CIA ALERT
01. May 2024
November 28, 20211min475

Related Articles



Corona દક્ષિણ આફ્રિકાનો ઓમીક્રોન વેરિયન્ટ

Share On :
Print Friendly, PDF & Email

ઓમીક્રોન નામના નવા વેરિયન્ટના કારણે દુનિયામાં કોરોનાની ચોથી લહેર અને ભારતમાં ત્રીજી લહેરના ભણકારા શરૂ થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના આ વેરિયન્ટની ઘાતકતા સામાન્ય શબ્દોમાં સમજીએ તો તે અગાઉના ડેલ્ટા વેરિયન્ટ કરતાં સાત ગણી સ્પીડે ચેપ ફેલાવી રહ્યો છે. એટલું જ નહીં પણ તે ખૂબ જ ઝડપથી મ્યૂટેટ પણ થઈ રહ્યો છે. તે પકડાય તે પહેલાં તો તેમાં 32 મ્યૂટેશન થઈ ગયા હોય છે. આ જોઈને યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોએ પણ હવે 7 આફ્રિકન દેશો સાથેની ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. જો કે, ભારતમાં અત્યાર સુધી આ વેરિયન્ટવાળો કોઈ કેસ સામે આવ્યો નથી. સતર્કતાના ભાગરૂપે સિંગાપુર, મોરિશસ સહિતના 12 દેશોથી આવનારા યાત્રીઓનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.

સૌપ્રથમ વેરિયન્ટ ક્યાં જોવા મળ્યો?

આમીક્રોન વાયરસ 11 નવેમ્બરના રોજ બોત્સવાનામાં મળ્યો હતો. ત્યારબાદ હોંગકોંગ, ઈઝરાયેલ અને બેલ્જિયમમાં પણ મળી આવ્યો હતો. લંડન સ્થિત UCL જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના કહેવા મુજબ આ વેરિયન્ટ HIV/AIDS દર્દીમાં વિકસિત થઈ શકે છે, જેની સારવાર કરવામાં આવી ન હતી. નવા સ્ટ્રેનની ઉત્પત્તિ વિશે હજુ પણ અટકળો છે, પરંતુ એ એક વ્યક્તિમાંથી જ વિકસિત થયેલો હોઈ શકે છે.

હવે દક્ષિણ આફ્રિકાના રોજ મળતા 90 ટકા કેસમાં આ વેરિયન્ટ જ છે, જે 15 દિવસ પહેલાં માત્ર 1 ટકા જ હતા. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના નવા દર્દીઓમાં 210 ટકાનો વધારો થતાં હવે દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેમકે અત્યાર સુધી સૌથી વધુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ ડેલ્ટા હતો. જેના કારણે દુનિયામાં કોરોનાની ત્રીજી અને ભારતમાં બીજી લહેર આવી હતી. 24 નવેમ્બરના રોજ કોરોનાના ઘાતક વેરિયન્ટનો રિપોર્ટ સામે આવતાં જ WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આ વાઈરસ માનવ શરીરની કોશિકાઓમાં પ્રવેશવા માટે સ્પાઈક પ્રોટીનનો ઉપયોગ કરે છે. ઓમીક્રોનના સ્પાઈક પ્રોટીનમાં જોવા મળતાં 32 વેરિયન્ટ તેને ખતરનાક બનાવે છે. નિષ્ણાતો માને છે કે ઓમીક્રોન 50 વખત મ્યૂટેટ થઈ રહ્યો છે, જેમાં એ 30 વખત મ્યૂટેટ થઈને એકલા સ્પાઈક પ્રોટીન પર હુમલો કરે છે. કોરોનાની મોટા ભાગની વેક્સિન આ સ્પાઇક પ્રોટીન સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. જો કે, આ મ્યૂટેશન આગળ વેક્સિનના બે ડોઝ પણ કારગર નીવડ્યા ન હોવાથી સંક્રમણ વધવાનો પણ ડર ફેલાયો છે. એનો અર્થ એ પણ થાય છે કે જે લોકો અગાઉ સંક્રમિત થઈ ચૂક્યા છે કે તેમાંથી બચી ગયા છે તેઓ પણ કોરોનાની ઝપટમાં આવી શકે છે.  

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :