CIA ALERT

Blog - Page 614 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 2, 2018
iitmadra.jpg
1min14700

ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ટૂંક સમયમાં તમારા મૉબાઇલ ફૉન, સર્વિલન્સ કૅમૅરા અને સ્માર્ટ મીટર ચલાવી શકશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) મદ્રાસ દ્વારા સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ની ડિઝાઇન તૈયાર કરી છે અને તેને વિકસાવ્યું છે. તેની માઇક્રૉચિપ ચંડીગઢમાંની ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સૅમી-ક્ધડક્ટર લેબૉરેટરીમાં તૈયાર કરાઇ છે. સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ને લીધે આયાત કરાતી માઇક્રૉચિપ્સ પર આધાર રાખવાનું ઓછું થવાની અને સાયબર હુમલા ઘટવાની આશા જન્મી છે. આ ઉપરાંત, સંદેશવ્યવહાર અને સંરક્ષણ ક્ષેત્ર માટે સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ઉત્તમ સાબિત થશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસની ‘રાઇઝ લેબૉરેટરી’ના અગ્રણી સંશોધનકાર પ્રાધ્યાપક કમલકોટી વીઝીનાથને જણાવ્યું હતું કે અલગ-અલગ સાધનો (ડિવાઇસ)ને જુદા જુદા પ્રકારના હાર્ડવૅરની અથવા નવા ફિચર્સ કે ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે અને અમે આ બાબતને ધ્યાનમાં રાખીને માઇક્રૉપ્રૉસેસરની ડિઝાઇન તૈયાર કરી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસ આ માઇક્રૉપ્રૉસેસરની સ્ટ્રૅટૅજિક અને કૉમર્શિયલ ઍપ્લિકૅશન્સ માટે 13થી વધુ કંપનીના સંપર્કમાં છે. આઇઆઇટીની ટીમ સુપર કમ્પ્યુટર માટેનું અત્યાધુનિક માઇક્રૉપ્રૉસેસર ‘પરાશક્તિ’ 2018ના ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાની છે.

November 1, 2018
gst.jpg
1min4940

ચાલુ નાણાકીય વર્ષના ઑક્ટોબર મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ સંગ્રહ એક લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે આ માહિતી આપી છે.

મે માં જીએસટી સંગ્રહ 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઇમાં 96,483 કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા અને 94,442 કરોડ રૂપિયા સપ્ટેમ્બર રહ્યું હતું.

November 1, 2018
statue_of_unity.jpg
1min5540
પહેલા જ દિવસે મફતીયાઓનો ત્રાસ, સામાન્ય મુલાકાતીઓ પાસે રૂ.350 લેવાયા, જ્યારે અપનાદળના 1500 કાર્યકર્તાઓને મફતમાં પ્રવેશ અપાયો

જો કે સૌથી મોટો હોબાળો ત્યારે થયો જ્યારે ભાજપના સાથી પક્ષના અપનાદળના 1500 જેટલા કાર્યકર્તાઓને સ્ટેચ્યુ જોવા માટે મફતમાં પ્રવેશ અપાયો. એનડીએના સાથીપક્ષ અપના દળના 1500 કાર્યકર્તાઓને સ્ટેચ્યુની મુલાકાત માટે આવ્યા હતા. અને અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ પટેલની દરમિયાનગિરી બાદ કાર્યકરોને મફત પ્રવેશ અપાયો હતો. જ્યારે અન્ય મુલાકાતીઓ પાસેથી ટિકિટના 350 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. જેને પગલે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

November 1, 2018
dhanteras-1.jpg
1min9050

આઠમની સાથે જ દિવાળીના તહેવારનો પ્રારંભ થાય છે અને ધનતેરસથી પાંચ દિવસનો દિપ મહોત્સવ શરૂ થાય છે.

શું હોય છે ધનતેરસ?

દીપાવલીનો તહેવાર આજે ધનતેરસથી શરૂ થાય છે. ધનતેરસથી પંચ મહોત્સવનો આરંભ થઈ જાય છે. કઈ પણ ખરીદી કરવાનો આ શુભ દિવસ હોય છે. કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસના નામથી ઓળખવામાં આવે છે આ વર્ષે 5 નવેમ્બર 2018 સોમવારે આવશે. હિન્દૂ માન્યતાઓના અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આ દિવસે ભગવાન ધનવંતરિ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા. સાથે એવું પણ માનવામાં આવે છે કે એ દિવસે વાસણ અથવા સોના-ચાંદીના ઘરેણાં ખરીદી શકાય છે એ દિવસે ઘરેણાં અને વાસણની ખરીદીથી ધનમાં 13 ટકા વૃદ્ધિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની સાથે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.

જાણો આ તહેવારનું મહત્વ

આ દિવસે કોઈ પણ પ્રકારનો વ્યવસાય નથી થતો. આવું કરવાથી વર્ષભર ધનની દેવી લક્ષ્મી રિસાઈ જાય છે અને વ્યવસાયમાં વૃદ્ધિ નથી થતી. ધર્મગ્રંથે ઉલ્લેખ કર્યો છે કે ધનતેરસ પર નવું વાસણ લાવવાથી સૌભાગ્ય અથવા સમૃદ્ધિમાં વધારો થાય છે. આ વર્ષે સોમવારે આવેલા ધનતેરસ અત્યંત શુભ છે, આ દિવસે ધન એકત્ર કરીને જેનું પોતાનું ઘર નથી એ પણ પોતાનુ ઘર બનાવી શકે છે. ધનતેરસના દિવસે જ યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. પૂરા વર્ષમાં એક માત્ર એ દિવસ છે જ્યારે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ પૂજા દિવસમાં નહીં રાતે કરવામાં આવે છે. એના માટે રાતે યમના નિમિત્ત એક દિવો પ્રગટાવવામાં આવે છ. લોટનો દીવો પેટાવી ઘરના મુખ્ય દ્રાર પર રાખો અને એની પૂજા કરો એવી માન્યતા છે કે આવું કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.

એટલે ઉજવાય છે ધનતેરસ

એવી પણ માન્યતા છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવાથી દરિદ્રતા દૂર થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે દીવો પ્રગટાવાથી ખરીદી કરેલી વસ્તુનો વધારો થાય છે સંયુક્ત પરિવારમાં લાવવામાં આવેલી નવી વસ્તુ એકતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. ધનતેરસ પર કરેલું રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક છે. આ સમુદ્ર મંથનમાથી નીકળેલા 14 રત્નોમાંથી એક ધનવંતરિ પણ છે અને સ્વાસ્થય, સમતાન અથવા સમૃદ્ધિનું પણ પ્રતિક છે ધનતેરસ. ધનતેરસ ધનની સાથે સાથે તબિયતની સમૃદ્ધિ માટે પણ ઉજવવામાં આવે છે. આ તેહવારને ધનવંતરિ જયંતીના નામથી ઓળખવામાં આવે છે.

November 1, 2018
No_smoking-1280x1280.png
1min14900
  • જાહેર સ્થળો પર ધુમ્રપાન નહીં થાય તેવો કોપ્ટા ધારો લાગૂ છે પણ તેનો કોઇ ભય ધુમ્રપાન કરનારાઓમાં નથી
  • કેન્દ્ર સરકાર જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓને દંડવાની સત્તા પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓને આપી રહી છે
  • કોપ્ટા હેઠળ વસુલ કરવામાં આવતા દંડની રકમનું ફંડિંગ કરવા એન્ફોર્સમેન્ટ અધિકારી નોટીફાય કરાશે

દેશમાં અને રાજ્યમાં સિગારેટ એન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કૉપ્ટા) હેઠળ જાહેર સ્થળો પર ધૂમ્રપાનની સખત મનાઈ છે, પરંતુ આ નિયમોનું છેડેચોક ઉલ્લંઘન થાય છે.

હાલમાં કોપ્ટા ધારો લાગૂ હોવા છતાં લોકો બેરોકટોક જાહેર સ્થળો પર ધુમ્રપાન કરી રહ્યા છે. તેમને કાયદાનો કોઇ ડર લાગતો હોય તેવી સ્થિતિ દિલ્હી સમેત કોઇ શહેરોમાં જોવા મળતી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં હેડ કૉન્સ્ટેબલ અને મહાનગરપાલિકાના અધિકારીઓને કોપ્ટા હેઠળ દંડ કરવાની સત્તા આપવા આપવાની તજવીજ હાથ ધરી છે.

દરેક રાજ્યના આરોગ્ય ખાતાના સેક્રેટરીને પત્ર લખી નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ હેડ કૉન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીઓને એડિશનલ એન્ફોર્સમેન્ટ ઑફિસર તરીકે નૉટિફાય કરે જેથી તેઓ કૉપ્ટા અંતર્ગત ફંડ એકઠું કરી શકે.

કેન્દ્રના પત્રમાં પણ લખ્યું છે કે ભારત વિશ્ર્વમાં તમાકુ ઉત્પન્ન કરવામાં દેશનું ત્રીજું અને અને સેવન કરવામાં બીજા નંબરે છે. દર વર્ષે દેશમાં લગભગ 13.5 લાખ લોકો તમાકુના સેવનને લીધે મૃત્યુ પામે છે.

November 1, 2018
tapti.jpg
1min9330

Cyber Security workshop at Tapti Valley International School by Rakshit Tandon

  
THINK Before You CLICK!!

A powerful workshop on Cyber Security by Rakshit Tandon. He is an Executive Board Member – Council of Information Security and a part of many nationally acclaimed projects and organizations.

Topics related to cyber defamation, stalking, bullying were discussed at the workshops. Students gained useful information as well as latest knowledge too. students were informed about netiquettes and cyber crime preventive measures. It was really a great privilege for the entire TVIS team to have him in the institution.

November 1, 2018
gold_mannn.jpg
1min11810

મધ્યપ્રદેશના દેવાસમાં એક ગોલ્ડ મેનને બે કિલોથી વધારે સોનું પહેરીને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. લુઈસ પોલ નામનો શખસ પોતાની કારમાં ઝાંસીથી મુંબઈ જઈ રહ્યો હતો અને ગળામાં સોનાના બે મોટા ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, વીંટી જેવા ઘરેણા પહેર્યા હતા. જેની કિંમત 70 લાખ જેવી થતી હતી.’ આ દરમિયાન ફ્લાઈંગ સ્કોડે આચારસંહિતા ભંગનો દાષિત ગણીને કાર્યવાહી કરી હતી અને તેની અટકાયત કરીને આવકવેરા વિભાગને સોંપવામાં આવ્યો હતો. હકીકતમાં આચાર સંહિતા દરમિયાન મહિલાઓ 500 ગ્રામ અને પુરુષો 250 ગ્રામ સોનાના આભૂષણ પહેરી શકે છે. પરંતુ અટકાયત થયેલો લુઈલ બે કિલોથી પણ વધારે ઘરેણા પહેરીને ફરી રહ્યો હતો.

November 1, 2018
epharmacy.jpg
1min14190

મદ્રાસ હાઈ કોર્ટે તા.31મી ઓક્ટોબર 2018ના રોજ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશનની અરજીની સુનાવણી દરમ્યાન ૯ નવેમ્બર 2018 સુધી દવાઓનું ઑનલાઇન વેચાણ રોકવાના વચગાળાના આદેશને મંજૂરી આપી હતી.

અરજીમાં દવાઓના ઑનલાઇન વેચાણ માટેની લિન્ક્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ સંબંધિત અધિકારીઓને આપવાની માગણી કરવામાં આવી હતી. અદાલતે એ બાબતમાં કેન્દ્ર સરકારને જવાબ ફાઇલ કરવાનો આદેશ આપતાં અરજીની સુનાવણી ૯ નવેમ્બર પર મોકૂફ રાખી હતી.

કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશને અરજીમાં જણાવ્યું હતું કે ‘દવાઓનું ઑનલાઇન વેચાણ ગ્રાહકો માટે સગવડભર્યું હોઈ શકે છે, પરંતુ લાઇસન્સ વગર દવાઓની ઑનલાઇન ખરીદી જોખમી બની શકે છે; કારણ કે એ માધ્યમથી બનાવટી, એક્સપાયરી-ડેટ પસાર થઈ ગઈ હોય એવી, દૂષિત અને અસ્વીકૃત દવાઓ વેચાઈ શકે છે.’

November 1, 2018
swiggy.png
1min8160

ઑનલાઇન ફૂડ ઑર્ડરની ડિલિવરી કરવા માટે બાઇકર્સ છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે શહેરમાં જોતજોતામાં સેંકડો નહીં પણ હજારો યુવાનો સ્વિગ્ગી અને ઝોમાટો સર્વિસના ડિલિવરી – બૉય્ઝ તરીકે જોડાઇ ગયા છે અને તેઓ મોટા ભાગે ટુ વ્હીલર્સ પર ઉતાવળે ફૂડ ડિલીવરી કરવાની લ્હાયમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા હોવાની ગંભીર ફરીયાદો સામે આવી છે. સ્વિગ્ગી અને ઝોમાટે બન્નેના ડિલીવરી બોયઝ તેમના ડ્રેસ કોડ અને બાઇક્સને કારણે નિયમ તોડતા હોય ત્યારે તરત જ લોકોની નજરમાં આવી જાય છે. સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝ શહેરમાં ઠેકઠેકાણે રૉન્ગસાઇડ, ફુટપાથ પરથી બાઇક ચલાવતા હોવાની, ઓવરસ્પીડ કરતા હોવાની, રોંગ સાઇડ ઓવરટેકિંગ કરતા હોવાની ગંભીર ફરીયાદો ઉઠવા પામી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ માટે ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ માથાનો દુખાવો ઉભો કરી રહ્યા છે. અત્યાર સુધી ડોમીનોઝ કે અન્ય સ્પેશિફિક બ્રાન્ડના જ ફુડ ડિલીવરી બોયઝ શહેરમાં છુટા છવાયા જોવા મળતા હતા પણ હવે તો સ્વિગ્ગી અને ઝોમાટો જેવી ફૂડ ડિલીવરી સર્વિસના હજારો બાઇકર્સ શહેરમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે તેઓ શહેર પોલીસ માટે ઉપદ્રવ સમાન બન્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

શહેરમાં પીક અવર્સ દરમિયાન અઠવાલાઇન્સ, રિંગ રોડ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ, અડાજણ, એલ.પી. સવાણી રોડ, વરાછા રોડ, કતારગામ વગેરે વિસ્તારમાં જુદી જુદી હોટેલો પરથી ખાણું મંગાવનારા લોકોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. બહારનું ખાણું ગ્રાહકના સરનામે ઝડપથી ડિલીવરી કરી આપવાની સર્વિસ આપતા સ્વિગ્ગી અને ઝોમાટોએ શહેરમાં ફુડ ડિલિવર કરવા માટે હજારો યુવાનોને રોક્યા છે. આ સ્વિગ્ગી અને ઝોમાટોના ફુડ ડિલિવરી બોયઝ એટલી વ્યાપક સંખ્યામાં વધ્યા છે કે તેઓ હવે શહેરમાં ટ્રાફિકના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે. ઝડપથી ફૂડ ડિલીવરી કરવાનું પ્રેશર લઇને બાઇકો દોડાવી રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ફૂડ ડિલિવરી કરતા યુવાનો સામે અનેક ફરીયાદો ઉઠી છે. હોટેલો કે રેસ્ટોરેન્ટ તેની જવાબદારી લેવા તૈયાર નથી જ્યારે આ બન્ને કંપનીઓના સ્થાનિક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રહ્યા છે. બેદરકારીભર્યું અને રફ ડ્રાઇવિંગ કરીને સામાન્ય રાહદારીઓ તેમજ શહેરના વાહનચાલકોને બાનમાં લઇ રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝની આ પ્રવૃતિ સામે હવે ટ્રાફિક પોલીસે જ લાલ આંખ કરવી પડે તેમ છે.

સ્વિગ્ગી અને ઝોમાટોની નીતિઓને કારણે જ ડિલીવરી બોયઝ ઓવર સ્પિડીંગ કરતા હોય છે

ફુડ ડિલીવરી કરી આપતી કંપનીઓ તેમની કામગીરીનો વ્યાપ વધારવા માટે ડિલીવરી બોયઝને ઝડપી ડિલીવરી કે રોજની સ્પેશિફિક ડિલીવરી કરતા વધુ સંખ્યામાં ફુડ ડિલીવર કરનારને વધુ ઇન્સેન્ટીવ આપતી હોવાથી સ્થાનિક યુવકો વધુ સંખ્યા માટે ઝડપથી ઓર્ડર પૂરો કરવા માટે ઓવર સ્પિડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, વન-વેમાં ઘૂસી જતા હોય છે.

મુંબઇમાં ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ બોયઝને ડામવા માટે ઝુંબેશ આ રીતે ચાલી રહી છે

બાઇકર્સ દ્વારા છડેચોક કરાતા નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મુંબઈના કેટલાક નાગરિકોએ પોતાનું રોડ સેફ્ટી કૅમ્પેન શરૂ કર્યું હતું. ત્રણ મહિના પહેલાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અનેક વખત જોવા મળ્યું હતું કે ડિલિવરી કરનારા લાંબો રૂટ ટાળવા માટે નો એન્ટ્રીમાં ઘૂસી જતા હોય છે અથવા તો ફુટપાથ પર બાઇક ચલાવતા હોય છે. રોડ સેફ્ટી કૅમ્પેન સાથે સંકળાયેલા ૫૫૦ સ્વયંસેવકો આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા બાઇકર્સના વિડિયો બનાવે છે અને પછી એને મુંબઈ પોલીસના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરે છે. આમાંથી મોટા ભાગના બાઇકર્સ આવી રીતે ફૂડ ડિલિવરી કરનારા હોવાનું જાણવા મળ્યું છે. વૉલન્ટિયર્સ આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ઈ-ચલાન મોકલીને કાર્યવાહી કરવામાં આવે એ માટે દબાણ બનાવી રહ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં આવા ૨૦૦થી વધુ બાઇકર્સને ઈ-ચલાન મોકલવામાં આવ્યાં છે.

October 31, 2018
electronic-store.png
1min7430

એમેઝોન અને ફ્લિપકાર્ટના ભારે ડિસ્કાઉન્ટ અને કેશ બેકના કારણે કન્ઝ્યુ ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન સ્ટોર્સને આ વખતે પાંચ વર્ષની સૌથી ખરાબ દિવાળીની આશંકા છે. સાત રિટેલ ચેઇન્સના જણાવ્યા અનુસાર નવરાત્રિથી શરૂ થયેલા લગભગ ત્રણ સપ્તાહના ગાળામાં દિવાળીનું વેચાણ 50 ટકા સુધી ગબડ્યું છે.

સાઉથ ગુજરાતના અગ્રણી સેલફોન રિટેલર રાહુલ ઓમએ જણાવ્યું કે અગાઉ ક્યારેય આટલી ખરાબ અસર દિવાળીના સમયે અનુભવાઇ નથી. ગ્રાહકો વધુ ઓનલાઇન ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહ્યા હોવાથી સ્ટોર્સમાં હજુ પણ ખાસ અવરજવર શરૂ થઈ નથી. ઘણા ગ્રાહકોએ કદાચ તહેવારોની ખરીદી પૂરી પણ કરી લીધી છે.

ઓનલાઇન માર્કેટમાં ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ્સે 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું છે અને મોટા ભાગના કિસ્સામાં ભાવ ડિસ્ટ્રિબ્યુટર પ્રાઇસ કરતાં પણ નીચા રહ્યા છે. ગયા વર્ષની ફેસ્ટિવલ સીઝન કરતાં વેચાણ 20-55 ટકાની રેન્જમાં ઘટ્યું હોવાની વાતને સમર્થન આપ્યું છે.

દેશભરના મોટા ભાગના સેલફોન સ્ટોર્સમાં વેચાણ 50-55 ટકા ઘટ્યું છે. ઓનલાઇન માર્કેટપ્લેસ દ્વારા પ્રેસ નોટ-૩નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અથવા તેમણે નિયમોની છટકબારીનો લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે, પ્રેસ નોટ-૩ અનુસાર ઇ-કોમર્સ માર્કેટપ્લેસ પર પ્રોડક્ટ પ્રાઇસિંગને પ્રભાવિત કરવા અને ભારે ડિસ્કાઉન્ટ આપવાના મુદ્દે પ્રતિબંધ મુકાયો છે. જેથી ઓફલાઇન રિટેલર્સને સ્પર્ધાત્મક માહોલ મળી શકે.

નવરાત્રિના ગાળામાં ‘ફેસ્ટિવલ સેલ’ની શરૂઆત પછી એમેઝોન અને ફ્લિપકાર્ટે ગયા સપ્તાહે બીજું સેલ લોન્ચ કર્યું હતું. બંને કંપની ચાલુ સપ્તાહે વધુ એક સેલની યોજના ધરાવે છે. કેટલીક બ્રાન્ડ્સે ઓફલાઇન સ્ટોર્સમાં ઓનલાઇન માર્કેટપ્લેસ સાથે જ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું, પણ તેમણે ડિસ્કાઉન્ટનો પૂરતો પ્રચાર કર્યો ન હતો. ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા ઓનલાઇન એક્સ્ક્લુઝિવ મોડલ્સ પર ડિસ્કાઉન્ટ અને મેગા એડ્વર્ટાઇઝિંગને કારણે ગ્રાહકોમાં ઓનલાઇન વિકલ્પ સૌથી સસ્તું હોવાનું વલણ ઊભું કર્યું હતું.