CIA ALERT

Blog - Page 294 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 24, 2020
income-tax-filing.jpg
3min8000
Income Tax Dept to scrutinise 4 lakh taxpayers under new e-assessment system

કેન્દ્ર સરકારે આજરોજ તા.24મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર કરેલી સૂચના અનુસાર ટેક્સ પેયર્સ હવે ઇન્કમટેક્સ રિટર્ન તા.31મી ડિસેમ્બર 2020 સુધી ફાઇલ કરી શકશે. કોવીડ-19 અને તેના કારણે ઉદભવેલી સમસ્યાઓને જોતા ત્રીજા વખત ઇન્કમટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારી છે.

દેશના નાણા મંત્રાલયે આ મુજબ સૂચનાઓ જારી કરી છે

The government on Saturday extended the deadline to file income tax (I-T) returns by individual taxpayers till December 31 for the financial year 2019-20 (FY20) in the wake of the ongoing Covid-19 crisis.

“The due date for furnishing of ITRs for the other (individual) taxpayers [for whom the due date (i.e. before the extension by the said notification) as per the Income Tax Act, 1961 was July 31, 2020] has been extended to December 31, 2020 from November 30, 2020,” the ministry of finance said in a notification.
It also stated that the “due date for furnishing of ITRs for the taxpayers (including their partners) who are required to get their accounts audited [for whom the due date (i.e. before the extension by the said notification) as per the Act is October 31, 2020] has been extended to January 31, 2021.”

The ministry added that the “due date for furnishing of ITRs for the taxpayers who are required to furnish report in respect of international/specified domestic transactions [for whom the due date (i.e. before the extension by the said notification) as per the Act is November 30, 2020] has been extended to January 31, 2021.”

Consequently, the date for furnishing of various audit reports including tax audit report and report in respect of international or specified domestic transaction has also been extended to December 31, 2020, the notification further mentioned.

October 24, 2020
mbbs.jpg
4min11620

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ જાહેર થયા બાદ સૌથી પહેલા એડમિશન પ્રક્રિયા 15 ટકા નેશનલ ક્વોટાની બેઠકો માટે www.mcc.nic.in વેબસાઇટ પર હાથ ધરવામાં આવી છે. 15 ટકા નેશનલ ક્વોટામાં સમગ્ર દેશમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોની 15 ટકા સીટો ઉપરાંત અનેક સેન્ટ્રલ યુનિવર્સિટીઓ સંચાલિત મેડીકલ કોલેજો, દેશની તમામ એઇમ્સ, ઇએસઆઇસી મેડીકલ કોલેજ વગેરેમાં પ્રવેશ આપવામાં આવે છે. આથી નીટ-2020માં હાઇસ્કોર ધરાવતા વિદ્યાર્થીઓએ 15 ટકા નેશનલ ક્વોટામાં રજિસ્ટ્રેશન કરાવવાની તકને નજરઅંદાજ કરવી ન જોઇએ.

15 ટકા નેશનલ ક્વોટામાં આટલી બેઠકો સમાવિષ્ટ

AIQ includes: (All India Quota)

  • i) 15% MBBS/ BDS Seats of States
  • ii) 100% MBBS/ BDS Seats of BHU
  • iii) 100% MBBS Seats of AIIMS across India
  • iv) All India Quota of JIPMER (Puducherry/ Karaikal)
  • v) All India Quota seats of AMU/ DU/ VMMC/ ABVIMS
  • vi) All India Quota Seats of Faculty of Dentistry (Jamia Milia Islamia)
  • vii)All India Quota Seats of ESIC

આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન www.mcc.nic.in/UGCounselling/

15 ટકા નેશનલ ક્વોટા માટેની પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

NEET UG 2020 Counselling Schedule (Round 1)

EventDate
Registration/Payment &
Choice Filling
27.10.2020 to 02.11.2020
Choice Filling/ Locking28.10.2020 to 02.11.2020
Processing of Seat Allotment03.11.2020 to 04.11.2020
Result05.11.2020
Reporting06.11.2020 to 12.11.2020

MCC CALL CENTRE : Phone No. : 0120-4073500
TOLL FREE NUMBER : 1800 102 7637


Please contact the above numbers for Queries related to Counseling.
Please note that all queries will be answered during Call centre timings
only i.e 9:00 AM to 8:30 PM

MCC : Emails

 E-mail : adgme@nic.in (Only for Administrative Queries)
 E-mail : financemcc2019@lifecarehll.com (Only for Queries regarding
Finance / Accounts / Refund related matters of online counselling NEET UG)
Note: All the emails must be sent to the respective email IDs for
respective queries / grievances only and any email sent to any other email
ID other than the concerned email IDs would not be considered in any
case. Also, mails will be answered during office hours only i.e 10:00 AM
to 6:00 PM.

October 24, 2020
Data-Protection-Bill-of-India-2018.jpg
1min5360

ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને ડેટા પ્રૉટેક્શન બિલને લગતી જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવાનો આદેશ અપાયા બાદ ઍમેઝોને ૨૮મી ઑક્ટોબરે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

ગૂગલ અને પૅટીએમના ઉચ્ચ અધિકારીઓને ૨૯મી ઑક્ટોબરે તેમ જ ટ્વિટરના અધિકારીઓને ૨૮મીએ બોલાવાયા છે, જ્યારે ફેસબુકના અધિકારી શુક્રવારે આ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ઇ-કૉમર્સ ક્ષેત્રની માતબર કંપની ઍમેઝોને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડીને વિશેષાધિકારનો ભંગ કર્યો હોવાનું પૅનલનાં અધ્યક્ષા અને ભાજપનાં સંસદસભ્ય મિનાક્ષી લેખીએ શુક્રવારે કહ્યું હતું.

તેમણે પીટીઆઇને કહ્યું હતું કે ‘ઍમેઝોન વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને સૂચન થઈ શકે એવું કમિટીનો સર્વાનુમત અભિપ્રાય છે.’

દરમિયાન, ફેસબુકના પૉલિસી-હેડ અંખી દાસ શુક્રવારે ડેટા સિક્યૉરિટીના મુદ્દે કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમને પૅનલના મેમ્બરો દ્વારા ડેટા સુરક્ષાના મુદ્દે કેટલાક આકરા અને તપાસમાં કડીરૂપ સાબિત થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંખી દાસની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને એવું પણ પૂછાયું હતું કે તેમની કંપની કેટલો હિસ્સો યુઝર્સના ડેટા પ્રૉટેક્શન માટે ખર્ચ કરે છે અને કેટલો કરવેરો ભરે છે?

મિટિંગ દરમિયાન એક મેમ્બરે ફેસબુકના મુદ્દે સૂચવ્યું હતું કે ‘સોશિયલ મીડિયાની આ માતબર કંપની પોતાના ઍડવર્ટાઇઝરોના વ્યાપારલક્ષી ફાયદા માટે પોતાના વપરાશકારોના ડેટામાંથી અનુમાનો મેળવી ન શકે.

પૅનલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓને ૨૮મી ઑક્ટોબરે બોલાવ્યા છે, જ્યારે ગૂગલ તથા પૅટીએમના અધિકારીઓએ ૨૯મી ઑક્ટોબરે આવવાનું રહેશે.

દરમિયાન, વૉશિંગ્ટનથી મળતા એપીના અહેવાલ મુજબ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરોના અંકુશ હેઠળની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ ફેસબુક તથા ટ્વિટરના સીઇઓને જીઓપી (ગ્રૅન્ડ ઑલ્ડ પાર્ટી) સમક્ષ આક્ષેપો ખોટા હોવાના પુરાવા આપવા બોલાવ્યા છે.

October 24, 2020
pm_modi.jpg
1min5710

કિસાન સૂર્યોદય યોજના

કિસાન સૂર્યોદય યોજનાનું ઈ લોકાર્પણ પણ આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. માળખાકીય સુવિધા ઉભું કરવા માટે આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગિરનાર રોપ-વે

એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા જુનાગઢવાસીઓમાં છે.

યુ.એન. મહેતા હોસ્પિટલ

યુ.એન.મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ માટે નવી બિલ્ડીંગનવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હૉસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ યુ.એન.મહેતા હૉસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલ (U.N. Maheta) જેમાં બાળ હૃદયરોગ હોસ્પિટલની નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડીંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇ લોકાર્પણ કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકી છે. અતિ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ કરાય છે. યુ.એન.મહેતા હોસ્પિટલ માં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

October 23, 2020
onion.jpg
1min5810

દેશના અનેક રાજ્યોમાં ડુંગળી (કાંદા)ના ભાવો ભડકે બળી રહ્યા હોઇ, સરકારે શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા છે જેમાં એક પગલું કાંદાના સ્ટોકમાં બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે મર્યાદા લાદવામાં આવી છે.

કન્ઝ્યુમર અફેર્સના સચિવે આપેલી માહિતી મુજબ બીજો હુકમ ન થાય ત્યાં સુધી દેશમાં કાંદાનો સ્ટોક રિટેલર વેપારી 2 ટન અને વ્હોલસેલર વેપારી 25 ટનથી વધુ જથ્થો રાખી શકશે નહીં.

October 23, 2020
siting-1280x720.jpg
1min725
Ladies, avoid sitting for long hours to prevent cancer - health and fitness  - Hindustan Times

પહેલા લોકો મોટાભાગના કામ જાતે કરતા હતા. ખેતી કરવાથી લઇને ભારે સામાન ઉઠાવવાનું કામ લોકો ભેગા મળીને કરી લેતા હતા. આજની લાઇફસ્ટાઇલમાં દરેક કામ કરવા માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે. આનાથી કામ તો સરળ થયું છે, પણ લોકોની શારીરિક કસરત ઓછી થઇ ગઇ છે. બજારમાંથી સામાન ખરીદવો હોય તો હોમ ડિલિવરીનો વિકલ્પ છે. ઘરની નજીક કયાંક જવું હોય તો પણ આપણે ચાલવાને બદલે વાહનમાં જવાનું પસંદ કરીએ છીએ. કોરોનાના સંકટ વચ્ચે હવે વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવતા લોકો ઘરે બેસીને ઑફિસનું કામ કરી રહ્યા છે. લોકો ચેર, સોફા અથવા બેડ પર બેસીને કલાકો સુધી કામ કરતા રહે છે. જોકે, તેને કારણે કમર, ખભા વગેરે દુ:ખવા લાગે છે. રાહત મેળવવા માટે તમે નેક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, શોલ્ડર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, લોઅર બેક સ્ટ્રેચિંગ, હિપ સ્ટ્રેચિંગ જેવી કસરત કરી શકો છો. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીરને નુકસાન થાય છે. એક અભ્યાસ અનુસાર જે લોકો સ્ક્રીનની સામે રોજ ચાર કલાકથી વધુ સમય વિતાવે છે તેમનું મૃત્યુ સામાન્ય લોકોની સરખામણીમાં જલદી થવાનું જોખમ હોય છે.

હૃદય સંબંધિત બીમારી: લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી હૃદયની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. છાતીમાં દુ:ખાવો અથવા હૃદયનો હુમલો આવવાની શકયતા રહે છે.

શરીરમાં દુ:ખાવો: કલાકો સુધી બેસીને કામ કરવાથી ખભા, કમર, પીઠમાં દુ:ખાવાની સમસ્યા થાય છે. તેનાથી રાહત મેળવવા માટે દરરોજ બોડી સ્ટ્રેચિંગ કરવી જોઇએ.

વજન વધે: કલાકો સુધી ટીવી અથવા લેપટોપ સામે બેસી રહેવાથી શારીરિક શ્રમ ઘટી જાય છે. શ્રમના અભાવે વજન વધી જાય છે

દિમાગમાં ક્ષતિ: એક જ જગ્યા પર બેસીને લાંબો સમય સુધી કામ કરવાથી શરીરની સાથે મસ્તિષ્કને પણ નુકસાન પહોંચે છે. એક રિસર્ચ અનુસાર કલાકો સુધી એક જગ્યા પર બેસીને કામ કરવાવાળાઓની મેમરી (યાદશક્તિ) પ્રભાવિત થઇ શકે છે.

ડાયાબિટીઝનું જોખમ: સક્રિય જીવનશૈલીની સરખામણીમાં સુસ્ત જીવન જીવતા લોકોને ડાયાબિટીઝ થવાનું જોખમ વધુ હોય છે. એક રિસર્ચ અનુસાર લાંબા સમય સુધી બેઠા રહેનાર લોકોને ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે.

પગની નસો ફૂલી જવી: લાંબા સમય સુધી બેસી રહેવાથી પગ પર દબાવ વધી જાય છે, પરિણામે પગની નસો ફૂલી જાય છે. તેને કારણે પગમાં દુ:ખાવાની સમસ્યા થાય છે.

રાહત મેળવવાનો ઉપાય: લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને રહેવાથી થતા નુકસાનથી બચવાનો ઉપાય એ છે કે તમે વચ વચમાં શારીરિક કસરત કરવાનું ચાલુ રાખો. કામ દરમિયાન ૪૦-૪૫ મિનિટ બાદ પાંચ મિનિટનો બ્રેક લઇને થોડું ચાલવાનું રાખો. જો ફોન પર વાત કરવાની હોય તો બેસીને કરવાને બદલે ઊભા થઇને આંટાફેરા મારતા કરો. ઑફિસના કામ કરતી વખતે થોડા થોડા સમયાંતરે બોડી સ્ટ્રેચ કરતા રહો. .

October 23, 2020
navratri.jpg
2min926

ગુજરાતના રાસ-ગરબા, તો દિલ્હીમાં રાવણદહન, બંગાળમાંદુર્ગાપૂજા, દક્ષિણ ભારતમાં શાહી સવારી

વિવિધતામાં એક્તાથી ભરેલા આપણા દેશમાં લોકોની ભાષા, ખોરાક, સંસ્કૃતિ, પોશાક અલગ અલગ છે, રીતરિવાજો અલગ અલગ છે, પૂજા પ્રાર્થનાની રીત અલગ છે પણ લોકભાવના એક છે. દેશના દરેક તહેવારોનો એક વિશિષ્ટ અને અનન્ય પ્રાદેશિક સ્પર્શ છે અને એની ઉજવણીના અલગ અલગ સ્વરૂપ છે.

વિવિધતાની ઉજવણીનું નવલું ઉદાહરણ છે નવરાત્રી, જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે નવ રાત. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન જગતજનની અને શક્તિની દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જે વિવિધ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશભરમાં અને વિદેશમાં પણ નવરાત્રીની ઉજવણી જુદી જુદી રીતે ખુશી, ઉર્જા અને ઉત્સાહપૂર્વક ભાતીગળ રીતે કરવામાં આવે છે. દેશના જુદા જુદા રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે એના વિશે જાણીએ.

રાજસ્થાન

નવરાત્રિદરમિયાન દશેરાના મેળા રાજસ્થાનની મુખ્ય ઉજવણી ગણવામાં આવે છે, જ્યાં દરેક ક્ષેત્રના લોકો એકસાથે ઉજવણી કરે છે.

પશ્ર્ચિમ બંગાળ, આસામ અને બિહાર

આ રાજ્યોમાં, નવરાત્રીનો તહેવાર દુર્ગાપૂજા તરીકે ઉજવવામાં આવે છે. આ પશ્ર્ચિમ બંગાળનો મુખ્ય તહેવાર છે. સપ્તમી, અષ્ટમી, નવમી અને દશમ એ નવરાત્રિના અંતિમ ચાર દિવસ છે, જે પૂર્વીય ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હાથમાં વિવિધ શસ્ત્રો સાથે દેવી દુર્ગા સિંહ પર સવાર થયેલી દર્શાવવામાં આવે છે. મહિષાસુરની હત્યાને બતાવતા દર્શાવતી દેવી દુર્ગાની ઉત્કૃષ્ટ રચના અને શણગારેલી આકારની માટીની મૂર્તિઓ મંદિર અને અન્ય સ્થળોએ સ્થાપિત કરવામાં આવે છે. આ મૂર્તિઓની પાંચ દિવસ પૂજા કરવામાં આવે છે અને પાંચમાં દિવસે તેમનેનદીમાં લીન કરવામાં આવે છે. રાજ્યભરમાં દુર્ગાપૂજા ભવ્ય ધોરણે ઉજવવામાં આવે છે, જેમાં કેટલીક વિશેષ વિધિ કરવામાં આવે છે અને મા દુર્ગાની પ્રાર્થના કરવામાં આવે છે.

પંજાબ

પંજાબમાં નવરાત્રીની ઉજવણી કરવાની એક અલગ રીત છે. નવરાત્રી દરમિયાન, પંજાબની મહિલાઓ તહેવારના પહેલા સાત દિવસ માટે વ્રત રાખે છે, દેવીની પૂજા કરે છે અને જાગરણ (પરંપરાગત વિધિ)માં ભાગ લે છે, જેમાં રાતભર ભજન અને ભક્તિગીતો ગવાય છે. આઠમા દિવસે વ્રત પૂરું થાય છે અને એની ઉજવણી કરવામાં આવે છે, જેમાં નવ કુમારિકાને આમંત્રિત કરી ભોજન કરાવવામાં આવે છે અને એમને દુર્ગા માતાના રૂપમાં પૂજવામાં આવે છે. એને ક્ધયાપૂજન અથવા કંજક કહેવાય છે.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં દસમા દિવસે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેને કુલુ દશેરા તરીકે ઓળખવામાં આવે છે. એને ભગવાન રામના અયોધ્યામાં પાછા ફરવાનું પ્રતિક માનવામાં આવે છે. તે ઉત્તરમાં નવરાત્રીની ઉજવણીનો એક ભાગ છે અને કુલુ ખીણમાં પ્રખ્યાત છે. આ સમય દરમિયાન ખીણ તેજસ્વી રંગથી દીપી ઉઠે છે. ત્યાં દેવીની મૂર્તિઓ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને બિયાસ નદીના કાંઠે લંકાદહનના પ્રખ્યાત પ્રદર્શન પછી કેટલાક નૃત્ય અને ધાર્મિક વિધિ કરવામાં આવે છે.

દક્ષિણ ભારત

દક્ષિણ ભારતમાં નવરાત્રિ મિત્રો, સંબંધીઓ અને પાડોશીઓને આમંત્રણ આપવાનો સમય છે, જેઓ કોલુને જોવા માટે ભેગા થાય છે, જેમાં વિવિધ ઢીંગલીઓ અને પૂતળાંનું પ્રદર્શન થાય છે. કન્નડમાં આ પ્રદર્શનને બૉમ્બે હબ્બા, તમિલમાં બૉમ્માઇ કોલુ, મલયાલમમાં બૉમ્મા ગુલ્લુ, અને તેલુગુમાં બૉમ્માલા કોલુવુ કહેવામાં આવે છે. નવરાત્રીને કર્ણાટકમાં દશરા તરીકે ઓળખવામાં આવે છે. યક્ષગણ, પુરાણોમાંથી મહાકાવ્યની નાટકોના રૂપમાં પ્રસ્તુતિ કરી નૃત્ય કરવામાં આવે છે. મૈસુરમાં દશેરાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. મૈસુરના રાજવી પરિવાર દ્વારા શાહી સવારી કાઢવામાં આવે છે અને આ તહેવારને રાજ્ય ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. નવમીના દિવસે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ધામધૂમથી આયુધ પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે અને સાથે કૃષિ સાધનો, તમામ પ્રકારના સાધનો, પુસ્તકો, સંગીતનાં સાધનો, મશીનરી અને ઓટોમોબાઈલ્સનેપણ શણગારવામાં આવે છે અને પૂજવામાં આવે છે. દસમો દિવસ ‘વિજયા દશમી’ તરીકે ઉજવવામાં આવે છે. તે કેરળમાં વિદ્યારંભનો દિવસ ગણાય છે, જ્યાં નાના બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવે છે.

આ નવ દિવસ આપણને આરામ કરવા, કાયાકલ્પ કરવા અને આપણા પ્રિયજનો સાથે વધુ સારી રીતે જોડાવા અને જીવનની ઉજવણી કરવામાં મદદ કરે છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં નવરાત્રી સમારોહ નવી શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં મહિલાઓ તાંબા અથવા પિત્તળના વાસણ (ઘડા)માં પાણી ભરે છે અને તેને ચોખાના ઢગલા પર મૂકે છે. જે લાકડાના ટેબલ પર મૂકવામાં આવે છે અને તેની બાજુમાં દીવો મૂકવામાં આવે છે. જે જ્ઞાન અને સમૃદ્ધિનો સંકેત આપે છે. ઘડો એ કૃષિ કલ્યાણનું પ્રતીક છે.

ગુજરાત

નવરાત્રીમાં ગરબા અને દાંડિયા તો ગુજરાત અને ગુજરાતીઓની ઓળખ છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ભક્તો માટીના પ્રતિકાત્મક નાના ઘડા (ગરબો)ની ઉપાસના કરે છે. આ ગરબાને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. તેને મધ્યમાં રાખવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે. એની આસપાસ ગરબા અને દાંડિયા રમવામાં આવે છે. દાંડિયા એ લોકનૃત્ય છે, જેમાં સ્ત્રીઓ અને પુરુષો બધા હાથમાં બે નાની લાકડીઓ લઇ ગીત-સંગીતના તાલે જૂથમાં પરંપરાગત પહેરવેશમાં નૃત્ય કરે છે.

નવી દિલ્હી

રાજધાનીના શહેર દિલ્હીમાં દુષ્ટ રાવણ પર ભગવાન રામની જીત તરીકે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. અહીં રામલીલા ઉજવવામાં આવે છે અને તેમાં કુંભકર્ણ અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. દુષ્ટ અને અસુરી શક્તિ ઉપર સારાઇની જીત તરીકે વિજ્યાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ઉપરાંત, આ નવ દિવસ દરમિયાન વિશેષ પૂજાઓ, ઉપવાસ, ધ્યાન, ગીત અને નૃત્ય થાય છે. અહીં નવરાત્રી પર ભેટો આપવાનો સામાન્ય રિવાજ છે. લોકો મિઠાઇ, કપડાં અને ઉપયોગી વસ્તુઓની ભેટ આપે છે.

October 23, 2020
eknath_khadse.png
1min6080

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસનો રાજ માર્ગ વધુ મુશ્કેલ બની રહ્યો છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા છે. બિહારને બચાવવા ગયેલા ભાજપના નેતાનું મહારાષ્ટ્ર જોખમમાં આવી પડ્યું છે. મહારાષ્ટ્રમાં એકનાથ ખડસેના પ્રભાવને બધા જાણે છે. એકનાથ ખડસેના કારણે મહારાષ્ટ્રમાં ભાજપને ચોક્કસપણે મોટું નુકસાન થઈ શકે છે. ભાજપ સાથે ખડસે કક્ષાના બીજા કોઈ નેતા નથી. તેથી ફડણવીસે બિહારથી પાછા ફરવું પડ્યું હતું. ફડણવીસે હંમેશાં ખડસે વિરુદ્ધ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં એકનાથ ખડસે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોટો ઝગડો ચાલી રહ્યો હતો. બંને નેતાઓ એક બીજાને બહુ પસંદ નથી કરતા.

Maharashtra બીજા પક્ષો કરતાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવતાં ભાજપ સત્તાની બહાર છે. શરૂમાં સત્તા મેળવી, પણ બહુમતિ મેળવી શક્યા ન હતા. સત્તામાં પાછા આવવા માટે ભાજપ દ્વારા તમામ ધમપછાડા કરીને સંભવિત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસને બિહારની ચૂંટણી માટે દેવેન્દ્ર ફડણવીસને પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ફડણવીસ બિહારની ચૂંટણીમાં એટલા વ્સ્ત થઈ ગયા કે તેઓ પોતાના રાજ્યમાં ધ્યાન આપી શકતા ન હતા. તેમની સામે ભારે રોષ જોવા મળતો હતો. નેતાઓ પક્ષ છોડી દે એવી સ્થિતી ઊભી થઈ છતાં ફણનવીસ બે ધ્યાન રહ્યાં હતા.

October 23, 2020
kapildev.jpg
1min5950

દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની ખબર મળી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કપિલ દેવની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ગંભીર હાલતમાંથી બહાર આવી ગયા છે. તેમના હોસ્પિટલમાં એડમિટ થયા હોવાની ખબર મળતા જ વિરાટ કોહલી, સચિન તેડૂંલકર, ગૌતમ ગંભીર, અનિલ કુંબલે તથા સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરી હતી.

October 23, 2020
indianvisa.jpg
1min5730
Indian visa services to be enhanced at new venue for Bangladeshis

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક, ટુરિસ્ટ અને મેડિકલ કૅટેગરી સિવાયના બધા વર્તમાન વિઝાને પૂર્વવત્ સ્થિતિમાં લાવવાનો ગુરુવારે નિર્ણય લીધો હતો. કોવિડ-૧૯ની મહામારીને કારણે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ કરાયું એને પગલે લગભગ આઠ મહિના સુધી તમામ વિઝા પર સસ્પેન્શન લાગુ કરાયું હતું.

મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ (એમએચએ)એ એવી પણ જાહેરાત કરાઈ હતી કે તમામ ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (ઓસીઆઇ) અને પર્સન ઑફ ઇન્ડિયન

ઑરિજિન (પીઆઇઓ) કાર્ડધારકો તથા તમામ અન્ય વિદેશી નાગરિકોને (ટુરિસ્ટ વિઝા સિવાય) કોઈ પણ હેતુસર ભારતનો પ્રવાસ કરવાની પરવાનગી અપાશે. સરકારના આ નિર્ણયથી વિદેશી નાગરિકો ધંધા-વેપાર ઉપરાંત મિટિંગ-કૉન્ફરન્સ, રોજગાર, અભ્યાસ અને સંશોધન માટે ભારત આવી શકશે.

ગૃહ ખાતાએ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘કોવિડ-૧૯ની મહામારીને લક્ષમાં રાખીને સરકારે ફેબ્રુઆરી, ૨૦૨૦થી વિદેશી મુસાફરોના ભારત આવવા તથા જવા પર નિયંત્રણ મૂકવા સહિતના શ્રેણીબદ્ધ પગલાં ભર્યા હતા. જોકે, હવે સરકારે વિઝા ફાળવવા સંદર્ભમાં ગ્રેડ પ્રમાણે છૂટછાટ મૂકી છે. જે પ્રકારના વિઝાની છૂટ અપાઈ છે એની કાયદેસરતા પૂરી થઈ ગઈ હશે તો ભારતીય મિશનમાંથી કે સંબંધિત વિભાગમાંથી નવેસરથી વિઝા મેળવી શકાશે.

તબીબી સારવાર માટે ભારત આવવા માગતા વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે નવેસરથી અરજી કરી શકશે.

‘વંદે ભારત’ મિશન હેઠળ અમુક કૅટેગરીના ઓસીઆઇ તથા પીઆઇઓ કાર્ડધારકોની કૅટેગરી માટે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ કાર્યરત્ છે.