CIA ALERT

Blog - Page 491 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 19, 2019
sakib.jpg
1min14880

વર્લ્ડ કપમાં શકિબનો અદ્ભુત દેખાવ

વર્લ્ડ કપમાં વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બંગલાદેશનો શકિબ અલ હસન અદભૂત પ્રદર્શન કરી રહયો છે. ખાસ કરીને તેના બેટમાંથી સતત રન નીકળી રહયા છે. શકિબની અણનમ સદીથી બંગલાદેશે ગઇકાલના મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 7 વિકેટે હાર આપી હતી. બંગલાદેશે પાવર બેટિંગ કરીને 322 રનનો વિજય લક્ષ્યાંક 3 વિકેટ ગુમાવીને 41.3 ઓવરમાં જ કરી લીધો હતો.
બંગલાદેશની રનનો પીછો કરતા આ સૌથી મોટી જીત છે. 99 દડામાં અણનમ 124 રન અને બે વિકેટ લેનાર શકિબ મેન ઓફ ધ મેચ બન્યો હતો. મેચ બાદ તેણે કહયું હતું કે આ એક અદભૂત અહેસાસ છે. આખર સુધી વિકેટ પર ટકી રહીને ટીમને જીત અપાવી સૌથી સંતોષજનક અહેસાસ છે. હું પાછલા દોઢ મહિનાથી મારી બેટિંગ પર મહેનત કરી રહયો હતો. હવે ખુશ છું કે મહેનત રંગ લાવી છે. મેં વિચાર્યું ન હતું કે વિશ્વ કપમાં મને નંબર ત્રણ પર બેટિંગ પર મોકો મળશે.
વનડાઉનમાં આવવાથી મને સેટ થવાનો મોકો મળે છે. અમારે સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા હવે પછીના મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. શકિબના વિશ્વ કપમાં કુલ 382 રન થયા છે અને સૌથી વધુ રન કરનારા બેટધરોની સૂચિમાં તે પહેલા નંબર પર આવી ગયો છે. તેના પછી ઓસ્ટ્રેલિયાનો સુકાની એરોન ફિંચ છે. તેણે 5 ઇનિંગમાં 343 રન બનાવ્યા છે. શકિબની વર્તમાન વિશ્વ કપમાં ચાર ઇનિંગમાં આ મુજબનો સ્કોર છે. 75, 64, 121 અને અણનમ 124. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં પણ તે સૌથી વધુ પોઇન્ટ સાથે આગળ ચાલી રહ્યો છે.
June 19, 2019
cbdt1.jpeg
1min6020

આવકવેરા વિભાગમાં અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને ‘સફાઈ’ કર્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે આજે ફરી નાણા મત્રાલયના 15 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્ત કરવાનો નિર્ણય કર્યો છે જેમાં મુખ્ય કમિશનર, કમિશનર, અને અધિક કમિશનર કક્ષાના અધિકારીઓ સામેલ છે. ફરજિયાત રિટાયર કરવામાં આવેલા આ અધિકારીઓ પૈકી મોટાભાગના સામે ભ્રષ્ટાચાર, લાંચના આરોપો છે.
આજે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ અને કસ્ટમ વિભાગના ફરજિયાત નિવૃત્ત કરવામાં આવેલા અધિકારીઓમાં
પ્રિન્સિપલ કમિશનર ડો. અનુપ શ્રીવાસ્તવ,
કમિશનર અતુલ દીક્ષિત,
કમિશનર સસારચંદ,
કમિશનર હર્ષા,
કમિશનર વિનય વ્રિજ સિંહ,
એડિશનલ કમિશનર અશોક મહિદા,
એડિશનલ કમિશનર વીરેન્દ્ર અગ્રવાલ,
ડેપ્યુટી કમિશનર અમરેશ જૈન,
જોઈન્ટ કમિશનર નલીન કુમાર,
આસિસ્ટન્ટ કમિશનર એસએસ પાબ્ના,’
આસિસ્ટન્ટ કમિશનર એસએસ બિષ્ટ,
આસિસ્ટન્ટ કમિશનર વિનોદ સાંગા,
એડિશનલ કમિશનર રાજુ સેકર,
ડેપ્યુટી કમિશનર અશોક કુમાર અસવાલ અને
આસિસ્ટન્ટ કમિશનર મોહમ્મદ અલ્તાફનો સમાવેશ થાય છે.
આ પહેલાં પણ નિર્મલા સીતારામને નાણા મંત્રાલય સંભાળતાંની સાથે જ સખત નિર્ણય લીધો હતો અને ગયા સપ્તાહે ટેક્સ વિભાગના’ જ 12 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સના નિયમ-56 અનુસાર નાણા મંત્રાલયના આ અધિકારીઓને સરકાર સમયથી પહેલાં જ નિવૃત્તિ આપી રહી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ ફરજિયાત નિવૃત્ત કરાયેલા આ અધિકારીઓ પૈકીના અનેકની સામે ભ્રષ્ટાચાર, ગેરકાનૂની અને બેહિસાબ સંપત્તિ ઉપરાંત જાતીય શોષણ જેવા ગંભીર આરોપો હતા.
ઉલ્લેખનીય છે કે નિયમ-56નો ઉપયોગ એવા અધિકારીઓ પર કરી શકાય છે જેમની વય 50-55 વર્ષની હોય અને 30 વર્ષનો સેવાકાર્યકાળ પૂરો કરી ચૂક્યા હોય. સરકાર દ્વારા આવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી શકાય છે.
June 19, 2019
monsoon.jpg
1min4560

ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. અમદાવાદમાં કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ છે.

દક્ષિણના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૭ તાલુકાઓમાં ૧૨થી ૬૮ મી.મી. જ્યારે ૧૦૪ તાલુકાઓમાં ૧૧થી ૧મી.મી સુધીનો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં નોંધાપાત્ર વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, નળકાંઠા સહિતના અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આ ઉપરાંત દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં બપોરે એક કલાકમાં જ એક ઇંચથી વધારે વસસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી સહતિના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ઊના અને ગીરમાં છેલ્લા ૧૨ કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. દીવ અને ગીરગઢડામાં બેથી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતા લોકો જોવા ઊમટ્યા હતા. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા છે. અમરેલીના રાજુલા પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો હતો. બનાસકાંઠાના પાલનપુર, થરાદ, વાવ, ધાનેરામાં, સાબરકાંઠાના તલોદ, ખેડબ્રહ્મા, હિંમતનગર, પોશીનામાં, પાટણમાં વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ સુરતમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર કરી હતી.

June 19, 2019
ratnagiri.jpg
1min5330

તાલાલા ગીરની કેસર કેરીના ભાવ જૂનાગઢની બજારમાં ગગડયા છે. સીઝનની શરૂઆતમાં કેરીના ૧૦ કિલોના એક બોક્સના ભાવ, ૧૨૦૦ થી ૧૫૦૦ હતા તે હવે રૂ. ૨૦૦ થયા છે. બીજી બાજુ કેરીની આવક પણ ઘટી છે.

પાંચ દિવસ પહેલા ૧૨૦૦૦ ઉપરાંત બોક્સ ની આવક હતી તેની સામે ૬૦૦ બોક્સ આવી રહ્યાં છે. કેરીની સીઝન હવે પૂરી થવામાં છે. તા. ૨૨ જૂનથી આદરા નક્ષત્ર બેસે છે. ત્યારે જૈનો કેરીનો ત્યાગ કરશે. હજુ જોઈએ તેવો વરસાદ થયો નથી. ચોમાસુ બેસશે ત્યારે કેરીમાં જીવાત આવવા લાગશે. તેથી કેરી ખાવાલાયક રહેશે નહીં. આમ કેસર કેરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે.

June 19, 2019
bitcoin_1.jpg
1min5890

ચાર હજાર કરોડના બિટકનેક્ટ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી સતીષ કુંભાણી અને સુરેશ ગોરસિયાના સાત દિવસના રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમની તપાસમાં ૧૫.૭૩ કરોડના બિટકોઇન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપી કુંભાણીએ અમેરિકાની કંપની પાસેથી બિટકનેક્ટ ટોડ કોમનું ડોમેન ખરીદ્યું હોવાની વાત પણ સપાટી પર આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બિટકોઇનના નામે હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલા સતીશ કુરજી કુંભાણી અને સુરેશ ગોરધન ગોરસિયા હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ પાસે રિમાન્ડ તળે હોઈ જેની પાસેથી ૨૬૦ બિટકોઇન પોલીસને હાથ લાગ્યા હતા અત્યારની કિંમત પ્રમાણે એક કોઇનની કિંમત રૂ. ૬ લાખ ૫ હજાર ગણવામાં આવે છે.

આ રીતે કુલ રૂ. ૧૫ કરોડ ૭૩ લાખની કિંમતના કોઇન કબજે કર્યા હતા. આ ઉપરાંત સતીશ કુંભાણી પાસેથી રૂ. ૩ લાખની કિંમતની એક કાર તેમજ સુરેશ ગોરસિયા પાસેથી રૂ. ૧ લાખની કિંમતનું બુલેટ પણ પોલીસે કબજે કર્યું હતું. જ્યારે સીઆઇડી ક્રાઇમે સતીશ કુંભાણીના ઘરેથી ત્રણ લેપટોપ, એક ઓલ ઇન વન સિસ્ટમ અને ચાર પેન ડ્રાઇવ કબજે કર્યા હતા. જેની તપાસ કરી તો તેમાંથી બિટકોઇનની જેમ જ અન્ય કોઇનો બિટકોઇન કેશ, પીઅર કોઇન, નોવા કોઇન, બીસીસી કોઇન અને મલ્ટિબિટ કોઇનના ડેસ્કટોપ વોલેટ મળી આવ્યાં હતાં.

કરોડોના ક્રિપ્ટોકરન્સીના કૌભાંડકારો સુરતના સતીશ કુંભાણીની ટોળકીએ માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પણ દુનિયાના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. જેથી અમેરિકાની એફબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ અમેરિકા, જાપાન, દુબઈ સહિતના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. સુરતના સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસિયા, ધવલ માવાણીએ બિટકોઇનના નામે ૨૦૧૬ના વર્ષમાં કૌભાંડનો પ્રારંભ કર્યો અને છેક અમેરિકા સુધી પહોંચી ગયું હતું. જ્યારે હાલમાં સતીશ અને સુરેશ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને દિવ્યેશ દરજી અને ધવલ માવાણી હજુ નાસતા ફરે છે. દરમિયાન વિશ્ર્વવ્યાપી આ કૌભાંડ સંદર્ભે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ કુલ સાત ગુના નોંધાયા હતા અને સીઆઇડી ક્રાઇમ વડા તપાસ કરી રહી છે.

June 19, 2019
parliament.jpg
1min5960

મહારાષ્ટ્રના નવા ચૂંટાયેલા ૪૮ સાંસદમાંના ૩૪ સાંસદે મરાઠીમાં શપથ લીધા હતા. અમુક બિનમરાઠી સાંસદોએ પણ મરાઠીમાં શપથ લીધા હતા, પરંતુ કેટલાક મરાઠી સાંસદે અંગ્રેજી કે હિંદીમાં શપથ લેતા આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહારાષ્ટ્રના ત્રણ સાંસદે સંસ્કૃતમાં સાંસદ તરીકેના સોગંદ લીધા હતા.

ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને અમરાવતીનાં સાંસદ નવનીતકૌર રાણા બિનમરાઠી ભાષી હોવા છતાં તેઓએ મરાઠીમાં શપથ લીધા હતા.

આમ છતાં, રાષ્ટ્રવાદીનાં સાંસદ સુપ્રિયા સુળેએ હિંદીમાં, ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ સુજય વિખે પાટીલ અને રાષ્ટ્રવાદીના સાંસદ ઉદયનરાજે ભોસલેએ અંગ્રેજીમાં સોગંદ લીધા હતા. આ પ્રકરણમાં અનેક લોકોએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. હિંદીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુપ્રિયા સુળે ઉપરાંત પૂનમ

મહાજન, હીના ગાવિત, સુધાકર શ્રુંગારે અને ગોપાલ શેટ્ટીનો સમાવેશ થાય છે.

અંગ્રેજીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુજય વિખે પાટીલ ઉપરાંત ઉદયનરાજે ભોસલેનો સમાવેશ થાય છે.

સંસ્કૃતમાં શપથ લેનારા મહારાષ્ટ્રના ત્રણે સાંસદ – સુનીલ મેંઢે, ગિરીશ બાપટ અને ઉન્મેશ પાટીલ ભારતીય જનતા પક્ષના જ છે.

સોનિયા ગાંધીએ હિન્દી ભાષા પસંદ કરી

લોકસભામાં ચૂંટાયેલા તમામ સાંસદોની શપથવિધિ ૧૭-૧૮ જૂન દરમિયાન પૂર્ણ થઈ છે. મંગળવારે સોનિયા ગાંધી, મુલાયમસિંહ યાદવ, સુખબીરસિંહ બાદલ સહિત ૨૦૦થી વધુ સાંસદોએ શપથ લીધા હતા. બાદલે વાહેગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી દે ફતેહ સૂત્ર પોકારીને શપથ લીધા હતા. ભગવંત માને શપથના અંતે “ઇન્કલાબ ઝીન્દાબાદ બોલતા ગૃહમાં હંગામો થયો હતો.

ભાજપના સાંસદ અને લોકસભામાં સ્પીકર પદના ઉમેદવાર ઓમ બિરલા શપથ લેવા આવ્યા હતા ત્યારે તાળીઓનો ગળગળાટ થયો હતો. સની દેઓલે ભારત માતા કી જય બોલીને શપથ લીધા હતા.

પી. ચિદમ્બરમે સ્પીકરની ગેલેરીમાં બેસીને પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ની શપથવિધિ નિહાળી હતી. સોનિયા ગાંધીએ હિન્દીમાં સોગંધ લીધા હતા. રાહુલ ગાંધીએ આ પળને મોબાઈલમાં ઉતારી હતી. મેનકા ગાંધીએ શપથ લીધા બાદ દેરાણી-જેઠાણીએ એકબીજાને હાથ જોડ્યા હતા.

મુલાયમસિંહે વ્હીલચેરમાં બેસીને શપથ લીધા હતા. આરોગ્યના કારણસર તેમને પ્રાધાન્યતા અપાઈ હતી. ભાજપના અમુક સભ્યોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ટીએમસીના સાંસદોએ જય દુર્ગા અને જય હિન્દના નારા લગાવ્યા હતા.

ઔવેસીએ જય ભીમ, જય મીમ, અલ્લાહો અકબરનો અને જય હિંદના નારો લગાવ્યો હતો. હેમા માલિનીએ રાધે રાધે બોલીને શપથ લીધા હતા. જે સભ્યોના શપથ બાકી છે તેમને બુધવારે સોગંધ લેવડાવાશે.

June 19, 2019
ed_logo.jpg
1min12300

સુરતસ્થિત કંપની અને તેના પ્રમોટરોએ કરેલી બૅંક લૉન છેતરપિંડી અને મનીલૉન્ડરિંગને લગતા કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈડીએ મંગળવારે અંદાજે રૂ.૧૬૧૦ કરોડનું મૂલ્ય ધરાવતા છ હજાર કરતા પણ વધુ વાહનો ટાંચમાં લીધાં હતાં.

ઈડીએ સિદ્ધિવિનાયક લૉજિસ્ટીક લિ. અને તેના ડિરેક્ટર રૂપચંદ બેઈદ વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મનીલૉન્ડરિંગ ઍક્ટ અંતર્ગત મિલકતને ટાંચમાં લેવાનો કામચલાઉ આદેશ બહાર પાડ્યો હતો.

