CIA ALERT

Blog - Page 439 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 18, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6940

સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

સૂરતના તેરાપંથ સમાજે મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ગેસ બેઝ કે ઇલેક્ટ્રીક બેઝ્ડ ભઠ્ઠીમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પૃથ્વી પર વૃક્ષો બચાવવાના અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.

એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.

મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.

તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.

અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.

સેવા સમાજ ફાઉન્ડેશન

સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.

October 18, 2019
artificial_intelligence-1280x712.jpeg
4min6430

First artificial intelligence university launched in Abu Dhabi

DUBAI: The UAE has set up an artificial intelligence university, claimed to be the first in the world, in Abu Dhabi.

The Mohamed bin Zayed University of Artificial Intelligence (MBZUAI) was inaugurated on Thursday and it offers courses for undergraduate students.

It is also accepting applications for its first masters and PhD programmes this month, with classes scheduled to begin on September 20 next year. All admitted students will be given full scholarship plus benefits such as a monthly allowance, health insurance and accommodation.

“AI is already changing the world, but we can achieve so much more if we allow the limitless imagination of the human mind to fully explore it. The university will bring the discipline of AI into the forefront, molding and empowering creative pioneers who can lead us to a new AI empowered era,” said Sultan Ahmed Al Jaber, UAE Minister of State, who has been appointed chair of the MBZUAI Board of Trustees and is spearheading the university’s establishment.

The university has been set up with an aim of introducing a new model of academia and research to the field of artificial intelligence, providing students and faculty access to some of the world’s most advanced systems to unleash its potential for economic and societal development, he said.

The varsity’s board of trustees is a global pool of experts including Michael Brady, professor of oncological imaging at the University of Oxford; Anil K Jain, distinguished professor at Michigan State University; Andrew Chi-Chih Yao, dean of the Institute for Interdisciplinary Information Sciences at Tsinghua University, Beijing; Daniela Rus, director of Massachusetts Institute of Technology (MIT) Computer Science and Artificial Intelligence Laboratory (CSAIL).

“The invention of electricity, the railroad, smartphones all transformed the world as we knew it. AI can lead to an ever greater societal and economic transformation, but first we must ensure we have the right infrastructure, talents and academic institutions,” Jaber said.

The university will offer Master of Science (MSc) and PhD level programs in key areas of artificial intelligence – machine learning, computer vision and natural language processing – while also engaging policymakers and businesses around the world so that AI is harnessed responsibly as a force for positive transformation.

MBZUAI has partnered with the Abu Dhabi-based Inception Institute of Artificial Intelligence (IIAI), for the supervision of PhD students and curriculum development.

October 18, 2019
brexit_deal3.jpg
1min7640

લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ઘડી છેવટ આવી પહોચી છે. દિવસો સુધી ચાલેલી કશ્મકશભરી વાટાઘાટ બાદ બ્રિટનની સરકાર અને યુરોપી સંઘ (ઈયુ) વચ્ચે બ્રેકિઝટ અંગે સમજુતી સધાઈ ગયાની ઘોષણા યુકેના પીએમ બોરિસ જહોનસને આજે કરી હતી. જો કે તેને હજી સંઘે વિધિસર બહાલ કરવાની બાકી છે અને યુરોપી તથા યુકેની સંસદોએ ય મંજૂર કરવી બાકી છે.

આ ગતિવિધિથી ખુશાલી અનુભવતા બોરિસે જણાવ્યુ હતું કે હવે બ્રિટનને આગળ વધવા તક મળશે અને અમે દુનિયાભરના દેશો સાથે વ્યાપારિક સંબંધો સ્થાપિત કરી શકશું. બેઉ બાજુઓએ ગ્રેટ ન્યુ ડીલ કરી લીધાનું ટવીટ કરવા સાથે તેમણે શનિવારે ગૃહના ખાસ સત્રમાં મંજૂરી આપવા સાંસદોને વિનંતી કરી હતી.

જુલાઈમાં પીએમ થયેલા બોરીસે સંકલ્પ કર્યો હતો કે કંઈ પણ થાય, 31 ઓકટો. સુધીમાં બ્રિટન, ઈયુથી છેડો ફાડશે, બ્રેકિઝટની તુલના મા.એવરેસ્ટ સર કરવા સાથે કરનાર બોરીસે ટવીટ કર્યુ હતું કે ‘ નવા ડીલ સાથે સુનિશ્ચિત થશે કે અમારા કાનૂન, સીમા, નાણાં, વ્યાપાર પર કોઈ બાધા વિના અમારું નિયંત્રણ હશે અને ઈયુ સાથે નવા પ્રકારની મૈત્રી સ્થાપિત થશે.

બીજી તરફ ઉત્તરીય આયરીશ””” સરકારે વિદ્યુત ત્વરાએ જણાવી દીધું હતું કે આયરીશ સીમા માટેની જોગવાઈના કારણે અમે આ આઉટલાઈન સમજુતીને ટેકો ન આપી શકીએ. બ્રેકિઝટ માટે સહમતી ઉભી કરવા સતત પ્રયત્નશીલ રહેલા જહોનસનને ખાસી ફાટફુટ ધરાવતી સંસદમાં સમજુતીને પસાર કરાવવામાં જોઈતો શકયતમ વધુ સપોર્ટની જરૂર પડશે. (આગલી સમજુતીને યુકેની સંસદ અગાઉ ત્રણ વાર નકારી ચૂકી છે) ઉત્તર આયરલેન્ડ અને આયરલેન્ડ વચ્ચેના વ્યાપાર કારોબાર કરવાના કસ્ટમ્સ અને વેચાણવેરા નિયમનો ફાઈનટયુન કરવા (મેળ પાડવા) તકનિકી વિષ્ટિકારોએ ઠીક લાંબો સમય સુધી મથામણ કરવી પડી હતી.

October 18, 2019
gjepc_logo.jpg
1min6630

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર, હૉંગકૉંગ ખાતે થઈ રહેલા દેખાવો અને મધ્ય પૂર્વના દેશોમાં વૅલ્યુ એડેડ ટૅક્સ (વેટ)નો અમલ થતાં આ વર્ષે દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં અંદાજે પાંચથી દસ ટકાનો ઘટાડો થવાની શક્યતા જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે વ્યક્ત કરી છે.

GJEP કાઉન્સિલના વાઈસ ચેરમેન કોલિન શાહ

વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં અર્થાત્ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરીને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલુ રહેતાં અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થતાં કુલ નિકાસ ગત સાલના સમાનગાળાના ૧,૪૦,૧૫૮.૮૩ કરોડ સામે ૫.૭૦ ટકાથી ઘટીને ૧,૩૨,૧૭૦.૩૨ કરોડની સપાટીએ રહી હોવાનું કાઉન્સિલના વાઈસ ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું.

વધુમાં હૉંગકૉંગ ખાતે ચીનના વિરોધમાં થઈ રહેલા દેખાવો અને મધ્ય પૂર્વના દેશોમાં જાન્યુઆરી ૨૦૧૮થી વેટનો અમલ થતાં દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ પર વિપરીત અસર પડી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે હાલનું આ વલણ જોતાં વર્તમાન નાણાકીય વર્ષમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગત સાલની સરખામણીમાં પાંચથી દસ ટકા જેટલી ઘટે તેવી શક્યતા નકારી ન શકાય.

નોંધનીય બાબત એ છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ સપ્ટેમ્બર ૨૦૧૮ના રૂ. ૨૫,૬૯૮.૬ કરોડ સામે ૭.૪૩ ટકાથી ઘટીને ૨૩,૭૮૮.૦૧ કરોડની સપાટીએ તેમ જ કટ અને પૉલિશ્ડ ડાયમંડની નિકાસ ૧૮.૮૭ ટકાથી ઘટીને રૂ. ૧૩,૮૭૪ કરોડ (રૂ. ૧૭,૧૦૧.૪૫ કરોડ)ની સપાટીએ રહી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલમાં આર્થિક મંદીનો સિનારિયો અને નબળી ગ્રાહકલક્ષી માગને ધ્યાનમાં લેતાં તહેવારોની મોસમમાં પણ માગ દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે.

October 18, 2019
gir1.jpg
1min7720

૬ ઑક્ટોબરથી ગીર અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ટ્રીપમાં આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા દિવસથી જ સિંહદર્શન માટેની ત્રણ માસ સુધીની ઓનલાઈન પરમિટનું એડવાન્સ બૂકિંગ થઈ ગયું છે. આ કારણે આ વખતે અનેક પ્રવાસીઓને સિંહદર્શનથી વંચિત રહેવું પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે જ ૧૫૦ પરમિટો મારફત ૯૦૦ પ્રવાસીઓ સેન્ક્ચ્યુઅરીમાં સિંહ સહિતની હરિયાળી નિહાળી અભિભૂત થયા હતા. વધુ લોકો સિંહદર્શનનો લાભ લઇ શકે તે માટે વિવિધ શિફ્ટની અને પરમિટની સંખ્યા પણ વધારવી જોઇએ. ઓનલાઇન પરમિટ બૂકિંગ ક્યારથી શરૂ કરવામાં આવ્યું તેની જાણ પણ દરેક લોકો સુધી પહોંચી નથી. ચાર માસ બાદ વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું હતું.

પ્રથમ દિવસે સિંહદર્શન શરૂ થતા ૨૫૦થી ૩૦૦ પર્યટકો ૧૩ જેટલા વિવિધ રૂટ પર સિંહ દર્શન માટે ગયા હતા. સાસણ આવતા પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમિટ કઢાવવી પડે છે. ચાલુ વર્ષથી વન વિભાગે રિપોર્ટિંગ માટે ખાસ કોડનો ઉપયોગ કરી ટ્રીપની બધી પરમીટ એક સાથે થઇ જાય તેવી પદ્ધતિ વિકસાવતાં બુકિંગનું કાર્ય હવે બે કલાકને બદલે ૨૦ મિનિટમાં થઇ જાય છે.

ઓનલાઇન બૂકિંગની વેબસાઇટમાં સુધારો કરી તેની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. તે સાથે શિયાળા અને ઉનાળા ઋતુમાં જંગલ પ્રવેશનું અને બહાર આવવાનું સમયપત્રક મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓ સાથે ૧૭૮ ગાઇડને ૫ાંચ દિવસનો વર્કશોપ યોજી ગીર જંગલની વન્ય સૃષ્ટિ અંગે તજજ્ઞો દ્વારા માહિતી આપી તૈયાર કરવામાં આવ્યાં છે.

October 17, 2019
gujarat_map-1280x1023.png
1min6910

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા દસ લાખથી પણ વધુ ઉમેદવારોમાં વિરોધનો સૂર ઉઠયો હતો જેની સામે આખરે સરકાર ઝૂકી છે અને વિદ્યાર્થીઓની જીત થઇ છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે તા.16મી ઓક્ટોબર 2019ના રોજ જાહેર કર્યુ હતું કે, બિનસચિવાલય સંવર્ગની રદ થયેલી પરીક્ષા આગામી 17મી નવેમ્બર, 2019ના રોજ યોજાશે.

આ પરીક્ષા માટે અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. સૌથી મહત્વની વાત એ પણ કરી કે ધોરણ 12 પાસ’ અને સ્નાતક કક્ષાના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની ઉપસ્થિતિમાં નીતિનભાઇ પટેલે ઉમેર્યુ હતું કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગ્રેજ્યુએશનનું નોટીફિકેશન બહાર પડી ગયું હોવા છતાંય 10 લાખથી વધુ યુવાનોએ આ પરીક્ષાની તૈયારી કરી હતી, તેને ધ્યાને લઇને યુવાનોના હિતમાં આ નિર્ણય કરાયો છે.’ આ પરીક્ષા માટે અગાઉની પ્રોસેસ યથાવત રખાશે.

આ પરીક્ષા અગાઉ જાહેર કરેલ રાજ્યના 3,171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાશે.’ કોઇપણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિનસચિવાલયની પરીક્ષા માટેનવું ફોર્મ ભરવાની જરૂર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનું ફોર્મ જ માન્ય ગણાશે. એટલે કે જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામ ઉમેદવારો એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટેના કોલ લેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ’ ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.’

મેરીટના આધારે 3,771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. તમામ અનામતની જોગવાઇઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.

રાજ્યના અનેક વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતો બાદ સરકારે બિનસચિવાલયની પરીક્ષા
રદ કરવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે નિર્ણય કરાયો છે કે, ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ બિન સચિવાલયની પરીક્ષા આપી શકશે.

રાજ્યસરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે માત્ર આ પરીક્ષા પૂરતો ધોરણ 12 પાસની લાયકાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

ઉમેદવારોને ન્યાય મળે તે માટે આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા 19મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવાની જાહેરાત કરાઇ હતી. આ ધરણામાં મોટી સંખ્યામાં યુવાનો ઊમટી પડે તેવી શક્યતા હતી. પરંતુ ધરણા પહેલા જ સરકારે પરિક્ષાની જાહેરાત કરી દેતા પ્રવિણ રામ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.

October 16, 2019
CIA_SGCCI-1280x853.jpg
3min14270

સૂરત, ભીવંડી, મુંબઇ, અમદાવાદના ઉદ્યોગ-ધંધાર્થીઓ RCEP અંગે કેન્દ્ર પાસે માગશે જાણકારી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી નવેમ્બર 2019માં જેના પર ભારત સરકાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે એ રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમીક પાર્ટનરશીપ RCEP થી સૂરત, મુંબઇ, ભીવંડી વગેરેમાં વિકસેલા ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી અસર થશે અને એવો પણ ભય છે કે સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નામશેષ થઇ જાય. ચાઇના, હોંગકોંગ સમેતના દેશો સામે ભારતીય ઉત્પાદકો ટક્કર આપી નહીં શકે એવા RCEP અને 16 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ શું કામ અને કેન્દ્ર સરકારનો હેતુ શું એવી વિગતો માગવાનો નિર્ણય આજે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ RCEPના મુદ્દે યોજાયેલી તમામ ઘટકસંઘોના આગેવાનોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કેતન દેસાઇ અને ઉપપ્રમુખ દિનેશભાઇ નાવડીયાએ સૂચિત RCEP સામે સ્થાનિક ઉદ્યોગકારો, કારખાનેદારો વતી કેન્દ્ર સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી શકાય એ માટેનો સેન્સ લેવા માટે આજે બેઠક યોજી હતી. જેમાં સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા યાર્ન, વિવીંગ, નીટીંગ, ટ્રેડિંગ અને ગારમેન્ટિંગ તમામ સેક્ટર સાથે સંકળાયેલા તમામ ઘટક સંઘો, અગ્રણી ઉધોગગૃહો તેમજ ઉદ્યોગપતિઓ ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઇ, ભીવંડી અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ઉદ્યોગપતિઓએ ભાગ લઇને RCEP અંગે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

બપોરે 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગમાં 135 મિનિટ જેટલી મેરેથોન ચર્ચા ચાલી હતી. તમામનો સૂર એક જ હતો કે રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ અન્વયે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને કારણે સ્થાનિક ઉત્પાદકો, વેપારીઓને મોટું નુકસાન છે કેમકે ચીન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશો બિલકુલ આસાનીથી ભારતના માર્કેટમાં પોતાના માલ કોઇપણ પ્રકારના ટેક્સ, ચાર્જ વગર ખડકી દેશે. સૂરત સમેત ભારતના ઉદ્યોગ પાસે એવી ક્વોલિટીનો માલ નથી હોતો કે નથી બનતો જે બહારના દેશોના ઉત્પાદકો બનાવી શકે. આથી સ્થાનિક ઉદ્યોગો પાયમાલ થઇ જશે.

RCEPની સૌથી માઠી અસર ટેક્સટાઇલ ઉદ્યોગકારો પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. 135 મિનિટની મેરેથોન ચર્ચાના અંતે એવો નિષ્કર્ષ આવ્યો કે RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપનો મુસદ્દો જ ચેમ્બર ઓફ કોમર્સ કે અન્ય કોઇ સંસ્થા સંગઠન પાસે નથી, તો કેન્દ્ર સરકારને કે અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆતો શું કરવી, પરીણામે બેઠકના અંતે સર્વાનુમતે એવું નક્કી કરાયું કે બનતી ત્વરાએ કેન્દ્ર સરકારના સક્ષમ મંત્રી પાસે સમય માગીને સૂચિત RCEP નો મુસદ્દો તેમજ કેન્દ્ર સરકારની આ વિષયે શું નીતિ રહેવાની છે એની જાણકારી માગવામાં આવે અને એ પછી ભાવિ લડત કે રજૂઆતોનું સ્વરૂપ નક્કી કરવામાં આવે.

આજની બેઠકમાં ધારદાર રજૂઆતો કરનારાઓમાં

  • રજનિકાંતભાઇ બચકાણીવાળા – ચેમ્બર પાસે ડેટા બેઝ, ઇકોનોમિસ્ટસ હોવો જોઇએ
  • નારાયણભાઇ અગરવાલ – એન્ટીંગ ડમ્પીંગ ડ્યૂટીના ઇશ્યુઝ પર લડવું જોઇએ
  • નવીનભાઇ ઠક્કર – આક્રમક રજૂઆતો જરૂરી
  • મિતિશભાઇ મોદી (સી.એ.) – તમામ ઉદ્યોગકારો વતી મુદ્દાસર લડત જરૂરી
  • રાકેશભાઇ ચૌધરી (પ્રતિભા ગ્રુપ) – રોદણાં રોવાનું બંધ કરીને ડેટા આધારીત રજૂઆતો
  • ભરતભાઇ ગાંધી – RCEP વન-વે છે એક વાર ઘૂસ્યા પછી નીકળવાનો કોઇ રસ્તો નથી
  • ગીરધરગોપાલ મુંદડાજી – ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની જરૂર શું
  • અશોકભાઇ જીરાવાલા – એક થઇને ઉંચા અવાજે લડીશું નહીં તો પતી જઇશું
  • આશિષભાઇ ગુજરાતી – જીએસટી આઇટીસીમાં વિવર્સ લડ્યા એમ લડવું પડશે
  • મયુરભાઇ ગોળવાલા – RCEP નો ડ્રાફ્ટ પહેલા મેળવો અને પછી લડત નક્કી કરો
  • હિંમતભાઇ પટેલ – સરવાળે નુકસાન કારક છે RCEP
  • હરીભાઇ કથિરીયા – ટેક્સટાઇલના તમામ ઘટકો એ એક થઇને લડવું જરૂરી
  • મનોજભાઇ અગરવાલ – ફોસ્ટા લડતમાં ખભે ખભા મિલાવીને સાથ આપશે
  • ધીરુભાઇ દેસાઇ – યુદ્ધ એ જ કલ્યાણ
  • બંદનાબેન ભટ્ટાચાર્ય – એગ્રેસિવ રિઝલ્ટ ઓરીએન્ટેડ લડત જરૂરી
  • બ્રિજેશભાઇ ગોંડલિયા – RCEP થી ટેક્સટાઇલના કોઇ સેક્ટરને ફાયદો નથી
  • લલિતભાઇ ચાંડક – એક થઇને લડવું એ જ સાચી દિશાની લડત
  • હેમંતભાઇ દેસાઇ– ઇનડાયરેક્ટ ટેક્સીસ સામે સરકારને કહેવું જોઇએ
  • સમેત અનેક આગેવાનોઓ RCEPના મુદ્દા પર પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.

બહારગામથી આવેલા ઉદ્યોગકારોએ શું કહ્યું

ભીવંડી પાવરલૂમ્સ વિવર્સ એસોએશનના આગેવાન પૂનિત ખીમસીયા, સરોશ શેખ, હિરેનભાઇ નાગરા, મુંબઇના અનુરાગ પોદ્દાર સમેત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહીને એક સાથે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ભીવંડી પાવરલૂમ એસોસિએશનના શ્રી પુનીત ખીમસીયાએ જણાવ્યુ હતુ કે, ભારત નવેમ્બર ર૦૧૯માં ૧પ જેટલા દેશો આરસેપ અંગેનો કરાર કરવા જઇ રહી છે. આ દેશોમાં ચાઇનાનો પણ સમાવેશ થાય છે. ચાઇના ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ભારતમાં ડમ્પ કરશે. જેની માઠી અસર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેનલ ઉપર પડશે.

ભીવંડીના શ્રી સરોજભાઇએ જણાવ્યુ હતુ કે, ચાઇના પાસે અત્યારે પ૦ બિલીયન ડોલરનો માલ પડેલો છે. આરસેપ કરારમાં ભારત સિવાય અન્ય કોઇ વિશાળ માર્કેેટ ચાઇના માટે નથી. ભારતે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે કેપીટલ કોસ્ટ ઘટાડીને ઇન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવુ પડશે. ઇન્ડસ્ટ્રીને પગભર થવા માટે પાંચથી દસ વર્ષનો સમય આપવો જોઇએ.

આદિત્ય બિરલા ગૃપમાંથી શ્રી કિરણભાઇ પંડયાએ જણાવ્યુ હતુ કે, ચાઇનાને કોઇપણ હિસાબે તાત્કાલિક વિશાળ માર્કેટ જોઇએ. તેને પોતાની નજીકનું માર્કેટ ભારતમાં જ મળી રહેશે. આરસેપ કરાર થતાની સાથે જ ચાઇના પોતાની પાસેનો કાપડનો તમામ જથ્થો ભારતના વિશાળ માર્કેટમાં ડમ્પ કરશે. જેથી વિસ્કોસ વેલ્યુ ચેઇન આખેઆખી ડિસ્ટર્બ થશે. સરકારના મેક ઇન ઇન્ડીયા પ્રોજેકટને પણ ગંભીર અસર થશે.

ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ શું કહ્યું

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ અંતે એવુ સૂચન કર્યુ હતુ કે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના આગેવાનો મળીને દસથી પંદર જણાનુ એક પ્રતિનિધી મંડળ ચેમ્બરના નેજા હેઠળ નવી દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળશે. આરસેપ કરાર કરવામાં સરકારને શું રસ છે તે બાબત સમજીને સરકારશ્રીને આ અંગે અસરકારક રજૂઆત કરવામાં આવશે. પ્રમુખશ્રીના આ સૂચનને સર્વેએ આવકાર્યુ હતુ અને નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. ટેક્ષ્ટાઇલ બાદ ડેરી, એગ્રી અને હેવી સહિતની અન્ય ઇન્ડસ્ટ્રીની મુશ્કેલી સમજવા માટે પણ ચેમ્બરમાં મિટીંગનું આયોજન કરવાનું નકકી થયુ હતુ.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ, નીટિંગ, સ્પીનર્સ, પ્રોસેસિંગ અને ગારમેન્ટીંગ સેકટરના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત મુંબઇ, ભીવંડી, માલેગાંવ, ઇચ્છલકરંજી અને અમદાવાદ ખાતેથી વિવિધ પાવરલૂમ્સ એસોસિએશનના પ્રતિનિધીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ઉપસ્થિત સર્વેએ આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ભય હોવાનો મત વ્યકત કરી આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને દૂર રાખવા માટે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ.


October 16, 2019
CIA_Live_Logo_New2.jpg
2min7210

ગઇ તા.12થી 14 ઓક્ટોબર 2019 દરમિયાન રાયપુર, છત્તીસગઢમાં રાષ્ટ્રીય હઠ યોગ પ્રતિયોગીતા નું આયોજન ડોન ફેડરેશન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી અલગ અલગ રાજ્યના સેંકડો યોગ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સુરત ખાતે ફાલ્ગુનીબેન ગોદીવાળા (ફાલ્ગુની યોગા)ના નેતૃત્વમાં પાંચ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ વય જૂથમાં રાજ સોપારીવાલા – બ્રોન્ઝ મેડલ, હીના તમાકુવાલા – ગોલ્ડ મેડલ, જેની કાપડિયા – ગોલ્ડ મેડલ, મનીષા મોદી – ૫ મો ક્રમાંક, દિગીશા ગાંધી – સિલ્વર મેડલ, (નીચે) ફાલ્ગુની ગોદીવાલા – બ્રોન્ઝ મેડલ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

રાયપુર 【છત્તીસગઢ】ખાતે હઠ યોગ ફાઉન્ડેશન આયોજિત રાષ્ટ્રીય કક્ષાની “યોગ” સ્પર્ધામાં સૂરતની શાળા, સંસ્કારકુંજ જ્ઞાનપીઠના 4 યોગી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પૈકીના

સંસ્કારકૂંજ જ્ઞાનપીઠની સ્પેશયલ ચાઇલ્ડ વિદ્યાર્થિની અન્વી વિજયભાઇ ઝાંઝરૂકીયાએ મેળવી અનોખી સિદ્ધિ

【1】ઝાંઝરૂકિયા અન્વીબેન【STD-4】આર્ટિસ્ટ યોગા ડાન્સ:-GOLD MEDAL
પર્સનલ યોગા:- BRONZE MEDAL
&
સ્પેશિયલ CHILD YOGA :-BRONZ MEDAL
■★★★■★★★■★★★■

【2】પટેલ પ્રાચીબેન 【STD:7】

પર્સનલ યોગા:-GOLD MEDAL
આર્ટિસ્ટ યોગા ડાન્સ:-BRONZE MEDAL

【3】પઘડીવાલા ચાર્મીબેન std:9 પર્સનલ યોગા :-BRONZ MEDAL &
【4】પટેલ હર્ષભાઇ 【std-9】પર્સનલ યોગા :-BRONZ MEDAL

સંસ્કારકુંજ ના બાળ યોગીઓ 2 GOLD MEDAL& 5 BRONZE MEDAL સાથે રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બની આગામી દિવસોમાં NEPAL ખાતે આયોજિત WORLD ઇન્ટરનેશનલ LEVEL YOG COMPETITION માં ભાગ લેશે…

ભારત ની બહાર નેપાળ ખાતે યોજાનાર વિશ્વ કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લેશે.
.
સંસ્કારકુંજ એક પરિવારના યોગીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારવા બદલ સંસ્કારકુંજ એક પરિવાર વતી યોગ ગુરુ નમ્રતાબેન વર્મા સહ તમામ યોગીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ..
નેપાળ ખાતે આયોજિત વિશ્વ YOG સ્પર્ધામાં વિજય ભવ:શુભકામનાઓ.

October 16, 2019
ayodhyay3.jpg
1min12460

રાજકીય રીતે સંવેદનશીલ એવા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની સુપ્રીમ કોર્ટમાં દૈનિક સુનાવણી આ કેસના 40મા દિવસે તા.16મી ઓક્ટોબરને બુધવારે પૂરી થશે એમ આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જણાવ્યું હતું. મૂળભૂત રીતે આ સુનાવણી 17-10-2019એ પૂર્ણ થવાની હતી અને કોર્ટ 17 નવેમ્બરના મુખ્ય ન્યાયાધીશ નિવૃત્ત થાય તે પહેલાં આ કેસનો ચુકાદો જાહેર કરે એવી ધારણા છે.

તા.15મી ઓક્ટોબર 2019ની સુનાવણીમાં અયોધ્યા વિવાદના એક પક્ષકાર ‘રામ લલ્લા વિરાજમાન’ વતી હાજર થયેલા વરિષ્ઠ ધારાશાત્રી કે. પરાશરણે જણાવ્યું હતું કે ભગવાન રામના જન્મસ્થળ તરીકે મનાતા આ સ્થળ માટે સદીઓથી હિન્દુઓ દાવો કરતા આવ્યા છે. તેમણે એવી દલીલ કરી હતી કે મુસ્લિમો ઇચ્છે તે મસ્જિદમાં બંદગી કરી શકે છે. અયોધ્યામાં જ 55થી 60 મસ્જિદો છે, પરંતુ હિન્દુઓ માટે તો આ જ ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે તે જન્મસ્થળને બદલી તો ન શકીએ. હિન્દુઓ માટે જન્મસ્થળ છે. મુસ્લિમો માટે ઐતિહાસિક મસ્જિદ છે. મુસ્લિમો માટે તમામ મસ્જિદો એક સરખી છે. અમારે માટે એવું છે કે અમે જન્મસ્થળ બદલી ન શકીએ.’ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કોર્ટમાં હળવા અંદાજમાં મુખ્ય ન્યાયાધીશે મુસ્લિમ અરજદારોના વકીલ રાજીવ ધવનને પૂછ્યું’ હતું કે, શું તેમને લાગે છે કે કોર્ટે હિન્દુ પક્ષકારોને પૂરતા સવાલો પૂછયા છે? ‘અમે આ હળવાશથી કહીએ છીએ. બધી વાતોને ગંભીરતાથી લેવી ન જોઈએ’ ચીફ જસ્ટીસ ગોગોઇએ હિંદુ પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને ત્યારબાદ મુસ્લીમ પક્ષના વકીલને કહ્યું હતું કે ‘લ્યો હવે તમને સંતોષ થયો ને!’ અને ત્યારે કોર્ટમાં ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું હતું. આજે 39મો દિવસ છે. એમ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું.
સોમવારે સર્વોચ્ચ અદાલતે દશેરાની એક સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ કરી હતી. મુસ્લિમ પક્ષકારોએ એવી દલીલ કરી હતી કે 1989 સુધી હિન્દુઓ દ્વારા અયોધ્યા જમીનની માલિકીનો દાવો કરાયો ન હતો. 1992માં ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ તોડી પડાઈ તે પહેલાં તેનું અસ્તિત્વ હોવાથી તેની પુન:સ્થાપનાની આ મુસ્લિમ પક્ષકારોએ માગણી કરી હતી.
દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા જિલ્લામાં આઈપીસીની ધારા 144 હેઠળ પ્રતિબંધનાત્મક આદેશ લાગુ પાડયો છે. અયોધ્યા કેસના ચુકાદાને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવ્યું છે.
મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ ગયા બાદ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 6 અૉગસ્ટથી દરરોજની સુનાવણી હાથ ધરી હતી.
અયોધ્યાની 2.77 એકર જમીનને ત્રણ પક્ષકારો સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે સરખે ભાગે વહેંચી દેવાના ચાર સિવિલ દાવાઓમાં 2010ના અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં 14 અપીલો કરવામાં આવી હતી.

October 15, 2019
rcep.jpg
4min30810

(ભારતમાં હવે જેની બૂમો ઉઠવાની છે એ વિશે જાણો) RCEP શું છે ? કેમ RCEPથી ભારતમાં ફફડાટ? વાંચો A to Z

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

(સૂરતના જાણીતા સી.એ. શ્રી મિતીશ મોદી સાથે થયેલી વાતચીત તેમજ અન્ય સમાચાર માધ્યમોના અભ્યાસ પરથી તૈયાર કરેલી વાંચન સામગ્રી)

ભારતમાં વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદકોથી લઇને વ્યાપારીઓને ખરી ચિંતા હાલના મંદીના માહોલ કરતા RCEP ની છે. સમગ્ર ભારતના ઉદ્યોગ, ધંધા, વ્યાપાર જગતમાં હાલ એક જ મુદ્દો ચર્ચાસ્પદ છે અને એ છે RCEP.

RCEP એટલે શું

અંગ્રેજીમાં RCEP નું ફુલફોર્મ થાય છે Regional Comprehensive Economic Partnership. Regional Comprehensive Economic Partnership એ પ્રપોઝ્ડ (સૂચિત) કરાર છે જે દુનિયાની અડધી વસતિ ધરાવતા 19 દેશો વચ્ચે થવા જઇ રહ્યો છે. Regional Comprehensive Economic Partnership એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફ.ટી.એ.) છે. Regional Comprehensive Economic Partnership માં જોડાનારા દેશો વચ્ચે જો આ પાર્ટનરશીપ પર સહીસિક્કા થઇ જાય તો 19 દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વ્યાપારીક સીમાઓ નહીં રહે. ગમે તે દેશ ગમે તે દેશમાં ગમે તેટલો માલ સપ્લાય કરી શકે, વ્યાપાર કરી શકે અને એ બિલકુલ ટેક્સ ફ્રી. Regional Comprehensive Economic Partnership અન્વયે કોઇપણ પ્રકારનો ટેક્સ કોઇપણ દેશ લાદી શકશે નહીં કે વસૂલ કરી શકે નહીં તેવી જોગવાઇ Regional Comprehensive Economic Partnership માં કરવામાં આવી છે.

RCEP માં કયા કયા દેશો જોડાઇ રહ્યા છે

RCEP માં દક્ષિણ પૂર્વી એશિયાને દેશો જેવા કે બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશીયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિએટનામ ઉપરાંત ચીન, જાપાન, ભારત, સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વચ્ચે સંભવત આગામી નવેમ્બર 2019માં સહીસિક્કા થાય તેવી સંભાવનાઓ જોતા ભારતમાં RCEP સામે મોટી જંગ છેડાઇ ચૂકી છે અને એ ત્યાં સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP નો આખો મુદ્દો હાથ પર લેવો પડ્યો છે. ઉપરોક્ત દેશો વચ્ચે RCEP કરાર થઇ જાય તો ભારતના ઉત્પાદકો અને વ્યાપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે કેમકે ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા, કિંમત, પડતર વગેરે બીજા દેશોને ટક્કર આપી શકે તેમ નથી. આમ, RCEP ભારતના સમગ્ર માર્કેટને ગળી જાય એવી દહેશત સેવાય રહી છે.

સૌથી મોટી દહેશત ભારતના બજારોમાં ચાઇનીઝ માલના ગંજ ખડકાય જશે

RCEP એગ્રીમેન્ટ થાય તો સૌથી મોટી દહેશત એ છે કે હાલમાં ચીનથી ઇમ્પોર્ટ થતાં માલસામાન પર થોડા ગણા નિયંત્રણો લદાયેલા છે પણ જો RCEP લાગૂ થાય તો પછી ચીનનો માલ ભારતમાં આવતા કોઇ રોકી શકશે નહીં કે તેના પર કોઇ ટેક્સ લાગૂ થશે નહીં. સૌથી મોટી અસર ટેક્સટાઇલ અને ડેરી ઉદ્યોગ પર પડે તેવી શક્યતા છે.

RCEPની વ્યાપક અસર સૂરત પર વર્તાશે

જાણકારો કહે છે કે RCEPની સૌથી મોટી અસર સૂરતના અર્થતંત્ર પર વર્તાવાની શક્યતા છે. હાલમાં આમેય ચાઇનીઝ બનાવટના કાપડ વાયા બાંગ્લાદેશ, શ્રીલંકા થઇને ઇન્ડિયામાં ડમ્પ થઇ રહ્યા છે પણ RCEPના આવ્યા બાદ તો ચાઇનાનો માલ ખુલ્લે આમ ભારતમાં ખડકાશે અને સૂરતમાં ઉત્પાદિત કાપડના વેચાણ સામે મોટું જોખમ ઉભું થાય તેમ છે. એવી જ રીતે ગુજરાતના મોટામાં મોટા ડેરી ઉદ્યોગમાં ગણના પામતી સૂરતની સુમુલ ડેરી પર પણ RCEP ના આગમન બાદ મોટી અસર થવાની શક્યતા છે. RCEPના પાર્ટનર કન્ટ્રીમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે આ બન્ને દેશો દૂધ અને દૂધની બનાવટો ભારતના બજારોમાં બેરોકટોક મોકલશે. સ્વાભાવિક છે કે ભારતની પ્રોડક્ટસ સામે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્રોડેક્ટસની ગુણવત્તા, કોસ્ટ બધી રીતે સારી હોઇ, સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર પહોંચે તેવી શક્યતા છે.

ડેરી ઉદ્યોગ પર RCEPની મોટી અસર થશે એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ સારી રીતે જાણે છે અને છેલ્લા એક વર્ષથી એન.ડી.ડી.બી. RCEP સામે ઝુંબેશ ચલાવી રહી છે.

નવેમ્બર 2019માં RCEP એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવાની મુદત

આગામી નવેમ્બર 2019માં કહેવાય છે કે ભારતે RCEPમાં જોડાવું છે કે નહીં એ નક્કી કરી દેવું પડશે. RCEP 2012માં આકાર પામ્યો હતો એ પછી અનેક વાંધા, સૂચનો વગેરે વચ્ચે ભારત અત્યાર સુધી RCEPથી દૂર રહ્યું છે પરંતુ, હવે RCEP સાથે જોડાયેલા બાકી દેશો ભારત પર આ કરાર અંગે નિર્ણય લેવાનું દબાણ બનાવી રહ્યા છે. પરીણામ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ RCEP સંબધિત તમામ મુદ્દાઓ હાથ પર લીધા છે.

ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ, લિંક ક્લીક કરીને વાંચો મોદીએ કેમ હાથ પર લેવા પડ્યા આરસેપના મુદ્દાઓ

https://economictimes.indiatimes.com/news/economy/foreign-trade/pm-modi-to-take-a-call-on-all-pending-rcep-issues/articleshow/71589645.cms

સૂરતમાં ચેમ્બર ઓફ કોમર્સે 16મી ઓક્ટોબર 2019ના રોજ મહત્વની મિટીંગ યોજી

સૂરતમાં RCEP અંગે ભવિષ્યની રણનીતિ શું, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્ટેન્ડ કેવું રહેશે, કેવી રીતે સરકાર અને કેન્દ્રને સૂરતના ઉદ્યોગોને પડનારી RCEP ની અસરોથી માહિતગાર કરવામાં આવશે એ અંગે હાલમાં શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શ્રી મિતિશભાઇ મોદી RCEP ના તમામ પાસાઓની ચકાસણી કરી રહ્યા છે. આ અંગે એક અગત્યની બેઠક તા.16મી ઓક્ટોબર 2019ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજવામાં આવી છે.

RCEP in Brief

The Regional Comprehensive Economic Partnership (RCEP) is a proposed free trade agreement (FTA) between the ten member states of the Association of Southeast Asian Nations (ASEAN) (Brunei, Cambodia, Indonesia, Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam) and its six FTA partners (China, Japan, India, South Korea, Australia and New Zealand).

RCEP negotiations were formally launched in November 2012 at the ASEAN Summit in Cambodia

the proposed RCEP would cover almost every aspect of economy such as goods, services, investment, economic and technical cooperation, intellectual property rights (IPR), rules of origin, competition and dispute settlement.