CIA ALERT
01. May 2024
November 26, 20211min247

Related Articles



ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ ટેસ્ટમાં શ્રેયસ ઐયરે સદી ફટકારી

Share On :
Print Friendly, PDF & Email

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર ભારતના શ્રેયસ ઐયરે ધમાકેદાર સદી ફટકારીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારનાર ભારતનો 16મો ભારતીય પ્લેયર બન્યો છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રેયસ ઐયરે જેમીસનના બોલ પર બે રન લઈને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. શ્રેયસ ઐયરે 157 બોલમાં પોતાની સેન્ચુરી પૂર્ણ કરી હતી. ત્યારબાદ ટીમ સાઉથીના બોલ પર ઐયર 105 રને આઉટ થયો હતો. 
    
મુંબઈના બેટ્સમેને પોતાની પ્રથમ ટેસ્ટ સદીમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ શ્રેયસ ઐયર લાલા અમરનાથ, ગુંડપ્પા વિશ્વનાથ સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા સહિતના દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થયો છે. ભારત તરફથી ટેસ્ટ ટેબ્યૂમાં સૌપ્રથમ સદી લાલા અમરનાથે ફટકારી હતી. ઐયર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં ટેસ્ટ ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.
 
લાલા અમરનાથે 1933માં 118, દીપક શોધને પાકિસ્તાન વિરુદ્ધ 1952માં 110 રન જ્યારે એજી કૃપાલ સિંહ 1955માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત અબ્બાસ અલી બેગે ઈંગ્લેન્ડ સામે 1959માં 112 રન કર્યા હતા જ્યારે હનુમંત સિંહે 1964માં ઈંગ્લેન્ડ સામે 105 રનની ઈનિંગ રમી હતી. ગુંડપ્પા વિશ્વનાથે ઓસ્ટ્રેલિયા સામે 1969માં 137 રન કર્યા હતા જ્યારે સુરિંદર અમરનાથે ન્યૂઝીલેન્ડ 1976માં સામે 124 રન કર્યા હતા. 1984માં પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીને ઈંગ્લેન્ડ સામે 110 રન, પ્રવીણ આમરેએ દક્ષિણ આફ્રિકા સામે 1992માં ટેસ્ટ ડેબ્યૂમાં 103 રન કર્યા હતા. સૌરવ ગાંગુલી આ યાદીમાં 10માં ક્રમે છે. વર્તમાન બોર્ડ અધ્યક્ષ ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડ સામે 131 રન કર્યા હતા. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગે 2001માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 105 રન, 2010માં સુરેશ રૈનાએ શ્રીલંકા સામે 120 રન કર્યા હતા. 

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 2013માં ડેબ્યૂમાં 187 રન કર્યા હતા. રોહિત શર્માએ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે 177 રન ફટકાર્યા હતા. પૃથ્વી શોએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 134 રનની ઈનિંગ રમી હતી. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :