CIA ALERT
12. May 2024
October 16, 20193min12000

Related Articles



मेरे अंगने में RCEP का क्या काम है ? जो है नामवाला (Industries) वोही तो भयभीत है : RCEP સામે યુદ્ધ એ જ કલ્યાણ

Share On :
Print Friendly, PDF & Email

સૂરત, ભીવંડી, મુંબઇ, અમદાવાદના ઉદ્યોગ-ધંધાર્થીઓ RCEP અંગે કેન્દ્ર પાસે માગશે જાણકારી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી નવેમ્બર 2019માં જેના પર ભારત સરકાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે એ રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમીક પાર્ટનરશીપ RCEP થી સૂરત, મુંબઇ, ભીવંડી વગેરેમાં વિકસેલા ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી અસર થશે અને એવો પણ ભય છે કે સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નામશેષ થઇ જાય. ચાઇના, હોંગકોંગ સમેતના દેશો સામે ભારતીય ઉત્પાદકો ટક્કર આપી નહીં શકે એવા RCEP અને 16 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ શું કામ અને કેન્દ્ર સરકારનો હેતુ શું એવી વિગતો માગવાનો નિર્ણય આજે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ RCEPના મુદ્દે યોજાયેલી તમામ ઘટકસંઘોના આગેવાનોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કેતન દેસાઇ અને ઉપપ્રમુખ દિનેશભાઇ નાવડીયાએ સૂચિત RCEP સામે સ્થાનિક ઉદ્યોગકારો, કારખાનેદારો વતી કેન્દ્ર સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી શકાય એ માટેનો સેન્સ લેવા માટે આજે બેઠક યોજી હતી. જેમાં સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા યાર્ન, વિવીંગ, નીટીંગ, ટ્રેડિંગ અને ગારમેન્ટિંગ તમામ સેક્ટર સાથે સંકળાયેલા તમામ ઘટક સંઘો, અગ્રણી ઉધોગગૃહો તેમજ ઉદ્યોગપતિઓ ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઇ, ભીવંડી અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ઉદ્યોગપતિઓએ ભાગ લઇને RCEP અંગે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

બપોરે 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગમાં 135 મિનિટ જેટલી મેરેથોન ચર્ચા ચાલી હતી. તમામનો સૂર એક જ હતો કે રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ અન્વયે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને કારણે સ્થાનિક ઉત્પાદકો, વેપારીઓને મોટું નુકસાન છે કેમકે ચીન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશો બિલકુલ આસાનીથી ભારતના માર્કેટમાં પોતાના માલ કોઇપણ પ્રકારના ટેક્સ, ચાર્જ વગર ખડકી દેશે. સૂરત સમેત ભારતના ઉદ્યોગ પાસે એવી ક્વોલિટીનો માલ નથી હોતો કે નથી બનતો જે બહારના દેશોના ઉત્પાદકો બનાવી શકે. આથી સ્થાનિક ઉદ્યોગો પાયમાલ થઇ જશે.

RCEPની સૌથી માઠી અસર ટેક્સટાઇલ ઉદ્યોગકારો પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. 135 મિનિટની મેરેથોન ચર્ચાના અંતે એવો નિષ્કર્ષ આવ્યો કે RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપનો મુસદ્દો જ ચેમ્બર ઓફ કોમર્સ કે અન્ય કોઇ સંસ્થા સંગઠન પાસે નથી, તો કેન્દ્ર સરકારને કે અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆતો શું કરવી, પરીણામે બેઠકના અંતે સર્વાનુમતે એવું નક્કી કરાયું કે બનતી ત્વરાએ કેન્દ્ર સરકારના સક્ષમ મંત્રી પાસે સમય માગીને સૂચિત RCEP નો મુસદ્દો તેમજ કેન્દ્ર સરકારની આ વિષયે શું નીતિ રહેવાની છે એની જાણકારી માગવામાં આવે અને એ પછી ભાવિ લડત કે રજૂઆતોનું સ્વરૂપ નક્કી કરવામાં આવે.

આજની બેઠકમાં ધારદાર રજૂઆતો કરનારાઓમાં

  • રજનિકાંતભાઇ બચકાણીવાળા – ચેમ્બર પાસે ડેટા બેઝ, ઇકોનોમિસ્ટસ હોવો જોઇએ
  • નારાયણભાઇ અગરવાલ – એન્ટીંગ ડમ્પીંગ ડ્યૂટીના ઇશ્યુઝ પર લડવું જોઇએ
  • નવીનભાઇ ઠક્કર – આક્રમક રજૂઆતો જરૂરી
  • મિતિશભાઇ મોદી (સી.એ.) – તમામ ઉદ્યોગકારો વતી મુદ્દાસર લડત જરૂરી
  • રાકેશભાઇ ચૌધરી (પ્રતિભા ગ્રુપ) – રોદણાં રોવાનું બંધ કરીને ડેટા આધારીત રજૂઆતો
  • ભરતભાઇ ગાંધી – RCEP વન-વે છે એક વાર ઘૂસ્યા પછી નીકળવાનો કોઇ રસ્તો નથી
  • ગીરધરગોપાલ મુંદડાજી – ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની જરૂર શું
  • અશોકભાઇ જીરાવાલા – એક થઇને ઉંચા અવાજે લડીશું નહીં તો પતી જઇશું
  • આશિષભાઇ ગુજરાતી – જીએસટી આઇટીસીમાં વિવર્સ લડ્યા એમ લડવું પડશે
  • મયુરભાઇ ગોળવાલા – RCEP નો ડ્રાફ્ટ પહેલા મેળવો અને પછી લડત નક્કી કરો
  • હિંમતભાઇ પટેલ – સરવાળે નુકસાન કારક છે RCEP
  • હરીભાઇ કથિરીયા – ટેક્સટાઇલના તમામ ઘટકો એ એક થઇને લડવું જરૂરી
  • મનોજભાઇ અગરવાલ – ફોસ્ટા લડતમાં ખભે ખભા મિલાવીને સાથ આપશે
  • ધીરુભાઇ દેસાઇ – યુદ્ધ એ જ કલ્યાણ
  • બંદનાબેન ભટ્ટાચાર્ય – એગ્રેસિવ રિઝલ્ટ ઓરીએન્ટેડ લડત જરૂરી
  • બ્રિજેશભાઇ ગોંડલિયા – RCEP થી ટેક્સટાઇલના કોઇ સેક્ટરને ફાયદો નથી
  • લલિતભાઇ ચાંડક – એક થઇને લડવું એ જ સાચી દિશાની લડત
  • હેમંતભાઇ દેસાઇ– ઇનડાયરેક્ટ ટેક્સીસ સામે સરકારને કહેવું જોઇએ
  • સમેત અનેક આગેવાનોઓ RCEPના મુદ્દા પર પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.

બહારગામથી આવેલા ઉદ્યોગકારોએ શું કહ્યું

ભીવંડી પાવરલૂમ્સ વિવર્સ એસોએશનના આગેવાન પૂનિત ખીમસીયા, સરોશ શેખ, હિરેનભાઇ નાગરા, મુંબઇના અનુરાગ પોદ્દાર સમેત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહીને એક સાથે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ભીવંડી પાવરલૂમ એસોસિએશનના શ્રી પુનીત ખીમસીયાએ જણાવ્યુ હતુ કે, ભારત નવેમ્બર ર૦૧૯માં ૧પ જેટલા દેશો આરસેપ અંગેનો કરાર કરવા જઇ રહી છે. આ દેશોમાં ચાઇનાનો પણ સમાવેશ થાય છે. ચાઇના ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ભારતમાં ડમ્પ કરશે. જેની માઠી અસર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેનલ ઉપર પડશે.

ભીવંડીના શ્રી સરોજભાઇએ જણાવ્યુ હતુ કે, ચાઇના પાસે અત્યારે પ૦ બિલીયન ડોલરનો માલ પડેલો છે. આરસેપ કરારમાં ભારત સિવાય અન્ય કોઇ વિશાળ માર્કેેટ ચાઇના માટે નથી. ભારતે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે કેપીટલ કોસ્ટ ઘટાડીને ઇન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવુ પડશે. ઇન્ડસ્ટ્રીને પગભર થવા માટે પાંચથી દસ વર્ષનો સમય આપવો જોઇએ.

આદિત્ય બિરલા ગૃપમાંથી શ્રી કિરણભાઇ પંડયાએ જણાવ્યુ હતુ કે, ચાઇનાને કોઇપણ હિસાબે તાત્કાલિક વિશાળ માર્કેટ જોઇએ. તેને પોતાની નજીકનું માર્કેટ ભારતમાં જ મળી રહેશે. આરસેપ કરાર થતાની સાથે જ ચાઇના પોતાની પાસેનો કાપડનો તમામ જથ્થો ભારતના વિશાળ માર્કેટમાં ડમ્પ કરશે. જેથી વિસ્કોસ વેલ્યુ ચેઇન આખેઆખી ડિસ્ટર્બ થશે. સરકારના મેક ઇન ઇન્ડીયા પ્રોજેકટને પણ ગંભીર અસર થશે.

ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ શું કહ્યું

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ અંતે એવુ સૂચન કર્યુ હતુ કે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના આગેવાનો મળીને દસથી પંદર જણાનુ એક પ્રતિનિધી મંડળ ચેમ્બરના નેજા હેઠળ નવી દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળશે. આરસેપ કરાર કરવામાં સરકારને શું રસ છે તે બાબત સમજીને સરકારશ્રીને આ અંગે અસરકારક રજૂઆત કરવામાં આવશે. પ્રમુખશ્રીના આ સૂચનને સર્વેએ આવકાર્યુ હતુ અને નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. ટેક્ષ્ટાઇલ બાદ ડેરી, એગ્રી અને હેવી સહિતની અન્ય ઇન્ડસ્ટ્રીની મુશ્કેલી સમજવા માટે પણ ચેમ્બરમાં મિટીંગનું આયોજન કરવાનું નકકી થયુ હતુ.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ, નીટિંગ, સ્પીનર્સ, પ્રોસેસિંગ અને ગારમેન્ટીંગ સેકટરના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત મુંબઇ, ભીવંડી, માલેગાંવ, ઇચ્છલકરંજી અને અમદાવાદ ખાતેથી વિવિધ પાવરલૂમ્સ એસોસિએશનના પ્રતિનિધીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ઉપસ્થિત સર્વેએ આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ભય હોવાનો મત વ્યકત કરી આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને દૂર રાખવા માટે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ.


Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :