CIA ALERT

Blog - Page 615 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 31, 2018
electronic-store.png
1min7430

એમેઝોન અને ફ્લિપકાર્ટના ભારે ડિસ્કાઉન્ટ અને કેશ બેકના કારણે કન્ઝ્યુ ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન સ્ટોર્સને આ વખતે પાંચ વર્ષની સૌથી ખરાબ દિવાળીની આશંકા છે. સાત રિટેલ ચેઇન્સના જણાવ્યા અનુસાર નવરાત્રિથી શરૂ થયેલા લગભગ ત્રણ સપ્તાહના ગાળામાં દિવાળીનું વેચાણ 50 ટકા સુધી ગબડ્યું છે.

સાઉથ ગુજરાતના અગ્રણી સેલફોન રિટેલર રાહુલ ઓમએ જણાવ્યું કે અગાઉ ક્યારેય આટલી ખરાબ અસર દિવાળીના સમયે અનુભવાઇ નથી. ગ્રાહકો વધુ ઓનલાઇન ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહ્યા હોવાથી સ્ટોર્સમાં હજુ પણ ખાસ અવરજવર શરૂ થઈ નથી. ઘણા ગ્રાહકોએ કદાચ તહેવારોની ખરીદી પૂરી પણ કરી લીધી છે.

ઓનલાઇન માર્કેટમાં ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ્સે 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું છે અને મોટા ભાગના કિસ્સામાં ભાવ ડિસ્ટ્રિબ્યુટર પ્રાઇસ કરતાં પણ નીચા રહ્યા છે. ગયા વર્ષની ફેસ્ટિવલ સીઝન કરતાં વેચાણ 20-55 ટકાની રેન્જમાં ઘટ્યું હોવાની વાતને સમર્થન આપ્યું છે.

દેશભરના મોટા ભાગના સેલફોન સ્ટોર્સમાં વેચાણ 50-55 ટકા ઘટ્યું છે. ઓનલાઇન માર્કેટપ્લેસ દ્વારા પ્રેસ નોટ-૩નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અથવા તેમણે નિયમોની છટકબારીનો લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે, પ્રેસ નોટ-૩ અનુસાર ઇ-કોમર્સ માર્કેટપ્લેસ પર પ્રોડક્ટ પ્રાઇસિંગને પ્રભાવિત કરવા અને ભારે ડિસ્કાઉન્ટ આપવાના મુદ્દે પ્રતિબંધ મુકાયો છે. જેથી ઓફલાઇન રિટેલર્સને સ્પર્ધાત્મક માહોલ મળી શકે.

નવરાત્રિના ગાળામાં ‘ફેસ્ટિવલ સેલ’ની શરૂઆત પછી એમેઝોન અને ફ્લિપકાર્ટે ગયા સપ્તાહે બીજું સેલ લોન્ચ કર્યું હતું. બંને કંપની ચાલુ સપ્તાહે વધુ એક સેલની યોજના ધરાવે છે. કેટલીક બ્રાન્ડ્સે ઓફલાઇન સ્ટોર્સમાં ઓનલાઇન માર્કેટપ્લેસ સાથે જ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું, પણ તેમણે ડિસ્કાઉન્ટનો પૂરતો પ્રચાર કર્યો ન હતો. ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા ઓનલાઇન એક્સ્ક્લુઝિવ મોડલ્સ પર ડિસ્કાઉન્ટ અને મેગા એડ્વર્ટાઇઝિંગને કારણે ગ્રાહકોમાં ઓનલાઇન વિકલ્પ સૌથી સસ્તું હોવાનું વલણ ઊભું કર્યું હતું.

October 31, 2018
MARKET.jpg
1min4550
ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રભરના યાર્ડો ગુરૂવાર તા.1 નવેમ્બર 2018થી અચોક્કસ મુદત હડતાળ પાડતા પૂર્વે મોટાભાગના માર્કટ યાર્ડોમાં આજથી આવક બંધ કરવામાં આવી હોવાના અહેવાલોએ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિના કારણે અમુક યાર્ડોમાં આજે કામકાજ બંધ હતા જ, પણ હવે ગુરુવાર તા.1લી નવેમ્બર 2018થી રાજકોટ યાર્ડ હડતાળમાં જોડાવાનું હોઇ, રાજ્યમાં ખેડૂતોનું આ સૌથી મોટા આંદોલન હોવાનું મનાય રહ્યું છે.
રાજ્ય સરકારની ટેકાની ખરીદી સહિત યોજનાઓમાં થયેલા કૌભાંડો અને પોલીસમાં પહોંચેલા મામલા પછી ખેડૂતોના હિતમાં તાત્કાલીક અસરથી ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડના વેપારીઓ મેદાનમાં આવ્યા છે. ખેડૂતોના હિતમાં ગુરૂવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૨૬ માર્કેટીંગ યાર્ડોમાં અચોક્કસસ મુદ્દતની હડતાલ જાહેર કરાઈ છે.
ખેડૂતોને ફાયદાથી ભાવાંતર યોજના લાગુ કરવા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએસને છેલ્લા એક મહિનાથી સરકારમાં અનેકવાર રજુઆત કરવા છતા કોઇ પ્રત્યુતર ન મળતા નાછુટકે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ૨૬ માર્કેટ યાર્ડો ગુરૂવારથી અચોક્કસ મુદતની હડતાળ પાડી ભાવાંતર યોજના લાગુ કરવાની માગને વધુ આક્રમક રીતે ઉજાગર કરશે.
સરકારનું સ્ટેન્ડ
રાજય સરકારને મગફળીની ખરીદી માટે ત્રણ પ્રપોઝલ આપી હતી. જેમાં ભાવાંતર યોજના, ટેકાના ભાવે અને પ્રાઈવેટ એજન્સી દ્વારા પરંતુ રાજય સરકારે ૧૦૦૧ ટેકાનો ભાવ જાહેર કરી ૧૨૨ સેન્ટરો ઉપરથી લાભ પાંચમથી ખરીદી ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.
October 31, 2018
shankar-1.jpg
1min497

રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવા સંબંધિત મારો પ્રસ્તાવ પત્ર સ્વીકારવા બદલ ખૂબ ખૂબ આભાર પીએમ નરેન્દ્ર મોદીઃ શંકરસિંહ વાઘેલા

રાજકારણમાં બધું જ શક્ય છે, એક બીજાને જાહેરમાં ભાંડતા નેતાઓ એક બીજા માટે ગમે ત્યારે રાજીપો પણ વ્યક્ત કરે, બરાબર એવી જ રાજનીતિ શંકરસિંહ બાપૂએ આજે કરી છે. બે દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે વડાપ્રધાન મોદી પર આક્ષેપોની છડી વરસાવનાર શંકરસિંહ વાઘેલાએ યુ ટર્ન લીધો છે. એક તરફ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું બીજી તરફ બાપુએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે

 

October 31, 2018
Shikhar-Dhawan.jpg
1min11100

સનરાઈઝર્સ હૈદરાબાદે 2018ના ઓક્શન પહેલા શિખર ધવનને રિટેન નહોતા કર્યા

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આગામી IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ માટે ઓપનિંગ કરે તેવી શક્યતા છે. શિખર ધવન 2008માં પણ દિલ્હી તરફથી રમી ચૂક્યા છે. જો 2019માં ફરી દિલ્હીની ટીમમાંથી રમશે તો 11 વર્ષ બાદ ધવન માટે આ ઘરવાપસી હશે. શિખર ધવન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ દિલ્હીથી જ રમતા હતા.

IPLની આગામી સીઝનમાં ટીમ વચ્ચે ચાલી રહેલી અદલાબદલીમાં વિજય શંકર, શાહબાઝ નદીમ અને અભિષેક વર્માના બદલે શિખર ધવન પોતાની જૂની ટીમ દિલ્હીમાં સામેલ થઈ શકે છે. હવે ધવનના બદલે હૈદરાબાદને દિલ્હીના 3 ખેલાડી મળી રહ્યા છે. આ ત્રણેય ખેલાડીઓને દિલ્હીએ કુલ 6.95 કરોડમાં ખરીદ્યા હતા. એટલે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ધવનના બદલે આ ખેલાડીઓને ખરીદવા માટે 1.75 કરોડની રકમ ચૂકવશે.

October 31, 2018
statue-of-unity.jpg
1min6240

આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે

આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે, ત્યારે આજે વડાપ્રધાન મોદીએ નર્મદાના કેવડિયા જઈને દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત કરી. આ પ્રતિમા 182 મીટર ઉંચી. નિશ્ચિતપણે આ સ્થળ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સર્કિટમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે.

-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 153 મીટરે ગેલેરી તૈયાર કરવામાં આવી છે જ્યાંથી 200 પ્રવાસીઓ એકસાથે નર્મદા ડેમનો નજારો જોઇ શકે છે. જેના માટે 4 હાઇસ્પિડ લિફ્ટ પણ મુકવામાં આવી છે. જે માત્ર 30 સેકન્ડમાં સરદાર પટેલના હાર્ટ સુધી પહોંચાડી દેશે.

  • -લક્ઝુરીયસ સુવિધાઓ સજ્જ ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં 250 જેટલા ટેન્ટ તૈયાર કરાયા છે.
  • -6.5ની તિવ્રતાનો ભૂકંપ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કંઇ નુકશાન પહોંચાડી નહીં શકે, તેટલી મજબૂત આ પ્રતિમાને બનાવવામાં આવી છે.
  • -220 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી પણ પ્રતિમાને મળશે રક્ષણ
  • -સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામમાં ૯૦,૦૦૦ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે
  • -25 હજાર મેટ્રિક ટન લોખંડ ઉપયોગમાં લેવાયું છે
  • -સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે ભાગે જ 23.33 લાખ ફૂલથી ‘વેલી ઓફ ફ્લાવર’ તૈયાર કરાયું છે
  • -સરદાર સરોવર ડેમની સામે ભાગે જ તૈયાર થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
  • સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતુ વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે
  • -સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા પ્રવાસીઓ માટે બોટ રાઇડિંગની સુવિધા પણ કરવામાં આવી છે.
  • -4800 કર્મચારીઓ અને 250 જેટલા એન્જીનિયરે રાત-દિવસ કામગીરી કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.
  • -પ્રવાસીઓ માટે ખાસ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે.
October 30, 2018
Tree-Plantation-6-1280x1332.jpg
1min6600

સુરત, ઓક્ટોબર, 2018 :શહેરની અગ્રણી શાંતિ એશિયાટિક સ્કૂલ હંમેશાથી વિવિધ પ્રકારના ઉમદા અને લોકકલ્યાણના કાર્યો માટે અગ્રેસર રહી છે. શાળાના આ પ્રયાસો અંતર્ગત તાડવાડી, અડાજણ ખાતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રી પ્લાંટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિન્સિપાલ શ્રીમતી વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે આપણાં ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે વૃક્ષનું અસ્તિત્વ જરૂરી છે અને આપણાં ભવિષ્યને સુરક્ષિત રાખવુંએ આપણાં જ હાથમાં છે, ચાલો તેના તરફ કામ કરીએ. શિક્ષણની સાથે-સાથે સામાજિક જવાબદારી પૂર્ણ કરવાની દરેક સંસ્થાઓની પણ ફરજ છે જેને ધ્યાને લઇ શાળા દ્વારા આ ટ્રી પ્લાંટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શાંતિ એશિયાટિક સ્કૂલ હંમેશાથી બાળકના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી આવી છે અને શાળાના પ્રયાસોને વાલીઓએ વખાણ્યાં હતાં.

October 30, 2018
fake_call.jpg
1min8060
  • લોન-ક્રેડિટ કાર્ડના નામે ફોન કરી પૈસા પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી
  • યુવતિઓ સમેત 19ની ધરપકડ
  • ધરપકડ કરાયેલા તમામ નાગાલેન્ડના રહેવાસી
  • આખું બોગસ કોલ સેન્ટર ધમધમતું હતું

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી પોલીસે લોન અને ક્રેડિટ કાર્ડના નામે લોકોને છેતરતા કોલ સેન્ટરનો ખુલાસો કર્યો છે. આ બોગસ કોલ સેન્ટરમાંથી પોલીસે 3 મહિલા સહિત 19 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ નાગાલેન્ડના છે. મળતી માહિતી મજબુ તમામ આરોપી લોન અને અન્ય પ્રકારના ફોન કરીને વિદેશના લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાઈબર ક્રાઈમને બાતમી મળી હતી કે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં લોકો સાથે લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે ફોન કરનાર મોટાભાગની મહિલાઓ છે. આ અંગે સાઈબર ક્રાઈમ ની ટીમ દિલ્હી પહોંચી હતી જ્યાં તપાસ દરમિયાન એવી હકીકત મળી હતી કે આ સમગ્ર કૌભાંડ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેના પગલે નવી દિલ્હીમાં તા. 26મી ઓક્ટોબરના રોજ બોગસ કોલ સેન્ટર પર રેડ કરી હતી જેમાં કામ કરતી 17 મહિલા ઝડપાઇ ગઇ હતી. ઉલ્લેખનિય છે કે, મોટાભાગના ગેરકાયદે કોલસેન્ટરમાં મોટાભાગના પુરુષોની જ ધરપકડ થતી હોય છે.

October 30, 2018
statue-of-unity.jpg
1min4580

ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કેવડીયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે.પીએમ મોદી કેવડિયા કોલોની ખાતે આકાર પામેલા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું અનાવરણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. પી.એમ. નરેન્દ્ર મોદી  31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.

આ છે વડાપ્રધાનનો કાર્યક્રમ

– તા.30મી ઓક્ટોબર 2018ને મંગળવારે રાત્રે 9.30 કલાકે વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચશે.
– ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9 વાગ્યે કેવડિયા કોલોની પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9.30 કલાકે બાય રોડ વેલી ઓફ ફ્લાવર્સ પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 10થી બપોરના 12 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો સમારોહ

– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 12.50 કલાકે કેવડિયાથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ આવશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે 12.55 કલાકે વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 2.25 કલાકે દિલ્હી પહોંચશે

October 30, 2018
alpesh-kathiriya-1-1280x720.jpg
1min13750

રાજદ્રોહના એક કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પાસના નેતા અલ્પેશ કથિરીયાની 3 વર્ષ બાદ ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો, આ કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન મળે એની વાટ જોઇને બેઠેલા હજારો પાસ કાર્યકર્તાઓની આશા આજે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી જામીન અરજીની સુનવણી બાદ ઠગારી નિવડી હતી. હાઇકોર્ટે અલ્પેશ કથિરીયાને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે અને વધુ સુનવણી તા.19મી નવેમ્બર 2018ના રોજ સુનવણી ધરવાનો આદેશ કર્યો હતો. અલ્પેશ કથિરીયાએ હવે દિવાળી જેલમાં જ કાઢવી પડશે એ વાત નિશ્ચિત થઇ જવા પામી છે.

રાજદ્રોહના કેસમાં 3 વર્ષ બાદ ધરપકડ કરીને જેલમાં મોકલાયેલા પાસના સુરતના અાગેવાન નેતા અલ્પેશ કથિરીયા ની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી અને અલ્પેશને કોઇ રાહત નહીં આપીને આગામી તા. 19 નવેમ્બરના રોજ હાઇકોર્ટ અલ્પેશ કથિરીયાના જામીન અરજી પર ચુકાદો આપશે.

અલ્પેશ કથિરીયાના કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. અલ્પેશ કથિરીયા વિરુદ્ધ ક્રિમિનલ કોન્સપિરન્સીની ગુજરાત સરકારની રજૂઆત હતી. સરકારે દલીલ કરી હતી કે, અલ્પેશ સામે ચાર્જશીટ બાકી છે અને તપાસ પણ હજુ બાકી છે. અલ્પેશ કથિરીયાના વકીલે પણ દલીલ કરી હતી કે, અલ્પેશ કથિરીયા ગુજરાતમાં 2015માં ફેલાયેલી હિંસા માટે જવાબદાર નથી.

અલ્પેશ કથિરીયાના વકીલે કહ્યું હતું કે, જે ઘટના પર સરકાર આધાર રાખી રહી છે, તે વખતે તે પોલીસના ડિટેન્શનમાં હતો. પોલીસે આ કેસમાં ત્રણ વર્ષ સુધી અલ્પેશ કથિરીયાની ધરપકડ ન કરી ત્યારે પણ અલ્પેશ ભાગેડું નહોતો અને તે કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો એમ તેના વકીલે જણાવ્યું હતું. સરકારે પોતાની એફિડેવિટમાં એ ભાગેડું હતો એવું કહ્યું નથી, ફક્ત કાગળ પર જ તેને ભાગેડું બતાવવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે સેશન્સ કોર્ટમાં એવી એફિડેવિટ ફાઇલ કરી છે કે, અલ્પેશ કથિરીયા સામે પૂરતા પુરાવા છે અને જો અલ્પેશ કથિરીયાને જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓને પોતાની તરફેણમાં કરી શકે છે. આ સિવાય તે ટ્રાયલ દરમિયાન પણ કોર્ટમાં હાજર નહીં રહે.

 

October 30, 2018
train_without_engine.jpg
1min9880

દેશની સૌથી પહેલી એન્જિન વિનાની ટ્રેન ‘ટ્રેન-૧૮’ સ્વદેશી ટેãક્નકથી ૧૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે માત્ર ૧૮ મહિનામાં વિકસાવવામાં આવી

ટ્રેન-૧૮ એક હાઇ-ટેક, ઊર્જા-કાર્યક્ષમ અને એન્જિન વિના જાતે ચાલતી ટ્રેન છે. સફેદ અને બ્લુ રંગની આ ટ્રેને તા.29 ઓક્ટોબર 2018ના રોજ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં કેટલાક યાર્ડની સફર કરી હતી. ભારતીય રેલમાં આ ટ્રેન ગેમ-ચેન્જર સાબિત થવાની આશા સેવાઈ રહી છે. આવી ટ્રેનને વિકસાવવામાં જેટલો ખર્ચ થાય છે એની અડધી રકમમાં સ્વદેશી ટેãક્નકથી આ ટ્રેન બનાવી શકાય છે. ૧૬ ડબ્બા ધરાવતી આ ટ્રેનમાં એન્જિન નથી. ૧૫થી ૨૦ ટકા ઊર્જા-કાર્યક્ષમ છે અને એ ઘણું ઓછું કાર્બન ફુટપ્રિન્ટ છોડે છે.