CIA ALERT

Blog - Page 387 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7940

સૂરતમાં બિલ્લીપગે ફેલાયો હાથીપગો, રાજ્યમાં સૌથી વધુ 248 કેસ સૂરતથી મળ્યા

ગુજરાતમાંથી હાથીપગા નામનો રોગ નેસ્ત નાબૂદ થઇ ચૂક્યો હોવાની સરકારી જાહેરાતોની ભીંતરમાં ગુજરાતના ચાર જિલ્લાઓમાંથી હાથીપગાના સેંકડો કેસો મળી આવતા રાજ્યનું આરોગ્ય ખાતું હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં હજુ પણ હાથીપગાનો રોગ અસ્તિત્વમાં એની પ્રતીતી કરાવતી બનેલી ઘટનાઓમાં સુરત જિલ્લા અને શહેરના મળીને કુલ ૨૪૮ કેસો હાથીપગાના દર્દીઓના મળી આવ્યા છે, એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં સૂરતને અડીને આવેલા નવસારી જિલ્લામાં ૨૦, રાજકોટ જિલ્લામાં ૧૬ કેસ, જૂનાગઢમાં જિલ્લામાં હાથી પગાના 5 દર્દીઓ મળી આવ્યા હોવાની સત્તાવાર માહિતી સરકારના પ્રવક્તા નીતિન પટેલે આપી છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાથીપગા રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે. નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે જેમને કાયમી ધોરણે વિનામૂલ્યે દવાની સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

હાથીપગા રોગના નોંધાયેલા દર્દીઓના અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

February 29, 2020
sweetbox.png
1min7410

નાગરિકોનું આરોગ્ય જોખમાય નહીં તથા નાગરિકો શુદ્ધ તથા સાત્વિક મીઠાઈઓ આરોગી શકે તે માટે મીઠાઈ ઉત્પાદકોએ પ્રિ-પેકેઝડ મીઠાઈ ઉપર ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત છાપવાની રહેશે એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયા દ્વારા જણાવ્યું હતું.

કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી મીઠાઈની ગુણવત્તા જોખમાય નહીં તે હેતુથી પરંપરાગત રીતે બનાવાતી દૂધની મીઠાઈઓનું વેચાણ કરતી વખતે પેકેટ ઉપર તથા જે મીઠાઈના વેપારીઓ લુઝ અથવા પેકિંગ કર્યાં વિના મીઠાઈનું વેચાણ કરતાં હોય તેમણે મીઠાઈની ટ્રે ઉપર ઉત્પાદન તારીખ અને બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત જણાવવાની રહેશે.

ઉત્પાદનની બેસ્ટ બીફોર તારીખ જે તે વિસ્તાર, જે તે સમયનું તાપમાન તથા ઉત્પાદનના પ્રકારને ધ્યાને રાખી નક્કી કરવાની રહેશે. ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ જણાવ્યા વગર મીઠાઈનું વેચાણ કરનાર વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

February 29, 2020
coronavirus.jpg
1min7420

ચીનના કોરોના વાઇરસની ઝપટમાં વધુને વધુ દેશ આવી રહ્યા છે. નેધરલેન્ડમાં વાઇરસથી અસરગ્રસ્ત પ્રથમ કેસ સામે આવ્યો છે. વાઇરસથી ચીન સિવાય સૌથી અસર પામેલા યુરોપના ઇટાલી શહેરથી આવેલા નેધરલેન્ડની વ્યક્તિને વાઇરસનો ચેપ લાગ્યો છે, એમ નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું.

વાઇરસથી અસરગ્રસ્ત વ્યક્તિને ટીલબર્ગની હોસ્પિટલમાં એક અલગ વોર્ડમાં રખાયો છે, એમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટે કહ્યું હતું. વાઇરસનો ઇન્ફ્ેક્શન વધુ ફેલાતો અટકાવવા તમામને કાળજી લેવા સલાહ અપાઇ છે નેધરલેન્ડના અસરગ્રસ્ત વ્યક્તિએ ઇટાલીના અનેક શહેરની મુલાકાત લીધી હતી તેમાં ક્યાંક ચેપ લાગ્યો હશે.

ન્યૂ ઝીલેન્ડમાં કોરોના વાઇરસથી અસરગ્રસ્ત પ્રથમ કેસ નોંધાયો છે. વાઇરસથી વધુ અસર પામેલા ઇરાનથી ન્યૂ ઝીલેન્ડનો નાગરિક આવ્યા બાદ આ કેસ સામે આવ્યો છે. ઇરાનથી વાયા ઇન્ડોનેશિયા ના બાલીથી ઓકલેન્ડ પ્રવાસ કરનાર પેસેન્જરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ૬૦ વર્ષની મહિલાની ઓકલેન્ડની સિટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને સુધારાની સ્થિતિ જોવાઇ છે. વાઇરસ પ્રસરે નહીં તે માટેના પ્રયાસ ચાલુ છે. ન્યૂ ઝીલેન્ડની મહિલા ઓકલેન્ડમાં બુધવારે આવ્યા બાદ આ વાઇરસની અસર જાણવા મળી હતી. બાલીથી ઓકલેન્ડ આવેલા અન્ય કોઇ પેસેન્જરે પણ ઓથોરિટીનો સંપર્ક કરવો એમ કહેવાયુ છે. ન્યૂ ઝીલેન્ડના આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે ઇરાનથી આવનારા પ્રવાસીઓ પર કડક પ્રતિબંધ મુકાયો છે ચીનથી આવતાં પ્રવાસીઓ પર જેવો પ્રતિબંધ છે તે ઇરાનને લાગુ કરાશે. ઇરાનમાં વાઇરસથી ૨૬ના મોત થયા છે. ઇટાલી અને દક્ષિણ કોરિયા પણ વધારે અસરગ્રસ્ત છે.

February 28, 2020
sensex_down.jpg
1min4680

કોરોનાની ગંભીર અસરના ભયે શુક્રવારે બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1448 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,087.47 અને નીચામાં 38,219.97 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 1448.37 પોઈન્ટ્સ અથવા 3.64 ટકાના જંગી કડાકા સાથે 38,297.29 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,384.80 અને નીચામાં 11,175.05 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 414.10 પોઈન્ટ્સ અથવા 3.56 ટકા તૂટીને 11,219.20 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.13 ટકા અને 3.52 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

તા.27મી ફેબ્રુઆરીને ગુરુવારે વિશ્વભરના બજારોમાં કડાકાની અસર આજે તા.28મી ફેબ્રુઆરીને શુક્રવારે સવારે એશિયાના બજારોમાં પણ જોવા મળી હતી. કોરોનાની ગંભીર અસરના ભયે આજે સવારે વિશ્વના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1100 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો બોલી ગયો હતો.

આજે સવારે શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યું હતું. સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1118.75 પોઈન્ટ્સ અથવા 2.81 ટકાના જંગી કડાકા સાથે 38,626.91 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 339.35 પોઈન્ટ્સ અથવા 2.92 ટકા તૂટીને 11,293.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.64 ટકા અને 3.51 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

February 28, 2020
SGCCI.jpg
1min5130

આજરોજ તા.28મી ફેબ્રુઆરી 2020ને શુક્રવારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર આયોજિત મેગા બિલ્ડ એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

આજથી તા.ર માર્ચ ર૦ર૦ દરમિયાન ચાર દિવસ માટે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આયોજક સંસ્થાઓ

ચેમ્બર દ્વારા સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશન, સુરત સિરામીક એસોસિએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ એસોસિએશન, સુરત પેન્ટ્‌સ મર્ચન્ટ એસોસિએશન, સુરત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ્‌સ એસોસિએશન, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસિએશન અને સુરત ફર્નીચર એસોસિએશનની સાથે મળીને ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ અંગે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝમાં હાલની માર્કેટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગ મટીરિયલ્સ પ્રોડકટને બુસ્ટઅપ કરવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનને કારણે ગ્રાહકોને પ્રોડકટની ડિટેલ આસાનીથી મળી રહેશે.

સુરતમાં વસતિ વધારાને સમાવવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત પડવાની હોવાથી નવા ટાઉન પ્લાનીંગ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ૬૬ જેટલી નવી ડ્રાફટ ટીપી સ્કીમો તૈયાર કરી છે અને રાજય સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે આગળ ધપાવી છે. સુરત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સમાવિષ્ટ છે અને દક્ષિણ ગુજરાત પણ ગુજરાત રાજયમાં માથાદીઠ આવકમાં મોખરે હોવાથી લોકોની ખરીદશકિત પણ વધારે છે. દક્ષિણ ગુજરાતના શહેરોમાં મોડર્ન કન્સ્ટ્રકશન સિસ્ટમને સ્વીકારવામાં આવી છે ત્યારે રીયલ એસ્ટેટને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે આ પ્રદર્શન ખૂબ જ મહત્વનું બની રહેશે.

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૯૦ હજાર સ્કવેર ફૂટ એરીયામાં મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન યોજાશે. જેમાં ફર્નીચર એન્ડ સ્ટીલ સેગ્મેન્ટ, ફર્નીચર એન્ડ ફર્નીશીંગ સેગ્મેન્ટ, હાર્ડવેર સેગ્મેન્ટ, સિરામીક સેગ્મેન્ટ, પેન્ટ સેગ્મેન્ટ, ઇલેકટ્રીકલ સેગ્મેન્ટ અને મશીન ટૂલ્સ સેગ્મેન્ટને આવરી લેવામાં આવ્યા છે.

આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વલસાડ, સેલવાસ, જામનગર, હિમ્મતનગર, મોરબી, કચ્છ, મુંબઇ, ઠાણે, હરીયાણા અને ગુડગાવથી કુલ મળીને ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય રાજયોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન’ના ચેરમેન શ્રી હિરેન શાહે જણાવ્યુ હતુ કે, રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સંબંધિત નવી પ્રોડકટ એનર્જી અને કોસ્ટ ઇફેકટીવ હશે. આર્કીટેકટ, ઇન્ટીરીયર ડિઝાઇનર અને જાહેર જનતા સુધી નવી પ્રોડકટ અને તેની પ્રાઇઝ રેટની અવેરનેસ પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ચાર દિવસ દરમિયાન રીયલ એસ્ટેટ સંબંધિત વિવિધ કોન્ફરન્સ અને સેમિનારો યોજાશે. વિવિધ સેગ્મેન્ટમાં નવી ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. બીટુબી મિટીંગો યોજાશે તેમજ બ્રાન્ડ પ્રમોશન માટેની તકો આપવામાં આવશે.

આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શુક્રવારે, તા. ર૮ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસના સ્પેશિયલ સેક્રેટરી એન્ડ ડેવલપમેન્ટ કમિશનર શ્રી રામ મોહન મિશ્રા (આઇએએસ)ના હસ્તે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે હીકોકી પાવર ટૂલ્સ ઇન્ડિયા પ્રા. લિ.ના એકઝીકયુટીવ ડાયરેકટર એન્ડ સેક્રેટરી શ્રી દત્તાત્રય જોશી ઉપસ્થિત રહેશે.

મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શનના આયોજનમાં ડાયમંડ સ્પોન્સર તરીકે શ્રીજી ગૃપ ઓફ કંપની તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે એ–વન ફાયર સેફટી સર્વિસિસ અને ઓલીવ જોડાયુ છે. જયારે સુરત મહાનગરપાલિકા, એચડીએફસી બેંક, એચબીએલએફ, મેરીયોટ સુરત, એરલીન્ક અને આર.કે. ઇન્ફ્રાટેલનો સહકાર પ્રાપ્ત થયો છે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો’ પ્રદર્શન જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે.

February 28, 2020
CORO.jpg
4min5400

રદ થયેલી ટુર્નામેન્ટો

(૧) ૪-૧૦ મેનો શાંઘાઈ ખાતેનો આર્ચરી (તીરંદાજીનો) વર્લ્ડ કપ.

(૨) ૯ ફેબ્રુઆરીની હૉંગ કૉંગ ખાતેની મૅરેથોન.

(૩) ૧૨-૧૩ ફેબ્રુઆરીની હૅન્ગઝોઉ ખાતેની એશિયન ઇન્ડોર ચૅમ્પિયનશિપ.

(૪) ૧૨ એપ્રિલની નૉર્થ કોરિયા ખાતેની મૅરેથોન.

(૫) ૨૧ માર્ચની સૅન્યા ખાતેની ફૉર્મ્યુલા ઇ-પ્રિ ઇવેન્ટ.

(૬) ૩-૮ માર્ચની મુલ્હીમ ખાતેની જર્મન ઓપન બૅડ્મિન્ટન.

(૭) ૧૪-૨૫ માર્ચનો ચીન ખાતેનો ભારતીય મહિલા હૉકી ટીમનો પ્રવાસ.

(૮) માર્ચ-એપ્રિલનો મલયેશિયાનો આયર્લેન્ડની મહિલા હૉકી ટીમનો પ્રવાસ.

(૯) ૨૦-૨૩ ફેબ્રુઆરીની થાઇલૅન્ડ ખાતેની ગૉલ્ફ સ્પર્ધા.

(૧૦) ૫-૮ માર્ચની હૈનન ટાપુ ખાતેની ગૉલ્ફ સ્પર્ધા.

(૧૧) ૨૭ ફેબ્રુઆરીની સિંગાપોર ખાતેની મહિલા ગૉલ્ફ વર્લ્ડ ચૅમ્પિયનશિપ.

(૧૨) ૨૭ માર્ચની જાપાન-સાઉથ આફ્રિકા વચ્ચેની ફ્રેન્ડ્લી ફૂટબૉલ મૅચ.

(૧૩) ૧૨-૧૬ ફેબ્રુઆરીની કઝાખસ્તાન ખાતેની એશિયન વૉટર પોલો ચૅમ્પિયનશિપ નામની સ્વિમિંગ સ્પર્ધા.

(૧૪) ૭-૯ માર્ચની બીજિંગ ખાતેની ડાઇવિંગ (સ્વિમિંગ) વર્લ્ડ સિરીઝ ઇવેન્ટ.

(૧૫) ૧૩-૧૯ એપ્રિલની ક્સિઆન ખાતેની ટેનિસ સ્પર્ધા.

(૧૬) ૩૦ માર્ચ-૫ એપ્રિલની ચાઇના ઓપન સ્નૂકર સ્પર્ધા.

મુલતવી રખાયેલી ટુર્નામેન્ટો

(૧) ૨૨-૨૮ ફેબ્રુઆરીની બંગલાદેશ ખાતેની તીરંદાજીની સ્પર્ધા.

(૨) ૧૩-૧૫ માર્ચની ચીન ખાતેની વર્લ્ડ ઇન્ડોર ઍથ્લેટિક્સ સ્પર્ધા.

(૩) ૨૯ માર્ચની હૉંગ કૉંગ ખાતેની એશિયન ક્રોસ-ક્ધટ્રી ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ.

(૪) ૧૯ એપ્રિલની શાંઘાઈ ખાતેની ફૉર્મ્યુલા-વન ગ્રાં પ્રિ.

(૫) ૨૫ ફેબ્રુઆરી-૧ માર્ચની હૈનન ખાતેની ચાઇના બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૬) ૨૬-૨૯ માર્ચની ક્રૅકોઉ ખાતેની પૉલીશ ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૭) ૨૪-૨૯ માર્ચની હેનોઇ ખાતેની વિયેટનામ બૅડ્મિન્ટન સ્પર્ધા.

(૮) ૮-૯ ફેબ્રુઆરીની ચીન ખાતેની ફીલ્ડ હૉકી સ્પર્ધાની મૅચો.

(૯) ૧૬-૧૯ એપ્રિલની મલયેશિયા ખાતેની યુરોપિયન ટૂર ગૉલ્ફ સ્પર્ધા.

(૧૦) ૨૩ એપ્રિલની ચીનમાં શેન્ઝેન ખાતેની ચાઇન ઓપન ગૉલ્ફ સ્પર્ધા.

(૧૧) ૨૨ ફેબ્રુઆરીની ઇટલી ખાતેની સેરી-એ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૨) ૨૫ ફેબ્રુઆરી-૧૫ માર્ચની જાપાનમાંની જે-લીગ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૩) ૨૬ ફેબ્રુઆરીની તુર્કમેનિસ્તાન ખાતેની એશિયન ફૂટસલ ચૅમ્પિયનશિપ.

(૧૪) એપ્રિલ-મેની ચીન ખાતેની એશિયન ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ સ્પર્ધા.

(૧૫) ૨-૩ માર્ચની ઇરાનની ક્લબોની ફૂટબૉલ મૅચો.

(૧૬) મે-જૂનની સાઉથ કોરિયા ખાતેની વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ.

(૧૭) ૧૬-૨૧ જૂનની બુસૅન ખાતેની સાઉથ કોરિયા ટેબલ ટેનિસ સ્પર્ધા.

(૧૮) ૨૩-૨૮ જૂનની ગીલૉન્ગ ખાતેની ઑસ્ટ્રેલિયન ટેબલ ટેનિસ સ્પર્ધા.

(૧૯) ૧૦ મેનો ચીન ખાતેનો ટ્રાયથ્લોન વર્લ્ડ કપ.

(૨૦) ૮ મેની તાઇવાન ખાતેની એશિયન કપ ટ્રાયથ્લોન સ્પર્ધા.

(૨૧) ૨૨-૨૬ એપ્રિલની ચીન ખાતેની વૉલીબૉલ વિશ્ર્વકપ સ્પર્ધા.

(૨૨) ફેબ્રુઆરી-મેની જાપાન ખાતેની ટોક્યો ઑલિમ્પિક્સ ટ્રેઇનિંગ ઇવેન્ટ.

(૨૩) ૨૧-૨૩ ફેબ્રુઆરીની ચીન ખાતેની વિન્ટર એક્સ ગેમ્સ,

(૨૪) ૨૦ માર્ચની ફિલિપાઇન્સ ખાતેની સાઉથ એશિયન પૅરા ગેમ્સ.

February 28, 2020
Gandhinagar-Gujarat.jpg
1min5080

ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય છે. સુધારેલા અંદાજ મુજબ સરકારનું જાહેર દેવું રૂ.૨,૬૭,૬૫૧ કરોડે પહોંચશે, જે ૨૦૨૦-૨૧ના નવા નાણાંકીય વર્ષના અંતે રૂ. ૨૮,૬૧૭ કરોડ વધીને કુલ રૂ.૨,૯૬,૨૬૮ કરોડ થશે, તેમ રાજ્યના બજેટ દસ્તાવેજોમાં જણાવાયું છે.

રાજ્ય સરકારનું જે કુલ રૂ.૨,૬૭, ૬૫૧ કરોડનું જાહેર દેવું ૩૧મી માર્ચ-૨૦૨૦ના રોજ રહેવાનો અંદાજ દર્શાવાયો છે, તેમાં નાની બચત યોજનાઓ યાને એનએસએસએફની લોનનું દેવું રૂ. ૩૫,૭૫૬ કરોડ, કેન્દ્ર સરકારની રૂ. ૭,૭૦૨ કરોડની લોનનું દેવું, બજાર લોન તથા પાવર બોન્ડનું રૂ. ૨,૦૮,૦૨૩ કરોડનું દેવું તેમ જ બૅંકો-નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનોનું રૂ. ૧૬,૧૬૯ કરોડનું દેવું સામેલ છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, ૨૦૧૯-૨૦ના વર્ષમાં તે રૂ. ૪૪,૦૦૧ કરોડનું કરજ કરશે, જ્યારે ૨૦૧૫-૧૬માં રૂ. ૨૩,૪૮૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૭,૬૬૮ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ.૨૬,૯૫૩ કરોડનું તથા ૨૦૧૮-૧૯માં રૂ.૪૩,૧૪૬ કરોડનું જાહેર દેવું કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે જાહેર દેવા સામે ૨૦૧૫-૧૬માં રૂ. ૧૪,૪૫૬ કરોડનું, ૨૦૧૬-૧૭માં રૂ. ૧૬,૦૮૭ કરોડનું, ૨૦૧૭-૧૮માં રૂ. ૧૭,૧૪૬ કરોડનું, ૨૦૧૮-૧૯માં રૂ. ૧૮,૦૭૭ કરોડનું તેમ જ સુધારેલા અંદાજ મુજબ ૨૦૧૯-૨૦માં રૂ.૨૦,૩૬૫ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. 

February 28, 2020
trains.jpg
1min6100

કચ્છના મુંબઇ તેમજ અન્ય રાજયોમાં સ્થાઇ થયેલા લોકો પણ ભુજ અવારનવાર આવતા હોય છે અને કચ્છમાં પણ પરપ્રાંતિય નોકરીયાત વર્ગ વધારે છે જે પોતાના વતન જવા માટે મોટાભાગે ટ્રેનનો ઉપયોગ કરે છે.

કચ્છથી દોડતી તમામ ટ્રેન મોટાભાગે હાઉસફુલ રહે છે ત્યારે ભુજથી મુંબઇ તેમજ અન્ય રાજયોમાં જતી ત્રણ દિવસ માટે આઠ ટ્રેનના રૂટ રદ્દ કરાયા છે. છતાંય સામખિયાળીથી લાકડિયા સુધીના ૧૫ કિ.મી.ના ડબલ ટ્રેક કરવાની કામગીરી માટે ત્રણ દિવસ સુધી આઠ ટ્રેન પ્રભાવિત કરાઇ છે.

અમુક ટ્રેન તો રદ્દ જ કરી દેવાઇ છે. તો સાતેક ટ્રેન માત્ર અમદાવાદ સુધી જ દોડશે, તેવું રેલવેની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

કચ્છના સામખિયાળીથી લાકડિયા સુધીના ડબલ ટ્રેકની કામગીરી કરવા માટે ત્રણ દિવસ સુધી અમુક ટ્રેન રદ્દ કરાઇ છે તો અમુકના રૂટ ટુંકાવાયા છે.

  • ૨૯ ફેબ્રુઆરીની દાદર-ભુજ, પાલનપુર-ભુજ અને ગાંધીધામ-પાલનપુર રદ્દ કરાઇ છે.
  • તા. ૨૯મીએ ગાંધીધામ-અમદાવાદ વચ્ચે પણ રદ્દ રહેશે.
  • તા. ૨૮ ફેબ્રુઆરી અને તા. ૨૯ ફેબ્રુઆરીના બાન્દ્રા ટર્મિનસ, ભુજ-બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ સુધી જ આવશે.
  • તા. ૨૮મી ફેબ્રુઆરીની બરેલી-ભુજ બરેલી દોડાવાશે જ નહીં.
  • ૨૯મીએ બરેલી એક્સપ્રેસ અમદાવાદ-ભુજ વચ્ચે રદ્દ રહેશે.
  • ૧ માર્ચના ભુજ બરેલી એકસપ્રેસ ભુજ-પાલનપુર વચ્ચે રદ્દ રહેશે.
  • ૨૮ અને ૨૯મીએ જોધપુર-ગાંધીધામ ટ્રેન રદ્દ કરાવાઇ હોવાની રેલવેની સત્તાવાર યાદી જણાવે છે.
February 28, 2020
bhavnagar.png
1min5580

ભાવનગર શહેરમાં ચકચાર મચાવનાર જ્વેલરી શોરૂમના મેનેજમેન્ટ એજન્ટનું અપહરણ કરી રૂપિયા એક કરોડની ખંડણી વસૂલવાના બનાવ અંગે આખરે ૨૫ દિવસ બાદ ફરિયાદ નોંધાવાતા પોલીસે આ બનાવની ગંભીરતા સમજી અપહરણ કરી ખંડણી ઉઘરાવનારા ચાર શખ્ાસો પૈકી ત્રણને ઝડપી લીધા હતા.

શહેરના વઘાવાડી રોડ પર આવેલા જ્વેલરી શોરૂમના મેનેજમેન્ટ એજન્ટ મુકેશ ચણુંલાલ જોધવાણીનું ગત મહિને ચાર શખ્ાસોએ અપહરણ કરી રૂ.૫૦ લાખ રોકડા તથા રૂ.૫૦ લાખની કિંમતના સોનાના ઘરેણાં મળી કુલ એક કરોડની ખંડણી વસૂલ કરી હતી. અપહરણ બાદ ગભરાઈ ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. દરમ્યાન સોની વેપારી ઉપર હુમલાની ઘટના બાદ આ કિસ્સો બહાર આવતા ભાવનગર પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા આ ગુનામાં રોહિત કોતર, યશપાલસિંહ ચુડાસમા, શક્તિસિંહ ચુડાસમા, તથા કલ્પેશ કોતર તેમજ એક અજાણ્યા શખ્ાસની સંડોવણી ખુલતા પોલીસે રોહિત કોતર, યશપાલસિંહ ચુડાસમા તથા શક્તિસિંહ ચુડાસમાની ધરપકડ કરી હતી.

February 28, 2020
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min9670

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પ્રશ્ર્નોતરીકાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ખુલાસો થયો છે. આ અંગે કૉંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્ર્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું હતું કે, ૯ જુલાઈ ૨૦૧૯ના રોજ રાજ્યમાં ૧ લાખ ૪૨ હજાર ૧૪૨ કુપોષિત બાળકો હતા. જે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ૩ લાખ ૮૩ હજાર થયા છે.

છેલ્લા ૬ મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ૨ લાખ ૪૧ હજાર ૬૯૮નો વધારો થયો છે. તેમાં પણ જુલાઈ ૨૦૧૯માં બનાસકાંઠામાં ૬૦૭૧ કુપોષિત બાળકો હતા. જેમાં છેલ્લા છ મહિનામાં ૨૨,૧૯૪ કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા ૨૮,૨૬૫ પર પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૨૬૫ છે. ત્યાર બાદ ૨૬,૦૨૧ બાળકો સાથે આણંદ બીજા ક્રમે, ૨૨,૬૧૩ બાળકો સાથે દાહોદ ત્રીજા ક્રમે, વડોદરા ૨૦,૮૦૬ બાળકો સાથે ચોથા ક્રમે અને ૨૦૦૩૬ બાળકો સાથે પંચમહાલ પાંચમાં નંબર પર છે.