Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
ભાવનગરના ઘોઘાથી ભરૂચના દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી સર્વિસ તા.24મીથી અચોક્કસ મુદત માટે બંધ થઇ રહ્યાની જાહેરાત બુકિંગ સાઇટ પર લાલ અક્ષરમાં લખીને કરવામાં આવી છે. તસ્વીરમાં જોઇ શકાય છે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભાવનગરના ઘોઘા થી દક્ષિણ ગુજરાતના ભરૂચ નજીક દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી આવતીકાલ તા.24મી સપ્ટેમ્બર 2019ના રોજથી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાની જાહેરાત રો રો ફેરી સર્વિસની બુકિંગ સાઇટ પર ફ્લેશ કરવામાં આવી છે. કોઇપણ જાતના કારણ આપ્યા વગર કંપનીએ દહેજથી ઘોઘા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય કરતા સમગ્ર ગુજરાતમાં જે જે વ્યક્તિને આ સમાચાર મળી રહ્યા છે તેમને નવાઇ લાગી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં આ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.
કેટલાક ટેકનિકલ કારણોસર રો રો ફેરીને
ચલાવવામાં મુશ્કેલીઓ પડતી હતી. જેમકે ભરૂચ નજીક દહેજના દરિયાકાંઠે જરુરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો રો ફેરી માં
એકાદ બે વખત મોટી નુકસાની થયાની માહિતી મળી છે. એક વખત ઘોઘા બંદર નજીક એવી પણ ઘટના
બની હતી કે રો રો ફેરીમાં પાણી વધારે ઉંડું ન હોવાથી કૂલિંગ પાઈપ વાટે એન્જિનમાં
દરિયાની રેતી તેમજ પ્લાસ્ટિક જેવો કચરો ઘૂસી જતાં રો રો ફેરી ખોટકાઈ ગઈ હતી.
એવી પણ વાતો ઉપસ્થિત થઇ છે કે મુસાફરોનો
રિસ્પોન્સ પણ મળતો ન હતો.
અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે સુરતના હર્ષ સંઘવીની ટ્વીટ રી-ટ્વીટ કરી
ડોનાલ્ડ ટ્રમ્પની રીટ્વીટથી ઇન્ટરનેશનલ લેવલ પર હર્ષ સંઘવીની ટ્વીટ ભારે ચર્ચાસ્પદ બની
તા.22મી સપ્ટેમ્બર 2019ની સવારે અમેરિકામાં ઇતિહાસ રચાયો હતો. હ્યુસ્ટન ખાતે હાઉડી મોદી પ્રોગ્રામ વિશ્વભરમાં 200 કરોડ લોકોએ એક યા બીજા માધ્યમોથી માણ્યો હતો. હાઉડી મોદી કાર્યક્રમ માટે સુરતથી મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી ખાસ અમેરિકા અગાઉથી પહોંચ્યા હતા અને કાર્યક્રમના આયોજનમાં દેખરેખ રાખી હતી. કાર્યક્રમ બાદ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદીના વક્તવ્ય પૈકી કેટલાક સ્ટેટમેન્ટસ ટ્વીટ કર્યા હતા. હર્ષ સંઘવીએ પોતાની ટ્વીટમાં લખ્યુ હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામા વસતા ભારતીયોને સંબોધતા જણાવ્યું હતું કે તેણે (ડોનાલ્ડ ટ્રમ્પએ) અમેરિકાના અર્થતંત્રને ફરીથી મજબૂત બનાવ્યું છે. તેમણે (ડોનાલ્ડ ટ્રમ્પ) અમેરિકા અને વિશ્વ માટે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણે ભારત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારી રીતે જોડાયેલા છીએ.
હાઉડી મોદી કાર્યક્રમ બાદ હર્ષ સંઘવીએ કરેલી ઉપરોક્ત મતલબની ટ્વીટ વ્હાઇટ હાઉસના ઓફિશ્યલ્સના ધ્યાને આવી હતી અને તેમણે વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ગણાતા અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ધ્યાને સુરતના હર્ષ સંઘવીને ટ્વીટ લાવ્યા હતા.
અમેરીકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના વ્યક્તિગત ટ્વીટર હેન્ડલ પરથી હર્ષ સંઘવીની એ ટ્વીટને રી-ટ્વીટ (ફરીથી ) કરી હતી અને તેને પગલે ભારત સમેતના દેશોના પોલિટીશ્યનોમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. ભારતના રાજકીય તખ્તે આજે આખો દિવસ ડોનાલ્ડ ટ્રમ્પ અને હર્ષ સંઘવીની ટ્વીટનો મુદ્દો જ છવાયેલો રહ્યો હતો. ભારતભરમાંથી મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.
તા.24મી સપ્ટેમ્બર 2019ની સાંજથી સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે શરૂ થઇ રહેલી ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમનએ તાજેતરની મહિલા ક્રિકેટ ટીમની સિરીઝ હાર અને સુરત ખાતે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની કંગાળ રમત અંગે કશું કહેવાનો ઇન્કાર કરીને ફક્ત એટલું જ કહ્યું હતું કે અમે ભૂતકાળને નહીં ભવિષ્યને ધ્યાને લઇને રમીએ છીએ. ડબલ્યુ વી. રમને ઉમેર્યું કે જે વીતી ગયું છે તેને ભૂલી જઇને ભવિષ્યમાં શું તેના પર રમત રમવી જોઇએ.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમનએ સુરત ખાતે ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકા વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોફરન્સ સંબોધી હતી.
ડબલ્યુ વી. રમને કહ્યું કે તેઓ આગામી ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારા વિમેન્સ વર્લ્ડકપ ટી ટ્વેન્ટી માટેની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બિલ્ડીંગ પર હાલ ફોકસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટરો દરેક પાસામાં તેમની બેસ્ટ રમત દર્શાવી જ રહી છે. ભારતીય મહિલાઓની વર્લ્ડ કપ માટેની ક્રિકેટ ટીમનું ઘડતર હાલમાં ઉપલબ્ધ ખેલાડીઓના હવે પછીની મેચોના પરફોર્મન્સ પરથી થવાનું છે.
સુરતની ગ્રાઉન્ડ કન્ડીશન્સ અંગે ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમને કહ્યું કે ફર્સ્ટ ક્લાસ ફેસેલિટીઝ છે, અમે ગ્રાઉન્ડ કન્ડીશનથી ખુશ છીએ. બસ વરસાદ નહીં પડવો જોઇએ. બાકી બધી જ કન્ડીશનને તેમણે ઓલ વેલ ગણાવી હતી.
T-20 વર્લ્ડ કપ પહેલા અમારી પાસે હવે 15 મેચો બચી છે : હરમનપ્રિત કૌર, વુમન્સ ટીમ ઇન્ડિયા કેપ્ટન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરએ સુરત ખાતે પ્રેસ કોફરન્સમાં ટીમ ઇન્ડિયા અંગે વાતચીત કરી હતી.
ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટ કેપ્ટન હરમનપ્રિત કૌરએ જણાવ્યું હતું કે વિમેન્સ વર્લ્ડ કપ પહેલા ટીમ પાસે હવે ફક્ત 15 જેટલી ઇન્ટરનેશનલ મેચીસ છે અને આ મેચીસ દરમિયાન અમારે પરફોર્મન્સ દર્શાવવાનું છે. તેણે કહ્યું કે ટીમ ઇન્ડિયાની દરેક પ્લેયર તેની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે કટિબદ્ધ છે. હરમનપ્રિતે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ અંગે જણાવ્યું કે એ શ્રેષ્ઠ ટીમ છે અને તેમની સામે રમવાનું હંમેશા ટફ હોય છે, બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગમાં તેઓ હાલમાં બેસ્ટ ટીમ ગણાય રહી છે. સુરત ખાતેની સિરીઝમાં અમે પણ અમારી રીતે પરફોર્મન્સ આપવા માટે બિલકુલ રેડી છીએ.
સુરત ખાતેના ગ્રાઉન્ડમાં પહેલી વખત ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ યોજાઇ રહી છે, નવા વેન્યુ પર રમવા માટે તમારે કેવી અને કેટલી તૈયારી કરવી પડતી હોય છે એવા પ્રશ્નના ઉત્તરમાં હરમનપ્રિત કૌરે જણાવ્યું કે ટીમ ઇન્ડિયા હંમેશા જુદા જુદા વેન્યુ પર રમતી હોય છે, ફોકસ એ જ હોય છે કે દરેક ખેલાડી તેની ક્ષમતા અનુસાર બેસ્ટ પ્રદાન કરે.
15 વર્ષિય ખેલાડી સેફાલીને અમે તેની નેચરલ રમત રમવાની છૂટ આપી છે
ફક્ત 15 વર્ષિય ટીમ પ્લેયર સેફાલી અંગે ઇન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યું કે તેની વયને જોતા અમે તેને તેની નેચરલ ગેમ રમવા માટે જ પ્રોત્સાહિત કરીએ છીએ. 15 વર્ષની ઉંમરે એ ઇન્ડિયન વુમન્સ ટીમ સુધી પહોંચે એ દર્શાવે છે કે સેફાલી એક ક્ષમતાવાન પ્લેયર છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી એ વેળા લેવાયેલી તસ્વીર
178 વર્ષ જૂની વિશ્વની સૌથી જાણિતી ટ્રાવેલ કંપની થોમસ કૂકે રાતોરાત કામકાજ બંધ કર્યું, વિશ્વના લાખો લોકો અટવાયા
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વિશ્વની સૌથી જૂની અને જાણીતી ટ્રાવેલ કંપની ગણાતી થોમસ કૂક રવિવાર તા.22મી સપ્ટેમ્બર 2019ની રાત્રે કાચી પડી હતી. કંપનીના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અનેક પરિબળો નકારાત્મક હોઇ, અમારી પાસે લિકવીડેશન સિવાય બીજો કોઇ વિકલ્પ બાકી બચ્યો ન હતો.
થોમસ કૂક ટ્રાવેલ કંપનીએ રાતોરાત કામકાજ બંધ કરી દેતા લાખો મુસાફરો અને તેમણે કરાવેલા બુકિંગ કોલેપ્સ થઇ ગયા હતા. મુસાફરો તેમજ રજાઓ પ્લાન કરનારા લાખો લોકો રાતોરાત વગર નોટીસે મુશ્કેલીમાં મૂકાય જવા પામ્યા છે. સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે કંપનીએ સદંતર કામકાજ બંધ કરી દેવાની ઘોષણા કરી ત્યારે કમસેકમ દસ લાખથી વધુ લોકોના બુકિંગ્સ, પ્લાનિંગ, ટિકીટ્સ વગેરેની કામગીરી ચાલી રહી હતી.
સમગ્ર વિશ્વમાં લોકો થોમસ કૂકને અચાનક નાદારી જાહેર કરવાની ઘટનાને ટ્વીટર પર ટ્રોલ કરી રહ્યા છે.
થોમસ કુક બ્રિટનની સૌથી જૂની ટ્રાવેલ કંપની એટલા માટે ગણવામાં આવે છે કેમકે તેની સ્થાપના આજથી 178 વર્ષ પહેલા કરવામાં આવી હતી.
થોમસ કુક કંપનીના સત્તાવાળાઓએ રવિવાર તા.22મી સપ્ટેમ્બરની રાત્રે આ મેસેજ સાથે કામકાજ બંધ કરી દીધું હતું.
બ્રિટનના ગેટવિક એરપોર્ટ પર તા.22મી સપ્ટેમ્બર 2019ની રાત્રે જ્યારે અચાનક થોમસ કુક કંપનીએ પોતાનું કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરવાની ઘોષણા કરી હતી ત્યારે આ રીતે થોસમ કૂકની ફ્લાઇટ્સ, પ્લાન્સ, ટ્રાવેલ ડેસ્ક સાથે સંકળાયેલા મુસાફરો અટવાય જવા પામ્યા હતા.
The company said in a statement that its board “concluded that it had no choice but to take steps to enter into compulsory liquidation with immediate effect.”
વૈશ્વિક મિડીયા સીએનએન દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલની લિંક નીચે મુજબ છે.
ગુજરાતમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકોમાંથી ચાર બેઠકો માટે શનિવારે કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કર્યા બાદ આજે રાધનપુર અને બાયડ એમ વધુ બે બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરી છે. જોકે હજુ મોરવા હડફ બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી ૨૧મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે ૨૪મી ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરતી કૉંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપીને ભાજપ પ્રવેશ કર્યો હતો. તેથી બંને બેઠકો ખાલી પડી હતી.
શનિવારે અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જ્યારે રાધનપુર, બાયડ અને મોરવા હડફ બેઠકોની જાહેરાત ન થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.રાજયમાં ૨૧મી ઑક્ટોબરે છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થસે જ્યારે ૨૪મી ઑક્ટોબરે મતગણતરી યોજાશે. સાત બેઠકોમાંથી રાધનપુર બાયડ અને મોરવા હડફ એમ ત્રણ બેઠકો કૉંગ્રેસે કબજે કરી હતી, જયારે બાકીને ચાર બેઠકો ભાજપની હસ્તક જ હતી.
ઈચ્છુક ઉમેદવારોએ સંબંધિત આરોગ્ય નિયામક પાસે નામ નોંધાવવા ઑક્યુપેશનલ ઈંગ્લિશ ટૅસ્ટ (ઓઈટી) આપવાની રહેશે અને યુકે હવે ઓઈટીનાં માર્ક્સ સ્વીકારશે જેને કારણે હવે યુકેમાં પ્રેક્ટિશ કરવા માગતા ડૉક્ટર, ડૅન્ટિસ્ટ, નર્સે ઈંગ્લિશ ભાષા માટેની ટૉફેલ કે ઈઈએલટીએસની પરીક્ષા નહીં આપવી પડે.
ઓઈટી અંગ્રેજી ભાષાનો પ્રયોગ થતો હોય તેવા વાતાવરણમાં પ્રૅક્ટિશ કરવા માગતા અને નામ નોંધવવા માગતા લોકોની એ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતાની ચકાસણી કરવા માટેની પરીક્ષા છે.
ઉમેદવારોએ અગાઉ નામ નોંધાવવા યુકેસ્થિત બે આરોગ્ય બૉર્ડ (નર્સિંગ ઍન્ડ મીડવાઈફરી કાઉન્સિલ તેમ જ જનરલ મૅડિકલ કાઉન્સિલ)ની પરીક્ષા આપવા ઉપરાંત વિઝા માટે અરજી કરવા ટૉફેલ કે આઈઈએલટીએસની પરીક્ષા આપવી પડતી હતી.
ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા ફેરફારને કારણે દેશમાં હૉસ્પિટલ ચલાવતા અને તબીબી પ્રેક્ટિશ કરતા લોકો વધુ ઝડપથી કર્મચારીઓની ભરતી કરી શકશે.
આ ફેરફાર પહેલી ઑક્ટોબરથી ટીયર ટૂ (જનરલ) વિઝા માટે અરજી કરનાર લોકોને લાગુ પડશે.
ગુજરાતના વેરાવળથી પશ્ચિમ-દક્ષિણ તરફ 170 કિલોમીટરના અંતર અરબી સમુદ્રમાં હવાનું ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને એ 24 કલાકમાં ચક્રવાતમાં તબદીલ થઇ શકે તેવી આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. 72 કલાક દરમિયાન આ સંભવિત ચક્રવાત અખાતી વિસ્તારમાં ઓમાન તરફ ફંટાય જાય તેવી આગાહી હાલ તુરત તા.22મી સપ્ટેમ્બર 2019ને રવિવારે બપોરે 2 વાગ્યે કરવામાં આવી છે.
ભારતના હવામાન વિભાગે રવિવાર, તા.22મી સપ્ટેમ્બર 2019ની બપોરે 12 વાગ્યે આગાહી કરતા વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં આ ડીપ્રેશન ડીપ ડીપ્રેશનમાં તબદીલ થઈ જશે અને ચક્રવાતમાં પરિવર્તિત થશે. જો કે 72 કલાકમાં ચક્રવાત ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાવાની સંભાવના રહેલી છે.
આ સંભવિત ચક્રવાતને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી દરિયામાં 45-55 કિમી અને મહત્તમ 65 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે જેને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.
વરસાદ ખમૈયા કરે અને હવે તડકો નીકળે તો’ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં બમણું વધીને 32 લાખ ટન થઈ શકે એવું પૂર્વાનુમાન જીજીએન રિસર્ચના ચેરમેન ગાવિંદભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.’ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડરનો એક કાર્યક્રમ રાજકોટમાં યોજાયો હતો, એમાં તેમણે દેશમાં કુલ 50 લાખ ટન મગફળી પાકશે એમ જણાવ્યું હતું.
ગાવિંદભાઈએ પાકના અંદાજ અંગે વધુમાં કહ્યું હતું કે, પાછલા વર્ષે 16 લાખ ટન મગફળી ગુજરાતમાં પાકી હતી. જ્યારે દેશમાં 37 લાખ ટન મગફળીનો પાક આવ્યો હતો. ગુજરાતમાં વરસાદ હજુ પણ ચાલુ છે, હજુ વધુ સમય ચાલુ રહે તો પાકમાં નુકસાન થઈ શકે. પાક 30 લાખ ટન સુધી સીમિત રહી શકે. પાકને હવે તડકાની જરૂર છે. તડકો નીકળે તો ગુજરાતનું ઉત્પાદન 32 લાખ ટન સુધી પણ પહોંચી શકે એમ છે.
ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્રના આગેવાન વેપારીઓ અને નિકાસકારોએ મગફળીના પાકનો અંદાજ 25-30 લાખ ટન આસપાસ આપ્યો છે. કેટલોક વર્ગ વધુ પડતા વરસાદને કારણે પાકને નુકસાન થવાનું કહીને પાકના 30 લાખ ટનના અંદાજ સાથે સહમત નથી. જોકે પાક પાછલા વર્ષ કરતા ઘણો વધારે રહેશે એ નક્કી માનવામાં આવે છે.
આ વર્ષે વરસાદ/પાણી સારા થયા છે. નદીનાળાં છલકાઈ ગયા છે. પાણીની હવે અછત નથી ત્યારે ઉનાળુ મગફળીનો પાક પણ દેશમાં કુલ મળીને 15 લાખ ટન સુધી જઈ શકે છે. પાછલા વર્ષ માં 11 લાખ ટનનું ઉત્પાદન થયું હતું.
તેમણે દેશમાં સોયાબીનના પાકનો અંદાજ 90 લાખ ટનનો આપ્યો હતો. પાછલા વર્ષે સોયાબીનનું ઉત્પાદન 103 લાખ ટનનું થયું હતું. રાયડાનો પાક પણ વધીને 80 લાખ ટન થવાની ધારણા તેમણે મૂકી હતી.
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટના પેસેન્જર લૉન્જ ખાતેની બાર અને શોપમાં પ્રવાસીઓ દિવસે અને રાત્રે ગમે ત્યારે દારૂની ખરીદી અથવા દારૂ પી શકે છે. ઍરપોર્ટની અંદર ૨૪ કલાક દારૂની દુકાનો અને બારને ચાલુ રાખવાની રાજ્ય સરકારની યોજના છે. અગાઉ સવારે ૧૧થી મોડી રાત્રે દોઢ વાગ્યા સુધીનો સમય દારૂની દુકાનો અને બાર માટે હતો. હવે આ સમયનો પ્રતિબંધ હટાવી દીધો છે. તાજેતરમાં જ આ અંગેનું જાહેરનામું રાજ્ય સરકારે જારી કર્યું છે. જોકે, આ માટેનો અંતિમ આદેશ હજુ મળ્યો નથી.
એકસાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ પરિસરની અંદર આવેલી દારૂની દુકાનો અને બારને ૨૪ કલાક ચાલુ રાખવાની મંજૂરી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ખાતે પણ આવી છૂટ આપવામાં આવી છે.
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી પર્યટકો, પ્રતિનિધિઓ અને રોકાણકારો આવે છે.
પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે રવિવારે અહીં રમાનારી ત્રીજી ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારત આગામી ટેસ્ટ શ્રેણી પૂર્વે વર્તમાન સિરીઝ ૨-૦થી જીતી લેવાનો પ્રયત્ન કરશે.
બૉલરોની સારી કામગીરી અને કોહલીની ભવ્ય બૅટિંગના બળે બીજી ટી-૨૦ મેચમાં પ્રાપ્ત થયેલ સાત વિકેટથી વિજય હવે ઈતિહાસ બની ગયો છે અને ટેસ્ટ મેચોની શરૂઆત પૂર્વે ભારત પોતાના ખેલાડીઓ પાસેથી હવે એક વધુ ઉત્તમ દેખાવની આશા રાખે છે.
વર્તમાન શ્રેણીમાં ધરમસાલા ખાતેની પહેલી મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.
કેટલાક નવા ચહેરા સાથેની દક્ષિણ આફ્રિકાની ટીમ વિરુદ્ધ આયોજક ભારતની અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે એક વધુ સફળતાની આશા રખાય છે.
વિકેટકીપર/બેટ્સમેન રિષભ પંત છેલ્લી મેચમાં સારો દેખાવ કરી શક્યો ન હતો અને કેપ્ટન કોહલી તરફથી પ્રોત્સાહિત કરતી સલાહ પછી તેની પર સિલેક્ટરોની આંખ રહેશે તથા તે પોતાના ભાગ્યનો પલટો ઈચ્છતો હશે.
પંત માટે ભિન્ન ભિન્ન અભિપ્રાય રહે છે જેમાં કેટલાક લોકો તેની આવડત, શોટ મારવામાં બોલની પસંદગી અને તેના નબળા ફોર્મ માટે સવાલ ઉઠાવી રહ્યા છે તો અન્ય કેટલાક તેની પાસે રહેતા ક્રિકેટના કસબને ધ્યાનમાં રાખી તેને વધુ તક આપવાની છૂટ સાથે તેની પર બહુ સખતાઈ ન કરવાનું યોગ્ય સમજે છે.
૨૧ વર્ષનો પંત સુનીલ ગાવસકર જેવા મહાન ખેલાડીના શબ્દોથી પ્રેરીત બની શકે છે જેણે એમ પણ કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપને હવે ફક્ત એક વર્ષથી થોડો વધુ સમય બાકી રહેતા મહેન્દ્રસિંહ ધોનીની બદલી વિચારવાનો ભારત માટે હવે સમય આવી લાગ્યો છે.
મોહાલીમાં આઈ. એસ. બિન્દ્રા સ્ટેડિયમ ખાતેની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાના બૉલરો કોહલીને શાંત રાખી શક્યા ન હતા અને હવે આગામી મેચ પણ તેના પરિચિત મેદાનમાં રમાનાર હોવાથી ભારતીય સુકાની તરફથી ફરી સારા સ્કોરની આશા કરાય છે.
પણ, કોહલી પહેલા ટીમના વાઈસ-કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ કેગિસો રબાડાની આગેવાની હેઠળના હરીફ ટીમના બૉલિંગ આક્રમણમાંથી પસાર થવાનું રહેશે અને એવી આશા રખાય છે કે અહીંના મેદાનનું કદ તેઓ જેવા ફટકાબાજ બેટ્ધરોને અનુકૂળ બનશે.
રોહિત, શિખર અને કોહલીની ત્રિપુટી દક્ષિણ આફ્રિકાના ગોલંદાજોને ફરી હંફાવી શકે છે અને ખાસ કરીને મોહાલીમાં પોતાના દાવની સારી શરૂઆત કર્યા પછી નિષ્ફળ રહેલ રોહિત આ વેળા મોટો દાવ રમવા તત્પર હશે.
ભારતની મધ્યમ ક્રમની બૅટિંગમાં શ્રેયશ ઐયર ઉપરાંત, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા જેવા સારા બેટ્સમેનો પણ છે અને ફાસ્ટ બૉલરો દીપક ચહર અને નવદીપ સૈનીએ જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્ર્વર કુમાર જેવા નિયમિત ઝડપી ગોલંદાજોની ગેરહાજરીમાં સારી કામગીરી બજાવી છે.
ચહર અને સૈની પાસે ઘણો આંતરરાષ્ટ્રીય અનુભવ ન હોવા છતાં, તેઓએ વોશિંગ્ટન સુંદર જોડે દેખાડી આપ્યું હતું કે તે બધા હરીફ બેટ્સમેનોને પડકાર ફેંકવા કાબેલ છે.
દક્ષિણ આફ્રિકાની ટીમના નવા નિયુક્ત કરાયેલ કેપ્ટન ક્યુન્ટન ડી કોકે ફરી બૅટિંગમાં વધારાની જવાબદારી સંભાળવાની રહેશે અને તે ડેવિડ મિલર તથા રીઝા હેન્દ્રિક્સ જેવાના સહકારની આશા કરે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.