CIA ALERT
30. April 2024
January 8, 20191min7960

Related Articles



ભારતના 20 કરોડ લોકો હડતાળ પર ગયા, બેંક કામકાજ લગભગ ઠપ

Share On :
Print Friendly, PDF & Email

કેટલીક સેવાઓમાં અડચણો તેમ જ રોકવામાં આવી ટ્રેન સેવાઓ

 

સરકારની કામદાર વિરોધી નીતિ અને શ્રમકાયદામાં એકપક્ષી સુધારાના વિરોધમાં દેશના ૨૦ કરોડ કરતા પણ વધુ કામદારો આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જતા બેંકિંગ સમેતની સંસ્થાઓના કામકાજ ખોરવાય જવા પામ્યા હતા. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (સીટીયુ) જણાવ્યું હતું કે હડતાળમાં બૅંકોના કર્મચારીઓ સ્વયંભુ જોડાઇ જતા સમગ્ર દેશમાં સજ્જડ રીતે કામ બંધ થયું છે. સરકારે આ હડતાળની ઘેરી અસર પહોંચી છે.

મુંબઇ મહારાષ્ટ્રની વાત કરીએ તો હડતાળની અસર સવારથી જ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી છે. મુંબઈમાં જ્યાં બેસ્ટ બસો થોભી છે, તો ત્યાં જ અન્ય રાજ્યોમાં પ્રદર્શનકર્તાઓએ રસ્તા પર ઉતરીને રોડ જામ કર્યાં અને ટ્રેન સેવાઓમાં પણ અડચણો ઊભી કરી. આ બંધમાં દેશના કેટલાય ખેડૂતો અને શિક્ષક સંઘ પણ જોડાયા છે. દરમિયાન રસ્તા પર વાહનવ્યવહાર, બેઁકના કામકાજ અને શાળાઓના ભણતર પર પ્રભાવ પડી શકવાની આશંકા છે. ટ્રેડ યુનિયનોની માંગમાં વેતન વૃદ્ધિ, રોજગાર, પ્રમોશનની સાથે સાથે ન્યુનતમ ટેકાના ભાવમાં વધારા સહિત અન્ય કેટલીય માંગણીઓ સામેલ છે.

બંગાળની વાત કરીએ તો સીએમ મુખ્યયપ્રધાન મમતા બેનર્જીની ચેતવણીની પણ બંગાળમાં કોઈ અસર જોવા મળી નથી. કેટલાય સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકર્તાઓએ રેલ્વે લાઈન બ્લૉક કરી દીધી છે, તો ઓરિસ્સામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટાયરો બાળ્યાં. ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસથી જોડાયેલ પદાધિકારીઓના કહ્યાં મુજબ આ હડતાળમાં ખેડૂતો અને બેઁકના કર્મચારીઓ પણ સામેલ છે.

આજથી શરૂ થતી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે ૧૦ જેટલા સીટીયુએ હાથ મિલાવ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ હડતાળમાં ૨૦ કરોડ કરતા પણ વધુ કામદાર જોડાતાં હડતાળ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકારની કામદાર તેમ જ જનતાવિરોધી નીતિના વિરોધમાં વિવિધ ક્ષેત્રના કામદારો સૌથી મોટા પ્રમાણમાં જોડાશે, એમ એઆઈટીયુસીના ૧૦ સીટીયુ દ્વારા યોજવામાં આવેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં જનરલ સેક્રેટરી અમરજિત કૌરે પત્રકારોને કહ્યું હતું.

બુધવારે અમે દિલ્હીના મંડીહાઉસથી

સંસદભવન સુધી વિરોધપ્રદર્શન કરતું સરઘસ લઈને જઈશું અને દેશભરમાં એ જ પ્રમાણે વિરોધપ્રદર્શન કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. શ્રમકાયદામાં કરવામાં આવેલા એકપક્ષી સુધારાનો પણ અમે વિરોધ કરીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. સરકાર રોજગાર ઊભો કરવામાં સરિયામ નિષ્ફળ નીવડી છે અને યુનિયનોની ૧૨ મુદ્દાની માગણીની ઘોર અવગણના કરી છે, એમ તેમણે કહ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :