CIA ALERT
06. May 2024
February 28, 20201min2930

Related Articles



સૂરતમાં આજથી 2 માર્ચ સુધી ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’

Share On :
Print Friendly, PDF & Email

આજરોજ તા.28મી ફેબ્રુઆરી 2020ને શુક્રવારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર આયોજિત મેગા બિલ્ડ એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

આજથી તા.ર માર્ચ ર૦ર૦ દરમિયાન ચાર દિવસ માટે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આયોજક સંસ્થાઓ

ચેમ્બર દ્વારા સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશન, સુરત સિરામીક એસોસિએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ એસોસિએશન, સુરત પેન્ટ્‌સ મર્ચન્ટ એસોસિએશન, સુરત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ્‌સ એસોસિએશન, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસિએશન અને સુરત ફર્નીચર એસોસિએશનની સાથે મળીને ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ અંગે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝમાં હાલની માર્કેટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગ મટીરિયલ્સ પ્રોડકટને બુસ્ટઅપ કરવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનને કારણે ગ્રાહકોને પ્રોડકટની ડિટેલ આસાનીથી મળી રહેશે.

સુરતમાં વસતિ વધારાને સમાવવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત પડવાની હોવાથી નવા ટાઉન પ્લાનીંગ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ૬૬ જેટલી નવી ડ્રાફટ ટીપી સ્કીમો તૈયાર કરી છે અને રાજય સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે આગળ ધપાવી છે. સુરત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સમાવિષ્ટ છે અને દક્ષિણ ગુજરાત પણ ગુજરાત રાજયમાં માથાદીઠ આવકમાં મોખરે હોવાથી લોકોની ખરીદશકિત પણ વધારે છે. દક્ષિણ ગુજરાતના શહેરોમાં મોડર્ન કન્સ્ટ્રકશન સિસ્ટમને સ્વીકારવામાં આવી છે ત્યારે રીયલ એસ્ટેટને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે આ પ્રદર્શન ખૂબ જ મહત્વનું બની રહેશે.

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૯૦ હજાર સ્કવેર ફૂટ એરીયામાં મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન યોજાશે. જેમાં ફર્નીચર એન્ડ સ્ટીલ સેગ્મેન્ટ, ફર્નીચર એન્ડ ફર્નીશીંગ સેગ્મેન્ટ, હાર્ડવેર સેગ્મેન્ટ, સિરામીક સેગ્મેન્ટ, પેન્ટ સેગ્મેન્ટ, ઇલેકટ્રીકલ સેગ્મેન્ટ અને મશીન ટૂલ્સ સેગ્મેન્ટને આવરી લેવામાં આવ્યા છે.

આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વલસાડ, સેલવાસ, જામનગર, હિમ્મતનગર, મોરબી, કચ્છ, મુંબઇ, ઠાણે, હરીયાણા અને ગુડગાવથી કુલ મળીને ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય રાજયોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન’ના ચેરમેન શ્રી હિરેન શાહે જણાવ્યુ હતુ કે, રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સંબંધિત નવી પ્રોડકટ એનર્જી અને કોસ્ટ ઇફેકટીવ હશે. આર્કીટેકટ, ઇન્ટીરીયર ડિઝાઇનર અને જાહેર જનતા સુધી નવી પ્રોડકટ અને તેની પ્રાઇઝ રેટની અવેરનેસ પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ચાર દિવસ દરમિયાન રીયલ એસ્ટેટ સંબંધિત વિવિધ કોન્ફરન્સ અને સેમિનારો યોજાશે. વિવિધ સેગ્મેન્ટમાં નવી ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. બીટુબી મિટીંગો યોજાશે તેમજ બ્રાન્ડ પ્રમોશન માટેની તકો આપવામાં આવશે.

આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શુક્રવારે, તા. ર૮ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસના સ્પેશિયલ સેક્રેટરી એન્ડ ડેવલપમેન્ટ કમિશનર શ્રી રામ મોહન મિશ્રા (આઇએએસ)ના હસ્તે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે હીકોકી પાવર ટૂલ્સ ઇન્ડિયા પ્રા. લિ.ના એકઝીકયુટીવ ડાયરેકટર એન્ડ સેક્રેટરી શ્રી દત્તાત્રય જોશી ઉપસ્થિત રહેશે.

મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શનના આયોજનમાં ડાયમંડ સ્પોન્સર તરીકે શ્રીજી ગૃપ ઓફ કંપની તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે એ–વન ફાયર સેફટી સર્વિસિસ અને ઓલીવ જોડાયુ છે. જયારે સુરત મહાનગરપાલિકા, એચડીએફસી બેંક, એચબીએલએફ, મેરીયોટ સુરત, એરલીન્ક અને આર.કે. ઇન્ફ્રાટેલનો સહકાર પ્રાપ્ત થયો છે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો’ પ્રદર્શન જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :