઓમાં આ વાઇરસ ઉપલબ્ધ હોવાનું તા.25મી જૂન 2021ના રોજની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે જણાવ્યું હતું. આ વાઇરસ ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હોવાની જાહેરાત કરી. મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે.
કોરોનાવાઇરસની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે અને ત્રીજી લહેરની વકી પણ માથે તોળાઇ રહી છે ત્યાં તો ડેલ્ટા વેરિયન્ટ જે કોવિડ-19નનો ટ્રાન્સમિસિબલ સ્ટ્રેઇન છે તે ટ્રેન્ડ થવા માંડ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને 85 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો પછી તેને ‘ડોમિનન્ટ લિનિયેજ’ તે થઇ શકે છેની ચેતવણી પણ આપી છે અને શક્યતા છે કે તે અન્ય રાષ્ટ્રોમાં પણ જોવા મળે. WHOએ આ વાત કોવિડ-19 વિકલી એપિડેમિઓલોજિકલ અપડેટ માટે 22મી જૂને રિલીઝ કરેલ માહિતીમાં કરી હતી.
ડબલ માસ્કિંગ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ એક જ વિકલ્પ હાલ તુરત તો
ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા વેરિયન્ટ સામે અત્યારે જે વેક્સિન અપાય છે તેની એફિકસી વિશે આપણને જાણ નથી અને માટે જે પગલાં અત્યારે લઇએ છીએ તે જ લેવા જરૂરી છે. ઘરમાં પણ ડબલ માસ્કિંગ કરવું, સેનિટાઇઝ કરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવું – આ બાબતો પર જોર મૂકવું અનિવાર્ય છે. સરકારે અનલૉક પહેલાં બહુ જ તકેદારી રાખવાની જરૂર છે ને લોકોની આવન જાવન પર નિયંત્રણ પણ રાખવું જોઇએ વળી ઇન્ડોર્સ પણ ભીડ ન થાય તે અનિવાર્ય છે.
ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગના અગ્રણી સેવંતી શાહ સાથે સફળ જીવનની સફર વિશે વાર્તાલાપ યોજાયો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ર૪ જૂન ર૦ર૧ના રોજ વિનસ જ્વેલ્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન સેવંતી શાહની સફળ જીવન સફર વિશે વેબિનાર થકી વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેવંતી શાહે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને યુવા ઉદ્યોગ સાહસિકોને જીવનમાં યોગ્ય દિશામાં આગળ વધવા માટે મહત્વનું માર્ગદર્શન આપી તેમના જીવન વિશેની રસપ્રદ યાદો વર્ણવી હતી.
સેવંતીભાઇ શાહે સુરતના હીરા ઉદ્યોગે કરેલી કેટલાક પરિવર્તનોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સુરતનો હીરા ઉદ્યોગ નવી ઉંચાઇએ પહોંચશે એમાં કોઇ શંકા નથી
સેવંતી શાહે જણાવ્યું હતું કે, મેટ્રીક બાદ મુંબઇ જઇને આગળ ભણવાનું નકકી કર્યુ હતું પણ સંજોગો એવા બન્યા કે આગળ ભણવાનું માંડી વાળી હીરાના ધંધામાં આવ્યા હતા. ગોપીપુરામાં હીરાની ઓફિસ હતી અને લંબેહનુમાન રોડ ઉપર કારખાનું હતું તે સમયે હીરાના ધંધામાં કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ ૧૯૮૮માં જ્યારે એન્ટવર્પમાં અન્ય હીરા ઉદ્યોગકારો સાથેની મિટીંગ મળી હતી તે સમયે હીરા ઉદ્યોગમાં વિશ્વ કક્ષાએ સારુ નામ ધરાવતા સ્થાનિક મહાનુભાવે એવું કહયું હતું કે હીરા ઉદ્યોગમાં હાલ બેલ્જીયમ જે લેવલે છે તે લેવલે ભારત આવતા પ૦ વર્ષમાં પણ આવી શકશે નહીં. મહાનુભાવની આ વાતને ચેલેન્જ સમજીને તે સમયે માત્ર મોટા અને મોંઘા હીરાની રફ લેવાનું નકકી કર્યું હતું અને મોટા હીરા બનાવવાની શરૂઆત કરી હતી.
જે સમયે તેમણે હીરા ઉદ્યોગમાં મોટા અને મોંઘા હીરા બનાવવાની શરૂઆત કરી હતી તે સમયે માત્ર મુંબઇમાં જ થોડા ઘણા પ્રમાણમાં મોટા હીરા બનતા હતા. ધીરે ધીરે હીરા ઉદ્યોગના અન્ય અગ્રણીઓ પણ તેમના નવા કોન્સેપ્ટ સાથે જોડાતા ગયા હતા અને હીરા ઉદ્યોગ ડેવલપ થઇ ગયો. ત્યારબાદ તેમણે નવા કોન્સેપ્ટ સાથે સેન્ટ્રલ એર કન્ડીશન મોટી ઓફિસનું નિર્માણ કર્યું હતું. તે સમયે હીરાના સવાથી દોઢ લાખ જેટલા કારીગરો બેલ્જીયમ તથા ઇઝરાઇલમાં કામ કરતા હતા અને હવે આજે કારીગરો જ નહીં પણ સમગ્ર હીરા ઉદ્યોગ સુરત આવી ગયો છે.
તેમણે જ ફેકટરીમાં કર્મચારીઓને બપોરનું જમવાનું આપવાની શરૂઆત કરી હતી. એક પેકેટ એક હીરો સ્કીમ ચાલુ કરી હતી અને કર્મચારીઓ પાસે આઠ કલાક જ કામ કરવાનું નકકી કર્યું હતું. રત્નકલાકારોને બચત કરેલા નાણાં ભવિષ્યમાં કામ લાગી શકે તે માટે સૌપ્રથમ વખત પ્રોવિડન્ટ ફંડ કાપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જે કર્મચારીઓના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેઓને ગ્રેજ્યુઇટી આપવાની શરૂઆત કરી હતી. સાથે જ કર્મચારીઓને પેન્શન સ્કીમમાં આવરી લીધા હતા. કર્મચારીઓ માટે ઇન્કમ ટેકસના રિટર્ન ભરવાની સુવિધા ઉભી કરી હતી અને તેઓને ઉનાળા વેકેશન અને દિવાળી વેકેશનનો પણ પગાર આપવામાં આવે છે.
વર્ષ ર૦૦૮માં હીરા ઉદ્યોગમાં મોટાપાયા ઉપર મંદીનું વાતાવરણ સર્જાયું હતું. તે સમયે જ્યારે સમગ્ર હીરા ઉદ્યોગનું કામકાજ બંધ થઇ ગયું હતું ત્યારે પણ ફેકટરી ચાલુ રાખી હતી. કોઇપણ કર્મચારીનો પગાર કાપવામાં આવ્યો ન હતો અને પગાર ઘટાડવામાં પણ આવ્યો ન હતો. કર્મચારીઓએ પણ કવોલિટી પ્રોડકશન માટે ફેકટરી મેનેજમેન્ટના સૂચનોનું પાલન કરી મેનેજમેન્ટને સહકાર આપ્યો હતો. ત્યારબાદ થોડાક મહિના બાદ સમગ્ર હીરા ઉદ્યોગ મંદીમાંથી બહાર આવી ગયો હતો. કોરોના કાળમાં પણ લોકડાઉન દરમ્યાન હીરાની ફેકટરીઓ બંધ રહી હતી તે સમયે પણ કર્મચારીઓને પગાર આપીને તેઓની તથા તેઓના પરિવારજનોની કાળજી રાખવામાં આવી હતી.
વિદેશમાં ઓફિસ રાખ્યા વિના અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને ઓનલાઇન સેલ કરતા હતા. હવે તો વિશ્વમાં હીરા માટે મોટામાં મોટું માર્કેટ મુંબઇ બની ગયું છે. વિશ્વના બધા જ હીરાના ખરીદદારો મુંબઇ આવે છે એટલે મુંબઇ ઓફિસ રાખીને ત્યાંથી બધો બિઝનેસ થાય છે. તેમણે કહયું કે, સુરતમાં હીરાનું મેન્યુફેકચરીંગ થતું હોય ત્યારે તેનું માર્કેટીંગ સુરતમાં કેમ ન થાય? તેવું વિચારીને આખરે હીરા બુર્સ શરૂ કરવાનું નકકી કર્યું હતું. આનાથી મુંબઇના હીરા બુર્સને કોઇ નુકસાન થશે નહીં. કારણ કે, હીરાના નાના વેપારીઓ માટે મુંબઇમાં મોંઘી ઓફિસ લઇને બિઝનેસ કરવાનું શકય ન હતું. આથી મોટા વેપારીઓની સાથે નાના વેપારીઓ પણ સુરતમાં હીરા બુર્સથી બિઝનેસ કરી શકશે.
