CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 29 of 44 - CIA Live

November 6, 2021
bhai_dooj.jpg
1min443

આજે 6 નવેમ્બર શનિવારના રોજ ભાઈબીજ છે. આ સાથે જ પાંચ દિવસનો દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ જશે. ભાઈબીજના દિવસે બહેનના ઘરે ભોજન કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે યમરાજ અને ચિત્રગુપ્તને પ્રાર્થના કરે છે. પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન યમ પોતાની બહેન યમુનાને મળવા આવ્યાં હતાં. ત્યારથી જ આ પર્વની પરંપરા શરૂ થઈ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના મસ્તક ઉપર ટીકો લગાવીને તેની લાંબી ઉંમરની મનોકામના કરે છે. માન્યતા છે કે આવું કરવાથી યમરાજ તે ભાઈ-બહેનના કષ્ટ દૂર કરે છે. ત્યારે આવો જાણીએ આજે ભાઈના કપાળે તિલક લગાવવાના શુભ મુહૂર્ત ક્યા ક્યા છે.

ભાઈબીજના દિવસે યમુનામાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે મથુરાના વિશ્રામ ઘાટ ઉપર ભાઈ-બહેન હાથ પકડીને એકસાથે સ્નાન કરે છે. યમની બહેન યમુના છે અને માન્યતા છે કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના નદીમાં સ્નાન કરે છે, યમ તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે. આ દિવસે ભાઈ-બહેન સવારે સ્નાન કરીને નવા વસ્ત્ર ધારણ કરે છે. બહેન આસન ઉપર ચોખાના ખીરાથી ચોક બનાવે છે. આ ચોક ઉપર ભાઈને બેસાડીને બહેન ભાઈના હાથની પૂજા કરે છે અને ભાઈને નાડાછડી પહેરાવે છે અને તિલક કરવું જોઈએ. ત્યારબાદ બહેનને પ્રાર્થના કરવી જોઈએ કે માર્કણ્ડેય, હનુમાન, બલિ, પરશુરામ, વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને અશ્વત્થામા, આ આઠ ચિરંજીવિઓની જેમ મારા ભાઈને પણ ચિરંજીવી થવાનું વરદાન આપો.

પૂજા પછી ભાઈ બહેનના ઘરે ભોજન કરે છે. ભોજન કર્યા પછી બહેન ભાઈને તિલક લગાવે છે. ભાઈ બહેનને કોઈ ભેટ આપે છે. યમુના નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરના જ પાણીમાં યમુના નદી કે ગંગા નદીનું જળ મિક્સ કરવું અને પવિત્ર નદીનું ધ્યાન કરીને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી યમરાજ અને યમુનાની પૂજા કરવી જોઈએ.

આ વર્ષે ભાઈબીજનું શુભ મુહૂર્ત બપોરે 1.26 વાગ્યાથી બપોરે 4.10 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન સૌથી ઉત્તમ સમય 1.26 મિનિટથી 2.48 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત જો તમારા માટે સવારનો સમય વધુ યોગ્ય રહેતો હોય તો સવારે 8થી 9.19 સુધી શુભ ચોઘડિયામાં ભાઈબીજના પર્વની ઉજવણી કરી શકો છો ત્યાર બાદ બીજુ એક મુહૂર્ત 11.45થી 12.25 સુધી પણ રહેશે તમે આ સમયમાં પણ ભાઈબીજની ઉજવણી કરી શકો છો.

November 6, 2021
sameer_vankhede.jpg
1min454

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે સમીર વાનખેડે સામે એક બાદ એક મુશ્કેલીઓ સામે આવી રહી છે. અગાઉ એનસીપી નેતા નવાબ મલિક દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવતાં વાનખેડેને પોતાની જાતિ સહિતનાં પુરાવા આપવા પડ્યા હતા. આ ઉપરાંત એનસીબીના સાક્ષી દ્વારા એફિડેવિટ દાખલ કરી વાનખેડે સામે લાંચ માગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે જાણકારી સામે આવી રહી છે કે, સમીર વાનખેડેને આર્યન ખાન ડ્રગ્સ કેસ સહિત અન્ય પાંચ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. અને હવે આ કેસોની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી ટીમ કરશે.

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન તેઓને અનેક વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. આર્યન ખાન કેસમાં કરોડોની લાંચ માગવાના કેસમાં તેમની સામે દિલ્હી એનસીબીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમીર વાનખેડેને હવે હટાવી દેવામાં આવ્યા છે. અને નવી ટીમ મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાન કેસમાં લાંચના આરોપ બાદ એનસીબી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એનસીબીના વેસ્ટટર્ન ડેપ્યુટી ડીજી મુથા અશોક જૈને કહ્યું કે, અમારા ઝોનના કુલ 6 કેસની તપાસ હવે દિલ્હીની એનસીબી ટીમ દ્વારા કરવામાં આવશે, જેમાં આર્યન ખાન કેસ અને અન્ય 5 કેસ સામેલ છે.

સમીર વાનખેડે આ મામલે જણાવ્યું કે, મને તપાસમાંથી હટાવવામાં આવ્યો નતી. કોર્ટમાં મારી રિટ અરજી કરી હતી કે કેસની તપાસ કોઈ સેન્ટ્રલ એજન્સી પાસેથી કરાવવામાં આવે. એટલા માટે આર્યન ખાન કેસ અને સમીર ખાન કેસની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી કરી રહી છે. આ દિલ્હી અને મુંબઈની એનસીબી ટીમ વચ્ચે એક સમન્વય છે.

November 4, 2021
modi.png
1min434

આ વખતે 2021 પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તે જમ્મુ-કાશ્મીરના નૌશેરા પહોંચી ગયા છે. PMએ નૌશેરામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓ આજે સવારે જ જમ્મુ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ રાજૌરી જવા રવાના થયા હતા.

સૈનિકોને સંબોધતા પીએમએ કહ્યું કે તેઓ દરેક વખતે સૈનિકો સાથે દિવાળી ઉજવે છે કારણ કે દેશના સૈનિકો તેમનો પરિવાર છે. તેમણે લોકોને દિવાળી પર જવાનોની બહાદુરીને સમર્પિત દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી.

પીએમ બન્યા પછી આ સતત 8મું વર્ષ છે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળી મનાવી હોય. તેમજ પીએમ મોદી એવા સમયે નૌશેરા ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે આ ડિવિઝનના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિને દેશની સેવા કરવાનો લહાવો નથી મળતો. તેમણે કહ્યું કે આપણા જવાનો ‘મા ભારતી’નું રક્ષણાત્મક કવચ છે. સૈનિકોના કારણે જ આપણા દેશના લોકો રાત્રે શાંતિથી સૂઈ શકે છે અને તહેવારો મનાવી શકે છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી દરેક દિવાળી સૈનિકો સાથે મનાવી છે. 2014માં સિયાચીન, 2015માં અમૃતસર, 2016માં ચીન સરહદે હિમાચલ, 2017માં જમ્મુ-કાશ્મીરમાં ગુરેઝ, 2018માં ઉત્તરાખંડમાં હર્ષિલ, 2019માં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી, 2020માં રાજસ્થાનમાં લોંગેવાલ અને આ વખતે તેમણે જમ્મુ અને કાશ્મીર. નૌશેરામાં દિવાળીની ઉજવણી કરી રહી છે.

November 4, 2021
petrol-diesel-1.jpg
1min629

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં ક્રમશઃ 5 અને 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ છ રાજ્યોને કહેવામા આવ્યું કે, તેઓ વેટના દરમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે રીતે વધારો થયો હતો એના કારણે લોકોનું બજેટ ખોરવાયું હતું. દિવાળીના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે આ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યોને પણ આ મામલે અપીલ કરી હતી. તેઓએ લખ્યું કે, હવે રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને તહેવારની સિઝનમાં લોકોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી રાજ્યોએ પણ પગલા લેવાનું શરૂ કરી દીધું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પેટ્રોલ અને ડિઝલ પર વેટ (VAT) પર તાત્કાલિક અસરથી 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે 4 નવેમ્બર (ગુરૂવાર)થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ ટ્વિટ કરીને ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, પર્વતીય રાજ્ય હિમાચલમાં ટ્રાન્સપોર્ટના સાધન પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભર છે, તેવામાં જનતાને તેનો સીધો ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ (વેટ) ઓછો કરવા અંગે પ્રદેશ સરકાર ટૂંક સમયમાં સૂચના જાહેર કરશે.

ભાજપ શાસિત Gujarat, કર્ણાટક અને ગોવાની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યમાં પેટ્રોલ પર વેટના દરમાં પ્રતિલિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

November 4, 2021
rahul-dravid.jpg
1min457

પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ ટ્વિટર પર આ અંગે પુષ્ટિ કરી છે. સુલક્ષણા નાઈક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારે સર્વાનુમતે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થઈ રહેલી સીરિઝથી પોતાનો કાર્યભાર સંભાળશે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ પછી પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે.

બોર્ડે રવિ શાસ્ત્રીના સ્થાને નવા હેડ કોચને શોધવા 26 ઓક્ટોબર સુધીમાં અરજીઓ મંગાવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ રવિ શાસ્ત્રીને તેમના સફળ કાર્યકાળ બદલ આભિનંદન આપ્યા હતા. શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં નંબર વન બની હતી અને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચી હતી.

રાહુલ દ્રવિડ ભારતીય હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. અગાઉ આઈપીએલ ટૂર્નામેન્ટમાં બોર્ડના ટોચના હોદ્દેદારો સાથે પણ દ્રવિડે ચર્ચા કરી હતી અને ત્યારે જ તેને હેડ કોચ બનાવવા માટે મનાવી લેવાયા હતા.  

November 4, 2021
ambanihome.jpg
1min544

મુકેશ અંબાણીનો પરિવાર ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાંના નવા ઘરમાં દિવાળી ઊજવી રહ્યો છે : ભવિષ્યમાં તેઓ થોડો સમય મુંબઈમાં અને બાકીનો સમય લંડનના સેકન્ડ હોમમાં વિતાવે એવી પૂરેપૂરી શક્યતા છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભવિષ્યમાં તેમનો સમય લંડન અને મુંબઈ વચ્ચે વહેંચી શકે છે એવું સૂત્રો પાસેથી ‘મિડ-ડે’ને જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે અંબાણી પરિવારે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાં ૫૯૨ કરોડ રૂપિયામાં ૩૦૦ એકરની જમીનમાં કન્ટ્રી ક્લબ ખરીદ્યું છે, જે ભવિષ્યમાં અંબાણી પરિવારનું મુખ્ય રહેઠાણ બનશે. ભવિષ્યમાં અંબાણી પરિવાર અડધો સમય લંડનના આ ૪૯ બેડરૂમના વૈભવી ઘરમાં અને બાકી અડધો સમય મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પરની ગગનચુંબી ઇમારત ઍન્ટિલિયામાં વિતાવશે.

સૂત્રો કહે છે કે લંડનની પ્રૉપર્ટીમાં અત્યાધુનિક મેડિકલ સુવિધા પણ ઊભી કરી દેવામાં આવી છે. ૪,૦૦,૦૦૦ ચોરસફુટના ઍન્ટિલિયામાં કોરોનાકાળ દરમ્યાન થયેલા અનુભવ બાદ અંબાણી પરિવારને બીજા ઘરની જરૂર જણાઈ હતી. લૉકડાઉન દરમિયાન પરિવારે જામનગરમાં પણ ઘણો સમય વિતાવ્યો હતો, જ્યાં તેમના ગ્રુપની રિફાઇનરી છે. આ રિફાઇનરી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી પણ છે.

સૂત્રો જણાવે છે કે તેમને ચોતરફ ખુલ્લી જગ્યા હોય એવી પ્રૉપર્ટીની શોધ હતી. મુંબઈમાં છે એવી ઊંચી ઇમારતની નહીં. ગયા વરસથી જ નવા ઘરની શોધ શરૂ થઈ ગઈ હતી. સ્ટોક પાર્કનો સોદો પાર પડતાં જ ત્યાં પરિવારની જરૂર પ્રમાણે સજાવવાનું કામ ઑગસ્ટ મહિનાથી શરૂ થઈ ગયું હતું.

November 4, 2021
covaxin.jpg
1min360

વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશન (હૂ)એ ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી યુઝ લિસ્ટિંગ (ઈયુએલ)નો દરજ્જો આપ્યો હતો. 

સૂત્રોના જણાવ્યાનુસાર વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનના ટૅક્નિકલ ઍડવાઈઝરી ગ્રૂપ ‘ટૅગ’એ કોવેક્સિનને ‘ઈયુએલ’નો દરજ્જો આપવાની ભલામણ કરી હતી. 

કોવેક્સિનને ઈયુએલનો દરજ્જો આપવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલના આંકડાઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા આરંભી છે. કોવેક્સિનને ‘ઈયુએલ’નો દરજ્જો આપવા ‘ટૅગ’એ ૨૬ ઑક્ટોબરે કંપની પાસે વધારાની સ્પષ્ટતા માગી હતી.

‘ઈયુએલ’ પ્રક્રિયા હેઠળની કોરોનાની વૅક્સિનને તાકીદના ઉપયોગ માટે લઈ શકાય કે નહીં તે માટે ભલામણ કરતી ‘ટૅગ’ સ્વતંત્ર સલાહકાર સમિતિ છે. 

કોવેક્સિનની કોરોનાના દરદી પર અસરકારકતા ૭૭.૮ ટકા અને કોરોનાના નવા વૅરિયન્ટ સામે રક્ષણ આપવાની અસરકારકતા ૬૫.૨ ટકા હોવાનું જણાઈ આવ્યું હતું.

November 2, 2021
muhurat.jpg
1min622

દિવાળી પર શેરબજાર બંધ હોવા છતાં સાંજે એક કલાક ટ્રેડિંગ કરવામાં આવે છે. આ વખતે દિવાળીના દિવસે એનએસઇ અને બીએસઇમાં સાંજે 6.15થી 7.15 સુધી મુહૂર્ત ટ્રેડિંગના સોદા થશે. મુહૂર્ત ટ્રેડિંગની પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવે છે. બીએસઇ પર 1957માં અને એનએસઇ પર 1992માં પ્રથમ વાર મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. 

November 2, 2021
t20_world.jpg
1min861

ટી-૨૦ વર્લ્ડ કપની બુધવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી મૅચમાં ભારત કમબૅક કરીને આબરૂ બચાવશે? એવો પ્રશ્ર્ન ચાહકો અને પ્રશંસકોના મનમાં ઊઠી રહ્યો છે. પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ સામેના નાલેશીજનક પરાજયને કારણે ભારતીય ટીમની ગાડી પાટા પરથી ઊતરી ગઈ છે. 

ભારત માટે હજુ પણ સ્પર્ધામાં પાછા ફરવાની તક છે છતાં ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન  નિરાશાજનક જ રહ્યું છે. 

અફઘાનિસ્તાને આશ્ર્ચર્યજનક રીતે બે મૅચ જીતી છે ને તેમાં તેણે સ્કૉટલૅન્ડ અને નામિબિયાને પરાજય આપ્યો હતો. ટી-૨૦ના કૅપ્ટન તરીકે કોહલીની કદાચ આ છેલ્ લી ત્રણ મૅચ હશે. 
અશ્ર્વિન જેવા સક્ષમ બૉલરની સતત અવગણના કરી રહેલા કોહલી વિરુદ્ધ સવાલ ઊઠી રહ્યા છે. પ્રતિભા અને ક્ષમતાની દૃષ્ટિએ પણ જોવામાં આવે તો ભારતની વર્તમાન ટીમનો અન્ય કોઈ બૉલર અશ્ર્વિનની બરોબરી કરી શકે એમ નથી. 

આ બધું જાણવા છતાં અફઘાનિસ્તાન સામેની મૅચમાં પણ જો કોહલી અશ્ર્વિનની અવગણના કરશે તો અચૂક એમ માની લેવામાં આવશે કે આમાં ક્રિકેટ સિવાયનું કોઈ અન્ય કારણ છે. 

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઈસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિસાન, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્ર્વરકુમાર, રાહુલ ચહર, વરુણ ચક્રવર્તી, રવીચંદ્રન અશ્ર્વિન. 

અફઘાનિસ્તાનની ટીમ: 
મોહમ્મદ નબી (કૅપ્ટન), હઝરતુલ્લા ઝાઝઈ, અહમદ શાહઝાદ, ગુલબદીન નઈબ, નવીન ઉલ હક, રાશીદ ખામ, હમીદ હસન, રહેમાનુ લા ગુરબેઝ, નજીબુલ્લા ઝદરન, કરીમ જનત, મુજીબ ઉર રહેમાન, હસમતુલ્લા શાહીદી, ઉસ્માન ઘાની.

November 2, 2021
anil-desh.jpeg
1min438

મુંબઇની અદાલતે મંગળવારે Dt.2/11/21 મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને છઠ્ઠી નવેમ્બર સુધી ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. 

રાજ્યના પોલીસ વિભાગ મારફત કથિત રીતે ખંડણી ઉઘરાવવા સાથે સંકળાયેલ નાણાં કૌભાંડના કેસને મામલે ૧૨ કલાકથી વધુ પૂછતાછ કર્યા બાદ ઇડીએ સોમવારે મોડી રાતે દેશમુખની ધરપકડ કરી હતી. 

ઇડીએ મંગળવારે Dt.2/11/21 સવારે દેશમુખને અતિરિક્ત સેશન્સ જજ પી. બી. જાધવની ખંડપીઠ સમક્ષ રજૂ કર્યા હતા. સ્પેશિયલ હોલિડે કોર્ટની અધ્યક્ષતા જાધવે કરી હતી. 
કોર્ટમાં રજૂ કરવા અગાઉ ઇડી દેશમુખને સરકારી જે.જે. હૉસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ ગઇ હતી. 

ભ્રષ્ટાચાર અને સત્તાના દુરૂપયોગના આરોપસર સીબીઆઇએ એનસીપીના ભૂતપૂર્વ પ્રધાન દેશમુખ સામે ૨૧મી એપ્રિલે એફઆઇઆર દાખલ કર્યા બાદ ઇડીએ પોતાની તપાસ શરૂ કરી હતી. 

દેશમુખે રાજ્યના ગૃહ પ્રધાનપદના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચીન વાઝે મારફત મુંબઇના વિવિધ બાર્સ અને રૅસ્ટોરન્ટ પાસેથી રૂ. ૪.૭૦ કરોડની ખંડણી ઉઘરાવી હોવાનો આરોપ ઇડીએ દેશમુખ સામે ઘડયો છે. 

આ મામલે ઇડીએ અન્ય બે વ્યક્તિ સંજીવ પાલાન્ડે (અતિરિક્ત કલેક્ટરની કક્ષાનો અધિકારી, જે દેશમુખના ખાનગી સચિવ તરીકે કામ કરતો હતો) અને કુંદન શિંદે (દેશમુખનો પર્સનલ આસિસ્ટન્ટ)ની પણ ધરપકડ કરી હતી.