બૅંક ઑફ મહારાષ્ટ્રમાં કાળાનાણાં ધોળા કરવાને લગતા રૂ.૮૩૬.૨૯ કરોડની લૉન છેતરપિંડીમાં ભજવેલી કથિત ભૂમિકા બદલ એજન્સીએ અગાઉ પણ બેઈદની ધરપકડ કરી હતી. આદેશને પગલે રૂ.૧૬૦૯.૭૮ કરોડનું મૂલ્ય ધરાવતા ૬૧૭૦ વાહન ટાંચમાં લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

એ જ પ્રમાણે એજન્સીએ જૂન ૨૦૧૭માં કંપનીની રૂ.૧૯ કરોડની મિલકત ટાંચમાં લીધી હતી. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા એફઆઈઆરને આધારે ઈડીએ કંપની વિરુદ્ધ મનીલૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

June 18, 2019
sudico_logo.png
1min6310

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકના કરન્ટ ખાતેદારો હાલ બેંકની કાર્યવાહીથી ધૂંઆપૂંઆ બની ગયા છે. આવું થવાના કારણની તપાસ કરાતાં જાણવા મળ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે તેની તમામ શાખાઓમાં કરન્ટ ખાતું ધરાવતા ખાતેદારો પાસેથી એમની અન્ય બેંકના ખાતામાં ચાલતી લોન, ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવાની વિગતો મંગાવી છે અને બેંક દ્વારા ખાતેદારો પાસેથી રોજેરોજ આ માહિતીની ઉઘરાણી કરવામાં આવતી હોવાથી કરન્ટ ખાતેદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક શું કહે છે

સી.આઇ.એ. લાઇવ એ જ્યારે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના અધિકારીઓ અને પદાધિકારીઓને આ અંગે સવાલ કર્યો ત્યારે આધિકારીક રીતે બેંકના સૂત્રોએ જણાવ્યું કે બેંકીંગ કાર્યવાહીના ભાગરૂપે કરન્ટ ખાતેદારો પાસે આ માહિતી મંગાવવામાં આવી રહી છે. કોઇપણ બેંકમાં જ્યારે કરન્ટ ખાતું ખોલાવવામાં આવે ત્યારે ખાતેદાર પાસેથી તેમના અન્ય બેંક ખાતાની લોન, ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવા અંગેનું ડેકલેરેશન લેવામાં આવે છે, આ પ્રોસેસ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે હાલમાં હાથ ધરી છે.

કેટલાક એવા ખાતેદારો હોય છે જેઓ અન્ય બેંકોમાંથી લોન કે ઓવરડ્રાફ્ટ લઇ, ડિફોલ્ટર બન્યા પછી ફંડ ટ્રાન્સફર કરીને અન્ય બેંકનું ખાતું ચલાવતા હોય છે આવી પ્રવૃતિ પર રોક લગાડવા માટે વિગતો માંગવામાં આવી રહી છે.

કરન્ટ ખાતેદારોની ફરીયાદ શું છે?

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના કરન્ટ ખાતેદારોએ જણાવ્યું હતું કે અન્ય બેંકની બ્રાન્ચમાં લોન હોય કે ઓવરડ્રાફ્ટ હોય તેની સાથે ડિસ્ટ્રીક્ટ બેંકને શું લેવા દેવા?,

કરન્ટ ખાતેદારો લોન કે ઓવરડ્રાફ્ટ માંગે ત્યારે તેની પાસે દેવાની વિગતો માંગી શકાય પરંતુ, કરન્ટ ખાતુ યોગ્ય રીતે ચાલતું હોય ત્યારે બેંકને ગ્રાહકના અન્ય ખાતાની વિગતોની આવશ્યકતા કેમ પડે?

એક એવી પણ દલીલ છે કે જો ગ્રાહક પોતાના અન્ય બેંકના ખાતા કે તેના લોન-ઓવરડ્રાફ્ટની વિગતો છુપાવે તો બેંક શું કરી શકે?

એવી જ રીતે બેંકને અન્ય બેંકના લોન અને ઓવરડ્રાફ્ટ અંગેનું ડેકલેરેશન આપ્યા બાદ ખાતેદારોએ બીજી બેંકોમાંથી લોન કે ઓવરડ્રાફ્ટ લીધા હોય તેવા સંજોગોમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંક શું કરશે ?

આમ, કરન્ટ ખાતેદારોનું કહેવું છે કે બેંકે કોઇ ભેદી કારણોસર કરન્ટ ખાતેદારોના અન્ય બેંકના દેવા અંગેની વિગતો મંગાવી છે. ઘણાં ખાતેદારોએ બેંકની આ પ્રવૃત્તિને શંકાસ્પદ ગણાવી છે.

વિવાદ કેમ ઉપસ્થિત થયો?

સુરત ડિસ્ટ્રીક્ટ બેંક અને કરન્ટ ખાતેદારો વચ્ચે વિવાદ ઉપસ્થિત થવાનું કારણ એ છે કે શહેરમાં સેંકડો બેંકો ચાલી રહી છે પણ ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક દ્વારા જ કોઇપણ ચોક્કસ કારણ કે નોટિસ આપ્યા વગર કરન્ટ ખાતેદારો પાસે તેમના અન્ય બેંકોના લોન-ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવાની વિગતો મંગાવી છે. પરીણામે ખાતેદારોમાં એવી શંકા છે કે જો રિઝર્વ બેંકે આદેશ કર્યો હોય તો અન્ય બેંકો કેમ આવી માહિતી મંગાવતી નથી અને ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ બેંક જ કેમ આવી પ્રાઇવેટ માહિતી બેંક ખાતેદારો પાસે મંગાવી રહી છે.

June 18, 2019
rain.jpeg
1min12040

rain6

વાયુની ઇફેક્ટ કહો કે ચોમાસું બેસી ગયું એમ કહો પણ ગુજરાતમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની હેલીથી લોકોમાં ઠંડકની લાગણી પ્રસરી છે. આજે તા.18મીએ સવારથી જ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. અમદાવાદ શહેરના નવરંગપુરા, પાલડી, શ્યામલ, વેજલપુર, એસજી હાઈવે, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.

વાયુ વાવાઝોડાંની અસરને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક રીતે આજે મંગળવાર સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી અત્યારસુધી બે ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. પાટણમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. વાયુની અસરને કારણે કચ્છમાં દસેક ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. વાયુ હવે પહેલા જેવું ઘાતક નથી રહ્યું, અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે તેની અસર હેઠળ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

 

June 18, 2019
world_cup_logo.png
1min6690

પોતાના કેટલાક ખેલાડીની ઈજાની સમસ્યામાં રહેતું ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાં મંગળવારે અહીં નીચલા ક્રમના પણ જુસ્સાભર્યા અફઘાનિસ્તાન સામે રમાનારી મેચમાં પોતાના શ્રેષ્ઠ સંગઠનને રમવા મેદાનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે. એક પણ મેચ ન જીતનાર અફઘાનિસ્તાનની છાપ ડાર્ક હૉર્સ (અણધારી રીતે જીતી શકે એવી ટીમ) તરીકેની છે. ઈંગ્લેન્ડની ટીમ તેના ખેલાડીઓની ફિટનેસ બાબતે ચિંતામાં છે અને તેમાં કેપ્ટન ઈયોન મોર્ગનનો ઉમેરો થયો છે. ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે પણ પગના સ્નાયુની પીડાના કારણે તે મેચમાંથી ખસી જવું પડ્યું હતું અને તે મંગળવારે તથા શુક્રવારે શ્રીલંકા સામેની બે મેચમાં રમી શકનાર નથી. “ટીમના બે ખેલાડી ઈજાના કારણે બાકાત થઈ જવામાં ચિંતા ઉપજાવે છે, પણ ગભરાટ અમુભવવાનું જરૂરી નથી.