CIA ALERT

Blog - Page 490 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 21, 2019
tdp.jpg
1min9940

તેલુગુ દેસમ પક્ષ (ટીડીપી) ના છમાંથી ચાર સાંસદ સત્તાધારી ભાજપમાં ભળી ગયા બાદ રાજ્યસભામાં ટીડીપીના ટુકડા થયા હતા અને એમના સાંસદોની સંખ્યા ઘટીને બે થઇ હતી. જોકે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ટીડીપીના પ્રમુખ એન. ચન્દ્રાબાબુ નાયડુને આ વાતની કોઇ નવાઇ નથી લાગી કારણ કે આવું તો એમના પક્ષમાં અવારનવાર થતું રહે છે.

tdp 4 mps માટે છબી પરિણામ

સૂત્રોના જણાવ્યા અનુસાર નાયડુ હાલ યુરોપમાં ફરવા ગયા છે અને ત્યાંથી એમણે સ્થિતિની સમીક્ષા કરવા પક્ષના કેટલાક અગ્રણી નેતાઓ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે આવી બાબત એમના પક્ષ માટે નવી નથી.

સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) પાસે રાજ્યસભામાં બહુમતી નથી અને આ ચાર સાંસદના ટેકાથી ભાજપને નવું બળ મળ્યું છે. ટીડીપીના રાજ્યસભામાં છ સાંસદ હતા અને હવે એમાંથી ચાર છૂટા પડીને ભાજપમાં ભળી જવાથી 245 સભ્ય ધરાવતી રાજ્યસભામાં ભાજપના સાંસદની સંખ્યા વધીને 75 થઇ

ગઇ છે.

June 21, 2019
qs.jpg
1min13440

ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગની તાજેતરમાં જાહેર કરાયેલી યાદીમાં વૈશ્ર્વિક 200 ટોચની ઈન્સ્ટિટ્યૂટમાં આઇઆઇટી-બૉમ્બે સહિત આઇઆઇટી-દિલ્હી અને આઇઆઇએસસી-બૅંગલુરુનો સમાવેશ થાય છે. આ સિવાય આ યાદીમાં આઇઆઇટી-બૉમ્બેએ દસ સ્થાન આગળ વધી 152 રૅન્ક મેળવી છે. આ રીતે ગ્લોબલ રૅન્કિંગમાં આઇઆઇટી-બૉમ્બેએ દેશની સૌથી ટોચની ઈન્સ્ટિટ્યૂટ તરીકે સ્થાન મેળવ્યું છે. ઘણા વર્ષોથી ફેક્લ્ટી-સ્ટુડન્ટ રૅશિયો અને પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશનમાં સંસ્થાએ સારો સ્કોર કર્યો છે. સંસ્થાની પ્રતિ ફેકલ્ટી સાઇટેશન વૈશ્ર્વિક સરેરાશ કરતા વધુ છે અને તેના દ્વારા કરાયેલા સંશોધનો ઉચ્ચ સ્તરે વિચારણા હેઠળ લાવવામાં આવે છે.

તાજેતરની રૅન્કિંગમાં ઈન્સ્ટિટ્યૂટે રેટિંગ ફોર એકેડેમિકમાં 54.5 પોઇન્ટ અને ઍમ્પ્લોયર્સ રૅપ્યુટેશનમાં 71.2 પોઇન્ટ મેળવ્યા હતા.

સંસ્થાના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે ક્વૉલિટી રિસર્ચ પર વધુ ધ્યાન આપવાને કારણે સંસ્થા રૅન્કિંગમાં સતત આગળ વધી રહી છે. તેમ છતાં અમે વધુ સારું કરવા ઇચ્છીએ છીએ.

આઇઆઇએસસીને પાછળ છોડી દેતા આઇઆઇટી-દિલ્હી દેશની બીજી ક્રમાંકની શ્રેષ્ઠ સંસ્થા બની ગઇ છે. તેમ છતાં ઑવરઓલ રૅન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનું ફેકલ્ટી/સ્ટુડન્ટ રૅશિયો અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રૅશિયો ઘટતો જોવા મળ્યો હતો.

ક્યુએસ દ્વારા યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂશન્સની પ્રતિષ્ઠા તેના એડેકેમિક અને એમ્પ્લોયર રૅપ્યુટેશન, ફેકલ્ટી સ્ટુડન્ટ રૅશિયો, પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશન અને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સના આધારે આંકવામાં આવે છે.

June 20, 2019
sanjiv_bhatt-1280x869.jpg
1min7240

1990ના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા જામનગર સેસન્સ કોર્ટે ફટકારી છે. સનદી અધિકારીઓના વર્ગમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ જ કેસમાં જામનગરની સેશન્સ કોર્ટે આ કેસના આરોપી સંજીવ ભટ્ટની સાથે પ્રવીણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારી છે.

સમગ્ર કેસની વિગત એવી છે કે 1990માં થયેલા રમખાણ દરમિયાન સૌરાષ્ટ્રના જામજોધપુર પોલીસે 132 લોકોને માર માર્યો હતો, જેમાં પ્રભુદાસ વિઠ્ઠલાણી નમના શખ્સનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.

જામજોધપુરમાં લઘુમતી કોમની મિલકતોને આગચંપી કરાઈ હતી. તે વખતે સંજીવ ભટ્ટે મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી હતી, અને તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. ફરિયાદ મુજબ સંજીવ ભટ્ટે અટકાયતીઓને ફટકારવાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

મૃતક પ્રભુદાસ વિઠ્ઠલાણીના પરિવારજનોએ આ મામલે તત્કાલિન એએસપી સંજીવ ભટ્ટ તેમજ છ અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વિવાદ વકરતા તત્કાલિક ચીમનભાઈ પટેલની સરકારે કેસને સીઆઈડી ક્રાઈમને ટ્રાન્સફર કર્યો હતો. સંજીવ ભટ્ટ સામે પણ ખાતાકીય કાર્યવાહીનો આદેશ અપાયો હતો. 1996માં સીઆઈડીએ તપાસ પૂર્ણ કરી સંજીવ ભટ્ટ સામે ચાર્જશીટ ફાઈલ કરવા પરવાનગી માગી હતી, જેનો સરકારે ઈનકાર કર્યો હતો.

 

June 20, 2019
thief1.jpg
1min7190

સોનાના દાગીના બનાવવાનું કામ કરતો પશ્ચિમ બંગાળનો એક કારીગર શહેરના અનેક જર્વેલર્સના દાગીના લઈને રફૂચક્કર થઈ જતાં વેપારીઓને ધોળે દિવસે તારા દેખાઈ ગયા છે. આ કારીગર અંદાજે એક કરોડ રૂપિયાના ધડામણ માટે આવેલા દાગીના લઈને ભાગી ગયો છે. જેથી લાલગેટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મૂળ બંગાળનો વતની અને સૈયદપુરા, નાગરીવાડ વિસ્તારમાં રહેતો રામસુદિન ઉર્ફે ખોખન અકબર દાગીના ઘડવાનું કામ કરતો હતો. રામસુદ્દીને ફરિયાદી પ્રકાશભાઈ મનસુખભાઈ નાકરાણી( રહે. કમલાપાર્ક, કાપોદ્રા) પાસેથી તથા અન્ય જવેલર્સ પાસેથી સોનાના દાગીના બનાવવા તથા તેને પોલીસ કરવા માટે લીધા હતા. કામ પૂર્ણ થયા બાદ તમામને દાગીના પરત કરવાના બદલે રામસુદ્દીન દુકાનના શટર પાડીને નાસી ગયો હતો. જે અંગે છેવટે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દાગીનાની કુલ કિંમત 95, 51,319 રૂપિયા છે.

June 20, 2019
jin_ping_korea.jpg
1min9040

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસ માટે ઉત્તર કોરિયાની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. ગુરુવારે જિનપિંગ પ્યોંગયાંગ પહોંચ્યા હતા. જિનપિંગ છેલ્લા 14 વર્ષમાં ઉત્તર કોરિયાની મુલાકાત લેનારા સૌપ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. જિનપિંગ અહીં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે. આ બન્ને નેતાઓની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પરના પ્રતિબંધો તેમજ નિશસ્ત્રીકરણના દબાણને લઈને નિષ્ફળ પ્રયાસો બાદ ઉત્તર કોરિયાએ હવે ચીન સાથે સંબંધો સુધારવા હાથ લંબાવ્યો છે.

અગાઉ શિતયુદ્ધના ગાળા દરમિયાન પ્યોંગયાંગ દ્વારા પરમાણુ કરારના ઉલ્લંઘનો અને બેઈજિંગ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રતિબંધોને સતત ટેકો આપવાથી બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળતી હતી જો કે જિનપિંગ અને કિમ જોંગ હવે આ સંબંધોને નવી દિશા આપવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. ચીન હવે પ્રતિબંધોને હળવા કરવા સમર્થન કરી રહ્યું છે જ્યારે કિમ જોંગે છેલ્લા કટેલાક વર્ષોમાં ચારથી વધુ વખત ચીનની મુલાકાત લીધી હતી.

જિનપિંગ ગુરુવારે સવારે તેમના પત્ની પેંગ લિયુઆન, વિદેશ મંત્રી વાંગ યી અને અન્ય અધિકારીઓ સાથે પ્યોંગયાંગ પહોંચ્યા હતા. પ્યોંગયાંગમાં ઠેરઠેર જિનપિંગનું સ્વાગત કરવા ચીનના રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા હતા તેમજ રસ્તા પર લોકોએ હરોળબદ્ધ ઊભા રહી તેમને આવકાર્યા હતા.

નિશસ્ત્રીકરણ મામલે કિમ જોંગ અને ટ્રમ્પની બેઠક અગાઉ જ શિ જિનપિંગની ઉત્તર કોરિયાની મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ પ્રતિકરૂપ મુલાકાત હોવાથી સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ મીડિયા કવરેજ પર પણ આકરા નિયંત્રણો લાદ્યા છે. પ્યોંગયાંગમાં રહેલા આંતરાષ્ટ્રીય પત્રકારોને આ મુલાકાત કવર કરવા મનાઈ ફરમાવી છે. આ મુલાકાતને કવર કરવા આમંત્રિત વિદેશી મીડિયાના પ્રતિનિધિઓને વિઝા પણ મળ્યા નહતા. જ્યારે શી જિનપિંગ સાથેના ચાઈનીઝ મીડિયાનો કાફલો પણ સિમિત રખાયો છે.

ઉત્તર કોરિયાના મિસાઈલ પરિક્ષણોને લઈને અમેરિકા સાથે મતભેદો યથાવત છે ત્યારે કિમ જોંગ દ્વારા હવે અમેરિકાના પ્રતિસ્પર્ધી દેશો રશિયા અને ચીન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ એપ્રિલમાં કિમ જોંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી હતી.

June 20, 2019
afghancaptain.jpg
1min5780

અફઘાનિસ્તાનના ક્રિકેટ ટીમના સભ્યોએ અહીં એક રેસ્ટોરન્ટમાં કરેલી તકરાર માટે પોલીસને બોલાવવામાં આવી હતી.

અફઘાનની ટીમની વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે અહીં ઓલ્ડ ટ્રેફર્ડ ખાતેની મેચની પૂર્વે સોમવારે રાતે બનેલા આ બનાવ માટે બી. બી. સી.ના જણાવ્યા પ્રમાણે કેટલાક અનામી ખેલાડીઓએ કોઈ વ્યક્તિ દ્વારા તેઓની ઉતારવામાં આવેલ ફિલ્મ માટે વાંધો દર્શાવ્યો હતો અને તેની જોડે ઝઘડો કર્યો હતો.

પણ, મેચ બાદ પત્રકારો જોડેની વાતચીતમાં અફઘાનની ટીમના કેપ્ટન ગુલબદિન નઈબે મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે તેની પાસે આ ઘટનાની વધુ વિગત નથી. “ટીમ અનેે મારા માટે આ કાંઈ મોટી ઘટના નથી, એમ તેણે કહ્યું હતું. અફઘાનિસ્તાનનો આયોજક રાષ્ટ્ર ઈંગ્લેન્ડની ટીમ સામે ૧૫૦ રનથી પરાજય થયો હતો.

આ પહેલા, મંગળવારે ગ્રેટર મેન્ચેસ્ટર પોલીસે બહાર પાડેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ અધિકારીઓ આ ઘટનાસર સોમવારે સ્થાનિક સમય અનુસાર રાતે ૧૧.૧૫ વાગ્યે મેન્ચેસ્ટરમાં લિવરપૂલ રોડ ખાતે આવેલ અકબર રેસ્ટોરન્ટ ખાતે દોડી આવ્યા હતા.
તે બનાવમાં કોઈને પણ ઈજા થઈ ન હતી તથા કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ કરાઈ રહી છે.

June 20, 2019
oil.jpg
1min5500

ચોમાસાની અને તહેવારોની સિઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ૪૦ રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ ૧૮૧૦ રૂપિયાએ પહોંચ્યો હતો. સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો.

બે દિવસમાં એક ડબ્બે રૂપિયા ૪૦નો વધારો જોવા મળ્યો હતો. આ માટે વાવેતરના દાણાની માગમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માગમાં વધારો થવાની સાથે દાણાંના ભાવમાં પણ વધારો થયો હતો. તો બીજી તરફ, કપાસિયા તેલમાં પણ ૧૦ રૂપિયાનો ભાવવધારો નોંધાયો હતો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૧૨૭૦ રૂપિયે પહોંચ્યો હતો.

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેથી માર્કેટમાં અને ઘરોમાં તળેલી વાનગીઓની ડિમાન્ડ વધુ રહેશે. સાથે જ ભજિયાનું વેચાણ ચોમાસામાં વધી જાય છે. તો બીજી તરફ, હવે શ્રાવણ મહિનો નજીક હોઈ વિવિધ તહેવારો શરૂ થશે. જેને કારણે તળેલી વાનગીઓ અને ફરસાણની ડિમાન્ડ વધુ રહેશે ત્યારે વધી રહેલી આ મોંઘવારીમાં તેલના વધતા ભાવ ગૃહિણીનું બજેટ તથા ગરીબોના તહેવારોને પર પણ અસર કરી શકે છે.

June 20, 2019
onenation.jpg
1min5370

એક રાષ્ટ્ર, એક ચૂંટણી વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બુધવારે બોલાવી હતી તે સમયે કાનૂની પેનલની ભલામણ ઘણું મહત્ત્વ ધરાવે છે. જોકે આ પેનલે ગત વર્ષે ઑગસ્ટમાં ડ્રાફ્ટ ભલામણ તૈયાર કરી હતી.

રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ્સ ઍક્ટ અને બંધારણમાં અમુક સુધારા કરવા માટે લૉ પેનલે ભલામણ કરી છે. બીજું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે પણ બે તબક્કામાં કરવા ભલામણ કરી છે તે માટે બંધારણની ઓછામાં ઓછી બે જોગવાઈમાં સુધારો કરવાની જરૂર છે. મોટાભાગના રાજ્યોની મંજૂરી પણ અનિવાર્ય છે.

કાનૂની પેનલના અભિપ્રાય – ભલામણ સાથે સહમત થતાં ભૂતપૂર્વ ચીફ ચૂંટણી કમિશનર ટી. એસ. કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે “એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિચાર આકર્ષક છે, પરંતુ બંધારણીય સુધારા વિના અમલ શક્ય નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે મોટાપાયે વહીવટી વ્યવસ્થા અર્ધસુરક્ષા દળોની વધારે પ્રમાણમાં જરૂરિયાત સહિતના અન્ય પગલાં લેવાની જરૂર પડશે. આ બધું થાય તો એકસાથે ચૂંટણી યોજવી શક્ય છે.

આ વિચાર હકીકત બનશે તો તેના ઘણા લાભ છે. જોકે મોટો પડકાર અમલમાં મૂકવાનો છે. બંધારણમાં સુધારા કઈ રીતે કરી શકાય તે પણ મહત્ત્વનું છે. બધા પક્ષોનો સહકાર કેટલો મળે છે તે પણ જોવું રહ્યું.

બુધવારની બેઠકમાં હાજર રહેવાનું ઘણા પક્ષે ટાળ્યું હતું. ટ્રાન્ઝિશનલ જોગવાઈ પણ કરવી જરૂરી પડશે. કારણ કે ગૃહની મુદત અલગ અલગ હોય છે. બધા રાજ્યની મુદત એકસાથે પૂર્ણ થતી નથી. તે એકરૂપ કરવી પડશે. આમ એકસાથે લોકસભા – વિધાનસભાની ચૂંટણી યોજવા સામે પડકાર ઘણા છે.

June 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9020

જયેશ બ્રહ્મભટ્ટ

મોદી સરકારે સમગ્ર દેશમાં ઉજળીયાતો (બિન અનામત કેટેગરી)માં શિક્ષણ અને રોજગારમાં આખા દેશમાં 10 ટકા રિઝર્વેશન આપવાના કરેલા ઠરાવની પહેલી અસર ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ કાર્યવાહી પર જોવા મળી છે. ગુજરાતમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડિગ્રી ઇજનેરી કોલેજોમાં હાલ પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે અને તેના ભાગરૂપે આજે મોક રાઉન્ડનું એડમિશન લિસ્ટ જાહેર કરાયું હતું.

ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન પ્રક્રિયામાં ઉજળીયાતો માટે 10 ટકા રિઝર્વેશન સુપરહીટ પુરવાર થયું છે અને ડિમાન્ડવાળી કોલેજોમાં ઓપન કેટેગરીમાં જે પ્રવેશ અટક્યા હતા અથવા જે લેવલ પર પાછલા વર્ષોમાં ઓપન કેટેગરીમાં પ્રવેશ અટકતા હતા તેનાથી નોંધપાત્ર કહી શકાય એટલા ઓછા મેરીટે પણ ઉજળીયાત વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન સીટ પર પ્રવેશ મળ્યા છે.

