CIA ALERT

Alert Archives - Page 136 of 521 - CIA Live

November 30, 2021
mp.jpg
1min839

સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.તેમના પર 11 ઓગસ્ટે  રાજ્યસભામાં હંગામો કરવાનો આરોપ છે.

જોકે આ સાંસદો પર કયા પ્રકારના આરોપ છે તેની વિગતો હવે સપાટી પર આવી છે.બે સાંસદોએ પોતાના સ્કાર્ફથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો અને ફંદો ગળામાં નાખી નારાબાજી કરી હતી.

આ પૈકીના એક સાંસદ ડોલા સેન પર સંસદીય બાબતોના મંત્રીનો રસ્તો રોકવાનો પણ આરોપ છે.ડોલા સેને તો તેમની સાથે ધક્કા મુક્કી પણ કરી હતી.કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામે કાગળ ફાડ્યા હતા અને રાજ્યસભાના મહાસચિવના ટેબલ પર ફેંક્યા હતા.કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ મહિલા માર્શલો સાથે પણ ગેરવર્તન કર્યુ હતુ.

અન્ય કેટલાક સાંસદોએ પેપર ફોલ્ડર છીનવી લીધા હતા.કોંગ્રેસના કે નાસિર હુસેન અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પર કાગળો ફાડીને સંસદમાં ફેંકવાનો આરોપ છે.અન્ય એક સાંસદ તો એલઈડી ટીવી મુકવાના સ્ટેન્ડ પર ચઢી ગયા હતા.એક સાંસદે પુરુષ માર્શળનુ ગળુ પકડી લીધુ હતુ.

આ ઘટના બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યુ હતુ કે, સંસદના ઈતિહાસનો આ સૌથી શરમજનક દિવસ હતો.

November 30, 2021
gofashion.jpg
1min539

આઈપીઓમાં 690 રુપિયાના ભાવે ઓફર થયેલો શેર લિસ્ટિંગના દિવસે જ 1316 રુપિયાના હાઈ સુધી પહોંચી ગયો

વિમેન્સ બોટમ વીયર બ્રાન્ડ ગો ફેશનના શેર્સનું અપેક્ષા અનુસાર ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. મંગળવારે તેનો શેર લિસ્ટિંગ સાથે જ 1,316 રુપિયાના સ્તરે પહોંચ્યો હતો, જે તેની ઓફર પ્રાઈસથી 90 ટકા વધારે છે. કંપનીએ આઈપીઓમાં 690 રુપિયાના ભાવે શેર્સ ઓફર કર્યા હતા. NSE પર તેનો શેર 1310 રુપિયાના સ્તરે એટલે કે 89.86 ટકાના પ્રિમિયમ પર લિસ્ટ થયો હતો.

કંપનીનો આઈપીઓ આવ્યો ત્યારથી જ તેમાં કમાણીના મજબૂત ચાન્સ છે તેવો એક્સપર્ટ્સનો વ્યૂ હતો. ગ્રે માર્કેટ પણ આ જ સિગ્નલ આપી રહ્યું હતું. લિસ્ટિંગના એક દિવસ પહેલા પણ આ શેરનું ગ્રે માર્કેટ પ્રિમિયમ 490 રુપિયા જેટલું હતું, જે ઈશ્યૂ પ્રાઈસથી 70 ટકા વધારે થાય છે. વળી, કંપનીની પ્રોડક્ટ્સની વાજબી કિંમત અને મજબૂત બિઝનેસ મોડેલ પણ તેના મોટા પ્લસ પોઈન્ટ્સ હતા. જોકે, માર્કેટમાં તાજેતરમાં જોવા મળેલા કડાકા બાદ ગો ફેશનના શેર્સનું પ્રિમિયમમાં લિસ્ટિંગ થશે કે કેમ તે એક સવાલ હતો. ઉલ્લેખનીય છે કે, સોમવાર બાદ આજે પણ માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ગો ફેશનનો આઈપીઓ એવરેજ 135.46 ગણો ભરાયો હતો. મોટાભાગના એનાલિસ્ટ્સે આ આઈપીઓને સબસ્ક્રાઈબનું રેટિંગ આપ્યું હતું. કંપની આખા દેશમાં વ્યાપક ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક ધરાવે છે, અને તેનો રેવન્યૂ ગ્રોથ પણ મજબૂત છે. આ ઉપરાંત, હાઈ ઓપરેટિંગ માર્જિન અને હાઈ રિટર્ન ઓન ઈક્વિટી પણ તેના પ્લસ પોઈન્ટ્સ છે. 2010માં શરુ થયેલી ગો ફેશન ‘Go colors’ બ્રાન્ડ નેમ હેઠળ વિમેન્સ બોટમ વીયર પ્રોડક્ટનું વેચાણ ખરે છે. 23 રાજ્યોમાં તેના 459 બ્રાન્ડ આઉટલેટ્સ આવેલા છે. કંપની બ્રાન્ડેડ વિમેન્સ બોટમ-વીયર માર્કેટમાં 8 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીની આવક 250 કરોડ જેટલી નોંધાઈ હતી. જોકે, તેણે આ ગાળામાં 3.5 કરોડની ખોટ નોંધાવી હતી.

કંપની આઈપીઓ દ્વારા પ્રાપ્ત ફંડમાંથી 120 નવા આઉટલેટ્સ ખોલવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, તેનો હેતુ વર્કિંગ કેપિટલ ઉભી કરવાનો અને જનરલ કોર્પોરેટ હેતુ માટે પણ ફંડ ઉભું કરવાનો છે. આઈપીઓમાં કંપનીના પ્રમોટર PKS ફેમિલી ટ્રસ્ટ અને વીકેએસ ફેમિલી ટ્રસ્ટ દ્વારા 15 લાખ જેટલા શેર્સ ઓફલોડ કરવામાં આવ્યા છે. આ સિવાય Sequoia Capital દ્વારા પણ 74.98 લાખ શેર્સ ઓફલોડ કરાયા છે.

November 29, 2021
sansad.jpeg
1min474

આજ Dt.29/11/21થી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનુ છે. સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. સંસદનું આ શિયાળુ સત્ર આજથી, સોમવારથી શરૂ થઇને 23મી ડિસેમ્બર સુધી ચાલશે. બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષોએ પોત પોતાના સાંસદોને આ શિયાળુ સત્રમાં સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. જેથી દરેક સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું પડશે.

શિયાળુ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીએ બેઠકમાંથી વોકઆઉટ કર્યું અને વિપક્ષે બેઠકમાં હાજરી ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.

સરકાર લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાનુ બિલ મુકે તેવી પણ શક્યતા છે. સાથે સાથે ક્રિપ્ટોકરન્સી અંગેના બિલનો પણ સમાવેશ થાય છે.

રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ હોબાળો જોવા મળ્યો. બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ પોતાની માગણીઓને લઈને મજબૂતાઈથી ઊભા રહેશે. આ અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમારી તરફથી સર્વપક્ષીય બેઠકમાં મોંઘવારી, ખેડૂતો અને કોરોના જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. તમામ પાર્ટીઓએ માગણી કરી છે કે MSP માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત એવી પણ માગણી કરાઈ છે કે કોરોના મૃતકોને ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.

કોંગ્રેસ નેતાએ એ વાતનો પણ અંદેશો જતાવ્યો કે સરકાર ફરી પાછા ફેરફાર કરીને કૃષિ કાયદા પાછા લાવી શકે છે. આ અંગે તેઓ કહે છે કે સરકારે કૃષિ કાયદા પાછા જરૂર લીધા છે પરંતુ પીએમ મોદી પોતે માને છે કે તેઓ પોતાનો સંદેશો ખેડૂતોને બરાબર સમજાવી શક્યા નહીં. આવામાં બની શકે કે સરકાર થોડા ફેરફાર સાથે આ કાયદા પાછા લાવવાનું કામ કરે.

લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે, આ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે. વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે. સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.

November 29, 2021
weather-forecast.jpg
1min484

ગુજરાતમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરથી ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું પડી શકે છે. 30 નવેમ્બરથી 3 દિવસ સુધી એટલે કે 2 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ ઉપરાંત રાજ્યમાં ઠંડીનો પારો પણ વધવાની આગાહી કરવામાં આવી છે.

સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ,’ નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દમણ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. ગુજરાતમાં હાલ ઠંડીનું જોર વધ્યું છે. સૌથી ઓછું કચ્છના નલિયાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોનું પણ તાપમાન ગગડયું છે. ગુજરાતના મોટાભાગનાં શહેરોમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે, બે દિવસ બાદ

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.’
અહીં નોંધવું ઘટે કે, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતનાં અનેક શહેરોમાં વહેલી સવારથી જ ધુમમ્સ’ છવાઈ જાય છે. રસ્તા પર ધુમ્મસ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી ફરજિયાત બની ગયું છે. તો સાથે જ વહેલી સવારના સમયે ઠંડીનો શિતગાર અનુભવ થઈ રહ્યો છે.

November 29, 2021
tajmahal.jpg
1min484

 કોવિડ-૧૯ના નવા પ્રકાર ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં લઈ કેટલાક દેશોમાંથી ભારત આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર’ (એસઓપી) રવિવારે જાહેર કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા નિર્ણાયોની પણ સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયનાં સચિવ અજય ભલ્લાના વડપણમાં યોજાયેલી બેઠકમાં ઉપરોકત બે નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં વી.કે. પોલ, સભ્ય (આરોગ્ય) નીતિ આયોગ, વડા પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન, આરોગ્ય મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

શુક્રવારે વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવા અંગે ફેરવિચારણા કરવા મોદીએ સલાહ આપી હતી.
ઓમીક્રોન વાઈરસ અંગેની માહિતી મળ્યા પછી ઊભી થયેલી વૈશ્ર્વિક પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ ‘સાવચેતિના પગલાં’  ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા અગાઉ વૈશ્ર્વિક પરિસ્થિતિ પર ધ્યાન આપવામાં આવશે તેવું ગૃહમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું. પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ટેસ્ટિંગ અને સર્વીલેન્સ અંગેની એસઓપીની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

November 28, 2021
indiavsnz1.jpg
1min478

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીનપાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કંગાળ શરૂઆત રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર એક વિકેટે 14 રન રહ્યો હતો. ચોથા દિવસે મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ રમતને આગળ ધપાવતા 11 ઓવરમાં 32 રન કર સુધી સ્કોર પહોંચાડ્યો હતો. પ્રથમ સેશનમાં 37 રનમાં જ ભારતે વધુ ચાર વિકેટ ગુમાવી હતી. જેને પગલે ભારત આ મેચમાં બેકફૂટ પર આવતું જણાય છે.

ચોથા દિવસના પ્રારંભે વાઈસ કેપ્ટન પૂજારા ઈનિંગની 12મી ઓવરમાં જેમીસનના લેગ સાઈડમાં જતા બોલને રમવા જતા તેના ગ્લવ્ઝ પર બોલ અડી જતા તે આઉટ થયો હતો. અમ્પાયરે સોફ્ટ સિગ્નલ નોટઆઉટ આપ્યું હતું પરંતુ બોલર જેમીસન અને વિકેટકીપર બ્લન્ડેલે કપ્તાન કેન વિલિયમસનને ડીઆરએસ લેવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ડીઆરએસ મુજબ પૂજારાના ગ્લવ્ઝ પર બોલ સ્પર્શ્યો હોવાનું સ્નીકોમીટરમાં જણાતા તેને આઉટ આપવામાં આવ્યો હતો. પૂજારા 33 બોલમાં 22 રન કરી આઉટ થયો હતો.

કેપ્ટન અજિંક્યા રહાણે ચોથા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો અને તે તેના કંગાળ ફોર્મને લીધે વધુ એક વખત સસ્તામાં ફક્ત ચાર રન કરી આઉટ થઈ ગયો હતો. એજાઝ પટેલની ઓવરમાં કપ્તાહન રહાણે એલબીડબલ્યુ આઉટ થતા ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. 18મી ઓવરમાં ભારતીય ટીમે 51 રન પૂરા કર્યા હતા અને 100 રનની લીડ મેળવી હતી. ડ્રિંક્સ બ્રેક બાદ 20મી ઓવરમાં ઓપનર મયંક અગ્રવાલ પણ ટીમ સાઉથીના આઉટસ્વિંગ બોલ પર સ્લિપમાં લેથમના હાથે કેચઆઉટ થયો હતો. મયંકે 53 બોલમાં 17 રન કર્યા હતા.

સાઉથીની ઓવરના ચોથા બોલ પર ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા એલબીડબલ્યુ આઉટ થતા 51 રનમાં ભારતની અડધી ટીમ પેવેલિયન પરત હતી. ન્યૂઝીલેન્ડની શીસ્તબદ્ધ બોલિંગ સામે ભારતના ટોચના બેટ્સમેનો ઘૂંટણીયા ટેકવા મજબૂર થયા હતા.  

November 28, 2021
omicron.jpg
1min696

ઓમીક્રોન નામના નવા વેરિયન્ટના કારણે દુનિયામાં કોરોનાની ચોથી લહેર અને ભારતમાં ત્રીજી લહેરના ભણકારા શરૂ થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના આ વેરિયન્ટની ઘાતકતા સામાન્ય શબ્દોમાં સમજીએ તો તે અગાઉના ડેલ્ટા વેરિયન્ટ કરતાં સાત ગણી સ્પીડે ચેપ ફેલાવી રહ્યો છે. એટલું જ નહીં પણ તે ખૂબ જ ઝડપથી મ્યૂટેટ પણ થઈ રહ્યો છે. તે પકડાય તે પહેલાં તો તેમાં 32 મ્યૂટેશન થઈ ગયા હોય છે. આ જોઈને યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોએ પણ હવે 7 આફ્રિકન દેશો સાથેની ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. જો કે, ભારતમાં અત્યાર સુધી આ વેરિયન્ટવાળો કોઈ કેસ સામે આવ્યો નથી. સતર્કતાના ભાગરૂપે સિંગાપુર, મોરિશસ સહિતના 12 દેશોથી આવનારા યાત્રીઓનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.

સૌપ્રથમ વેરિયન્ટ ક્યાં જોવા મળ્યો?

આમીક્રોન વાયરસ 11 નવેમ્બરના રોજ બોત્સવાનામાં મળ્યો હતો. ત્યારબાદ હોંગકોંગ, ઈઝરાયેલ અને બેલ્જિયમમાં પણ મળી આવ્યો હતો. લંડન સ્થિત UCL જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના કહેવા મુજબ આ વેરિયન્ટ HIV/AIDS દર્દીમાં વિકસિત થઈ શકે છે, જેની સારવાર કરવામાં આવી ન હતી. નવા સ્ટ્રેનની ઉત્પત્તિ વિશે હજુ પણ અટકળો છે, પરંતુ એ એક વ્યક્તિમાંથી જ વિકસિત થયેલો હોઈ શકે છે.

હવે દક્ષિણ આફ્રિકાના રોજ મળતા 90 ટકા કેસમાં આ વેરિયન્ટ જ છે, જે 15 દિવસ પહેલાં માત્ર 1 ટકા જ હતા. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના નવા દર્દીઓમાં 210 ટકાનો વધારો થતાં હવે દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેમકે અત્યાર સુધી સૌથી વધુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ ડેલ્ટા હતો. જેના કારણે દુનિયામાં કોરોનાની ત્રીજી અને ભારતમાં બીજી લહેર આવી હતી. 24 નવેમ્બરના રોજ કોરોનાના ઘાતક વેરિયન્ટનો રિપોર્ટ સામે આવતાં જ WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આ વાઈરસ માનવ શરીરની કોશિકાઓમાં પ્રવેશવા માટે સ્પાઈક પ્રોટીનનો ઉપયોગ કરે છે. ઓમીક્રોનના સ્પાઈક પ્રોટીનમાં જોવા મળતાં 32 વેરિયન્ટ તેને ખતરનાક બનાવે છે. નિષ્ણાતો માને છે કે ઓમીક્રોન 50 વખત મ્યૂટેટ થઈ રહ્યો છે, જેમાં એ 30 વખત મ્યૂટેટ થઈને એકલા સ્પાઈક પ્રોટીન પર હુમલો કરે છે. કોરોનાની મોટા ભાગની વેક્સિન આ સ્પાઇક પ્રોટીન સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. જો કે, આ મ્યૂટેશન આગળ વેક્સિનના બે ડોઝ પણ કારગર નીવડ્યા ન હોવાથી સંક્રમણ વધવાનો પણ ડર ફેલાયો છે. એનો અર્થ એ પણ થાય છે કે જે લોકો અગાઉ સંક્રમિત થઈ ચૂક્યા છે કે તેમાંથી બચી ગયા છે તેઓ પણ કોરોનાની ઝપટમાં આવી શકે છે.  

November 27, 2021
fires.jpg
1min529
Gujarat: Fire Breaks Out At Rani Sati Dyeing Mill in Surat (Watch Video) |  ???? LatestLY

સુરતના ઇન્ડસ્ટ્રીટલ એરીયા, પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી ટેક્ષટાઇલ મિલમાં આજે તા.27મી નવેમ્બર 2021ની સવારે 10 વાગ્યાના સુમારે ભીષણ આંગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હોહા મચી ગઇ હતી. આગને જોતા તેને મેજર કોલ તરીકે ગણીને ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા બે કિલોમીટર સુધી જોઇ શકાતા હતા. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી 2 કલાકેની જહેમતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે રાની સતિ મિલમાં રાબેતા મુજબ બોઇલર પાસે રૂટીન કામ ચાલતું હતું. એ દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં સ્પાર્ક થતાં જ જોતજોતાંમાં ભીષણ આગ ફાટી નીકળી હોઇ શકે.

પાંડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતાં ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગને કાબૂમાં લેતા બે કલાક થયા હતા. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે એ પેટ્રોલિયમ પદાર્થોથી તૈયાર થતો હોય છે અને એને કારણે એ ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ પર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો કર્યો હતો.

સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગનું કામ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો આવે એ પહેલાં મિલના કેટલાક કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. શહેરની મોટા ભાગની ફાયર વિભાગની ટીમોએ પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં જ ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મિલ ચાલુ કરવા સમયે ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. રાની સતિ મિલનું સ્ટ્રક્ચર અંદાજે 30 વર્ષ કરતાં પણ જૂની હોવાથી નબળું પડી ગયુ હોવાને કારણે ફાયરબ્રિગેડે સિફતપૂર્વક ઓગ ઓલવવાનું મુશ્કેલ બની રહ્યું હતું.

November 26, 2021
shreyas-iyer.jpg
1min466

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર ભારતના શ્રેયસ ઐયરે ધમાકેદાર સદી ફટકારીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારનાર ભારતનો 16મો ભારતીય પ્લેયર બન્યો છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રેયસ ઐયરે જેમીસનના બોલ પર બે રન લઈને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. શ્રેયસ ઐયરે 157 બોલમાં પોતાની સેન્ચુરી પૂર્ણ કરી હતી. ત્યારબાદ ટીમ સાઉથીના બોલ પર ઐયર 105 રને આઉટ થયો હતો. 
    
મુંબઈના બેટ્સમેને પોતાની પ્રથમ ટેસ્ટ સદીમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ શ્રેયસ ઐયર લાલા અમરનાથ, ગુંડપ્પા વિશ્વનાથ સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા સહિતના દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થયો છે. ભારત તરફથી ટેસ્ટ ટેબ્યૂમાં સૌપ્રથમ સદી લાલા અમરનાથે ફટકારી હતી. ઐયર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં ટેસ્ટ ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.
 
લાલા અમરનાથે 1933માં 118, દીપક શોધને પાકિસ્તાન વિરુદ્ધ 1952માં 110 રન જ્યારે એજી કૃપાલ સિંહ 1955માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત અબ્બાસ અલી બેગે ઈંગ્લેન્ડ સામે 1959માં 112 રન કર્યા હતા જ્યારે હનુમંત સિંહે 1964માં ઈંગ્લેન્ડ સામે 105 રનની ઈનિંગ રમી હતી. ગુંડપ્પા વિશ્વનાથે ઓસ્ટ્રેલિયા સામે 1969માં 137 રન કર્યા હતા જ્યારે સુરિંદર અમરનાથે ન્યૂઝીલેન્ડ 1976માં સામે 124 રન કર્યા હતા. 1984માં પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીને ઈંગ્લેન્ડ સામે 110 રન, પ્રવીણ આમરેએ દક્ષિણ આફ્રિકા સામે 1992માં ટેસ્ટ ડેબ્યૂમાં 103 રન કર્યા હતા. સૌરવ ગાંગુલી આ યાદીમાં 10માં ક્રમે છે. વર્તમાન બોર્ડ અધ્યક્ષ ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડ સામે 131 રન કર્યા હતા. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગે 2001માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 105 રન, 2010માં સુરેશ રૈનાએ શ્રીલંકા સામે 120 રન કર્યા હતા. 

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 2013માં ડેબ્યૂમાં 187 રન કર્યા હતા. રોહિત શર્માએ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે 177 રન ફટકાર્યા હતા. પૃથ્વી શોએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 134 રનની ઈનિંગ રમી હતી. 

November 26, 2021
bjplogo.png
1min409

સુરત શહેરમાં ગઇ તા.24મી નવેમ્બરે સાંજે અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ અભૂતપૂર્વ માનવ મેદની અને વડીલોના આશીર્વચન વચ્ચે પૂર્ણ થયો. કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે આપેલા અમૂલ્ય માર્ગદર્શન અને આશીર્વચનને કારણે સમગ્ર સમારોહને ચારચાંદ લાગી ગયા છે. સમગ્ર ગુજરાતમાં સુરત ભાજપાના સ્નેહમિલન સમારોહની ચર્ચા ચાલી રહી છે. આવા અદભૂત કાર્યક્રમ બદલ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સમારોહને સફળ બનાવવામાં પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ રીતે સહભાગી થનાર નામી, અનામી દરેકનો જાહેર ઋણસ્વીકાર કરવામાં આવે છે.