CIA ALERT

Alert Archives - Page 137 of 521 - CIA Live

November 26, 2021
sensex_down.jpg
1min419

સતત વધી રહેલા ભારતીય શેરબજારોને આજે તૂટવાનું કારણ મળ્યું અને એ પણ આફ્રિકામાંથી ઉભો થયેલો કોરોનાનો નવો વેરીએન્ટ, કે જેને વિશ્વભર માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. બ્રિટન સમેત અનેક દેશોએ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધો ફરમાવી દીધા છે. જેના પ્રત્યાઘાત આજે ભારતીય શેરબજારો પર પડ્યા હતા.

તા.26મી નવેમ્બરને શુક્રવારે આજે સવારે શેરબજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સે 722.92 પોઈન્ટ્સ, 1.31 ટકાના ઘટાડા સાથે 58,022.17 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી સેન્સેક્સ સતત તૂટતો જ જોવાયો હતો.

મિડકેપ ઈન્ડેક્સમાં 400 પોઈન્ટના ઘટાડા સાથે શરૂઆતી કારોબાર જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 192-193 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી અને તમામ 50 શેરો ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સવારે 9:23 વાગ્યે, નિફ્ટી 17293 પર ટ્રેડ કરી રહ્યો હતો અને તે જ સમયે તે 240 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

બજારમાં આજે માત્ર ફાર્મા ઈન્ડેક્સમાં જ તેજી સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો અને ફાર્મા ઈન્ડેક્સના 20માંથી 15 શેરોમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ફાર્મા શેરોમાં સૌથી વધુ ઉછાળો એપોલો હોસ્પિટલ્સમાં જોવા મળ્યો હતો. 20માંથી માત્ર 5 ફાર્મા શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, બજારના નિષ્ણાતો આજે ફાર્મા સાથે કેમિકલ શેરોમાં તેજીની અપેક્ષા રાખી રહ્યા છે. આજે કેડિલા હેલ્થકેર ઘટી રહેલા માર્કેટમાં 2.3 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરતી જોવા મળી હતી અને રોકાણકારો તેમાં સારો રસ દાખવી રહ્યા છે.

November 26, 2021
sumullogo.jpg
1min504

ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ વર્ગીસ કુરિયનની આજે તા.26મી નવેમ્બર 2021ના રોજ 100મી જન્મ જયંતિના ઉપલક્ષમાં સુરતમાં સુમુલડેરી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. વર્ગીસ કુરિયને દુધ ક્રાંતિ કરવા માટે આપેલું યોગદાન અને ભારતને વિશ્વમાં સૌથી મોટા દુધ ઉત્પાદક બનાવવા પાછળ રહેલી તેમની દીર્ઘદ્રષ્ટી અંગે સુરતના લોકો વાકેફ થાય તેમને જાણકારી મળે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઇના હસ્તે રેલીને ફ્લેગ ઓફ

સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે રેલી યોજાઈ. - Divya Bhaskar

સમગ્ર દેશમાં દર વર્ષે આજનો દિવસ તા.26મી નવેમ્બર ડો. વર્ગીસ કુરીયનના જન્મદિનને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. આ પ્રસંગે આજે સુમુલ ડેરીના મુખ્ય દરવાજેથી ચેરમેન શ્રી માનસિંગભાઇએ 100 બાઈકની રેલીને પ્રસ્તાન કરાવ્યું હતું. આ પ્રસંગે નિયામક મંડળ તથા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીના સયુંકત ઉપક્રમે યોજાયેલી આ રેલી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી.

સાત વિસ્તારમાં ફરી રેલીનું સમાપન થશે.

સવારે 8 કલાકે પ્રસ્થાન પામેલી સુમુલ ડેરીની બાઇક રેલી સુમુલડેરીએથી નીકળીને કિરણ હોસ્પિટલ થઇને ચંદ્રશેખર આઝાદ પુલ પરથી નવયુગ કોલેજ રાંદેર રોડ પર આગળ વધી હતી. માર્ગમાં ઠેરઠેર રાહદારીઓ, વાહનચાલકોએ સુમુલ ડેરીની બાઇક રેલી તથા તેને યોજવાના કારણ અંગે પૂચ્છા કરતા ડો.વર્ગીસ કુરીયનની યાદો તાજી થઇ હતી. નવયુગ કોલેજ પાસે રેલીએ થોડા વિરામ ત્યાંથી આનંદ મહલ રોડ, પ્રાઇમ આર્ખેડ થઇને હની પાર્ક રોડથી વાયા એલપી. સવાણી રોડ ટીજીબી સર્કલ પાસે પહોંચી હતી. માર્ગમાં ઠેરઠેર લોકોને સુમુલ ડેરીની આ બાઇક રેલી અંગે કૂતુહલ સર્જાયું હતું.

એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી રેલી પાલ આરટીઓ, ઉમરા પુલ પર થઇને એસવીએનઆઇટી સુધી પહોંચી હતી. એસવીએનઆઇટીથી પારલે પોઇન્ટ થઇને સાયન્સ સેન્ટર પહોંચી હતી. જ્યાં પાંચ મિનિટના વિરામ બાદ સાયન્સ સેન્ટરથી સિટીલાઇટ, કેનાલ રોડ, જોગર્સ પાર્ક થઇને વાયા ઘોડદોડ રોડ, મજૂરાગેટ થઇને પરત સ્ટેશન, સુમુલ ડેરી પર વિરામ પામી હતી.

ડો.વર્ગીસ કુરીયન

ડો. વર્ગીસ કુરિયનની દીર્ઘદ્રષ્ટિના કારણે શ્વેતક્રાંતિનુ સર્જન થયું હતું. આજે વિશ્વભરમાં અમુલ પ્રોડક્ટનું એક ડેરી ઉદ્યોગમાં અલગ જ સ્થાન છે. ડેરી પ્રોડક્ટ આજે વિશ્વની સમકક્ષ આપણે આવીને ઊભા છીએ. શ્વેતક્રાંતિના કારણે દેશભરમાં કરોડોની સંખ્યામાં લોકોને રોજગારી ઊભી થઈ છે. પશુપાલકને એક ઉદ્યોગ તરીકે સ્થાપિત કરવામાં તેમણે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. નાના નાના ગામોમાં પણ આજે આધુનિક રીતે પશુપાલકો અને અમૂલ ડેરીના સંચાલકો સંકલન કરીને વધુમાં વધુ ગુણવત્તા સભર દૂધ મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

November 26, 2021
dr-purnima-nadkarni-ivf.jpg
1min662

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નિસંતાનપણું આજે વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. અનેક પરિવારો સંતાન નહીં થતા હોવાથી સામાજિક રીતે અનેક દુષણોની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. આવા દંપતિઓને સંતાન થઇ શકે તે માટે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) આશીર્વાદરૂપ ટ્રીટમેન્ટ છે. સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ, વૈશ્વિક સ્તરે જેમને IVF ના એક્સપર્ટ તરીકે માન્યતા મળી છે એવા સ્વર્ગીય ડૉ.પૂર્ણિમા નાડકર્ણીની સ્મૃતિમાં તેમના જન્મદિવસ, 25 નવેમ્બરના રોજ નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દ્વારા વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આર્થિક રીતે In vitro fertilization (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટ્રીટમેન્ટ એફોર્ડ નહીં કરી શકે તેવા નિસંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિ માટેની અંદાજે રૂ.1 લાખ 50 હજારની ગર્ભધારણ સુધીની સંપૂર્ણ સારવાર ફક્ત રૂ.35 હજારમાં જ કરી આપવામાં આવશે.

નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને 21st Century Hospitals દર મહિને વધુમાં વધુ 10 યુગલોને આ પ્રકારે રાહત દરે ટ્રીટમેન્ટ આપવાનું હાલ પ્લાનિંગ કરી રહ્યા છે. જેમ જેમ તેઓને ફંડિંગની સુવિધા વધુ મળશે તેમ તેમ તેઓ ભવિષ્યમાં આ સંખ્યા વધારી પણ શકે.

Dr. Purnimaben Nadkarni of Pardi in Valsad district dies of cancer, dies in  Goa | વલસાડ જિલ્લાના પારડીના ડો પૂર્ણિમાબેન નાડકર્ણીનું કેન્સરની બીમારીના  કારણે નિધન, ગોવામાં ...

વંધ્યત્વથી પીડાતા યુગલો માટે ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ, રાહતદરે સેવા

ડૉ.પૂજા નાડકર્ણી સિંહ અને ડૉ.પ્રભાકર સિંહે સ્વ.ડો.પૂર્ણિમા નાડકર્ણી મેમોરીયલ ફંડ તેમજ તેની કામગીરી વિષે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી

દોઢ લાખની ટ્રીટમેન્ટ 35000માં, શું શું સામેલ હશે ટ્રીટમેન્ટમાં

લેબ ટેસ્ટિંગ, મેડિકલ સ્ટોરની દવાઓ, તમામ હોર્મોન્સ, IVF લેબ ચાર્જ, સોનોગ્રાફી, સુધી હોસ્પિટલમાં રહેવા અને IVF પછી 15 દિવસ સુધી આપવામાં આવતી દવાઓ જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. ટૂંકમાં ડો. પૂજા નાડકર્ણીએ જણાવ્યું હતું કે ગર્ભધારણ સુધીની તમામે તમામ ટ્રીટમેન્ટ અને IVFનો બાકીનો ખર્ચ નીમાયા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે. એ પછી ડિલીવરી માટે કોઇપણ હોસ્પિટલમાં તેઓ જઇ શકશે.

આર્થિક રીતે IVFનો ખર્ચ ન ઉઠાવી શકે તેવી જરૂરીયાતમંદ મહિલાઓને જ ટ્રીટમેન્ટ મળશે

ડો.પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે આજે IVF ટ્રીટમેન્ટ સૌથી મોંઘી છે, અમારી જાહેરાત બાદ શક્ય છે કે કોઇપણ નિસંતાન દંપતિ આ ટ્રીટમેન્ટ સસ્તામાં મળતી હોઇ, એ લેવા અમારી પાસે પહોંચી શકે. પરંતુ, અમે સામાજિક સંસ્થાઓ કે અન્ય કોઇના રેફરન્સ તથા મહિલા ખરેખર જરૂરીયાત મંદ છે અને આર્થિક રીતે નબળા વર્ગની છે કે નહીં તેની તપાસ કર્યા પછી જ તેમની પસંદગી કરીશું.

November 25, 2021
Cia_business_news-1280x936.jpg
1min599

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના લિડરશીપમાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા છેલ્લા બે મહિનાથી ચલાવવામાં આવેલી પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ નહીં કરવા સંદર્ભની લડત રંગ લાવી છે અને હવે એ વાત નિશ્ચિત બની ચૂકી છે કે આખા ભારતના વીવીંગ ઉદ્યોગકારો પૈકી સુરતના વીવર્સ જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે એ પોલિએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવાની કેન્દ્ર સરકારની કોઇ યોજના નથી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત તથા ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયત્નને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ – નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત

ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ડીજીટીઆર દ્વારા ભલામણ થઇ હતી. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થઇ, નાણાં મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નહીં

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી જણાવે છે કે, ડીજીટીઆર દ્વારા તા. ૧૯ ઓગષ્ટ, ર૦ર૧ના રોજ ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફિઆસ્વી દ્વારા ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ, દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધી, અગ્રણી મયુર ગોળવાલા વગેરેએ કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂઆતો કરીને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની ભલામણનો પૂરજોશથી વિરોધ કર્યો હતો

દરમ્યાન તા. ૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ નવી દિલ્હી ખાતે ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ દ્વારા એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી મયુર ગોળવાલા તથા ડીજીટીઆરમાં આ અંગે અરજી કરનારા આઠ મેન્યુફેકચરર્સ પણ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર દ્વારા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે સંદર્ભે તમામ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

મિટીંગના અંતે ચેમ્બરે, અધિકારીઓ અને એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે અરજી કરનારાઓને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે સહમત કર્યા હતા. તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થતી હતી. કસ્ટમના નિયમ અનુસાર ડીજીટીઆરનું ફાઇનલ ફાઇન્ડીંગ રજૂ થયાના ત્રણ મહિનાની અંદર નાણાં મંત્રાલય દ્વારા કાર્યવાહી કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. પરંતુ આ સંદર્ભે ત્રણ મહિના વિતિ ગયા બાદ પણ નાણાં મંત્રાલય દ્વારા કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. એનો સીધો મતલબ એ થાય છે કે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવી નથી.

ચેમ્બર તથા ફિઆસ્વીની સતત રજૂઆતો તથા મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયાસોને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ અને નિટીંગ ઉદ્યોગને ઘણી મોટી રાહત થઇ છે. આથી ચેમ્બરના સૂચનોને ધ્યાનમાં લેવા માટે ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીનો આભાર માનવામાં આવ્યો હતો.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
1min644

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મેનેજમેન્ટના ભાગરૂપે ઉદ્યોગપતિ મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે આજે સચિન હજીરા હાઇવેથી સુરત અવરજવર કરતા લોકોને કનડતા ટ્રાફિકના પ્રશ્નમાંથી છુટકારો મળે તેવું ભગીરથ કાર્ય કરી દેખાડ્યું છે. સચિન હજીરા હાઇવે પર ટ્રાફિક જામનું કારણ બનેલા ગભેણી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ, ગ્રામજનો વગેરેનું સંકલન સાધીને આજે તા.23મી નવેમ્બરે દૂર કરાવ્યા હતા. જેને લઇને ટ્રાફિક જામમાં દરરોજ ફસાતા હજારો વાહનચાલકોને આજથી મોટી રાહત મળશે.

છેલ્લા એકાદ મહિનાથી સચિન હજીરા રોડ પર થઇ થઇ રહેલા ભારે ટ્રાફિક જામ માટે કારણભૂત બનેલા ગણેભી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને આખરે આજે દૂર કરવામાં આવ્યા હતા. સચિન જીઆઇડીસી સ્થિત સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી મેનેજમેન્ટે નેશનલ હાઇવે ઓથોરિટી, સુરત ટ્રાફિક પોલીસ, ગામજનો વગેરેનું સંકલન કરીને આખરે અશક્ય લાગતું કામ કરી દેખાડ્યું હતું.

સચિનથી હજીરા જતા સ્ટેટ હાઇવે પર છેલ્લા એકાદ મહિનાથી સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો. કલાકો ફોરવ્હીલ વાહનચાલકો ટ્રાફિક જામમાં સપડાતા હતા અને ટ્રાફિક પોલીસથી લઇને નેશનલ હાઇવે ઓથોરિટી સુધી ફરીયાદો ઉઠી હતી. અધૂરામાં પૂરું સચિન જીઆઇડીસીમાં જવા આવવા માટેના બે મુખ્ય ગેટ પૈકી એક ગેટ વિકાસ કામોને કારણે હંગામી ધોરણે બંધ હોઇ, સચિનથી સુરત આવતા હજારો વાહનોનો વધારાનો ટ્રાફિક પણ જામનું કારણ બન્યો હતો.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે ગભેણી ચોકડી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા એક સાથે 12 નાનાનાના સ્પીડ બ્રેકરને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલી જોવા મળતી હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મહેન્દ્રભાઇ પટેલ, સેક્રેટરી નિલેશ કોરાટ વગેરેએ આગેવાની લઇને નેશનલ હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ તેમજ ગામજનોનો સંપર્ક સાધીને ટ્રાફિક જામના નિવારણ માટે ગભેણી સ્થિત સ્પીડ બ્રેકર દૂર કરવા માટેનું કામ ઉપાડ્યું હતું. જેમાં સમજાવટથી તમામ પક્ષો માની જતા આજે આખરે ગભેણી ખાતેના નેશનલ હાઇવેના સ્પીડ બ્રેકરને તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
1min435

સરીન આંતર રાષ્ટ્રીયસ્તરની કંપની છે, તેણે બનાવેલા સોફ્ટવેરથી હીરા કટ-પોલિશનું કામ આસાનીથી થઇ શકે છે, રૂદ્ર ડાયમે પાઇરેડેટ વર્ઝનનો વપરાશ શરૂ કરી દીધો હતો

Jayesh Brahmbhatt (cialive@yahoo.com)

હીરા ઉદ્યોગમાં હાલ એવા અનેક પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ બેફામ થઇ રહ્યો છે જેનાથી હીરા કટ એન્ડ પોલીશનું કામ બિલકુલ સરળતાથી થઇ શકે છે. આવો જ એક વૈશ્વિક સ્વીકૃતિ પામેલો સોફ્ટવેર ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, સરીનના ડાયમંડ સોફ્ટવેરનું પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ સુરતમાં થઇ રહ્યો છે તેવી માહિતી મળતા સરીન કંપનીએ ચલાવેલી તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા ગેરકાનૂની રીતે સરીન ડાયમંડ સોફ્ટવેયરનો ઉપયોગ કરાતો હતો, જેની સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસના હિયરિંગમાં કોર્ટે રૂદ્ર ડાયમ પર સરીનના સોફ્ટવેરના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે.

સુરતમાં જેટલો હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે તેટલો વિશ્વમાં ક્યાંય નથી પામ્યો. હીરા ઉદ્યોગમાં વિકાસની સાથે નેચરલ ડાયમંડની આડમાં સિન્થેટિક ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અગાઉ પધરાવી દેવાના પણ બનાવો બન્યા અને હવે ડાયમંડ કટ એન્ડ પોલીસિંગના કામમાં અત્યંત ઉપયોગી એવા કમ્પ્યુટરના સોફ્ટવેરની પણ પાઇરેસી માટે સુરત બદનામ થઇ રહ્યું છે. હીરા ઉદ્યોગમાં ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા કેટલાક સોફ્ટવેયર તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી હીરામાં કટ તથા પોલીશ કરવાનું કામ અત્યંત સરળ રીતે, સંપૂર્ણ રીતે અને ઓછી નુકસાનીથી થાય છે.

સરીન કંપનીને જાણમાં આવ્યું હતું કે સુરતમાં કેટલીક હીરા પેઢીઓમાં તેમના સોફ્ટવેરનો ગેરકાનૂની રીતે પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ કરેલી પ્રાથમિક તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા સરીનના પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાતા સરીન કંપનીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. જેના હિયરીંગમાં કોર્ટ દ્વારા રૂદ્ર ડાયમ કંપની પર એવો કાયમી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે કે તેઓ સીધી કે આડકતરી રીતે સરીનના કોઇપણ સોફ્ટવેરનો કોઇપણ રીતે ઉપયોગ કરી શકશે નહીં.

કંપનીએ આ પ્રકારે પાઇરેટેડ સોફ્ટવેરનો વપરાશ કરતા અન્ય લોકોને પણ ચેતવણી આપી છે.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
3min899

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારની મેડીકલ પેરામેડીકલ એડમિશન કમિટીએ એવી જાહેરાત કરી છે કે ફક્ત ચાલુ વર્ષ પૂરતું વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ પણ એમબીબીએસ, ડેન્ટલમાં સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. વિદેશમાં વસતા એટલે એવા વિદ્યાર્થીઓ કે જેમની પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનો ભારત સરકારે આપેલો કાર્ડ છે.

ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગઇ તા.8મી નવેમ્બર 2021ના રોજ આપેલા એક ચુકાદાને આધિન ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડીયા કાર્ડ હોલ્ડર વિદ્યાર્થીઓને મેડીકલ, ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં ફક્ત આ વર્ષ 2021-22 માટે સરકારી (સ્ટેટ) ક્વોટા તેમજ મેનેજમેન્ટ ક્વોટાની સીટ માટે લાયક ગણવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ અન્ય દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હશે તો તેમને મેરીટમાં સરકારી ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મળી શકશે.

સરકારના આ નિર્ણયને કારણે વિદેશમાં વસતા અને ઓસીઆઇ કાર્ડ હોલ્ડર અનેક ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં મેરીટમાં એડમિશન મળી શકશે. આવા વિદ્યાર્થીઓએ અત્યાર સુધી એન.આર.આઇ. ક્વોટામાં લાખો રૂપિયાના ખર્ચે પ્રવેશ મેળવીને અભ્યાસ કરવો પડતો હતો.

આ પ્રકારની જાહેરાત એડમિશન કમિટીએ પોતાની વેબસાઇટના હોમ પેજ પર કરી છે

OCI = Overseas Citizen of India

(a) The following categories of persons (except Pakistan and Bangladesh)  are eligible to apply under OCI scheme:

  1. Who is a citizen of another country, but was a citizen of India at the time of, or at any time after, the commencement of the constitution; or
  2. Who is a citizen of another country, but was eligible to become a citizen of India at the time of the commencement of the constitution; or
  3. Who is a citizen of another country, but belonged to a territory that became part of India after the 15th day of August, 1947; or
  4.  Who is a child or a grand-child or a great grandchild of such a citizen; or

(b) A person, who is minor child of a person mentioned in clause (a); or (c) A person, who is a minor child, and whose both parents are citizens of India or one of the parents is a citizen of India; or (d) Spouse of foreign origin of a citizen of India or spouse of foreign origin of an Overseas Citizen of india Cardholder registered under section 7A, Citizenship Act 1955 and whose marriage has been registered and subsisted for a continuous period of not less than two years immediately preceding the presentation of the application under this section:               Provided that no person, who is or had been a citizen of Pakistan, Bangladesh or such other country as the Central Government may, by notification in the Official Gazette, specify, shall be eligible for the registration as Overseas Citizen of India Cardholder.   

November 22, 2021
mahesh_patel-1280x853.jpeg
1min815

શિક્ષણ ક્ષેત્રે 35 વર્ષથી અને શાળા સંચાલનમાં છેલ્લા બે દાયકાઓથી સક્રિય મહેશભાઇ પટેલની નિયુક્તિને પગલે શાળા સંચાલકોના વર્ગમાં પણ રાહતની લાગણી

રાજ્ય સરકારે આજે શાળાઓ માટેની દક્ષિણ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીમાં એક સભ્યના જવાથી ખાલી પડેલી જગ્યા પર સુરતના વિદ્યાકુંજ સંકુલના મહેશભાઇ પટેલની નિમણૂંક કરવાનું નોટિફિકેશન જારી કરતા સુરતના સંચાલક વર્ગમાં રાહતની લાગણી પ્રવર્તી ઉઠી છે. મહેશભાઇ પટેલ દાયકાઓથી શાળા સંચાલન ક્ષેત્રમાં કાર્યરત છે અને તેઓ મૃદુભાષી અને ટ્રબલ શૂટરની છાપ ધરાવે છે.

શાળાઓની ફી નિર્ધારણ માટે રાજ્ય સરકારે નિમેલી ફી રેગ્યુલેટરી કમિટીમાંથી ડો.કિશોરસિંહ ચાવડાએ રાજીનામું આપ્યા બાદ છેલ્લા ઘણાં મહિનાઓથી સુરતની એફ.આર.સી.માં એક સભ્યની બેઠક ખાલી પડી હતી. રાજ્ય સરકારે સાઉથ ઝોનની એફ.આર.સી.માં સુરતમાં વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર મહેશભાઇ વલ્લભભાઇ પટેલની નિમણૂંક કરતું નોટિફિકેશન જાહેર કર્યું છે. બી.એ.બી.એડ. તેમજ ફાઇન આર્ટસની ડિગ્રી ધરાવતા મહેશભાઇએ પોતાની કારકિર્દી એક શિક્ષક તરીકે શરૂ કરી હતી અને છેલ્લા વીસથી વધુ વર્ષથી તેઓ વિદ્યાકુંજ સંકુલના સંચાલન સાથે સંકળાયા હતા. સ્વભાવે ઉમદા વ્યક્તિત્વ ધરાવતા મહેશભાઇ પટેલે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં ભળીને અનેક લોકોપયોગી કાર્યો કર્યા છે. સરકારે તેમની કદર કરતા તેમને દક્ષિણ ઝોનની એફ.આર.સી.માં મૂક્યા છે

November 21, 2021
cia_multi-1280x1045.jpg
1min589

Jayesh Brahmbhatt 98253 44944

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે રાજ્યમાં ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો આવતીકાલ તા.22મી નવેમ્બરથી જ શરૂ કરવા અંગે કરેલી જાહેરાત ઉતાવળે કરાયેલી જાહેરાત છે. કેમકે ધો.1થી 5ના ભૂલકાઓ માટે શાળા શરૂ કરવી એ કોઇ નાનીમાં ના ખેલ નથી. ભૂલકાઓ કોવીડ એપ્રોપ્રીએટ બિહેવીયરનું પાલન કરશે, માસ્ક પહેરી રાખશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવશે એની કોઇ ગેરેન્ટી નથી આ બધા વચ્ચે ટેકનિકલ સમસ્યા તો એ પણ છે કે હજુ સુધી ધો.1થી 5ના વિદ્યાર્થીઓ કે જેઓ 20 મહિનાથી સ્કુલે ગયા નથી. તેમની પાસે યુનિફોર્મ નથી, તેમણે સ્કુલે જઇને શું ભણવાનું છે તેનું કોઇ સમયપત્રક તૈયાર નથી અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાલીઓની લેખિત સંમતિ વગર કઇ સ્કુલના સંચાલકો આવતીકાલ સોમવારથી જ ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા તૈયાર થશે એ સવાલ છે.

સરકારને શાળા શરૂ કરવાની ઉતાવળ અને સુરત મહાનગરપાલિકાને શાળા બંધ કરવાની ઉતાવળ હોય છે, એક કેસ આવ્યો નથી કે ત્રણ હજાર વિદ્યાર્થીઓની સ્કુલ સાત દિવસ માટે બંધ

આજે જે રીતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરેલી જાહેરાતને ઉતાવળીયો નિર્ણય ગણાવાય રહ્યો છે એ જ રીતે સુરત મહાગનરપાલિકા પણ એક કેસ આવે એટલે ત્રણ હજાર વિદ્યાર્થીઓની આખી સ્કુલને સાત દિવસ બંધ કરી દેવાની ઉતાવળમાં હોય છે. હવે જ્યારે ધો.1થી 5ના વિદ્યાર્થીઓ પણ સ્કુલે જવાના છે ત્યારે પહેલા તેમને માનસિક રીતે ઓફલાઇન વર્ગો માટે તૈયાર કરવા અત્યંત જરૂરી છે. અન્યથા સ્કુલોમાં કોવીડ ગાઇડલાઇન્સનો ભંગ અને કેસોની હારમાળા મળી આવે તેવું જોખમ દેખાઇ રહ્યું છે.

ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા માટે શાળાઓ તેમજ વાલીઓ બન્નેએ ખૂબ જ મહત્વની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. ધો.1થી 5ના બાળકો ઉંમરમાં નાના હોવાથી તેઓ કેટલો સમય માસ્ક પહેરી રાખશે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે કે કેમ, દૈનિક કેટલા વર્ગો લઇ શકાશે, સેનિટાઇઝેશન કેવી રીતે થશે વગેરે અનેક સવાલોના જવાબો આપ્યા વગર શિક્ષણ મંત્રી એ ફક્ત એવી ઔપચારિક ઘોષણા કરી દીધી છે કે ધો.1થી 5ના વર્ગો શરૂ થશે.

કોવીડ વખતે બાળમંદિરમાં ભણતું બાળક હવે પ્રાથમિકમાં પહોંચી ગયું છે યુનિફોર્મનું શું

આવતીકાલથી ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સામે સૌથી મોટો પ્રશ્ન સ્કુલ યુનિફોર્મનો રહેશે. ધો.1થી 5ના વિદ્યાર્થીઓ ગ્રોઇંગ ચાઇલ્ડ એટલે કે ઝડપથી ઉછરતા વિદ્યાર્થીઓ હોય છે, તેમના કપડા પણ ઝડપથી નાના થઇ જતા હોય છે. આવી સ્થિતિમાં આ બાળકો છેલ્લા વીસ મહિનાથી સ્કુલે ગયા નથી. ઘણાં વિદ્યાર્થીઓ તો એવા છે જેઓ બાળમંદિરમાં હતા અને હવે પ્રાઇમરી સ્કુલમાં આવી ચૂક્યા છે પરંતુ, સ્કુલ શરૂ થઇ ન હોવાથી વાલીઓએ તેમના સ્કુલ યુનિફોર્મ ખરીદ્યા નથી. આવા વિદ્યાર્થીઓના યુનિફોર્મ વગર શાળાએ મોકલવા કે નહીં એ પણ વાલીઓને મૂંઝવણ છે.

બાળક કાલે સ્કુલે પહોંચી પણ જાય તો કયા પીરીયડમાં શું ભણાવવું સમયપત્રકનું શું

ધો.1થી 5ના વર્ગો શરૂ ન થઇ શકે તેનું સૌથી મોટું કારણ એ છે કે શાળાઓમાં કદાચ વિદ્યાર્થીઓ પહોંચે તો કયા વર્ગમાં કયા શિક્ષક કયો વિષય ભણાવશે એ સમયપત્રક જ હજુ તો તૈયાર કરાયા નથી. કયા શિક્ષકોને વર્ગશિક્ષક બનાવવા કયા શિક્ષકો કયો વિષય ભણાવશે એ વર્ગવાર તાસવાર સમયપત્રક કોઇ જ શાળા પાસે તૈયાર નથી. હાલમાં જે રીતે ઓનલાઇન ક્લાસીસ ચાલી રહ્યા છે એ રીતે ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો નહીં યોજી શકાય. શાળા સંચાલકોનું કહેવું છે કે સમયપત્રક તૈયાર કરવામાં ઓછામાં ઓછા ચાર દિવસ લાગી જાય અને એ પ્રમાણે શિક્ષકોને કામની સોંપણી કર્યા પછી જ ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરી શકાશે

બાળક બિમાર પડ્યું તો …વાલીઓની સંમતિ વગર કઇ સ્કુલ કાલથી શાળા શરૂ કરવાની હિંમત કરશે

ધો.6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરાયા ત્યારે વાલીઓ પાસેથી લેખિત સંમતિ માંગવામાં આવી હતી કે તેઓ તેમના બાળકોને ઓફલાઇન શિક્ષણ માટે મોકલવા માટે સંમત છે. જો વાલી સંમત ના હોય તો શાળા તરફથી તેમના ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. હવે ધો.1થી 5ના વિદ્યાર્થીઓના ઓફલાઇન વર્ગો અંગે વાલીઓની સંમતિ લેવી કે નહીં તે અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કશો જ ફોડ પાડ્યો નથી. શાળાઓ વાલીઓની સંમતિ વગર ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે હરગીઝ તૈયાર નહીં થાય કેમકે જો શાળા શરૂ થયા બાદ કોઇ બાળક બિમાર પડશે તો વાલીઓ સીધા જ શાળાને જવાબદાર ગણી શકે આથી જ્યાં સુધી વાલીઓ પોતાની જવાબદારીએ અને લેખિત સંમતિએ વિદ્યાર્થીને શાળાએ ન મોકલાવે ત્યાં સુધી શાળાઓ પણ ઓફલાઇન વર્ગો શરૂ કરવા રાજી નથી.

November 20, 2021
surat_loksabha.png
1min442

દેશના સૌથી સ્વચ્છ શહેરોની જાહેરાત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી છે.જેમાં મધ્યપ્રદેશનુ ઈન્દોર શહેર સતત પાંચમા વર્ષે પહેલા ક્રમે રહ્યુ છે.

જ્યારે ગુજરાતનુ સુરત બીજા ક્રમે અને આંધ્રપ્રદેશનુ વિજયવાડા દેશમાં ત્રીજા ક્રમે રહ્યુ છે.મળતી જાણકારી પ્રમાણે સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વખતે 4320 શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા.સૌથી પહેલા 2016માં થયેલા સર્વેમાં 73 શહેરો સામેલ હતા.આ વખતે સર્વેક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે.આ વર્ષના સર્વેક્ષણમાં નાગરિકોના ફીડબેકને ગણતરીમાં લેવામાં આવ્યા છે.આ વખતે પાંચ કરોડ નાગરિકોએ આ માટે અભિપ્રાય આપ્યા છે.

સાથે સાથે આ વખતે 342 શહેરોને સ્ટાર રેટિંગ સર્ટિફિકેશન સાથે સન્માનિત કરવામાં આવ્યા છે.2018માં આવા માત્ર 56 શહેરો હતા.

શહેરોને ત્રણ કેટેગરીમાં સ્ટાર અપાયા છે.જેમાં ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર અને વન સ્ટાર શહેરોનો સમાવેશ થાય છે.નવ શહેરોને ફાઈવ સ્ટાર, 166ને થ્રી સ્ટાર અને 167 શહેરોને વન સ્ટાર અપાયા છે.