CIA ALERT

Blog - Page 388 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 28, 2020
iran.jpg
1min6400

ઇરાનમાં કોરોના વાઇરસને કારણે છેલ્લા ૨૪ કલાકમાં વધુ સાતના મોંત નોંધાતા મરણાંક ૨૬ પર પહોંચી ગયો હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયું હતું.

આ સિવાય કોરોના વાઇરસથી પીડાતા વધુ ૧૦૬ કેસ નોંધાવાની સાથે અસરગ્રસ્ત દર્દીઓનો આંકડો ૨૪૫ પર પહોંચી ગયો છે. ચીન બાદ અન્ય દેશમાં કોરોના વાઇરસ અસગ્રસ્તનો આ આંકડો સૌથી વધુ છે, એમ મંત્રાલયના પ્રવક્તા કિઆનાઓશ જહાનપૌરે જણાવ્યું હતું.

સૌથી પહેલા ૧૯મી ફેબ્રુઆરીએ ઇરાને એક જ દિવસમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા હોવાની જાહેરાત કરી હતી.

કોરોના વાઇરસથી પીડાતા નવા કેસમાં સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી બાબતની કમિટીના હેડ મોઝ્તાબા ઝોલ્નૌરનો સમાવેશ થાય છે. સરકારી કોરોના વાઇપસ ટાસ્ક ફોર્સના હેડ નાયબ સ્વાસ્થ્ય પ્રધાન અરાજ હૈરિર્ચી વાઇરસના અસરગ્રસ્ત હોવાની જાહેરાત કરાયાના બે દિવસ બાદ ટોચના સરકારી અધિકારી ઝોલ્નૌર પણ આ વાઇરસથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું.

મધ્ય ઇરાનના શિયાના પવિત્ર શહેર ક્યુઓમમાં ધર્મગુરુમાં સૌથી પ્રથમ આ વાઇરસના લક્ષણો જણાયા હતા.

ઇરાનના સત્તાવાળાઓએ બુધવારે અસરગ્રસ્તોના એક જગ્યાથી બીજી જગ્યા પર પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

February 25, 2020
mirchi1.jpg
1min7280

છેલ્લા ૪ વર્ષથી રેડિયો મિર્ચી ૯૮.૩ એફએમ સમગ્ર ભારતમાં એક અલગ જ પ્રકારની દોડનું આયોજન કરે છે. સુરતમાં આ વખતે વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સાથે આ ભવ્ય મિર્ચી નિઓન રન નું આયોજન કરવામાં આવ્યું હતું .

કુલ ૪૬૯૨ લોકોએ આ ૫ કિમી દોડમાં ભાગ લીધો હતો. આ દોડ તમામ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે કારણકે એ રાત્રે થાય છે અને એમાં તમામ સ્પર્ધકો નિઓન કલરના કપડાં સાથે દોડે છે.. અંધારામાં આ કલર ચમકે છે અને એક અલગ જ દુનિયા સર્જાય છે.

સુરત મહાનરપાલિકા કમિશનર શ્રી બંછનિધિપાની, રેડિયો મિર્ચીના ગુજરાત હેડ બિથીન્દ્ર બિશ્વાસ, સમિત શાહ, હર્ષવર્ધન વ્યાસ, પ્રોગ્રામ હેડ પાર્થ દેસાઈ સહિત વિવિધ કૉલેજના પ્રિન્સીપાલ એ આ દોડની શરૂઆત કરાવી હતી.

૫ કિમી ની દોડ બાદ તમામ VIP road ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા.કોલકતા થી આવેલા ભારતના પ્રસિદ્ધ કલબ મિર્ચી ના ડીજે રિચાર્ડ દ્વારા ડીજે મિક્સમાં તમામ લોકો મન મૂકીને નાચ્યા હતા. આ પેહલા કલ્ટ સ્પોર્ટ્સ દ્વારા નમ ફિટનેસ સેશન અને માનસી દ્વારા ઝુંબા સેશન વોર્મ અપમાં તમામે ભાગ લીધો હતો.

મિર્ચી ના આરજે હર્ષ , કૃતાર્થ , પરીમાં અને ઉમંગ દ્વારા આ કાર્યક્રમ નું સફળ સંચાલન કરાયું હતું.

તમામ દોડવીરો માટે મિલ્કોગ્રફી દ્વારા ફ્રી માં લો ફેટ દુધ નું વિતરણ કરાયું હતું જ્યારે પરફેક્ટ ડાયોગને સ્ટિક દ્વારા ફ્રી બ્લડ ચેક અપ ની સેવા અપાઈ હતી.

આ નિઓન રન ના અંતે મિર્ચી હેડ બીથિન્દ્ર બિશ્વાસ એ જણાવ્યું હતું કે શહેરીજનો ના દર વર્ષના ઉત્સાહને જોઈ ને મિર્ચી દ્વારા આ નિઓન રન નું આયોજન કરવાનો અમને સંતોષ થાય છે. તેમણે તમામ દોડવીરો અને શહેરીજનો નો આભાર માન્યો હતો.

February 23, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6910

સુરત:22.02.20-  ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે સમગ્ર વિશ્વમાં અલગ અલગ જાતિ, ધર્મ, પરંપરા, આર્થિક અને સામાજિક સ્થિતિ , અને રાષ્ટ્રીયતા ના લોકોને જોડ્યાં છે. 156 દેશોમાં ફેલાયેલા આ સમુદાયને એક પરિવાર તરીકે જોડીને વસુધૈવ કુટુંમ્બક્મ ના સિદ્ધાંતને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.

ગુરુદેવનો સંદેશ એકદમ સરળ છે: “પ્રેમ અને શાંતિ દ્વારા નફરત અને હિંસાને જીતી શકાય છે.” આ સંદેશ ફક્ત એક સૂત્ર નથી, પણ આર્ટ ઓફ લિવિંગ દ્વારા એના સતત કાર્યો થી પુરવાર કરવામાં આવ્યું છે.

આર્ટ ઓફ લિવિંગ દ્વારા ઘણા અને ખુબ અસરકારક શૈક્ષણિક અને આત્મવિકાસ ના કાર્યક્રમો ચલાવવામાં આવે છે કે જે તણાવ દૂર કરવામાં સહાયરૂપ થાય છે.  આ કાર્યક્રમો અને સાધનો દ્વારા ઊંડા અને ગહન આંતરિક શાંતિ, સુખ, અને સુખાકારી ને દરેક વ્યક્તિ હાંસલ કરી શકે છે. 

આ કાર્યક્રમો, કે જેમાં શ્વાસ તકનિક, ધ્યાન, યોગ, અને રોજબરોજના જીવનમાં વ્યવહારુ અનુભવ અને જ્ઞાન નો સમાવેશ થાય છે, ની મદદથી વિશ્વ્ભરમાં લખો લોકો પોતાના જીવન ને સંપૂર્ણપણે પરિવર્તિત કરી ચુક્યા છે. 

આ ખૂજબ સુંદર કાર્યક્રમને ખુદ ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, અને આર્ટ ઓફ લિવિંગ નાં વરિષ્ઠ અને ખુબજ અનુભવી ફેકલ્ટી રાજેશભાઈ સિંઘલ દ્વારા મનીબા પાર્ક, વીઆઈ પી રોડ, વેસુ, સુરત ખાતે પ્રસ્તુત કરવામાં આવશે. અમે સુરતના લોકોને આ કાર્યક્રમનો લાભ લેવા માટે આહવાન કરીયે છે.

તારીખ ૨૭ થી ૨૯ ફેબ્રુઆરી સવારે ૬ થી ૯ અને સાંજે ૬ થી ૯ ઍમ બે બૅચ રહેશે. તા.૧ માચૅ સવારે ૬ થી ૧૨ બન્ને બેચ સાથે રહેશે. આમંત્રિતો પોતાને અનુકૂળ હોય તે બૅચમા ભાગ લઇ શકશે. આમંત્રિતોએ ચારેય દિવસ ફરજીયાત હાજર રહેવું પડશે.

February 23, 2020
coronavirus.jpg
1min5690

જીવલેણ કોરોના વાઈરસને કારણેે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીયોને સિંગોપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. કાઠમંડુ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને મલયેશિયાથી આવતા પ્રવાસીઓનું ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગ કરવાનું સોમવારથી શરૂ કરવાની યોજના હોવાનું તેમણે કહ્યું હતું.

હાલ ચીન, હૉંગકૉંગ, થાઈલૅન્ડ, દ. કોરિયા, સિંગાપોર અને જાપાનથી આવતા પ્રવાસીઓનું દેશના નક્કી કરાયેલા ૨૧ હવાઈમથકે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

નવા જીવલેણ કોરોના વાઈરસ સામે લડવા માટે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા સજ્જ છે, ક્યા પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા કૅબિનેટ સચિવના અધ્યક્ષપદ હેઠળ મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું. આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લોકોને સિંગાપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૧૮૦૫ પ્રવાસીઓને દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા હોવા ઉપરાંત

વધુમાં ૩,૯૭,૧૫૨ વિમાની પ્રવાસી અને ૯,૬૯૫ નૌકાપ્રવાસીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

February 22, 2020
gseb-1280x720.jpg
1min6780

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવામાં આવનારી પરીક્ષા માટે પ્રથમ વખત ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળતો હતો. આ વખતે ધો.૧૦માં જંગી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થી ગતવર્ષ કરતા ઓછા નોંધાયા છે. ધો.૧૨ સાયન્સમાં ૪ હજાર વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. આમ, કુલ ૮૨ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. 

અત્યાર સુધી બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ગતવર્ષ કરતા વધતી હતી. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે ધો.૧૦માં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯ની પરીક્ષા વખતે ધો.૧૦માં ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

2019 કરતા આ વખતે ધો.૧૦માં ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૦ની પરીક્ષામાં ૧૧.૦૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ૨૦૧૮ની સરખામણીમાં પણ ચાલુ વર્ષે ૧૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધો.૧૦માં છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રથમ વખત આંકડો ૧૧ લાખ કરતા ઓછો થયો છે.

આ પહેલા ૨૦૧૯, ૨૦૧૮ અને ૨૦૧૭માં ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧ લાખ કરતા વધુ હતી. 
જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે એટલે કે, ૨૦૧૯માં ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૫.૩૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

2019 કરતા આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર ૪.૭૬ લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે ધો.૧૨ સાયન્સની વાત કરીએ તો ચાલુ વર્ષે ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯માં ધો.૧૨ સાયન્સમાં ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાયન્સમાં પણ ૪ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. આમ, ધો.૧૦માં ૭૨ હજાર, સાયન્સમાં ૪ હજાર અને સામાન્ય પ્રવાહમાં ૬ હજાર મળી આ વખતે ૮૨ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. 

કયા વર્ષે કેટલા વિદ્યાર્થી નોંધાયા
વર્ષ     ધો- ૧૦   ધો-૧૨ સાયન્સ    ધો-૧૨ જનરલ
૨૦૧૭    ૧૧.૦૨ લાખ    ૧.૪૧ લાખ        ૫.૧૪ લાખ
૨૦૧૮    ૧૧.૦૩ લાખ    ૧.૩૪ લાખ        ૪.૭૬ લાખ
૨૦૧૯    ૧૧.૫૯ લાખ    ૧.૪૭ લાખ        ૫.૩૩ લાખ
૨૦૨૦    ૧૦.૮૭ લાખ    ૧.૪૩ લાખ        ૫.૨૭ લાખ

February 21, 2020
CIA_Live_Logo_New2.jpg
1min480

દરેક સંકટમાં એક તક પણ : બાંગ્લાદેશ-શ્રીલંકામાં ચીની ફેબ્રિકનું ડમ્પિંગ ઠપ : ભારતીય ફેબ્રિકની ડિમાંડ વધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા દોઢ મહિનાથી ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસને પગલે ચીની ઉદ્યોગ ધંધા તેમની ક્ષમતા કરતા 25 ટકા કેપેસીટી પર આવી ચૂક્યા છે. ચીની ઉત્પાદકોનું ઉત્પાદન ઠપ છે અને તેની અસર ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ પર પણ પડી છે. બાંગ્લાદેશ અને ચીનમાં ઠલવાતા ચીની ફેબ્રિકનો કારોબાર ઠપ થવા પર છે અને હાલમાં આ પરિસ્થિતિનો સીધો ફાયદો ભારતના લોકલ ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને મળી રહ્યાની પુષ્ટી તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલા ઇન્ડીય નીટ ફેરમાં ચોમેરથી મળી હતી.

ઇન્ડિયા નીટ ફેરમાં આવેલા ઉદ્યોગપતિઓએ 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મેળામાં વિવિધ દેશોના 31 ખરીદદારો અને 142 ખરીદનાર કંપનીઓ અને એજન્ટો હાજર રહ્યા હતા. તિરૂપુર, કોઈમ્બતુર, ચેન્નઈ અને કલકત્તાના કુલ 39 મોટા નિકાસકારોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.

એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ શક્તિવેલે જણાવ્યું કે, ચીનમાં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળતાં ભારતીય કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. યુ.એસ., યુ.કે., યુરોપ અને કેનેડાના ખરીદદારો હવે ભારતમાંથી કપડાની ખરીદીમાં વધારો કરી શકે છે, કારણ કે ચીનમાંથી સપ્લાય ખોરવાયો છે. કોઈમ્બતુર નજીક તિરૂપુર ખાતે ત્રણ દિવસીય ભારત નીટ ફેરના સમાપન પર જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે યુરોપિયવ સંઘથી બ્રિટન નીકળવાનો ભારતીય કાપડ ઉદ્યોગને પણ ફાયદો થઈ શકે છે.

આ દરમિયાન કેન્દ્રીય કાપડ મંત્રાલયે કહ્યું કે, ચીનમાં રોગચાળાએ વર્તાવેલ મહામારી વૈશ્વિક એપરલ બજારમાં 20 અબજ ડોલરનો કારોબારની જગ્યા છોડી છે અને ભારતીય ઉદ્યોગે તેનો લાભ ઉઠાવવો જોઈએ. એક કાર્યક્રમમાં ટેક્સટાઇલ સેક્રેટરી રવિ કપૂરે કહ્યું કે, આ રીતે પોતાને પ્રોજેકટ કરવું સારું નથી, પરંતુ દરેક સંકટમાં એક તક છુપાયેલી હોય છે. અમે ચીનને દરેક રીતે સમર્થન આપી રહ્યા છીએ. પરંતુ અમારા માટે એક મોટી તક પણ છે. તેમણે કહ્યું કે ચીને છેલ્લા 3 વર્ષમાં 20 અબજ ડોલરનો ધંધો છોડી દીધો છે. વિયેતનામને તેનો સૌથી વધુ ફાયદો થયો છે.

February 21, 2020
umiya.jpg
1min10630

અમદાવાદમાં એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર રોડ પાસે  100 વીધા જમીનમાં 1000 કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 431 ફૂટ ઉંચાઇધરાવતું વિશ્વનું સૌથી ઉંચુ અને ભવ્ય એવું ઉમિયા માતાજીનું ઐતિહાસિક અને અનેક અજાયબી ધરાવતુમંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે.

વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદિરમાં ગર્ભગૃહમાં મા ઉમિયાની 10 ફૂટથી પણ વધુ ઉંચાઇ ધરાવતી ભવ્ય મૂર્તિ 52(બાવન) ફુટની ઉંચાઇએ સ્થાપિત કરવામાં આવશે. જેથી એક સાથે 10 હજારથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઇ શકશે. આ ઉપરાંત ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા 3000 વૃક્ષો રોપવામાં આવશે.

આગામી તા.28 અને 29 ફેબ્રુઆરી દરમિયાન મંદિરનો ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહ યોજાનાર છે. આ અવસરે મા ઉમિયાની મૂર્તિની ચલ પ્રાણપ્રતિષ્ઠા અને 11 હજાર બહેનો દ્વારા જવારા શોભાયાત્રા સાથે 108 કળશનું પૂજન સહિતના અનેકવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. આ ભવ્ય શિલાન્યાસ સમારોહમાં દેશભરના સાધુ, સંતો, મહંતો, ધર્માચાર્યો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે, એમ આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ, ઉપપ્રમુખ ડી.એન.ગોર અને શિલાન્યાસ સમારોહ કમીટીના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, વિશ્વનું સૌથી ઉંચું માં ઉમિયાનું મંદિર જર્મન આર્કિટેક દોઝેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અહીં મહાદેવજીનું પારાનું શિવલીંગ પણ સ્થાપિત કરવામાં આવશે.  બે દિવસના આ ભવ્ય શિલાન્યાસ સમારોહમાં દેશ-વિદેશમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે.

શ્રીશ્રી રવિશંકર, બીએપીએસના મહંતસ્વામી મહારાજ, આચાર્ય અવિચલદાસજી મહારાજ, જગદ્દગુરુ રામાનંદાચાર્ય સ્વામીરામભદ્રાચાર્યજી, જગદ્દગુરુ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વંભર ભારતી મહારાજ, બ્રહ્મવિહારી સ્વામી, માધવપ્રિયદાસજી સહિત દેશભરના 21થી વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો ખાસ હાજરી અને આશીવર્ચન આપશે.

February 21, 2020
Womens-T20WC.jpg
1min6550

કોઈ આઈ. સી. સી. ટ્રોફી જીતવાથી વંચિત રહેલી ભારતીય મહિલા ક્રિકેટરો ટી-૨૦ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે શુક્રવારે અહીં રમાનારી આરંભિક મેચમાં ટીમના સતત સારા દેખાવની આશા સાથે રમવા ઊતરશે.

ભારતીય ટીમ સતત સારો દેખાવ કરી શકી નથી અને તેનો નક્કર પુરાવો તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ ત્રિકોણી શ્રેણીમાં તેના દેખાવમાંથી મળી શકે છે.

ભારતીય ટીમે પ્રબળ ગણાતી ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મેચ જીતી અને એક હારી હતી અને છેવટે ફાઈનલમાં તેનો આયોજક રાષ્ટ્રની ટીમ સામે પરાજય થયો હતો કે જેમાં ઑસ્ટ્રેલિયાએ છ વાર યોજાયેલ સ્પર્ધામાંથી ટી-૨૦ વર્લ્ડ કપ ચાર વેળા જીત્યો હતો. ભારતને તેની મધ્યમ અને નીચલા ક્રમની બૅટિંગમાં સુધારો કરવાની જરૂર રહે છે.

ઓપનર સ્મૃતિ મંધાના, ૧૬ વર્ષીય શેફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌર પર ભારતની બૅટિંગની મુખ્ય જવાબદારી છે.

બૉલિંગમાં ભારતીય ટીમ સારી ઝડપી ગોલંદાજોની ગેરહાજરીમાં તેની સ્પિનરો પર વધુ આધાર રાખે છે.

ટી-૨૦ ક્રિકેટમાં ભારતની પાંચમા ક્રમની સૌથી સફળ બૉલર શિખા પાંડે ઘણી વેળા ટીમમાં એકમાત્ર ફાસ્ટ બૉલર હોય છે.

ટીમના મુખ્ય કોચ ડબ્લ્યુ. વી. રામનનું માનવું છે કે ભારત જીતવા ફેવરિટ છે.

ઑસ્ટ્રેલિયાની મહિલાઓએ તાજેતરમાં ત્રિકોણી શ્રેણી જીતી ટી-૨૦ વર્લ્ડ કપની સારી તૈયારી કરી હતી.

પણ સ્પર્ધાની આરંભિક મેચ પૂર્વે પોતાની મુખ્ય ઝડપી ગોલંદાજ ટેયલા લેમિન્ક પગની ઈજાના કારણે રમી ન શકનાર હોવાથી કેપ્ટન મેગ લેનિંગની ઑસ્ટ્રેલિયાની ટીમને મોટો ધક્કો પહોંચ્યો છે. ટેયલાએ તેની બૉલિંગમાં વધારેની ઝડપથી ભારતીય બેટધરોને વારંવાર મુશ્કેલીમાં મૂકી હતી.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યે.

February 21, 2020
shambu.jpg
1min6560

આજરોજ તા.21મી ફેબ્રુઆરી 2020ને શુક્વાર, મહાશિવરાત્રીના પર્વની વહેલી સવારથી જ ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવના ભક્તિપર્વ શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા દરેક શિવાલયોમાં હર્ષોલ્લાસભેર શરૂ થઈ છે.

સોરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિને પહેલી પૂજા મળસ્કે ત્રણ વાગ્યે શરૂ થઇ હતી. વહેલી સવારે આરતી તેમજ ધજા રોહણ બાદ દિવસે હોમ હવન થયા હતા. સવારે નગરમાં પાલખી યાત્રા પણ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી હતી.

ગુજરાતના દરેક જિલ્લાના અનેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિનું પર્વ ઉજવણી શરૂ થયાના અહેવાલો મળ્યા છે.

ભુજમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા યોજાનારી ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વખતે પણ આકર્ષણ જમાવી રહી છે. હમીરસરના કિનારે ૩૫ હજાર ભાવિકો મહાદેવના તહેવારે ભોજનપ્રસાદ ગ્રહણ કરશે.

રાજ્યભરમાં શુક્રવારે મહાશિવરાત્રિના હર હર મહાદેવના નાદ સાથે પર્વની ઉજવણી કરવા માટે શિવમંદિરો સજ્જ બની રહ્યા છે. શિવરાત્રિમાં ભક્તોના પ્રિય એવા ભાંગના પ્રસાદ માટે લોકો આતુર હોય છે. ત્યારે સોમનાથમાં, અમદાવાદના ચકુડીયા મહાદેવ ભાવનગરમાં, જૂનાગઢ તેમ જ ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત ઉપરાત મધ્ય ગુજરાતમાં શિવ મંદિરોમાં રુદ્રી, હવનાદિ કાર્યો પણ જુદા – જુદા મંદિરોમાં યોજાશે.

February 21, 2020
bankloot.jpg
1min5770

મોરબી શહેરની મહેન્દ્રનગર વિસ્તારની બે સરકારી બૅંકોમાં બૅંક ઓફ બરોડા પાંચ શખસો હથિયાર સાથે ઘૂસી કર્મચારીઓને ડરાવી રૂપિયા છ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલોઘટના સ્થળે દોડી આવ્યો હતો. મોરબીના મહેન્દ્રનગરની બૅંક ઑફ બરોડા શાખા અને દેના બૅંકમાં પાંચ શખસો હથિયાર સાથે ઘૂસ્યા હતા. પાંચેય શખસોએ હથિયાર દેખાડી કર્મચારીઓને ડરાવ્યા હતા અને લૂંટ કરી હતી.

જેમાં બૅંક ઓફ બરોડા બૅંકમાંથી ૪,૫૦,૦૦૦ અને દેના બૅંકમાંથી ૧,૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારા હિન્દીભાષી હોવાનું જાણવા મળ્યું હતું.