આજથી શરુ થતા હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત 2076ના કારતક માસ, શુક્લપક્ષના પ્રથમ દિવસ કે જેને ગુજરાતીઓ પરીવારો નવું વર્ષ તરીકે ઉજવે છે. ખાસ ગુજરાતી સમાજને નવા વર્ષ નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.
આજરોજ તા.28મી ઓક્ટોબર 2019ને સોમવારે સવારે 7.57 કલાકે વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાતી ભાષામાં ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સર્વે માટે આનંદદાયી અને આરોગ્યમય બની રહે તેવી પ્રાર્થના. આપ સૌની ખુશી અને સમૃદ્ધિની મનોકામના સાથે સાલમુબારક!’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવાળીના દિવસે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એલઓસી ખાતે ફરજ બજાવતાં સૈનિકોને મળતા તેઓ વડા પ્રધાનની અચાનક મુલાકાતથી અત્યંત ખુશ થઇને ગૌરવ અનુભવ્યું હતું. સૈનિકો ભાવવિભોર થયા હતા
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦નાબૂદી બાદ વડા પ્રધાન મોદીની જમ્મુના સરહદી જિલ્લામાં પ્રથમ મુલાકાત હતી. ઇન્ફેન્ટ્રી ડે ની ઉજવણી પણ સાથે થઇ છે.
બી. જી. બ્રિગેડ વડા કાર્યાલય ખાતે વડા પ્રધાને સૈનિકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાનની મુલાકાતે અમારી દિવાળી યાદગાર બનાવી છે, એમ સૈનિકોએ કહ્યું હતું. વડા પ્રધાનની મુલાકાતથી અમે આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા અને ગૌરવ અનુભવીએ છીએ. સૈનિકોનું નૈતિક મનોબળ મજબૂત બન્યું છે, એમ સૈનિકોએ કહ્યું હતું.
દેશની સરહદની સુરક્ષા કરતા જવાનોની કામગીરીના વડા પ્રધાને વખાણ કર્યા હતા. સરકાર તમારી પડખે છે એવી ખાતરી તેમણે આપી હતી. પાકિસ્તાને આ વર્ષે ૨૧૦૦ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. ૨૯ ભારતીયોનાં મોત થયા છે. સરહદ પર તકેદારી રાખવાનું ચાલુ રાખવા મોદીએ સૈનિકોને કહ્યું હતું. નરેન્દ્ર મોદી
૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ દિવાળી દર વર્ષે જવાનોની સાથે મનાવે છે. ૨૦૧૪માં લડાખના સિયાચીનમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. ૨૦૧૫માં પંજાબ સરહદે સુરક્ષા જવાનો સાથે દિવાળીમાં રહ્યા હતા. ૨૦૧૬માં હિમાચલપ્રદેશમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ સાથે દિવાળીનો સમય પસાર કર્યો હતો. ૨૦૧૭માં ઉત્તર કાશ્મીર અને ૨૦૧૮માં ઇન્ડો-ચાઇના બોર્ડર નજીક આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
રવિવારે દિવાળી એલઓસી નજીક ફરજ બજાવતાં સુરક્ષા જવાનો સાથે ઉજવી હતી. તેઓ બે કલાક રહ્યા હતા. થોડા સમય અગાઉ જ પાક આર્મીએ ફોરવર્ડ પોસ્ટ પર હુમલો કર્યો હતો દેશના જવાનો મારા પરિવાર જેવા છે એમ મોદીએ કહ્યું હતું.
તેમણે રાજોરીમાં હોલ ઓફ ફેમની મુલાકાત લીધી હતી. રાજોરી અને પુંચ વિસ્તારની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે હોલ ઓફ ફેમને પરાક્રમ-પ્રેરણા અને પાવનભૂમિ ગણાવી હતી આપણા બહાદુર સૈનિકો સાથે ઉજવણી કરીને દિવાળી વધુ મધુર બની છે.
દિપોત્સવી પર્વ હિન્દુ સંસ્કૃતિ માટે
મહાપર્વ છે અને આ તહેવારો દરમિયાન ધંધો-રોજગારર્થીઓ તમામ 5-7 દિવસ માટે તો રજાનો
આનંદ માણતા હોય છે. આવી સ્થિતિમાં આવશ્યક સેવાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્ય
લક્ષી સેવાઓની જરૂરીયાત રહેતી હોય છે અને એના માટે જુદા જુદા વ્યવસ્થાતંત્રો
આગોતરું આયોજન કરતા હોય છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે
દિવાળીની રજાઓ દરમિયાન પી.સી.આર. વાહન સવાર પોલીસ જવાનોને દિવાળીની રજાઓ દરમિયાનના
એકેએક કોલને ગંભીરતાથી લેવા સૂચના આપીને પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા જણાવ્યું છે.
એવી જ રીતે અમદાવાદ મેડીકલ એસોસીએશને પણ એવી વ્યવસ્થા કરી છે કે તા.27મી ઓક્ટોબર
2019થી તા.1લી નવેમ્બર 2019 સુધી આકસ્મિક સંજોગો સર્જાય તો સામાન્ય લોકોને તબીબી
સેવાઓ મળી રહેશે.
દિવાળી એવો તહેવાર હોય છે કે આ
તહેવારોમાં તબીબો પણ રજા લઇને વ્યસ્ત જીવનમાંથી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય
છે. મોટા ભાગના તબીબો દિવાળી પર ટૂર પર નીકળી જતા હોય છે. પરંતુ, અમદાવાદ મેડીકલ
એસોસીએશન દ્વારા દિવાળીના તહેવારોમાં આકસ્મિક સંજોગો માટે તબીબો સાથે પરસ્પર સમજૂતિ
કરી છે.
અમદાવાદમાં ફટાકડા તેમજ અકસ્માત જેવા
ઈમરજન્સીના કેસો માટે હવે ખાનગી તબીબોની સેવા ઓનકોલ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મેડિકલ
અસોસિએશને (AMA)ફેમિલી ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ સાથે ટાઈ અપ કર્યું છે જેથી તેઓ
તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે
અમદાવાદ મેડીકલ એસોસીએશન AMAના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ મિડીયા માધ્યમોને જણાવ્યું હતું કે ડોક્ટરની ઓન કોલ રહેવાની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે જેને શહેરીજનો દ્વારા પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. ‘આ દિવાળીમાં તો ડેન્ગ્યુ સહિતની બીમારીએ લોકોને ભરડામાં લીધા છે. ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઓછી હોવા છતાં ઘણાં દર્દીઓ ડોક્ટર પાસે ફોલો અપ માટે આવશે’.
અમદાવાદના લોકોને ડોક્ટરોની માહિતી તેમની
ઓફિશ્યલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર મળી રહેશે. સિસ્ટમ તા. 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.
આ પહેલના કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ
વાછરાજાનીએ કહ્યું કે, ડોક્ટર્સ ઓન કોલ પહેલને દર વર્ષે 500 જેટલા કોલ મળે છે. ‘મોટાભાગના કેસો દાજી જવાને લગતા, શ્વાસસંબંધિત તકલીફ તેમજ અકસ્માતોના કેસો હોય છે. આ વર્ષે, અમે મચ્છરજન્ય રોગો પર પણ ધ્યાન રાખી રહ્યા છે’ તેમ તેમણે કહ્યું.
AMAના અધિકારીઓએ કહ્યું કે આંબાવાડી, નારાણપુરા, નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, સેટેલાઈટ-શ્યામલ, સરખેજ, શ્રેયસ ચાર રસ્તા, બાપુનગર, ચાંદલોડિયા, ઘોડાસર, ખોખરા, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં જ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે.
સૂરતમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની નવી ટીમે તાજેતરમાં જ પદગ્રહણ કર્યા છે ત્યારે સૂરતના તબીબો પણ આવી પહેલ કરો તો સૂરતવાસીઓને પણ દિવાળીના તહેવારોમાં ઓન કોલ તબીબની સુવિધા ઇમરજન્સીમાં મળી શકે એમ છે.
114 વર્ષ જૂના રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે 7 દીકરીઓ લેવાય છે દત્તક
રાજકોટમાં ગોંડલ રોડ સ્થિત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં જુદી પરિસ્થિતિ જોવા મળે છે. એક સદી જૂના આ બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે આશરે 7 દીકરીઓ દત્તક સંતાન તરીકે દંપતીઓ સ્વીકારે છે. હાલમાં અનેક મામલે દીકરીઓ સવાયી સાબિત થઈ રહી છે ત્યારે નિ:સંતાનોના ઘરનો ખિલખિલાટ બનવામાં પણ કન્યા રત્ન આગળ રહ્યું છે.
આ સંસ્થામાંથી બાળકો દત્તક લેવા દેશ અને વિદેશના દંપતીઓ અગ્રિમતા આપે છે. બાલાશ્રમમાં એક સમયેં ધૂલ કા ફૂલ તરીકે નિરાધાર-તરછોડાયેલા 3પ0 જેટલા બાળકો હાલ સ્પેન, જર્મની, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશોમાં સન્માન સાથેનું ઉચ્ચ કક્ષાનું જીવન જીવી રહ્યા છે.
બાલાશ્રમના પ્રમુખ તરીકે એપ્રિલ ર019થી પદભાર સંભાળનાર હરેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે હાલમાં અહીંયા 1 દિવસના બાળકથી માંડીને રર વર્ષ સુધીના યુવક-યુવતી મળી કુલ આશ્રિતોની સંખ્યા 180 જેટલી છે. દર વર્ષે સરેરાશ 10થી 1ર બાળકો કોઈ મુકી જાય છે જેની સામે 10થી 1ર બાળકો દેશ-વિદેશમાં દત્તક આપવામાં આવે છે. રર વર્ષથી વધુની વયના યુવક-યુવતીને સ્પે. હોમ ફોર બોયઝ-ગર્લ્સમાં આશ્રય અપાય છે.
આ સંસ્થામાંથી દાયકાઓ પહેલા વિદેશના દંપતી દ્વારા દત્તક લેવાયેલા કેટલાક બાળકો આજે ડોક્ટર, એન્જિનિયર બની ગયા છે. તેઓ હજુ પણ આ સંસ્થાની મુલાકાત લેવા તેમના પત્ની-પરિવાર સાથે આવે છે અને અહીંયા આવીને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. બાલાશ્રમમાં આશ્રિત એવી બે સગી બહેનોને સ્પેનના દંપતીએ દત્તક લીધી હતી. આ બન્ને બહેનો તાજેતરમાં જ બાલાશ્રમની મુલાકાતે આવી હતી. એક સમયે તરછોડાયેલા અને આજે વિદેશમાં સમૃધ્ધિમાં મ્હાલતા હોવાથી અહીંના પૂર્વ આશ્રિત બાળકો માત્ર મુલાકાત લઈને જતા નહીં રહેતા અન્ય બાળકોના જતન માટે અનુદાન પણ આપતા જાય છે.
પ્રેરણા અને તક માટે ક્યારેય કોઇએ રાહ જોવી પડતી નથી. કિસ્મતના રોદણા રડવાવાળા લોકો ભલે બદકિસ્મતીની દુહાઇ દેતા હોય પરંતુ, તક અને પ્રેરણા લેનારાઓ એને સ્વબળે પેદા કરતા હોય છે. દિલ-દિમાગ ખુલ્લા હોય તો પ્રેરણા કે તક છાશવારે સામે આવે છે. અહીં વાત કરવી છે રોટરેક્ટ સૂરત ઇસ્ટની ટીમની. રોટરેક્ટ સૂરત ઇસ્ટના વર્તમાન વહીવટકર્તાઓએ દિવાળીના તહેવારોમાં લોકોને વ્યાજબી દરે કાજૂ કતરી જેવી મીઠાઇ ગુણવત્તાયુક્ત મળે એ માટે પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.
બજારમાં 800 રૂપિયો કિલોના ભાવથી શરૂ થતી અને 1200થી 1500 સુધીના ભાવે વેચાઇ રહેલી કાજૂ કતરી, કાજુ ફેન્સીની મીઠાઇઓ સામાન્ય મધ્યમર્ગીય પરિવારોથી લઇને કોર્પોરેટ્સને પણ પોષાય એમ નથી હોતી. આથી રોટરેક્ટ સૂરત ઇસ્ટએ દિવાળીની મીઠાઇની માગને ધ્યાને લઇને સ્વયં કાજૂકતરી મીઠાઇ બનાવીને વ્યાજબી ભાવે વિતરીત કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.
અંદાજિત ઓર્ડર મેળવવા માટે આ કામ કર્યું
ઉપરોક્ટ પોસ્ટર વરાછા રોડના પોતપોતાના ગ્રુપોમાં મૂકીને દિવાળી પર રાહત દરે કાજૂ કતરી વિતરીત કરવાનો પ્રોજેક્ટ રોટરેક્ટ સૂરત ઇસ્ટએ શરૂ કર્યો. આ પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું મિષ્ટાનમાં મુસ્કાન. રોટરેક્ટ સૂરત ઇસ્ટના નીતિન ધામેલિયા, સેક્ટરેટરી આશિષ પાંચાણી, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર નિકુંજ માલવિયા અને પ્રોજેક્ટ ચેરમેન બ્રિજેશ ધામેલિયાએ પોતાના નંબર આપીને કાજૂ કતરીનો ઓર્ડર લેવા માંડ્યા. જોતજોતામાં 660 કિલો કાજૂકતરીનો તોતિંગ ઓર્ડર મળી ગયો.
600 રૂપિયે કિલોના ભાવે વેચી 666 કિલો કાજૂ કતરી
રોટરેક્ટ સૂરત ઇસ્ટના નીતિન ધામેલિયાએ જણાવ્યું કે આજે ગુણવત્તા યુક્ત કાજૂકતરી 600 રૂપિયે કિલો કોણ વેચે, સંસ્થાએ બિલકુલ ક્વોલિટી રૉ મટિરીયલથી તૈયાર કરાવેલી કાજૂ કતરીને રૂ.600નો ભાવે વેચી અને 666 કિલો કાજૂ કતરી ફટાફટ વેચાઇ ગઇ. મધ્યમવર્ગીય પરિવારોથી લઇને કોર્પોરેટ્સ માટે 600 રૂપિયામાં કાજૂકતરી એ સાર્થક દિવાળી સમાન છે.
રોટરેક્ટ સૂરત ઇસ્ટને જે નફો થશે એ શિક્ષણના હિતમાં વપરાશે
મિષ્ટાનમાં મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત રોટરેક્ટ સૂરત ઇસ્ટને કાજૂકતરી બનાવીને વ્યાજબી ભાવે વેચ્યા પછી જે નફો થશે એ શિક્ષણના હિતના કામોમાં ખર્ચ કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સંસ્થાના નીતિનભાઇ ધામેલિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રોટરેક્ટ સૂરત ઇસ્ટને આ પ્રકારે મિષ્ટાનમાં મૂસ્કાન પ્રોજેક્ટની પ્રેરણા સી.આઇ.એ. લાઇવના રક્ષાબંધન બાદના રિપોર્ટના આધારે મળી હતી. જેમાં નિર્દેશ કરાયો હતો કે મોંઘાભાવે મીઠાઇઓ વેચતા મીઠાઇશોપ કરતા સંસ્થાઓએ બનાવેલી રાહત દરની મીઠાઇઓ રક્ષાબંધને વધુ વેચાઇ હતી.
રક્ષાબંધન 2019 બાદ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ એ આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફુટબોલ રમવા માટે જે કમાણી કરે છે તેના કરતા વધુ કમાણીએ મોબાઇલ ફોન પર ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કરી લે છે. ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકો કરોડોની સંખ્યામાં છે. ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા 150 મિલિયન કરતા પણ વધુ છે. અને એટલે જ એ વાતથી આશ્ચર્ય ના પામશો કે રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામથી જે કમાણી કરે છે તે યુવેન્ટ્સ ક્લબથી થતી આવક કરતા પણ વધારે છે.
રોનાલ્ડોની દીવાનગી ફૂટબોલના મેદાન સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ જોવા મળે છે.
એક રિપોર્ટ મુજબ રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ ઉપર સ્પોન્સર્ડ પોસ્ટથી 47.8 મિલિયન એટલે કે 340 કરોડ ભારતીય રૂપિયાથી કમાણી કરી છે.
49 સ્પોન્સર્ડ પોસ્ટથી રોનાલ્ડોને આ કમાણી થઈ છે. 34 વર્ષીય રોનાલ્ડો ખેલ જગતમાં’ ઈન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ કમાણી કરતો ખેલાડી છે. તેને પોસ્ટ માટે 9.75 લાખ અમેરિકી ડોલર મળે છે. એક અનુમાન પ્રમાણે યુવેન્ટ્સે રોનાલ્ડોને 2018ના વાર્ષિક 242 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.
સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
સૂરતના તેરાપંથ સમાજે મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ગેસ બેઝ કે ઇલેક્ટ્રીક બેઝ્ડ ભઠ્ઠીમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પૃથ્વી પર વૃક્ષો બચાવવાના અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.
એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.
મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.
તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.
અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.
સેવા સમાજ ફાઉન્ડેશન
સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે ડ્યૂટી ફ્રી શોપ્સ પર પણ GST ઠોકી બેસાડ્યો હતો, બોમ્બે હાઇકોર્ટે કાઢી નાંખ્યો
મહારાષ્ટ્ર સરકારે ગત જાન્યુઆરી 2019માં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લગાડવાનું જાહેરનામું બહાર પાડીને તેની વસૂલાત શરૂ કરતા મુંબઇ એરપોર્ટ પરથી ડ્યુટી ફ્રી શોપ્સ પરનું વેચાણ ઘટી ગયું હતું એથી વિશેષ વિશ્વભરમાં એકમાત્ર મુંબઇ એરપોર્ટ એવું હતું કે જ્યાં ગ્રાહકોએ બિનજરૂરી રીતે જીએસટી ચૂકવવો પડી રહ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નોટિફિકેશન સામે ડ્યુટી ફ્રી શોપ્સ હોલ્ડરોએ બોમ્બે હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી. જેના અંતિમ ચૂકાદામાં ગઇ તા.7મી ઓક્ટોબર 2019ના રોજ બોમ્બે હાઇકોર્ટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લાગૂ કરતું નોટિફિકેશન રદ કરીને ડ્યુટી ફ્રી દુકાનોને જીએસટીમાંથી મુક્તિ આપી હતી. હવે મુંબઇથી આવન-જાવન કરતા મુસાફરોએ મુંબઇ એરપોર્ટ પરથી ખરીદી કરતા જીએસટી નહીં ચૂકવવો પડે.
બોમ્બે હાઇકોર્ટે ચૂકાદા સાથે ટાંક્યું હતું કે ડ્યુટી ફ્રી શોપ્સની વ્યાખ્યા કહે છે કે તેના પર કોઇ ટેક્સનું ભારણ ન હોઇ શકે, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવન-જાવન કરતા મુસાફરો દ્વારા કરાતી ખરીદી પર જો આ પ્રકારનો ટેક્સ લાગૂ કરવામાં આવે તો એ બિનજરૂરી બની રહે છે. ચીજવસ્તુઓના ભાવ ઉંચા કરવા બરાબર ગણાતો ટેક્સ વિશ્વના અન્ય કોઇ એરપોર્ટની ડ્યુટી ફ્રી દુકાનો પર નથી. બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ શ્રી રણજિત મોરે અને શ્રી ભારતી ડાંગરેએ જીએસટી અંગેના મહારાષ્ટ્ર સરકારના નોટિફિકેશનને રદ કરતો હુકમ કર્યો હતો.
હાઇકોર્ટે ચુકાદા સાથે આ ટાક્યું હતું.
“In our opinion, this will also negate the intent and purpose of Article 286,” ruled the bench. The article, under the Constitution, places restrictions on imposition of tax by states on sale or purchase of goods that take place “outside the state” or “in the course of import of goods into, or export of the goods out of, the territory of India.”
લિથિયમ-આયન બેટરી તૈયાર કરીને સ્માર્ટફૉન્સ, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ અમેરિકાના ૯૭ વર્ષીય વિજ્ઞાની જૉન ગુડઇનફ, બ્રિટનના સ્ટેન્લી વિટીંગહેમ અને જાપાનના અકિરા યોશીનોને રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરાઇ હતી.
નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા રોયલ સ્વિડિશ એકેડેમી ઑફ સાયન્સીસે જણાવ્યું હતું કે આ ત્રણ વિજ્ઞાનીની વચ્ચે પુરસ્કારના ૯૦ લાખ સ્વિડિશ ક્રોનોર (અંદાજે ૯,૧૪,૦૦૦ અમેરિકી ડૉલર અથવા ૮,૩૩,૦૦૦ યુરો) વહેંચી દેવાશે. જ્યુરીએ જણાવ્યું હતું કે વજનમાં હલકી, ફરી ચાર્જ કરી શકાતી, શક્તિશાળી બેટરીઓ હવે મોબાઇલ ફૉન્સ, લેપટોપ્સ, ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં વપરાય છે અને તેની મદદથી સૌરઊર્જા તેમ જ પવનઊર્જાનો પણ સંગ્રહ કરી શકાય છે.
આ શોધને લીધે પ્રદૂષણ પેદા કરતા ઈંધણનો વિકલ્પ મળ્યો છે. તેણે જણાવ્યું હતું કે લિથિયમ બેટરીઓ ૧૯૯૧માં વેચાણ માટે બજારમાં આવી ત્યારથી આપણા જીવનમાં ક્રાંતિ આવી છે. લિથિયમ ઘણી હલકી ધાતુ હોવાથી પાણી પર તરે છે. ૧૯૭૦ના દાયકામાં ખનિજ તેલની કટોકટી ઊભી થઇ હતી ત્યારે ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે અમેરિકાના વિજ્ઞાની જૉન ગુડઇનફે લિથિયમ બેટરી તૈયાર કરી હતી.
Super-30ના આનંદ કુમારને તેડાવવા મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો વિફળ રહી: લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટી. સદભાગી રહ્યું
આજે એવો જમાનો છે જ્યાંથી એજ્યુકેશન પ્લસ એટલે કે શિક્ષણ ઉપરાંત અન્ય બાબતોનું એક્સપોઝર મળે એ જરૂરી છે અન્યથા વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસમાં ઉણપ રહે એ સ્વાભાવિક છે. અહીં વાત બિહારના સુપર-30 અને આનંદ કુમારની કરવી છે. ગઇ તા.6 ઓક્ટોબર 2019ના રોજ બિહારના સુપર-30ના સ્થાપક અને ઇન્ટરનેશનલ પર્સનાલિટીમાં જેઓ સ્થાન પામે છે એ આનંદ કુમાર સુરતમાં હતા.
તા.6 ઓક્ટોબર 2019ને રવિવારની બપોરે સુપર-30 ના સ્થાપક વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત સમા શ્રી આનંદ કુમારને પોતાની શાળામાં આવકારી રહેલા લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના સ્થાપક શ્રી જયસુખભાઇ કથીરીયા
આ એ જ આનંદ કુમાર છે જેના જીવન પરથી હ્રિતિક રોશન અભિનિત ફિલ્મ સુપર-30 બની છે અને હાલ દુનિયાભરમાં એ જોવાય રહી છે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રો સમા બિહારના આ રિયલ હીરો જ્યારે સુરતમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે સૂરતની મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો તેમને સ્કુલમાં તેડાવવા માટે અનેક પ્રકારે પ્રયાસો કરી ચૂકતી હોય છે. પણ અહીં કહેવા દો કે મોટી સ્કૂલો સુપર-30ના આનંદ કુમારને મેળવી શકી નહીં અને સૂરતની મુલાકાત અત્યંત ટૂંકી હોવા છતાં ઉધના વિસ્તારમાં લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂશન્સનું સંચાલન કરી રહેલા જયસુખભાઇ કથીરીયાને સુપર-30ના આનંદ કુમારે પૂરો એક કલાક ફાળવ્યો હતો.
સૂરતની બ્રાન્ડેડ, મોટી મોટી શાળાઓની ઓફરો ઠુકરાવીને સુપર-30ના સંચાલક શ્રી આનંદ કુમાર ઉધનાની લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂટ્સમાં ધો.10ના વિદ્યાર્થીઓને સંબોધવા પહોંચ્યા હતા. લિયો ગ્રુપના સ્થાપક શ્રી જયસુખભાઇ કથિરીયા સાથે તેમની યાદગાર તસ્વીર
સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સમાં ઉધના મેઇન રોડ પર બીઆરસીની સામે આવેલી સનરેઝ સ્કુલના ખીચોખીચ ભરેલા ઓડીટોરીયમ ખાતે લિયો ગ્રુપના વિદ્યાર્થીઓને સંબોધતા 45 મિનિટ સુધી પ્રેરણાદાયી ટીપ્સ આપી હતી.
સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરતના આગેવાનોની મદદથી સૂરતના ઉધના વિસ્તારમાં કાર્યરત લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમારે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું એ પૂર્વે આગેવાનોએ તેમનું મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કર્યું હતું
લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના ધો.10ના સેંકડો વિદ્યાર્થીઓને સંબોધતા સુપર-30ના આનંદ કુમારને દરેકે દરેક વિધાનમાં એક સંદેશો હતો, દરેક વિધાનમાં સફળતાના રહસ્યો હતા. આમેય આનંદ કુમાર જ્યારે સમગ્ર વિશ્વના બાળકો માટે પ્રેરણામૂર્તિ બની રહ્યા છે ત્યારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ માટે સુપર-30ના આનંદ કુમારની મુલાકાત અને ટીપ્સ જીવનભરનું સંભારણું અને લાઇફટાઇમ એક્સ્પોઝર સમાન બની રહી છે.
કાર્યક્રમના સમાપન બાદ સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓપ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સેલ્ફી આપી હતી.
ઉધનાના લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં કાર્યક્રમ બાદ સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમાર સાથે સેલ્ફી લેવા માટે સેંકડો વિદ્યાર્થીઓ, આગેવાનોએ કતારો લગાડી દીધી હતી.
કાર્યક્રમ અંગે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના શ્રી જયસુખભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે તેમના મિત્ર અને સામાજિક આગેવાન શ્રી અજયભાઇ ચૌધરીના પ્રયાસો થકી તેઓ સુપર-30ના આનંદ કુમારને સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મેળવી શક્યા હતા. શ્રી જયસુખભાઇ કથિરીયાએ સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરત તેમજ શ્રી અજયભાઇ ચૌધરી સમેત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.