CIA ALERT

Blog - Page 489 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 25, 2019
income-tax_-refund.jpg
1min4690

લોકસભામાં સોમવારે એક પ્રશ્ર્નના લેખિત ઉત્તરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, 2019ના 1, એપ્રિલથી 18 જૂન સુધીમાં આવકવેરા વિભાગે રૂ. 64700 કરોડના રિફન્ડ ઈસ્યુ કર્યા છે. 2018-19ના નાણાંકીય વર્ષમાં રૂ. 1.61 લાખ કરોડ છૂટા કરાયા હતા.

2018-19ના એસેસમેન્ટ વર્ષ માટે 6.49 કરોડ ઈ-રીટર્ન સુપરત થયા છે. જે અગાઉના વર્ષ કરતા 18.65 ટકા વધુ છે. સરકારે નાના કરદાતા સહિત તમામ કરદાતાના રિફન્ડ ઈસ્યૂને સૌથી વધુ પ્રાધાન્યતા આપી છે.

0.5 ટકાથી પણ ઓછા આઇટી રિટર્ન સ્ક્રૂટીની માટે પસંદ કર્યા છે. મોટાભાગના રિટર્નનું પ્રોસેસિંગ ઝડપી થયું છે અને રિફન્ડ ઈસ્યુ થયા છે. કરદાતાને 26.9 કરોડ એસએમએસ અને ઈ-મેઈલ મોકલાયા હતા.

June 25, 2019
bjp_candidates.jpg
1min4850

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની ચૂંટણી માટે ભાજપે પોતાના બંને ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં એક નામ છે વિદેશ મંત્રી એસ. જયશંકર અને બીજુ નામ છે જુગલજી ઠાકોરનું. આ બંને ઉમેદવારો મંગળવારે બપોરે ચૂંટણી ફોર્મ ભરશે. આ બન્ને ઉમેદવારો જોગાનુંજોગ એક જ રાશી, મકર રાશીના છે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો લોકસભાની ચૂંટણીમાં વિજય થતા ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો પર 5 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. આ બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ભાજપે જે બે ઉમેદવારો જાહેર કર્યા તેમાં એસ. જયશંકરને પીએમ મોદીએ કેબિનેટમાં સ્થાન આપી વિદેશ મંત્રી બનાવ્યા છે. જેમણે કોઈ ચૂંટણી લડી નહોવાથી તેમને ગુજરાતની બેઠક પરથી રાજ્યસભાની ચૂંટણી લડાવવામાં આવશે તેવી શક્યાતા હતી જે હવે સાચી ઠરી છે. બીજા ઉમેદવાર જુગલજી ઠાકોર બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં તેમની સારી પકડ છે. સાથે ઠાકોર સમાજના આગેવાન ગણવામાં આવે છે.

ગુજરાત કોંગ્રેસે આ બંને બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. જોકે એવી પણ બાબતો સામે આવી રહી છે કે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર આ ચૂંટણી લડવા માટે તૈયાર નથી.

June 24, 2019
gseb.png
1min7380

ધો-10માં 249 વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા

જયેશ બ્રહ્મભટ્ટ

બોર્ડના પરીણામો સામે અસંતોષ વધી રહ્યો છે, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે બોર્ડના પરીણામો ભરોસાપાત્ર રહ્યા નથી. આ બાબતની પ્રતીતિ કરાવતી અનેક ઘટનાઓ બની છે, જેમકે બોર્ડની ઉત્તરવહીઓ તપાસતા પરીક્ષકોએ લગભગ 45 હજારથી વધુ ભૂલો કરી હતી, પરીક્ષકોની આ ભૂલો વિદ્યાર્થીઓની કારકિર્દી અને કેટલાક કિસ્સામાં તો જીવન-મરણના પ્રશ્નો ઉભા કરી દેતી હોય છે. એવા પણ રિપોર્ટ મળ્યા છે કે બોર્ડની ઉત્તરવહીઓના રિચેકિંગમાં કુલ 106 વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરીણામ પાસ જાહેર થયું છે, જેમને અગાઉના પરીણામમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ 106 વિદ્યાર્થીઓની જીંદગીનું એક મહામૂલું વર્ષ બગડતા બચી ગયું છે. આવી બાબતો સૂચક છે કે હવે બોર્ડના પરીણામો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ શંકા કરે છે એ સેંકડો કેસોમાં વ્યાજબી અને સાચી પણ ઠરે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ 2019ની પરીક્ષાના પરીણામો જાહેર કરવા સાથે એવી પણ જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓને પોતાના પરીણામો પ્રત્યે અસંતોષ હોય તેઓ તેમની સપ્લીમેન્ટરીનું રિચેકિંગ કરાવી શકે છે.

ગુજરાત બોર્ડની ગુણચકાસણી માટે અરજીઓની ચકાસણી બાદ ધો-10માં અગાઉ નાપાસ જાહેર કરાયેલા 49 વિદ્યાર્થી અને ધો-12માં અગાઉ નાપાસ જાહેર થયેલા 57 વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ગુણ ચકાસણીના પરિણામમાં ધો-10માં 12205 જેટલા વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. જ્યારે 49 વિદ્યાર્થી એવા છે કે જેઓ અગાઉ નાપાસ જાહેર કરાયા હતા પરંતુ ગુણ ચકાસણી બાદ તેઓ પાસ જાહેર થયા છે. ઉપરાંત 8 વિદ્યાર્થી એવા છે કે તેઓ બે કરતા વધુ વિષયમાં નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોઈ તેઓ જૂલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે 249 વિદ્યાર્થી એવા છે કે જેમના ગુણ સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

જ્યારે 3 વિદ્યાર્થી અગાઉ બે વિષયમાં નાપાસ હતા તેના બદલે પરિણામ બાદ એક વિષયમાં નાપાસ થયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓ અમુક વિષયમાં પાસ થયા છે પરંતુ તેઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા નથી.  ઉપરાંત ધો-12 સામાન્ય પ્રવાહમાં 57 વિદ્યાર્થી નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ પાસ જાહેર કરાયા છે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 148 વિદ્યાર્થીના પરિણામમાં સુધારો થયો છે પરંતુ 57 પાસ થયા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

 

June 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6030

1 FB

નામ બડે ઔર દર્શન છોટે ને ચરિતાર્થ કરતી વધુ એક ઘટના રવિવારે બની છે. મોટા ગજાના બિલ્ડરો દાન પૂણ્ય માટે લખલૂંટ રૂપિયા જાહેરામાં વેડફતા હોય છે પરંતુ, મહેનત કરતા લોકોનું એટલી હદે શોષણ કરે છે કે શોષણનો ભોગ બનેલા લોકો છેક આત્મહત્યા સુધીનું આત્યાંતિક પગલું ભરી બેસતા હોય છે. સુરતના જમીન દલાલ અમૃત સોનવણેએ નવસારીના ફાર્મ હાઉસમાં ગળેફાંસો આ જ કારણોસર ખાઇને પોતાનું જીવન પૂરું કરી દીધું હતું.

આત્મહત્યા કરવા અગાઉ અમૃત સોનવણેએ ફેસબુક પર વિડીયો શૅર કરીને પોતાની કથની સુણાવી હતી. તેણે સુરતના ચાર બિલ્ડર્સ વિરુદ્ધ વળતર અને દલાલીના રુપિયા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. તેણે મોટા ગજાના ચાર બિલ્ડરો પર આરોપ લગાડ્યો હતો કે તેણે મહેનત કરી પણ રૂપિયા ચૂકવાયા ન હતા. લેવાના બાકી રહેતા રુપિયા અને જમીનના સોદાની વિગતો પણ લખી હતી.

આ સુસાઈડ નોટમાં અમૃત સોનવણેએ માલિકના નામ લખીને તેમની પર એવા આરોપ લગાવ્યાં હતાં કે તેનો પગાર 25000 હતો અને કંપનીના કામ સબબ બહાર જવાનું થતું હોવાના કારણે તેમાં જ 12થી 15 હજારનો ખર્ચો થઈ જતો હતો. આ ઉપરાંત માલિકો સામે એવો પણ આક્ષેપ મૂક્યો છે કે તેને પૂરતી દલાલીના પણ રુપિયા આપવામાં આવતાં નહોતાં. જેથી તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો અને તેને આપઘાત કરવાની ફરજ પડી હતી.

અમૃત સોનવણે છેલ્લા ત્રણ દિવસથી પરિવાર સાથે કોઈ જ સંપર્કમાં નહોતો અને ગળેફાંસો ખાતા પહેલા વિડીયોમાં સ્થળનો પણ ઉલ્લેખ કર્યો હતો. એવું પણ અનુમાન છે કે આર્થિક સંકડામણના કારણે અમૃત સોનવણેએ આત્મહત્યા કરી હતી. આ મામલે વાઈરલ થયેલા વિડીયોમાં ચારથી પાંચ વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત

અમૃત સોનવણેએ આત્મહત્યા કરતા પહેલાં ત્રણ વિડીયો બનાવ્યા હતાં. પહેલા વિડીયોમાં તેણે પોતાના ફ્રેન્ડ્સની માફી માગી હતી જ્યારે અન્ય વિડીયોમાં તેણે પત્ની, બાળકો અને જીજાજીને સંબોધન કરતાં કહ્યું હતું કે, “જીજાજી મારા બાળકોનું ધ્યાન રાખજો, મારાથી ભૂલ થઈ ગઈ આઇ એમ સોરી, આ લોકોએ મારા પર એટલો ત્રાસ ગુજાર્યો કે મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો, હું આવો નહોતો. બાળકો હું જઈ રહ્યો છું, આવજો. આવતા જન્મમાં મળીશું, ભાવના મને માફ કરી દેજે”

June 23, 2019
india_vs_afghan.jpg
1min5000

ભારત શનિવારે અહીં અફઘાનિસ્તાનને વર્લ્ડ કપની અત્યંત રસાકસીભરી મૅચની છેલ્લી ઓવરના પાંચમા બૉલમાં ૧૧ રનના માર્જિનથી હરાવીને સેમી ફાઇનલની લગોલગ પહોંચી ગયું હતું. અફઘાનિસ્તાનના મોહંમદ નબી (બાવન રન, ૧૦૫ મિનિટ, પંચાવન બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ ભારતીયોના નાકે દમ લાવી દીધો હતો, પરંતુ મોહંમદ શમીએ આ વખતના વર્લ્ડ કપમાં પ્રથમ હૅટ-ટ્રિક લેનાર બોલર તરીકેનું નામ નોંધાવ્યું હતું. તેને ઈજાગ્રસ્ત ભુવનેશ્ર્વરના સ્થાને રમવાનો મોકો મળ્યો હતો અને તેણે એનો પૂરો ફાયદો લીધો હતો.

અફઘાનની ટીમ ૨૨૫ રનના લક્ષ્યાંક સામે ૪૯.૫ ઓવરમાં ૨૧૩ રનના સ્કોર સાથે ઑલઆઉટ થઈ હતી. ભારત મૅચ જીત્યું, પણ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ બધાના દિલ જીતી લીધા હતા. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો આ ૫૦મો વિજય હતો.

બુમરાહે ખરા સમયે બે વિકેટ (રહમત શાહ-૩૬ રન અને હશમતુલ્લા શાહિદી-૨૧ રન) લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. બુમરાહે એક પછી એક યૉર્કર ફેંકીને અફઘાનના બૅટ્સમેનોને મુસીબતમાં મૂકી દીધા હતા. શમીએ હૅટ-ટ્રિક લેવાની શરૂઆત સૌથી ડેન્જરસ બૅટ્સમૅન મોહંમદ નબીથી કરી હતી અને પછીના બે બૉલમાં આફતાબ અને મુજીબને ક્લીન બોલ્ડ કર્યા હતા. શમી વન-ડેના વર્લ્ડ કપમાં હૅટ-ટ્રિક લેનાર ચેતન શર્મા પછીનો બીજો ભારતીય છે.

વન-ડેના વર્લ્ડ કપમાં મોહંમદ શમીની હૅટ-ટ્રિક ૧૦મો કિસ્સો હતો. આગલા નવ કિસ્સા આ મુજબના હતા: ચેતન શર્મા (૧૯૮૭ વર્લ્ડ કપ), સક્લેન મુશ્તાક (૧૯૯૯), ચામિન્ડા વાસ (૨૦૦૩), બ્રેટ લી (૨૦૦૩), લસિથ મલિન્ગા (૨૦૦૭) (૪ બૉલમાં ૪ વિકેટ), કીમાર રૉચ (૨૦૧૧), લસિથ મલિન્ગા (૨૦૧૧), સ્ટીવન ફિન (૨૦૧૫), જેપી ડુમિની (૨૦૧૫).

શનિવારે કેદાર જાધવ અને વિજય શંકરને બોલિંગ જ નહોતી આપવામાં આવી.

એક તબક્કે શમી બે વાર કમનસીબ સાબિત થયો હતો. તેના બૉલમાં બૅટ્સમૅન સામે એલબીડબ્લ્યૂની જોરદાર અપીલ થઈ હતી અને બૅટસમૅન આઉટ પણ હતો, પરંતુ ‘પિચિંગ આઉટસાઇડ’ને કારણે થર્ડ અમ્પાયરે નૉટઆઉટ જાહેર કર્યો હતો. શમીની બોલિંગમાં આવું બે વખત બન્યું હતું અને નસીબદાર અફઘાની બૅટ્સમેન બચી ગયા હતા. એકંદરે ભારતની ફીલ્ડિંગ શનિવારે સારી નહોતી.

એ પહેલાં, ભારતે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને નબળી શરૂઆત કરી હતી. રોહિત શર્મા પાંચમી ઓવરમાં ૭ રનના ટીમ-સ્કોર પર આઉટ થઈ ગયો હતો. તે ૧૦ બૉલમાં એક રન બનાવી શક્યો હતો. સાથી-ઓપનર લોકેશ રાહુલ પણ લાંબો સમય ક્રીઝ પર નહોતો ટક્યો. અફઘાનિસ્તાન જેવી વર્લ્ડ કપની નવીસવી ટીમ સામે ભારતીય ટીમમાં ફક્ત બે હાફ સેન્ચુરી થઈ હતી. વિરાટે ૬૭ રન અને કેદાર જાધવે ૮૮ મિનિટ સુધી ક્રીઝ પર રહીને બાવન રન બનાવ્યા હતા.

June 23, 2019
rain.jpeg
1min4580

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર :

satellite

તોફાની વાયુ વાવાઝોડાના કારણે વરસાદ ખેંચાઈ જવાની ભીતી હતી પણ દેશના દક્ષિણ અને મધ્યભાગમાં સારો વરસાદ શરુ થઈ ગયો છે. બે દિવસ અગાઉ મધ્યપ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં સારો વરસાદ નોંધાયો છે. હવે ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ પહોંચી રહ્યું છે. આવતીકાલથી ગુજરાતમાં પણ ઠેરઠેર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રસરથી વરસાદી વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે.

હવામાન વિભાગે માછીમારોને પણ સાવચેત રહેવા સૂચન કર્યું છે. ગુજરાતના દરિયા કિનારે આગામી 5 દિવસ સુધી કોઈ પ્રકારનો ખતરો ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે પણ આ સાથે દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં સાવધાની સાખવાની સલાહ આપવામાં આવી છે. આ દરિયામાં 25 અને 26 તારીખ દરમિયાન ખતરાની નિશાની ગણાવાઈ છે, અને આ સમય દરમિયાન દર્શાવેલા વિસ્તારમાં માછીમારોને ના જવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

June 21, 2019
paramedical.jpg
1min12730

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં હાલ નીટ 2019 થકી જે કોર્સમાં પ્રવેશ મળે છે એ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી એમ પાંચ અભ્યાસક્રમોમાં રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

હવે નીટ વગર ફક્ત ધો.12 પીસીબીના આધારે જે અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે એવા ફિઝિયોથેરાપી સમેતના 8 પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ કાર્યવાહી અલગથી હાથ ધરાશે અને તે અંગે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની પીન નંબર તા.24મી જુનથી એક્સીસ બેંકની નિર્ધારિત શાખાઓ પરથી મળવાના શરૂ થશે.

આ આઠ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા તા.24મી જુન 2019થી શરૂ થશે.

  • ફીઝીયોથેરાપી – Bachelor of Physiotherapy (BPT)
  • બી.એસ.સી. નર્સિંગ – Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • ઓર્થોટીકસ અને પ્રોસ્થેટીક્સ – Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • ઓપટોમેટ્રી – Bachelor of Optometry (BO)
  • ઓક્યુપેશનલ થેરાપી – Bachelor of Occupational Therapy (BOT)
  • ઓડીઓલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી- Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • જી.એન.એમ.- General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • એ.એન.એમ.- Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)
Advertisement Pin 19-20
June 21, 2019
PM-Modi-Yoga-Ranchi.jpg
3min8440

પાંચમા વિશ્વ યોગ દિને પીએમ મોદીએ રાંચીમાં કર્યા યોગાસન

modi

આજે વિશ્વ યોગ દિવસ, 21 જૂને દિવસ ઉગ્યો ત્યારથી સમગ્ર વિશ્વમાંથી યોગ દિવસની ઉજવણીના જ સમાચારો ટ્રેન્ડમાં જોવા મળ્યા હતા.

વિશ્વને યોગ દિવસની ભેંટ આપનારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે યોગ દિનની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે રાંચીના પ્રભાત તારા મેદાન પર યોજાયેલા યોગાસન કાર્યક્રમમાં એક પાર્ટીસિપેટ તરીકે યોગાસન કરીને વિશ્વને યોગ અંગે ગાઇડન્સ આપ્યું હતું.

ગુજરાતમાં અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.

એવી જ રીતે યોગ ગુરુ ગણાતા બાબા રામદેવની વેશભૂષામાં આવેલા તેમ સ્કેટિંગ શૂઝ સાથે યોગ કરનારા બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું.

યોગને સમર્પણ, શિસ્તની ઉપમા આપતા પીએમે કહ્યું હતું કે તેનું પાલન જીવનભર કરવાનું હોય છે. યોગ ઉંમર, વર્ણ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીર-ગરીબ, પ્રાંત, સરહદના ભેદથી ઉપર છે. યોગ સૌનો છે, અને સૌ યોગના છે. પીએમે કહ્યું હતું કે, આજે આપણા યોગને દુનિયા અપનાવી રહી છે, અને આપણે પણ યોગ સાથે જોડાયેલા રિસર્ચ પર ભાર મૂકવો પડશે. તેના માટે જરુરી છે કે આપણે યોગને કોઈ મર્યાદામાં બાંધીને ન રાખીએ. પીએમે યોગના જ્ઞાનને પોતાના ફોનના સોફ્ટવેર તરીકે અપડેટ કરવા પણ લોકોને અપીલ કરી હતી.

પીએમ મોદીએ આજે જણાવ્યું હતું કે, આધુનિક યોગની યાત્રા શહેરોથી ગામડાં તરફ લઈ જવાની છે, ગરીબ અને આદિવાસીના ઘર સુધી લઈ જવાની છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો પણ હિસ્સો બનાવવો છે. કારણકે ગરીબ જ બીમારીને કારણે સૌથી વધુ કષ્ટ પામે છે. તેમણે કહ્યું હતું કે, આજના સમયમાં ઈલનેસથી બચવાની સાથે-સાથે વેલનેસ પર પણ આપણું ફોકસ હોવું જરુરી છે. આ જ શક્તિ આપણને યોગથી મળે છે. 92 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે

View image on Twitter

June 21, 2019
gst.jpg
1min5500

બોગસ ઈનવોઈસ રજૂ કરી જીએસટી રિફંડ માગનારા 5106 નિકાસકારોની સરકારે યાદી તૈયાર કરી છે અને તેમને રિફંડ આપવા અગાઉ વેરિફિકેશન કરવામાં આવશે તેવું સરકારે ગુરુવારે કહ્યું હતું. આ પ્રકારના રિફંડની રકમ 1000 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું સ્ત્રોતોએ જણાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ એક નિવેદનમાં કહ્યું છે કે વાસ્તવિક નિકાસકારોના રિફંડના દાવા સમયસર ચૂકવી દેવામાં આવશે. સીબીઆઈસીએ એક નિવેદનમાં કહ્યું કે, કુલ 1.42 લાખ નિકાસકારોમાંથી ફક્ત 5106 ‘જોખમી’ નિકાસકારો હોવાની જાણ થઈ છે, જે નિકાસકારોની કુલ સંખ્યાના ફક્ત 3.5 ટકા છે. આવા જોખમી નિકાસકારોની નિકાસ ચાલુ રાખવામાં આવશે, પણ તેમના ઈનપુટ ટેક્સ ક્રેડિટની ચકાસણી કર્યા પછી ચુકવણી કરવામાં આવશે.

‘જોખમી’ ગણાતા નિકાસકારોએ મેળવેલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ની ચકાસણી કરવા સીબીઆઈસીએ કસ્ટમ્સ એન્ડ જીએસટીની ટીમને નિર્દેશ આપ્યા હતા.

આવા નિકાસકારોએ ભૂતકાળમાં મેળવેલા આઈજીએસટી (ઈન્ટિગ્રેટેડ જીએસટી) રિફંડની માહિતી સંબંધિત ચીફ કમિશનર ઓફ સેન્ટ્રલ ટેક્સને આપવા અને ‘જોખમી નિકાસકારો’ની ઓળખ કરવા સીબીઆઈસીએ સોમવારે ડિરેકટર જનરલ (સિસ્ટમ્સ)ને નિર્દેશ આપ્યા હતા. આવા જોખમી નિકાસકારો માટે ‘એલર્ટ’ દાખલ કરવા અને તેમના એક્સપોર્ટ ક્ધસાઈનમેન્ટની ફરજિયાત 100 ટકા (સંપૂર્ણ) તપાસ કરવા રિસ્ક મેનેજમેન્ટ સેન્ટર ફોર કસ્ટમ્સ (આરએમસીસી)ને નિર્દેશ આપવામાં આવ્યા હતા. સીબીઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે શિપિંગ બિલમાં જાહેર કરેલી ‘ફ્રેઈટ ઓન બોર્ડ’ (એફઓબી) વેલ્યૂ અને જીએસટી રિટર્નમાં દર્શાવેલી ટેક્સેબલ વેલ્યૂમાં મોટું અંતર હોય છે.’

જે કિસ્સાઓમાં કોઈ ગેરરીતિ કરવામાં નહીં આવી હોય અને ‘જીએસટી લૉ’ અનુસાર નિકાસકારે આઈટીસી મેળવી હોય તેવા કિસ્સાઓમાં ‘પોર્ટ ઓફ એક્સપોર્ટ’ના સંબંધિત કસ્ટમ ઓફિસર આઈજીએસટી રિફંડ પ્રક્રિયા શરૂ કરી શકશે તેવું સીબીઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

જે કિસ્સામાં ગેરરીતિ થઈ હોય તેવા કિસ્સાઓમાં કસ્ટમ ઓફિસરે રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ નહીં કરવી તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

June 21, 2019
industrial.jpg
1min9590

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના બન્ને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતા જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ઔદ્યોગિક વિકાસને નવું જોમ પૂરું પાડવા અને રોજગારીની નવી તક ઊભી કરવા માટે ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરશે.

તેમણે દેશની મહિલાઓની સમાનતા માટે ‘ટ્રિપલ તલાક’ અને ‘નિકાહ-હલાલા’ જેવા સામાજિક દૂષણ દૂર કરવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કર્યો હતો.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મોદી સરકાર કાળાં નાણાં સામેની ઝુંબેશ વધુ વેગવાન બનાવશે અને ભ્રષ્ટાચાર રોકવા માટે વધારે અસરકારક નીતિ ઘડી કાઢશે.

રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સરકાર દ્રુતગતિ માર્ગ (એક્સ્પ્રેસવે) ઉપરાંત 35,000 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કરશે.

આ ઉપરાંત, નવા સારા શહેરી માળખાના નિર્માણ દ્વારા રોજગારીની નવી તક ઊભી કરાશે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ‘સાગરમાલા પ્રકલ્પ’ હેઠળ કાંઠાના વિસ્તારો અને આસપાસના બંદરોને જોડતા સારી ગુણવત્તાના રસ્તા તૈયાર કરાશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રદૂષણને નાથવા માટે ઇલેક્ટ્રૉનિક વાહનોના ઉત્પાદનને વધારવા પ્રોત્સાહન આપશે.

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર રેલવે, વાહનવ્યવહાર ઝડપી બનાવવા ઉપરાંત ‘ઊડે દેશ કા આમ નાગરિક’ (ઉડાન) યોજના હેઠળ નાના શહેરોને વિમાનમાર્ગે જોડવાનું કાર્ય ઝડપી બનાવશે. રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સરકાર લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ધિરાણ મેળવવાનું વધુ સરળ બનાવશે.

તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર દેશની સલામતી વ્યવસ્થાને પ્રાધાન્ય આપશે. પાડોશી દેશમાંથી થતી ઘૂસણખોરીને રોકવા વધુ અસરકારક પગલાં ભરાશે. આ ઉપરાંત, નક્સલવાદને પણ ખતમ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે દાવો કર્યો હતો કે ત્રાસવાદ સામેની લડતમાં વિશ્ર્વના અનેક દેશ હવે ભારતની સાથે છે. મસૂદ અઝહર જેવા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીઓ, તેઓના સંગઠનો અને સાયબર ગુના સામે પગલાં લેવાઇ રહ્યા છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ‘ટ્રિપલ તલાક’, ‘નિકાહ-હલાલા’ જેવા સામાજિક દૂષણને નાબૂદ કરીને દેશની મહિલાઓને સમાન અધિકાર અપાવશે.

તેમણે જણાવ્યું હતું કે આ વખતે 78 મહિલા સાંસદ તરીકે ચૂંટાઇ આવી છે. લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા આ વખતે સૌથી વધુ છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને કારણે સ્ત્રીભ્રૂણ-હત્યામાં ઘણો ઘટાડો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે મોદી સરકાર ‘રાષ્ટ્રીય આજીવિકા અભિયાન’ હેઠળની ‘દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય આજીવિકા યોજના’માં ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારની તક પૂરી પાડે છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાંની ત્રણ કરોડ મહિલાને રૂપિયા બે લાખ કરોડથી વધુનું કરજ અપાયું હતું. તેમણે સાંસદોને દેશના સામાન્ય નાગરિકોને પ્રેરણા મળે એ રીતે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતને પોતાના નાગરિકો દ્વારા સ્વિટ્ઝર્લેન્ડ સહિતના 146 દેશમાં જમા કરાવાયેલા કાળાંને લગતી માહિતી મળી રહી છે. કોવિંદે જણાવ્યું હતું કે લોકપાલની નિમણૂક કરીને વહીવટી કામમાં પારદર્શકતા વધારાશે.

આ ઉપરાંત, સરકારી કામકાજમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ પણ વધારવામાં આવશે. તેમણે મોદી સરકાર વતી દાવો કર્યો હતો કે દેશની જનતાએ 2014માં શરૂ થયેલા રાષ્ટ્રના ઝડપી વિકાસને વેગ આપવા માટે સરકારને ભવ્ય બહુમતીથી સત્તા પર બેસાડી છે.