કેન્દ્ર સરકાર પણ ધંધા – રોજગારને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે હીરા બુર્સ વધારે સાર્થક થશે તેમ લાગી રહયું છે. આ ઉપરાંત સુરતમાં એરપોર્ટ પણ ડેવલપ થઇ ગયું છે અને આંતરરાષ્ટ્રીય કનેકટીવિટીને કારણે વિદેશોની ફલાઇટ પણ સીધી સુરત આવતી થશે ત્યારે હીરા ઉદ્યોગ વધુ ઉંચાઇએ પહોંચશે. તેમણે કહયું કે, કોરોના કાળમાં પણ હીરા ઉદ્યોગ ધમધમી રહયો છે. હવે વેપારીઓ ઉધારને બદલે રોકડમાં ધંધો કરતા થયા છે. આ બાબતને તેમણે વરદાનરૂપ ગણાવી હતી અને ભવિષ્યમાં પણ હીરા ઉદ્યોગ નવી ઉંચાઇઓ સર કરશે તેવું ચોકકસપણે લાગી રહયું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
તેમણે કહયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂરલ ડેવલપમેન્ટ અને ગામડાની ઇકોનોમી વિશે એક વખત વાત થઇ હતી ત્યારે તેમને રસ પડયો હતો અને એ દિશામાં લાંબી ચર્ચા થઇ હતી. હીરા ઉદ્યોગમાં કાયદાના પાલન સાથે ધંધો કરી શકીએ છીએ ત્યારે હેલ્થ કેર સેકટરમાં પણ સિદ્ધાંતોના પાલન સાથે સારુ વાતાવરણ ઉભું કરવા માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું નકકી કર્યું હતું અને આવી રીતે વિનસ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. વિનસ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતા તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે સમગ્ર વેબિનારનું સંચાલન માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સુપેરે પાર પાડયું હતું.
સુરતના ઉદ્યોગોનો વિકાસ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહે તેઓ કરવા માટે પ્રયત્ન કરીશ હિમાંશુ બોડાવાળા
તા.24મી જુન 2021ની બપોરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદે સુરતના વીવીંગ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન અને ટેક્ષટાઇલ એન્જિનિયર હિમાંશુ બોડાવાલાને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 52 વર્ષની વય ધરાવતા હિમાંશુ બોડાવાળા ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ખૂબ અભ્યાસું અને ઉંડું ટેકનિકલ નોલેજ ધરાવે છે, તેઓ દાયકાઓથી ચેમ્બર ઓફ કોમર્સમાં વિવિધ જવાબદારીઓ અદા કરીને હવે વાઇસ પ્રેસિડેન્ટ પદે પહોંચ્યા છે. તેઓ કહે છે કે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો હાર્ડવર્ક કરી રહ્યા છે બહું જ સારી વાત છે હવે તેમાં સ્માર્ટ અને ટેકનિકલ અપગ્રેડેશન લાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલા હિમાંશુ ઘોડાવાળા વીવીંગ ઇન્ડસ્ટ્રી ના આગેવાન બિઝનેસમેન છે તેમણે તેમની પ્રથમ પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો જે પણ ઉત્પાદન કે સેવા પ્રદાન કરે છે એને વૈશ્વિક ફલક પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહે તે માટે સતત પ્રયાસો કરીશું અને ઉદ્યોગોનું સર્વાંગી વિકાસ થાય એ મૂળભૂત જવાબદારીઓ અદા કરવા માટે કટિબદ્ધ છું.
24મી જૂન 2021ની બપોરનો ઘટનાક્રમ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની આગામી રવિવારે યોજાનાર વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી આજે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી વાઇસ પ્રેસિડેન્ટ પડે કુલ ત્રણ ઉમેદવાર પૈકી બે ઉમેદવારોએ બે દિવસમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા બાકી રહેલા એક ઉમેદવાર વિવિંગ અગ્રણી હિમાંશુ ઘોડાવાળા ને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વાઈસ પ્રેસિડન્ટ પદ માટેની છેલ્લી બે ચૂંટણીમાં હારેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મીતીશ મોદીએ આજે બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં પોતાના પુત્રને ચેમ્બર ઓફ કોમર્સની કચેરીએ ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે પત્ર લઈને મોકલ્યા હતા.
ચૂંટણી સમિતિએ પત્રની ખરાઇ કરીને મીતીશ મોદીનાં ઉમેદવારી પરત ખેંચવાનાં પત્રને માન્ય કરીને તેમની ઉમેદવારી રદ કરી હતી પરિણામે તા.24મી જૂન 2021ને બપોરે જ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બાકી રહેલા એકમાત્ર ઉમેદવાર હીમાંશુ બોડાવાળાને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ચેમ્બર માં એકતા જળવાઈ રહે એ માટે ઉમેદવારી પરત ખેંચી મિતિશ મોદી
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાંથી મતદાનના ત્રણ દિવસ અગાઉ આજે ઉમેદવારી પરત ખેંચી લેનાર જાણીતા ચાર્ટડ અકાઉન્ટન્ટ મિતેશ મોદીએ જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થામાં એકતા જળવાઈ રહે અને ઉદ્યોગનો વિકાસ ઝડપથી થાય તે માટે તેમણે ઉમેદવારી પરત ખેંચી છે વખતોવખત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી તેમને જે જવાબદારી મળી છે તેને સુપેરે નિભાવી છે અને ભવિષ્યમાં જે જવાબદારી મળશે તે પણ નિભાવીશ.
આગામી જુલાઇ 2021માં જાહેર થનારા ધો.12ના પરીણામ બાદ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ, કોલેજ પ્રવેશ માટે દક્ષિણ ગુજરાતની 5 યુનિવર્સિટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પાંચ યુનિવર્સિટીઓ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી-મહુવા રોડ, સુરત
પી.પી. સવાણી યુનિવર્સિટી, અંકલેશ્વર
સાર્વજનિક યુનિવર્સિટી, અઠવાલાઇન્સ, સુરત
વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, અઠવા લાઇન્સ, સુરત
આજે તા.24 જુન 2021ના રોજના સ્ટેટસ અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવિસર્ટીને બાદ કરતા બાકીની ઉપરોક્ત તમામ યુનિવર્સિટીઓએ ધો.12 પછી જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
કઇ યુનિવર્સિટીમાં કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ
વીર નર્મદ યુનિવર્સિટી 82 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે, જેના અભ્યાક્રમો તથા તેમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી નીચે દર્શાવવામાં આવી છે
Academic Year : 2021-22 Total Seats
Sr.No
Programme Name
Total Seats
1
B.Sc. *
13925
2
B.Sc. (Computer Science)
825
3
B.Com. & B.Com. (Honrs)
31875
4
B.A.
25102
5
B.B.A.
3750
6
B.C.A.
4725
7
B.R.S.
375
8
B.Com. LL.B.
150
9
M.Sc. Integrated Biotechnology *
75
10
M.Sc. IT
150
11
5 Year Integrated Programme in Sustainable Development
75
12
Bachelor of Fine Arts
100
13
Bachelor of Interior Design
88
Total
81215
વધુ ડિટેઇલમાં પર્સનલ કાઉન્સેલિંગ માટે અહીં સંપર્ક કરો 98253 44944
Library & Information Science Profession Support to the Covid-19 affected Librarians and the Ravaged Families of Deceased Librarians
The Library and Information Services (LIS) professionals across the country have joined hands to come together and support bereaved families, post the Covid-19 pandemic, setting an example on looking out for their community.
The ‘Help-LIS Mission’ is a unique joint initiative of an extensive network of leading office bearers of different LIS professionals and heads of the publishing industry to support the Covid-19 affected professionals and their families in their deaths covid-19 induced health & financial woes.
The Webinar launch of the initiative on 06 June 2021, spearheaded by the above stakeholders, saw encouraging participation of close to 300 participants from the LIS profession and publishing industry across the country and a few individuals who joined from outside India.
LIS professionals in India are a tiny minority in the hugely diverse education sector. More than 60% of the LIS professionals work in private institutions on contract positions with neither job security nor retirement benefits. Unfortunately, the second wave of Covid-19 is taking the lives of LIS professionals in a significant number across the country. Different professional groups have reported one after the other deaths of the professionals in the line of duty. The ‘Help-LIS’ Mission endeavours to pool financial resources through crowd funding to assist families of LIS professionals who have lost their earning member and also to those who have been left financially vulnerable owing to huge medical expenses after the onset of Covid-19 infection and the lack of institutional support owing to the temporary nature of their jobs.
Announcing the launch of the crowdsourcing cum outreach portal http://www.helplis-mission.org/ Dr. M. G. Sreekumar, Chairperson of the Mission, elaborated that the primaryobjective is to share the message with LIS professionals that they are not alone and the LIS community will stand with the affected, shoulder to shoulder.
He also took the opportunity to appeal to the LIS professionals to join the Help- LIS Mission and offer their valuable services in volunteering for mass outreach and identification of affected individuals and funding support through financial donations.
Dr. Akhtar Parvez (General Secretary, MANLIBNET and University Librarian, Maulana Azad National Urdu University) shared the objectives and goals of the mission and welcomed the panelists and the members to the Webinar. Prof. P.V. Konnur (President LIS Academy) gave an overview of the Help-LIS Mission portal and highlighted the objectives, activities, services, and procedures.
Dr M.G Sreekumar, who is also the President MANLIBNET and Director of Libraries, Jio Institute, is joined by the following other core committee members of the Help-LIS Mission:
Dr. Akhtar Parvez (Secretary)
Dr. P. V. Konnur (Member)
Shri. N. V. Satyanarayana (Member)
Shri. Kailash Balani (Member)
Dr. Hariharan A. (Member)
Dr. Sanjeev Kumar (Member)
Dr. Prabhat Pandey (Member)
Dr. D. S. Amoji (Member)
Industry partners from reputed publications and business houses – Sh. N.V. Sathyanarayana (Chairman & Managing Director Informatics India Ltd), Sh. Kailash Balani (Managing DirectorBalani Infotech, Noida), Sh. M. K. Chettiar (CEO, Bharat Book Bureau), Sh. Ravi Singh (Joint M.D, Total Library Solutions) expressed their wholehearted support to the endeavour.
The partnering associations of the Help-LIS Mission were represented by – Dr. Rodha Barucha (Honorary Director, ADINET), Dr. Sanjeev Kumar (General Secretary, ASIALA), Dr. Prabhat Pandey (President, MPLA), Dr. Banamber Sahoo, (President, OLA), Dr. Hariharan A. (Founder President, SAIS).
The Mission members appealed to all LIS Professionals of India to update the information related to the Covid affected professionals and the deceased professionals’ families to enable the “Help-LIS-Mission” to reach the needy professionals and their families. Please upload the details of cases in your region / State through the website link to consolidate the counts at the macro level.
Dr. Meeta Rathod Vansadia (Treasurer MANLIBNET and Librarian BRCM College of Business Administration, and Hon. Director, Chunilal Gandhi Vidyabhavan, Surat) proposed the vote of thanks.
ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્ટીયમ દ્વારા તા.22મી જૂન 2021ના રોજ જાહેર કરવામાં આવેલા રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓના રેટિંગ્સમાં સુરતની પીટી સાયન્સ કોલેજને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે રાજ્ય ટોપ ફાઇવ કોલેજોમાં સ્થાન મળ્યું છે આ સાથે જ પીટી સાયન્સ કોલેજ દક્ષિણ ગુજરાતની નંબર વન કોલેજ બની છે.
આગામી જુલાઇ મહિનાથી રાજ્યમાં કોલેજ પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યમાં આવેલી જુદી જુદી યુનિવર્સિટીઓ તથા કોલેજોના રેટિંગની આજે ઘોષણા કરી હતી સુરત માટે ગર્વ લઈ શકાય એવી વાત એ છે કે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટ-ઇન-એ ઇડ કોલેજ, પી.ટી.સાયન્સ કોલેજ ને રાજ્ય સરકારના વેઇટિંગમાં ફાઇવ સ્ટાર રેટિંગ મળતા તેને ગુજરાતની ટોચની પાંચ કોલેજોમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ વખતે જીએસઆઈઆરએફમા રેન્કિંગ દૂર કરીને સ્ટાર રેટિંગ આપવાની પરંપરા શરૂ કરી છે. રાજ્યમાં કુલ પાંચ કોલેજોને ફાઇસ્ટાર રેટિંગ મળ્યા છે જેમાં સુરતની પી.ટી.સાયન્સ કોલેજ નો સમાવેશ થાય છે એવી જ રીતે સુરતની કે.પી કોમર્સ કોલેજને થ્રી સ્ટાર તથા અમરોલી કોલેજને ટુ સ્ટાર રેટિંગ મળવા પામ્યા છે.
બીજી તરફ યુનિવર્સિટીના ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓને આવરી લેતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ને સ્ટેટ રેટિંગમાં આ વખતે ફોર સ્ટાર રેટિંગ મળ્યું છે ગત વર્ષે આજ યુનિવર્સિટીનું રેટિંગ થ્રી સ્ટાર માં આવ્યું હતું આ વખતે એક સ્ટાર વધુ મળતા યુનિવર્સિટીના અધિકારીઓને કર્મચારીઓમાં ખુશીનો માહોલ પ્રવર્તી ઉઠ્યો હતો.
યુનિવર્સિટીઓના વેઇટિંગમાં દક્ષિણ ગુજરાતની બે અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીઓને થ્રી સ્ટાર રેટિંગ મળ્યા છે. જેમાં બારડોલી નજીક આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી અને થ્રી સ્ટાર રેટિંગ તેમજ અંકલેશ્વર નજીક આવેલી પી પી સવાણી યુનિવર્સિટી ને પણ થ્રી સ્ટાર રેટિંગ મળ્યું છે.
Gsirf રેટિંગ કેવી રીતે અપાય છે?
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત (કે. સી. જી) દ્વારા આયોજીત GSIRF (ગુજરાત સ્ટેટ ઈન્સટીટ્યુશનલ રેટીંગ ફ્રેમવર્ક) ની શરૂઆત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ચેન્નઈ સ્થિત Indian Centre for Academic Rankings & Excellence (ICARE) એજન્સીને નિયુક્ત કરવામાં આવેલ છે. આ રેટીંગ નો હેતુ શિક્ષણની ગુણવત્તા ઉંચી લાવવાનો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રાજયની કુલ ૩૫ યુનિવર્સિટીઓએ અને ૧૮૯ કોલેજો દ્વારા ગુજરાત સ્ટેટ રેટિંગમાં ભાગ લેવામાં આવેલ હતો. વર્ષ ૨૦૨૦-૨૧ની રેટીંગ પ્રક્રિયામાં ભાગ લેવા કે. સી. જી. દ્વારા ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ અને કોલેજો પાસેથી Letter of Intent અને રજીસ્ટ્રેશન ફી કે. સી. જી. ખાતે જમા કરાવવામાં આવેલ હતી. તથા નિયત ફોર્મેટમાં ડેટા મોકલી આપવામાં આવેલ હતા. ICARE, Chennai દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા સબમિટ કરવામાં આવેલ ડેટા ફોર્મેટ પરથી રેટીંગ એસેસમેન્ટ કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓને નોલેજ સાથે તેનું એપ્લિકેશન કેવી રીતે થાય એ ભારપૂર્વક શીખવીએ છીએ : ડૉ પૃથુલ દેસાઇ, આચાર્ય, પીટી સાયન્સ કોલેજ
સમગ્ર રાજ્યમાં ફાઇવ સ્ટાર રેટિંગ ધરાવતી ફક્ત પાંચ કોલેજો પૈકીની એક કોલેજ સુરતની પી.ટી.સાયન્સ કોલેજના આચાર્ય ડો. પ્રથુલ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ બેઝિક ટીચિંગ મેથોડોલોજી ને વર્ગને કોલેજમાં અભ્યાસ કરાવવામાં આવે તેની ખાસ તકેદારી રાખીએ છીએ. વિદ્યાર્થીઓ યોગ્ય રીતે નોલેજ એપ્લિકેશન કરી શકે એ પ્રકારે અમે ભણાવવાનો પ્રયાસ કરીએ છીએ ગુજરાત સરકાર નો ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું એ અમારા સૌ માટે ગર્વની વાત છે અને હું તેનું શ્રેય મારી તમામ ટીમને આપું છું ડો. પ્રુથુલ દેસાઈ,આચાર્ય, પી. ટી. સાયન્સ કૉલેજ, સુરત
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.