CIA ALERT
21. May 2024

Fraud Refunds : ખોટી રીતે GST રિફંડ : 5106 નિકાસકારોની યાદી તૈયાર

Share On :
Print Friendly, PDF & Email

બોગસ ઈનવોઈસ રજૂ કરી જીએસટી રિફંડ માગનારા 5106 નિકાસકારોની સરકારે યાદી તૈયાર કરી છે અને તેમને રિફંડ આપવા અગાઉ વેરિફિકેશન કરવામાં આવશે તેવું સરકારે ગુરુવારે કહ્યું હતું. આ પ્રકારના રિફંડની રકમ 1000 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું સ્ત્રોતોએ જણાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ એક નિવેદનમાં કહ્યું છે કે વાસ્તવિક નિકાસકારોના રિફંડના દાવા સમયસર ચૂકવી દેવામાં આવશે. સીબીઆઈસીએ એક નિવેદનમાં કહ્યું કે, કુલ 1.42 લાખ નિકાસકારોમાંથી ફક્ત 5106 ‘જોખમી’ નિકાસકારો હોવાની જાણ થઈ છે, જે નિકાસકારોની કુલ સંખ્યાના ફક્ત 3.5 ટકા છે. આવા જોખમી નિકાસકારોની નિકાસ ચાલુ રાખવામાં આવશે, પણ તેમના ઈનપુટ ટેક્સ ક્રેડિટની ચકાસણી કર્યા પછી ચુકવણી કરવામાં આવશે.

‘જોખમી’ ગણાતા નિકાસકારોએ મેળવેલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ની ચકાસણી કરવા સીબીઆઈસીએ કસ્ટમ્સ એન્ડ જીએસટીની ટીમને નિર્દેશ આપ્યા હતા.

આવા નિકાસકારોએ ભૂતકાળમાં મેળવેલા આઈજીએસટી (ઈન્ટિગ્રેટેડ જીએસટી) રિફંડની માહિતી સંબંધિત ચીફ કમિશનર ઓફ સેન્ટ્રલ ટેક્સને આપવા અને ‘જોખમી નિકાસકારો’ની ઓળખ કરવા સીબીઆઈસીએ સોમવારે ડિરેકટર જનરલ (સિસ્ટમ્સ)ને નિર્દેશ આપ્યા હતા. આવા જોખમી નિકાસકારો માટે ‘એલર્ટ’ દાખલ કરવા અને તેમના એક્સપોર્ટ ક્ધસાઈનમેન્ટની ફરજિયાત 100 ટકા (સંપૂર્ણ) તપાસ કરવા રિસ્ક મેનેજમેન્ટ સેન્ટર ફોર કસ્ટમ્સ (આરએમસીસી)ને નિર્દેશ આપવામાં આવ્યા હતા. સીબીઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે શિપિંગ બિલમાં જાહેર કરેલી ‘ફ્રેઈટ ઓન બોર્ડ’ (એફઓબી) વેલ્યૂ અને જીએસટી રિટર્નમાં દર્શાવેલી ટેક્સેબલ વેલ્યૂમાં મોટું અંતર હોય છે.’

જે કિસ્સાઓમાં કોઈ ગેરરીતિ કરવામાં નહીં આવી હોય અને ‘જીએસટી લૉ’ અનુસાર નિકાસકારે આઈટીસી મેળવી હોય તેવા કિસ્સાઓમાં ‘પોર્ટ ઓફ એક્સપોર્ટ’ના સંબંધિત કસ્ટમ ઓફિસર આઈજીએસટી રિફંડ પ્રક્રિયા શરૂ કરી શકશે તેવું સીબીઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

જે કિસ્સામાં ગેરરીતિ થઈ હોય તેવા કિસ્સાઓમાં કસ્ટમ ઓફિસરે રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ નહીં કરવી તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :