CIA ALERT

Alert Archives - Page 165 of 521 - CIA Live

July 3, 2021
SpiceJet-MAX2.jpg
1min429

કોરોના કાળમાં છેલ્લા પાંચેક મહિનાથી સ્પાઇશ જેટ એરવેઝએ સુરતના તમામ ઓપરેશન્સ બંધ કરી દીધા હતા સુરત એરપોર્ટને બખ્ખાં જુલાઇમાં સુરતથી 6 શહેરોની સ્પાઇશ જેટની ડાયરેક્ટ ફ્લાઇટ પોસ્ટ કોવીડ ઓપરેશન્સમાં સુરત-પટણાની પહેલી ફ્લાઇટ 16મી જુલાઇથી શરૂ, સુરત એરપોર્ટ ધમધમી ઉઠશે

કોરોના પેન્ડેમિકને કારણે એક સમયે દર પોણો કલાકે જ્યાં ફ્લાઇટની આવનજાવન રહેતી હતી એ સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા બિલકુલ ઘટી ગઇ હતી. સ્પાઇશ જેટ દ્વારા તો સુરત એરપોર્ટ પર આવતી અને ઉપડતી તમામ ફ્લાઇટના ઓપરેશન્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, હવે કોરોનાનું જોર ઘટતા સ્પાઇશ જેટ દ્વારા ચાલુ જુલાઇ મહિનામાં સુરત એરપોર્ટ પરથી 6 શહેરોની ડાયરેક્ટ કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. સૌથી પહેલી ફ્લાઇટ તા.16મી જુલાઇથી શરૂ થશે જે સુરતથી પટણા એરપોર્ટની છે. આ ફ્લાઇટ માટેના બુકિંગ પણ શરૂ થઇ ચૂક્યા છે.

સુરતને એર કનેક્ટિવીટી મળે તે માટે વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ (ડબલ્યુ.ડબલ્યુ.ડબલ્યુ.એ.) ગ્રુપ અને મુવમેન્ટ ચલાવતા સંજય શાહે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ફ્લાઇટની આવનજાવનથી બિઝી રહે એ દિવસો હવે દૂર નથી. કોરોનાના કારણે બંધ થયેલી ફ્લાઇટ્સ ઉપરાંત બે નવા શહેરોની એરકનેક્ટિવીટી પણ સુરતને મળી રહી છે. તેમણે કહ્યું કે સુરત એરપોર્ટથી સ્પાઇશ જેટ દ્વારા પોતાના ઓપરેશન્સ પોસ્ટ કોવીડ પરિસ્થિતિમાં ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે.

સ્પાઇશ જેટ ચાલુ જુલાઇ મહિનામાં જે પાંચ શહેરોની ફ્લાઇટ શરૂ કરી રહ્યું છે તેમાં (1) સુરતથી પટણા, વીકમાં 4 દિવસ (2) સુરતથી જયપૂર ડેઇલી ફ્લાઇટ (3) સુરતથી હૈદરાબાદ, વીકમાં 4 દિવસ (4) સુરતથી પૂના વીકમાં 4 દિવસ અને (5) સુરતથી જબલપુર, વીકમાં 3 દિવસનું શિડ્યુલ બની રહ્યું છે અને આ તમામનું બુકિંગ પણ શરૂ થઇ જશે ગયું છે, એમ સંજય શાહે જણાવ્યું હતું.

પૂના અને જબલપુર સાથે પહેલી એક કનેક્ટિવીટી

વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ મૂવમેન્ટના આગેવાન સંજય શાહે જણાવ્યું હતું કે સુરતથી પૂનાની ફ્લાઇટ માટે ઘણાં વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. સુરત એરપોર્ટ ફુલફ્લેજ ધમધમવા માંડ્યું હતું, પરંતુ, કમનસીબે સુરતથી પૂનાની ફ્લાઇટ મળી શકી ન હતી. પરંતુ, આ વખતે જુલાઇ મહિનો સુરત એરપોર્ટ માટે અનેક ગુડ ન્યુઝ સાથે આવ્યો છે. સુરતથી પૂના અને સુરતથી જબલપુર બન્ને શહેરોની એરકનેક્ટિવીટી સુરત એરપોર્ટ પરથી પહેલી વાર મળી રહી છે. સુરતથી પૂના સુરતના ખાસ્સા લોકોની અવરજવર રહે છે, સુરત અને પૂના વચ્ચે અનેક વ્યાપાર-ધંધાનું પણ જોડાણ છે તેમજ સુરતથી પૂના અનેક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. હજારો સુરતીઓ પૂના અને આસપાસ નોકરી પણ કરી રહ્યા હોઇ, આ ફ્લાઇટ માટે વર્ષોથી ડિમાંડ કરવામાં આવી રહી હતી.

ટેક્ષટાઇલ ઉદ્યોગપતિઓને જયપૂર ફ્લાઇટની રાહ

સુરતના ટેક્ષટાઇલ ઉધોગપતિઓ સમેત અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા હજારો લોકો જયપૂરથી સુરત આવીને વસ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવનારા હજારો લોકો સુરત જયપૂરની ડેઇલી ફ્લાઇટ માટે વખતોવખત રજૂઆતો પણ કરતા આવ્યા છે. કોરોનાના કારણે સુરત જયપુર ફ્લાઇટ સદંતર બંધ રહેતા અનેક પરિવારોએ ટ્રેન કે રોડ ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડતો હતો. પરંતુ, હવે સ્પાઇશ જેટ દ્વારા સુરત જયપુર ફ્લાઇટ ડેઇલી બેઝીસ પર શરૂ કરવામાં આવી રહી હોઇ, સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો તેમજ રાજસ્થાનથી અહીં આવીને વસેલા લોકોમાં ખુશાલી પ્રસરી ગઇ છે.

July 2, 2021
cia_windo-1280x793.jpg
2min1114

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલ ચાલી રહેલી ધો.11ની પ્રવેશ કાર્યવાહી અન્વયે શાળાના આચાર્યોને માર્ગદર્શન આપવા માટે દેશભરમાં આવેલા વેલીડ માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની યાદી જાહેર કરી છે. અગાઉ 62 બોર્ડ ભારતમાં વેલીડ એટલેકે માન્યતા પ્રાપ્ત હતા હવે માન્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની સંખ્યા 65ની થઇ છે. જેની નામાવલી અત્રે પ્રસ્તુત છે આ સિવાય બાકીના તમામ બોર્ડ બોગસ ગણાશે અને તેમાંથી ધો.10 પાસ કર્યાની માર્કશીટ રજૂ કરનારને કોઇ શાળા કે ડિપ્લોમા કોલેજમાં પ્રવેશ મળી શકશે નહીં.

ભારતમાં વેલીડ (માન્ય) માધ્યમિક શિક્ષણ બોર્ડની નામાવલી

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ લેવો હોય તો

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીઓએ ધો.11માં ગુજરાતમાં પ્રવેશ મેળવવો હોય તેમણે ઇકવેલન્સી સર્ટિફિકેટ લેવું પડશે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અગર તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર પર સંપર્ક કરવાનો રહે છે.

July 2, 2021
eurocup.jpg
2min653

યૂરો કપના નોકઆઉટ રાઉન્ડ ભારે ઉતાર-ચડવા સાથે સમાપ્ત થયા બાદ હવે તા. બીજી જુલાઈથી 8 ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલની ટક્કરનો પ્રારંભ થશે.

UEFA EURO 2020 FIXTURES

QUARTER-FINALS

Friday, 2 July

QF1: Switzerland vs Spain — 9:30 PM IST, St Petersburg

Saturday, 3 July

QF2: Belgium vs Italy — 12:30 AM IST, Munich
QF3: Czech Republic vs Denmark — 9:30 PM IST, Baku

Sunday, 4 July

QF4: Ukraine vs England — 12:30 AM IST, Rome

Euro Cup 2020: Quarterfinal fixtures, schedule and live streams

ક્વાર્ટર ફાઇનલના મેચ સેમિ ફાઇનલની ચાર ટીમ નક્કી કરશે. નોકઆઉટ રાઉન્ડમાં વર્તમાન ચેમ્પિયન રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલ, ફીફા વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસ, વર્લ્ડ કપની રનર્સઅપ ટીમ ક્રોએશિયા અને મજબૂત જર્મનની ટીમ બહાર થઈ ગઈ છે.

તો ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, ઝેક ગણરાજ્ય અને ઉક્રેનની ટીમ ઉલટફેર કરીને અંતિમ આઠમાં પહોંચી છે.’

July 1, 2021
pm_modi1.jpg
1min1204

Jayesh Brahmbhatt 98253 44944

ઐતિહાસિક મૂલ્યો ધરાવતું સુરત જિલ્લામાં આવેલું હરીપુરા ગામ આજે ટ્વીટર પર ભારે ટ્રેન્ડ થયું હતું. આજે સવારે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ સુરત જિલ્લાના હરીપુરા ગામના ઉલ્લેખ સાથે ટ્વીટ કર્યું તે તેના રિપ્લાયમાં બપોરે વડાપ્રધાન શ્રી મોદીએ પણ હરીપુરા ગામના નામનો ઉલ્લેખ કરીને તેની ઐતિહાસિક મહત્વતા અંગે ટ્વીટ કર્યું હતું. સુરત જિલ્લાના હરીપુરા ગામ અંગે પી.એમ. મોદીએ ટ્વીટ કર્યાના 15 મિનિટમાં જ 575થી વધુ લોકોએ તેને રીટ્વીટ તથા દોઢ હજારથી વધુ લોકોએ લાઇક કર્યું હતું.

ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામૂન્દઝઇએ આજે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનું નામ લખતા સમગ્ર ભારતમાં આ ટ્વીટ વાઇરલ થઇ હતી.

અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ આજે સવારે એક ટ્વીટ કરીને એક તબીબને સવાલ કર્યો હતો કે તમે ગુજરાતના સુરતના હરીપુરા ગામનો ઉલ્લેખ કરો છો?

PM મોદી પણ ટ્વીટર રિપ્લાયમાં જોડાયા

વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.1 જુલાઇ 2021ના રોજ બપોરે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લામાં આવેલા હરીપુરા ગામનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ગુજરાતમાં આવેલું હરીપુરા ગામ પણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. વાસ્તવમાં પી.એમ. શ્રી મોદીએ અફઘાનિસ્તાનના ભારતમાં રાજદૂત ફરીદ મામૂન્દઝઇની એક ટ્વીટના રિપ્લાયમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનો ઉલ્લેખ કર્યો હતો.

શું છે હરીપુરા ગામની હિસ્ટ્રી

આપને જણાવી દઇએ કે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં કડોદ નજીક આવેલુ હરીપુરા ગામ ઐતિહાસિક મૂલ્યો ધરાવે છે, અહીં 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચાર દિવસિય અધિવેશન મળ્યું હતું જેમાં આઝાદીની લડત અંગેના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ અધિવેશન માટે હરીપુરા ગામની પસંદગી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી.

July 1, 2021
CIA_Live_Logo_New2.jpg
1min537

आज सूरत मर्कनटाइल ऐसोसिएशन के एक प्रतिनिधिमंडल में SMA प्रमुख श्री नरेन्द्र साबू जी तथा SMA कोर कमेटी के संजय अग्रवाल तथा SMA वर्किंग कमेटी के कमलेश जी बलार, सुनील जी गुप्ता,अरविंद जैन तथा केवल जी असीजा के साथ सूरत महानगर के नव नियुक्त कलेक्टर महोदय श्री संजय जी ओक से शुभेच्छा मुलाकात की है।।

उपरोक्त मुलाकात के दौरान केलैक्टर महोदय से मार्केट विस्तार में अशान्त धारा का नियम के बाबत चर्चा हुई है तथा उन्होंने हमारी पुरी बात को समझा है तथा उन्होंने सहमति जताई कि मार्केट विस्तार में अशान्त धारा का नियम लागू करना उचित नहीं है तथा इस समस्या पर गम्भीरता से विचार करने का आश्वासन दिया है।।

दुसरे सूरत मर्कनटाइल ऐसोसिएशन sma प्रतिनिधि मण्डल ने मार्केट विस्तार में वैक्सीनेशन की प्रक्रिया को तेज गति से चलाने तथा समय सीमा 31 जुलाई तक करनें के लिए निवेदन किया है।। इस सन्दर्भ में भी केलैक्टर महोदय जी ने पूर्ण विश्वास दिलाया है कि मार्केट विस्तार में वैक्सीनेशन को लेकर किसी भी व्यापारी या कर्मचारी को किसी भी प्रकार की तकलीफ नहि आयेंगी तथा वैक्सीनेशन की गति भी बढाई जायेंगी।।

केलैक्टरने बहुत आत्मीयता से हमारी सबकी बातें सुनी तथा समस्या समाधान हेतू सहयोग का आश्वासन दिया है।।आपके मृदु व्यवहार के लिए सुरत मर्कनटाइल ऐसोसिएशन तथा सभी कपडा व्यापारी ह्रदय से आभार व्यक्त करते हैं।

June 30, 2021
CIA_Live_Logo_New2.jpg
1min650

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ શરૂ થયાને આજે તા.30મી જૂન 2021ના રોજ ચાર વર્ષ પૂરા થયા છે. વેચાણવેરા સંદર્ભે દરેક રાજ્યોમાં જુદા જુદા 17 ટેક્સ અને જુદા જુદા દર હતા એ તમામનું એકત્રીકરણ કરીને અમલમાં મૂકાયેલા જીએસટીમાં હાલ ફક્ત 4 સ્લેબમાં ટેક્સ વસૂલ કરવામાં આવે છે. 1 જુલાઇ 2017થી ભારતમાં જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો હતો. જીએસટીના દાયરામાં કરોડો વેપારીઓ આવ્યા અને કુલ 66 કરોડ જેટલા રિટર્ન ફાઇલ થઇ ચૂક્યા છે જે વિશ્વમાં સૌથી મોટો આંકડો છે.

देश में एक राष्ट्रव्यापी जीएसटी एक जुलाई 2017 को लागू किया गया था, जिसमें उत्पाद शुल्क, सेवा कर, वैट और 13 उपकर जैसे कुल 17 स्थानीय कर शामिल थे

જીએસટીના ચાર વર્ષના ઉપલક્ષમાં આજે વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે જીએસટીથી એકંદરે તમામ વર્ગના વ્યાપારીઓને ફાયદો થયો છે. આ રહી પી.એમ. મોદીએ કરેલી ટ્વીટ

Image
Image
June 30, 2021
tofel.png
2min881

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Educational Testing Service ETS એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એવી મહત્વની અને ઉપયોગી જાહેરાત કરી છે કે વિદેશ જવા માટે જરૂરી ટૉફ્લ અને જીઆરઇ જેવી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસે પાસપોર્ટ નહીં હોય તો પણ આધાર આઇન્ડેન્ટીટીની મદદથી તેઓ પરીક્ષા માટે નોંધણી કરાવીને પરીક્ષા આપી શકશે. તા.1લી જુલાઇ 2021થી હંગામી ધોરણે, બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી ફક્ત ભારતમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સુધારો લાગૂ કરવામાં આવશે.

ભારતમાં હાલ કોરોનાના કારણે વિદેશ જવા ઇચ્છતા અનેક વિદ્યાર્થીઓ પોતાનો પાસપોર્ટ કઢાવી શકતા નથી કે રિન્યુ કરાવી શક્તા નથી. વિદેશ જવા માટે જરૂરી ઇંગ્લીશ ટેસ્ટ ટૉફ્લ તથા જીઆરઇ વગેરેના રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ હોવો ફરજિયાત છે. પરંતુ, હાલની ભારતીય વિદ્યાર્થીઓની પરિસ્થિતિને જોતા ઇટીએસ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે સુધારો કર્યો છે અને ભારતીય વિદ્યાર્થીઓ આધાર આઇ.ડી.ની મદદથી ટૉફ્લ જીઆરઇ જેવી પરીક્ષાઓ આપી શકશે.

પાસપોર્ટ નહીં હોય તો આધાર આઇ.ડી.થી નીચે જણાવેલી પરીક્ષા આપી શકાશે

  • TOEFL iBT test,
  • TOEFL iBT Home Edition,
  • TOEFL Essentials test (beginning Aug. 2021),
  • GRE General Test, GRE General Test at home and
  • GRE Subject Tests (beginning Oct. 2021)
GRE and TOEFL Advice – BITS R&D

ETS has announced that beginning July 1, 2021, the Aadhaar Card will be temporarily considered as an acceptable form of identification for applicants taking TOEFL and GRE tests in India until further notice.

The exception is applicable to the TOEFL iBT test, TOEFL iBT Home Edition, TOEFL Essentials test (beginning Aug. 2021), GRE General Test, GRE General Test at home and GRE Subject Tests (beginning Oct. 2021).

Indian students will be required to furnish an original full version of their Aadhaar Card as received in the mail, which can be used for TOEFL and GRE tests either taken in-person from a third-party test centre, or at home.

June 30, 2021
ayush_oak-1-1280x1919.jpg
1min1281

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના નવનિયુક્ત કલેક્ટર આયુષ ઑક દ્વારા તા.29મી જૂને જારી કરવામાં આવેલા એક આદેશમાં શહેરના તમામ પ્રકારના તબીબોને જણાવ્યું છે કે કોરોના કેસોને ઝડપભેર શોધી કાઢવાના પ્રયાસોના ભાગરૂપે હવે પછી કોરોનાના શંકાસ્પદ દર્દીઓને તપાસનારા દરેક તબીબોએ જે તે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોની જાણકારીનો રેકોર્ડ રાખવાનો રહેશે અને શંકાસ્પદ દર્દીઓ અંગેની માહિતી 24 કલાકમાં નિર્ધારિત સરકારી અધિકારીને કરવાની રહેશે. કલેક્ટરે સુરત શહેરના તમામ તબીબોને આ કામગીરીનું પાલન કરવા માટે જણાવ્યું છે. તેમણે કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો રેકોર્ડ રાખીને તેની જાણ કરવા માટે એક પ્રીસ્ક્રાઇબ ફોર્મ પણ આપ્યું છે, જે ભરીને તબીબોએ શંકાસ્પદ કે કન્ફર્મ કોરોના કેસોનું રિપોર્ટિંગ કરવાનું રહેશે.

સુરતના નવનિયુક્ત કલેક્ટર આયુષ ઑકે આ આદેશ બહાર પાડ્યો

29મી જૂન 2021ના રોજ તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી

June 30, 2021
CIA_Live_Logo_New2.jpg
1min724

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.28મી જૂને મળેલી પ્રોસેસર્સ એસોસીએશનની મિટીંગમાં દક્ષિણ ગુજરાતના ટેક્ષટાઇલ પ્રોસેસર્સ (ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ)એ ફેબ્રિક ઉત્પાદનમાં 10 ટકાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. પણ હવે સવાલ એ છે કે કયા પ્રોસેસર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવેલા ઠરાવનો અમલ કરશે. બજારના જાણકારોનું કહેવું છે કે પ્રોસેસર્સે ભલે 10 ટકા લમસમ ભાવ વધારો કર્યો હોય પરંતુ, હાલ ડાઇંગ પ્રિન્ટિંગ મિલોમાં આમેય 50 ટકા ઉપરાંતની પ્રોડકશન લોસ છે, જો હજુ ભાવ વધારો કરશે તો ટ્રેડર્સ પ્રોસેસિંગ માટે ગ્રે મોકલાવશે જ નહીં. સૂત્રો કહે છે કે શાણા પ્રોસેસર્સ એક તરફ પ્રોસેસર્સ એસોસીએશનની સાથે હોવાનું જણાવે છે અને બીજી તરફ પોતાના યુનિટમાં ભાવ વધારાનો અમલ નહીં કરીને પ્રોડકશન ચાલુ રાખશે એટલે કે બહોળા નફે વધુ વેપારની નીતિ અપનાવશે એમ જાણવા મળે છે. એવા પ્રોસેસર્સ ભાવ વધારો કરશે જેઓ મોનોપોલી પ્રોસેસિંગ કરી રહ્યા છે. જેમના વગર કામ અટકી પડે છે, એ સિવાય જનરલ પ્રોસેસર્સ હાલ તુરત ઓછા નફાથી કામ ચલાવશે પણ પ્રોસેસિંગમાં 10 ટકા ભાવ વધારો કરીને વેપાર ખોવવાની નીતિ નહીં અપનાવશે એમ જણાય રહ્યું છે.

એ પૂર્વે પ્રોસેસર્સ દ્વારા ટેક્ષટાઇલ પ્રોસેલિંગમાં વધારો દરમાં નહીં પરંતુ, બિલમાં એડિશનલ કોસ્ટ, એનર્જી પ્રાઇસ એસ્કેલેશન તરીકે નિર્દેશિત કરવામાં આવશે. ટેક્ષટાઇલ પ્રોસેસર્સના આ પ્રકારે મંદીમાં કરવામાં આવેલા ભાવ વધારાની અસર ટેક્ષટાઇલ ટ્રેડર્સ અને તેમના મારફતે સુરતમાં ઉત્પાદિત થતા કાપડ પર થશે. સુરતનું કપડું હવે વધુ મોંઘુ માર્કેટમાં પહોંચશે.

કોલસો, કલર, કેમિકલ, ડિઝલ બધામાં ભાવો વધ્યા છે પણ જો પ્રોસેસર્સ વધારશે તો મુશ્કેલી વધુ આવશે

સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશના પ્રમુખ જીતુભાઇ વખારીયાએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ પ્રોસેસર્સની સામાન્ય સભા મળી હતી. જેમાં છેલ્લા બે જ મહિનામાં કોલસાના ભાવોમાં થયેલા 40થી 45 ટકા જેટલા જંગી ભાવ વધારા ઉપરાંત કલર, કેમિકલ જેવા રો મટિરિયલમાં થયેલા ભાવ વધારાને કારણે ફેબ્રિક પ્રોસેસિંગમાં ઇનપૂટ કોસ્ટના પ્રતિ મીટરના દરમાં 13 ટકા જેટલો વધારો થયો છે. આ વધારો હાલ તુરત તો પ્રોસેસર્સ તેમની આવકમાંથી ભોગવી રહ્યા છે. પરંતુ, હવે પછી ફેબ્રિક પ્રોસેસિંગના બિલમાં 10 ટકા એડિશનલ કોસ્ટ ઉમેરીને ટ્રેડર્સને બિલ આપવામાં આવશે. આ નિર્ણય સભામાં ઉપસ્થિત તમામ પ્રોસેસર્સ દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યો છે.

બે મહિના અગાઉ કોલસો 5000 રૂ. ટન મળતો આજે 9થી 10 હજાર સુધીનો ભાવ

જીતુભાઇ વખારીયાએ ઉમેર્યું કે કોલસાનો ભાવ બે મહિના અગાઉ પ્રતિ ટન રૂ.5 હજારની આસપાસ ચાલતો હતો જે વધીને હાલમાં રૂ.નવથી સાડા નવ હજાર જેટલો થઇ ગયો છે. પ્રોસેસર્સ માટે કોલસો એ મુખ્ય એનર્જી ઇંધણ છે અને તેના વગર મિલો ચાલી શકે નહીં અને પ્રોસેસર્સ આ ભાવ વધારો લાંબો સમય ભોગવી પણ શકે નહીં એટલે પ્રોસેસિંગ ચાર્જમાં કોઇ ભાવ વધારો ન કરતા એડિશનલ કોસ્ટ, એનર્જી પ્રાઇશ એસ્કેલેશ કોસ્ટ તરીકે બિલમાં ઉમેરી આપવામાં આવશે.

જેવી ક્વોલિટી એવો પ્રોસેસિંગ ચાર્જ, રૂ.4થી રૂ.40 પ્રતિ મીટરે લમસમ 10 ટકા વધારો

ટેક્ષટાઇલ પ્રોસેસિંગ ચાર્જમાં 10 ટકાનો ભાવ વધારાનો અમલ કેવી રીતે થશે તે અંગે સ્પષ્ટતા કરતા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને જણાવ્યું હતું કે કોઇ મિલ માલિકો રૂ.4 પ્રતિ મીટરે પણ ડાઇંગ કરે છે, કોઇ રૂ.15ના દરે પણ પ્રોસેસિંગ કરે છે અને કોઇ મિલ માલિક રૂ.45 પ્રતિ મીટરે પણ પ્રોસેસિંગ કરે છે એટલે તેની માર્કેટમાં શું અસર પડશે એ કહી શકાય નહીં. પ્રોસેસિંગ ચાર્જમાં ભાવ વધારો કરવાની જગ્યાએ દરેક ડાઈંગ પ્રિન્ટીંગ મિલને રો મટિરિયલ અને એનર્જી કોસ્ટમાં ભાવ વધારો નડે છે એટલે લમસમ 10 ટકાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભીવંડી, માલેગાવ, નવાપુરથી આવતા ગ્રેના જથ્થા પર પણ બ્રેક લાગી ગઇ

સુરત અને આસપાસના વિસ્તારોમાં ચાલતા કુલ 350 ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગ હાઉસોમાં અત્યાર સુધી સુરત ઉપરાંત બહારગામથી જેમકે નવાપુર, ભીવંડી, માલેગાંવ વગેરેના ટ્રેડર્સ દ્વારા પણ ગ્રે કાપડ પ્રોસેસિંગ માટે આવતું હતું. સુરતના પ્રોસેસિંગ હાઉસ માટે આ પણ એક સારો બિઝનેસ હતો પરંતુ, હાલમાં બહારગામથી આવતા દૈનિક સરેરાશ જથ્થો 70 ટકા જેટલો ઘટી ગયો હોવાનો ઉકળાટ પણ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મંદીના સમયમાં ભાવ વધારાની નોબત

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્સપર્ટસ કહે છે કે ભાવ વધારો કરવાની નોબત હાલ મંદી ચાલી રહી છે ત્યારે આવીને ઉભી છે, ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આ નિશાની સારી નથી. મંદીના આર્થિક ફટકામાં હાલ જે કામ મળી રહ્યું છે એ કામ પણ મળતું ઓછું થાય તેમ છે. હવે ટ્રેડર્સ ઓર્ડર મળે પછી જ ગ્રે ને પ્રોસેસિંગમાં મોકલશે. ટ્રેડર્સ સ્ટોક કરવાની જગ્યાએ બજારની ચાલના આધારે જ નવા ઓર્ડર આપશે સરવાળે આ બાબત પ્રોસેસર્સને જ હાનિકર્તા બની રહેશે.

June 29, 2021
rain_forecast.png
1min635

તા.29મી જૂને સવારે 8 કલાકે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડવાના એંધાણ છે.

દીવ-દમણ, દાદરાનગર હવેલીના કેટલાંક વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે, રાજ્યનાં અનેક જીલ્લાઓમાં હજુ પણ વરસાદની શક્યતા નહીંવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.