દાખલા તરીકે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં ગાંધીનગર ખાતે આવેલી પી.ડી.પી.યુ. (પંડીત દિન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી) ખ્તાયનામ કહેવાય અને આઇ.આઇ.ટી. કે એન.આઇ.ટી.ને સમકક્ષ કહેવાય છે. આ કોલેજમાં મિકેનિકલ બ્રાન્ચમાં ઓપન કેટેગરીમાં પહેલો પ્રવેશ 1281 મેરીટ રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 4901 રેન્ક પર અટક્યો હતો. હવે ઉજળીયાતો માટેની જ ઇડબલ્યુએસ કેટેગરીમાં પહેલો પ્રવેશ 5282 રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 6098 રેન્ક પર અપાયો. આમ ઉજળીયાતો માટે જ્યાં 5200 રેન્ક પર પ્રવેશ અટકી જતા હતા ત્યાં છેક 6100 રેન્ક સુધી ઉજળીયાતોને પ્રવેશ મળી શક્યા હતા.

ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત મેડીકલમાં તો ઇડબલ્યુએસ કેટેગરી માટે ખાસ નવી બેઠકો વધારવામાં આવી રહી છે. આ સિવાયની બ્રાન્ચ કે અભ્યાસક્રમોમાં પણ ઓપન કેટેગરી (બિન અનામત) વર્ગને 10 ટકા રિઝર્વેશનથી ફાયદા પુરવાર થઇ રહ્યા છે.

આ પ્રકારે ડિગ્રી ઇજનેરીની દરેક કોલેજમાં ઉજળીયાતોને અનામત આપવા માટે ઉભી કરાયેલી ઇડબલ્યુએસ કેટેગરીથી બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ખાસ્સો ફાયદો જોવા મળ્યો છે.

June 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11470

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતમાં શિક્ષણના નામે રીતસરનો વેપાર કરી રહેલા ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના સંચાલકોની ધંધાદારી પ્રવૃત્તિઓ હવે વાલીઓ વિદ્યાર્થીઓ પારખી ગયા છે. એક સાથે ત્રણ ત્રણ ડિગ્રી ઇજનેરી કોલેજો ચલાવતા ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની ત્રણયે કોલેજોમાં મોક રાઉન્ડમાં જ જંગી સંખ્યામાં સીટો ખાલી પડી રહી છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ભઘવાન મહાવીર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એમ ત્રણેય કોલેજો મળીને સ્ટેટ ક્વોટામાં કુલ 1637 ડિગ્રી ઇજનેરીની સીટો પ્રવેશ માટે રજૂ કરવામાં આવી હતી. જેમાંથી પ્રવેશાર્થીઓએ ફક્ત 280 (ફક્ત 17 ટકા) બેઠકો પર પ્રવેશ ચોઇશ આપી છે.

એડમિશન કમિટીએ આપેલી વિગતો મુજબ ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય ડિગ્રી ઇજનેરી કોલેજોમાં કુલ 1357  બેઠકો (83 ટકા) મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા તો દૂરની વાત પરંતુ, પ્રયોગ માટે લેબોરેટરી, લાઇબ્રેરી, કમ્પ્યૂટર લેબ જેવી માળખાગત સુવિધાઓ નહીં આપતા સંચાલકો ફક્ત રૂપિયા ઉસેટવામાં જ રચ્યા પચ્યા રહે છે. એ તો ઠીક પરંતુ, કોલેજોમાં અધ્યાપકોને પૂરો પગાર પણ નહીં ચૂકવતા હોવાની ફરીયાદો ભૂતકાળમાં ઉઠી ચૂકી છે.

અત્યાર સુધી પ્રવેશાર્થીઓ અજાણતામાં ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોમાં પ્રવેશ મેળવી લેતા હતા, પરંતુ, હવે ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની પ્રવૃતિઓ જગજાહેર થઇ ચૂકી હોઇ, વિદ્યાર્થીઓ આ સંસ્થાની કોલેજોને જાકારો આપી રહ્યા છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર ડિગ્રી ઇજનેરી કોલેજમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનયિરંગ એન્ડ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર અને મહાવીર સ્વામી ડિગ્રી ઇજનેરી કોલેજમાં મિકેનિકલ એન્જિનયરિંગ બ્રાંચ તો એવી છે જેમાં એકેય વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ચોઇશ આપી નથી એટલે કે ઇચ્છા દર્શાવી નથી. તમામ 71 બેઠકો મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

આ તો હજુ મોક રાઉન્ડનું પરીણામ છે, હજુ પણ એવા પ્રવેશાર્થીઓ હશે જેઓ એક્ચ્યુઅલ રાઉન્ડમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોની ચોઇશ કાઢીને સુરત કે રાજ્યની અન્ય ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવશે.