CIA ALERT

Blog - Page 445 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 30, 2019
s1-1280x960.jpg
1min12540

સુરતમાં હડતાળ પાડનાર શાળા સંચાલકો સામે કડક પગલાં ભરવા આદેશો જારી

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલમાં ઘૂસીને અસામાજિકોનો કહેવાતો સાથ મેળવીને શિક્ષકને બેરહેમીપૂર્વક માર મારવાની ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવામાં વિલંબ થતાં નારાજ થયેલા સુરતના શાળા સંચાલકોએ 1200 જેટલી સ્કૂલ સમેતની શૈક્ષણિક સંસ્થાઓમાં સજ્જડ હડતાળ પાડી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ રજૂઆત કરવા ગયેલ સંચાલકોને જણાવ્યું કે આશાદીપ સ્કુલમાં શિક્ષક પર હુમલા પ્રકરણમાં સંડોવાયેલા 10 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાની લાગણી છે કે સંચાલકોએ હવે અડધા દિવસની હડતાળ પણ સમેટીને સમાજમાં એક સારો મેસેજ જાય એ માટે હડતાળ સંકેલી લેવાની જાહેરાત કરવી જોઇએ.

શિક્ષણાધિકારી શ્રી રાજ્યુગુરને શાળા સંચાલકોએ આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી

શિક્ષણાધિકારી મારફતે મળેલી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની લાગણી સંદર્ભે સુરતના શાળા સંચાલકોએ તેમની વાત માનવાનો ઇન્કાર કરીને હડતાળ પૂરેપૂરી રીતે જારી રાખી હતી. શિક્ષકો, સંચાલકો પર થઇ રહેલા હુમલાની સાથે સરકાર દ્વારા અને સરકારે રચેલી ફી નિર્ધારણ કમિટી દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી કનડગત અંગે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે આજે શિક્ષણાધિકારીને અનેક ખરીખોટી સંભળાવી હતી.

પણ આજે અડધા દિવસની હડતાળ સમેટીને શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવાની શિક્ષણમંત્રીની ઓફર બિલકુલ ફગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હડતાળ પાડનાર સંચાલકો સામે પગલાં ભરવા કડક સૂચના

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુરતના શાળા સંચાલકોને હડતાળ નહીં પાડવાની અપીલ ઠુકરાવ્યા બાદ આજે સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ જબરદસ્ત ઐક્ય દેખાડીને શાળાઓ તેમજ અન્ય સંસ્થાઓ બંધ રાખી હતી. બાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુરતના જિલ્લા શિક્ષણાધિકારીની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે શાળા સંચાલકોની માગણી હતી કે શિક્ષક પર હુમલામાં સંડોવાયેલા લોકો સામે પગલાં ભરવાની માગણી પૂરી થઇ છે. દસ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

સુરત કલેક્ટર કચેરી સંકુલ ખાતે આજે આવેદનપત્ર આપવા આવેલા સંચાલકો

મુખ્યમાગણી સંતોષાઇ ચૂકી હોઇ, સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ હડતાળ સમેટી લેવી જોઇએ, જેથી લોકોમાં એક સદભાવનાભર્યો મેસેજ જઇ શકે. શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ શાળા સંચાલકોના પ્રતિનિધિઓને આ બાબતથી માહિતીગાર કર્યા હતા પરંતુ, શાળા સંચાલકો અધવચ્ચેથી હડતાળ સમેટવા બિલકુલ રાજી થયા ન હતા. પરીણામે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હડતાળ પાડનાર શાળા સંચાલકો તેમજ હડતાળમાં જોડાનાર શાળા સંચાલકો સામે કડક હાથે કામ લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં શાળા સંચાલકોને પણ સાણસામાં લેવામાં આવે તેવા એંધાણ મળી રહ્યા છે.

September 30, 2019
close.jpg
1min12100

શિક્ષક પર હુમલાના વિરોધમાં સુરતની પ્રાઇવેટ સ્કુલો સ્વયંભુ અને સજ્જડ બંધ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં નાના વરાછા સ્થિત આશાદીપ ગ્રુપ ઓપ સ્કુલ્સના એક શિક્ષકને શાળા કેમ્પસમાં ઘૂસીને વાલીઓ દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે સોમવાર, તા.30મી સપ્ટેમ્બરના રોજ સવારની પાળીમાં ચાલતી સુરત શહેર જિલ્લાની તમામ પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોએ સજ્જડ બંધ પાળીને આ મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ ક્લીયર કર્યું હતું કે કોઇ એક શિક્ષક પર હુમલો એ સમગ્ર શિક્ષણ જગત પર હુમલો છે.

શાળાઓની ઇવેન્ટ્સ ખોરવાય, પહેલા નોરતેેં રવિવાર હતો, બીજા નોરતેં રજા મળી

આજે સવારની પાળીમાં સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, પ્રાઇવેટ ટ્યુશન, પર્સનલ ટ્યુશન, કોચિંગ ક્લાસીસો તમામ બંધ રહેતા સુરતમાં કમસેકમ 7 લાખ જેટલા વિદ્યાર્થીઓનું એક દિવસનું શિક્ષણ કાર્ય ખોરવાય જવા પામ્યું હતું. અનેક શાળાઓમાં આજે ગરબા સ્પર્ધા તેમજ અન્ય ઇવેન્ટ ખોરવાય જવા પામી હતી. પહેલા નોરતાં એ રવિવારની રજા હતા અને સુરતમાં આજે બીજાં નોરતાં એ પણ વિદ્યાર્થીઓને રજા મળી જવા પામી હતી.

પ્રાઇવેટ સ્કુલોના વર્ગખંડો વિદ્યાર્થી વિહીન નિસ્તેજ દેખાયા

શાળાના વર્ગખંડો વિદ્યાર્થી વગર સૂનાસૂના ભાસતા હતા. સાંકેતિક ફોટો

વિદ્યાર્થી વગરના વર્ગખંડો વિદ્યાર્થીઓના અભાવે બિલકુલ વેરાન અને સૂના સૂના ભાસતા હતા. સુરત શહેરની એકેય પ્રાઇવેટ સ્કુલ શરૂ હોવાનો અહેવાલ કે અફવા પણ ફેલાઇ ન હતી એટલી મજબૂતાઇથી આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના બંધના એલાનને પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે સવારની પાળીમાં ફક્ત ગ્રાન્ટઇન એઇડ પ્રકારની અને શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય શરૂ રહ્યું હતું.

પ્રાઇવેટ સ્કુલો બંધ હોવા અંગે રવિવારે જ વાલીઓના મોબાઇલ પર મેસેજ પહોંચી ગયા હતા

સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ પ્રાઇવેટ શાળાઓ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, ટ્યુશન ક્લાસીસો બંધ રહેવા અંગે રવિવારે જ સંચાલકોએ પોતપોતાના વાલીઓને બંધ અંગેના મેસેજ પાઠવી દીધા હતા. બીજી તરફ વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઇ જવાનું કામ કરતા સ્કુલ બસ, સ્કુલ ઓટો, સ્કુલ વાનવાળાઓને પણ સોમવારે બંધ અંગેની જાણકારી આપી દેવામાં આવી હતી. પરીણામે આજે સવારે સ્કુલોને બંધ પાળવા, પળાવવામાં કોઇ મુશ્કેલી જણાઇ ન હતી.

બરાબર એક વર્ષ અગાઉ સ્કુલ સંચાલકો અને સરકાર આમને સામને હતા

બરાબર એક વર્ષ અગાઉ ગઇ નવરાત્રીમાં પણ રાજ્ય સરકાર અને સ્કુલ સંચાલકો આમને સામને હતા અને આજે બીજા નોરતેં પણ આ જ પરિસ્થિતિ સર્જાઇ છે. એક વર્ષ અગાઉ સરકારે આપેલા બિનજરૂરી, બિનઉપયોગી નવરાત્રી વેકેશનનો મુદ્દો હતો, ત્યારે સરકાર સ્કુલ બંધ કરાવવા માંગતી હતી અને સંચાલકો સ્કુલ શરૂ રાખવા માંગતા હતા. આજે એક વર્ષ પછી સંચાલકો સ્કુલ બંધ કરાવી છે, જ્યારે સરકારે સ્કુલ બંધ રાખવા સામે પગલાં ભરવાની ચેતવણી આપી હતી. આમ પરિસ્થિતિ એ જ છે મુદ્દાઓ બદલાયા છે.

September 30, 2019
dropout.jpg
1min6860

એમ. ટૅક.ના અભ્યાસક્રમને વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરી લે કે નોકરી ન મળે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા માનતા હોવાને કારણે આઈઆઈટી ખાતે એમ. ટૅક.નો અભ્યાસક્રમ અધવચ્ચે જ છોડી જનારાંઓનું પ્રમાણ પચાસ ટકા કરતા પણ વધુ હોવાનું આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર રામગોપાલ રાવે કહ્યું હતું.

તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને તેમણે રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક લેખાવી હતી. ફી વધારો કરવાનો આઈઆઈટી કાઉન્સિલનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે અને સરકારી ભંડોળની બચત કરશે.

આ અભ્યાસક્રમમાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓને અમુક મફત સુવિધાઓ આપીએ છીએ તે હવે બંધ થવી જોઈએ અને બેજવાબદાર બનેલી સિસ્ટમને ક્યાંક અટકાવવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

અનેક વિદ્યાર્થી એમ. ટૅક.નો અભ્યાસ કરવા માટે ઍડમિશન લે છે, પરંતુ તેમાંથી પચાસ ટકા કરતા પણ વધુ વિદ્યાર્થી જેવી તેમને નોકરી મળે કે તરત જ અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂકી દે છે.

બાકી બચેલા વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમને હાલના તેમનાં અભ્યાસમાં બિલકુલ રસ હોતો નથી, એમ દેશની ૨૩ આઈઆઈટીની ટોચની નિર્ણાયક સંસ્થા આઈઆઈટી કાઉન્સિલના સભ્ય રાવે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ બાબત દેશના મૂલ્યવાન સ્રોતોનો બગાડ કરવા બરાબર છે. આઈઆઈટીમાં માસ્ટર્સની ડિગ્રીના અભ્યાસક્રમમાં પચાસ ટકા કરતા પણ વધુ ડ્રૉપઆઉટનો મતલબ વિદ્યાર્થીઓ માટે બી. ટૅક. બાદ તેમને મળતી નોકરીનું મૂલ્ય એમ. ટૅક.ના અભ્યાસ બાદ તેઓ જે કારકિર્દી ઘડી શકે છે તેનાં કરતા વધુ છે.

આવા વિદ્યાર્થીઓને અમે કરદાતાઓની મહેનતના રૂપિયાથી મફત શિક્ષણ કઈ રીતે આપી શકીએ જ્યારે તેમને પોતાને જ એ અભ્યાસક્રમનું મૂલ્ય નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ચેતવણીરૂપ પરિસ્થિતિ છે.

September 30, 2019
onion.jpg
1min6030

કેન્દ્ર સરકારે રવિવારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદી હતી. રિટેલ વેપારીઓ સો ક્વિન્ટલ સુધી અને હોલસેલ વેપારીઓ ૫૦૦ ક્વિન્ટલ સુધી ડુંગળીનો જથ્થો સ્ટોક કરી શકશે. સંગ્રહખોરી અટકાવવા કડક પગલાં ભરવા રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા છે, તેવું ક્ધઝ્યુમર અફેર્સ મંત્રાલયે રવિવારે કહ્યું હતું.

એમઇપી (મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ- લઘુતમ ટેકાના ભાવ) ભાવે બંગ્લાદેશ અને શ્રીલંકામાં કરવામાં આવતી નિકાસ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ ૬૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા પ્રમુખ ડુંગળી ઉત્પાદક રાજ્યમાં પૂર પરિસ્થિતિ ચાલી રહી હોવાથી ડુંગળીની અછત સર્જાઇ છે.

કોમર્સ મંત્રાલયના ડીજીએફટી (ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ)એ એક જાહેરનામામાં કહ્યું કે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ ૧૩મી સપ્ટેમ્બરે ડુંગળીની નિકાસ પર મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી) પ્રતિ ટન ૮૫૦ ડૉલર લાદવામાં આવી હતી. સંગ્રહખોરી અટકાવવા સરકારે વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદી છે. 

September 29, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10110

હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ આલમ પર, હવે એ સાંખી નહીં લેવાય

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કુલના એક શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિચકારા હુમલાની વિરુદ્ધમાં સુરતનું સમગ્ર શિક્ષણ જગત સોમવાર તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ અભૂતપૂર્વ રીતે જડબેસલાક બંધ પાળશે. અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે કોઇ શિક્ષક પર થયેલા હુમલાના વિરોધમાં પ્રાઇવેટ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, બાળમંદિરો બંધ રહ્યા હોય. સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ આ ઘટના બનવાની છે.

કઇ સ્કુલો બંધ અને કઇ સ્કુલો ચાલુ રહેશે

  • તમામ પ્રાઇવેટ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કુલો બંધ પાળશે
  • તમામ પ્રાઇવેટ બાળમંદિરો બંધ પાળશે
  • સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો બંધ પાળશે
  • સુરત શહેર જિલ્લાની તમામ સેન્ટ્રલ બોર્ડની સ્કુલો બંધમાં જોડાશે
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલશે
  • ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.
  • જુદા જુદા શૈક્ષણિક સંઘોએ પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિર્ણયને ટેકો જાહેર કર્યો છે.

પ્રાઇવેટ સ્કુલો, કોચિંગ ક્લાસીસો સમેત આગેવાનોની મળેલી બેઠકમાં શિક્ષકો પર થઇ રહેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ જગત પર છે. શિક્ષકો, આચાર્યો, સંચાલકો કે અન્ય કોઇ કર્મચારીઓ પર થતાં હુમલાને હવે સાંખી નહીં લેવાય. આ વખતે સમગ્ર શિક્ષણ જગત જબરદસ્ત ઐક્ય દેખાડી રહ્યું છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આશાદીપ વિદ્યાલયના શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિંસક હુમલાના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનમાં સુરત એકેડેમિક એસોસીએશ એટલે કે સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો પણ જોડાઇ રહ્યા છે. એવી જ રીતે પ્રાઇવેટ બાળમંદિરો પણ જોડાઇ રહ્યા છે. સુરત શહેર જિલ્લામાં આવેલી સેન્ટ્રલ બોર્ડની સ્કુલો પણ સોમવારના બંધમાં જોડાશે.

સુરતના જિલ્લા શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ સોમવાર તા.30મી સપ્ટેમ્બરના રોજ સ્કુલોમાં શિક્ષણ કાર્ય યથાવત રાખવાની સૂચના આપી છે, અને હડતાળ પાડનાર સંસ્થા સામે પગલાં ભરવાની ચેતવણી આપી છે, આમ છતાં સુરત શહેરનું શિક્ષણ જગત સોમવારે બંધ પાળશે એમાં બે મત નથી.

11 કલાકે સંચાલકોને પોલીસ કમિશનર કચેરીએ ઉપસ્થિત રહેવા આહવાન

સુરત શહેરના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તા.30મી સપ્ટેમ્બરને સોમવારે સવારે 11.45 કલાકે તમામ શાળા સંચાલકોને પોલીસ કમિશનર કચેરી, અઠવાલાઇન્સ ખાતે ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે. શિક્ષકો પર થઇ રહેલા હુમલાનો વખોડી કાઢીને જવાબદારો સામે પગલાં ભરવા તેમજ ભવિષ્યમાં આવી હરકતો ન થાય તે માટે વ્યવસ્થાતંત્ર વિકસાવવામાં આવે એ સંદર્ભે પોલીસ કમિશનર, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

September 27, 2019
speed-boat-500x500.jpg
1min6620

વી મુંબઈથી ગેટવે ઓફ ઈન્ડિયાની વચ્ચે સ્પીડ-બોટ ઓપરેટ કરવાની પરવાનગી આપવાની યોજના મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી) બનાવી રહ્યું છે. બોર્ડે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (એમબીપીટી)ને આ માટે બર્થિગ સ્પેસ (બોટ લાંગરવા માટેની જગ્યા) પૂરી પાડવા માટે પત્ર લખ્યો છે. ‘ગેટવે ઓફ ઈન્ડિયા પર બર્થિંગ સ્પેસ પૂરી પાડવા માટે અમે એમબીપીટીને પત્ર લખ્યો છે. તેમની પ્રતિક્રિયા બાદ અમે સ્પીડ બોટ સર્વિસ શરૂ કરી શકીશું. ગેટવે ઓફ ઈન્ડિયા, નેરુળ અને ેલાપુર વચ્ચે રોજિંદી સેવા શરૂ કરવામાં ખાનગી ઓપરેટરોએ રસ દેખાડ્યો છે’, એમ એમએમબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અપોલો બંદર અને પૂર્વ જળસીમા પર નિયંત્રણ ધરાવનાર એમબીપીટી તરફથી જરૂરી મંજૂરીઓ મળી જાય તો એક મહિનામાં આ સેવા શરૂ કરી શકાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

‘એમબીપીટી તરફથી પરવાનગી મળ્યા બાદ વધુ ઓપરેટરો પણ આ યોજનામાં જોડાશે. સ્પીડ-બોટ સેવા શરૂ થયા બાદ નવી મુંબઈ અને દક્ષિણ મુંબઈ વચ્ચે પ્રવાસ કરવાનું સરળ થઇ જશે તથા પ્રવાસ સમયમાં અડધા કલાકથી ૪૦ મિનિટનો ઘટાડો થશે. પ્રવાસીઓ માટે ફેરી વાર્ફના બદલે ગેટવે ઓફ ઈન્ડિયા જ યોગ્ય જગ્યા રહેશે, કારણ કે ફેરી વાર્ફમાં લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીની સમસ્યા સર્જાશે, એમ તેમણે જણાવ્યું હતું.

એમએમબી દ્વારા ઘણા સમયથી વિલંબિત પડેલા રેડિયો ક્લબ ખાતે જેટ્ટીના પ્રસ્તાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. એમએમબીના અધિકારીએ જણાવ્યું હતું કે જેટ્ટી માટે એમબીપીટી સાથે કરાર કરવાની જરૂર છે.

September 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7040

DRB કોલેજે કોઇ બેંક ઉઠાડી દીધી હોય તેટલી કાગારોળ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી લીક કરવામાં આવેલી માહિતીના આધારે હાલમાં સુરતનું ધ બેસ્ટ કોલેજ કેમ્પસને એવી રીતે વગોવી દેવાયું છે જાણે કોલેજના સત્તાધીશોએ યુનિ.ની ઉપરવટ જઇને એડમિશન નહીં પણ કોઇ બેંક ઉઠાડી મૂકી હોય તેટલી કાગારોળ મચાવવામાં આવી રહી છે. હકીકતમાં નવનિર્માણ કાંઠા વિભાગ મંડળએ કરેલો આ સવિનય કાનૂન ભંગ વીર નર્મદ યુનિવર્સિટીના અન્ય પ્રાઇવેટ કોલેજ મેનેજમેન્ટ માટે સિમાચિન્હ રૂપ બની રહેશે.

બીજા ભલે કોલેજ મેનેજમેન્ટની દરકાર કરતા નથી, C.I.A. News અને શિક્ષણ સર્વદા હંમેશા ન્યુટ્રલ સ્ટેન્ડ લે છે

હકીકત એવી છે કે આ દેશમાં, ગુજરાતમાં અને સુરતમાં આવેલી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી સમેતની વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચલાવતી પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ, મ્યુનિસિપલ ફાઇનાન્સ પ્રકારની કોલેજોના મેનેજમેન્ટને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર 25 ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે આપી છે. પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો એક ફદિયું પણ નથી આપતા. એન્જિનિયરિંગ, ફાર્મસી સમેતના અભ્યાસક્રમોમાં સંચાલકો 25 ટકા બેઠકો પર પોતાની રીતે પ્રવેશ આપે છે, મેડીકલમાં મેેનેજમેન્ટ ક્વોટાની બેઠકોમાટે ખુદ સરકારે ફી વધારી આપી છે અને મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન આપી રહી છે. તો દક્ષિણ ગુજરાત કોલેજ મેનેજમેન્ટ એસોસીએશને શું ગુનો કર્યો

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીબીએ, બીકોમ, બીસીએ ચલાવતી કોલેજના મેનેજમેન્ટએ વર્ષો પહેલા સુરત શહેરના ઇતિહાસમાં યુનિવર્સિટીને કેન્દ્રસ્થ પ્રવેશ સમિતિ હસ્તક પ્રવેશ આપવાની મંજૂરી આપી હતી. એ પરંપરાને જ યુનિવર્સિટીએ નિયમો બનાવી દીધા. એ પછી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનના એ સમયના હોદ્દેદારોમાં એટલી ત્રેવડ ન હતી કે પોતાના હકનું પણ યુનિવર્સિટી પાસે માંગી ન શકે.

50-100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીને કોલેજો ઉભી કરતા મેનેજમેન્ટને એકેય બેઠક પર પ્રવેશનો હક નહીં એ ક્યાં નો ન્યાય

જે કોલેજ મેનેજમેન્ટ એક કોલેજ શરૂ કરવા માટે ઓછામાં ઓછા રૂપિયા 50થી 60 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે, ડે ટુ ડે મેનેજમેન્ટ કરે, સ્ટાફને પગાર ચૂકવે, યુનિવર્સિટીના અન્ય નીતિ નિયમોનું પાલન કરે એ કોલેજને એટલો પણ હક નહીં કે એક બેઠક પર પોતાની રીતે પ્રવેશ આપી શકે દાયકા પહેલાના કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનના કર્તાહર્તાઓને લડતા આવડ્યું નહીં. કોલેજ મેનેજમેન્ટ સમાજમાંથી દાન લાવીને સંસ્થા ઉભી કરે, સંસ્થા ઉભી કરવા માટે દાન આપનારા દાતાઓ માટે અગાઉ સીટ રિઝર્વ રખાતી હતી. જો દાતાઓને કે મેનેજમેન્ટને એક પણ સીટ નહીં મળે તો કોઇ દાતા કે મેનેજમેન્ટ શું કામ નવી સંસ્થાઓ શરૂ કરે

આ કિસ્સામાં એકમાત્ર તાર્કિક અને મજબૂત દલીલ એ છે કે મેડીકલ, એન્જિનિયરિંગ જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં જો 25 ટકા મેનેજમેન્ટ ક્વોટા અપાતો હોય તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એમાંથી કઇ રીતે અલગ પડે.

દક્ષિણ ગુજરાત વિસ્તારની બી.એસસી., બીબીએ, બીસીએ, બીકોમની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકોને મેનેજમેન્ટ ક્વોટા તરીકે એકેય સીટ નહીં આપીને ઉલ્ટાની દાદાગીરી કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પણ આ મુદ્દે બતાવવાના અને ચાવવાના દાંત અલગ જણાય આવે છે. ખુદ યુનિવર્સિટી કેટલાક અભ્યાસક્રમોમાં હાયર પેમેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમો ચલાવે છે અને તેની પ્રવેશ કાર્યવાહી અલગથી હાથ ધરે છે.

કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના સંચાલકો કેમ ધ બેસ્ટ છે

  • દોઢસોથી વધુ ટ્રસ્ટ, સંસ્થાઓ દક્ષિણ ગુજરાતમાં કોલેજ ચલાવતા હશે, એમાંથી ફક્ત 5 ટકા મંડળો એવા છે જે પ્રોફેસરોને નિયમાનુસાર પૂરેપૂરો પગાર ચૂકવી દે છે, આ પૈકીની એકનું ટોપ-ફાઇવમાં આવતું મેનેજમેન્ટ છે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ
  • દક્ષિણ ગુજરાતની બહુ જુજ કોલેજોમાં જરૂરી એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિયમ કરતા વધુ પ્રમાણમાં હોય તેવી કદાચ બે પાંચ કોલેજમાં સ્થાન પામે છે નવનિર્માણ મંડળની કોલેજો. આ કોલેજની પ્રયોગશાળા, કમ્પ્યૂટર લેબ, લાઇબ્રેરી જેટલી સુવિધાજનક છે એવી બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે.

વધુ મુદ્દા લખવા બેસીશું તો કદાચ આર્ટિકલને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવું પડે. પણ આ આર્ટિકલ લખનાર એવું ચોક્કસ પણે માને છે કે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળની ડીઆરબી કોલેજે યુનિવર્સિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશો એક સવિનય કાનૂન ભંગ છે. ગાંધીજીએ પણ જે કાનૂન અન્યાયકર્તા બન્યા હતા તેની સામે સવિનય કાનૂનભંગની લડત ચલાવી હતી. નવનિર્માણ મંડળનું આ પગલું દક્ષિણ ગુજરાતના કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનને ઢંઢોળશે અને કોલેજ મેનેજમેન્ટ એસોસીએશન પોતાના હકનું મેળવવા માટે યુનિવર્સિટી સામે લડત ચલાવશે.

September 26, 2019
CIA_Live_Logo_New2.jpg
2min8020

રાજ્ય સરકારે વી.સી. ગુપ્તા સામેની ગંભીર ફરીયાદો પર ધ્યાન ન આપ્યું ને બે ડઝનથી વધુ કેસો હાઇકોર્ટમાં થઇ ગયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે બિરાજ્યા બાદ ડો.શિવેન્દ્ર ગુપ્તા કોણ જાણે કોની દુશ્મનાવટોનો બદલો લઇ રહ્યા હોય, અનેક શિક્ષણશાસ્ત્રીઓની કારકિર્દી રંગદોળવાનો સિલસિલો તેમણે એક પછી એક હાથ ધર્યો છે. ગઇ તા.23મી ઓગસ્ટ 2019ના રોજ વીર નર્મદ યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય તરીકેની માન્યતાને ગેરકાનૂની ગણાવીને તેને રદ કરી તેના આધારે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનું યુનિ.ના તમામ અધિકારમંડળોમાંથી વજુદ મિટાવી દેવા સબબનું જાહેરનામું જારી કરનાર વીર નર્મદ યુનિવર્સિટીને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી લપડાક મળી છે.

34 દિવસમાં ન્યાય મળી ગયો

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણની ફાઇલ તસ્વીર. જેમની સામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના શાસનમાં કિન્નાખોરી રાખીને તેમની ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે કરાયેલી નિમણૂંકને રદ કરીને યુનિવર્સિટીના તમામ અધિકારમંડળોના સભ્યપદેથી તેમનું વજુદ મિટાવી દેવાની કરવામાં આવેલી પેરવીને ગુજરાત હાઇકોર્ટે લપડાક મારી છે. હાઇકોર્ટે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિને બરકરાર રાખવા સંદર્ભનો આદેશ તા.26મી સપ્ટેમ્બર 2019ના રોજ કર્યો હતો.

સુરતના ડુમસ રોડ પર બિગબાઝાર પાછળ આવેલી ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.શિવેન્દ્ર ગુપ્તા એન્ડ કંપનીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે શું વાંકુ પડ્યું ભગવાન જાણે પણ તેમણે યુનિવર્સિટીમાંથી ડો. ચૌહાણનો કાંટો કાઢી નાંખવાની નેમ લીધી હોય એ રીતે તેમની પાછળ પડી ગયા હતા અને મનસ્વી રીતે, સરકારે વખતોવખત કરેલા હુકમોની ઐસીતૈસી કરીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને ભારતીમૈયા કોલેજના આચાર્ય પદેથી તેમની માન્યતા રદ કરીને તેમને દૂર કરવાનું રીતસર જાહેરનામું બહાર પાડ્યું હતું.

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ સામે યુનિવર્સિટીએ ખોટી રીતે શિક્ષાત્મક પગલાં ભરીને આ જાહેરનામુ ચગાવી તેમની ભારોભાર બદનામી કરવાનો પ્રયાસ કર્યો હતો

ઉપરોક્ત જાહેરનામુ ચગાવીને ડો.મહેન્દ્રસિંહ ચૌહાણને તમામ અધિકાર મંડળોમાંથી પણ તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હોવાના સમાચારો વહેતા કરાવવામાં આવ્યા હતા. ટૂંકમાં વીર નર્મદ યુનિ.માં હોનહાર કામગીરી કરી રહેલા ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનો કાંટો કાઢી નાંખવા સબબની કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી હતી.

ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ એકલા દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ તબીબ છે. તેમની સામે યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહી અંગે મિડીયામાં સામે ચાલીને માહિતીઓ આપીને તેમની બદનામી કરાવવામાં ડો.શિવેન્દ્ર ગુપ્તા એ કશું બાકી રાખ્યું ન હતું.

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે પોતાની સામે થયેલી કાર્યવાહીને મનસ્વી રીતે, નીતિ નિયમોથી પર થઇને કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન કરી હતી.

દેર હોય પણ અંધેર ન હોય

મળતી માહિતી મુજબ આજે ગુજરાત હાઇકોર્ટે આ અંગે કરેલા આ દેશમાં જણાવ્યું હતું કે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે કામકાજ કરી શકશે. યુનિવર્સિટીએ તેમની સામે કરેલી કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

યોગાનુંયોગ આ હિયરીંગ આજરોજ તા.26મી સપ્ટેમ્બર 2019ના રોજ હાથ ધરાયું અને આદેશ પણ આજે જ હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવ્યો છે. કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તા આજે તેમની જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસે તેમણે હાથે કરેલા હૈયે વાગ્યા જેવી પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

18 મહિનામાં ડો.શિવેન્દ્ર ગુપ્તાના નિર્ણયો સામે ગુજરાત હાઇકોર્ટમાં 27 પીટીશનો થઇ ગઇ, હવે સરકાર જાગશે

જે દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ એ દિવસથી જ તેમની સામે, તેમની લાયકાત સામે, તેમની વર્તણૂંકો સામે ફરીયાદો ઉઠી હતી. રાજ્ય સરકારને વખતોવખત ફરીયાદો કરવામાં આવી પણ રાજ્ય સરકારે ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે એકેય હરફ ન ઉચ્ચાર્યો પરીણામે જેમની સાથે અન્યાય થયો તેમણે ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં જવું પડ્યું. ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે કુલ 27 કેસો હાઇકોર્ટમાં થઇ ગયા.

September 26, 2019
iima.jpg
1min7200

અમદાવાદ સ્થિત ભારતની બેસ્ટ મેનેજમેન્ટ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ના કેમ્પસમાં વિના હેલ્મેટ ટુ વ્હીલ વાહન લઇ જઇ શકાશે નહીં. સંસ્થાના મેનેજમેન્ટે નો હેલ્મેટ નો એન્ટ્રી સૂચક એક પોસ્ટર સંસ્થાના ગેટ પર ડિસ્પ્લે કર્યું છે.

અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM A) એ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે સંસ્થાના એન્ટ્રન્સ ગેટ પાસે એક પોસ્ટર મુક્યું છે. જેમાં લખ્યું છે કે, ‘NO HELMET, NO ENTRY’ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. IIM અમદાવાદ પરિસરમાં આવતા તમામ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પ્રવેશી શકશે નહીં. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આઇઆઇએમના એડમિન વિભાગે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 

પહેલીવાર માફ કરશે અને બીજીવાર ભુલ રીપિટ કરશે તો પ્રવેશ નહીં આપવામાં નહીં આવે એવો પણ નિર્ણય મેનેજમેન્ટે કર્યો છે. IIM A પરિસરમાં આવનાર ટુ-વ્હીલર ચાલર જો હેલ્મેટ વગર આવશે તો તેને સિક્યુરિટી સ્ટાફ પહેલા સમજાવશે અને નિયમની જાણ કરશે. પણ જો એ ચાલક બીજીવાર પરિસરમાં હેલ્મેટ વગર પ્રવેશ કરશે તો તેને પરિસરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

September 26, 2019
fraud.jpg
1min6940

છત્તીસગઢની ડૉ. સી.વી રમણ યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓથી ગુજરાતમાંથી લંડન મોકલવાનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં અમદાવાદ ઍરપોર્ટ પોલીસે બે અલગ અલગ ફરિયાદના આધારે ચાર એજન્ટ સહિત છ સામે ગુનો નોંધી બે જણની ધરપકડ કરી હતી.

અમદાવાદનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અતિહાદની ફ્લાઇટમાં લંડન જતા આણંદના કેયૂર પટેલ તથા એરઇન્ડિયા ફ્લાઇટમાં જતા નડિયાદના સાગર પ્રજાપતિને એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે ઝડપી તેમનાં ડૉક્યુમેન્ટ તપાસતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. બંને યુવકોના વિઝા લિગલ હતા, પરંતુ કૉલેજ માટે ઍજ્યુકેશન ડૉક્યુમેન્ટ જોડેલા હતા તેમાં બી.કોમની ડિગ્રી બોગસ હોવાની શંકા જતાં પૂછપરછ કરી હતી આથી તેમણે કબૂલાત કરી હતી કે ડો. સી.વી રમણ યુનિવર્સિટી બિલાસપુર, છત્તીસગઢમાંથી બોગસ ડિગ્રી માટે ૫૬ હજાર રૂપિયા આપ્યા હતા.

જે માટે વલ્લભવિદ્યાનગરનાં એઆઈસીએસઈટીના સંચાલક સિરીન પટેલે ત્યાંના એજન્ટ કલ્પેશભાઈને વિઝા અંગેની અને લંડન યુનિવર્સિટીમાં ઍડમિશનની કામગીરી આપી હતી. આ માટે તેઓ પાંચ લાખ રૂપિયા પડાવતા હતા. પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી એજન્ટોની શોધખોળ હાથ ધરી હતી.