CIA ALERT

Alert Archives - Page 138 of 521 - CIA Live

November 19, 2021
tikait.jpg
2min473
Bill wapsi' will mean 'ghar wapsi': Rakesh Tikait nudges Centre to repeal  farm laws - India News

રાકેશ ટિકૈતે કહ્યું કે, MSP પર સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. જ્યારે ત્રણેય કાયદા સંસદમાં પરત ફરશે તો આંદોલનો પણ ફરી વળશે. ટિકૈતે કહ્યું, મને મોદીમાં વિશ્વાસ નથી. તેમણે દરેકને રૂ. 15 લાખ આપવાની જાહેરાત પણ કરી હતી.

પીએમ મોદીએ શુક્રવારે જાહેર કર્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને તેને આગામી સંસદીય સત્રમાં પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કૃષિ કાયદાને લઈને કેટલાક ખેડૂત સંગઠનો અને ખેડૂતો છેલ્લા એકથી વધુ વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમજ વિપક્ષમાં કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષથી સરકારને નિશાન બનાવી રહ્યો છે. 

ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકેતે કહ્યું કે, ‘આંદોલન તાત્કાલિક પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. એમએસપીની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.’ તેમણે કહ્યું કે ‘મને મોદી પર વિશ્વાસ નથી. ટિકૈતે કહ્યું કે પીએમએ 15 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધીમાં કેટલાને 15 લાખ રૂપિયા મળ્યા?

કોંગ્રેસની પ્રતિક્રિયા

સરકારના નિર્ણય અંગે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કરવામાં આવ્યું કે મારા દેશના ખેડૂતો જીત્યા છે અને અભિમાન તૂટી ગયું છે.

રાહુલ ગાંધી

જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ ટ્વીટ કરીને આંદોલનકારી ખેડૂતોને શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે અન્યાય સામે આ ન્યાયની જીત છે. તેમણે લખ્યું કે દેશના અન્નદાતાઓના સત્યાગ્રહે અભિમાનનું મસ્તક ઝુકાવી દીધું છે.

સંયુક્ત કિસાન મોરચા

સંયુક્ત કિસાન મોરચા (SKM) 40 ખેડૂત યુનિયનોની એક છત્ર સંસ્થા છે જેણે શુક્રવારે PM મોદીની ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાતને આવકારતા કહ્યું કે “સંયુક્ત કિસાન મોરચા આ નિર્ણયને આવકારે છે અને યોગ્ય સંસદીય પ્રક્રિયાઓ દ્વારા અમલમાં આવવાની જાહેરાતની રાહ જોશે.”

અમરિંદર સિંહ

જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ નિર્ણયને લઈને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુરુ નાનક જયંતીના દિવસે સરકારનો આ ખૂબ જ ઉત્તમ નિર્ણય છે.

નવજોત સિંહ સિધુ

પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિધુએ લખ્યું કે કાળા કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય કેન્દ્ર સરકારનું સાચી દિશામાં પગલું છે.

પી ચિદમ્બરમ

કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે જે આંદોલનથી નથી મેળવી શકાતું તે ચૂંટણીના ભયના કારણે મેળવી શકાય છે. તેમણે આ રીતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો.

મમતા બેનર્જી

પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે ટ્વિટ કરતા કહ્યું કે ભાજપની ક્રૂરતા સામે આખરે આંદલનની જીત થઈ છે.

મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ખેડૂતોની જીત છે જેઓ કૃષિ કાયદા સામે સતત વિરોધ કરી રહ્યા છે.
આ ખેડૂતોની જીત છે, જેઓ ઘણા દિવસોથી ખેતીના કાયદા સામે વિરોધ કરી રહ્યા છે; 700 થી વધુ મૃત્યુ પામ્યા. એવું લાગે છે કે કેન્દ્ર દોષિત છે… પરંતુ ખેડૂતોને જે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તેની જવાબદારી કોણ લેશે? અમે આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવીશું,” ખડગેએ કહ્યું.

અનિલ ઘનવત

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ફાર્મ પેનલના સભ્ય અનિલ ઘનવતે શુક્રવારે ત્રણ ફાર્મ કાયદાને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પ્રતિગામી ગણાવ્યો હતો. ઘનવતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદીનું આ સૌથી પ્રતિકૂળ પગલું છે, કારણ કે તેમણે ખેડૂતોના ભલાની જગ્યાએ રાજકારણ પસંદ કર્યું.”

પ્રકાશ સિંહ બાદલ

શિરોમણી અકાલી દળ (SAD)ના સુપ્રીમો પ્રકાશ સિંહ બાદલે ગુરુવારે કહ્યું કે આ ખેડૂતોની જીત છે અને ઇતિહાસની નિર્ણાયક ક્ષણ છે.

ઓમર અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે સરકારનો નિર્ણય પેટાચૂંટણીના આંચકાનું પરિણામ છે. કોઈ હૃદય પરિવર્તન નથી.

November 19, 2021
ab-de-villiers.jpg
1min517

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને મિસ્ટર 360 એટલે કે, એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટ્વિટર પર તેમણે તેમની 17 વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી છે. ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે IPL સહિત વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યા હતા. ડી વિલિયર્સે તેમની નિવૃત્તિ પર IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ચાહકો માટે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે. તેમણે ખાસ કરીને RCB મેનેજમેન્ટ અને તેમના મિત્ર વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. ડી વિલિયર્સે ભાવુક અંદાજમાં કહ્યું કે RCB સાથે ક્યારે 11 વર્ષ વીતી ગયા તે ખબર નથી.

ડી વિલિયર્સે કહ્યું,’ આ એક શાનદાર સફર રહી પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા મોટા ભાઈઓ સાથે બેકયાર્ડમાં મેચ રમવાથી શરૂ કરીને મેં પૂરા જોશ અને ઉત્સાહથી રમત રમી છે. હવે, 37 વર્ષની ઉંમરે તે આગ ઝડપથી બળતી નથી. ભૂતપૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું, ‘હું જાણું છું કે મારા પરિવાર – મારા માતા-પિતા, મારા ભાઈઓ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના બલિદાન વિના કંઈપણ શક્ય ન હોત. હું મારા જીવનના આગલા તબક્કાની રાહ જોઈ રહ્યો છું જ્યાં હું તેમને પ્રાથમિકતા આપી શકીશ.

કોહલીની ડિવિલિયર્સ માટે ભાવૂક પોસ્ટ

તમે આરસીબીને બધું જ આપી દીધું છે અને હું તે મારા મનમાં જાણું છું. તમે આ ફ્રેન્ચાઇઝી અને મારા માટે શું છો તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ તમારા માટે ચીયર કરવાનું અને હું તમારી સાથે રમવાનું મિસ કરીશ. આઈ લવ યુ… અને હું હંમેશા તમારો નંબર-1 ફેન રહીશ.

‘RCBથી દૂર રહેવું સારું નથી લાગતું’
RCBના ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવેલા વિડીયોમાં ડી વિલિયર્સે કહ્યું, ‘મેં RCB સાથે લાંબો અને સારો સમય વિતાવ્યો છે. 11 વર્ષ આમ જ વીતી ગયા અને ખેલાડીઓને છોડવાનું સારું નથી લાગતું. આ નિર્ણયમાં ઘણો સમય લાગ્યો પરંતુ વિચાર-વિમર્શ બાદ મેં નિવૃત્તિ લેવાનો અને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો છે. હું RCB મેનેજમેન્ટ, મારા મિત્ર વિરાટ કોહલી, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, ચાહકો અને સમગ્ર RCB પરિવારનો આભાર માનું છું.

ડી વિલિયર્સ વિશ્વભરની T20 લીગમાં રમી ચૂક્યા છે
દક્ષિણ આફ્રિકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક એવા ડી વિલિયર્સના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ડી વિલિયર્સના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આઈપીએલની રાહ જોઈ હતી. આઈપીએલ ઉપરાંત, ડી વિલિયર્સ બાર્બાડોસ, સ્પાર્ટન્સ, રંગપુર રાઈડર્સ, મિડલસેક્સ, બ્રિસ્બન હીટ અને લાહોર કલંદર માટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી ચૂક્યા છે.

ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 114 ટેસ્ટ, 228 ODI અને 78 T20 ઈન્ટરનેશનલ રમનાર ડી વિલિયર્સની ગણના સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 47 સદી ફટકારી છે.

November 19, 2021
lunar.jpg
1min599

વિક્રમ સંવત ૨૦૭૮માં કુલ બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ છે. આ પૈકીનું પ્રથમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આવતીકાલે છે.જ્યોતિષીઓના મતે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી કોઇ સૂતક પાળવાની જરૃર નથી.

વિક્રમ સંવત ૨૦૭૮માં કાર્તિક સુદ પૂર્ણિમાને ૧૯ નવેમ્બરે વૃષભ રાશિ કૃતિકા નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સદીનું લાંબામાં લાંબુ અવધિમાં જોવા મળવાનું છે. ભારતીય સમય મુજબ છાયાગ્રહણ સ્પર્શ સવારે ૧૧ કલાક ૩૨ મિનિટ ૧૦ સેકન્ડ, ગ્રહણ પ્રારંભ બપોરે ૧૨ કલાક ૪૮ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય બપોરે ૨ કલાક ૩૨ મિનિટ ૫૫ સેકન્ડ, ગ્રહણ સમાપ્ત બપોરે ૪ કલાક ૧૭ મિનિટ ૭ સેકન્ડ, છાયા ગ્રહણ સમાપ્ત સાંજે ૫ કલાક ૩૩ મિનિટ ૪૦ સેકન્ડ છે. ખંડગ્રાસ ગ્રહણની અવધિ ૩ કલાક ૨૮ મિનિટ ૨૪ સેકન્ડ જ્યારે છાયા ગ્રહણ અવધિ ૬ કલાક ૧ મિનિટ ૩૦ સેકન્ડ છે.

ભારતના પૂર્વોત્તર છેવાડાના અરૃણાચલ પ્રદેશના અમુક ભાગમાં લાલાશ રંગનો ચંદ્ર જોવા મળશે. જ્યોતિષીઓના મતે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે કોઈ મોટી ઘટના ની સંભાવના જણાતી નથી. તેમજ ઈ.સ ૨૦૨૨ માં પાંચ  ગ્રહણ છે તેમ શરૃના ૪ ગ્રહણ દેખાવાના નથી. પરંતુ પાંચમું ગ્રહણ આસો વદ અમાસ એટલે દિવાળીના દિવસે થનાર છે, તે દેખાશે અને એ વખતના ગ્રહયોગ અને અન્ય પરિબળો  પ્રમાણે દિવાળીના બે માસ આસપાસ કોઈ રાજકીય કે આથક, સામાજિક ઘટના કે કોઈ દુર્ઘટનાની સંભાવના છે. ‘

November 19, 2021
narendra-modi.jpg
1min410

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે Dt.19/11/21 સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. PM મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે. ત્યાર બાદ પીએમ મોદીએ ગુરુ નાનકજીના ઉપદેશની વાત કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે.

નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. અમે જે કૃષિ કાયદાની વર્ષોથી માગ હતી તેને જ દેશના હિત માટે લઈ આવ્યા હતા. ઘણા ખેડૂતો અને કૃષિ સંગઠનોએ તેને આવકાર્યા હતો પરંતુ કેટલાક ખેડૂતોના આ કાયદાના ફાયદાઓ અમે સમજાવી શક્યા નથી. જોકે હવે અમે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને આ સાથે પીએમ મોદીએ હાથ જોડીને આંદોલનરત ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરુઆત કરો.

આ સાથે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ખેતી અને દેશના ખેડૂતોની સ્થિતિને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ સશક્ત કરવા માગતા હતા. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે.

ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. જેનો હેતુ ખેડૂતોને વધુ શક્તિ આપવાનો હતો. તેમને તેમની પેદાશો વેચવા માટે વધુને વધુ વિકલ્પો મળવા જોઈએ. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ આ અંગે વિચારણા કરી છે. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ, મંથન થયું અને આ કાયદા લાવવામાં આવ્યા. દેશના ખૂણેખૂણેથી અનેક ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું અને સમર્થન કર્યું. હું આજે તે બધાનો ખૂબ જ આભારી છું. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. આ તમામ બાબતો દેશ આખો જાણે છે માટે તેમાં વધુ નથી કહેવા માગતો પરંતુ અમારી સરકાર હંમેશા દેશ હિતમાં પગલા લેશે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલા કાર્યોને ગણાવ્યા હતા. તેનો ઉલ્લેખ કરતાં તમણે કહ્યું કે ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અમારી સરકાર દ્વારા કરવામાં આવતી ઉપજની ખરીદીએ છેલ્લા કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશની 1000 થી વધુ મંડીઓને e-NAM યોજના સાથે જોડીને, અમે ખેડૂતોને તેમની ઉપજ ગમે ત્યાં વેચવા માટે પ્લેટફોર્મ આપ્યું છે. કૃષિ બજારોના આધુનિકીકરણ માટે કરોડો ખર્ચવામાં આવ્યા હતા. દેશનું કૃષિ બજેટ અગાઉની સરખામણીમાં 5 ગણું વધ્યું છે. કૃષિ પાછળ દર વર્ષે 1.25 લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.

– આપત્તિ સમયે વધુમાં વધુ ખેડૂતોને વળતર મળી રહે તે માટે નિયમો પણ બદલાયા હતા. છેલ્લા 4 વર્ષમાં ખેડૂત ભાઈ-બહેનોને 1 લાખ કરોડથી વધુનું વળતર મળ્યું છે. નાના ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 1.62 લાખ કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

– પીએમ મોદીએ કહ્યું કે 5 દાયકાના મારા જાહેર જીવનમાં મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. 2014માં જ્યારે દેશે મને સેવા કરવાની તક આપી ત્યારે અમે કૃષિ કલ્યાણને પ્રાથમિકતા આપી હતી.

– નાની જમીનની મદદથી નાના ખેડૂતો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારોનું પેઢી દર પેઢીનું વિભાજન તેને વધુ નાનું બનાવી રહ્યું છે. નાના ખેડૂતના પડકારોને ઘટાડવા માટે બિયારણ, વીમો, બજાર અને બજેટ પર સર્વાંગી કાર્ય કરવામાં આવ્યું છે.

– ગુરુ પર્વના પાવન અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. દોઢ વર્ષના અંતરાલ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલ્યો તે પણ ખૂબ જ આનંદદાયક છે.

અમારી સરકાર સેવાની ભાવના સાથે દેશવાસીઓનું જીવન સરળ બનાવવામાં લાગેલી છે. ન જાણે કેટલી પેઢીઓ સપના સાકાર થતા જોવા માંગતી હતી, આજે ભારત એ સપનાઓને સાકાર કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.

November 19, 2021
indiavsnz.jpg
1min460

Ranchi 19/11/21 શુક્રવારે ન્યૂ ઝીલેન્ડની સામે રમાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ટી-૨૦ શ્રેણીની બીજી મૅચ જીતીને ભારત સિરીઝ જીતવા કમર કસશે. ભારતે ત્રણ મૅચની સિરીઝની પહેલી મૅચ પાંચ વિકેટે જીતી લીધી હતી. કોલકાતા ખાતે ત્રીજી મૅચ રમાવાની છે.

પહેલી મૅચમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ત્રીજા ક્રમે બૅટિંગ કરવા આવેલો સૂર્યકુમાર યાદવ ૪૨ બૉલમાં ૬૨ રન કરીને ટીમને વિજય ભણી લઇ ગયો હતો અને પોતાની ટીમમાંની પસંદગી સાર્થક સાબિત કરી હતી.

શ્રેયશ ઐયર (આઠ બૉલમાં પાંચ રન) અને ઋષભ પંતે બૅટિંગમાં કરેલી કેટલીક ભૂલથી એક સમયે ચિંતા ઊભી થઇ હતી, પરંતુ રન-રૅટ પહેલેથી જ સારો રખાયો હોવાથી છેલ્લે વિજય થયો હતો.
ભુવનેશ્ર્વર અને અશ્ર્વિનની બૉલિંગ સારી કરકસરભરી રહી હતી. તેઓએ પ્રવાસી ટીમનો જુમલો સીમિત રાખ્યો હતો. ભુવનેશ્ર્વર અને અશ્ર્વિને બે – બે વિકેટ લીધી હતી.

ચહર અને સિરાજે એક – એક વિકેટ ઝડપી હતી, પરંતુ તે બન્ને બૉલર બહુ જ મોંઘા સાબિત થયા હતા. ચહરે ચાર ઑવરમાં ૪૨ અને સિરાજે ચાર ઑવરમાં ૩૯ રન આપ્યા હતા. બીજી મૅચમાં ટૉસ જીતવો પણ ઘણો મહત્ત્વના સાબિત થઇ શકે છે.

November 18, 2021
weather-forecast.jpg
1min452

આજે Dated 18/11/21 વહેલી સવારે રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો-છવાયો વરસાદ પડ્યો છે.

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.

માવઠાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી છે. તો બીજી બાજુ અરવલ્લીમાં પણ માવઠાની અસર જોવા મળી છે. અરવલ્લીના શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસતા કારતકી પૂનમના મેળાને લઈને ભક્તોને હાલાકી નડી છે. અરવલ્લીના ભીલોડાના લીલછા, મલાસા અને મુનાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

November 18, 2021
dharm_parivartan-1280x720.jpg
1min451

ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે કેટલાક લોકોએ લાલચ આવી ધર્મપરિવર્તન કરાવતા હતા. મળતા અહેવાલો મુજબ આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. આરોપીઓ ગામના ગરીબ લોકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવતા હોવાનું સામે આવ્યું છે .પોલીસ ધર્માંતરણ કરાવતા 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.મામલાની તપાસ કરતા પોલીસે હાલ 4 શખ્સોની ધરપકડ કરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્માંતરણના સંવેદનશીલ અને ગંભીર મુદ્દે જણાવ્યું છે કે, ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ થશે.

આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે. આ માટે 3 અલગ અલગ ટીમો બનાવાઈ છે. ધર્માંતરણમાં સામેલ 9 પૈકીના 4 આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. હજી સુધી આરોપીઓએ કોઈ ફોડ પાડ્યો નથી.

November 18, 2021
PAYTM-IPO.jpg
1min393

દેશના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytm ની પેરેન્ટ કંપની One 97 Communications કંપનીનો શેર આજે તા.18મી નવેમ્બર 2021ના રોજ ભારતીય શેરબજારમાં લિસ્ટ થયો હતો. 9 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે પ્રતિ શેર 195ની નુકસાની સાથે લિસ્ટ થયા પછી પણ આખો દિવસ આ શેરમાં ભંગાણ પડવાનું ચાલુ રહ્યું હતું અને બપોરે સાડાત્રણ વાગ્યે માર્કેટ બંધ થયું ત્યારે 26 ટકા જેટલો તૂટ્યો હતો. રોકાણકારોને આ શેર સારું વળતર આપશે તેવો આશાવાદ હતો.

ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયા બાદ પેટીએમના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. ઇન્ડ્રા ડેમાં આ શેર BSE પર ઘટીને 1,586 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. સવારે 11:45 વાગ્યે પેટીએમનો શેર BSE પર 1,655 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSE પર શેર 1,626 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. 11:45 વાગ્યે પેટીએમનો શેર આશરે 24%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીના શેર માટે લોઅર સર્કિટ 30% એટલે કે 1,564 રૂપિયા છે.

ભારતના સૌથી મોટા ગણાવાયેલા પેટીએમ આઇપીઓ માટે જે કહેવાયું તેનાથી વિપરીત અને લિસ્ટીંગના દિવસે કમાણીની આશા રાખનારા રોકાણકારોને આંચકો લાગ્યો છે.

Reported @ 10.30 am :પ્રતિ શેર રૂ.195નું નુકસાન સાથે લિસ્ટ થયો, ઇન્વેસ્ટર્શે ખરી ખોટી સંભળાવી

બોમ્બે સ્ટોક એક્ષચેન્જ પર પેટીએમનો શેર રૂ. 1955 એટલે કે 9.07 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. તેની ઈશ્યુ કિંમત 2150 રૂપિયા હતી. ઇન્વેસ્ટરને એક શેર પર 195 રૂપિયાનું નુકસાન થયું હતું. લિસ્ટિંગ બાદ શરૂઆતી કારોબારમાં તે ઘટીને રૂ. 1777.50 થયો હતો.

પીટીએમનો આઇપીઓ રૂ. 18,300 કરોડની જંગી કિંમતનો હોવાનો પ્રચાર ખૂબ જોરશોરથી ચાલ્યો હતો અને તેનું લિસ્ટંગ 10થી 15 ટકા ઉંચું આવશે તેવી પણ વાતો ફેલાઇ હતી. જોકે આજે લિસ્ટીંગના દિવસે પ્રતિસાદ મળ્યો ન હતો અને ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ સતત ઘટી રહ્યું હતું.

આ વર્ષે લિસ્ટ થનારી તે 49મી કંપની છે. Paytmનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હતો. 18,300 કરોડના આ IPOને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. તેને કુલ 1.89 ગણી બિડ મળી હતી. તે 8 નવેમ્બરે ખુલ્યો અને 10 નવેમ્બરે બંધ થયો હતો. તેને QIB કેટેગરીમાં 2.79 ગણી અને રિટેલ રોકાણકારોની શ્રેણીમાં 1.66 ગણી બિડ મળી હતી.

November 16, 2021
cia_edu-1280x925.jpg
1min970

Jayesh Brahmbhatt 98253 44944

ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા અને નીટનો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે એ ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહીની ઘોષણા કરવામાં આવી છે.

પ્રવેશ કાર્યવાહીનું સંપૂર્ણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે. તા.17મી નવેમ્બરથી તા.28મી નવેમ્બર સુધી ઓનલાઇન પીન ખરીદીને વિદ્યાર્થીઓ એ પીન મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પરથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

www.medadmgujarat.org

નીચે મુજબના હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન વિનામૂલ્યે કરાવી શકાય છે

November 15, 2021
sigachi.png
1min736

સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સનું આજે સ્ટેક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું છે અને તેણે તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સ બીએસઈ ખાતે 252.76 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયા હતી અને બીએસઈ ખાતે તે 570 રૂપિયા સાથે લિસ્ટિંગ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર તે 570 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટિંગ થયો છે.

સિગાચીનો ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1થી 3 નવેમ્બર દરમિયાન સબસ્ક્રાઈબ માટે ઓપન થયો હતો. કંપનીએ આ આઈપીઓ દ્વારા 125.43 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 161-163 રૂપિયા પ્રતિ શેર હતી.

લિસ્ટિંગના 24 કલાક અગાઉ ગ્રે માર્કેટમાં તેનું તડગું પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું. ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ 220-230 રૂપિયા બોલાઈ રહ્યું હતું. રોકાણકારો તરફથી પણ આ ઈસ્યુને અદ્દભુત પ્રતિસાત મળ્યો હતો અને તે 120 ગણો ભરાઈ ગયો હતો.

સિગાચી ઈન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગને લઈને રોકાણકારો ઉપરાંત નિષ્ણાતો પણ આતુર હતા. એનાલિસ્ટોએ અપેક્ષા રાખી હતી કે હૈદરબાદાની માઈક્રોક્રિસ્ટલલાઈન સેલ્યુલોસ (એમસીસી) બનાવતી કંપની બીજી પારસ ડિફેન્સ ટેક્નોલોજીસ સાબિત થઈ શકે છે. જોકે, આ કંપનીએ તો પારસ ડિફેન્સનો પણ રેકોર્ડ તોડી દીધો છે જેનું લિસ્ટિંગ 175 ટકાના પ્રીમિયમે થયું હતું.

એમસીસી ફાર્માસ્યુટિકલ, ફૂડ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને કોમ્સેટિક્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સિગાચીના ત્રણ પ્લાન્ટ છે જેમાંથી એક હૈદરાબાદમાં અને બાકીના બે ગુજરાતમાં છે. સિગાચીના શેર્સનું 220 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમે લિસ્ટિંગ થશે તેવું ગ્રે માર્કેટમાં બોલાઈ રહ્યું છે જે તેના ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયાથી 135 ટકા વધારે છે.

ગ્રે માર્કેટને ટ્રેક કરી રહેલા ડીલર્સે જણાવ્યું હતું કે, કંપનીના ફન્ડામેન્ટલ્સ ઘણા જ મજબૂત છે તથા ગ્રોથ પણ ઘણો જ મજબૂત છે. આ ઉપરાંત તેનું વેલ્યુએશન પણ યોગ્ય છે. અનલિસ્ટેડઅરેનાના કો-ફાઉન્ડર અભય દોષીએ જણાવ્યું હતું કે, ઈસ્યુ થોડો નાનો છે અને તેને જોરદાર સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપની પાસે રોકાણકારોને આપવા માટે ઘણું છે. કંપનીનો ગ્રોથ સાતત્યપૂર્ણ રહ્યો છે. શરૂઆતના થોડા દિવસોમાં આ સ્ટોક સર્કિટથી સર્કિટ મૂવ કરશે.